________________
૧૦૦ કર્મ-વિચાર ભાગ-૨
કૂતરાનું મોટું, સસલું, વાઘનું મોટું, વાંદરાનું મોટું એવી એવી આકૃતિઓ જણાશે, અને એ આકૃતિઓ બાળકને હસાવે છે, રમાડે છે, કુદાવે છે, ગમ્મત ઉપજાવે છે. દીવો, પ્રકાશ, સ્થિરભીંત, હાથનો પડછાયો : એ સર્વનું મિશ્રણ થઈને જુદી જુદી આકૃતિઓ ઊભી થતી જોવામાં આવે છે.
પ્રકાશ સ્થિર હોવા છતાં હાથની જુદી જુદી ચેષ્ટાથી અને પ્રકાશની મદદથી આકૃતિઓ બને છે.
તે પ્રમાણે, આત્મા સ્થિર હોવા છતાં, જૂનાં કર્મ નવાં કર્મને ખેંચે છે, તેમાં ચાર પ્રકારના બંધો અને પાંચ નિમિત્તો ઉત્પન્ન કરે છે. તેમાં આત્માનાં વિવિધ યોગસ્થાનકો અને અધ્યવસાયોના પ્રકારો મળે છે. એટલે આત્માના જીવનનાં વિવિધ ચિત્રો, તેનો વિવિધ આનંદ કે કષ્ટ ઊભાં થાય છે. એ રીતે આત્મા અને કર્મને કાંઈ સંબંધ નથી હોતો, છતાં બન્નેયનો કુદરતી રીતે જ કોઈ વિલક્ષણ સંબંધ હોય છે, એમ ખાતરી થયા વિના રહેશે નહી.
આત્માનાં જ્ઞાન, ચારિત્ર, વગેરે ગુણો, અને તેના ઉપર આવેલાં કર્મોના પડદાથી સહજ રીતે જ જુદી જુદી અસરો પ્રગટ થાય છે.
- દીવાનો પ્રકાશ સસલાનો આકાર ઊભો નથી કરતો. તેમાં આકાર નથી. તેવી જ રીતે આંગળીઓમાં પણ એ આકાર નથી. તો પણ ભીત ઉપર પડતી પ્રકાશની કાંતિ અને આંગળીઓના પડછાયાથી એવી વિલક્ષણ આકૃતિઓ ઊભી થાય છે. તે જ રીતે આત્મા અને કર્મોના મિશ્રણથી શરીરધારી જીવના જીવનનાં વિવિધ પ્રકારનાં ચિત્રો સહજ રીતે જ પ્રગટ થાય છે.