________________
૧૯૪ કર્મ-વિચાર ભાગ-૩
સંબંધોનું ભાન યથાર્થ હોય તો, તે વિષયનું જ્ઞાન પણ યથાર્થ જ થાય, અને તેને ધ્યાનમાં રાખીને પોતાના લાભની જે કંઈ પ્રવૃત્તિ કરવી હોય, તે પણ યથાર્થ જ થાય.
જો દર્શનશક્તિ-દષ્ટિબિંદુ સમ્યગુ ન હોય, બરાબર ન હોય, તો જરૂર પદાર્થ સંબંધી જ્ઞાન પણ ખોટું થાય, અને લાભની પ્રવૃત્તિમાં તે પદાર્થનો ઉપયોગ કરવો ? કે તે નુકસાનકર્તા છે માટે છોડી દેવો ? વગેરે બાબતમાં ઘણી ગૂંચવણ ઊભી થાય. એટલે જ્ઞાનશક્તિ અને ચારિત્રશક્તિમાં યથાર્થતાના નિયામક તરીકેનું કાર્ય આ દર્શનશક્તિનું છે.
આત્મા જો કેવળ સ્વતંત્ર-કર્મના આવરણ વગરનો હોય, તો તેની દર્શનશક્તિ જગતના સંબંધો નક્કી કરવામાં પૂરેપૂરી યથાર્થ હોય છે, પણ આ દર્શન મોહનીય કર્મ એ શક્તિને અત્યંત ઢાંકે છે, ત્યારે જગતના સંબંધો તત્ત્વજ્ઞાનની દૃષ્ટિથી જેવા છે તે રીતે ન સમજાતાં આડાઅવળા સમજાય છે તે ખોટી સમજણને આત્મા આગ્રહપૂર્વક વળગી પડે છે, એટલું જ નહીં પણ આવો તત્ત્વજ્ઞાનદષ્ટિથી તદ્દન ખોટો આગ્રહ–તે જ મિથ્યાત્વ.
જે કર્મને લીધે આવી રીતે આત્માને આવી દશામાં આવવું પડે, તે અત્યંત દર્શનમોહનીય કે મિથ્યાત્વ નામનું મોહનીયકર્મ કહેવાય.
જો ખોટા તરફ મધ્યમ આગ્રહ હોય, તો તે મિશ્રમોહનીય કર્મને લીધે. તત્ત્વજ્ઞાનની દૃષ્ટિથી જગતના જે જાતના પરસ્પર સંબંધો છે, તેને બરાબર નિશ્ચયાત્મક રીતે સમજવા છતાં કોઈ કોઈ વખતે ક્યાંક ક્યાંક ગૂંચવાડો ઊભો થાય, કેટલાક નિર્ણયો કરવા માટે બીજા લાયક તત્ત્વદર્શીની મદદ લેવી પડે, તે સમ્યક્વમોહનીય. જો મોહનીયકર્મ આડે ન આવતું હોય તો, સમ્યક્ત ગુણને લીધે આત્મા બધા નિર્ણયો પોતાની મેળે જ કોઈની મદદ વિના બરાબર નક્કી કરી શકે અર્થાત્ દર્શનમોહનીય કર્મનો એક પણ ભેદ આવરણ ન કરતો હોય તો બિલકુલ ગૂંચવાડા વિના સત્ય-નિર્ણયાત્મક નિશ્ચય થાય, તે શુદ્ધ સમ્યગ્દર્શન. કર્મ
તેનું ફળ-પરિણામ-અસર ૨૦. સંજવલન લોભ- માત્ર શરીર વગેરે અત્યંત નિકટની વસ્તુઓ
તરફ મમત્વ જાગે.