Book Title: Gyan Gosthi
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Kundamrut Kahan
Catalog link: https://jainqq.org/explore/008237/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી કહાનગુરુ સત્ સાહિત્ય ગ્રંથમાળા જ્ઞાનગોષ્ઠી પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજીસ્વામીની રાત્રિ ચર્ચામાંથી ઉપસ્થિત થયેલી વિષયવાર પ્રશ્નોત્તરી તથા તેઓશ્રીના સહજ ઉદ્ગાર પ્રકાશક શ્રી કહાનગુરુ સસાહિત્ય ગ્રંથમાળા પ્રકાશન સમિતિ શ્રી દિગંબર જૈન સંઘ ૫, પંચનાથ પ્લોટ, રાજકોટ. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #2 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates વીર સંવત ૨૫૧૩ વિ. સં. ૨૦૪૩ પ્રથમ આવૃત્તિ: પ્રત ૧OOO બીજી આવૃત્તિઃ પ્રત ૧૫૦૦ મુદ્રકઃ અજિત મુદ્રણાલય, પાલીતાણા રોડ, સોનગઢ-૩૬૪૨૫૦ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #3 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates Thanks & Our Request This shastra has been kindly donated by Anant Mohanlal Shah, London, UK who has paid for it to be "electronised" and made available on the internet. Our request to you: 1) We have taken great care to ensure this electronic version of Gnaan Gosthi is a faithful copy of the paper version. However if you find any errors please inform us on Rajesh@AtmaDharma.com so that we can make this beautiful work even more accurate. 2) Keep checking the version number of the on-line shastra so that if corrections have been made you can replace your copy with the corrected one. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #4 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates Version History Date Version Number 001 13 May 2003 Changes First electronic version. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #5 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પરમોપકારી પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજીસ્વામી Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #6 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ્રકાશકીય તત્ત્વનિરૂપણમાં પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનો તો મુખ્ય હતા જ અને સામાન્ય રીતે દિવસમાં બે વખત સવાર અને બપોરે આ પ્રવચનો થતાં. પરંતુ પૂજ્ય ગુરુદેવશ્રી સાથે રાત્રિ-ચર્ચાને તત્ત્વદર્શનમાં વિશિષ્ટ સ્થાન હતું. પૂજ્ય ગુરુદેવશ્રી જ્યાં-જ્યાં પધારતા ત્યાં-ત્યાં બે પ્રવચનો ઉપરાંત અમુક રીતે રાત્રિ-ચર્ચાનું આયોજન થતું જ. આ ક્રમ અવિરતપણે પીસ્તાલીસ વર્ષ સુધી ચાલુ રહ્યો હતો. રાત્રિ-ચર્ચામાં મુમુક્ષુઓ તેમના સ્વાધ્યાયમાં આવેલ પ્રશ્નો વિના સંકોચ રજુ કરતા અને પૂજ્ય ગુરુદેવશ્રી સાદી ભાષામાં ટૂંકા પણ સચોટ ઉત્તરો આપતા હતા અને ત્યારે તત્ત્વના ઊંડા રહસ્યો મુમુક્ષુ સમક્ષ ખુલ્લા થતા તા. આ રીતે રાત્રિ-ચર્ચાઓમાં ચર્ચાતા વિષયો લિપિબદ્ધ થઈ ગુજરાતી આત્મધર્મ' માસિકમાં નિયમિત રીતે પ્રકાશન થતા રહેતા હતા. સાથે આ વિષયો હિન્દી સંસ્કરણ પામી ૫. ટોડરમલ સ્મારક ટ્રસ્ટ, જયપુર તરફથી પ્રગટ થતા આત્મધર્મ' માં પણ પ્રકાશન થતા હતા. આશરે દોઢેક વર્ષ પહેલા ૫. ટોડરમલ સ્મારક ટ્રસ્ટ, જયપુર તરફથી જ્ઞાનગોષ્ઠી (હિંદી) નામના પુસ્તકનું પ્રકાશન થયેલ છે જેમાં હિંદી આત્મધર્મમાં પ્રગટ થયેલી પ્રશ્નોત્તરીનું પં. અભયકુમાર જૈન શાસ્ત્રીએ વિષયવાર વિભાગ કરી સંકલન કરેલ છે. રાજકોટ સંઘ તરફથી પ્રગટ થતાં (ગુજરાતી) જ્ઞાનગોષ્ઠી પુસ્તકમાં વિષયો તથા પ્રશ્નોત્તરીનો ક્રમ જેમ છે તેમ રાખી મૂળ ગુજરાતી “આત્મધર્મ' માં પ્રગટ થયેલ પ્રશ્નોત્તરીઓનું સંકલન કરવામાં આવેલ છે, તથા તે ઉપરાંત વિશેષમાં પૂજ્ય ગુરુદેવશ્રીના શ્રીમુખે પ્રવચનો તથા ચર્ચામાં પ્રવાહિત થયેલા ઉદ્દગારોનું પણ ગુજરાતી આત્મધર્મમાંથી સંકલન કરી આ પુસ્તકના બીજા વિભાગમાં આપવામાં આવેલ છે. આ પુસ્તક બહાર પાડવામાં આવ્યું કે તરત જ બધી પ્રતો વેચાઈ જવા પામી હતી અને હજુ ઘણી માંગ આગળથી નોંધાએલી છે. આ બધું લક્ષમાં લેતા બીજી આવૃત્તિ છપાવવાનું નક્કી કરવામાં આવ્યું અને એ રીતે આ બીજી આવૃત્તિ બહાર પડ છે. આ પુસ્તકની કિંમત આશરે રૂા. ૨૦ થવા જાય છે, પરંતુ ઉદાર દાતાઓ તરફથી જ્ઞાનદાનનો પ્રવાહ વહેતો રહેતો હોવાથી અને આ પુસ્તક માટે ખાસ સ્વ. મણિલાલ જેઠાલાલની સ્મૃતિ અર્થે રૂા. ૫OOOનું દાન મળવાથી આ પુસ્તકની કિંમત રૂા. ૧૦ રાખવામાં આવી છે. આશા છે કે મુમુક્ષુઓના સ્વાધ્યાયમાં આ પુસ્તક ઉપયોગી થશે. શ્રી કહાનગુરુ સત્ સાહિત્ય ગ્રંથમાળા પ્રકાશન સમિતિ-રાજકોટ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #7 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦૭ વિષય-સૂચી [વિભાગ-૧] ક્રમાંક વિષય પ્રશ્નસંખ્યા પાના નંબર ૧ ભગવાન આત્મા ૧ થી ૩૯ ૨ દેવ-શાસ્ત્ર-ગુરુ ૪૦ થી ૯૦ ૩ આત્માનુભૂતિ ૯૧ થી ૧૫૪ ૪ ભેદ-વિજ્ઞાન ૧૫૫ થી ૫ સમ્યગ્દર્શન ૨૦૮ થી ૨૮૧ ૬ સમ્યજ્ઞાન ૨૮૨ થી ૩૦૯ ૭ સમ્યક્રચારિત્ર ૩૧૦ થી ૩૩૯ ૮ મોક્ષમાર્ગ ૩૪૦ થી ૩પ૬ ૯ જ્ઞાની શ્રાવકની અંતરબાહ્યદશા ૩૫૭ થી ૪૦૮ ૧૧૨ ૧૦ દ્રવ્ય-ગુણ-પર્યાય ૪૦૯ થી ૪૬૦ ૧૧ નિમિત્ત-ઉપાદાન ૪૬૧ થી ૪૭૫ ૧૪૪ ૧ર નિશ્ચય-વ્યવહાર ૪૭૬ થી ૫૦૫ ૧૫૦ ૧૩ પ્રમાણ-નય ૫૦૬ થી પ૨૭ ૧૬૧ ૧૪ કર્તા-કર્મ પર૮ થી પ૬૧ ૧૭) ૧૫ ક્રમબદ્ધપર્યાય પ૬૨ થી ૫૯૪ ૧૬ કારણશુદ્ધપર્યાય ૫૯૫ થી ૫૯૮ ૧૯૪ ૧૭ પુણ્ય-પાપ ૫૯૯ થી ૬૩૯ ૧૯૬ ૧૮ વિવિધ ૬૪૦ થી ૬૭૩ ૨૧૦ [વિભાગ-૨] . ૧૯ પૂજ્ય ગુરુદેવશ્રીનાં શ્રીમુખે પ્રવચનોમાં તથા ચર્ચામાં પ્રવાહિત થયેલા ઉદ્ગારો ૧૮૨ ૨૨૧ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #8 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧) ભગવાન આત્મા (૧) પ્રશ્ન:- ભગવાન આત્માને જ્ઞાનમાત્ર શા માટે કહેવામાં આવે છે? આપ વારંવાર ‘ભગવાન આત્મા... ભગવાન આત્મા.....' કહો છો-મહેરબાની કરીને તેનું સ્વરૂપ બતાવો. ઉત્ત૨:- ભાઈ ! ભગવાન આત્મા અનંત શક્તિઓનું સંગ્રહાલય, અનંત ગુણોનું ગોદામ, અનંત આનંદનો કંદ, અનંત મહિમાવંત, અતિન્દ્રિય મહાપદાર્થ છે; તેને જ્ઞાન માત્ર પણ કહેવામાં આવે છે. આત્મા જ્ઞાનમાત્ર છે એટલે કે એ શરીર, મન, વાણી અને પુણ્ય-પાપરૂપ નથી. એક સમયની પર્યાય માત્ર પણ નથી. તે જ્ઞાન, દર્શન, અકાર્યકારણ, ભાવ-અભાવ આદિ અનંત શક્તિમય છે. પ્રભુ! તારા ઘરની શું વાત કહેવી! તારામાં અનંત શક્તિઓ ભરી પડી છે. અને એક એક શક્તિ અનંત સામર્થ્યવાન છે. એક એક શક્તિ અનંત ગુણોમાં વ્યાપક છે, એક એક શક્તિમાં બીજી અનંત શક્તિઓનું રૂપ છે. એક એક શક્તિ અન્ય અનંત શક્તિઓમાં નિમિત્ત છે. એક એક શક્તિમાં અનંત પર્યાયો છે, તે પર્યાયો ક્રમે ક્રમે થાય છે, માટે તેઓ ક્રમવર્તી છે. અનંત શક્તિઓ એક સાથે રહે છે માટે તેઓ અક્રમવર્તી છે. આ પ્રમાણે આત્મદ્રવ્ય અક્રમવર્તી અને ક્રમવર્તી ગુણપર્યાયોનો પિંડ છે. દ્રવ્ય શુદ્ધ છે, ગુણ પણ શુદ્ધ છે માટે તેની દૃષ્ટિ કરવાથી પરિણમન પણ શુદ્ધ જ થાય છે. ‘હું જ્ઞાન માત્ર વસ્તુ છું’-આવી દષ્ટિ થતાં પર્યાયમાં જીવત્વ શક્તિનું પરિણમન થયું, તેની સાથે જ્ઞાન, દર્શન, આનંદ, અકાર્યકારણત્ત્વ વગેરે અનંત શક્તિઓની પર્યાયો ઊછળે છે, પ્રગટ થાય છે. -હિંદી આત્મધર્મ જુન ૧૯૮૩, પૃષ્ઠ ૨૬-૨૭ (૨) પ્રશ્ન:- ઊછળે છે એટલે શું? ઉત્ત૨:- દ્રવ્ય વસ્તુ છે, તેમાં અનંતી શક્તિઓ છે, એક શક્તિનું જ્યારે પરિણમન થાય છે ત્યારે અનંતી શક્તિની પરિણતિ એક સાથે ઉત્પન્ન થાય છે તેને ઊછળે છે એમ કહેવામાં આવે છે. -આત્મધર્મ અંક ૪૦૮, ઓકટોબર ૧૯૭૭, પૃષ્ઠ ૭ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #9 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨: જ્ઞાનગોષ્ઠી પ્રશ્ન- શું અજ્ઞાનીને પ્રથમથી જ આત્માની વાત કહેવી જોઈએ ? ઉત્તર- સમયસારની ગાથા ૮ માં આચાર્યદવે આત્મા આનંદ સ્વરૂપ છે તેને ઓળખવાનું સમજાવ્યું છે. પહેલા દ્વીપ સમુદ્ર, લોકની રચના આદિને ઓળખવાનું કે વ્રતાદિ કરવાનું કહ્યું નહિ, પણ શુદ્ધાત્માને ઓળખવાનું સમજાવ્યું છે, ને સમજવા આવનાર પણ હજુ આત્માને સમજ્યો નથી છતાં જિજ્ઞાસાથી ટગ ટગ જોઈ રહ્યો છે. તેને કહે છે કે જે દર્શન-જ્ઞાન-ચારિત્રને હંમેશાં પ્રાપ્ત થાય તેને આત્મા કહે છે. આમ વ્યવહારી જીવોને પણ પહેલા શુદ્ધ આત્મા જ સમજાવ્યો છે. અનાદિના બંધન છૂટીને મુક્તિ કેમ થાય તે આચાર્યદવ અજ્ઞાનીને સમજાવે છે. -આત્મધર્મ અંક ૪૦૩, મે ૧૯૭૭, પૃષ્ઠ ૯ પ્રશ્ન:- જીવને શરીરવાળો કે રાગવાળો કહેવો એ તો વ્યવહારથી કથન છે પણ જીવને સમ્યગ્દર્શનવાળો તો કહેવાય ને? ઉત્તર- જીવને સમ્યગ્દર્શનવાળો કહેવો એ પણ પર્યાયથી કથન છે, જીવ તો વિજ્ઞાનઘન સ્વરૂપ છે. સમ્યગ્દર્શન પર્યાય તો એક અંશ છે, ને જીવ ત્રિકાળી વિજ્ઞાનઘનસ્વરૂપ છે. -આત્મધર્મ અંક ૪૦૯, નવેમ્બર ૧૯૭૭, પૃષ્ઠ ૧૨ (૫) પ્રશ્ન- સમ્યગ્દર્શન અને આત્મા ભેદરૂપ છે કે અભેદરૂપ? ઉત્તરઃ- સમ્યગ્દર્શનાદિ નિર્મળપર્યાય અને આત્મા અભેદ છે. રાગને અને આત્માને તો સ્વભાવભેદ છે, આ સમ્યગ્દર્શન અને શુદ્ધ આત્મા અભેદ છે, પરિણતિ સ્વભાવમાં અભેદ થઈને પરિણમી છે, આત્મા પોતે અભેદપણે તે પરિણતિરૂપે પરિણમ્યો છે, તેમાં ભેદ નથી. વ્યવહારસમ્યગ્દર્શન જે વિકલ્પરૂપ છે તે કાંઈ આત્મા સાથે અભેદ નથી. -આત્મધર્મ અંક ર૬૧, જુલાઈ ૧૯૬૫, પૃષ્ઠ 10 (૬) પ્રશ્ન- ક્યાંક-ક્યાંક શુદ્ધ પર્યાય ને આત્મા કહેલ છે, તેનો આશય શું? ઉત્તર:- અલિંગગ્રહણના ૨૦માં બોલમાં ધ્રુવને સ્પર્શતો નથી એવી શુદ્ધ પર્યાય તે આત્મા છે એમ કહ્યું. ત્યાં વેદનની અપેક્ષાએ કહ્યું છે, કેમ કે આનંદનું વેદન પરિણતિમાં છે, ત્રિકાળીનું વેદન થતું નથી. તેથી વેદનમાં આવ્યો તે હું-એમ કહ્યું છે. જ્યાં જે આશય હોય તે સમજવો જોઈએ. અહીં સમ્યગ્દર્શનની વાત છે, સમ્યગ્દર્શનનો Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #10 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ભગવાન આત્મા: ૩ વિષય જે ત્રિકાળી–ધ્રુવસામાન્ય તે એક જ સર્વ તત્ત્વોમાં સાર છે. એ વસ્તુ પોતે ધ્રુવ છે પણ તેના ઉપર લક્ષ જતાં સમ્યગ્દર્શન થાય છે. -આત્મધર્મ અંક ૪૧૩, માર્ચ ૧૯૭૮, પૃષ્ઠ ૭ પ્રશ્ન:- પહેલાં જ્ઞાન જણાય કે આત્મા? બન્નેની પ્રસિદ્ધિ માં કેટલું અંતર છે? ઉત્તર:- બંને સાથે જ જણાય છે. આત્માને લક્ષમાં લીધા વગર જ્ઞાનને લક્ષણ કોનું કહેવું? આત્માને લક્ષમાં લઈને જ્ઞાન તેમાં અભેદ થયું ત્યારે આત્મા લક્ષ્ય થયો અને જ્ઞાન તેનું લક્ષણ થયું. એ રીતે લક્ષણ અને લક્ષ્યની પ્રસિદ્ધિ એક સાથે જ છે. -આત્મધર્મ અંક ૯૭, કારતક ૨૪૭૮, પૃષ્ઠ ૧૩ (૮) પ્રશ્ન:- જો બંને એક સાથે જણાય છે તો પછી જ્ઞાન અને આત્માનો ભેદ તો નકામો જ ગયો? ઉત્તર:- અભેદ તરફ વળે છે ત્યાં ભેદને ઉપચારથી સાધન કહેવાય છે. અભેદના લક્ષ વગરના એકલા ભેદ તે તો ખરેખર વ્યર્થ જ છે. અભેદમાં જતાં જતાં વચ્ચે ભેદ આવી જાય છે, પણ તે ભેદરૂપ વ્યવહારનો નિષેધ કરીને અભેદમાં ઢળે છે તેથી તે ભેદને વ્યવહારે સાધન કહેવાય છે. પણ નિશ્ચય વગરનો એકલો વ્યવહાર તો વ્યર્થ જ છે. પહેલાં જ્ઞાનને જાણ્યું અને પછી આત્માને જાણ્યો-એવા ભેદ ખરેખર નથી. આ લક્ષણ અને આ લક્ષ્ય-એવા બે ભેદ ઉપર લક્ષ રહે ત્યાં સુધી વિકલ્પની પ્રસિદ્ધિ છે પણ આત્માની પ્રસિદ્ધિ નથી; આત્મા તરફ વળીને જ્યાં આત્માની પ્રસિદ્ધિ થઈ–આત્માનો અનુભવ થયો, તે વખતે તો લક્ષ્ય અને લક્ષણ એવા બે ભેદ ઉપર લક્ષ નથી હોતું. તેને તો લક્ષ્ય અને લક્ષણ બંને અભેદ થઈને એક સાથે પ્રસિદ્ધ થાય છે. બીજાને સમજાવવા માટે ભેદથી એમ કહેવાય કે આ જીવ જ્ઞાન-લક્ષણથી આત્માને સમજ્યો, એ વ્યવહાર છે,-પણ તે વ્યવહાર અભેદ આત્માનું પ્રતિપાદન કરવા માટે છે. -આત્મધર્મ અંક ૯૭, કારતક ૨૪૭૮, પૃષ્ઠ ૧૩ (૯). પ્રશ્ન- આત્મસ્વભાવ સુખનો સાગર છે તો વર્તમાનમાં એ સુખનો એક અંશ પણ કેમ આવતો નથી ? ઉત્તર- આત્મા સુખનો સાગર હોવા છતાં તેણે રાગની આડ મારી છે, રાગમાં એકતાબુદ્ધિના તાળા માર્યા છે. તેથી સ્વભાવમાંથી સુખનો અંશ આવતો નથી. રાગની Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #11 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪: જ્ઞાનગોષ્ઠી એકતાબુદ્ધિના તાળા તોડી રાગથી ભેદશાન કરે તો સ્વભાવમાંથી સુખનો અંશ પ્રગટે. -આત્મધર્મ અંક ૪૨૦, ઓકટોબર ૧૯૭૮, પૃષ્ઠ ૨૩ (૧૦) પ્રશ્ન:- પર્યાયમાં પ્રભુતા કેમ પ્રગટે? ઉત્ત૨:- અરે ભાઈ! તું રાગાદિથી નિર્લેપસ્વરૂપ પ્રભુ છો! કષાય આવે તેને જાણવો તે તારી પ્રભુતા છે. કષાયને મારા માનવા તે તારી પ્રભુતા નથી. તું નિર્લેપ વસ્તુ છો. તને કષાયનો લેપ લાગ્યો જ નથી. આત્મા તો સદાય કષાયોથી નિર્લેપ તરતો ને તરતો જ છે. જેમ સ્ફટિકમણિમાં પરનું પ્રતિબિંબ પડે છે તેમ કષાય ભાવો વિભાવો જ્ઞાનમાં જણાય છે. તે તારામાં પેઠા નથી. તું નિર્લેપ છો. વ્રતાદિના વિકલ્પો આવે તે સંયોગીભાવ જ્ઞાયકથી ભિન્ન છે, જ્ઞાયકની જાતના નથી. તેથી કજાત છે, ૫૨ જાત છે, પજ્ઞેય છે. સ્વજાત-સ્વજ્ઞેય નથી. તું શાયસ્વરૂપ નિર્લેપ પ્રભુ છો. એ પ્રભુતાનો અંતરથી વિશ્વાસ કરતાં પર્યાયમાં પ્રભુતા પ્રગટે છે. -આત્મધર્મ અંક ૪૨૦, ઓકટોબર ૧૯૭૮, પૃષ્ઠ ૨૩ ( ૧૧ ) પ્રશ્ન:- આત્મવસ્તુ અવ્યક્ત છે તો કેમ જણાય ? ઉત્ત૨:- વર્તમાન વર્તતી પર્યાય વ્યક્ત છે-પ્રગટ છે. તે પર્યાય ક્યાંથી આવે છે? કોઈ વસ્તુ છે તેમાંથી આવે છે કે અદ્વરથી આવે છે? તરંગ છે તે પાણીમાંથી આવે છે કે અદ્ધરથી આવે છે? તેમ પર્યાય છે તે અદ્ધરથી આવતી નથી પણ અંદર વસ્તુ અવ્યક્ત-શક્તિરૂપ છે તેમાંથી આવે છે. વ્યક્ત પર્યાય અવ્યક્ત આત્મશક્તિને પ્રસિદ્ધ કરે છે–બતાવે છે. -આત્મધર્મ અંક ૪૨૦, ઓકટોબર ૧૯૭૮, પૃષ્ઠ ૨૨ (૧૨) પ્રશ્ન:- ‘જ્ઞાન તે આત્મા' એમ કહીને ફક્ત જ્ઞાન દ્વારા જ આત્માની ઓળખાણ કેમ કરાવી ? જીવનું મૂળ પ્રયોજન તો આનંદ પ્રાપ્ત કરવાનું છે ને ? ઉત્તર:- આત્માને ઓળખાવવા જ્ઞાન તે આત્મા, જ્ઞાન તે આત્મા, એમ કહ્યું છે. કારણ કે જ્ઞાન તે પ્રગટ અંશ છે અને આનંદનો અંશ કાંઈ પ્રગટ નથી, પ્રગટ તો આકુળતા છે; તેથી જ્ઞાનના પ્રગટ અંશ દ્વારા આત્માને ઓળખાવ્યો છે. જ્ઞાનના પ્રગટ અંશને અંદરમાં વાળે એટલે આખું સળંગ થઈ જાય છે (દ્રવ્ય-ગુણ શુદ્ધ છે તેમ પર્યાય પણ શુદ્ધ થઈ જાય છે). આત્માને જ્ઞાનના અંશથી ઓળખાવવાનો મૂળ હેતુ તો આ છે. -આત્મધર્મ અંક ૪૨૦, ઓકટોબર ૧૯૭૮, પૃષ્ઠ ૨૬-૨૭ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #12 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ભગવાન આત્મા: ૫ (૧૩) પ્રશ્ન- સમયસાર-સર્વવિશુદ્ધજ્ઞાન અધિકારનું માંગલિક કરતાં આચાર્યદેવ કહે છે કે આત્માનો દ્રવ્યસ્વભાવ શુદ્ધ શુદ્ધ છે એટલે કે ઘણો જ શુદ્ધ છે. અહીં શુદ્ધ શુદ્ધ શબ્દનો પ્રયોગ બે વખત કરવાનો શું આશય છે? ઉત્તર:- પ્રથમ તો પરદ્રવ્યથી ભિન્ન હોવાથી શુદ્ધ છે અને રાગથી પણ ભિન્ન હોવાથી શુદ્ધ છે. બંધ ને મોક્ષના વિકલ્પોથી દૂરીભૂત છે. એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના સમસ્ત પર્યાયોથી આત્મસ્વભાવ અત્યંત દૂર છે, ઘણો જ દૂર છે, તેથી આત્મસ્વભાવ શુદ્ધ શુદ્ધ છે. -આત્મધર્મ અંક ૪૧૪, એપ્રીલ ૧૯૭૮, પૃષ્ઠ ૨૩ (૧૪) પ્રશ્ન- “હું શુદ્ધ છું”—તેનો અર્થ શું? ઉત્તર- નર-નારક આદિ જીવના વિશેષો, અજીવ, પુણ્ય, પાપ, આસ્રવ, બંધ અને સંવર, નિર્જરા, મોક્ષ-એ નવ તત્ત્વોથી એક ટંકોત્કીર્ણ જ્ઞાયકભાવ વડે અત્યંત જુદો હોવાથી હું શુદ્ધ છું. આહાહા ! સાધક બાધકની પર્યાયથી આત્માને અત્યંત જુદો કહ્યો. શરીર આદિથી તો અત્યંત જુદો છે જ, પુણ્ય પાપ આદિથી પણ અત્યંત જુદો છે. જ, પણ સંવર-નિર્જરા-મોક્ષની શુદ્ધ નિર્મળ પર્યાયના વ્યવહારીક ભાવોથી પણ હું એક ટંકોત્કીર્ણ જ્ઞાયક ભાવ વડે અત્યંત જુદો હોવાથી શુદ્ધ છું. આહાહા ! અહીં સમયસારની ગાથા ૩૮માં તો સંવર, નિર્જરા, મોક્ષની શુદ્ધ નિર્મળ પર્યાયના વ્યવહારીક ભાવોથી પણ આત્માને અત્યંત જુદો કહીને દિગમ્બર સંતોએ અંતરના પેટની વાત ખુલ્લી કરી છે. આવી વાતો બીજે ક્યાંય નથી. આહાહા ! જગતના ભાગ્ય છે કે આવી વાણી રહી ગઈ છે. -આત્મધર્મ અંક ૪૨૪, ફેબ્રુઆરી ૧૯૭૯, પૃષ્ઠ ૨૭ (૧૫) પ્રશ્ન- ભગવાન આત્મા આનંદસ્વરૂપ છે આદિ આત્માના આટલા બધા વખાણ કરો છો પણ એ ભગવાન ગયો ક્યાં? ઉત્તર- ભગવાન તો છે ત્યાં જ છે પણ એના ભગવાનનું તેને ભાન નથી એથી ભગવાન તેની નજરમાં આવતો નથી. પોતે ભગવાન સ્વરૂપ કારણપરમાત્મા છે એમ જેને બેસે છે તેને કારણપરમાત્મા છે. પણ જેને પરમાત્મા સ્વરૂપે છું તેમ બેસતું નથી Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #13 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬: જ્ઞાનગોષ્ઠી તેને કારણપરમાત્મા ક્યાં છે? તેને તો રાગ ને અલ્પજ્ઞતા જ છે. જેને કારણપરમાત્મા બેસે છે તેને કાર્યમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર હોય છે. -આત્મધર્મ અંક ૪૨૧, નવેમ્બર ૧૯૭૮, પૃષ્ઠ ૨૮ (૧૬) પ્રશ્ન- તો અજ્ઞાનીને શું કરવું? ઉત્તર:- અજ્ઞાનીને પહેલાં વસ્તુસ્વરૂપનું સાચું જ્ઞાન કરીને આત્માનું ભાન કરવું. એ સમ્યગ્દર્શન પામવાનો સાચો ઉપાય છે. શુભરાગના ક્રિયાકાંડ કરવા તે સાચો ઉપાય નથી. -આત્મધર્મ અંક ૪૨૧, નવેમ્બર ૧૯૭૮, પૃષ્ઠ ૨૭ (૧૭) પ્રશ્ન- લોક છ દ્રવ્યસ્વરૂપ છે, તેમાં જીવ સામ્ દ્રવ્ય થઈ જાય છે? ઉત્તર- લોક છે તો છ દ્રવ્યસ્વરૂપ જ, પણ તે જ્ઞય હોવાથી વ્યક્ત છે અને તેને જાણનાર જીવ તેનાથી ભિન્ન છે તેથી તે અપેક્ષા તેને સામ્ દ્રવ્ય કહ્યું છે. -આત્મધર્મ અંક ૪૨૯, જુલાઈ ૧૯૭૯, પૃષ્ઠ ૨૯ (૧૮) પ્રશ્ન:- આત્મદ્રવ્યનો મહિમા વિશેષ છે કે તે દ્રવ્યને લક્ષમાં લેનારી પર્યાયનો મહિમા વિશેષ છે? ઉત્તર- આત્મદ્રવ્યનો મહિમા વિશેષ છે. પર્યાય દ્રવ્યનું લક્ષ કરે ત્યારે મોક્ષમાર્ગની શરૂઆત થાય છે તે અપેક્ષાએ પર્યાયનો મહિમા કહેવાય, પણ પર્યાય તો એક સમયની છે અને દ્રવ્ય તો પર્યાયથી અનંત અનંત ગુણા સામર્થ્યવાળું ત્રિકાળી મહાપ્રભુ છે, તેથી દ્રવ્યનો મહિમા જ વિશેષ છે. -આત્મધર્મ અંક ૪૩૧, સપ્ટેમ્બર ૧૯૭૯, પૃષ્ઠ ૧૪ (૧૯) પ્રશ્ન- નિયમસારમાં સંવર-નિર્જરા-મોક્ષતત્ત્વને પણ સારભૂત નથી કહ્યું, તેમાં શું રહસ્ય છે? ઉત્તર:- આત્મા જ એક સર્વ તત્ત્વોમાં સારરૂપ છે. સંવર, નિર્જરા ને મોક્ષ ઉત્પન્ન કરવાની અપેક્ષાએ હિતરૂપ અને સારરૂપ કહેવાય છે તેને પણ અહીં નિયમસારમાં સારરૂપ કહેતા નથી. કેમ કે તે પર્યાય છે, નાશવાન છે, ક્ષણિક છે અને આત્મા તો અવિનાશી ધ્રુવ હોવાથી સારરૂપ છે. સંવરાદિ તત્ત્વો તો નાશ પામવા યોગ્ય ભાવ છે તેનાથી અવિનાશી ભગવાન આત્મા દૂર છે. સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્ર-વીર્ય આદિ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #14 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ભગવાન આત્માઃ ૭ ભાવો-પર્યાયો વિનાશીક હોવાથી સારરૂપ નથી. અવિનાશી ભગવાન આત્મા સારરૂપ હોવાથી વિનાશીક ભાવોથી દૂર છે. આહાહા! પર્યાયની સમીપ ધ્રુવ ભગવાન પડયો છે તે જ એક સારરૂપ હોવાથી દષ્ટિમાં લેવા યોગ્ય છે અને બીજું બધું અસારરૂપ છે. -આત્મધર્મ અંક ૪૩૨, ઓકટોબર ૧૯૭૯, પૃષ્ઠ ૨૭ (૨૦) પ્રશ્ન:- ઉપયોગ લક્ષણ કેનું છે? તેને કેનું અવલંબન છે–કોના અવલંબનથી પ્રગટ થાય છે? તે ઉપયોગની અસ્તિ કયા કારણથી છે અને કયા કારણથી નથી ? ઉત્ત૨:- ઉ૫યોગ આત્માનું લક્ષણ છે, તેને શેય પદાર્થોનું આલંબન નથી. આત્માના આલંબનથી ઉપયોગ પ્રગટ થાય છે, બાહ્ય પદાર્થોના આલંબનથી ઉપયોગ પ્રગટ થતો નથી. આત્માને તો ૫૨ પદાર્થોનું આલંબન નથી પણ તેના ઉપયોગને પણ બાહ્ય પદાર્થોનું આલંબન નથી. ઉપયોગ લક્ષણને લક્ષ્ય એવા આત્માનું આલંબન છે. ૫૨૫દાર્થોના આલંબનથી એટલે કે દેવ-ગુરુ જિનવાણીના આલંબનથી આત્માનો ઉપયોગ પ્રગટ થતો નથી પણ સ્વના આલંબનથી જ ઉપયોગ પ્રગટ થાય છે. ઉપયોગની અસ્તિ શેય પદાર્થોને લઈને નથી પણ તે જેનું લક્ષણ છે એવા આત્માથી અસ્તિરૂપ છે. તે ઉપયોગને ૫૨નું આલંબન કેમ હોય? ઘણું વાંચે, ઘણું સાંભળે માટે શુદ્ધિની વૃદ્ધિ થાય છે એમ નથી પણ શુદ્ધિની વૃદ્ધિ આત્માના આલંબને થાય છે. -આત્મધર્મ અંક ૪૩૪, ડીસેમ્બર ૧૯૭૯, પૃષ્ઠ ૩૦ (૨૧) પ્રશ્ન:- સીમંધરનો અર્થ શું છે? આત્મા સીમંધર છે? ઉત્તર:- સીમંધર એટલે વસ્તુ મર્યાદાવાળી છે. પ્રભુ તું મર્યાદિત છો, તારી સીમા તારી મર્યાદા એ છે કે તું રાગમાં ન જાય, રાગને ન કરે, તેથી મર્યાદાનોસીમાનો ધારક આત્મા પોતે જ સીમંધર છે. -આત્મધર્મ અંક ૪૨૫, માર્ચ ૧૯૭૯, પૃષ્ઠ ૩૨ (૨૨) પ્રશ્ન:- દ્રવ્યસ્વભાવમાં વિકાર છે જ નહિ ને કા૨ણપ૨માત્માને પાપરૂપ બહાદુર શત્રુસેનાને લૂંટનારો કેમ કહ્યો ? ઉત્ત૨:- એ તો પર્યાયથી વાત કરી છે. પર્યાયમાં રાગાદિભાવો છે તે સ્વભાવ સન્મુખ ઢળતા ઉત્પન્ન જ થતા નથી, તેને નાશ કર્યો એમ થનમાત્ર કહેવાય છે. દ્રવ્ય સ્વભાવમાં તો રાગાદિ ભાવો કે સમ્યગ્દર્શન, ચારિત્ર, કેવળજ્ઞાન કે સિદ્ધ પર્યાય એ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #15 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૮: જ્ઞાનગોષ્ઠી કોઈ પર્યાય દ્રવ્યસ્વભાવમાં છે જ નહિ, સંસાર–મોક્ષ એ બધી પર્યાયોની ૨મતું છે. દ્રવ્યસ્વભાવમાં એ પર્યાયો છે જ નહિ. ત્રિકાળી દ્રવ્યસ્વભાવ એકરૂપ છે. એને નથી કાંઈ ગ્રહવું કે નથી કાંઈ છોડવું. જ્ઞાયકભાવ તો શાશ્વત છે જ-ત્રણ કષાયનો અભાવ કરી અતીન્દ્રિય આનંદનો સ્વાદ લેનારા દિગમ્બર સંતોએ અંતરની વાત અજબ ગજબની કરી છે. આવી વાત દિગમ્બર સંતો સિવાય ભરતક્ષેત્રમાં બીજે કયાંય નથી. એ દિગમ્બર સંતો કહે છે કે બધા જીવો સુખી થાવ. કોઈ જીવ દુ:ખી ન થાવ, બધાય જીવો મુક્ત દશાને પામો! દરેક આત્માઓ મુક્ત સ્વભાવી જ છે. જેમ ચોખા અને કળથીને ઉત્પન્ન થવાની જમીન જુદી હોય છે. તેમ ચોક્ખો એટલે મુક્ત ઉત્પન્ન થવાનું સ્થાન ચોખ્ખું એટલે મુક્ત સ્વરૂપથી જ છે. તેના આશ્રયથી મુક્તિ ઉત્પન્ન થાય છે. -આત્મધર્મ અંક ૪૩૬, ફેબ્રુઆરી ૧૯૮૦, પૃષ્ઠ ૨૬ (૨૩) પ્રશ્ન:- ત્રિકાળી આત્મદ્રવ્યના આશ્રયે જ ધર્મ થાય એનું શું કારણ ? ઉત્ત૨:- ત્રિકાળી આત્મદ્રવ્ય એ જ મૂળ વસ્તુ છે. ત્રિકાળી દ્રવ્યમાં આનંદ ભર્યો છે, તેથી ત્રિકાળી દ્રવ્યનો આશ્રય લેતાં પર્યાયમાં આનંદરૂપ ધર્મદશા પ્રગટ થાય છે. -આત્મધર્મ અંક ૪૪૧, જુલાઈ ૧૯૮૦, પૃષ્ઠ ૨૯ (૨૪) પ્રશ્ન:- ધ્રુવની કિંમત વધુ કે આનંદના અનુભવની ? ઉત્ત૨:- ધ્રુવની કિંમત વધુ છે. આનંદની પર્યાય તો એક સમયની છે ને ધ્રુવમાં તો આનંદનો ઢગલો ભર્યો છે. -આત્મધર્મ અંક ૪૪૫, નવેમ્બર ૧૯૮૦, પૃષ્ઠ ૩૨ (૨૫) પ્રશ્ન:- દ્રવ્યની સિદ્ધિ તો પર્યાયથી થાય છે તો પર્યાય ઊંચી થઈ ? ઉત્ત૨:- દ્રવ્યની પ્રસિદ્ધિ ભલે પર્યાય કરે છે પણ પર્યાય તો એક સમયની છે અને દ્રવ્ય તો અનંતી અનંતી પર્યાયનો પિંડ પ્રભુ છે એની કિંમત છે. એક સમયની પર્યાય ત્રણકાળ ત્રણલોકના પદાર્થો જાણે છે પણ દ્રવ્ય તો એથી અનંતગુણી પર્યાયનો પિંડ છે એથી પર્યાય કરતાં દ્રવ્યની કિંમત અનંતગુણી છે. એવા દ્રવ્યની કિંમત થાય તો પર્યાયમાં આનંદનું વેદન આવે. -આત્મધર્મ અંક ૪૫૦, એપ્રિલ ૧૯૮૧, પૃષ્ઠ ૨૭ (૨૬) પ્રશ્નઃ- દ્રવ્યમાં પડેલો આનંદ કામમાં-ભોગવટામાં આવતો નથી અને પર્યાયનો Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #16 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ભગવાન આત્મા: ૯ આનંદ કામમાં-ભોગવટામાં આવે છે તે પર્યાયની કિંમત વધે છે ? ઉત્તર- પર્યાયમાં ભોગવટામાં આવતો આનંદ એક ક્ષણ પૂરતો છે ને દ્રવ્ય તો ત્રિકાળી આનંદનો પિંડ છે. ક્ષણે ક્ષણે દ્રવ્યમાંથી આનંદનો પ્રવાહ આવે છે, એથી દ્રવ્ય આનંદનો સાગર છે. આનંદના સાગરની કિંમત વિશેષ છે. -આત્મધર્મ અંક ૪૫૦, એપ્રિલ ૧૯૮૧, પૃષ્ઠ ૨૭ (૨૭) પ્રશ્ન- આપ કહો છો કે જ્ઞાનની પર્યાય છે તે ધ્રુવને જાણે છે, ધ્રુવ જાણતું નથી.-તો ધ્રુવ આંધળો છે? ઉત્તર- ધ્રુવ આંધળો નથી પણ મહાપ્રભુ છે. ધ્રુવ જાણવાની અવ્યક્તશક્તિઓનો પિંડ છે. પર્યાય વ્યક્ત છે, પ્રગટ છે, તે ધ્રુવને જાણે છે. -આત્મધર્મ અંક ૪૪૯, માર્ચ ૧૯૮૧, પૃષ્ઠ ૨૧ (૨૮) પ્રશ્ન:- જીવ શુદ્ધસ્વરૂપી છે તે તો બરાબર પણ રાગ-દ્વેષ-મોહ સુખ-દુઃખના પરિણામને કરે છે કોણ ? ને ભોગવે છે કોણ ? ઉત્તર:- જીવ જ રાગ-દ્વેષ-મોહુના પરિણામને કરે છે ને સુખ-દુઃખના હરખશોકને ભોગવે છે, પણ તે વિભાવપરિણામ છે, ઉપાધિભાવ છે, તેથી જીવનું સ્વરૂપ વિચારતાં તે જીવનું સ્વરૂપ નથી તેમ કહેવાય છે અને શુદ્ધસ્વરૂપના અનુભવમાં વિભાવ આવતો નથી તેથી સ્વભાવ દષ્ટિએ વિભાવ આત્માથી ભિન્ન છે. -આત્મધર્મ અંક ૪૦૫, જુલાઈ ૧૯૭૭, પૃષ્ઠ ૨૨ (૨૯) પ્રશ્ન:- આત્માનો જ્ઞાન સ્વભાવ છે તો રાગ કેમ થાય છે? ઉત્તર- પોતાના સ્વભાવને ભૂલીને પરને પોતાનું માને છે તેથી પરમાં રાગ કરે છે. નિમિત્તાધીન બુદ્ધિ હોવાથી-રાગાદિમાં એકતા બુદ્ધિ હોવાથી–પર્યાયબુદ્ધિ હોવાથી રાગ થાય છે. આત્માના દ્રવ્ય-ગુણમાં રાગ કરવાની શક્તિ નથી પણ પર્યાયમાં વિકાર થવાની યોગ્યતાથી થાય છે. -આત્મધર્મ અંક ૪૦૯, નવેમ્બર ૧૯૭૭, પૃષ્ઠ ૧૪-૧૫ (૩૦) પ્રશ્ન:- આત્મામાં નિત્યસ્વભાવ અને અનિત્યસ્વભાવ બંને એક સાથે છે. તેમાંથી અનિત્યસ્વભાવનો અર્થ શું છે? શું વિકારીભાવ પણ આત્માનો અનિત્યસ્વભાવ છે ? Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #17 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦: જ્ઞાનગોષ્ઠી ઉત્ત૨:- આત્મા કાયમ રહીને પલટતો રહે છે. આત્માની વિકારી દશા સંસાર અને નિર્મળદશા મોક્ષ છે. શરીર તો સંયોગી છે. તે તારો સ્વભાવ નથી અને ક્ષણિક વિકાર પણ તારો સ્વભાવ નથી. ત્રિકાળી સ્વભાવનું વેદન હો તે તારો સ્વભાવ છે. આત્મામાં અનિત્યસ્વભાવ તો કાયમ રહે છે, પરંતુ વિકારી પર્યાય સદા નથી રહેતી, તેથી તે ખરેખર આત્માનો અનિત્યસ્વભાવ નથી. સમયે-સમયે જે જાણવાની પર્યાય થયા કરે છે, તે આત્માનો અનિત્ય સ્વભાવ છે, નવી-નવી જ્ઞાનની પર્યાય સદા થતી જ રહે છે; તે જ આત્માનો અનિત્ય સ્વભાવ છે. – હિંદી આત્મધર્મ, ઓકટોબર ૧૯૮૨, પૃષ્ઠ ૨૪ ( ૩૧ ) આત્મા. અર્થાત્ આત્મા ઈન્દ્રિયોથી જણાય જાય પ્રશ્ન:- ઇન્દ્રિયો વડે જાણે તે છે–એવું માનવામાં શું આપત્તિ છે? ઉત્ત૨:- ‘ઇન્દ્રિયો વડે જાણે તે આત્મા ' –તો કહે છે કે ના; આત્મા તો સર્વજ્ઞ-સ્વભાવી છે. ‘ ઇન્દ્રિયો વડે જાણે તે આત્મા ' એમ માનતાં તેના સર્વજ્ઞસ્વભાવનો અપવાદ થાય છે, તેમ જ તેમાં સર્વજ્ઞનો પણ અપવાદ થાય છે. સર્વજ્ઞનું જ્ઞાન અતીન્દ્રિય છે, તેને ઇન્દ્રિયનું અવલંબન જરા પણ નથી. આવા અતીન્દ્રિયસ્વરૂપે આત્માને લક્ષમાં લેવો તે જ સર્વજ્ઞની ખરી સ્તુતિ છે. અતીન્દ્રિય આત્માને ઇન્દ્રિયવડે જાણનાર માનવો તેમાં સર્વજ્ઞની સ્તુતિ નથી પણ સર્વજ્ઞનો અપવાદ છે. -આત્મધર્મ અંક ૧૯૭, ફાગણ ૨૪૮૬, પૃષ્ઠ ૧૦ (૩૨ ) પ્રશ્ન:- જો જ્ઞાન અને આત્મા અભેદ છે, જુદા નથી, તો પછી તેમાં ભેદ પાડીને કેમ કહ્યું? જો બંને જુદા ન હોય તો જ્ઞાન લક્ષણ અને આત્મા લક્ષ્ય એવા ભેદ કેમ કર્યા ? ઉત્તર:- પ્રસિદ્ધત્વ અને પ્રસાધ્યમાનત્વને લીધે લક્ષણ અને લક્ષ્યનો વિભાગ કરવામાં આવ્યો છે, જ્ઞાન પોતે પ્રસિદ્ધ છે અને તે જ્ઞાન વડે આત્માને પ્રસિદ્ધ કરવામાં આવે છે. લોકો જ્ઞાનમાત્રને તો સ્વ-સંવેદનથી જાણે છે. પેટમાં દુઃખે છે, માથું દુઃખે છે એમ કોણે જાણ્યું? જ્ઞાને જાણ્યું. એ રીતે જ્ઞાન તો પ્રસિદ્ધ છે. પણ અજ્ઞાની તે જ્ઞાન વડે એકલા પરની પ્રસિદ્ધિ કરે છે તેથી તે જ્ઞાનને સ્વસન્મુખ કરીને આત્માની પ્રસિદ્ધિ કરવા માટે આત્માનો અને જ્ઞાનનો લક્ષ્ય-લક્ષણ ભેદ પાડીને સમજાવ્યું છે. -આત્મધર્મ અંક ૯૭, કારતક ૨૪૭૮, પૃષ્ઠ ૮–૯ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #18 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ભગવાન આત્મા: ૧૧ (૩૩) પ્રશ્ન:- આત્મદ્રવ્ય સમસ્ત પર્યાયોમાં વ્યાપક છે એમ કહ્યું, તો શું વિકારપર્યાયમાં પણ આત્મા વ્યાપક છે? ઉત્તર:- હા; વિકારપર્યાયમાં પણ તે સમય પૂરતો આત્મા વ્યાપક છે; પણ આમ જેણે નક્કી કર્યું તેને પોતાની પર્યાયમાં એકલો વિકારભાવ જ નથી હોતો, પરંતુ સાધકભાવ હોય છે કેમકે “વિકારભાવ કર્મને લીધે થતો નથી એટલે કે તેમાં કર્મ વ્યાપક નથી, તે વિકાર પર્યાયમાં પણ આત્મદ્રવ્ય જ વ્યાપક છે.” આમ જેણે નક્કી કર્યું તેને વિકાર વખતે પણ દ્રવ્યની પ્રતીતિ ખસતી નથી, એટલે “પર્યાયમાં દ્રવ્ય વ્યાપક છે' એમ નક્કી કરનારને એકલા વિકારમાં જ વ્યાપકપણું રહેતું નથી પણ સમ્યકત્વાદિ નિર્મળપર્યાયમાં વ્યાપકપણું હોય છે. -આત્મધર્મ અંક ૧૦૪, જેઠ ૨૪૭૮, પૃષ્ઠ ૧૫૫ (૩૪) પ્રશ્ન- કેવળજ્ઞાનની શક્તિ” અને “કેવળજ્ઞાન પ્રગટવાનો ધર્મ'એ બંનેમાં શું ફેર છે? ઉત્તર- જે જીવમાં કેવળજ્ઞાન પ્રગટવાનું છે તે જીવમાં કેવળજ્ઞાન પ્રગટવાનો ધર્મ સદાય છે. “કેવળજ્ઞાનની શક્તિ” અને “કેવળજ્ઞાન પ્રગટવાનો ધર્મ'-એ બંને જુદી ચીજ છે; “કેવળજ્ઞાનની શક્તિ તો અભવ્યમાં પણ છે, પરંતુ કેવળજ્ઞાન પ્રગટવાનો ધર્મ તેમનામાં નથી. અભવ્યમાં કેવળજ્ઞાનની શક્તિરૂપ સ્વભાવ છે, પણ તેને કેવળજ્ઞાનપર્યાય કદી પ્રગટે નહિ-એવો પણ તેનો સ્વભાવ છે. -આત્મધર્મ અંક ૧૦૪, જેઠ ૨૪૭૮, પૃષ્ઠ ૧૫૧-૧૫ર (૩૫) પ્રશ્ન- દેહ-દેવળમાં ભગવાન આત્મા સર્વકાળે પ્રત્યક્ષ છે તો અત્યારે કેમ દેખાતો નથી ? ઉત્તર- એ શક્તિ અપેક્ષાએ પ્રત્યક્ષ છે, જેની દષ્ટિ એના ઉપર જાય એને પ્રત્યક્ષ છે. ત્રણ કાળે નિર્મળ છે ત્રણે કાળ પ્રત્યક્ષ છે, એના સ્વરૂપમાં દયા-દાન આદિના રાગ નથી જે પ્રત્યક્ષ કરવા માગે છે તેને પ્રત્યક્ષ છે જે વર્તમાન જ્ઞાનનો અંશ છે તેને ત્રિકાળી તરફ વાળતા પ્રત્યક્ષ છે. -આત્મધર્મ અંક ૩૯૧, મે ૧૯૭૬, પૃષ્ઠ ૨૮ (૩૬). પ્રશ્ન- જીવને હર્ષ-અહર્ષ આદિના સ્થાનો નથી તો તે કોના છે? Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #19 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨: જ્ઞાનગોષ્ઠી ઉત્ત૨:- જીવના મૂળ સ્વભાવમાં વિકાર નથી તેથી વિકારના સ્થાનોને પુદ્ગલ કર્મના કહેવામાં આવે છે. -આત્મધર્મ અંક ૩૯૧, મે ૧૯૭૬, પૃષ્ઠ ૨૮ (૩૭) પ્રશ્ન:- આત્મામાં અનંત શક્તિઓ છે તેમાંથી કોઈ શક્તિ એવી પણ હશે કે આત્મા પરદ્રવ્યનું કાર્ય પણ કરે? જેમ એક ગાયને ચારવા લઈ જાય તેમ બીજાની પણ બે-પાંચ ગાયને સાથે ચારવા લઈ જાય છે, તેમ આત્મા પોતાનું કાર્ય કરે છે તો સાથે શરીરાદિનું પણ કાર્ય કરે તો શું દોષ છે? ઉત્ત૨:- ભાઈ ! સાંભળ, આત્મામાં અનંત શક્તિઓ છે, તે પોતાનું સંપૂર્ણ કાર્ય કરે છે અને અન્ય દ્રવ્યથી ભિન્નપણે પોતાને ટકાવી રાખે છે, અન્ય દ્રવ્યો આત્માથી બહાર લોટતા હોવાથી અને અન્ય દ્રવ્યમાં આત્માનો વ્યાપ્ય-વ્યાપક ભાવે અભાવ હોવાથી આત્મા જ્ઞાનાવરણીયકર્મ કે શરીરાદિ અન્ય દ્રવ્યનું કાર્ય કરવા અસમર્થ છે. -આત્મધર્મ અંક ૪૦૯, નવેમ્બર ૧૯૭૭, પૃષ્ઠ ૧૫-૧૬ (૩૮) પ્રશ્ન:- આત્માના સ્વભાવમાં દુ:ખ છે શું? ઉત્ત૨:- નરકના નારકીને સ્વર્ગના સુખની ગંધ નહિ, સ્વર્ગના દેવને નરકના દુ:ખની ગંધ નહિ, રાગમાં ધર્મની ગંધ નહિ, ૫૨માણુમાં પીડાની ગંધ નહિ. સૂર્યમાં અંધકારની ગંધ નહિ અને સુખ સ્વભાવમાં સંસારદુ:ખની ગંધ નહિ. -આત્મધર્મ અંક ૪૦૯, નવેમ્બર ૧૯૭૭, પૃષ્ઠ ૧૪ (૩૯) પ્રશ્ન:- કૃપા કરીને જ્ઞાતા-દષ્ટાનું વાસ્તવિક ‘સ્વરૂપ ’ બતાવશો ? ઉત્ત૨:- ચેતના તે જ આત્માનું લક્ષણ છે. ચેતના દર્શનજ્ઞાનમય છે. પુણ્ય-પાપ આત્માના ચેતન સ્વભાવથી જુદા છે. આત્મા જ્ઞાતા દષ્ટા છે. ૫૨ની સામે જોયા કરવું એનું નામ જ્ઞાતા-દષ્ટાપણું નથી પણ પોતાના જ્ઞાયક દર્શક સ્વભાવને ઓળખીને તેમાં સ્થિર રહેવું તે જ જ્ઞાતા-દષ્ટાપણું છે. આપણે જ્ઞાતા-દષ્ટા રહીને પરના કામ કરવાં-એ માન્યતા મિથ્યાદષ્ટિની છે; કેમ કે આત્મા પરનું કરી શકતો જ નથી. જ્ઞાન-દર્શન લક્ષણ વડે પોતાના સ્વભાવને જાણીને તેમાં ઠરવું તે મોક્ષનો નિકટ ઉપાય છે. -આત્મધર્મ અંક ૭૪, માગશર ૨૪૭૬, પૃષ્ઠ ૩૨ * Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #20 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૨) દેવ-શાસ્ર-ગુરુ (૪૦) પ્રશ્ન:- ભગવાનની મૂર્તિ તો જડ છે, છતાં તેની પૂજાનો ઉપદેશ શા માટે આપવામાં આવે છે? ઉત્ત૨:- અરે ભાઈ ! હજી, તું જડ-ચેતનને સમજ્યો જ ક્યાં છો ? તારા સ્ત્રીપુત્રાદિ પણ જડ જ છે; છતાં તું એમનાથી રાગ શા માટે કરે છે? આત્મા સ્ત્રીપુત્રાદિરૂપ નથી; તું તેમના આત્માને તો જાણતો નથી, ફક્ત શરીરમાં જ તું સ્ત્રીપુત્રાદિપણાને માની બેઠો છો. આ શરીર તો જડ છે, છતાં પણ તું તેના પ્રત્યે રાગ કરીને પાપ બાંધે છે અને જ્યાં દેવની વાત આવે છે ત્યાં તું કહે છે કે મૂર્તિ તો જડ છે; ત્યારે કહેવું જોઈશે કે તને દેવ-ગુરુની ઓળખાણ જ નથી. ભગવાનના ભક્તને પ્રથમ ભૂમિકામાં દેવ-શાસ્ત્ર-ગુરુ પ્રતિ શુભરાગ આવ્યા વિના રહેતો નથી. હિંદી આત્મધર્મ મે ૧૯૮૩, પૃષ્ઠ ૨૮ (૪૧) પ્રશ્ન:- જડ મૂર્તિને ભગવાન કેવી રીતે માની શકાય ? ઉત્ત૨:- સાક્ષાત્ જિનેન્દ્ર ભગવાનના અભાવમાં પ્રતિમાજીમાં તેઓની સ્થાપના કરવામાં આવે છે. સ્થાપના બે પ્રકારે થાય છે-(૧) સદ્દભાવરૂપ સ્થાપના (૨) અસદ્ભાવરૂપ સ્થાપના. જિનેન્દ્રદેવના અનુસાર તેમની મૂર્તિમાં જિનેન્દ્રદેવનું આરોપણ કરવું તે સદ્ભાવરૂપ સ્થાપના છે, અને પુષ્પ વગેરેમાં સ્થાપના કરવી તે અસદ્દભાવરૂપ સ્થાપના છે, એને તદાકાર અને અતદાકાર સ્થાપના પણ કહે છે. જિનદેવની પ્રતિમામાં જિનદેવની જ સ્થાપના થાય છે, તેથી તે પ્રતિમા ઉપર કોઈ શ્રૃંગાર આદિ ચઢાવી શકાતા નથી. વીતરાગની પ્રતિમાને વસ્ત્ર હોઈ શકે જ નહિ, માળા પણ હોઈ શકે નહિ; મુગટ પણ હોઈ શકે નહિ, શસ્ત્ર-આદિ રાગ-દ્વેષના અન્ય ચિહ્ન પણ નથી હોઈ શકતાં. -હિંદી આત્મધર્મ મે ૧૯૮૩, પૃષ્ઠ ૨૮ (૪૨) પ્રશ્ન:- સાચા દેવને જોયા વિના તેમનો નિશ્ચય કેવી રીતે કરી શકાય ? ઉત્ત૨:- જેમ કોઈ આદમી કોઈ બંધ મકાનમાં વીણા વગાડતો હોય તો જો કે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #21 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪: જ્ઞાનગોષ્ઠી આખોથી તે જોઈ શકાતો નથી પરંતુ બહારનો માણસ તે માણસની વીણા વગાડવાની કલા. પદ્ધતિ અને સ્વર વગેરેથી તે પુરુષને જોયા વિના જ તેની કલાનો નિર્ણય કરી લે છે, તેવી જ રીતે શરીરરૂપી મકાનમાં વાણીરૂપી વીણા દ્વારા અંદરમાં રહેલા આત્માના સર્વજ્ઞપદનો નિર્ણય થઈ શકે છે. જ્ઞાનની વૃદ્ધિ અને રાગ-દ્વેષની હીનતાના આધારે પણ સર્વજ્ઞતાનો નિર્ણય થઈ શકે છે. એક આત્મા કરતાં બીજા આત્મામાં અધિક જ્ઞાન હોય છે અને ત્રીજા આત્મામાં તેનાથી વધુ જ્ઞાન હોય છે-તેવી રીતે ઉત્તરોત્તર જ્ઞાનનો વિકાસ થતાં થતાં કોઈ જીવને પરિપૂર્ણ જ્ઞાન પ્રગટ થાય છે, અને તે સર્વજ્ઞ છે. તે જ રીતે એક જીવને જેટલો રાગ-દ્વેષ હોય છે, બીજા જીવને તેનાથી પણ થોડો હોય છે તથા ત્રીજાને તેનાથી પણ થોડો હોય છે તે રીતે કામ કરતાં કરતાં અંતે કોઈ જીવને રાગ-દ્વેષનો સર્વથા અભાવ પણ થાય છે જે જીવને રાગ-દ્વેષનો સર્વથા અભાવ થાય છે તેને પરિપૂર્ણ જ્ઞાન પ્રગટ થાય છે અને તે સર્વજ્ઞ કહેવાય છે. આ રીતે પોતાના જ્ઞાનમાં સર્વજ્ઞના સ્વરૂપનો નિશ્ચય કરીને જે તેમને દેવના રૂપમાં પૂજે છે, તેઓની શ્રદ્ધા કરે છે, તે પોતાની ભક્તિથી ભગવાનને પોતાના આંગણામાં પધરાવે છે અર્થાત તે પોતે જ સતના આંગણામાં પહોંચી જાય છે. -હિંદી આત્મધર્મ મે ૧૯૮૩, પૃષ્ઠ ૨૮-૨૯ (૪૩). પ્રશ્ન- ભગવાનની ભક્તિથી રૂપિયા-પૈસા વગેરે લૌકિક સુખની સામગ્રી મળે છે કે નહિ? ઉત્તરઃ- જે રૂપિયા-પૈસાની આશાથી વીતરાગ ભગવાનની ભક્તિ કરે છે તે વ્યવહારથી પણ ભગવાનનો ભક્ત નથી, જો કોઈ લૌકિક સામગ્રીની આશાથી સાચા દેવ-ગુરુને માને અને કુદેવાદિને ન માને તોપણ તે પાપી છે. તેને ગૃહીત મિથ્યાત્વ પણ છૂટયું છે એમ કહી શકાતું નથી. વીતરાગી દેવ-ગુરુ તો ધર્મને સમજાવવા માટે નિમિત્ત માત્ર છે. તેની જગ્યાએ જો કોઈ લૌકિક આશાથી તેમને માને છે તો તેને પુણ્ય પણ થશે નહિ, પાપ બંધ જ થશે; ધર્મ સમજવાની વાત તો દૂર જ રહી. -હિંદી આત્મધર્મ મે ૧૯૮૩, પૃષ્ઠ ૨૯ (૪૪) પ્રશ્ન- સાચા દેવ-શાસ્ત્ર-ગુરુને માનવાથી સમ્યગ્દર્શન તો થઈ જશે ને? ઉત્તર- જ્યારે સાચા દેવ-શાસ્ત્ર-ગુરુની ઓળખાણ કરીને તેના માટે તનમન-ધન અર્પણ કરવાની ભાવના થાય અને કુગુરુ-કુવાદિમાં પ્રવૃત્તિ ન હોય ત્યારે ગૃહીત Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #22 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દેવ-શાસ્ત્ર-ગુરુઃ ૧૫ મિથ્યાત્વ છૂટી જાય છે, અને જ્યારે તેને આત્માની એવી શ્રદ્ધા થઈ જાય કે દેવગુરુના પ્રત્યે થતો રાગ પણ પુણ્ય બંધનું કારણ છે, તે આત્માનું સ્વરૂપ નથી. ત્યારે અગૃહીત મિથ્યાત્વ પણ છૂટી જાય છે. અનાદિનું અંગૃહીત મિથ્યાત્વ છૂટતાં જ જિનેન્દ્ર ભગવાનનો સાચો ભક્ત થાય છે. સાચું જૈનપણું પ્રગટ થાય છે. -હિન્દી આત્મધર્મ મે ૧૯૮૩, પૃષ્ઠ ૨૯ (૪૫) પ્રશ્ન:- આપ કહો છો કે શુભભાવથી ધર્મ નથી થતો; તેથી અમને દેવ-શાસ્ત્રગુરુની ભક્તિનો ઉત્સાહ આવતો નથી ? ઉત્તરઃ- એ ઠીક છે કે શુભરાગથી ધર્મ નથી થતો, પરંતુ એ ક્યાં કહ્યું છે કે શુભરાગને છોડીને અશુભરાગ કરો ? છતાં તું સ્ત્રી-પુત્ર, લક્ષ્મી આદિના અશુભરાગમાં રચ્યો પચ્યો કેમ રહે છે? તેથી સિદ્ધ થાય છે કે તને નિમિત્તની પરીક્ષા કરતાં આવડતું નથી. જેને નિમિત્તની પરીક્ષાનું ઠેકાણું નથી, તે પોતાના ઉપાદાન સ્વરૂપને કેવી રીતે ઓળખશે? ભગવાન અરહંત દેવ, સતુ શાસ્ત્ર અને નગ્ન દિગંબર ભાવલિંગી સદ્ગુરુ પોતાના સસ્વરૂપને સમજવામાં નિમિત્ત છે. -હિન્દી આત્મધર્મ મે ૧૯૮૩ પૃષ્ઠ ૨૯ (૪૬) પ્રશ્ન:- આપ તો વ્યવહારને હેય કહો છો, છતાં અરિહંતાદિની ભક્તિનો ઉપદેશ શા માટે આપો છો ? ઉત્તર:- જે આ તો જાણતો નથી કે નિશ્ચય શું છે? વ્યવહાર શું છે? અને વ્યવહાર શુદ્ધિ વિના માત્ર નિશ્ચયનયની જ વાતો જ કરે છે. તેને નિશ્ચયનય પ્રગટતો નથી. જેને સાચા દેવ, શાસ્ત્ર-ગુરુના માટે તન-મન-ધન અર્પણ કરવાનો ભાવ આપે છે. વ્યવહારથી અરિહંતાદિનો ભક્ત છે. પ્રશસ્ત શુભરાગ થતાં ગૃહીત મિથ્યાત્વ છૂટી જાય છે. અને અંતરસ્વભાવના સન્મુખતાના બળે શુભરાગથી પોતાને જુદો જાણીને શુદ્ધ સ્વભાવની શ્રદ્ધા કરતાં નિશ્ચય સમ્યકત્વ થાય છે. -હિન્દી આત્મધર્મ મે ૧૯૮૩, પૃષ્ઠ ૨૯ (૪૭) પ્રશ્ન- ભગવાનની વ્યવહાર ભક્તિ અને નિશ્ચય ભક્તિનું શું સ્વરૂપ છે? ઉત્તરઃ- જેને સાચા દેવ-શાસ્ત્ર-ગુરુની ઓળખાણ હોય છે તથા તેને તેમાં સર્વસ્વ સમર્પણ કરવાનો ભાવ હોય છે, તે વ્યવહારથી ભગવાનનો ભક્ત કહેવાય છે. ભગવાનનો વ્યવહારભક્ત વીતરાગી દેવ-શાસ્ત્ર-ગુરુને છોડીને કુગુરુ-કુદેવ વગેરેનું સમર્થન કરતો નથી. સત્યમાર્ગ એક જ હોય છે. ત્રણ લોક અને ત્રણકાળમાં પણ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #23 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬: જ્ઞાનગોષ્ઠી સત્યમાર્ગ બે નથી હોતા. વીતરાગદેવ સિવાય અન્ય દેવને સાચા માનનાર વીતરાગનો ભક્ત નથી. સર્વજ્ઞદેવ અને કુદેવાદિ એક સમાન નથી. એવી શ્રદ્ધા થાય ત્યારે સર્વજ્ઞની વ્યવહાર શ્રદ્ધા કહેવાય છે. કેટલાક લોકો જૈનધર્મ અને અન્યધર્મોનો સંબંધ કરવા ઈચ્છે છે. પરંતુ જૈન ધર્મ અને અન્ય ધર્મોનો સંબંધ કદી પણ થઈ શકતો નથી. વીતરાગના બાહ્ય અથવા અંતરંગ સ્વરૂપને અન્યથા માનવાવાળા ભગવાનના વ્યવહારભક્ત પણ નથી. જે સાચા દેવ-શાસ્ત્ર-ગુરુની વ્યવહાર શ્રદ્ધાપૂર્વક આનંદઘન સ્વરૂપ પોતાના આત્માની શ્રદ્ધાના જોરથી એ નિર્ણય કરે છે કે પરપદાર્થોની સાથે મારો કોઈ સંબંધ નથી. દેવ-શાસ્ત્ર-ગુરુ સંબંધી શુભરાગ પણ મારું સ્વરૂપ નથી, હું અખંડ જ્ઞાયક છું તે ભગવાન નિશ્ચય ભક્ત છે. જેને નિશ્ચયભક્તિ હોય છે તેને વ્યવહારભક્તિ અવશ્ય હોય છે. તથા તેને સાચા દેવ-ગુરુ-ધર્મને માટે ઉત્સાહ ઉલ્લાસપૂર્વક ખર્ચ કરવાનો ભાવ પણ આવ્યા વિના રહેતો નથી. -હિન્દી આત્મધર્મ જુન ૧૯૮૩, પૃષ્ઠ ૨૬ (૪૮) પ્રશ્ન:- ભગવાન તો વીતરાગી છે, તેનો ધનને શું કરશે? ઉત્તર:- ભાઈ ! તારે ભગવાનને ક્યાં ધન આપવાનું છે? ભગવાનને માટે કાંઈ કરવાનું નથી પરંતુ વીતરાગતાની રૂચિ વધારીને દેવ-ગુરુની પ્રભાવનાને માટે ખર્ચ કરીને, તૃષ્ણા ઘટાડવાના પ્રયોજન માટે કહેવામાં આવે છે. જો તને સની એચ છે તો એ જો કે અન્ય સાધર્મીઓને કઈ વાતની પ્રતિકૂળતા છે? અને જો કોઈને શાસ્ત્ર વગેરેની આવશ્યકતા હોય તો તેની પૂર્તિ માટે પોતાની પદ-સ્થિતિ પ્રમાણે મદદ કર. -હિન્દી આત્મધર્મ જુન ૧૯૮૩, પૃષ્ઠ ૨૬ (૪૯) પ્રશ્ન:- જ્ઞાની જીવો પણ ભગવાન પાસે ભક્તિ કરતી વખતે એમ બોલે છે કે “હે નાથ ! ભવોભવ આપનું શરણ હજો.” જો ભગવાનનું શરણ ન હોય તો જ્ઞાની એમ કેમ બોલે? ઉત્તર- ‘ભવોભવ ભગવાનનું શરણ હજો” એમ માત્ર નિમિત્ત તરફની ભાષા છે. એ ભાષાનો તો જ્ઞાની કર્તા નથી; એ ભાષા વખતે અંતરમાં જ્ઞાનીને એવો અભિપ્રાય હોય છે કેઃ “રાગરહિત ચિદાનંદ મારું સ્વરૂપ છે એમ શ્રદ્ધા-જ્ઞાન થયા હોવા છતાં હજી પર્યાયમાં રાગ છે. જ્યાં સુધી રાગ હોય ત્યાં સુધી અશુભરાગ તો અમને ન જ હો, પણ વીતરાગતાના નિમિત્ત પ્રત્યે લક્ષ હો, વીતરાગતાનું જ બહુમાન હો. શુભરાગ તૂટીને અશુભરાગ ન જ હો; હવે શુભરાગ લાંબો કાળ ટકી શકે નહિ, Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #24 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દેવ-શાસ્ત્ર-ગુરુ: ૧૭ અલ્પકાળમાં તે ફરીને કાં તો વીતરાગભાવ થાય ને કાં તો અશુભભાવ થાય. વીતરાગનું જ શરણ હો” એમાં જ્ઞાનીની એમ ભાવના છે કે આ શુભ તુટીને અશુભ ન હો પણ શુભ તૂટીને વીતરાગતા હો. વીતરાગના બહુમાનનો રાગ થયો તે રાગ વખતે વીતરાગ તરફ લક્ષ હોય છે, પણ કાંઈ વીતરાગ ભગવાન મુક્તિ આપતા નથી. હું મારી તાકાતથી જ રાગ તોડીને ભગવાન થવાનો છું. જો આત્મામાં ભગવાન થવાની તાકાત ન હોય તો ભગવાન તેને કાંઈ કરી દેવા સમર્થ નથી. અને જો આત્મામાં જ ભગવાન થવાની તાકાત છે તો તેને ભગવાનની ઓશિયાળ નથી. હું સ્વતંત્ર ભગવાન છું-એવા સ્વભાવના ભાન વગર સ્વતંત્રતા પ્રગટે નહિ ને બંધન ટળે નહિ. વીતરાગ ભગવાનની પ્રાર્થનાના શુભરાગદ્વારા ત્રણકાળ ત્રણલોકમાં ધર્મ થાય નહિ. જેને પોતાના સ્વતઃ શુદ્ધ સ્વભાવની ખબર નથી તે જીવ પોતાને દેવગુરુ-શાસ્ત્ર વગેરેનો ઓશિયાળો માને છે. આચાર્યદવ એવી માન્યતાવાળાને જીવ કહેતા નથી તે તો જડ જેવો છે-મૂઢ છે, તેને પોતાના ચૈતન્યતત્ત્વની ખબર નથી.એવા અજ્ઞાનીને આચાર્યદેવ સમજાવે છે કે હે ભાઈ ! તારો આત્મા અનંતગુણનો પિંડ, પરમપરિણામિકભાવસ્વરૂપ છે, તેને તું ઓળખ. શરીર-મન-વાણીનો કે પુણ્ય-પાપનો આધાર ન રાખ, પર્યાયનો પણ આધાર છોડીને ત્રિકાળ સ્વભાવનો આધાર લે. પુણ્ય-પાપરહિત આત્મસ્વરૂપને માન્યા વગર પુણ્ય-પાપ ટળશે નહિ. જેમ શરીરમાં ગૂમડું થયું હોય તેને જો રોગ તરીકે સમજે તો તેનું ઓપરેશન કરી નાખે. તેમ જે જીવ શુદ્ધ ચૈતન્યસ્વરૂપને જાણે અને હિંસા કે દયાદિના ભાવો તેનાથી જુદા છે એમ જાણે તે જીવ વિકાર ભાવોને છેદીને મુક્તિ પામે, પણ જે જીવ પોતાના નિરુપાધિ શુદ્ધ સ્વરૂપને ઓળખે નહિ તે જીવ શુભાશુભ પરિણામને છોડે નહિ ને તેની મુક્તિ થાય નહિ. -આત્મધર્મ અંક ૭૪, માગશર ૨૪૭૬, પૃષ્ઠ 10 (૫૦) પ્રશ્ન:- ભેદભક્તિ અને અભેદભક્તિ અથવા વ્યવહાર ભક્તિ ને નિશ્ચયભક્તિનું સ્વરૂપ શું છે અને તેનું ફળ શું છે? ઉત્તર:- પહેલાં તો ભેદભક્તિ હોય છે, પરમાત્માના સ્વરૂપનો વિચાર કરવો તે ભેદભક્તિ છે; એવી ભેદભક્તિને જાણીને પછી એવો જ પરમાત્મા હું છું, આત્મામાં જ પરમાત્મા થવાની તાકાત છે એમ પોતાના આત્માને ઓળખીને ઠરે તેનું નામ પરમાર્થભક્તિ અથવા અભેદભક્તિ છે. અભેદ આત્મા તરફ વળવાના લક્ષ પૂર્વક ભેદ ભક્તિ હોય તો તેને વ્યવહાર કહેવાય છે. રાગરહિત જ્ઞાનસ્વરૂપી આત્માનું શ્રદ્ધા-જ્ઞાન કરીને તેના ધ્યાનમાં એકાગ્રરૂપ અભેદભક્તિ તો મોક્ષ ફળદાયક છે, તેનાથી વિપરીત ભેદભક્તિ બંધ ફળદાયક છે. -આત્મધર્મ અંક ૭૬, મહા ૨૪૭૬, પૃષ્ઠ ૬ર Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #25 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮: જ્ઞાનગોષ્ઠી (૫૧) પ્રશ્ન:- અભેદભક્તિ કેટલા પ્રકારની હોય છે? શું બધા પ્રકારની ભક્તિ સ્ત્રીઓને પણ થાય ? ઉત્તર- અભેદભક્તિના બે પ્રકાર છે- (૧) શુક્લ ધ્યાન (૨) ધર્મધ્યાન. જો કે કહેવામાં તો આ બંને જુદા લાગે છે. પણ તે બંનેના અવલંબન રૂપ આત્મા એક જ છે તેથી તે એક જ જાતના છે. આત્મસ્વભાવના ભાનવડ ધર્મધ્યાન સ્ત્રીને પણ થઈ શકે છે. સ્ત્રીને શુક્લધ્યાન થઈ શકતું નથી. ધર્મધ્યાન કરતાં શુક્લધ્યાન વિશેષ નિર્મળ છે. –આત્મધર્મ અંક ૭૬, મહા ૨૪૭૬, પૃષ્ઠ ૬૪ (પર) પ્રશ્ન:- કોઈ કોઈનું બહુમાન કરી શકતું નથી આમ જો માનીએ તો તીર્થકરોનો અવિનય નહિ થઈ જાય ? ઉત્તરઃ- તીર્થકરોનો વિનય કહેવો કોને? તીર્થકર ભગવાન વીતરાગ છે, ખરેખર રાગ વડે તેમનો વિનય થતો નથી. જેમ તીર્થંકર પ્રભુએ પોતે કર્યું અને કહ્યું તે પ્રમાણે સમજવું અને ભગવાન ચૈતન્યજ્યોતનું બહુમાન કરીને તેમાં ઠરવું–તે જ તીર્થકરોનો સાચો વિનય છે. સત્ સમજવાથી વિનય જાય નહિ પણ સત્ સમજવાથી જ સની ખરી ભક્તિ અને ખરો વિનય થાય છે. પહેલાં અજ્ઞાનપણે કુદેવાદિ પાસે માથાં ઝુકાવતો; તેને હવે સાચું સમજતાં વીતરાગ નહિ થાય ત્યાં સુધી વચ્ચે સત નિમિત્તનો વિનય, ભક્તિ ને બહુમાન આવ્યા વગર રહેશે નહિ; પણ ત્યાં પરમાર્થે પરનું બહુમાન નથી પણ પોતાના ભાવનું જ બહુમાન છે. જ્ઞાનીઓ પોતાના સ્વભાવને જ સર્વોત્કૃષ્ટ જાણીને તેનો આદર કરે છે. સ્વભાવના આદરમાં તીર્થકરોનો વિનય સમાઈ જાય છે. -આત્મધર્મ અંક ૭૪ માગશર ૨૪૭૬, પૃષ્ઠ ૩પ (૫૩) પ્રશ્ન:- શ્રી પરમાત્મપ્રકાશ ગાથા ૧૫ માં કહ્યું કે જેમણે જ્ઞાનાવરણાદિ (ભાવ તેમજ દ્રવ્ય) કર્મનો નાશ કરીને અને દેહાદિક સર્વે પરદ્રવ્યોને છોડીને કેવળજ્ઞાનમય પરમાત્મ-પ્રકાશ પ્રાપ્ત કર્યો છે તેમને શુદ્ધ મનથી પરમાત્મા જાણો. વળી પરમાત્માને દેહાદિના સંયોગનો પણ નાશ કહ્યો છે. હવે, અરિહંતદેવ પરમાત્મા હોવા છતાં તેમને શરીરનો સંયોગ તો હોય છે, છતાં “શરીરાદિ છોડીને પરમાત્મા થયા છે” એમ કેમ કહ્યું? ઉત્તરઃ- શરીરાદિ તો ત્રણે કાળે આત્માથી જુદાં જ છે, પરંતુ પહેલાં તે પ્રત્યે Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #26 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દેવ-શાસ્ત્ર-ગુરુ: ૧૯ મોહ તથા રાગ-દ્વેષ હતા, તે મોહ તથા રાગ-દ્વેષનો અભાવ થયો તેથી શરીરાદિનો પણ અભાવ કહેવામાં આવ્યો છે એમ સમજવું. –આત્મધર્મ અંક ૭૭, ફાગણ ૨૪૭૬, પૃષ્ઠ ૯૫ (૫૪) પ્રશ્ન- શાસ્ત્રો ભણવાનું તાત્પર્ય શું છે? | ઉત્તર- શાસ્ત્રોનું તાત્પર્ય તો ભિન્ન વસ્તુભૂત જ્ઞાનમય આત્મા બતાવવાનું છે, એવા આત્માનું જ્ઞાન તે જ શાસ્ત્ર ભણવાનું તાત્પર્ય છે. જે જીવ એવા આત્માને નથી જાણતો તે ખરેખર શાસ્ત્રો ભણ્યો જ નથી. જ્ઞાનસ્વભાવી આત્મા રાગથી પણ જુદો છે–એમ બતાવીને શાસ્ત્રો જ્ઞાનસ્વભાવનું જ અવલંબન કરાવે છે ને રાગાદિનું અવલંબન છોડાવે છે.-આ જ શાસ્ત્ર તાત્પર્ય છે, આ જ શાસ્ત્ર ભણવાનો ગુણ છે. તેનો (એટલે કે ભિન્નવસ્તુભૂત શુદ્ધજ્ઞાનસ્વભાવી આત્માના શીનના ) છે તેને શાસ્ત્ર ભણવાના ફળનો અભાવ છે, એટલે તે અજ્ઞાની જ છે. -આત્મધર્મ અંક ૨૦૮, મહા ૨૪૮૭, પૃષ્ઠ ૧૩ (૫૫) પ્રશ્ન-શું શાસ્ત્રનો અર્થ પણ ઘણા પ્રકારથી કરાય છે? ઉત્તર- અક્ષરાર્થ ભાવાર્થ વગેરે પાંચ બોલથી શાસ્ત્રનો અર્થ કરવાનું આચાર્યદેવે કહ્યું છે. જ્ઞાનાવરણીય કર્મથી જ્ઞાન રોકાય એ તો અક્ષરાર્થ થયો, જ્ઞાનાવરણીય કર્મથી જ્ઞાન રોકાતું નથી પણ પોતાના જ કારણે જ્ઞાન હીણું થયું છે તે ભાવાર્થ થયો. પરના કારણે જ્ઞાન હીણું થયું છે તેમ માનવું એ તો દષ્ટિ જ ખોટી છે, પણ જ્ઞાન પોતાના જ કારણે હીણું છે એમ જાણવું તે સત્ય છે. એમ જાણીને પણ હીણી પર્યાય છે તેનું લક્ષ છોડીને ત્રિકાળી ધ્રુવ ચૈતન્યસામાન્યનું લક્ષ કરવું તે ભાવાર્થ છે. એ જ ભાવાર્થ જાણવાનું પ્રયોજન છે. નિયમસારમાં ચાર ભાવોથી આત્મા અગોચર કહ્યો છે અર્થાત્ ક્ષાયિકભાવથી આત્મા જણાતો નથી તે અક્ષરાર્થ છે. તે અક્ષરાર્થ પણ ભાવાર્થથી જ સફળ છે. તેનો ભાવાર્થ એ છે કે ક્ષાયિકભાવના આશ્રયે આત્મા જણાતો નથી, તેથી આશ્રય અપેક્ષાએ ક્ષાયિકભાવથી અગોચર કહ્યો છે. આત્માને જાણનાર તો નિર્મળ પર્યાય પોતે જ છે, છતા નિમેળ પયયના આશ્રય ત્રિકાળી આત્મા જણાતો નથી. નિયમસારમાં (ભક્તિ-અધિકારમાં) દર્શન-જ્ઞાન-ચારિત્રના પરિણામનું ભજન Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #27 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦: જ્ઞાનગોષ્ઠી તે ભક્તિ છે, એમ કહ્યું તે વ્યવહારનયથી કહ્યું છે પણ એનો ભાવાર્થ, ધર્મી જીવ ધ્રુવ આત્માની જ ભક્તિ-સેવા-ઉપાસના કરે છે, એમ સમજવો. સમયસાર ગાથા ૧૬ માં દર્શન-જ્ઞાન-ચારિત્ર સદા સેવવા યોગ્ય છે તેમ કહ્યું તે વ્યવહારથી સમજાવ્યું છે; પરમાર્થથી તો એકરૂપ ધ્રુવ આત્માને જ સેવવાનો છે, વ્યવહારથી સમજાવવામાં આવે છે, તોપણ સમજાવનાર અને સમજનારે વ્યવહારમાં ઊભા રહેવાનું નથી. સમયસારની ૮ મી ગાથાની ટીકામાં પણ એમ જ કહ્યું છે કે “xxx વ્યવહારનય પણ પ્લેચ્છભાષાના સ્થાને હોવાને લીધે પરમાર્થનો પ્રતિપાદક (કહેનાર) હોવાથી વ્યવહારનય સ્થાપન કરવા યોગ્ય છે; તેમજ બ્રાહ્મણે પ્લેચ્છ ન થવું એ વચનથી તે (વ્યવહારનય) અનુસરવા યોગ્ય નથી.” જ્યાં જ્યાં શુદ્ધ પર્યાયની સેવા કરવાનું, ધ્યાન કરવાનું કહ્યું ત્યાં ત્યાં એ સમજાવવાની એક પ્રકારની શૈલીનાં કથન છે, નિર્મળ પર્યાય પ્રગટે છે તે અપેક્ષાથી કહ્યું છે, એમ સમજવું. સમયસારની ૬ ઠી ગાથાની ટીકામાં આત્મા અન્ય દ્રવ્યભાવોથી ભિન્નપણે ઉપાસવામાં આવતો “શુદ્ધ' કહેવાય છે, એમ કહ્યું, ત્યાં અન્ય દ્રવ્યથી લક્ષ છૂટે છે ને સ્વદ્રવ્ય ઉપર લક્ષ જાય છે ત્યારે પર્યાય પણ ગૌણ થઈ જાય છે ને એકલા ધ્રુવ દ્રવ્યસ્વભાવ ઉપર લક્ષ જાય છે; એ દ્રવ્યની સેવા કરી કહેવાય છે. –આત્મધર્મ અંક ૩૮૭, જાન્યુઆરી ૧૯૭૬, પૃષ્ઠ ૨૬-૨૭ (૫૬) પ્રશ્ન:- જિનવાણી સાંભળવાથી સમજણ થાય અને સાંભળતા પુણ્ય બંધાય તેનાથી પૈસા પણ મળે એ તો બન્ને રીતે લાભ ? ઉત્તર:- સાંભળવાથી સમજણ ન થાય પુષ્ય જ થાય. –આત્મધર્મ અંક ૩૯૧, મે ૧૯૭૭, પૃષ્ઠ ૩૦ (૫૭) પ્રશ્ન:- સાંભળવાથી થોડી થોડી સમજણ તો થાય છે? ઉત્તર- એ સમજણ તે ખરી સમજણ નથી, ખરી સમજણ તો સ્વસમ્મુખ જાય ત્યારે ખરી સમજણ થઈ કહેવાય. -આત્મધર્મ અંક ૩૯૧, મે ૧૯૭૬, પૃષ્ઠ ૩૧ (૫૮) પ્રશ્ન:- જ્ઞાનમાં ધારણારૂપ સમજણ તો થાય છે ? ઉત્તર- ધારણારૂપ સમજણ થાય, પણ ખરી સમજણ તો સીધો સ્વસમ્મુખ અંતરમાં જાય ત્યારે થાય છે. ભગવાન આત્માને રાગથી લાભ માનવો તે કલંક છે. –આત્મધર્મ અંક ૩૯૧, મે ૧૯૭૬, પૃષ્ઠ ૩૧ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #28 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દેવ-શાસ્ત્ર-ગુરુઃ ૨૧ (૫૯) પ્રશ્નઃ- શાસ્ત્રોમાં ક્યાંક પરીક્ષાપ્રધાની બનવા માટે કહ્યું છે અને ક્યાંક આજ્ઞાનુસારી રહેવાનો નિર્દોષ દીધો છે, પરીક્ષા કર્યા વિના નિર્ણય થાય નહિ; હવે અમારે કરવું શું? ઉત્તર:- સર્વજ્ઞની આજ્ઞા માનીને પરીક્ષા કરજે, એક્લી પરીક્ષા કરવા જઈશ તો ભ્રષ્ટ થઈ જઈશ. જિનશાસનમાં કહેલાં પદાર્થોના સ્વભાવની ગંભીરતા, ક્ષેત્ર સ્વભાવની ગંભીરતા, કાળ સ્વભાવની ગંભીરતા, અનંત ભાવોના સ્વભાવની ગંભીરતા, એ ગંભીર ને સૂક્ષ્મ સ્વભાવી પદાર્થોને જિનઆજ્ઞાથી પ્રમાણ કરજે, અલ્પબુદ્ધિનો ધારક જીવ એક્લી પરીક્ષા કરવા જશે તો જિનમતથી ચ્યુત થઈ જવાનો મોટો દોષ થશે. જિન-આજ્ઞાને મુખ્ય રાખીને બને તેટલી પરીક્ષા કરવામાં દોષ નથી. એક્લી આજ્ઞાથી જ માને અને પરીક્ષા કરે જ નહિ તોપણ નિર્ણય સાચો નહિ થાય ને બીજો બીજી વાત કરશે તો ફરી જશે. માટે પરીક્ષા કરીને નિર્ણય કરજે પણ જિન-આજ્ઞાને મુખ્ય રાખજે. -આત્મધર્મ અંક ૪૧૮, ઓગષ્ટ ૧૯૭૮, પૃષ્ઠ ૨૯ (૬૦) પ્રશ્ન:- બધા શાસ્ત્રોનો સાર સ્વસન્મુખ થવાનું કહે છે તો બધા શાસ્ત્રો વાંચવાની શું જરૂર છે? સ્વસન્મુખ થવાનો જ પ્રયત્ન કરીએ ? ઉત્ત૨ઃ- સ્વસન્મુખ થવાનો જ પ્રયત્ન કરવાનો છે પણ સ્વસન્મુખ ન થવાતું હોય ને અનેક પ્રકારથી અટવાના શલ્ય પડયા હોય ત્યારે શાસ્ત્ર વાંચવાનો વિકલ્પ આવે છે, આવ્યા વિના રહેતો નથી અને શાસ્ત્ર પણ સ્વસન્મુખ થવાનું જ કહે છે. -આત્મધર્મ અંક ૪૩૦, ઓગષ્ટ ૧૯૭૯, પૃષ્ઠ ૨૩ (૬૧) પ્રશ્ન:- બુદ્ધિ પૂર્વક તત્ત્વનો અભ્યાસ કરવા છતાં કોઈને સમ્યગ્દર્શન થાય છે ને કોઈને ન પણ થાય તેનું શું કારણ ? ઉત્ત૨:- જે જીવ તત્ત્વ નિર્ણયનો યથાર્થ પુરુષાર્થ કરે છે તેને તો સમ્યગ્દર્શન થાય જ છે પણ જે જીવ તત્ત્વનો અભ્યાસ કરવા છતાં કોઈને કોઈ ઠેકાણે અટકી જાય છે તો તેને સમ્યગ્દર્શન થતું નથી. શાસ્ત્રાનુસાર અભ્યાસ તો કરી લ્યે પણ અટકવાના અનેક પ્રકાર છે તેમાંથી કોઈ ઠેકાણે અટકી જાય તો તેને સમ્યગ્દર્શન થતું નથી. ચડવાનો એક જ પ્રકાર છે જે સાચો પ્રયત્ન રુચિપૂર્વક કરે છે તેને મોળું-ઢીલું પડવાની વાત જ નથી. તેનું જોર એવું હોય કે તેને સમ્યગ્દર્શન થાય જ. એક વાત Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #29 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨: જ્ઞાનગોષ્ઠી આવે છે કે એક વખત ઘણા વહાણ સમુદ્રમાં બુડી ગયા ને એક વહાણ બચી ગયું ત્યારે કોઈ પુણ્યવાને કહ્યું કે જે વહાણ બચી ગયું તે મારું જ છે, મારું વહાણ બુડે નહિ. એમ જ તરવાવાળા જીવો છે તેમાં હું જ છું એમ એને પોતાને અંદરથી લાગે. -આત્મધર્મ અંક ૪૨૯, જુલાઈ ૧૯૭૯, પૃષ્ઠ ૨૭ (૬૨) પ્રશ્ન:- તત્ત્વનો નિર્ણય કરવામાં કેટલા વર્ષ કાઢવા? ઉત્તર:- કાર્ય થઈ જાય તો અંતર્મુહૂર્તમાં થાય અને નહીં તો જાવજીવ (–આજીવન ) એ નિર્ણય કરવામાં કાળ જાય. આમાં કાળનો પ્રશ્ન જ ક્યાં છે? જેટલું વીર્ય ઉલ્ટામાં રોકયું છે તેને ગુલાંટ મારીને આ તરફ વાળે તો કાર્ય થયા વિના રહે જ નહીં, જેટલું કારણ આપવું જોઈએ તેટલું કારણ આપતો નથી ત્યાં સુધી કાર્ય આવતું નથી. -આત્મધર્મ અંક ૪૨૧, નવેમ્બર ૧૯૭૮, પૃષ્ઠ ૨૪ (૬૩) પ્રશ્ન:- જે શાસ્ત્રોનાં જાણનાર છે, તેની તો મુક્તિ થશે? ઉત્ત૨:- જે જીવ આત્મજ્ઞાનથી શૂન્ય છે, વીતરાગીજ્ઞાન રહિત છે, તે જીવને બાહ્ય પદાર્થોથી કાંઈ જ સિદ્ધિ થતી નથી. શાસ્ત્રજ્ઞાન પણ કાંઈ કામનું નથી. સ્વસંવેદનજ્ઞાનથી રહિત વ્રત-તપ આદિ જીવને શીઘ્ર દુ:ખનું કારણ થાય છે. આનંદસહિતનું જ્ઞાન એ જ નિજ આત્મજ્ઞાન છે ને તે જ જ્ઞાન વર્તમાન સુખનું કારણ છે ને મોક્ષની સિદ્ધિનું કારણ છે. શાસ્ત્રજ્ઞાન-વ્રત-તપ આદિના જે શુભ વિકલ્પો છે તે વિકલ્પો તે જ ક્ષણે દુઃખરૂપ છે ને ભાવી દુ:ખનું કારણ છે. સ્વસંવેદનજ્ઞાન છે તે વર્તમાન સુખરૂપ છે ને ભાવી સુખનું કારણ છે, તેથી સ્વસંવેદનજ્ઞાનનો જ મહિમા છે. -આત્મધર્મ અંક ૪૦૦, ફેબ્રુઆરી ૧૯૭૭, પૃષ્ઠ ૧૪ (૬૪) પ્રશ્ન:- શાસ્ત્રદ્વારા આત્માનું જ્ઞાન થાય છે ને ? ઉત્ત૨:- શાસ્ત્રદ્વારા આત્માનું જ્ઞાન થતું નથી, વેદથી ને દિવ્યધ્વનિથી પણ આત્મા જણાતો નથી તેમ પ૨માત્મપ્રકાશમાં કહ્યું છે ને! આત્મા પોતાથી જ પોતા દ્વારા જણાય છે ત્યારે શાસ્ત્રને નિમિત્ત કહેવાય છે. પ્રવચનસારમાં આવે છે કે આત્માના લક્ષે શાસ્ત્રાભ્યાસ કરજે, ત્યાં નિમિત્ત બતાવવું છે. અહીં તો કહે છે કે નિમિત્ત એવું શાસ્ત્રજ્ઞાન છે તે દુઃખનું કારણ છે ને નિજઆત્મજ્ઞાન છે તે એક જ સુખનું કારણ છે. -આત્મધર્મ અંક ૪૦૦, ફેબ્રુઆરી ૧૯૭૭, પૃષ્ઠ ૧૪ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #30 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દવ-શાત્ર-ગુરુ: ૨૩ (૬૫), પ્રશ્ન:- શાસ્ત્ર ભણવાથી આત્માની સન્મુખતા તો કહેવાય ને? ઉત્તર:- આત્મામાં જવાનો પ્રયત્ન કરતો હોય તો આત્માની સન્મુખતા કહેવાય. શાસ્ત્રના જાણપણામાં રોકાઈ રહે અને અંતર નિર્વિકલ્પમાં જવાનો પ્રયત્ન કરતો નથી તો તે આત્મસન્મુખ પણ કહેવાતો નથી. –આત્મધર્મ અંક ૪૦૦, ફેબ્રુઆરી ૧૯૭૭, પૃષ્ઠ ૧૫ (૬૬) પ્રશ્ન- એક બાજુ કહો છો કે શાસ્ત્રો ભણવા જોઈએ ને બીજી બાજુ કહો છો કે શાસ્ત્ર ભણવામાં રોકાઈ જાય તોપણ આત્મા જણાતો નથી. ઉત્તર- જે વેપાર આદિના અશુભમાં જ રોકાઈ ગયો છે અને આત્મજ્ઞાન થવાનું નિમિત્ત એવા શાસ્ત્રાભ્યાસના પણ જેને ઠેકાણાં નથી તેને કહે છે કે ભાઈ ! તું શાસ્ત્ર અભ્યાસ કર. પણ જે એકલા શાસ્ત્રાભ્યાસમાં જ રોકાઈ જાય ને આત્માની સન્મુખ થવાનો પ્રયત્ન કરતો નથી તેને કહે છે કે ભાઈ ! શાસ્ત્ર ભણવાનો ગુણ તો અંતરમુખ થઈને અનુભવ કરવો તે છે, તે નિર્વિકલ્પ અનુભવનો પ્રયત્ન કરતો નથી તો શાસ્ત્ર ભણવાનો હેતુ જે આત્મજ્ઞાન છે તે પ્રગટ કર્યું નહિ તો તારા શાસ્ત્ર ભણતર પણ શા કામના ? શાસ્ત્ર વાંચન શ્રવણમાં દ્રવ્યની સન્મુખ થવાની જોરદાર વાત વાંચતાં-સાંભળતા તેને ધૂન ચડી જવી જોઈએ, તે ન થાય તો શું કામનું? -આત્મધર્મ અંક ૪00, ફેબ્રુઆરી ૧૯૭૭, પૃષ્ઠ ૧૫ (૬૭). પ્રશ્ન- શાસ્ત્રથી આત્માને જાણ્યો અને પછી પરિણામ આત્મામાં મગ્ન થયા તે બેમાં આત્માને જાણવામાં શું ફેર છે? ઉત્તર-અનંત ગુણો ફેર છે. શાસ્ત્રથી જાણપણું કર્યું એ તો સાધારણ ધારણારૂપ જાણપણું છે અને આત્મામાં મગ્ન થઈ અનુભવમાં તો આત્માને પ્રત્યક્ષ વેદનથી જાણે છે, તેથી એ બેમાં મોટો ફેર છે. -આત્મધર્મ અંક ૪૦૩, મે ૧૯૭૭, પૃષ્ઠ 10 (૬૮) પ્રશ્ન- સમયસાર જેવા મહાન અધ્યાત્મશાસ્ત્ર વાંચી-સાંભળીને પણ કોઈ આગળ કેમ વધતાં નથી ? ઉત્તર:- ક્રિયાકાંડની દષ્ટિવાળાને એમ લાગે કે સમયસાર સાંભળે છે પણ કોઈ આગળ વધતાં નથી. બાહ્ય ત્યાગ-તપ-વ્રત આદિ ક્રિયા કરે તો તેને આગળ વધ્યા Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #31 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪: જ્ઞાનગોષ્ઠી. દેખાય, પણ ભાઈ ! સમયસાર સાંભળીને પરદ્રવ્યની ભિન્નતા, પરદ્રવ્યનું અકર્તાપણું, રાગાદિ ભાવોમાં હેયબુદ્ધિ ને અંદર પડેલી પરમાત્મશક્તિનું ઉપાદેયપણું નિરંતર એના શ્રદ્ધા-જ્ઞાનમાં ઘૂંટાય છે એ એના શ્રદ્ધા-જ્ઞાનનો સુધારો થાય છે તે આગળ વધ્યા નથી? અંદર શ્રદ્ધા-જ્ઞાનમાં સત્યના સંસ્કાર પડે છે તે આગળ વધે છે. શ્રદ્ધા-જ્ઞાનને સાચા કર્યા વિનાના જે ત્યાગ-તપ-વ્રત આદિ કરે છે તેને આત્માનુશાસનકાર તો કહે છે કે આત્મભાન વિનાનો બાહ્ય ત્યાગ આદિ છે તે અજ્ઞાનીને અંતરંગ બળતરા છે. અંતરંગ મિથ્યાત્વના ત્યાગ વિનાના બાહ્ય ત્યાગને સાચો ત્યાગ કહેતા નથી. અંદરમાં શ્રદ્ધા-જ્ઞાન-સ્વરૂપાચરણચારિત્રમાં જે સુધારો થાય છે તે જ સાચો સુધારો છે પણ બાહ્ય દષ્ટિના આગ્રહવાળાને તે દેખાતા નથી. –આત્મધર્મ અંક ૪૧૮, ઓગષ્ટ ૧૯૭૮, પૃષ્ઠ ૨૬-૨૭ (૬૯) પ્રશ્ન- એકલા દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરવાથી નિશ્ચયાભાસી થઈ જાય? ઉત્તર:- ના, દ્રવ્યાનુયોગના અભ્યાસથી નિશ્ચયાભાસી ન થાય પણ વ્યવહાર છે જ નહિ તેમ નિષેધ કરે તો નિશ્ચયાભાસી થઈ જાય, એથી તો કહ્યું છે કે જેને નિશ્ચયનો અતિરેક હોય તેણે વ્યવહાર ગ્રહણ કરવો અને જેને વ્યવહારનો અતિરેક હોય તેણે નિશ્ચયને ગ્રહણ કરવો. -આત્મધર્મ અંક ૪૦૧, માર્ચ ૧૯૭૭, પૃષ્ઠ ૧૯-૨૦ (૭૦) પ્રશ્ન:- જે મુનિ આહારકશરીર બાંધે તેને તે ઉદયમાં આવે જ-એવો નિયમ છે? ઉત્તર- ના; કોઈ મુનિ આહારકશરીર-નામકર્મ બાંધે પણ તેના ઉદયનો એટલે કે આહારક શરીરની રચનાનો પ્રસંગ કદી ન આવે, વચ્ચેથી જ તે પ્રકૃતિનો છેદ કરીને મોક્ષ પામી જાય. પરંતુ તીર્થકરનામકર્મમાં એવું ન બને, તીર્થકરનામકર્મ તો જેને બંધાય તે જીવને નિયમથી તે ઉદયમાં આવે જ. આહારકશરીર-પ્રકૃતિ સાતમા કે આઠમાં ગુણસ્થાને બંધાય છે ને છઠ્ઠી ગુણસ્થાને ઉદયમાં આવે છે. કોઈ જીવ ક્ષપકશ્રેણી વખતે આહારકશરીર બાંધે ને સીધો કેવળજ્ઞાન પામે, છટ્ટ ગુણસ્થાને પાછો આવે જ નહિ એટલે તેને આહારકશરીરની રચનાનો પ્રસંગ ન આવે. છઠ્ઠા ગુણસ્થાને આહારકશરીરની રચનાવાળા મુનિવરો એક સાથે વધુમાં વધુ (૫૪) ચોપન હોય છે. -આત્મધર્મ અંક ૨૬ર, ઓગષ્ટ ૧૯૬૫, પૃષ્ઠ ૨૦-૨૧ (૭૧) પ્રશ્ન:- અગિયાર અંગધારી દ્રવ્યલિંગીની શું ભૂલ રહી જાય છે? Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #32 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દેવ-શાસ્ત્ર-ગુરુઃ ૨૫ ઉત્ત૨ઃ- સ્વસન્મુખ દષ્ટિ કરતો નથી અતીન્દ્રિય પ્રભુની સન્મુખ દષ્ટિ કરતો નથી. -આત્મધર્મ અંક ૪૪૬, ડીસેમ્બર ૧૯૮૦, પૃષ્ઠ ૨૯ (૭૨) પ્રશ્ન:- દ્રવ્યલિંગી સ્વસન્મુખનો પ્રયત્ન કરતો નહિ હોય ? ઉત્ત૨:- ના, તેને ધારણામાં બધી વાતો આવે છે પણ અંતરમુખનો પ્રયત્ન કરતો નથી. -આત્મધર્મ અંક ૪૪૬, ડીસેમ્બર ૧૯૮૦, પૃષ્ઠ ૨૯ ( ૭૩) પ્રશ્ન:- દ્રવ્યલિંગીની ભૂમિકા કરતાં સમ્યક્ સન્મુખની ભૂમિકા કંઈક ઠીક છે? ઉત્ત૨:- હા, દ્રવ્યલિંગી તો સંતોષાઈ ગયો અને સમ્યક્ સન્મુખવાળો તો પ્રયત્ન કરે છે. -આત્મધર્મ અંક ૪૪૬, ડીસેમ્બર ૧૯૮૦, પૃષ્ઠ ૨૯ (૭૪) પ્રશ્નઃ- મુનિને આહારની વૃત્તિ ઊઠે છે છતાં મુનિદશા રહે છે, તેમ મુનિને વસ્ત્ર રાખવાની વૃત્તિ ઊઠે તો તેમાં શું દોષ છે? ઉત્ત૨:- મુનિને આહા૨ની વૃત્તિ ઊઠે છે તે સંયમના હેતુથી શરીરના નિભાવ માટે છે અને વસ્ત્ર રાખવાનો ભાવ છે તે શરીરનું મમત્વ બતાવે છે તેથી વસ્ત્ર રાખવાની વૃત્તિથી મુનિદશા રહેતી નથી. -આત્મધર્મ અંક ૪૦૧, માર્ચ ૧૯૭૭, પૃષ્ઠ ૧૯ (૭૫) પ્રશ્ન:- દ્રવ્યલિંગી શુદ્ધાત્માનું ચિંતવન નહિ કરતો હોય ? ઉત્ત૨:- શુદ્ધાત્માનું ચિંતવન તો કરે પણ આત્મમય થઈને કરતો નથી. -આત્મધર્મ અંક ૪૨૮, જુન ૧૯૭૯, પૃષ્ઠ ૨૫ ( ૭૬ ) પ્રશ્નઃ- દ્રવ્યલિંગી ક્રિયા કેટલી આકરી કરે, શાસ્ત્રના ભણતર પણ કેટલા હોય છે છતાં એનું બધું સ્થૂલતામાં નાખી દેવાય ? ઉત્ત૨:- દ્રવ્યલિંગીએ ક્ષયોપશમની ધારણાથી ને બાહ્ય ત્યાગથી બધું કર્યું છે. એમ તો એને બાહ્યથી વૈરાગ્ય પણ ઘણો દેખાય. હજારો રાણી, રાજપાટ છોડયા હોય છે પણ એ એનો વૈરાગ્ય સાચો નથી. પુણ્ય-પાપના પરિણામથી અંદર વિરક્તિ થયો નથી. સ્વભાવ મહાપ્રભુ છે, અનંતાનંત ગુણોનો દરિયો આનંદથી ભર્યો છે, એનો અંદરથી મહિમા આવ્યો નથી. -આત્મધર્મ અંક ૪૨૨, જુન ૧૯૭૯, પૃષ્ઠ ૨૫-૨૬ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #33 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૬: જ્ઞાનગોષ્ઠી (૭૭) પ્રશ્ન:- દ્રવ્યલિંગીને શુભમાં રુચિ છે કે અશુભમાં પણ છે? ઉત્તર- દ્રવ્યલિંગીને શુભમાં રુચિ છે. -આત્મધર્મ અંક ૪૧૩, માર્ચ ૧૯૭૮, પૃષ્ઠ ૨૬ (૭૮) પ્રશ્ન- કાયા અને કષાયમાં એકત્વ છે તેનો ખ્યાલ તેને આવે છે? ઉત્તરઃ- તેને ખ્યાલ આવતો નથી. –આત્મધર્મ અંક ૪૧૩, માર્ચ ૧૯૭૮, પૃષ્ઠ ર૬ (૭૯) પ્રશ્ન- તો ધારણાજ્ઞાન પણ તેને સાચું ન થયું? ઉત્તરઃ- તત્ત્વના જાણપણાનું ધારણાજ્ઞાન તો બરાબર છે પણ પોતે ક્યાં અટકે છે તે પકડાતું નથી. કષાયની ઘણી મંદતા છે તેમાં સ્વાનુભવ માને છે. –આત્મધર્મ અંક ૪૧૩, માર્ચ ૧૯૭૮, પૃષ્ઠ ૨૬ (૮૦) પ્રશ્ન:- એક દ્રવ્ય બીજા દ્રવ્યને સ્પર્શ કરતું નથી, અડતું નથી, ચુંબતું નથી તેથી સમયસાર ગાથા ૩ માં કહ્યું છે કે આત્મા શરીરને તેમજ એક શરીર બીજાના શરીરને અડતા નથી. જીવ ખોરાકને લઈ શકતો નથી. ભાષા બોલી શકતો નથી. પર વસ્તુ ચોરી શકાતી નથી. ધન-ધાન્ય આદિ ગ્રહણ કરી શકાતા નથી તો મુનિઓ હિંસા-જૂઠ-ચોરી-અબ્રહ્મ ને પરિગ્રહનો ત્યાગ શા માટે કરે છે ? ઉત્તર- ભાઈ ! એક દ્રવ્ય બીજા દ્રવ્યને સ્પર્શતું કે અડતું નથી તે તો મહાસિદ્ધાંત છે, વસ્તુસ્થિતિ એમ જ છે. એક દ્રવ્ય બીજા જીવ કે પુદ્ગલદ્રવ્યને અડતું કે સ્પર્શ કરતું જ નથી અને અન્ય દ્રવ્યની ક્રિયાથી જીવને બંધ પણ થતો જ નથી, પરંતુ ત્યાં વિશેષ એ છે કે પરદ્રવ્યના લક્ષે થતાં રાગાદિ ભાવો જીવને બંધનું કારણ થતાં હોવાથી હિંસાદિ પોતાના પાપ ભાવોનો મુનિ ત્યાગ કરે છે તેથી તે રાગાદિ પાપ ભાવોના ત્યાગના નિમિત્તભૂત બાહ્ય હિંસાદિ પરદ્રવ્યોની ક્રિયાનો ત્યાગ કર્યો તેમ ઉપચારથી કહેવાય છે. -આત્મધર્મ અંક ૪૦૧, માર્ચ ૧૯૭૭, પૃષ્ઠ ૧૭ (૮૧) પ્રશ્ન- જ્ઞાન વગરનો વૈરાગ્ય તે સંધાયેલો કપાય છે? ઉત્તર:- હા, આત્માના જ્ઞાન-ભાન વિનાના કષાયની મંદતાના વૈરાગ્યરૂપ પરિણામમાં કષાય દબાયેલો છે, કષાય ટળ્યો નથી. એ દબાયેલો-ધાયેલો કષાય Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #34 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દેવ-શાસ્ત્ર-ગુરુ: ૨૭ ફાટશે ત્યારે નરક નિગોદમાં ચાલ્યો જાશે. ભલે બહારથી રાજપાટ સ્ત્રી પુત્રાદિ છોડયા હોય પણ આત્માના ભાન વિનાનો કષાય ટળતો નથી, દબાય છે અને કાળક્રમે ફાટતા તીવ્ર કષાય થાય છે. -આત્મધર્મ અંક ૪૨૯, જુલાઈ ૧૯૭૯, પૃષ્ઠ ૨૯ (૮૨) પ્રશ્ન- ભાવલિંગી મુનિનું સાચું લક્ષણ શું? ઉત્તર:- અંતર્મુહૂર્તમાં છઠ્ઠી-સાતમાં ગુણસ્થાને આવ્યા કરે તે ભાવલિંગી મુનિનું લક્ષણ છે. છઠ્ઠા ગુણસ્થાને પણ અંદર શુદ્ધ પરિણતિ રહે છે તે ભાવલિંગપણું છે. મુનિદશામાં તો આનંદનું પ્રચુર સ્વસંવેદન હોય છે, ચોથા-પાંચમાં ગુણસ્થાને આનંદનું વેદન હોય છે પણ અલ્પ છે. પ્રચુર આનંદનું વદન તો ભાવલિંગી મુનિને હોય છે. -આત્મધર્મ અંક ૪૧૮, ઓગષ્ટ ૧૯૭૮, પૃષ્ઠ ૨૩ (૮૩) પ્રશ્ન:- ભાવલિંગી મુનિઓને છઠ્ઠા ગુણસ્થાને શુભભાવ આવે છે, તો તે પણ મોક્ષમાર્ગ છે? શું તેને તે ભલો અને સુખરૂપ લાગે છે? જો નહિં તો કેમ ? ઉત્તર- ભાવલિંગી મુનિઓને છઠ્ઠી ગુણસ્થાને શુભરાગ આવે છે તે પ્રમાદ છે, શાસ્ત્રમાં તેને જગપંથ કહ્યો છે. સ્વરૂપમાં ઠરી જવું એ જ મુનિદશા છે, એમાંથી શુભરાગમાં આવવું ગોઠતું નથી. જેમ ચક્રવર્તીને પોતાના સુખદાયી મહેલમાંથી બહાર આવવું ગમતું નથી તેમ ચૈતન્યમહેલમાં જે વિશ્રાંતિથી બેઠા છે તેને એ સુખદાયી ચૈતન્યમહેલમાંથી બહાર આવવું ગમતું નથી. અશુભરાગ તો પાપરૂપ ઝેર છે પણ શુભરાગ પણ દુઃખરૂપ બંધન છે. આત્મા અતીન્દ્રિય જ્ઞાનાનંદની મૂર્તિ છે એવા સ્વરૂપની ઓળખાણ થઈ છે તેને સ્વરૂપમાંથી બહાર આવવું ગમતું નથી. જેને ૯૬ હજાર રાણીઓ, ૯૬ કરોડ ગામ ને ૧૬ હજાર દેવી સેવા કરનાર છે એવી સાહ્યબીમાં પડેલાં ચક્રવર્તી મળને છોડે તેમ વિભૂતિને ક્ષણમાં છોડી આનંદનો ઉગ્ર સ્વાદ લેવા વનમાં ચાલી નીકળે છે. એ અતીન્દ્રિય આનંદનો ઉગ્ર-પ્રચુર સ્વાદ લેનારને શુભરાગમાં આવવું મુશ્કેલ લાગે છે, બોજો લાગે છે, બહાર આવવું ગમતું નથી. શાસ્ત્ર રચવાનો કે ઉપદેશ દેવાનો વિકલ્પ આવે છે પણ તે બોજારૂપ લાગે છે. -આત્મધર્મ અંક ૪૧૮, ઓગષ્ટ ૧૯૭૮, પૃષ્ઠ ૨૩-૨૪ (૮૪) પ્રશ્ન- સમ્યગ્દર્શન થયા પછી સાધુપણા માટે વ્રતાદિ તો કરવા પડશે ને? ઉત્તર- ભાઈ ! સાધુપણું બહારથી કે વ્રતાદિના વિકલ્પોથી આવતું નથી, અતીન્દ્રિય આનંદની જમાવટ થાય તે સાધુપણું છે, પણ વ્રતાદિ કરવા પડે તે સાધુપણું Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #35 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૮: જ્ઞાનગોષ્ઠી નથી. આનંદની ઉગ્ર જમાવટ થતાં વ્રતાદિના વિકલ્પો પણ સહજ હોય છે પણ અંદરમાં સ્થિરતા થવી તે સાધુપણું છે. –આત્મધર્મ અંક ૪૦૯, નવેમ્બર ૧૯૭૭, પૃષ્ઠ ૧૯ (૮૫) પ્રશ્ન- મહાવ્રતના ભાવ ભલે બંધનું કારણ હોય પણ મુનિઓને સહજ તે ભાવ આવે છે, તેનો નિષેધ કેમ હોય? ઉત્તર- મહાવ્રતના ભાવો મુનિઓને ભલે સહજ આવે તોપણ તે નિષેધવા યોગ્ય છે. -આત્મધર્મ અંક ૪૨૯, જુલાઈ ૧૯૭૯, પૃષ્ઠ ૨૮ (૮૬) પ્રશ્ન- મહાવ્રત તો મોટા પુરુષો આદરે છે, તેથી તેને મહાવ્રત કહે છે, તેનો નિષેધ કેમ થાય ? ઉત્તર:- મોટા પુરુષો અંતરસ્વરૂપમાં સ્થિર થયા છે તેની સાથે વ્રતના પરિણામ આવે છે તેથી તેને મહાવ્રત કહે છે, પણ છે તો તે બંધના જ કારણ. તેથી તેનો નિષેધ કરાય છે. કલશ ટીકાના ૧૦૮ માં કલશમાં પણ કહ્યું છે કે..... વ્યવહારચારિત્ર હોતું થયું દુષ્ટ છે, અનિષ્ટ છે, ઘાતક છે, તેથી વિષય-કષાયની માફક ક્રિયારૂપ ચારિત્ર નિષિદ્ધ છે. –આત્મધર્મ અંક ૪૨૯, જુલાઈ ૧૯૭૯, પૃષ્ઠ ૨૮ (૮૭) પ્રશ્ન- મુનિપણામાં વ્રત-તપ-શીલ આદિ આચરણ કરવાનું કહ્યું છે. જે કરી શકાય છે એને તો બંધનરૂપ અને સંસારનું કારણ કહ્યું તો પછી મુનિઓને શરણ કોનું રહ્યું? મુનિપણું કોના આશ્રયે પાળશે? ઉત્તર- વ્રત-તપ-શીલ આદિ શુભ આચરણરૂપ કર્મનો નિષેધ કરતાં, નિષ્કર્મ અવસ્થારૂપે પ્રવર્તતા, મુનિઓ કાંઈ અશરણરૂપ નથી, જ્ઞાનસ્વરૂપમાં આચરણ કરતું જ્ઞાન જ મુનિઓને શરણરૂપ છે. જ્ઞાનનું શરણ લેતાં મુનિઓ પરમ અમૃતને આસ્વાદ છે તેથી શુભાચરણને નિષેધતાં મુનિઓને જ્ઞાન પરમ શરણરૂપ છે. –આત્મધર્મ અંક ૪૨૯, જુલાઈ ૧૯૭૯, પૃષ્ઠ ૨૯ (૮૮) પ્રશ્ન-કુંદકુંદાચાર્યે પણ મહાવ્રતને પાળ્યા હતા ને? ઉત્તર- કુંદકુંદાચાર્ય મહાવ્રતને પાળ્યા ન હતા પણ મહાવ્રતના વિકલ્પો આવ્યા હતા તેને જાણ્યા હતા. પણ તે વિકલ્પોના તેઓ સ્વામી ન હતા, તેને પોતાપણે જાણતા ન હુતા પણ પરશેયપણે જાણનાર હતા. -આત્મધર્મ અંક ૪૨૯, જુલાઈ ૧૯૭૯, પૃષ્ઠ ૨૯ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #36 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દેવ-શાસ્ત્ર-ગુરુ: ૨૯ (૮૯) પ્રશ્નઃ- આત્મસ્વભાવ ઉત્કૃષ્ટ એવા અરિહંતથી પણ શ્રેષ્ઠ, સિદ્ધરૂપ શુદ્ધાત્મા છે. અહીં અધૂરી અવસ્થા હોવા છતાં આત્માને અરિહંતથી પણ શ્રેષ્ઠ કેમ કહ્યો ? ઉત્ત૨:- નિજ શુદ્ધાત્મસ્વભાવ વર્તમાનમાં જ પરિપૂર્ણ છે તેનું ધ્યાન કરવાનું કહ્યું છે. અહીં ત્રિકાળ શુદ્ધસ્વભાવની દૃષ્ટિથી કથન છે, પર્યાય ગૌણ છે. અને આ આત્માને અરિહંતના લક્ષે રાગની ઉત્પત્તિ થાય છે, અને પોતાના સ્વભાવના લક્ષે વીતરાગતાની ઉત્પત્તિ થાય છે, તેથી આ આત્માને માટે અરિહંત શ્રેષ્ઠ નથી પણ પોતાનો શુદ્ધસ્વભાવ જ શ્રેષ્ઠ છે. જેના પ્રત્યેથી તારે ઉપયોગ છોડવાનો છે તેનું તારે શું પ્રયોજન છે? માટે બધાનું લક્ષ છોડ, અને તારો ચૈતન્યસ્વભાવ સદાય પૂરો છે તેને લક્ષ્ય બનાવીને તેનું જ નિર્વિકલ્પ ધ્યાન કર. આ અરિહંત અવસ્થા પ્રગટ થવાનું સામર્થ્ય તેનામાં ભર્યું છે, અને તે જ ધ્યાન કરવા યોગ્ય છે, અન્ય પદાર્થો ધ્યાન કરવા યોગ્ય નથી. એવો ઉપદેશ છે. -આત્મધર્મ અંક ૮૦, જેઠ ૨૪૭૬, પૃષ્ઠ ૧૫૪ (૯૦) પ્રશ્ન:- દેવ-શાસ્ત્ર-ગુરુની શ્રદ્ધાનો વિકલ્પ, તેના તરફનું જ્ઞાન અથવા પંચમહાવ્રતના વિકલ્પરૂપ વ્યવહા૨ત્નત્રયના ભાવ વાસ્તવમાં આત્મા નથી-તે તો ઠીક; પરંતુ તે આત્માની પર્યાય પણ નથી તેવું કેમ હોઈ શકે? ઉત્ત૨:- જે વ્યવહાર રત્નત્રયનો ભાવ તે ખરેખર આત્મા નથી, તેમ જ તે ખરેખર આત્માની પર્યાય પણ નથી, કેમકે તેની સાથે આત્માની અભેદતા નથી. જ્ઞાનની અવસ્થા થાય તે જ આત્માની પર્યાય છે અને તે જ્ઞાન આત્મા સાથે અભેદ થતું હોવાથી જ્ઞાન તે જ આત્મા છે. રાગ તે અત્તાત્મા છે. સમ્યગ્દર્શન પહેલાં કષાયની મંદતાથી વિશુદ્ધિલબ્ધિ વગેરે ભલે હો, પણ આત્મા નથી તેમ જ તે સમ્યગ્દર્શનનું ખરું કારણ નથી, તે તો રાગ છે. આ રાગ છે તે સત્ય આત્મા નથી ને આત્મામાં તેની અભેદતા થતી નથી, તેથી તે ખરેખર આત્માની પર્યાય નથી. રાગાદિભાવો સસલાનાં શીંગડાંની જેમ જગતમાં બિલકુલ અભાવરૂપ નથી, આત્માની અવસ્થામાં એક સમય પૂરતા તે સત્ છે પણ આત્માના ત્રિકાળી સ્વભાવની અપેક્ષાએ તે અસત્ છે. આત્મધર્મ અંક ૮૨, શ્રાવણ ૨૪૭૬, પૃષ્ઠ ૨૦૪-૨૦૫ 卐 Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #37 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૩) આત્માનુભૂતિ (૯૧) પ્રશ્ન:- આત્માનુભવ કરવા માટે પહેલાં શું કરવું? ઉત્તર- પહેલાં એ નક્કી કરવું કે હું શરીરાદિ પરદ્રવ્યોનું કાંઈ જ કરી શકતો નથી અને વિકાર થાય છે તે કર્મથી થતો નથી પણ મારા પોતાના જ અપરાધથી થાય છે એમ નક્કી કર્યા પછી વિકાર તે મારું સ્વરૂપ નથી, હું તો શુદ્ધ ચૈતન્યમૂર્તિ જ્ઞાયક છું—એમ નિર્ણય કરીને જ્ઞાનાનંદ સ્વરૂપ આત્માની સન્મુખ થવાનો અંતર પ્રયત્ન કરવો. –આત્મધર્મ અંક ૪૩૧, સપ્ટેમ્બર ૧૯૭૯, પૃષ્ઠ ૧૭ (૯૨) પ્રશ્ન:- પહેલાં વ્રતાદિનો અભ્યાસ તો કરવો ને? ઉત્તર- પહેલાંમાં પહેલાં રાગથી ભિન્ન પડવાનો અભ્યાસ કરવો. રાગથી ભેદજ્ઞાનના અભ્યાસ વિના વ્રતાદિનો અભ્યાસ કરે છે તો મિથ્યાત્વનો અભ્યાસ કરે છે. -આત્મધર્મ અંક ૪૩૧, સપ્ટેમ્બર ૧૯૭૯, પૃષ્ઠ ૧૭ (૯૩) પ્રશ્ન:- આત્મા પામવા માટે આખો દિવસ શું કરવું? ઉત્તર:- આખો દિવસ શાસ્ત્રનો અભ્યાસ કરવો વિચાર-મનન કરીને તત્ત્વનો નિર્ણય કરવો, અને શરીરાદિથી ને રાગથી ભેદજ્ઞાન કરવાનો અભ્યાસ કરવો. રાગાદિથી ભિન્નતાનો અભ્યાસ કરતાં કરતાં આત્માનો અનુભવ થાય છે. -આત્મધર્મ અંક ૪૧૫, મે ૧૯૭૮, પૃષ્ઠ ૪૬ (૯૪) પ્રશ્ન- અભ્યાસ એટલે શું કરવું? ઉત્તરઃ-શાસ્ત્ર વાંચન, શ્રવણ, સસમાગમ કરવો જોઈએ. -આત્મધર્મ અંક ૪૧૫, મે ૧૯૭૮, પૃષ્ઠ ૪૬ (૯૫) પ્રશ્ન:- એ બધો અભ્યાસ સમ્યગ્દર્શન પામવા માટે તો અકિંચિકર છે ને? ઉત્તર- ભલે સમ્યગ્દર્શન આત્માના લક્ષે જ થાય છે, તો પણ સ્વાધ્યાય, શ્રવણ, Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #38 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આત્માનુભૂતિઃ ૩૧ સત્સમાગમ આદિનો વિકલ્પ આવે જ, ભલે તેમાં પરલક્ષી જ્ઞાન નિર્મળ થાય છે. શાસ્ત્રમાં અનેક ઠેકાણે આવે છે કે આગમનો અભ્યાસ કરવો, સ્વના લક્ષ આગમનો અભ્યાસ કરવો. જેને આત્મા જોઈતો હોય તેને આત્મા બતાવનાર એવા દેવ-શાસ્ત્રગુરુના સમાગમનો વિકલ્પ આવે જ. -આત્મધર્મ અંક ૪૧૫, મે ૧૯૭૮, પૃષ્ઠ ૪૬ (૯૬) પ્રશ્ન- અંતરદષ્ટિ કરવાનો ઉપાય શું? ઉત્તર:- અંતરદષ્ટિ કરવાનો ઉપાય સ્વ-સન્મુખ થઈને અંતરમાં દષ્ટિ કરવી એ જ છે. સીધો અંતરમુખ થઈને વસ્તુને પકડે એ ઉપાય છે, પછી ઢીલાને વ્યવહારથી અનેક વાતો કહેવાય. સવિકલ્પ ભેદજ્ઞાનથી નિર્વિકલ્પ ભેદજ્ઞાન થાય એમ કથન આવે. -આત્મધર્મ અંક ૪૪૫, નવેમ્બર ૧૯૮૦, પૃષ્ઠ ૨૭-૨૮ (૯૭) પ્રશ્ન:- સવિકલ્પ ભેદજ્ઞાનથી નિર્વિકલ્પ ભેદજ્ઞાન થાય તો ખરું ને? ઉત્તર- સવિકલ્પ ભેદજ્ઞાનથી નિર્વિકલ્પ ભેદજ્ઞાન થાય નહિ પણ વ્યવહારથી કથનમાં આવે. -આત્મધર્મ અંક ૪૪૫, નવેમ્બર ૧૯૮૦, પૃષ્ઠ ૨૮ (૯૮) પ્રશ્ન- ગુરુવાણીથી આત્મવસ્તુનો સ્વીકાર કરીએ છીએ છતાં અનુભવ થવામાં શું બાકી રહી જાય છે? ઉત્તર- ગુરુવાણીથી સ્વીકાર કરવો કે વિકલ્પથી સ્વીકાર કરવો તે ખરો સ્વીકાર નથી. પોતાના ભાવથી–પોતાના આત્માથી સ્વીકાર થવો જોઈએ. કુંદકુંદ આચાર્યે કહ્યું છે કે અમે કહીએ છીએ તે તું તારા સ્વાનુભવથી પ્રમાણ કરજે. પોતાથી અંતરથી સાચો નિર્ણય કરે તેને અનુભવ થાય. -આત્મધર્મ અંક ૪૨૦, ઓકટોબર ૧૯૭૮, પૃષ્ઠ ૨૩ (૯૯) પ્રશ્ન:- આત્માની કેવી લગની લાગે તો છ માસમાં સમ્યગ્દર્શન થાય? ઉત્તર:- જ્ઞાયક.... જ્ઞાયક..... જ્ઞાયકની લગની લાગવી જોઈએ. જ્ઞાયકની ધૂન લાગે તો છ માસમાં કાર્ય થઈ જાય અને ઉત્કૃષ્ટ લગની લાગે તો અંતર્મુહૂર્તમાં થઈ જાય. -આત્મધર્મ અંક ૪૨૦, ઓકટોબર ૧૯૭૮, પૃષ્ઠ ૨૩ (૧૦૦) પ્રશ્ન- ચૈતન્યસ્વરૂપ આત્માને જ ગ્રહણ કરવા માટે કહ્યું. પરંતુ હું ચૈતન્ય Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #39 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૨: જ્ઞાનગોષ્ઠી સ્વરૂપ આત્મા છું. એવું લક્ષ કરવા જતાં ભેદનો વિકલ્પ તો આવ્યા વિના રહેતો નથી. તો પછી વિકલ્પ રહિત આત્માને ગ્રહણ કેવી રીતે કરે ? ઉત્ત૨:- પ્રથમ ભૂમિકામાં ગુણ-ગુણીના ભેદ આદિના વિક્લ્પો આવે છે અવશ્ય, પરંતુ આત્માના ચૈતન્ય લક્ષણ વડે વિકલ્પોને ભિન્ન જાણીને અભેદ ચૈતન્યની તરફ ઢળવું થાય છે. ભેદ ભલે વચ્ચે આવે, પરંતુ મારા ચૈતન્યમાં તે ભેદ નથી. હું ચૈતન્ય અવસ્થાનો કર્તા, ચૈતન્યમાંથી મારી અવસ્થા કરું, ચૈતન્યદ્વારા કરું ઈત્યાદિ ષટ્કારકના ભેદ આવે ભલે, પરંતુ યથાર્થપણે છયે કા૨કોમાં ચૈતન્ય વસ્તુ એક જ છે, તે ચૈતન્યમાં કોઈ ભેદ નથી. આ રીતે ચૈતન્યસ્વભાવની મુખ્યતા કરીને ભેદને ગૌણ કરીને સ્વરૂપ સન્મુખ થઈને તેમાં જ એકાગ્રતા કરવાથી ચૈતન્યનું ગ્રહણ થાય છે. તે જ સમ્યગ્દર્શન છે અને તે જ ઉપાયથી મોક્ષ થાય છે. -હિંદી આત્મધર્મ એપ્રિલ ૧૯૮૨, પૃષ્ઠ ૨૫ ( ૧૦૧ ) પ્રશ્ન:- આત્મજ્ઞાન કરવા માટે ઘણા ઘણા શાસ્ત્રોનો અભ્યાસ કરવો પડે એ કરતાં કાંઈક સહેલો રસ્તો બતાવો ને? ઉત્ત૨:- આત્મજ્ઞાન માટે ઘણા શાસ્ત્રો ભણવાની ક્યાં વાત છે? તારી પર્યાય દુઃખના કા૨ણો તરફ વળે છે તેને સુખના કારણભૂત સ્વભાવ સન્મુખ વાળ એટલી જ વાત છે. પોતે ભગવાન આત્મા અનંત અનંત ગુણ સંપન્ન જ્ઞાનાનંદ સ્વરૂપ છે એનો મહિમા લાવીને સ્વસન્મુખ થા! આટલી વાત છે. તારી જ્ઞાનપર્યાયને દ્રવ્ય સન્મુખ વાળવી. આ ટૂંકુ ને ટચ છે. -આત્મધર્મ અંક ૪૨૫, માર્ચ ૧૯૭૯, પૃષ્ઠ ૨૭ (૧૦૨ ) પ્રશ્ન:- સ્વભાવ સન્મુખ થવા, હું શુદ્ધ છું, જ્ઞાયક છું આદિ ચિંતવન કરતાં કરતાં એવો અપૂર્વ આનંદ આવે છે તે આનંદ અતીન્દ્રિય છે કે કષાયની મંદતાનો તે કેમ ખ્યાલમાં આવે ? ઉત્ત૨:- ચિંતવનમાં કષાયની મંદતા ઘણી થતાં તેને આનંદ માની લ્યે તે ભ્રમ છે, ખરો અતીન્દ્રિય આનંદ નથી. અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવતાં રાગ ને જ્ઞાનની ભિન્નતા પ્રતીતમાં આવે છે. એ અતીન્દ્રિય આનંદનું શું કહેવું? અલૌકિક છે. ખરેખરી રુચિવાળા જીવને કષાયની મંદતામાં અતીન્દ્રિય આનંદનો ભ્રમ થતો નથી. અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવ્યા વિના તે ઝંપતો નથી. -આત્મધર્મ અંક ૪૧૪, એપ્રિલ ૧૯૭૮, પૃષ્ઠ ૨૪ ( ૧૦૩) પ્રશ્ન:- આત્માના સંસ્કારોને દઢ કરવા શું કરવું ? Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #40 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આત્માનુભૂતિઃ ૩૩ ઉત્તર- વસ્તુસ્વરૂપનો નિર્ણય દઢ કરવો. શુદ્ધ છું, એક છું, જ્ઞાયક છું, એનો ચારે પડખાથી વારંવાર નિર્ણય પાકે કરીને દઢ કરવો. -આત્મધર્મ અંક ૪૪૦ જૂન ૧૯૮૦, પૃષ્ઠ ૩૧ (૧૦૪) પ્રશ્ન- સના સંસ્કાર નાખવાથી શું લાભ થાય? ઉત્તર- જેમ કોરી માટલીમાં પાણીના ટીપાં પડતાં ટીપાં ચુસાઈ જાય છે, ઉપર દેખાતાં નથી છતાં માટલીમાં પાણીના ટીપાંની ભીનાશ અંદર રહી છે. તેથી વધુ ટીપાં પડતાં માટલી ભીની થઈ જાય છે ને પાણી માટલી ઉપર દેખાય છે. તેમ જે જીવે સત્ની ઊંડી જિજ્ઞાસા કરીને સના ઊંડા સંસ્કાર નાખ્યા હશે તે જીવને કદાચ વર્તમાનમાં પુરુષાર્થની કચાશ રહી જાય ને કર્ય ન થાય તોપણ સના ઊંડા નાખેલાં સંસ્કાર બીજી ગતિમાં પ્રગટ થશે, માટે સન્ના ઊંડા સંસ્કાર રેડ. -આત્મધર્મ અંક ૪૧૮, ઓગષ્ટ ૧૯૭૮, પૃષ્ઠ ર૬ (૧૦૫). પ્રશ્ન- એક પર્યાય બીજી પર્યાયને અડતી તો નથી તો પૂર્વના સંસ્કાર બીજી પર્યાયમાં કામ કેમ કરે ? ઉત્તર- એક પર્યાય બીજી પર્યાયને અડતી નથી એ વાત તો એમ જ છે પણ વર્તમાન પર્યાયમાં એવા જોરદાર સંસ્કાર નાખ્યા હશે તો એનું જોર બીજી પર્યાયમાં પ્રગટે એવી જ તે ઉત્પાદ પર્યાયની સ્વતંત્ર યોગ્યતા હોય છે, ઉત્પાદ પર્યાયના સામર્થ્યથી સ્મરણમાં આવે છે. -આત્મધમે એક ૪૪૫, નવેમ્બર ૧૯૮૦, પૃષ્ઠ ૨૯ (૧૦૬). પ્રશ્ન- સાંભળીને સંસ્કાર દઢ કરવા તે આગળ વધવાનું કારણ છે? ઉત્તર:- હા, અંદરમાં સંસ્કાર દઢ નાખે તો તો આગળ વધે છે. -આત્મધર્મ અંક ૪૪૫, નવેમ્બર ૧૯૮૦, પૃષ્ઠ ૨૮ (૧૦૭) પ્રશ્ન:- શ્રવણમાં પ્રેમ હોય તો મિથ્યાત્વ મંદ પડે? ઉત્તર- મિથ્યાત્વ ને અનંતાનુબંધી અનંતવાર મંદ પડ્યા પણ એ સમ્યગ્દર્શનનું કારણ નથી. મૂળ દર્શનશુદ્ધિ ઉપર જોર હોવું જોઈએ. –આત્મધર્મ અંક ૪૪૫, નવેમ્બર ૧૯૮૦, પૃષ્ઠ ૨૯ (૧૦૮). પ્રશ્ન:- નવતત્ત્વના વિચાર તો પૂર્વે અનંતવાર કર્યો છે, તો પણ લાભ કેમ ન થયો ? Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #41 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૪: જ્ઞાનગોષ્ઠી ઉત્તર:- ભાઈ, પૂર્વે જે નવતત્ત્વના વિચાર કર્યા તેના કરતાં આ કાંઈક જુદી રીતની વાત છે. પૂર્વે નવતત્ત્વના વિચાર કર્યા તે અભેદસ્વરૂપના લક્ષ વગર કર્યા છે. ને અહીં તો અભેદસ્વરૂપના લક્ષ સહિતની વાત છે. પૂર્વે એકલા મનના સ્થળ વિષયથી નવતત્ત્વના વિચાર રૂપ આંગણા સુધી તો આત્મા અનંતવાર આવ્યો છે, પણ ત્યાંથી આગળ વિકલ્પ તોડી ધ્રુવ ચૈતન્યતત્ત્વમાં એકપણાની શ્રદ્ધા કરવાની અપૂર્વ સમજણ શું છે તે ન સમજયો તેથી ભવભ્રમણ ઊભું રહ્યું. –આત્મધર્મ અંક ૯૩, અષાઢ ૨૪૭૭, પૃષ્ઠ ૧૮૫ (૧૦૯) પ્રશ્ન:- રોજ સાંભળીએ છીએ હવે અંદર જવાનો કાંઈક ટૂંકો રસ્તો બતાવો? ઉત્તર- આત્મા એકલો જ્ઞાનસ્વરૂપ ચિહ્વન છે અભેદ છે એની દૃષ્ટિ કરવી. ભેદ ઉપર લક્ષ કરતા રાગીની રાગ થાય છે, તેથી ભેદનું લક્ષ છોડીને અભેદની દષ્ટિ કરવી-એ ટૂંકો સાર છે. -આત્મધર્મ અંક ૪૫૦, એપ્રિલ ૧૯૮૧, પૃષ્ઠ ૨૯ (૧૧૦) પ્રશ્ન- તિર્યંચને જ્ઞાન ઝાઝું ન હોવા છતાં તેને આત્મા પકડાય છે ને અમે ઘણી મહેનત કરીએ છતાં કેમ આત્મા પકડાતો નથી ? ઉત્તર- ઈ જાતનું પ્રમાણ આવવું જોઈએ. તે આવતું નથી. જ્ઞાનમાં જેટલું એનું વજન આવવું જોઈએ તે આવતું નથી, જ્ઞાનમાં એનું જેટલું જોર જોઈએ એ જોર આવતું નથી એટલા પ્રકારથી એને સ્પૃહા-આશા છૂટવી જોઈએ તે છૂટતી નથી. તેથી કાર્ય આવતું નથી–આત્મા પકડાતો નથી. -આત્મધર્મ અંક ૪૫૦, એપ્રિલ ૧૯૮૧, પૃષ્ઠ ૨૮ (૧૧૧) પ્રશ્ન- શુદ્ધનયનો પક્ષ થયો છે એટલે શું? ઉત્તર- શુદ્ધનયનો પક્ષ એટલે એને શુદ્ધાત્માની રુચિ થઈ છે. અનુભવ હજુ થયો નથી પણ રુચિ એવી થઈ છે કે તે અનુભવ કરે જ, પણ એ કાંઈ ધારીને સંતોષ કરવાની વાત નથી. કેવળી એ જીવને એમ જાણે છે કે આ જીવની ચિ એવી છે કે તે અનુભવ કરશે જ. એ જીવને એવું જ્ઞાયકનું જોર વીર્યમાં વર્તે છે. આત્મધર્મ અંક ૪૩૯, મે ૧૯૮૦, પૃષ્ઠ ૩૦ (૧૧૨) પ્રશ્ન:- ઘણા વખતથી તત્ત્વનો અભ્યાસ કરવા છતાં આત્મા પ્રાપ્ત કેમ થતો નથી ? Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #42 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આત્માનુભૂતિઃ ૩પ ઉત્તર:- આત્મા અતીન્દ્રિય આનંદનો નાથ પ્રભુ છે, એના અતીન્દ્રિય આનંદની તાલાવેલી જાગે. આત્મા સિવાય બીજે ક્યાંય મીઠાશ લાગે નહિ. બીજે ક્યાંય રસ પડે નહિ. જગતના પદાર્થોનો રસ ફીકો લાગે, સંસારના રાગનો રસ ઊડી જાય. અહો ! જેના આટલા આટલા વખાણ થાય છે એ આત્મા અનંતાનંત ગુણોનો પુંજ પ્રભુ છે કોણ? એમ આશ્ચર્ય થાય, એની લગની લાગે, એની ધૂન ચડે એને આત્મા મળે જ, ન મળે એમ બને જ નહિ. જેટલું કારણ આપે એટલું કાર્ય આવે. કારણ આપ્યા વિના કાર્ય આવતું નથી. કારણની કચાશના લઈને કાર્ય આવતું નથી. આત્માના આનંદ સ્વરૂપની અંદરથી ખરેખરી લગની લાગે, તાલાવેલી લાગે, સ્વપ્નમાં પણ એનું એ જ રહે, તેને આત્મા પ્રાપ્ત થાય છે. -આત્મધર્મ અંક ૪૨૦, ઓકટોબર ૧૯૭૮, પૃષ્ઠ ૨૩ (૧૧૩) પ્રશ્ન- આત્માનું સ્વરૂપ જ્ઞાનમાં આવવા છતાં વીર્ય બહારમાં કેમ અટકતું હશે? ઉત્તર- જે વિશ્વાસ આવવો જોઈએ તે આવતો નથી, તેથી અટકે છે, જાણપણું તો અગિયાર અંગનું થઈ જાય પણ ભરોંસો આવવો જોઈએ તે આવતો નથી. ભરોંસે ભગવાન થઈ જાય પણ એ ભરોસો આવતો નથી તેથી ભટકયા-ભટક કરે છે. -આત્મધર્મ અંક ૪૩૧, સપ્ટેમ્બર ૧૯૭૯, પૃષ્ઠ ૧૫-૧૬ (૧૧૪) પ્રશ્ન:- તેમાં રુચિની ખામી છે કે ભાવભાસનમાં ભૂલ છે? ઉત્તર:- મૂળ તો સચિની જ ખામી છે. -આત્મધર્મ અંક ૪૩૧, સપ્ટેમ્બર ૧૯૭૯, પૃષ્ઠ ૧૬ (૧૧૫) પ્રશ્ન- અમે તત્ત્વનિર્ણય કરવાનો ઉદ્યમ તો કરીએ, પણ ત્યાં વચ્ચે પ્રતિકૂળતા આવી પડે તો? ઉત્તર- જેને તત્ત્વનિર્ણય કરવો છે તેને તત્ત્વનિર્ણયમાં પ્રતિકૂળતા કાંઈ છે જ નહિ. પ્રથમ તો સંયોગ આત્મામાં આવતો જ નથી, સંયોગ તો આત્માથી જુદો જ છે, માટે પ્રતિકૂળસંયોગ ખરેખર આત્મામાં છે જ નહિ. વળી બાહ્ય સંયોગ તો સાતમી નરકમાં અનંતો પ્રતિકૂળ છે, છતાં ત્યાં પણ અનાદિનો મિથ્યાદષ્ટિ જીવ તત્ત્વનિર્ણય કરીને સમ્યગ્દર્શન પામી જાય છે. માટે પ્રતિકૂળતા આત્માને નડતી નથી. જેને આત્માની જિજ્ઞાસા જાગી છે, સાચા દેવ-ગુરુ નિમિત્તપણે મળ્યા છે તેને Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #43 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૬: જ્ઞાનગોષ્ઠી તત્ત્વનિર્ણયની અનુકૂળતા જ છે. તેને કાંઈ પ્રતિકૂળતા છે જ નહિ. તત્ત્વનિર્ણય કરવા માટે સાચા દેવ-ગુરુ અનુકૂળ છે, ને અંતરમાં પોતાનો આત્મા અનુકૂળ છે. જેને સાચા દેવ-ગુરુ નિમિત્ત તરીકે મળ્યા ને અંતરમાં આત્માની રુચિ થઈ તેને બધું અનુકૂળ જ છે. તેને બીજી કોઈ પ્રતિકૂળતા નડતી જ નથી. -આત્મધર્મ અંક ૧૨૩, પોષ ૨૪૮૦, પૃષ્ઠ ૬૪ (૧૧૬) પ્રશ્નઃ- જે જીવ વસ્તુસ્વરૂપનો યથાર્થ નિશ્ચય નથી કરતો તેને શું થાય છે? ઉત્ત૨:- જે જીવ વસ્તુસ્વરૂપનો નિશ્ચય નથી કરતો તેનું ચિત્ત ‘વસ્તુસ્વરૂપ કઈ રીતે હશે!' એવા સંદેહથી સદાય ડામાડોળ-અસ્થિર રહ્યા કરે છે. વળી સ્વ૫૨ના ભિન્ન-ભિન્ન સ્વરૂપનો તેને નિશ્ચય નહિ હોવાથી ૫દ્રવ્યને ક૨વાની ઈચ્છાથી તેનું ચિત્ત સદાય આકુળ રહ્યા કરે છે, તેમજ પદ્રવ્યને ભોગવવાની બુદ્ધિથી તેમાં રાગ-દ્વેષ કરીને તેનું ચિત્ત સદાય કલુષિત રહ્યા કરે છે.-આ રીતે, વસ્તુસ્વરૂપના નિશ્ચય વગર જીવનું ચિત્ત સદાય ડામાડોળ અને લુષિત વર્તતું હોવાથી, તેને સ્વદ્રવ્યમાં સ્થિરતા થઈ શકતી નથી. જેનું ચિત્ત ડામાડોળ અને કલુષિતપણે પરદ્રવ્યમાં જ ભમતું હોય તેને સ્વદ્રવ્યમાં પ્રવૃત્તિરૂપ ચારિત્ર ક્યાંથી થાય?–ન જ થાય, માટે જેને પદાર્થના સ્વરૂપનો નિશ્ચય નથી તેને ચારિત્ર હોતું નથી. -આત્મધર્મ અંક ૧૯૪, માગશર ૨૪૮૫, પૃષ્ઠ ૫ (૧૧૭ ) પ્રશ્ન:- વસ્તુના સ્વરૂપનો નિશ્ચય કયા પ્રકારે કરવો ? ઉત્તર:- વસ્તુના સ્વરૂપનો નિશ્ચય આ પ્રમાણે કરવો કે-આ જગતમાં હું સ્વભાવથી જ્ઞાયક જ છું; અને મારાથી ભિન્ન આ જગતના જડ-ચેતન સમસ્ત પદાર્થો તે મારાં શૈયો જ છે. વિશ્વના પદાર્થો સાથે માત્ર જ્ઞેય જ્ઞાયક સંબંધથી વિશેષ કંઈ પણ સંબંધ મારે નથી. કોઈ પણ પદાર્થ મારો નથી, ને હું કોઈના કાર્યનો કર્તા નથી. દરેક પદાર્થ પોતાના સ્વભાવ સામર્થ્યથી જ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યસ્વરૂપે પરિણમી રહ્યો છે. તેની સાથે મારે કાંઈ જ સંબંધ નથી. જે જીવ આવો નિર્ણય કરે તે જ ૫૨ સાથેનો સંબંધ તોડીને નિજસ્વરૂપમાં ઉપયોગને જોડે, એટલે તેને જ સ્વરૂપમાં ચરણરૂપ ચારિત્ર થાય. આ રીતે ચારિત્ર માટે પહેલાં વસ્તુસ્વરૂપનો નિર્ણય કરવો જોઈએ. -આત્મધર્મ અંક ૧૯૪, માગશર ૨૪૮૬, પૃષ્ઠ ૫ ( ૧૧૮ ) આ વાત બેસે છે પણ અંદર જવાની હિંમત પ્રશ્ન:- ન્યાયથી અને તર્કથી તો કેમ ચાલતી નથી ? Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #44 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આત્માનુભૂતિઃ ૩૭ ઉત્તર:- એને પહોંચવા જોઈએ એટલો પુરુષાર્થ નથી એટલે બહારને બહાર ભટકયા કરે છે. અંદર જવાની રુચિ નથી તેથી ઉપયોગ અંદર જતો નથી. -આત્મધર્મ અંક ૪૩૧, સપ્ટેમ્બર ૧૯૭૯, પૃષ્ઠ ૧૬-૧૭ (૧૧૯). પ્રશ્ન- વર્તમાન કર્મબંધન છે, હીણીદશા છે, રાગાદિ ભાવો વર્તે છે, તો શુદ્ધ આત્માની અનુભૂતિ કેમ થઈ શકે ? ઉત્તર:- રાગાદિ ભાવો વર્તમાન વર્તતા હોવા છતાં તે બધા ભાવો ક્ષણિક છે, વિનાશક છે, અભૂતાર્થ છે, જૂઠા છે. તેથી તેનું લક્ષ છોડીને ત્રિકાળી ધ્રુવ શુદ્ધાત્માનું લક્ષ કરતાં આત્માની અનુભૂતિ થઈ શકે છે. રાગાદિ ભાવો એક સમયની સ્થિતિવાળા છે ને ભગવાન આત્મા કાયમ ટકનાર અબદ્ધસ્પષ્ટ સ્વરૂપ છે. તેથી એક સમયની ક્ષણીક પર્યાયનું લક્ષ છોડી ત્રિકાળી શુદ્ધાત્માનું લક્ષ કરતાં-દષ્ટિ કરતાં આત્માનુભૂતિ થઈ શકે છે. -આત્મધર્મ અંક ૪૨૦, ઓકટોબર ૧૯૭૮, પૃષ્ઠ ૨૨ (૧૨૦) પ્રશ્ન- જ્ઞાની સવિકલ્પ દ્વારા નિર્વિકલ્પ થાય છે અને સમ્યક સન્મુખ જીવ સવિકલ્પ દ્વારા નિર્વિકલ્પ થાય છે, તે બન્નેની વિધિનો પ્રકાર એક જ છે કે કાંઈ ફેર છે? ઉત્તર:- જ્ઞાની સવિકલ્પ દ્વારા નિર્વિકલ્પ થાય છે તેને આત્માનું લક્ષ તો થયુ છે. આત્મા લક્ષમાં છે અને તેમાં એકાગ્રતાનો વિશેષ પુરુષાર્થ કરતાં વિકલ્પ છૂટી નિર્વિકલ્પ થાય છે. સ્વસમ્મુખ જીવને તો હજુ આત્માનું લક્ષ થયું નથી. આત્મા લક્ષમાં આવ્યો નથી પણ જ્ઞાનમાં ઓથે-ઓથે (ધારણાથી) જામ્યો છે, પ્રત્યક્ષ થયો નથી. વિકલ્પથી આત્માનું લક્ષ ઓથે-ઓથે થયું છે તેને અંદર પુરુષાર્થ ઉગ્ર થતાં સવિકલ્પતા છૂટીને નિર્વિકલ્પતા થાય છે. (એ રીતે નિર્વિકલ્પ થવાની વિધિનો પ્રકાર એક હોવા છતાં જ્ઞાનીએ વેદનથી આત્મા જાણ્યો છે અને સ્વસમ્મુખવાળાએ ઓથેઓથે-આનંદના વેદન વિના –આત્માને જાણ્યો છે.) -આત્મધર્મ અંક ૪૧૪, એપ્રિલ ૧૯૭૮, પૃષ્ઠ ૨૪ (૧૨૧) પ્રશ્ન- વિકલ્પથી નિર્વિકલ્પ થવામાં સૂક્ષ્મ વિકલ્પ રોકે છે તેનું શું કરવું? ઉત્તર:- નિર્વિકલ્પ થવામાં વિકલ્પ રોકતો નથી પણ અંદર ઢળવાયોગ્ય પુરુષાર્થ કરતો નથી. વિકલ્પનો તોડવો નથી પડતો પણ સ્વરૂપમાં ઢળવાનો પુરુષાર્થ ઉગ્ર થતાં વિકલ્પ સહુજ તૂટી જાય છે. -આત્મધર્મ અંક ૪૧૪, એપ્રિલ ૧૯૭૩, પૃષ્ઠ ૨૪ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #45 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૮: જ્ઞાનગોષ્ઠી (૧૨૨). પ્રશ્ન- સમ્યક સન્મુખ જીવ તત્ત્વના વિચારમાં રાગને પોતાનો જાણે છે કે પુદ્ગલનો જાણે છે? ઉત્તર- સમ્યક સન્મુખ જીવ રાગ તે પોતાનો અપરાધ છે તેમ જાણે છે અને અંદર ઉતારવા માટે રાગ તે મારું સ્વરૂપ નથી, રાગ તે હું નથી તેમ જાણીને તેનું લક્ષ છોડી અંદરમાં ઉતરવાનો પ્રયત્ન કરે છે. -આત્મધર્મ અંક ૪૧૪, એપ્રિલ ૧૯૭૮, પૃષ્ઠ ૮૪ (૧૨૩). પ્રશ્ન:- દષ્ટિનું જોર ક્યાં દેવાથી સમ્યગ્દર્શન પ્રગટ થાય ? ઉત્તર- જ્ઞાયક નિષ્ક્રિય તળ ઉપર તું દષ્ટિ થાપ ને! પર્યાય ઉપર શું કામ જોર દે છો? આ મારી ક્ષયોપશમની પર્યાય વધી, આ મારી પર્યાય થઈ એમ પર્યાય ઉપર જોર શું કામ છે છો ? પર્યાયના પલટતાં અંશમાં ત્રિકાળી વસ્તુ થોડી આવી જાય છે? ત્રિકાળી ધ્રુવદળ જે નિત્યાનંદ પ્રભુ છે તેના ઉપર જોર દે ને! જ્ઞાનાનંદ સાગરના તરંગો ઊછળે તેના ઉપર જોર ન દે. તરંગોને જ જોતાં આનંદ સાગરના દળ ઉપર જોર દે ને! અનાદિથી ક્ષણિક પર્યાય ઉપર જોર દે છો તે છોડી દે ને ત્રિકાળી ધ્રુવ નિત્ય જ્ઞાયકદળ ઉપર જોર દે અને દષ્ટિને થાપ તો સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની નિર્મળ પર્યાય પ્રગટશે. -આત્મધર્મ અંક ૪૨૪, ફેબ્રુઆરી ૧૯૭૯, પૃષ્ઠ ૨૭ (૧૨૪) પ્રશ્ન- ધારણાજ્ઞાનથી આગળ વધાતું નથી તો કોના બળે આગળ વધાય છે? ઉત્તર- દ્રવ્યના બળે આગળ વધાય છે. જ્ઞાયકભાવ, ચૈતન્યભાવ, દ્રવ્યભાવ એના તરફ પહેલાં જોર જવું જોઈએ. –આત્મધર્મ અંક ૪૪૯, માર્ચ ૧૯૮૧, પૃષ્ઠ ૨૧ (૧૨૫) પ્રશ્ન:- સ્વાનુભવ મનજનિત છે કે અતીન્દ્રિય છે? ઉત્તર- સ્વાનુભવમાં ખરેખર મન કે ઇન્દ્રિયનું અવલંબન નથી. તેથી તે અતીન્દ્રિય છે; પણ સ્વાનુભવમાં મતિશ્રુતજ્ઞાન છે ને મતિશ્રુતજ્ઞાન મનના કે ઈન્દ્રિયના અવલંબન વગર હોતો નથી તે અપેક્ષાએ સ્વાનુભવમાં મનનું અવલંબન પણ ગયું છે. ખરેખર મનનું અવલંબન તૂટ્ય તેટલો સ્વાનુભવ છે; સ્વાનુભવમાં જ્ઞાન અતીન્દ્રિય છે. -આત્મધર્મ અંક ર૬૧, જુલાઈ ૧૯૬૫, પૃષ્ઠ ૨૮ (૧૨૬) પ્રશ્ન- નિર્વિકલ્પ અનુભૂતિમાં મનનો સંબંધ છૂટી ગયો છે એ વાત કેટલા ટકા સાચી ? Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #46 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આત્માનુભૂતિઃ ૩૯ ઉત્તર:- સો એ સો ટકા સાચી; ત્યાં નિર્વિકલ્પતારૂપ જે પરિણમન છે તેમાં તો મનનું અવલંબન જરા પણ નથી, તેમાં તો મનનો સંબંધ તદ્દન છૂટી ગયો છે; પણ તે વખતે અબુદ્ધિપૂર્વક જે રાગપરિણમન બાકી છે તેમાં મનનો સંબંધ છે. -આત્મધર્મ અંક ૨૬૨, ઓગષ્ટ ૧૯૬૫, પૃષ્ઠ ૨૧ (૧૨૭) પ્રશ્નઃ- અનુભવ દ્રવ્યનો છે કે પર્યાયનો ? ' ઉત્તરઃ- ‘ અનુભવ ’ માં એકલું દ્રવ્ય કે એકલી પર્યાય નથી, પણ સ્વસન્મુખ વળીને પર્યાય દ્રવ્ય સાથે તદ્રુપ થઈ છે, ને દ્રવ્ય-પર્યાય વચ્ચે ભેદ નથી રહ્યો,−આવી જે બંનેની અભેદઅનુભૂતિ-તે અનુભવ છે. દ્રવ્ય-પર્યાય વચ્ચે ભેદ રહે ત્યાં સુધી નિર્વિકલ્પ અનુભવ થાય નહીં. -આત્મધર્મ અંક ૨૬૨, ઓગષ્ટ ૧૯૬૫, પૃષ્ઠ ૨૩ (૧૨૮) પ્રશ્ન:- ત્રિકાળી દ્રવ્યના આશ્રયથી નિર્વિકલ્પ આનંદની અનુભૂતિ થાય ને તે જ સમયે હું આ આનંદને અનુભવું છું એવો ખ્યાલ આવે ? ઉત્ત૨:- નિર્વિકલ્પ અનુભૂતિ કાળે આનંદનું વેદન છે પણ વિકલ્પ નથી. વિકલ્પમાં આવે છે ત્યારે ખ્યાલમાં આવે કે આનંદનો અનુભવ થયો છે પણ આનંદના અનુભવકાળે આનંદ અનુભવું છું તેવો ભેદ નથી, વેદન છે. -આત્મધર્મ અંક ૪૪૬, ડીસેમ્બર ૧૯૮૦, પૃષ્ઠ ૨૮ (૧૨૯) પ્રશ્ન:- કેરીનો સ્વાદ આત્માને આવે છે તેમ આત્માના અનુભવનો સ્વાદ કેવો હોય ? ઉત્તર:- કેરી તો જડ છે, જડ કેરીનો સ્વાદ આત્માને આવતો નથી. કેરીના મીઠા રસનું જ્ઞાન થાય છે અને કેરી ઠીક છે એવી મમતાના રાગનો દુઃખરૂપ સ્વાદ આત્માને આવે છે. આત્માના અનુભવનો જે અતીન્દ્રિય આનંદ આવે છે તે આનંદ વચન અગોચર છે, અનુભવગમ્ય છે. -આત્મધર્મ અંક ૪૦૯, નવેમ્બર ૧૯૭૭, પૃષ્ઠ ૧૭ ( ૧૩૦ ) પ્રશ્ન:- ૫૨ની પર્યાયને પરદ્રવ્ય કહો પણ સ્વની નિર્મળ પર્યાયને પણ પરદ્રવ્ય કેમ કહો છો? ઉત્તર:- પરદ્રવ્યના લક્ષની જેમ નિર્મળ પર્યાયના લક્ષે પણ રાગ ઊઠતો હોવાથી એ પણ ખરેખર તે પરદ્રવ્ય છે દ્રવ્યથી સર્વથા ભિન્ન છે એમ જોર દીધા વિના દૃષ્ટિનું જોર દ્રવ્ય ઉપર જતું નથી, તેથી નિર્મળ પર્યાયને પણ પરદ્રવ્ય, પરભાવ ને હૈય કહી છે. પર્યાય ઉપર પ્રેમ છે તેનું લક્ષ પદ્રવ્ય ઉપર જાય છે, તેથી તેને પદ્રવ્યનો જ પ્રેમ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #47 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૦: જ્ઞાનગોષ્ઠી છે. પરમ સસ્વભાવ એવા દ્રવ્યસામાન્યની ઉપર લક્ષ જવું તે અલૌકિક વાત છે. -આત્મધર્મ અંક ૩૮૭, જાન્યુઆરી ૧૯૭૬, પૃષ્ઠ ર૬ (૧૩૧) પ્રશ્ન- આ આત્માનું સ્વરૂપ ખ્યાલમાં આવવા છતાં પ્રગટ કેમ નહીં થતું હોય? ઉત્તર:- એને યોગ્ય પુષાર્થ જોઈએ. અંદરમાં અપાર શક્તિ પડી છે તેનું માણભ્ય આવવું જોઈએ. વસ્તુ તો પ્રગટ છે જ, અપ્રગટ તો પર્યાયની અપેક્ષાએ કહેવાય છે. આમ તો વસ્તુ પ્રગટ જ છે, કાંઈ આડું ઢાંકણું નથી. પ્રથમ વસ્તુનું માહાભ્ય આવવું જોઈએ. ભાન થાય તો માહાભ્ય આવે એમ નહીં, કેટલાક એમ લઈ લ્ય છે; પણ પહેલા માહાભ્ય આવે તો મહાગ્ય આવતાં આવતાં ભાન થાય. -આત્મધર્મ અંક ૪૨૦, ઓકટોબર ૧૯૭૮, પૃષ્ઠ ૨૬ (૧૩૨). પ્રશ્ન- આત્માના જુદા જુદા ગુણો ખ્યાલમાં આવે છે પણ અભેદ ખ્યાલમાં કેમ નથી આવતો ? ઉત્તરઃ- પોતે ખ્યાલમાં લેતો નથી એટલે આવતો નથી. અભેદને ખ્યાલમાં લેવો એ તો છેલ્લામાં છેલ્લી સ્થિતિ છે. નિર્વિકલ્પ થાય ત્યારે અભેદ આત્મા ખ્યાલમાં આવે છે. -આત્મધર્મ અંક ૪૪૫, નવેમ્બર ૧૯૮૪, પૃષ્ઠ ૨૭ (૧૩૩) પ્રશ્ન:- એ ખ્યાલમાં લેવો કઠણ પડે છે? ઉત્તરઃ- ધી. રે.. વી... રે પ્રયત્ન કરવો, મૂંઝાવા જેવું નથી. અનુભવમાં આવી શકે એવો છે માટે ધી.. રે.. ધી.... રે પ્રયાસ કરવો, મૂંઝાવું નહિ, થઈ શકે એવું છે. આવા કાળે આવી ઊંચી વાત સાંભળવા મળી છે એ ઓછું છે! -આત્મધર્મ અંક ૪૪૫, નવેમ્બર ૧૯૮૪, પૃષ્ઠ ૨૭ (૧૩૪) પ્રશ્ન:- સમ્યગ્દર્શન થવા પહેલા કેવા પ્રકારના વિચારો ચાલતા હોય કે જેનો અભાવ થઈને સમ્યગ્દર્શન થાય? ઉત્તર- કેવા પ્રકારના વિચારો ચાલતા હોય તેનો કોઈ નિયમ નથી. તત્ત્વના કોઈ પણ પ્રકારના વિચારો ચાલતા હોય તેનો અભાવ થઈને સમ્યગ્દર્શન થાય છે. -આત્મધર્મ અંક ૪૨૯, જુલાઈ ૧૯૭૯, પૃષ્ઠ ૨૭ (૧૩પ ) પ્રશ્ન- પરિચય કોનો રાખવો જોઈએ? Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #48 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આત્માનુભૂતિઃ ૪૧ ઉત્તર- સસ્વરૂપ એવા આત્માનો પરિચય રાખજે. જેવો જેનો પરિચય એવી જ એની પરિણતિ થશે. રાગના રસીલા જગતના જીવોનો પરિચય કરીશ તો તારી પરિણતિ પડી જશે. જેને શરીર આદિનો પ્રેમ છે, જેને પુણ્યનો પ્રેમ છે, એવા લૌકિક જનોનો પરિચય કરીશ તો તારી પરિણતિ પડી જશે. લોકો માન સન્માન આપે એના પરિચયથી તું મરી જઈશ, સ્ત્રી-પુત્રાદિ કે વેપાર આદિના પરિચયથી તને નુકશાન થશે. તું આનંદનો નાથ પ્રભુ છો ! તારા નિવાસમાં-તારા પરિચયમાં રહે તો તને આનંદ ને સુખ થશે. જેમ જંગલમાં સિંહ નિર્ભય થઈને વિચરે છે તેને હરણ આદિનો ભય હોતો નથી, તેમ તું નિર્ભય થઈને તારા સ્વદેશમાં વિચર! -આત્મધર્મ અંક ૪૨૫, માર્ચ ૧૯૭૯, પૃષ્ઠ ૩ર-૩૩ (૧૩૬). પ્રશ્ન- આત્મ-અનુભવ થતાં પહેલા છેલ્લો વિકલ્પ કેવો હોય ? ઉત્તર- છેલ્લા વિકલ્પનો કોઈ નિયમ નથી. રાગથી ભિન્નતાપૂર્વક શુદ્ધાત્માની સન્મુખતાનો પ્રયત્ન કરતાં કરતાં ચૈતન્યની પ્રાપ્તિ થાય છે. જ્યાં ત્રિકાળી જ્ઞાયક પ્રભુ તરફ પરિણતિ ઢળી રહી હોય, જ્ઞાયકધારાની ઉગ્રતા ને તીક્ષ્ણતા હોય ત્યાં છેલ્લો ક્યો વિકલ્પ હોય એનો કોઈ નિયમ નથી. પર્યાયને અંદર ઊંડાણમાં ધ્રુવ પાતાળમાં લઈ જાય ત્યાં ભગવાન આત્માની પ્રાપ્તિરૂપ સમ્યગ્દર્શન થાય છે. -આત્મધર્મ અંક ૪૪૫, નવેમ્બર ૧૯૮૦, પૃષ્ઠ ૩૧ (૧૩૭) પ્રશ્ન- સ્વાનુભૂતિ કેમ કરવી? ઉત્તર:- રાગની વૃત્તિ પર તરફ જાય છે તેનું લક્ષ છોડીને સ્વસમ્મુખ વળે તો અનુભૂતિ થાય. -આત્મધર્મ અંક ૪૨૮, નવેમ્બર ૧૯૮૦, પૃષ્ઠ ૩૧ (૧૩૮) પ્રશ્ન:- વિષય-કપાયની સતત વિટંબણામાંથી છૂટવાનું સાધન શું? ઉત્તર:- વિષય-કષાયનો પ્રેમ છોડવો-રુચિ છોડવી, વિષય-કપાયના રાગથી ચૈતન્યનું ભેદજ્ઞાન કરવું તે વિષય-કષાયની સતત વિટંબણાથી છૂટવાનું સાધન છે. -આત્મધર્મ અંક ૪૨૮, જુન ૧૯૭૯, પૃષ્ઠ ૨૬ (૧૩૯) પ્રશ્ન:- આ તત્ત્વની ઝાંખી (સંસ્કાર) આવતા ભવમાં રહે એવો કાંઈ ઉપાય ખરો ? O, Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #49 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૨: જ્ઞાનગોષ્ઠી ઉત્તર:- આ તત્ત્વનો પાકો નિર્ણય કરે તો આવતા ભવમાં એ સંસ્કાર કામ આવે. -આત્મધર્મ અંક ૪૨૯, જુલાઈ ૧૯૭૯, ટાઈટલ પૃષ્ઠ 8 (૧૪૦) પ્રશ્ન:- વિકલ્પ વડે નિર્વિકલ્પ દશાની પ્રાપ્તિ કેમ નથી થતી ? ઉત્તર:- વિકલ્પ વડે નિર્વિકલ્પ-ચૈતન્યના અનુભવ તરફ જવાશે-એમ જે માને છે તે વિકલ્પને અને નિર્વિકલ્પતત્ત્વને બંનેને એક માને છે, તેને વિકલ્પનો જ અનુભવ રહેશે પણ વિકલ્પથી પાર એવા નિર્વિકલ્પ ચૈતન્યનો અનુભવ તેને નહિ થાય. વિકલ્પને સાધન માને તે વિકલ્પનું અવલંબન છોડીને આવો જાય નહિ, એટલે વિકલ્પથી પાર એવું ચૈતન્યતત્ત્વ તેના અનુભવમાં આવે નહિ. ભાઈ, ચૈતન્યતત્ત્વ અને વિકલ્પ-એ બંનેની જાત જ જુદી છે; ચૈતન્યમાંથી વિકલ્પની ઉત્પત્તિ નથી, અને વિકલ્પનો પ્રવેશ ચૈતન્યમાં થતો નથી. આમ અત્યંત ભિન્નતાને ઊંડથી વિચારીને તું ચૈતન્યની જ ભાવનામાં તત્પર રહે. ચૈતન્યમાં જેમ જેમ નીકટતા થતી જાય છે તેમ તેમ વિકલ્પો શમતા જાય છે. ચૈતન્યમાં લીન થતાં વિકલ્પો અલોપ થઈ જાય છે. આ રીતે ચૈતન્યમાં વિકલ્પ નથી, એવા ભિન્ન ચૈતન્યને તું તીવ્ર લગનીથી ચિંતવ. -આત્મધર્મ અંક ૨૫૫, જાન્યુઆરી ૧૯૬૫, પૃષ્ઠ ૧૭-૧૮ (૧૪૧) પ્રશ્ન- અનુભૂતિમાં ને જ્ઞાનમાં ફેર શું છે? ઉત્તરઃ- જ્ઞાનમાં તો આખો આત્મા જણાય છે અને અનુભૂતિમાં તો પર્યાયનું જ વેદન આવે છે દ્રવ્યનું વદન થતું નથી. -આત્મધર્મ અંક ૩૯૧, મે ૧૯૭૬, પૃષ્ઠ ૨૬ (૧૪૨) પ્રશ્ન- આત્મામાં અનંત ગુણો છે. તે ગુણભેદનું લક્ષ છોડવાથી નિર્વિકલ્પ થાય છે, તો તેમાં અનંત ગુણોનું જ્ઞાન ચાલ્યું જતું નથી? ઉત્તર:- આત્મામાં અનંત ગુણો છે તેનું જ્ઞાન કરીને તેના ભેદનું લક્ષ છોડતાં જ્ઞાન ચાલ્યું જતું નથી, ભેદનો વિકલ્પ છૂટી દષ્ટિ અભેદ થતાં નિર્વિકલ્પતામાં અનંત ગુણોનો સ્વાદ આપે છે-અનુભવ થાય છે. સમયસાર ગાથા ૭ ની ટીકામાં અનંત પર્યાયોને એક દ્રવ્ય પી ગયું છે એમ કહ્યું છે. ત્યાં “પર્યાય’ શબ્દથી સહવર્તી ગુણો કહ્યા છે. સમયસારની ૨૯૪મી ગાથાની ટીકામાં પણ સહવર્તી ગુણોને “પર્યાય' શબ્દથી કહ્યા છે. અનંત ગુણોને દ્રવ્ય પી ગયું છે એટલે અનંત ગુણમય અભેદરૂપ એક અખંડ આત્મા છે. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #50 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આત્માનુભૂતિઃ ૪૩ આત્મા શુદ્ધ ચૈતન્યમૂર્તિ અખંડ અભેદ એકરૂપ છે. એમાં આ અશુદ્ધ પર્યાયવાળો આત્મા ને આ શુદ્ધ પર્યાયવાળો આત્મા, એમ એકરૂપ આત્મામાં બે ભેદ પાડવા તે કુબુદ્ધિ છે; એકરૂપ જ્ઞાયકભાવમાં આ બહિરાત્મા અને આ અંતર-આત્મા એવા ભેદ કરે છે તે પર્યાયબુદ્ધિ છે. શુદ્ધ નિશ્ચયનયનો વિષય ત્રિકાળ શુદ્ધ એકરૂપ આત્મા પર્યાય વિનાનો છે; એમાં પર્યાયભેદ પાડવાનો વિકલ્પ કરે છે (-દષ્ટિ કરે છે) તે મિથ્યાષ્ટિ છે. -આત્મધર્મ અંક ૩૮૭, જાન્યુઆરી ૧૯૭૬, પૃષ્ઠ ૨૯ (૧૪૩) પ્રશ્ન- પર્યાયના ભેદ જાણવામાં તો આવે છે ને? ઉત્તર:- પર્યાયનું યથાયોગ્ય જ્ઞાન કરવું તે બરાબર છે, પણ શુદ્ધ અખંડ અભેદ આત્માને પર્યાયના ભેદરૂપ માને છે તેને કુબુદ્ધિ કહ્યો છે. (નિયમસાર કળશ ર૬૧) -આત્મધર્મ અંક ૩૮૭, જાન્યુઆરી ૧૯૭૬, પૃષ્ઠ ૨૫ (૧૪૪) પ્રશ્ન:- પર્યાયને દ્રવ્યથી કથંચિત્ ભિન્ન કહી છે ને? ઉત્તર:- આખા દ્રવ્યને પ્રમાણજ્ઞાનથી જોતાં પર્યાય કર્થચિત્ ભિન્ન છે ને કથંચિત્ અભિન્ન છે એમ કહેવાય પણ શુદ્ધનયના વિષયભૂત ત્રિકાળી ધ્રુવની અપેક્ષાથી જોતાં ખરેખર દ્રવ્યથી પર્યાય ભિન્ન જ છે. પર્યાયાર્થિકનયથી જોતાં પર્યાય દ્રવ્યથી અભિન્ન છે. પ્રયોજનની સિદ્ધિ માટે તો પર્યાયને ગૌણ કરી, અવિધમાન જ ગણી, ત્રિકાળી ધ્રુવ સ્વભાવને મુખ્ય કરી ભૂતાર્થનો આશ્રય કરાવ્યો છે. પ્રમત્તપર્યાય પરદ્રવ્યના નિમિત્તથી મલિન થાય છે એમ કહ્યું પણ અપ્રમત્તપર્યાયને પણ પરદ્રવ્યના સંયોગજનિત કહી દીધી છે. ઔદયિકાદિ ચાર ભાવને આવરણવાળા કહ્યા છે. કેવળજ્ઞાનની ક્ષાયિક પર્યાય પણ કર્મકૃત (પંચાસ્તિકાયમાં) કહી છે કારણ કે તેમાં કર્મના અભાવની અપેક્ષા આવે છે. ચાર ભાવો તે જ્ઞાયકસ્વભાવમાં નથી, કર્મની અપેક્ષા આવવાથી કર્મકૃત કહ્યાં છે. ભગવાને કહેલાં દ્રવ્ય-ગુણ-પર્યાયના સ્વરૂપનું પ્રતિપાદન કરવામાં સમર્થ એવો દ્રવ્યલિંગી મુનિ દ્રવ્ય-ગુણ-પર્યાય વગેરેમાં તો ચિત્તને જોડે છે, પણ નિત્યાનંદ પ્રભુ નિજ કારણપરમાત્મામાં ક્યારેય ચિત્તને જોડતો નથી તેથી તે અન્યવશ છે. પર એવા વિકલ્પોને વશ થતો હોવાથી અન્યવશ છે. દ્રવ્ય-ગુણ-પર્યાયના વિકલ્પમાં ચિત્તને જોડે છે તે ઝેરના પ્યાલા પીએ છે. નિત્યાનંદ નિજ કારણપરમાત્મામાં ચિત્તને જોડે છે તે અનાકુલ આનંદરસના પ્યાલા પીએ છે. -આત્મધર્મ અંક ૩૮૭, જાન્યુઆરી ૧૯૭૬, પૃષ્ઠ ૩૦ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #51 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૪: જ્ઞાનગોષ્ઠી (૧૪૫) પ્રશ્ન- અનાદિના અજ્ઞાની જીવને, સમ્યગ્દર્શન પામ્યા પહેલાં તો એકલો વિકલ્પ જ હોય ને? ઉત્તરનાએકલો વિકલ્પ નથી. સ્વભાવ તરફ ઢળી રહેલા જીવને વિકલ્પ હોવા છતાં તે જ વખતે આત્મસ્વભાવના મહિમાનું લક્ષ પણ કામ કરે છે, ને તે લક્ષના જોરે જ તે જીવ આત્મા તરફ આગળ વધે છે; કાંઈ વિકલ્પના જોરથી આગળ નથી વધાતું.. રાગ તરફનું જોર તૂટવા માંડયું ને સ્વભાવ તરફનું જોર વધવા માંડયું, ત્યાં (સવિકલ્પ દશા હોવા છતાં) એકલો રાગ જ કામ નથી અવલંબન વગરનો, સ્વભાવ તરફના જોરવાળો એમ ભાવ પણ ત્યાં કામ કરે છે, અને તેના જોરે આગળ વધતો વધતો, પુરુષાર્થનો કોઈ અપૂર્વ કડાકો કરીને નિર્વિકલ્પ આનંદના વેદન સહિત સમ્યગ્દર્શન પામી જાય છે. -આત્મધર્મ અંક ૨00, જેઠ ૨૪૭૬, પૃષ્ઠ ૨૪ (૧૪૬) પ્રશ્ન:- વિકાર થાય છે તે ચારિત્રગુણની પર્યાયની જ લાયકાત છે, તો પછી જ્યાં સુધી ચારિત્રગુણની પર્યાયમાં વિકાર થવાની લાયકાત હોય ત્યાં સુધી વિકાર થયા જ કરે, એમ થતાં વિકારને ટાળવાનું જીવને આધીન રહ્યું નહિ? ઉત્તર- એકેક સમયની સ્વતંત્ર લાયકાત છે એવો નિર્ણય કયા જ્ઞાનમાં કર્યો? ત્રિકાળીસ્વભાવ તરફ ઢળ્યા વગર જ્ઞાનમાં એકેક સમયની પર્યાયની સ્વતંત્રતાનો નિર્ણય થઈ શકે નહિ. અને જ્યાં જ્ઞાન ત્રિકાળીસ્વભાવમાં ઢળ્યું ત્યાં સ્વભાવની પ્રતીતિના જોરે પર્યાયમાંથી રાગ-દ્વેષ થવાની લાયકાત ક્ષણે ક્ષણે ઘટતી જ જાય છે. જેણે સ્વભાવનો નિર્ણય કર્યો તેની પર્યાયમાં લાંબો કાળ રાગ-દ્વેષ રહે એવી લાયકાત હોય જ નહિ, એવું જ સમ્યનિર્ણયનું જોર છે. -આત્મધર્મ અંક ૪૭, ભાદ્રપદ ૨૪૭૩, પૃષ્ઠ ૨૫૧ (૧૪૭) પ્રશ્ન- વર્તમાન પર્યાયમાં તો અધૂરું જ્ઞાન છે, તો તે અધૂરા જ્ઞાનમાં પૂરા જ્ઞાનસ્વભાવની ખબર શી રીતે પડે? ઉત્તર- જેમ આંખ દોઢ તસુની હોવા છતાં આખા શરીરને જાણી લે છે, તેમ પર્યાયમાં જ્ઞાનનો વિકાસ અલ્પ હોવા છતાં પણ જો તે જ્ઞાન સ્વસમ્મુખ થાય તો પૂર્ણ જ્ઞાનસ્વરૂપી આત્માને સ્વસંવેદનથી તે જાણે છે. કેવળજ્ઞાન થયા પહેલાં અધૂરા જ્ઞાનમાં પણ સ્વસંવેદન પ્રત્યક્ષથી પૂર્ણ જ્ઞાનસ્વરૂપી આત્માનો નિઃસંદેહ નિર્ણય થાય છે. જેમ જ્ઞાન બહારમાં સ્થૂળ પદાર્થોને જાણવામાં અટકી રહ્યું છે, તેમ જ્ઞાનને જો અંતર્મુખ કરો તો તે જ્ઞાન આત્માને જાણે છે, જેમ સાકરની નાની કટકી ઉપરથી આખી સાકરના Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #52 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આત્માનુભૂતિઃ ૪૫ સ્વાદનો નિર્ણય થઈ જાય છે. તેમ જ્ઞાનની અલ્પ પર્યાયને અંતર્મુખ કરતાં તેમાં પૂર્ણ જ્ઞાનસ્વભાવનો નિર્ણય થઈ જાય છે. કોઈ એમ કહે કે ‘અધૂરું જ્ઞાન પૂરા જ્ઞાનને જાણી શકે, પૂરું જ્ઞાન થાય ત્યારે જ પૂરા આત્માને જાણે ' –તો તેની વાત જૂઠી છે. જો અધૂરું જ્ઞાન પૂરા આત્માને ન જાણી શકે તો તો કદી સમ્યજ્ઞાન થાય જ નહિ. અધૂરું જ્ઞાન પણ સ્વસન્મુખ થઈને આખા આત્મસ્વભાવને જાણે છે, તથા પ્રતીત કરે છે; આવું જ્ઞાન અને પ્રતીતિ કરે ત્યારે જ સમ્યજ્ઞાન અને સમ્યગ્દર્શન થાય છે. -આત્મધર્મ અંક ૧૦૪, જેઠ ૨૪૭૮, પૃષ્ઠ ૧૬૫ (૧૪૮) પ્રશ્ન:- ચૈતન્યસ્વરૂપ આત્માનું જ ગ્રહણ કરવાનું કહ્યું, પરંતુ ‘હું ચૈતન્યસ્વરૂપ આત્મા છું' એમ લક્ષમાં લેવા જતાં પણ ભેદનો વિકલ્પ તો આવ્યા વગર રહેતો જ નથી ? તો પછી વિકલ્પરહિત આત્માનું ગ્રહણ કઈ રીતે કરવું? ઉત્ત૨:- પ્રથમ ભૂમિકામાં ગુણ-ગુણીભેદ વગેરેનો વિચાર આવશે ખરો, પણ આત્માના ચૈતન્ય લક્ષણથી તેને જુદા જાણીને અભેદ ચૈતન્ય તરફ ઢળજે. ભલે ભેદ વચ્ચે આવો, પણ મારા ચૈતન્યમાં તો ભેદ નથી. ‘ચૈતન્ય અવસ્થાનો હું કર્તા, ચૈતન્યમાંથી હું કરું, ચૈતન્યવડે કરું' ઈત્યાદિ છ કારક ભેદના વિચાર ભલે આવે પણ યથાર્થપણે છએ કા૨કોમાં ચૈતન્યવસ્તુ એક જ છે, તે ચૈતન્યમાં કોઈ ભેદ નથી. આમ, ચૈતન્યસ્વભાવની મુખ્યતા કરીને અને ભેદને ગૌણ કરીને સ્વરૂપસન્મુખ થઈને ભાવના કરતાં જ ચૈતન્યનું ગ્રહણ થાય છે, તે જ સમ્યગ્દર્શન છે, અને તે જ ઉપાયથી મોક્ષ થાય છે. -આત્મધર્મ અંક ૫૩, ફાગણ ૨૪૭૪, પૃષ્ઠ ૬૬ (૧૪૯) પ્રશ્ન:- આપ સત્ સમજવાનો અપાર મહિમા બતાવો છો. તેથી શું લાભ ? અમે તો વ્રતાદિ કરવામાં લાભ માનીએ છીએ. ઉત્ત૨:- સ્વભાવની રુચિ પૂર્વક જે જીવ સત્ સમજવાનો અભ્યાસ કરે છે તે જીવને ક્ષણેક્ષણે મિથ્યાત્વભાવ મંદ પડતો જાય છે. એક ક્ષણ પણ સમજવાનો પ્રયત્ન નિષ્ફળ જતો નથી. અજ્ઞાની જીવ વ્રતાદિમાં ધર્મ માનીને જે શુભભાવ કરે તેના કરતાં સત્ સમજવાના લક્ષે જે શુભભાવ થાય છે તે ઊંચી જાતનો છે. વ્રતાદિમાં ધર્મ માનીને જે શુભભાવ કરે છે તે જીવને તો અભિપ્રાયમાં મિથ્યાત્વ પોષાતું જાય છે અને સત્ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #53 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૬: જ્ઞાનગોષ્ઠી સમજવાના લક્ષે તો ક્ષણે ક્ષણે મિથ્યાત્વ તૂટતું જાય છે. અને જેને સત્ સમજમાં આવી જાય તેની તો વાત જ શું? -આત્મધર્મ અંક ૫૪, ચૈત્ર ૨૪૭૪, પૃષ્ઠ ૮૫-૮૬ (૧૫૦) પ્રશ્ન:- આ તત્ત્વનું સ્વરૂપ અનુમાનજ્ઞાનથી ખ્યાલમાં આવે છે પણ અનુભવથી ખ્યાલમાં નથી આવતું. ઉત્તર:- પ્રયોજનભૂત નવ તત્ત્વોનું સ્વરૂપ પહેલા અનુમાનજ્ઞાનથી ખ્યાલમાં આવે પછી અનુભવ થાય છે. પહેલા શુકન થાય પછી તેનું ફળ આવે છે ને! તેમ પહેલા અનુમાનજ્ઞાનથી ખ્યાલમાં વ્યે પછી અનુભવ થાય. -આત્મધર્મ અંક ૪૧૩, માર્ચ ૧૯૭૮, પૃષ્ઠ ૨૪ (૧૫૧) પ્રશ્ન:- નિર્મળ પર્યાયને તો અંતર્લીન કહી છે ને ? ઉત્ત૨:- એ તો સ્વ સન્મુખ વળી છે તેથી તે પર્યાય ને અંતર્લીન કહ્યું છે પણ તેથી કાંઈ પર્યાય ધ્રુવમાં ભળી જતી નથી. ધ્રુવના આશ્રયે દ્રવ્યદષ્ટિ પ્રગટ થઈ પછી ચારિત્રની શુદ્ધિ પણ પર્યાયના આશ્રયે થતી નથી. ત્રિકાળી અંતઃતત્ત્વ જે ધ્રુવ તળદળ છે તેના આશ્રયે જ ચારિત્રની શુદ્ધિ થાય છે. આ વસ્તુની સ્થિતિ છે, ભગવાનના વચનો છે, આ ઉપદેશ ભેદજ્ઞાનની પરાકાષ્ટાનો છે. પ્રભુ! નિર્મળ પર્યાય બહિર્તત્ત્વ છે, તે નિર્મળ પર્યાયના આશ્રયે ટકે નહિ, વધે નહિ, પણ અંતઃતત્ત્વ જે ધ્રુવતત્ત્વ છે તેના જ આશ્રયે પ્રગટે છે, ટકે છે ને વધે છે. દયા-દાન આદિના પરિણામ એ તો મલિન બહિર્તત્ત્વ છે અને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના પરિણામ તે નિર્મળ બહિર્તત્ત્વ છે. દ્રવ્યદૃષ્ટિ તો એક શુદ્ધ અંતઃતત્ત્વને જ અવલંબે છે. -આત્મધર્મ અંક ૪૨૪, ફેબ્રુઆરી ૧૯૭૯, પૃષ્ઠ ૩૨ (૧૫૨) પ્રશ્ન:- આત્મા પરોક્ષ છે તો કેમ જણાય ? ઉત્ત૨:- આત્મા પ્રત્યક્ષ જ છે. પર્યાય અંતર્મુખ થાય તો આત્મા પ્રત્યક્ષ છે તેમ જણાય છે. બહિર્મુખ પર્યાયવાળાને આત્મા પ્રત્યક્ષ લાગતો નથી-પ્રત્યક્ષ દેખાતો નથી પણ આત્મા પ્રત્યક્ષ જ છે, એની સન્મુખ ઢળીને દેખે તો જણાય છે. -આત્મધર્મ અંક ૪૨૩, જાન્યુઆરી ૧૯૭૯, પૃષ્ઠ ૨૮ (૧૫૩) પ્રશ્ન:- નિયમસાર શાસ્ત્રમાં કહે છે કે આત્મા નિરંતર સુલભ છે; તેનો શું અર્થ? Please inform us of any errors on Rajesh@Atma Dharma.com Page #54 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આત્માનુભૂતિઃ ૪૭ ઉત્તર:- નિયમસાર કળશ-૧૭૬માં કહે છે કે આત્મા નિરંતર સુલભ છે. અહાહા! આત્મા નિરંતર વર્તમાન સુલભ છે. વર્તમાન સુલભ છે એનું તાત્પર્ય એ છે કે આત્મા વર્તમાનમાં જ છે, તેનો વર્તમાનમાં આશ્રય લે ! ભૂતકાળમાં હતો અને ભવિષ્યમાં રહેશે એમ ત્રિકાળ લેતા તેમાં કાળની અપેક્ષા આવે છે. તેથી વર્તમાનમાં જ ત્રિકાળી પૂર્ણાનંદ નાથ પડયો છે, તેનો વર્તમાનમાં જ આશ્રય લે તેમ કહે છે. -આત્મધર્મ અંક ૪૩૩, નવેમ્બર ૧૯૭૯, પૃષ્ઠ ૨૮ (૧૫૪) પ્રશ્ન:- સ્વદ્રવ્ય આદરણીય છે તેમ તેની ભાવનારૂપ નિર્મળ પર્યાય આદરણીય કહેવાય ? ઉત્તર:- હા, રાગ હેય છે તેની અપેક્ષાએ નિર્મળ પર્યાયને આદરણીય કહેવાય અને દ્રવ્યની અપેક્ષાએ પર્યાય તે વ્યવહાર છે તે આશ્રય યોગ્ય ન હોવાથી હેય કહેવાય. ક્ષાયિક પર્યાય દ્રવ્યની અપેક્ષાએ હેય કહેવાય પણ રાગની અપેક્ષાએ ક્ષાયિકભાવને આદરણીય કહેવાય. -આત્મધર્મ અંક ૪૪૫, નવેમ્બર ૧૯૮૦, પૃષ્ઠ ૩ર નિરખત જિનચંદ્રવદન, સ્વપદ સુરુચિ આઈ; -ટેક પ્રગટી નિજ આન કી, પિછાન જ્ઞાન ભાન કી, કલા ઉધોત હોત કામ યામિની પલાઈ. ૧. શાશ્વત આનંદ સ્વાદ, પાયો વિનસૌ વિષાદ, આનમેં અનિષ્ટ-ઈષ્ટ કલ્પના નસાઈ. ૨. સાધી નિજ સાધકી, સમાધિ મોર વ્યાધિ કી, ઉપાધિકો વિરાધિ કૈ, અરાધના સુહાઈ. ૩. ધન દિન છિન આજ સુગુનિ, ચિતૈ જિનરાજ અર્બ, સુધરો સબ કાજ “દૌલ” અચલ સિદ્ધિ પાઈ. ૪. -આધ્યાત્મિક કવિવર પં. દૌલતરામ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #55 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૪) ભેદ-વિજ્ઞાન (૧૫૫) પ્રશ્ન- ઈબ્દોપદેશમાં આવે છે કે જીવ અને દેહને જુદા જાણવા તે બાર અંગનો સાર છે, એટલે શું? ઉત્તર- જીવ અને દેહને-પુદ્ગલને જુદા જાણે એટલે વિકાર પણ આત્માના સ્વભાવથી જુદો છે તેમ તેમાં આવી જાય છે. પુદ્ગલથી અને વિકારથી ભિન્ન આત્માનો સ્વભાવ જાણવો-અનુભવવો તે બાર અંગનો સાર છે. બાર અંગમાં આત્માની અનુભૂતિ કરવાનું કહ્યું છે. -આત્મધર્મ અંક ૪૦૯, નવેમ્બર ૧૯૭૭, પૃષ્ઠ ૧૮-૧૯ (૧૫૬) પ્રશ્ન- ભેદવિજ્ઞાન એટલે શું? ઉત્તર:- આત્મા ઉપયોગસ્વરૂપ છે, રાગાદિ પરભાવોથી તે ભિન્ન છે. એમ ઉપયોગને અને રાગાદિને સર્વપ્રકારે અત્યંત જુદા જાણીને રાગથી ભિન્નપણે અને ઉપયોગમાં એકતાપણે જ્ઞાન પરિણમે તે ભેદવિજ્ઞાન છે. -આત્મધર્મ અંક ૨૦૧, અષાડ ૨૪૮૬, પૃષ્ઠ ૧૨ (૧૫૭). પ્રશ્ન:- ભેદજ્ઞાની શું કરે છે? ઉત્તર- તે ધર્માત્મા પોતાના ભેદવિજ્ઞાનની શક્તિ વડે નિજ મહિનામાં લીન થાય છે; તેઓ રાગરૂપે જરા પણ નથી પરિણમતા, જ્ઞાનરૂપે જ રહે છે. -આત્મધર્મ અંક, અષાડ વદ ૨૪૮૬, પૃષ્ઠ ૧૨ (૧૫૮) પ્રશ્ન- જ્ઞાનીને શરીર જેમ ભિન્ન દેખાય છે તેમ રાગાદિ ભિન્ન દેખાય છે? ઉત્તર:- જ્ઞાનીને રાગાદિ શરીરની જેમ જ ભિન્ન દેખાય છે, અત્યંત ભિન્ન દેખાય છે. –આત્મધર્મ અંક ૩૯૧, મે ૧૯૭૬, પૃષ્ઠ ૨૭ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #56 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ભેદ-વિજ્ઞાનઃ ૪૯ (૧૫૯) પ્રશ્ન- શરીર તો આત્માથી જુદું કહ્યું, તે તો ઠીક, પણ રાગ આત્માથી જુદો, એ જરા કઠણ પડે તેવું છે! ઉત્તર:- ચૈતન્યમાં અંદર ગયો એટલે પુણ્ય-પાપ ભાવનો સાક્ષી થઈ ગયો તેથી તે ભાવે જાદા છે, કાળે જાદા છે, ક્ષેત્રે પણ જુદા છે. વસ્તુ જુદી જ છે. આત્મા તો એકલો જ્ઞાનઘન ચૈતન્યjજ છે. –આત્મધર્મ અંક ૪૨૧, નવેમ્બર ૧૯૭૮, પૃષ્ઠ ૨૪ (૧૬૦) પ્રશ્ન- સુખ-દુઃખની કલ્પના જીવને થતી દેખાય છે ને સમયસાર ગાથા-૭૭માં તેને પુદ્ગલદ્રવ્યના પરિણામ કેમ કહ્યા છે? ઉત્ત૨:- સુખ-દુ:ખ હર્ષ-શોક આદિ જીવની પર્યાયમાં થાય છે. પણ ત્યાં તો દ્રવ્યદૃષ્ટિ પ્રગટ થઈ છે એવા જ્ઞાની જીવની દૃષ્ટિ દ્રવ્ય ઉપર પડી છે એની દૃષ્ટિ આત્માના આનંદમાં છે એ જીવ સુખદુઃખની કલ્પનાને કેમ ભોગવે ? તેથી જ્ઞાનીના સુખદુ:ખના રાગ-પરિણામને પુગલના પરિણામ કહ્યાં છે અને એ સુખદુ:ખના પરિણામની આદિ મધ્ય ને અંતમાં અંતવ્યાપક થઈને પુદ્ગલદ્રવ્ય તેને ગ્રહણ કરે છે, ભગવાન આત્મા તેને ગ્રહણ કરતો કે ભોગવતો નથી. કેમ કે આત્માનું સ્વરૂપ જ્ઞાયક છે; કલ્પનાના સુખદુ:ખનું ભોગવવું તેનું સ્વરૂપ નથી. પર્યાયમાં સુખદુઃખની કલ્પના થાય છે પણ દ્રવ્યદષ્ટિવંત જ્ઞાની તેનો કર્તા-ભોક્તા થતો નથી. -આત્મધર્મ અંક ૪૪૬, ડિસેમ્બર ૧૯૮૦, પૃષ્ઠ ૩૦ (૧૬૧). પ્રશ્ન- ધર્માત્મા રાગરૂપે નથી પરિણમતા-એટલે શું? તેમને રાગ તો હોય છે. ઉત્તર:- રાગ હોવા છતાં “રાગ તે આત્મા છે' એવી બુદ્ધિ તે ધર્માત્માને થતી નથી, એટલે રાગ સાથે આત્માની એકતારૂપે તેઓ પરિણમતા નથી, પણ રાગથી જુદાપણે જ પરિણમે છે, માટે કહ્યું કે ધર્માત્મા રાગરૂપે જરાપણ પરિણમતા નથી. -આત્મધર્મ અંક ૨૦૧, અષાડ, પૃષ્ઠ ૧૨ (૧૬ર). પ્રશ્ન- ધર્માત્મા જ્ઞાનરૂપે જ રહે છે. એટલે શું? ઉત્તર- ભેદજ્ઞાની ધર્માત્મા સર્વ પ્રસંગે જાણે છે કે “જ્ઞાનસ્વભાવ જ હું છું” ગમે તેવી પ્રતિકુળતાથી ઘેરાઈ જાય તોપણ “હું જ્ઞાનસ્વભાવ જ છું” એવી શ્રદ્ધા તેમને છૂટતી નથી.-આ રીતે સર્વ પ્રસંગે પોતાને ચૈતન્યસ્વભાવપણે જ અનુભવતા હોવાથી ધર્માત્મા જ્ઞાનરૂપે જ રહે છે. -આત્મધર્મ અંક ૨૦૧, અષાડ ૨૪૮૬, પૃષ્ઠ ૧૨ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #57 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫): જ્ઞાનગોષ્ઠી (૧૬૩) પ્રશ્ન- ધર્માત્મા જ્ઞાનરૂપે જ રહે છે ને રાગરૂપે જરાપણ નથી થતાએ કોનું બળ છે? ઉત્તર:- એ ભેદ-વિજ્ઞાનનું જ બળ છે. ભેદ-વિજ્ઞાનની એવી તાકાત છે કે તે જ્ઞાનને જ્ઞાનરૂપે જ રાખે છે તેને જરાપણ વિપરીતતા પમાડતું નથી તેમજ તેમાં રાગાદિભાવોને જરાપણ પ્રવેશવા દેતું નથી. આ રીતે ભેદવિજ્ઞાનનું બળ જ્ઞાનને અને રાગને ભેળસેળ થવા દેતું નથી પણ જુદા જ રાખે છે, તેથી ભેદવિજ્ઞાની ધર્માત્મા જ્ઞાનરૂપે જ રહે છે ને રાગરૂપે જરા પણ થતા નથી. -આત્મધર્મ અંક ૨૦૧, અષાડ ૨૪૮૬, પૃષ્ઠ ૧૨ (૧૬૪) પ્રશ્ન- વિકારભાવોને આત્માથી અન્ય કેમ કહ્યા? જો કે તે આત્મામાં જ થાય છે. ઉત્તર:- આત્માની અવસ્થામાં જે રાગ-દ્વેષાદિ વિકારી ભાવો થાય છે તે કાંઈ રૂપી નથી તેમ જ તે અજીવમાં થતા નથી પણ આત્માની જ અવસ્થામાં થાય છે અને અરૂપી છે, છતાં અહીં દ્રવ્યદૃષ્ટિમાં તેને આત્માથી બીજી વસ્તુ કીધી છે; કેમકે આત્માના શુદ્ધસ્વભાવની અપેક્ષાએ તે વિકારભાવ ભિન્ન છે માટે તે અન્ય વસ્તુ છે. તે વિકારભાવો શુદ્ધ આત્માના આશ્રયે થતા નથી પણ જડના લક્ષે થાય છે. ધર્માત્માની દૃષ્ટિ આત્માના શુદ્ધ સ્વભાવ ઉપર છે અને તે સ્વભાવમાંથી વિકારભાવ આવતા નથી તેથી ધર્મી તેનો કર્તા થતો નથી, માટે તેને જડ-પુદ્ગલપરિણામ કહીને આત્માથી અન્ય વસ્તુ કહેવામાં આવી છે. પણ તે પરિણામ કાંઈ પુદ્ગલમાં થતાં નથી તેમ જ કર્મ પણ કરાવતું નથી. આત્માની પર્યાયમાં તે થાય છે, પણ અહીં તે પર્યાયબુદ્ધિ છોડાવીને શુદ્ધ દ્રવ્યની દષ્ટિ કરાવવા માટે તેને આત્માથી અન્ય કહ્યાં છે. ખરેખર અન્ય કોને કહેવાય?-કે જે શુદ્ધ આત્માની દષ્ટિ કરે તેને અજ્ઞાનીને તો વિકાર અને આત્મસ્વભાવની ભિન્નતાનું ભાન નથી, તે તો વિકાર અને આત્મસ્વભાવને એકમેક માનીને વિકારનો કર્તા થાય છે તેથી તેને વિકાર આત્માથી અન્ય ન રહ્યો. -આત્મધર્મ અંક ૧૦૭, ભાદ્રપદ ૨૪૭૮, પૃષ્ઠ ૨૨૧ (૧૫) પ્રશ્ન- આત્મામાં રાગ-દ્વેષ થતા હોવા છતાં તે રાગ-દ્વેષ હું નહિ-એમ તે ક્ષણે જ કેમ માન્યતા થાય ? રાગ-દ્વેષ વખતે જ રાગ-દ્વેષ રહિત જ્ઞાનસ્વભાવની શ્રદ્ધા કઈ રીતે થઈ શકે ? Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #58 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ભેદ-વિજ્ઞાન: ૫૧ ઉત્ત૨:- રાગ-દ્વેષ થતા દેખાય છે તે તો પર્યાયષ્ટિ છે, તે જ વખતે જો પર્યાયષ્ટિ ગૌણ કરીને સ્વભાવની દૃષ્ટિથી જુઓ તો આત્માનો સ્વભાવ રાગરહિત જ છે.-એની શ્રદ્ધા ને અનુભવ થાય છે. રાગ હોવા છતાં શુદ્ધ આત્મા તે રાગથી રહિત છે,-એમ જ્ઞાનવડે શુદ્ધ આત્મા જણાય છે. આત્મામાં એક જ ગુણ નથી પણ શ્રદ્ધાજ્ઞાન-ચારિત્ર વગેરે અનંત ગુણો છે; રાગ-દ્વેષ થાય તે ચારિત્રગુણનું વિકારી પરિણમન છે ને શુદ્ધાત્માને માનવો તે શ્રદ્ધાગુણનું નિર્મળ પરિણમન છે તથા શુદ્ધાત્માને જાણવો તે જ્ઞાનગુણનું નિર્મળ પરિણમન છે. એ રીતે દરેક ગુણનું પરિણમન ભિન્ન ભિન્ન કાર્ય કરે છે. ચારિત્રના પરિણમનમાં વિકારદશા હોવા છતાં, શ્રદ્ધા-જ્ઞાન તેમાં ન વળતાં ત્રિકાળી શુદ્ધ સ્વભાવમાં વળ્યા, શ્રદ્ધાની પર્યાય વિકારરહિત આખા શુદ્ધ આત્મામાં વળીને તેને માન્યો છે અને જ્ઞાનની પર્યાય પણ ચારિત્રના વિકારનો નકાર કરીને સ્વભાવમાં વળી છે એટલે તેણે પણ વિકારરહિત શુદ્ધ આત્માને જાણ્યો છે. આ રીતે, ચારિત્રની પર્યાયમાં રાગ-દ્વેષ હોવા છતાં શ્રદ્ધાજ્ઞાન સ્વ તરફ વળતાં શુદ્ધ આત્માની શ્રદ્ધા તથા જ્ઞાન થાય છે. રાગ વખતે જો રાગરહિત શુદ્ધ આત્માનું ભાન થઈ શકતું ન હોય તો કોઈ જીવને ચોથું-પાંચમું-છઠ્ઠું વગેરે ગુણસ્થાન કે સાધકદશા જ પ્રગટી શકે નહિ અને સાધક ભાવ વગ૨ મોક્ષનો પણ અભાવ ઠરે. -આત્મધર્મ અંક ૨૪૮, જેઠ ૨૪૯૦, પૃષ્ઠ ૧૦ (૧૬૬) પ્રશ્ન:- પ૨ને અને આત્માને સંબંધ નથી,-એ સમજવાનું પ્રયોજન શું? ઉત્ત૨:- ૫૨ સાથે સંબંધ નથી એટલે ૫૨ લક્ષે જે વિકાર થાય તે મારું સ્વરૂપ નથી એમ ૫૨ સાથેનો સંબંધ તોડીને તેમજ પોતાની પર્યાયનું લક્ષ પણ છોડીને અભેદ સ્વભાવની દૃષ્ટિ કરવી તે જ આત્માનું પ્રયોજન છે. -આત્મધર્મ અંક ૪૭, ભાદ્રપદ ૨૪૭૩, પૃષ્ઠ ૨૪૦ (૧૬૭) પ્રશ્ન:- રાગને જીવનો કહેવો કે પુદ્દગલનો ? ઉત્ત૨:- રાગ પોતાની પર્યાયમાં જ થાય છે, પોતે જ કરે છે તેથી પર્યાયદષ્ટિથી રાગ જીવનો છે. દ્રવ્યદૃષ્ટિથી દ્રવ્યસ્વભાવમાં રાગ છે જ નહિ તેથી રાગ જીવનો નથી પણ પુદ્દગલના લક્ષે થતો હોવાથી પુદ્દગલનો છે. -આત્મધર્મ અંક ૪૦૧, માર્ચ ૧૯૭૭, પૃષ્ઠ ૨૧ (૧૬૮ ) પ્રશ્ન:- એક ખીલે બાંધોને ? ઉત્ત૨:- જે અપેક્ષાથી કહેવાય છે તે અપેક્ષાએ ખીલો પાકો જ છે. રાગને Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #59 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પર: જ્ઞાનગોષ્ઠી સર્વથા પરનો જ માને તો જીવ સ્વછંદી થઈ જશે અને રાગને સર્વથા પોતાનો જ સ્વભાવ છે તેમ માનશે તો રાગ નીકળી શકશે નહિ. માટે પહેલા રાગ પોતાના અપરાધથી પોતે જ કરે છે. કર્મ રાગ કરાવતું નથી એ રીતે નિર્ણય કરીને, પછી સ્વભાવ દષ્ટિ કરાવવા, રાગ મારું સ્વરૂપ નથી, ઉપાધિભાવ છે માટે કર્મજન્ય કહીને રાગનું લક્ષ છોડાવીને સ્વભાવનું લક્ષ કરાવ્યું છે. -આત્મધર્મ અંક ૪૦૧, માર્ચ ૧૯૭૭, પૃષ્ઠ ૨૧ (૧૬૯) પ્રશ્ન:- સમયસાર ગાથા ૬માં સમસ્ત અન્યદ્રવ્યના ભાવોથી ભિન્નપણે ઉપાસવામાં આવતો “શુદ્ધ” કહેવાય છે તેમ કહ્યું પણ વિકારથી ભિન્ન ઉપાસવાનું કેમ ન કહ્યું? ઉત્તરઃ- અન્યદ્રવ્યના ભાવોથી ભિન્ન ઉપાસતા વિકાર અને પર્યાય ઉપરનું પણ લક્ષ છૂટીને સ્વદ્રવ્ય ઉપર લક્ષ જાય છે. –આત્મધર્મ અંક ૪૪૦, જૂન ૧૯૮0, પૃષ્ઠ ૨૯ (૧૭૦) પ્રશ્ન:- આત્મા પ્રમત-અપ્રમતપણે થતો નથી એટલે શું? ઉત્તર- આત્મા શુભ-અશુભરૂપે થતો નથી. જો શુભ-અશુભરૂપે થાય તો પ્રમત્ત-અપ્રમતરૂપે થાય પણ શુદ્ધાત્મા શુભાશુભરૂપે પરિણમતો નથી તેથી પ્રમત્તઅપ્રમત્તરૂપે પણ થતો નથી. અપ્રમત્ત સાતમે ગુણસ્થાનેથી તેરમે સુધી છે તે પર્યાયરૂપે આત્મા થતો નથી. આત્મા એકરૂપ જ્ઞાયકભાવ સ્વરૂપ છે. શુભાશુભરૂપે થતો નથી તેથી પ્રમત્તરૂપ થતો નથી અને પ્રમત્તપણે થતો હોય, તો તેનો અભાવ કરીને અપ્રમત્તપણે થાય પણ પ્રમત્તરૂપે થતો નથી તેથી પ્રમત્ત કે અપ્રમત્તના પર્યાયના ભેદરૂપે આત્મા થતો નથી. એકરૂપ જ્ઞાયકભાવ સ્વરૂપ જ છે. -આત્મધર્મ અંક ૪૪૦, જૂન ૧૯૮૦, પૃષ્ઠ ૨૯ (૧૭૧). પ્રશ્ન- રાગ-દ્વેષને જીવની પર્યાય કહી છે અને વળી તેને નિશ્ચયથી પુદ્ગલના પરિણામ કહ્યા છે તો અમારે નક્કી શું કરવું? ઉત્તર- રાગ-દ્વેષ છે તો જીવના પરિણામે, પણ એ પુદ્ગલના લક્ષે થતાં હોવાથી અને જીવનો સ્વભાવભાવ ન હોવાથી સ્વભાવની દષ્ટિ કરાવવા પુદ્ગલના લક્ષ થતાં હોવાથી રાગ-દ્વેષને પુદ્ગલના કહ્યાં છે. કેમ કે નિમિત્તને આધીન થઈને થતાં ભાવને નિમિત્તના-પુદ્ગલના ભાવ છે તેમ કહેવામાં આવે છે. -આત્મધર્મ અંક ૪૨૮, જૂન ૧૯૭૯, પૃષ્ઠ ૨૪ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #60 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ભેદ-વિજ્ઞાનઃ ૫૩ (૧૭૨) પ્રશ્ન- પ્રથમ ભૂમિકામાં જિજ્ઞાસુએ રાગ-દ્વેષના ભાવને પોતાના માનવા કે પુદ્ગલના ભાવ છે તેમ શ્રદ્ધા કરવી ? ઉત્તર:- જિજ્ઞાસુએ રાગાદિ ભાવો પોતામાં પોતાના અપરાધથી થાય છે તેમ જ્ઞાન કરીને, શ્રદ્ધામાં કાઢી નાખવા કે એ પરિણામ મારા સ્વભાવમાં નથી. -આત્મધર્મ અંક ૪૨૧, જૂન ૧૯૭૯, પૃષ્ઠ ૨૪ (૧૭૩) પ્રશ્ન- રાગ આત્માનો છે કે પુદ્ગલકર્મનો? ઉત્તર:- વસ્તુની સિદ્ધિ કરવી હોય ત્યારે રાગ વ્યાપ્ય છે અને આત્મા વ્યાપક છે એટલે કે રાગ આત્માનો છે તેમ કહેવાય અને જ્યારે દષ્ટિ શુદ્ધ ચૈતન્યની થઈ, સમ્યગ્દર્શન થયું ત્યારે નિર્મળ પર્યાય વ્યાપ્ય અને આત્મા વ્યાપક છે. સમ્યગ્દષ્ટિને જે રાગ છે તે વ્યાપ્ય અને કર્મ તેનું વ્યાપક છે એટલે કે સમ્યગ્દષ્ટિનો રાગ તે પુદ્ગલ કર્મનો કહેવાય. કેમ કે જ્ઞાની દૃષ્ટિથી રાગથી ભિન્ન પડી ગયો છે, તેથી તેના રાગમાં કર્મ વ્યાપે છે તેમ કહેવાય. -આત્મધર્મ અંક ૪૩૩, નવેમ્બર ૧૯૭૯, પૃષ્ઠ ૨૮ (૧૭૪) પ્રશ્ન:- જ્ઞાની દ્રવ્યદૃષ્ટિના જોરથી રાગને પુદ્ગલનો માને પણ જિજ્ઞાસુ રાગને પુદ્ગલનો માને તે બરાબર છે? ઉત્તર- જિજ્ઞાસુ પણ વસ્તુસ્વરૂપના ચિંતવન આદિમાં માને કે રાગ તે આત્માનો નથી, રાગ તે ઉપાધિભાવ છે, પર આશ્રયે ઉત્પન્ન થતો હોવાથી મારો નથી પુદ્ગલનો છે એમ માને. -આત્મધર્મ અંક ૪૪૯, માર્ચ ૧૯૮૧, પૃષ્ઠ ૨૦ (૧૭૫) પ્રશ્ન- રાગ તે પુદ્ગલ પરિણામ.... પુદ્ગલ પરિણામ એમ કરીને રાગનો ડર રહે નહિ તો ? ઉત્તર:- એમ હોય નહિ, રાગની રુચિ હોય નહિ, રાગની રુચિ છોડવા માટે રાગ તે પુદ્ગલ પરિણામ છે તેમ જાણે. શાસ્ત્રમાં સ્વછંદતા કરવા કોઈ વાત કરી નથી, વીતરાગતા કરવા કહ્યું છે. -આત્મધર્મ અંક ૪૪૯, માર્ચ ૧૯૮૧, પૃષ્ઠ ૨૦ (૧૭૬) પ્રશ્ન- ભગવાનની ભક્તિ આદિનો શુભરાગ જ્ઞાનીને થાય છે તે રાગમાં પુદ્ગલ વ્યાપે છે તેમ કહ્યું છે તે બેસતું નથી ! Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #61 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૪: જ્ઞાનગોષ્ઠી ઉત્તર- રાગ છે તો જીવના પરિણામ પણ પરના લક્ષે થાય છે, જીવનો સ્વભાવ નથી, ઉપાધિ ભાવ હોવાથી કાઢી નાખવા માટે તેને પુદ્ગલકર્મનો કહ્યો છે. –આત્મધર્મ અંક ૪૪૯, માર્ચ ૧૯૮૧, પૃષ્ઠ ૨૦-૨૧ (૧૭૭) પ્રશ્ન- રાગ આત્માનો નથી તો શું રાગ જડમાં થાય છે? ઉત્તર- રાગ તે જીવનું સ્વાભાવિક પરિણામ ન હોવાથી શુભાશુભ રાગને જડ અને અચેતન કહ્યો છે. રાગ તે આત્માનું સ્વરૂપ જ નથી. ચૈતન્યપુંજ રાગરૂપે થયો જ નથી. આત્માના ભાન વિના અનંતવાર નવમી ગ્રેવક ગયો પણ સમ્યગ્દર્શન વિના લેશ પણ સુખ પામ્યો નથી. અલિંગગ્રહણના બોલમાં પણ યતિની ક્રિયા-પંચ મહાવ્રત આદિનો આત્મામાં અભાવ કહ્યો છે. સમયસાર ગાથા ૧૮૧ થી ૧૮૩ માં પણ કહ્યું કે જાણ નક્રિયારૂપ આત્મા અને ક્રોધિત ક્રિયારૂપ આસ્રવો અત્યંત ભિન્ન છે, તેના પ્રદેશો ભિન્ન હોવાથી બે વસ્તુની સત્તા જ જાદી છે તેમ કહ્યું છે. વાત એ છે કે આસ્રવ ઉપરથી દષ્ટિ ઉઠાવી લે અને દ્રવ્ય ઉપર દૃષ્ટિ દે. જ્યાં તારી વસ્તુ નથી, ત્યાંથી દષ્ટિને ઉઠાવી લે ને તારી વસ્તુ ઉપર દષ્ટિ મૂક તો તને સુખ અને શાંતિ થશે. -આત્મધર્મ અંક ૩૯૯, જાન્યુઆરી ૧૯૭૭, પૃષ્ઠ ૨૦-૨૧ (૧૭૮). પ્રશ્નઃ- શું રાગ આત્માથી જુદો છે અને શું તે નિષેધ કરવા યોગ્ય છે? ઉત્તર:- હા, રાગ આત્માથી જાદો છે. રાગમાં જ્ઞાનગુણ નથી; જેમાં જ્ઞાનગુણ ન હોય તેને આત્મા કેમ કહેવાય ? માટે રાગ તે આત્મા નથી. આત્માની શક્તિના નિર્મળ પરિણામથી રાગના પરિણામ જુદા છે. આત્માથી જુદા કહો કે નિષેધવાયોગ્ય કહો; મોક્ષાર્થીને જેમ પરાશ્રિત રાગનો નિષેધ છે તેમ પરાશ્રિત એવા સઘળાય વ્યવહારનો પણ નિષેધ જ છે. રાગ અને વ્યવહાર બંને એક જ કક્ષામાં છે, બંને પરાશ્રિત હોવાથી નિષેધયોગ્ય છે; ને તેનાથી વિભક્ત ચૈતન્યનો એકત્વસ્વભાવ તે જ પરમ આદરણીય છે. -આત્મધર્મ અંક ૨૫૮, એપ્રિલ ૧૯૬૫, પૃષ્ઠ ૯ (૧૭૯) પ્રશ્ન- “જ્ઞાનમાં રાગ નથી ? એક કહ્યું, તો જીવને જ્યાં સુધી રાગ હોય ત્યાં સુધી તે જ્ઞાની નથી-એમ થયું? ઉત્તર:- ભાઈ, જે રાગ છે તે જ્ઞાનીને પોતાના જ્ઞાનભાવથી એકમેક નથી ભાસતો પણ જુદો જ ભાસે છે, એટલે “જ્ઞાની” ખરેખર રાગમાં નથી પણ જ્ઞાનભાવમાં જ છે.-આ વાત બરાબર સમજાય તો તને ખબર પડે કે જ્ઞાની શું કરે છે? રાગ વખતે Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #62 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ભેદ-વિજ્ઞાન: પપ જ્ઞાની રાગ કરે છે કે જ્ઞાન કરે છે તેની ખબર અજ્ઞાનીને નહિ પડે, કેમકે તેને પોતાને રાગ અને જ્ઞાનની ભિન્નતાનું ભાન નથી. સમકિતીને રાગ થતો હોવા છતાં તે જ વખતે જ્ઞાનમાં એકતારૂપે પરિણમન હોવાથી, ને રાગમાં એકતારૂપે નહિ પરિણમતા હોવાથી, તે જ્ઞાની જ છે. –આત્મધર્મ અંક ૧૯૩, કાર્તિક ૨૪૮૬, પૃષ્ઠ 6 (૧૮૦). પ્રશ્ન- વર્તમાનમાં રાગ હોવા છતાં રાગરહિત સ્વભાવની શ્રદ્ધા કેમ થાય ? જ્યાં સુધી પર્યાયમાં રાગ વિદ્યમાન છે ત્યાં સુધી રાગરહિત સ્વભાવની શ્રદ્ધા કેમ થઈ શકે ? પહેલાં રાગ ટળી જાય ત્યાર પછી રાગરહિત સ્વભાવની શ્રદ્ધા થાય. ઉત્તર:- એ રીતે જે જીવ રાગને જ પોતાનું સ્વરૂપ માનીને સમ્યકશ્રદ્ધા પણ કરતો નથી તેને આચાર્ય ભગવાન કહે છે કે હે જીવ! તું પર્યાયદષ્ટિથી રાગને તારું સ્વરૂપ માની રહ્યો છે. પણ પર્યાયમાં રાગ હોવા છતાં તું પર્યાયદષ્ટિ છોડીને સ્વભાવદષ્ટિથી જ તો તારા રાગરહિત સ્વરૂપનો તને અનુભવ થાય. જે વખતે ક્ષણિક પર્યાયમાં રાગ છે તે વખતે જ રાગરહિત ત્રિકાળી સ્વભાવ છે, માટે પર્યાયદષ્ટિ છોડીને તારા રાગરહિત સ્વભાવની તું પ્રતીતિ સખજે; એ પ્રતીતિના જોરે રાગ અલ્પકાળે ટળી જશે, પણ એ પ્રતીતિ વગર રાગ કદી ટળવાનો નથી. પહેલા રાગ ટળી જાય તો હું રાગરહિત સ્વભાવની શ્રદ્ધા કરું'—એમ નહિ પણ આચાર્યદેવ કહે છે કે પહેલાં તું રાગરહિત સ્વભાવની શ્રદ્ધા કરે તો તે સ્વભાવની એકાગ્રતા વડે રાગ ટળે. “રાગ ટળે તો શ્રદ્ધા કરું-એટલે કે પર્યાય સુધરે તો દ્રવ્યને માનું’ એવી જેની માન્યતા છે તે જીવ પર્યાયષ્ટિ છે-પર્યાય મૂઢ છે, તેને સ્વભાવ દષ્ટિ નથી; અને તે મોક્ષમાર્ગ ના ક્રમને જાણતો નથી, કેમ કે તે સમ્યકુશ્રદ્ધા પહેલાં સમ્યફચારિત્ર ઈચ્છે છે. પણ જો પર્યાયદષ્ટિ જ રાખીને પોતાને રાગવાળો માની લ્ય તો રાગ ટળે કઈ રીતે? સમ્યગ્દષ્ટિ જીવો અભિપ્રાય અપેક્ષાએ વીતરાગ છે. અને તે જ અભિપ્રાય પૂર્વકના વિશેષ પરિણમનથી ચારિત્ર અપેક્ષાએ વીતરાગતા પ્રગટે છે. પહેલાં અભિપ્રાય અપેક્ષાએ વીતરાગતા પ્રગટ્યા વગર કોઈ જીવને ચારિત્ર અપેક્ષાએ વીતરાગતા પ્રગટે નહિ. એટલે કે સમ્યગ્દર્શન વગર કદી પણ સમ્યક્રચારિત્ર પ્રગટે નહિ. એમ જે માને છે તે જીવે આત્માના શ્રદ્ધા-ગુણને અને ચારિત્રગુણને સ્વીકાર્યા નથી એટલે ખરેખર તેણે આત્માને જ સ્વીકાયો નથી; તેની દીર રાગ ઉપર છે પણ આત્મ સ્વભાવ ઉપર નથી. -આત્મધર્મ અંક ૫૪, ચૈત્ર ૨૪૭૪, પૃષ્ઠ ૮૩-૮૪ (૧૮૧) પ્રશ્ન- જ્ઞાનમાં રાગ જણાય છે, છતાં જ્ઞાનમાં રાગ એકમેક હોય તેવું કેમ લાગે છે? Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #63 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ૬: જ્ઞાનગોષ્ઠી ઉત્તર:- ભેદજ્ઞાનના અભાવથી અજ્ઞાની રાગ અને જ્ઞાનની અતિ નિકટતા દેખી એકમેક હોય તેવું માને છે પણ રાગ અને જ્ઞાન એકમેક છે નહિ. -આત્મધર્મ અંક ૪૦૫, જુલાઈ ૧૯૭૭, પૃષ્ઠ ૨૩ (૧૮૨). પ્રશ્ન:- સમયસાર સંવર અધિકારની પ્રારંભિક ગાથા ૧૮૧ ની ટીકામાં કહ્યું છે કે ખરેખર એક વસ્તુ બીજી વસ્તુની નથી તેમાં એ પણ કથન કર્યું છે કે જીવ અને રાગના પ્રદેશ ભિન્ન ભિન્ન છે. કૃપા કરી સ્પષ્ટીકરણ કરશો? ઉત્તર- ખરેખર એક વસ્તુ બીજી વસ્તુની નથી તેથી બન્નેનો પ્રદેશ ભિન્ન છે. આત્મવસ્તુથી શરીરાદિ પરદ્રવ્યો તો ભિન્ન છે જ પણ અહીં તો મિથ્યાત્વ રાગદ્વેષના જે પરિણામ છે તે નિર્મળાનંદપ્રભુ એવા આત્માથી ભિન્ન સ્વરૂપે છે. તેથી પુણ્ય-પાપ ભાવ તે આત્માથી ભાવે ભિન્ન છે, ભાવે ભિન્ન હોવાથી તેના પ્રદેશ પણ ભિન્ન છે. અસંખ્ય પ્રદેશી આત્મા છે તેનાથી આમ્રવના પ્રદેશ ભિન્ન છે, એ છે તો જીવના અસંખ્ય પ્રદેશમાં જ, પણ નિર્મળાનંદપ્રભુ અસંખ્ય પ્રદેશી ધ્રુવ છે તેનાથી આગ્નવભાવના પ્રદેશ ભિન્ન છે. આત્મા અને આસ્રવની ભાવે ભિન્નતા છે તેથી તેના પ્રદેશને ભિન્ન કહ્યા છે અને આત્માના આશ્રયે પ્રગટેલી નિર્મળપર્યાય છે તેને પણ આસ્રવ વસ્તુથી ભિન્ન કહી છે. ભાવે ભિન્ન હોવાથી તેના પ્રદેશને પણ ભિન્ન કહીને વસ્તુ જ ભિન્ન છે તેમ કહ્યું. -આત્મધર્મ અંક ૪૩૦, ઓગષ્ટ ૧૯૭૯, પૃષ્ઠ ૨૪-૨૫ (૧૮૩) પ્રશ્ન:- ક્રોધાદિ ભાવો આત્માથી ભિન્ન વસ્તુ છે; એક અહીં ક્રોધાદિ ભાવોને પણ ‘વસ્તુ’ કમ કીધી ? ઉત્તર:- “ક્રોધાદિ ભાવોને વસ્તુ એમ કીધી ? કે તે ક્રોધાદિ અવસ્થામાં વીતરાગી અવસ્થાની નાસ્તિ છે, તે એક અવસ્થામાં બીજી અનંત અવસ્થાની નાસ્તિ છે, ને તે અવસ્થાની પોતાપણે અસ્તિ છે, એવો તેનો અસ્તિનાસ્તિ સ્વભાવ છે; તેથી તે પણ વસ્તુ છે. તે ત્રિકાળી દ્રવ્યરૂપ વસ્તુ નથી પણ ક્ષણિક પર્યાયરૂપ વસ્તુ છે. વિકાર વિકારપણે છે ને સ્વભાવપણે નથી, પૂર્વની કે પછીની અવસ્થાપણે નથી, જડ કર્મપણે નથી; એટલે પોતાના સ્વરૂપે તે વિકારની અતિ અને બીજા અનંત પદાર્થો પણે નાસ્તિ એવા અનંત ધર્મ તેનામાં સિદ્ધ થયા. એક દ્રવ્યના અનંત ગુણો, અને તે એકેક ગુણોની અનંત પર્યાયો, તે એકેક પર્યાયમાં અનંત અવિભાગ પ્રતિષ્ઠદો, અને એકેક અવિભાગપ્રતિચ્છેદ અંશમાં બીજા અનંત અવિભાગ અંશની નાસ્તિ છે એટલે એકેક અવિભાગ પ્રતિચ્છેદ અંશમાં અનંત અસ્તિ-નાસ્તિ ધર્મ છે. -આત્મધર્મ ખાસ અંક દ્વિતીય અષાડ ૨૪૭૬, પૃષ્ઠ ૯૬ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #64 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ભેદ-વિજ્ઞાન: ૫૭ (૧૮૪) પ્રશ્ન- રાગાદિકનું જે જ્ઞાનનું ઉપજવું એક જ ક્ષેત્રમાં ને એક જ સમયે થતું હોવાથી તે બન્નેની ભિન્નતા કેવી રીતે છે? ઉત્તર:- જે સમયે અને જે ક્ષેત્રે રાગાદિકનું ઉપજવું થાય છે તે જ સમયે અને તે જ ક્ષેત્રે જ્ઞાનનું ઉપજવું થતું હોવાથી અજ્ઞાનીને ભ્રમથી તે બન્ને એક હોય તેમ લાગે છે પણ તે બન્નેના સ્વભાવો જુદા જુદા છે, એક નથી. બંધનું લક્ષણ રાગાદિ છે અને ચૈતન્યનું લક્ષણ જાણવું છે. એમ બન્નેના લક્ષણો ભિન્ન છે. રાગાદિકનું ચૈતન્યની સાથે એક જ સમયે ને એક જ ક્ષેત્રે ઉપજવું થાય છે તે ચૈત્ય-ચેતક-શૈયજ્ઞાયક ભાવની અતિ નિકટતાથી થાય છે પણ એક દ્રવ્યપણાના લીધે નથી થતું. જેમ પ્રકાશવામાં આવતાં ઘટપટાદિ પદાર્થો દીપકના પ્રકાશપણાને જાહેર કરે છે. ઘટપટાદિને નહિ. તેમ જાણવામાં આવતાં રાગાદિક ભાવો આત્માના જ્ઞાયકપણાને જ પ્રસિદ્ધ કરે છે, રાગાદિકને નહિ, કેમ કે દીવાનો પ્રકાશ દીપકથી તન્મય છે તેથી પ્રકાશ દીપકની પ્રસિદ્ધિ કરે છે, તેમ જ્ઞાન આત્માથી તન્મય હોવાથી જ્ઞાન આત્માને પ્રકાશે છે–પ્રસિદ્ધ કરે છે, રાગાદિને નહિ. કામ-ક્રોધાદિ-કષાય ભાવો જ્ઞાનમાં જણાય છે તે ખરેખર રાગાદિને પ્રકાશતા નથી કેમકે રાગાદિ જ્ઞાનમાં તન્મય થયા નથી પણ રાગાદિ સંબંધીનું જ્ઞાન પોતાના જ્ઞાનને પ્રકાશે છે. ચૈતન્ય સ્વયં પ્રકાશક સ્વભાવી હોવાથી પર સંબંધીના પોતાના જ્ઞાનને પ્રકાશે છે, પરને પ્રકાશતો નથી. પહેલા કહ્યું કે આત્મા પરને પ્રકાશે છે તે વ્યવહારથી વાત કરી પણ ખરેખર તો પર સંબંધીના પોતાના જ્ઞાનને જ પ્રકારે છે. આ બધી જગતની ચીજ છે તે જ્ઞાનપ્રકાશમાં આવતી નથી અને જ્ઞાનપ્રકાશ જગતની ચીજોમાં જતો નથી. જગતની ચીજ છે તે સંબંધીની પોતાની પર પ્રકાશકતા જ્ઞાન પ્રકાશને જ પ્રકાશે છે. આથી સિદ્ધ થયું કે બંધ સ્વરૂપ રાગાદિના અને પ્રકાશ સ્વરૂપ જ્ઞાનના લક્ષણો જુદા હીવાથી તેમને એકપણ નથી. તે બનના સ્વલક્ષણો જાદા જાદા જાણીને ભગવતી પ્રજ્ઞા છીણીને તે બંનેની અંતરંગ સાંધમાં પટકવાથી એટલે જ્ઞાનને આત્માની સન્મુખ વાળવાથી રાગથી ભિન્ન ચૈતન્યના અતીન્દ્રિય આનંદને અનુભવાય છે.-આત્મધર્મ અંક ૪૩૬, ફેબ્રુઆરી ૧૯૮૦, પૃષ્ઠ ૨૫-૨૬ (૧૮૫) પ્રશ્ન- શું ભાવલિંગ પણ જીવનું સ્વરૂપ નથી ? ઉત્તર:- દ્રવ્યલિંગ તો સર્વથા જીવનું સ્વરૂપ નથી અને ભાવલિંગ જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની શુદ્ધ નિર્મળ પર્યાય, જે પૂર્ણ સ્વરૂપ એવા મોક્ષનું સાધક છે તે પણ ઉપચારથી જીવનું સ્વરૂપ કહેવાય છે, પરમાર્થ સૂક્ષ્મ શુદ્ધ નિશ્ચયનયથી તે પણ જીવનું સ્વરૂપ નથી. અહાહા ! સાધક પર્યાયને દ્રવ્યની છે તેમ ઉપચારથી કહેવામાં આવે છે. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #65 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ૮: જ્ઞાનગોષ્ઠી દેહાદિ કે રાગાદિ તો જીવના નથી જ પણ અહીં તો ભાવલિંગની નિર્મળ પર્યાય જે મોક્ષની સાધક છે તે પણ જીવની છે તેમ ઉપચારથી કહેવામાં આવે છે. પર્યાયનું લક્ષ છોડાવવા, ભેદજ્ઞાનની પરાકાષ્ટાની આ ગાથા (પરમાત્મપ્રકાશ ૮૮) છે. ધ્રુવ સ્વભાવની સન્મુખ જે ધ્યાનની અકષાય સાધક પર્યાય પ્રગટ થાય છે તે પણ ઉપચારથી જીવનું સ્વરૂપ છે, પરમાર્થથી તો ત્રિકાળી ધ્રુવસ્વભાવ જ જીવનું સ્વરૂપ છે, આવી વાત તો ભાગ્યશાળી હોય તેને કાને પડે છે. -આત્મધર્મ અંક ૩૯૭, નવેમ્બર ૧૯૭૬, પૃષ્ઠ ૨૭ (૧૮૬) પ્રશ્ન:- એક બાજા કહે છે કે સમ્યગ્દષ્ટિ પરદ્રવ્યને ભોગવે છે છતાં બંધાતો નથી ને બીજી બાજુ કહેવાય છે કે પરદ્રવ્યને ભોગવી શકાતું નથી તો તેમાં સાચું શું સમજવું? ઉત્તર:- જ્ઞાની કે અજ્ઞાની કોઈ પરદ્રવ્યને ભોગવી શકતું જ નથી પણ અજ્ઞાની માને છે કે હું પરદ્રવ્યને ભોગવું છું, તેથી અહીં અજ્ઞાનીની ભાષાથી એટલે કે વ્યવહારથી વાત કરીને કહ્યું કે જ્ઞાની પરદ્રવ્યને ભોગવવા છતાં બંધાતો નથી, કેમ કે જ્ઞાનીને રાગમાં એકત્વબુદ્ધિ નથી તેથી પરદ્રવ્યની ક્રિયા થવા છતાં બંધ થતો નથી તેમ કહે છે. જ્ઞાનીને ચેતન દ્રવ્યનો ઘાત થવા છતાં બંધન નથી તેમ કહ્યું તેથી એમ ન માનવું કે સ્વછંદી થઈને પરજીવનો ઘાત કરવામાં વાંધો નથી ! અહીં તો એવો આશય છે કે જેને રાગમાં રુચિ છૂટી ગઈ છે, આત્માના આનંદનું ભાન ને વેદન વર્તે છે છતાં અલ્પ નબળાઈથી રાગ આવી જાય છે ને ચારિત્રદોષના નિમિત્તની ચેતનનો ઘાત થઈ જતા અલ્પ બંધ થાય છે તેને ગૌણ કરીને જ્ઞાનીને બંધ નથી તેમ કહ્યું છે. પરંતુ જેને રાગમાં રુચિ પડી છે ને પરદ્રવ્યને હું મારી શકું છું. પરદ્રવ્યને હું ભોગવી શકું છું એવી રુચિ પૂર્વકનો જ્યાં ભાવ છે ત્યાં રાગમાં એકત્વબુદ્ધિ થવાથી હિંસાકૃત બંધ જરૂર થાય છે. જે પરિણામ પર સન્મુખ થઈને થાય છે તેને એકત્વબુદ્ધિની અપેક્ષાથી અધ્યવસાન કહીને બંધનું કારણ કહ્યું છે. જે પરિણામ પર સાથે એકત્વ થયા વિના રાગના થાય તે અધ્યવસાન કહેવાય પણ તેને મિથ્યાત્વનો બંધ કહેતા નથી, અલ્પ રાગનો બંધ થાય તેને ગૌણ કરીને બંધ નથી તેમ કહેવાય છે અને જે પરિણામ સ્વભાવ સમ્મુખના થાય તેને સ્વભાવની સાથે એકત્વરૂપ થવાથી અધ્યવસાન કહેવાય અને તે અધ્યવસાનને મોક્ષનું કારણ કહેવાય છે. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #66 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ભેદ-વિજ્ઞાન: ૫૯ દેવનું સ્વરૂપ, ગુરુનું સ્વરૂપ, શાસ્ત્રનું સ્વરૂપ, ધર્મનું સ્વરૂપ વાસ્તવિકપણે સમજે તેને સમ્યગ્દર્શન થાય જ. આવા સંસ્કાર લઈને કદાચ બીજા ભવમાં જાય તો ત્યાં પણ આ સંસકાર તેને ફાલશે. -આત્મધર્મ અંક ૪૦૧, માર્ચ ૧૯૭૭, પૃષ્ઠ ૧૭-૧૮ (૧૮૭). પ્રશ્ન:- ભેદજ્ઞાનના વિચારમાં મુખ્યતા કાંઈ ખરી?-કે પરથી ભેદજ્ઞાન કરવું કે દ્રવ્ય-પર્યાયથી ભેદજ્ઞાન કરવું કે શેયથી ભેદજ્ઞાન કરવું? ઉત્તર:- એ બધું એક જ છે. વિચાર તો બધા આવે, પણ જોર આનીકોર (અંદરનું) હોવું જોઈએ. -આત્મધર્મ અંક ૪૪૯, માર્ચ ૧૯૮૧, પૃષ્ઠ ૨૧ (૧૮૮). પ્રશ્ન:- અજ્ઞાની જિજ્ઞાસુ જીવ સ્વભાવ ને વિભાવનું ભેદજ્ઞાન કરવા પ્રયત્ન કરે છે પણ સ્વભાવને જોયો નથી તો તેનાથી વિભાવને ભિન્ન કેવી રીતે કરી શકે ? ઉત્તર:- જો પહેલાં જિજ્ઞાસુ જીવે સ્વભાવને જોયો હોય તો તેને ભેદજ્ઞાન કરાવાનું ક્યાં રહ્યું? જિજ્ઞાસુ જીવે પહેલાં અનુમાનથી નક્કી કરવાનું છે કે આ પર તરફ વલણનો ભાવ છે તે વિભાવ છે અને અંદર વલણ કરવું તે સ્વભાવ છે. પર તરફ વલણના ભાવમાં આકુળતા ને દુ:ખ છે અને અંતર વલણના ભાવમાં શાંતિ છે એમ સ્વભાવને પહેલાં અનુમાનથી નક્કી કરે છે. –આત્મધર્મ અંક ૪૪૯, માર્ચ ૧૯૮૧, પૃષ્ઠ ૨૨ (૧૮૯). પ્રશ્ન:- ધર્મનો મર્મ શું છે? ઉત્તર:- આત્મા પોતાના સ્વભાવસામર્થ્યથી પૂર્ણ છે ને પરથી અત્યંત જુદો છે એમ સ્વ-પરની ભિન્નતાને જાણીને સ્વદ્રવ્યના અનુભવથી આત્મા શુદ્ધતાને પામે તે ધર્મનો મર્મ છે. -આત્મધર્મ અંક ૨૬ર, ઓગષ્ટ ૧૯૬૫, પૃષ્ઠ ૨૨-૨૩ (૧૯૦) પ્રશ્ન:- પરલક્ષી જ્ઞાનથી આત્મા જણાય નહીં ને અનાદિ મિથ્યાષ્ટિને સ્વલક્ષી જ્ઞાન નથી તો સાધન શું? ઉત્તર- રાગથી ભિન્ન પડવું તે સાધન છે, પ્રજ્ઞાછીણીને સાધન કહો કે અનુભૂતિને સાધન કહો, તે એક જ સાધન છે. -આત્મધર્મ અંક ૪૦૪, જૂન ૧૯૭૭, પૃષ્ઠ ૨૨ (૧૯૧). પ્રશ્ન:- રાગને આત્માની સૂક્ષ્મ સંધિ દેખાતી નથી, બીજા વિચારો આવ્યા કરે છે તો પ્રજ્ઞાછીણી કેમ મારવી ? Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #67 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૦: જ્ઞાનગોષ્ઠી ઉત્ત૨:- પોતે ઊંધો પુરુષાર્થ કરે છે તેથી બીજા વિચારો આવ્યા કરે છે. પુરુષાર્થ કરીને ઉપયોગને સ્વભાવ સન્મુખ સૂક્ષ્મ કરે તો આત્મા અને બંધની સંધિ દેખાય અને જુદા પાડી શકે છે. -આત્મધર્મ અંક ૪૩૬, ફેબ્રુઆરી ૧૯૮૦, પૃષ્ઠ ૨૬ (૧૯૨ ) પ્રશ્નઃ- આત્મા અને બંધને જુદા કરવાનું સાધન શું? ઉત્ત૨:- આત્મા અને બંધને જુદા પાડવામાં ભગવતીપ્રજ્ઞા જ એક સાધન છે. ભગવાનની ભક્તિ કરવી, પૂજા કરવી, પઠન-પાઠન વ્રત-તપ આદિ કરવા એ કોઈ સાધન નથી. ભક્તિ-વ્રત-તપ આદિના રાગથી જુદા પાડવામાં પ્રજ્ઞા જ એક સાધન છે. રાગથી ભિન્ન સ્વભાવ સન્મુખ ઝુકાવ કરવો, સ્વભાવ સન્મુખ એકાગ્રતા કરવી, ઢળવું એ જ એક સાધન છે. રાગથી જુદા પડવામાં જ્ઞાન સિવાય બીજું કોઈ સાધન છે જ નહિ. -આત્મધર્મ અંક ૪૩૫, જાન્યુઆરી, ટાઈટલ ૩ ( ૧૯૩) પ્રશ્ન:- એમ છે કે આત્મા લખી શકતો નથી એવું જ્ઞાનીને ભાન હોવા છતાં ‘હું લખું ’ એવો વિકલ્પ તેને કેમ ઉઠે છે? જે થતું જ ન હોય તેનો વિકલ્પ કેમ ઊઠે? આકાશના ફૂલને ચૂંટવાનો કે વંધ્યાસુતને મારવાનો ભાવ ી જ્ઞાની કે અજ્ઞાનીને આવતો નથી. જેમ આકાશનું ફૂલ અને વંધ્યાસુત અસત્ છે, તેથી તે વિકલ્પ ઊઠતો નથી, તેમ લખવાની ક્રિયા આત્મા કરી જ શકતો નથી-એમ જ્ઞાની જાણે છે છતાં તેને લખવાનો ભાવ કેમ થાય છે? ઉત્ત૨ઃ- જ્ઞાનીના અંતરમાં જ્ઞાન અને રાગનું ભેદજ્ઞાન વર્તે છે. તેમને રાગની પણ કર્તૃત્વબુદ્ધિ નથી, તો પછી દેહાદિની ક્રિયા કે લખવું વગેરે ક્રિયાની કર્તૃત્વબુદ્ધિ તેમને હોય જ ક્યાંથી? જ્ઞાનને અને રાગને જુદા ઓળખ્યા વગર, જ્ઞાનીનું અંતર શું કાર્ય કરી રહ્યું છે તેની ખબર અજ્ઞાનીને પડે નહીં. માટે પહેલાં જ્ઞાનસ્વભાવને અને રાગાદિને ભેદજ્ઞાન વડે ભિન્ન જાણવા જોઈએ. એ જાણ્યા પછી ‘જ્ઞાનીને લખવા વગેરેનો વિકલ્પ કેમ ઊઠે છે' એ પ્રશ્ન જ નહિ રહે. જ્ઞાનીને ષ્ટિ જ ૫ર ઉપરથી અને રાગ ઉ૫૨થી છૂટી ગઈ છે, તેથી તેમને અસ્થિરતાના અલ્પ રાગમાં એવું જોર નથી આવતું કે જેથી કર્તૃત્વબુદ્ધિ થાય. ખરેખર ‘હું આમ કરું’ એવી ભાવના નથી પણ ‘હું જાણું ’ એવી જ ભાવના છે. પોતાને ત્રણકાળનું જ્ઞાન વર્તમાનમાં નથી અને હજી રાગની લાયકાત ટળી નથી તેથી વિકલ્પ ઊઠયો છે, પણ જ્ઞાની તે વિકલ્પના અને પ૨ની ક્રિયાના જાણનાર જ છે. રાગનો વિકલ્પ થાય છે તે પરાશ્રયે થાય છે, અને રાગના અનેક પ્રકાર છે. ભિન્ન ભિન્ન પ્રકારના રાગ વખતે ભિન્ન ભિન્ન ૫રદ્રવ્યનો આશ્રય હોય છે. જ્યારે બોલવા કે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #68 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ભેદ-વિજ્ઞાનઃ ૬૧ લખવાના લક્ષે રાગ થયો ત્યારે એવો વિકલ્પ થયો કે “હું બોલું, હું લખું' પરાશ્રિત રાગમાં એ પ્રમાણે વિકલ્પ ઊઠે છે, પણ જ્ઞાનમાં એવી માન્યતા નથી કે હું બોલી કે લખી શકું છું. આમાં તો એમ સિદ્ધ થાય છે કે રાગ તે આત્માનો સ્વભાવ નથી; જ્ઞાનીને જ્ઞાન અને વિકલ્પ બંને ભિન્ન ભિન્ન છે. -આત્મધર્મ અંક ૭૯, વૈશાખ ૨૪૭૬, પૃષ્ઠ ૧૨૮ (૧૯૪) પ્રશ્ન- ભેદજ્ઞાન ક્યાં સુધી ભાવવું? ઉત્તર- અચ્છિન્નધારાથી ભેદજ્ઞાન ત્યાં સુધી ભાવવું કે જ્યાં સુધી જ્ઞાન જ્ઞાનમાં જ ઠરી જાય. પહેલાં પરથી ભિન્ન શુદ્ધાત્માની ભાવના કરતાં કરતાં જ્ઞાન જ્ઞાનમાં ઠરતાં રાગાદિથી ભિન્ન થઈને સમ્યજ્ઞાન થાય છે. ત્યાર પછી પણ પરથી ભિન્ન એવા શુદ્ધાત્માની સતત ભાવના કરતાં કરતાં કેવળજ્ઞાન થાય છે. માટે, કેવળજ્ઞાન થતાં સુધી અચ્છિન્નધારાથી ભેદજ્ઞાન ભાવવું. આ ભેદજ્ઞાનની ભાવના તે રાગરૂપ નથી પણ શુદ્ધ આત્માના અનુભવરૂપ છે, એમ સમજવું -આત્મધર્મ અંક ૨૦૧, અષાડ ૨૪૮૬, પૃષ્ઠ ૧૨ (૧૯૫) પ્રશ્ન- એક બાજુ કહે કે જ્ઞાનીનો ભોગ નિર્જરાનું કારણ છે. હવે શાસ્ત્ર તરફનું લક્ષ જાય છે તે શુભ રાગ હોવાથી બંધનું કારણ કહ્યું તો ભોગનો અશુભરાગ નિર્જરાનું કારણ કેમ હોય? ઉત્તર- જ્ઞાનીના જ્ઞાનનું માહાભ્ય બતાવવા ભોગને નિર્જરાનું કારણ કહ્યું છે. સમયસારમાં કહે છે કે હું જ્ઞાની! તું પરદ્રવ્યના ભોગને ભોગવ. તેમ કહ્યું છે ત્યાં ભોગ ભોગવવાની પ્રેરણા નથી આપી પણ પરદ્રવ્યના કારણે બંધ થતો નથી તેમ બતાવવાનો આશય છે. શાસ્ત્રમાં જ્યાં જે અભિપ્રાયથી કહ્યું હોય ત્યાં તે જ અભિપ્રાયથી સમજવું. આ તો અલૌકિક વાત છે. -આત્મધર્મ અંક ૩૯૯, જાન્યુઆરી ૧૯૭૭, પૃષ્ઠ ૧૭ (૧૯૬) પ્રશ્ન- સંયમલબ્ધિ સ્થાનને પુદ્ગલના પરિણામ કહ્યા છે તો તે સરાગ સંયમ લેવો કે વીતરાગ સંયમ? ઉત્તર-સંયમ સરાગ હોતો નથી; વીતરાગી સંયમ છે, શુદ્ધ પર્યાય છે પણ એ ભેદ પડે છે ને તેના ઉપર લક્ષ કરતાં રાગ થાય છે તેથી તેને પુદ્ગલના પરિણામ કહ્યાં છે. જીવ તો એકરૂપ અભેદ અખંડ છે તેમાં ભેદ પડતાં જેટલા પરિણામ જીવસ્થાન, Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #69 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દર: જ્ઞાનગોષ્ઠી માર્ગણાસ્થાન, ગુણસ્થાનના થાય તે બધા પુદ્ગલની ચીતરામણ છે, જીવના નથી તેમ નિઃસંદેહ જાણ તેમ કહે છે. -આત્મધર્મ અંક ૪૦૯, ફેબ્રુઆરી ૧૯૭૭, પૃષ્ઠ ૧૭ (૧૯૭) પ્રશ્ન- ઉપયોગને કેટલો ઊંડો લઈ જવાથી આત્માના દર્શન થાય છે-આત્મા પમાય છે? ઉત્તર:- ઉપયોગ પરમાં-બહારમાં જાય છે તેને અંદરમાં સ્વમાં લઈ જવાનો છે. ઉપયોગને સ્વમાં લઈ જવો તેને ઊંડો લઈ જવો કહ્યો છે. ઊંડો એટલે આઘો-દૂર લઈ જવાનો નથી પણ અંદર-સ્વમાં લઈ જવાનો છે. ઉપયોગ સ્વમાં વળતાં-ઢળતાં આત્માના દર્શન થાય છે. –આત્મધર્મ અંક ૪૧૫, મે ૧૯૭૮, પૃષ્ઠ ૪૬ (૧૯૮) પ્રશ્ન:- શું આત્મા અને રાગનું ભેદજ્ઞાન કરવું અશક્ય છે? ઉત્તર- આત્મા અને રાગની સંધિ અતિ સૂક્ષ્મ છે, ઘણી જ દુર્લભ છે, દુર્લભ છે તોપણ અશક્ય નથી. જ્ઞાન ઉપયોગને અતિ સૂક્ષ્મ કરતાં-ઝીણો કરતાં લક્ષમાં આવી શકે છે. પંચમહાવ્રતના પરિણામો કે શુક્લલશ્યાના કષાયની મંદતાના પરિણામો તે અતિ સૂક્ષ્મ કે દુર્લભ નથી પણ આત્મા અતિ સૂક્ષ્મ છે. તેથી ઉપયોગ અતિ સૂક્ષ્મ કરવાથી આત્મા જાણવામાં આવે છે. -આત્મધર્મ અંક ૪૧૫, મે ૧૯૭૮, પૃષ્ઠ ૪૬ (૧૯૯). પ્રશ્ન:- સ્વદ્રવ્યને પરદ્રવ્યથી ભિન્ન ભિન્ન જુઓ. એમ શ્રીમદ્ રાજચંદ્ર કહે છે, કૃપા કરી તેનું વિસ્તૃત વિવેચન કરશો ? ઉત્તરઃદેહ મન-વાણી ને સ્ત્રી-પુત્રાદિ તો પરદ્રવ્ય હોવાથી ભિન્ન છે જ પણ દેવ-શાસ્ત્ર-ગુરુ એ પણ પરદ્રવ્ય હોવાથી તેનાથી આત્મા ભિન્ન છે તેમ જુઓ ! એક દ્રવ્ય અન્ય દ્રવ્યને કાંઈ કરી શકતું નથી. દરેક દ્રવ્યનો સ્વભાવ ચમત્કારીક છે. એક રજકણ બીજા રજકણને કાંઈ કરી શકતું નથી. લાકડી હાથથી ઊંચી થઈ નથી કે પેનથી અક્ષર લખાયા નથી. કેમ કે એક દ્રવ્ય અન્ય દ્રવ્યથી જુદું છે. સ્વદ્રવ્યને અને પરદ્રવ્યને ભિન્ન ભિન્ન દેખવું એમાં દ્રવ્યની પ્રભુતા છે. -આત્મધર્મ અંક ૪૧૪, એપ્રિલ ૧૯૭૮, પૃષ્ઠ ૨૨ (200) પ્રશ્ન:- પરમાત્મા થવા માટે જ્ઞાનીઓએ શાસ્ત્રમાં શું કહ્યું છે? ઉત્તર:- બધાં શાસ્ત્રોના સારમાં જ્ઞાનીઓએ આ જ્ઞાનાનંદ, પરથી-વિકારથી Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #70 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ભેદવિજ્ઞાન: ૬૩ ભિન્ન ચૈતન્ય રત્નને જ ઓળખવાનું કહ્યું છે. બાકી પૂર્વના પ્રારબ્ધને લીધે જે સંયોગ-વિયોગ થાય તે ચૈતન્ય નથી, અને તે પ્રારબ્ધ પણ આત્માનું નથી, અને જે ભાવે પ્રારબ્ધ બંધાયું તે ભાવ પણ આત્મા નથી, શરીરાદિ સંયોગોથી ભિન્ન, સંયોગોનું નિમિત્ત પ્રારબ્ધ છે, તેનાથી પણ ભિન્ન, અને પ્રારબ્ધનું નિમિત્ત શુભાશુભ વિકાર તેનાથી પણ રહિત, એવા ચૈતન્યસ્વરૂપ આત્માનું ભાન કરે તે પરમાત્મા થાય. પરમાત્મા થયા પછી તેને અવતાર થાય નહિ. –આત્મધર્મ અંક ૭૭, ફાગણ ૨૪૭૬, પૃષ્ઠ 8 (૨૧) પ્રશ્ન:- આત્મા માત્ર જાણનાર જ છે તો આમાં કાંઈ કરવાનું જ નથી ? ઉત્તર:- અરે ભાઈ ! આમાં તો પાર વિનાનું કરવાનું છે. દેહ આદિ પરદ્રવ્યો તરફ જે લક્ષ જાય છે તે લક્ષને જાણનાર એવા આત્માને જાણવામાં વાળવાનું છે. આત્માને જાણવામાં તો અનંત પુરુષાર્થ આવે છે. -આત્મધર્મ અંક ૪૩૯, મે ૧૯૮૦, પૃષ્ઠ 30 (૨૦૨) પ્રશ્ન:- બાહ્ય વસ્તુ બંધ નું કારણ નથી તો બાહ્ય વસ્તુના સંગનો નિષેધ શા માટે કરવામાં આવે છે? ઉત્તર- અધ્યવસાયના નિષેધ અર્થે બાહ્ય વસ્તુનો નિષેધ કરવામાં આવે છે. બાહ્ય વસ્તુ બંધનું કારણ નથી, બંધનું કારણ તો જીવના પરિણામ જ છે, પણ બાહ્ય વસ્તુના આશ્રયે અધ્યવસાન થાય છે તેથી અધ્યવસાન છોડાવવા અર્થે તેના આશ્રયભૂત બાહ્ય વસ્તુનો નિષેધ કરવામાં આવે છે. બાહ્ય વસ્તુના આશ્રય વિના અધ્યવસાન થતા નથી તેથી અધ્યવસાનના ત્યાગ અર્થે બાહ્ય વસ્તુના સંગનો નિષેધ કરવામાં આવે છે, બાહ્ય વસ્તુનું લક્ષ છોડાવવામાં આવે છે. -આત્મધર્મ અંક ૪૦૧, માર્ચ ૧૯૭૭, પૃષ્ઠ ૧૭ (૨૦૩) પ્રશ્ન- સ્વદ્રવ્ય શું છે? અને પરદ્રવ્ય શું છે? મોક્ષમાર્ગી જીવે કોને અંગીકાર કરવું? ઉત્તર- પ્રત્યક્ષપણે બાહ્ય અને ભિન્ન દેખાય તેવા સ્ત્રી, પુત્ર, ધન, મકાનાદિ તથા એકત્રાવગાહી સંબંધવાળા શરીર, અને આઠ કર્મ તો પરદ્રવ્ય છે જ તેમના સિવાય જીવઅજીવાદિ સાત તત્ત્વોના સંબંધમાં ઉઠતાં વિકલ્પો પણ પર છે; તથા એ સાત તત્ત્વોના વિકલ્પોને અગોચર એવું જે શુદ્ધ અભેદ આત્મસ્વરૂપ છે. તે એક સ્વદ્રવ્ય છે, તે જીવ છે અને તે જ એક અંગીકાર કરવા જેવો છે. શુદ્ધ જીવને અંગીકાર કરવાથી Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #71 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૪: જ્ઞાનગોષ્ઠી શુદ્ધ ભાવ પ્રગટ થાય છે. અંગીકાર કરવાનો અર્થ એ છે કે તે શુદ્ધજીવની શ્રદ્ધા કરવી, તેનું જ્ઞાન કરવું અને તેમાં જ લીન થવું. -હિન્દી વીતરાગ વિજ્ઞાન, એપ્રિલ ૧૯૮૪, પૃષ્ઠ ૨૬ (૨૦૪) પ્રશ્ન:- પોતે જ પોતાનું શેય, જ્ઞાન ને જ્ઞાતા છે તો બીજા છ દ્રવ્યો તે જ્ઞય ને પોતે જ્ઞાતા છે તે યજ્ઞાયકસંબંધ છોડવો અશક્ય કહ્યો છે ને! ઉત્તર:- છ દ્રવ્યો તે જ્ઞય ને પોતે જ્ઞાતા છે, તે જ્ઞય-જ્ઞાયકનો સંબંધ છોડવો અશક્ય કહ્યો છે ત્યાં તો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ બતાવ્યો છે અને અહીં તો સ્વ અસ્તિત્વમાં રહેલાં પોતે જ જ્ઞય જ્ઞાન ને જ્ઞાતા છે તેમ નિશ્ચય બતાવીને પરનું લક્ષ છોડાવ્યું છે. -આત્મધર્મ અંક ૪૨૦, ઓકટોબર ૧૯૭૮, પૃષ્ઠ ૨૭ (૨૦૫) પ્રશ્ન:- શું જ્ઞય-જ્ઞાયક સંબંધી પણ જીવને ભ્રાંતિ રહી જાય છે? ઉત્તર- જીવથી ભિન્ન પુદ્ગલ આદિ છ દ્રવ્યો તે શેય ને આત્મા તેનો જ્ઞાયક છે એમ નિશ્ચયથી નથી. અરે ! રાગ તે જ્ઞય ને આત્મા જ્ઞાયક એમ પણ નથી. પરદ્રવ્યોથી લાભ તો નથી પણ પરદ્રવ્યો શેય ને તેનો તું જાણનાર છો એમ પણ ખરેખર નથી. હું જાણનાર છું, હું જ જણાવા યોગ્ય છું, હું જ મને જાણું છું. પોતાના અસ્તિત્વમાં જે છે તે જ સ્પશેય છે એમ પરમાર્થ બતાવીને પર તરફનું લક્ષ છોડાવ્યું છે. -આત્મધર્મ અંક ૪૨૦, ઓકટોબર ૧૯૭૮, પૃષ્ઠ ૨૭ (૨૦૬). પ્રશ્ન- શયજ્ઞાયકપણાનો નિર્દોષ સંબંધ ધર્માત્માને હોય છે.-કૃપા કરીને સમજાવો? ઉત્તર:- શરીર-મન-વાણી પરવસ્તુ છે, તેની સાથે મારે કોઈ સંબંધ નથી, તેથી “તેમની અનુકૂળ ક્રિયા હોય તો મને ઠીક અને તેમની પ્રતિકૂળ ક્રિયા હોય તો મને “અઠીક' એમ તેમના પ્રત્યે મને કાંઈ પક્ષપાત નથી. મારા જ્ઞાનની ઉગ્રતા પાસે વિકાર બળી જાય એવો ચૈતન્યજ્યોત મારો સ્વભાવ છે.-આમ પોતાના સ્વભાવની ઓળખાણ કરવાની પહેલી વાત છે. દર્શનશુદ્ધિ વગર જ્ઞાન, ચારિત્ર કે વ્રત-તપ ત્રણ કાળમાં હોતાં નથી. ધર્માત્મા અંતરમાં જાણે છે કે હું એક જાણનાર છું, ને આ શરીરાદિ બધા પદાર્થો મારા શેયો છે. હું જ્ઞાતા, ને તે જ્ઞય-એ સિવાય બીજો કોઈ સંબંધ અમારે નથી. જેમ જનેતા સાથે પુત્રને માતા તરીકેના નિર્દોષ સંબંધ સિવાય બીજા કોઈ આડા વ્યવહારની કલ્પના સ્વપ્ન પણ ન હોય તેમ હું ચૈતન્યમૂર્તિ આત્મા જ્ઞાયક છું Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #72 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ભેદ-વિજ્ઞાન: ૬૫ ને પદાર્થો શેય છે, શય-જ્ઞાયકરૂપ નિર્દોષ સંબંધ સિવાય અન્ય કોઈ સંબંધ મારે પરદ્રવ્ય સાથે સ્વપ્ન પણ નથી. મારે પર સાથે માત્ર જાણવા પૂરતો જ સંબંધ છે. જેમ અંધારામાં કોઈ માણસ કોઈને પોતાની સ્ત્રી સમજીને વિષયબુદ્ધિથી તેની પાસે ગયો, પણ જ્યાં પ્રકાશમાં તેનું મોઢું જોતાં ખબર પડી કે આ તો મારી માતા છે. ત્યાં ફડાક તેની વૃત્તિ પલટી જાય છે કે અરે આ તો મારી જનેતા! જનેતાની ઓળખાણ થઈ કે તરત જ વિકાર વૃત્તિ પલટી અને માતા-પુત્રના સંબંધ તરીકેની નિર્દોષ વૃત્તિ જાગૃત થઈ. તેમ જીવ અજ્ઞાન ભાવે પરવસ્તુને પોતાની માનીને તેને ઈષ્ટ–અનિષ્ટ માને છે અને તેના કર્તા-ભોક્તાના ભાવ કરીને વિકારપણે પરિણમે છે. પણ જ્યાં જ્ઞાન પ્રકાશ થતાં ભાન થયું કે અહો મારો જ્ઞાયક સ્વભાવ છે. ને પદાર્થોનો શેયસ્વભાવ છે. એમ નિર્દોષ જ્ઞય-જ્ઞાયક સંબંધનું ભાન થતાં જ ધર્મીને વિકારભાવ ટળીને નિર્દોષ જ્ઞાયકભાવ પ્રગટ થાય છે. અસ્થિરતાના રાગ-દ્વેષ થતા હોય છતાં ધર્મીને અંતરમાં ચિ પલટી ગઈ છે કે હું ચૈતન્યસ્વરૂપ બધાનો જાણનાર છું, બીજા પદાર્થો સાથે જ્ઞય-જ્ઞાયક સ્વભાવ સંબંધ સિવાય બીજો કોઈ સંબંધ મારે નથી. આત્મધર્મ અંક ૭૬, મહા ૨૪૭૬, પૃષ્ઠ ૬૯ (૨૦૭) પ્રશ્ન- પ્રભુ! હું સંસારરોગથી પીડાતો દર્દી છું એ રોગને મટાડનાર આપ ડોકટર પાસે આવ્યો છું ! ઉત્તર- કોઈ દર્દી જ નથી. હું દર્દી છું એવી માન્યતા છોડી દેવી. હું નિરોગી પરમાત્મસ્વરૂપ જ છું. -આત્મધર્મ અંક ૪૪૬, ડિસેમ્બર ૧૯૭, પૃષ્ઠ ૩૧ વિદ પંડિત કહેવત હૈ, વિદ અન્ત જુ અન્તહિ પાવત હૈ. નિજ જ્ઞાન પ્રકાશ સુ અન્ત લો, કુછ અંશ ન જાનન માંહિ રહો. સિદ્ધ ચક્રવિધાન; તૃતીય પૂજા, છંદ ૨૮ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #73 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૫) સમ્યગ્દર્શન (૨૦૮) પ્રશ્ન- સમ્યકત્વનું આત્મભૂત લક્ષણ શું? ઉત્તર:- સ્વ-પરનું યથાર્થ ભેદજ્ઞાન સદાય સમ્યકત્વની સાથે જ હોય છે અને એ બંને પર્યાયો એક જ સ્વદ્રવ્યના આશ્રયે છે; માટે ભેદવિજ્ઞાન તે સમ્યકત્વનું આત્મભૂત લક્ષણ છે. ગુણભેદની અપેક્ષાએ સમ્યકત્વનું લક્ષણ નિર્વિકલ્પ પ્રતીતિ તે આત્મભૂત લક્ષણ ને સમ્યકત્વનું લક્ષણ ભેદવિજ્ઞાન તે અનાત્મભૂત લક્ષણ એમ પણ કહેવાય. નિર્વિકલ્પ અનુભૂતિ સમ્યકત્વની સાથે સદાય નથી હોતી. તેથી તેને સમ્યકત્વનું લક્ષણ કહેતા નથી. સમ્યકત્વ પ્રગટતી વખતે નિર્વિકલ્પ અનુભૂતિ જરૂર હોય છે તેથી તેને “સમ્યકત્વ પ્રગટવાનું લક્ષણ કહી શકાય. અનુભૂતિ તે સમ્યકત્વના સભાવને પ્રસિદ્ધ જરૂર કરે છે, પણ અનુભૂતિ ન હોય ત્યારેય સમકિતીને સમ્યગ્દર્શન હોય છે. માટે અનુભૂતિને સમ્યકત્વનું લક્ષણ કહી શકાતું નથી. લક્ષણ એવું હોવું જોઈએ કે લક્ષ્યની સાથે સદૈવ હોય, અને જ્યાં લક્ષણ ન હોય ત્યાં લક્ષ્ય પણ ન હોય. –આત્મધર્મ અંક ર૬૧, જુલાઈ ૧૯૬૫, પૃષ્ઠ ૨૯ (૨૦૯) પ્રશ્ન- સમ્યગ્દર્શનનું સ્વભાવભૂત લક્ષણ શું? ઉત્તર- અનુભૂતિને લક્ષણ કહ્યું છે પણ ખરેખર તો તે જ્ઞાનની પર્યાય છે ખરું લક્ષણ તો પ્રતીતિ જ છે. એકલા આત્માની પ્રતીતિ તે શ્રદ્ધાનનું લક્ષણ છે. -આત્મધર્મ અંક ૩૯૧, મે ૧૯૭૭, પૃષ્ઠ ૩૦ (૨૧૦) પ્રશ્ન- સમ્યગ્દર્શન પ્રગટ કરવા માટે પાત્રતા કેવા પ્રકારની જોઈએ? ઉત્તર - પર્યાય સીધી દ્રવ્યને પકડે તે સમ્યગ્દર્શનની પાત્રતા છે. બાકી વ્યવહાર પાત્રતા તો ઘણા પ્રકારે કહેવાય. મૂળ પાત્રતા તો દષ્ટિ દ્રવ્યને પકડી સ્વાનુભવ કરે તે પાત્રતા છે. -આત્મધર્મ અંક ૪૩૩, નવેમ્બર ૧૯૭૯, પૃષ્ઠ ૨૮ (૨૧૧). પ્રશ્ન:- સમ્યગ્દર્શન થવાવાળાની વ્યવહાર યોગ્યતા કેવી હોય ? Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #74 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમ્યગ્દર્શનઃ ૬૭ ઉત્તર- નિમિત્તથી કે રાગથી સમ્યગ્દર્શન થાય નહિ, પર્યાય-ભેદના આશ્રયે સમ્યગ્દર્શન થાય નહિ, આ બાજુ અંદરમાં ઢળવાથી જ સમ્યગ્દર્શન થાય અને બીજી કોઈ રીતે ન થાય-એવા પ્રકારની દઢ શ્રદ્ધા-જ્ઞાન એ સમ્યગ્દર્શન થવાવાળાની યોગ્યતા છે. –આત્મધર્મ અંક ૪૨૯, જુલાઈ ૧૯૭૯, પૃષ્ઠ ૨૭ (૨૧૨) પ્રશ્નઃ- સમ્યગ્દર્શન માટે ખાસ પ્રકારની પાત્રતાનું લક્ષણ શું? ઉત્તર- એને પોતાના આત્માનું હિત કરવા માટે અંદરથી ખરી ધગશ હોય, આત્માને પામવાની તાલાવેલી હોય, દરકાર હોય, ખરેખરી દરકાર હોય તે ક્યાંય અટકયા વિના પોતાનું કામ કરે જ.. -આત્મધર્મ અંક ૪૩૦, ઓગષ્ટ ૧૯૭૯, પૃષ્ઠ ૩૫ (૨૧૩) પ્રશ્ન- સમ્યગ્દર્શન નહિ થવામાં ભાવજ્ઞાનની ભૂલ છે કે આગમજ્ઞાનની ભૂલ છે? ઉત્તરઃ- પોતાની ભૂલ છે. સ્વ તરફ નહિ વળતા પર તરફ રોકાય છે એ જ એની ભલ છે. છતી શક્તિ છે તેને અછતી કરી હતી ભૂલ છે. એ છતી શક્તિને છતી કરીને જોતાં-દખતાં એ ભૂલ ટળે છે. -આત્મધર્મ અંક ૪૩૦, ઓગષ્ટ ૧૯૭૯, પૃષ્ઠ ૩પ (૨૧૪) પ્રશ્ન- તત્ત્વ વિચાર તે સમ્યગ્દર્શન પામવાનું નિમિત્ત છે તો મૂળ સાધન શું છે? ઉત્તર- મૂળ સાધન અંદરમાં આત્મા છે ત્યાં દષ્ટિનું જોર જાય ને એકદમ પૂર્ણ પરમાત્મા જ હું છું-એમ વિશ્વાસ આવે, જોર આવે ને દષ્ટિ અંતરમાં ઢળે ત્યારે સમ્યગ્દર્શન થાય છે. તે પહેલા તત્ત્વના વિચાર હોય છે, તેની રુચિ છોડીને અંદરમાં જાય છે ત્યારે તે વિચારને નિમિત્ત કહેવાય છે. -આત્મધર્મ અંક ૪૨૯, જુલાઈ ૧૯૭૯, પૃષ્ઠ ૨૭-૨૮ (૨૧૫) પ્રશ્ન:- નવતત્ત્વોને જાણવા તે સમ્યગ્દર્શન છે, કે શુદ્ધ જીવને જાણવો તે સમ્યગ્દર્શન છે? ઉત્તર- નવતત્ત્વોને યથાર્થપણે જાણતાં તેમાં શુદ્ધજીવનું જ્ઞાન પણ ભેગું આવી જ જાય છે; ને શુદ્ધ જીવને જાણે તો તેને નવતત્ત્વનું પણ યથાર્થ જ્ઞાન જરૂર હોય છે. -આ રીતે, નવતત્ત્વનું જ્ઞાન તે સમ્યકત્વ કહો કે શુદ્ધ જીવનું જ્ઞાન તે સમ્યકત્વ કહો, -તે બન્ને એક જ છે. (જ્ઞાન કહેતાં તે જ્ઞાનપૂર્વકની પ્રતીત, તેને સમ્યગ્દર્શન સમજવું.) Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #75 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૮: જ્ઞાનગોષ્ઠી આમાં એક વિશેષતા એ છે કે, સમ્યકત્વ પ્રગટવાની અનુભૂતિના કાળે નવતત્ત્વો ઉપર લક્ષ નથી હોતું, ત્યાં તો શુદ્ધ જીવ ઉપર જ ઉપયોગની મીટ હોય છે; ને “આ હું' એવી જે નિર્વિકલ્પપ્રતીત છે તેના ધ્યેયભૂત એકલો શુદ્ધ આત્મા જ છે. -આત્મધર્મ અંક ૪૨૯, ઓગષ્ટ ૧૯૬૫, પૃષ્ઠ ૨૧ (૨૧૬) પ્રશ્ન-સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવાની વિધિ શું છે? ઉત્તર:- પરનો કર્તા આત્મા નથી, રાગનો પણ કર્તા નથી, રાગથી ભિન્ન જ્ઞાયકમૂર્તિ છું-એવી અંતરમાં પ્રતીતિ કરવી એ વિધિ છે. અહાહા ! આવો સમય મળ્યો છે એમાં તો આત્માને રાગથી જાદો કરી દેવાનો આ કાળ છે. –આત્મધર્મ અંક ૪૦૯, નવેમ્બર ૧૯૭૭, પૃષ્ઠ ૧૫ (૨૧૭). પ્રશ્ન- ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય દષ્ટિમાં આવ્યો એવું ક્યારે કહેવાય? વેદનમાં પણ શું દ્રવ્ય આવે છે? ઉત્તર- ચૈતન્ય ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મદ્રવ્ય એ જેને દષ્ટિમાં આવ્યો તેને પર્યાયમાં આનંદનું વેદન આવે એ પર્યાયને જ અલિંગગ્રહણના ૨૦માં બોલમાં આત્મા કહ્યો છે. ત્રિકાળી ધ્રુવ ભગવાન ઉપર દૃષ્ટિ પડે એને વેદનમાં આનંદનો અનુભવ થાય ત્યારે તેની દષ્ટિ દ્રવ્યની થઈ કહેવાય છે. જો આનંદનું વેદન ન આવે તો તેની દૃષ્ટિ ધ્રુવ ઉપર ગઈ જ નથી. જેની દષ્ટિ દ્રવ્ય ઉપર જાય તેને અનાદિનું રાગનું વદન હતું તે ટળીને આનંદનું વેદન પર્યાયમાં આવે ત્યારે તેની દષ્ટિમાં દ્રવ્ય આવ્યું છે પણ વેદનમાં દ્રવ્ય આવતું નથી. તેથી પર્યાય દ્રવ્યને સ્પર્શ કરતી નથી તેમ કહે છે. પ્રભુની પર્યાયમાં પ્રભુનો સ્વીકાર થયો એ પર્યાયમાં પ્રભુનું જ્ઞાન આવે છે પણ પર્યાયમાં પ્રભુનું દ્રવ્યનું વેતન આવતું નથી. વેદનમાં જો દ્રવ્ય આવે તો દ્રવ્યનો નાશ થઈ જાય પણ દ્રવ્ય તો ત્રિકાળ ટકનાર છે. તેથી તે પર્યાયમાં આવતું નથી એટલે પર્યાય સામાન્ય દ્રવ્યને સ્પર્શતી નથી તેમ કહ્યું. -આત્મધર્મ અંક ૪૩ર, ઓકટોબર ૧૯૭૯, પૃષ્ઠ ૩૨-૩૩ (૨૧૮). પ્રશ્ન- સમ્યગ્દર્શન અને આત્મા ભેદરૂપ છે કે અભેદરૂપ? ઉત્તરઃ- સમ્યગ્દર્શનાદિ નિર્મળપર્યાય અને આત્મા અભેદ છે. રાગને અને આત્માને તો સ્વભાવભેદ છે. આ સમ્યગ્દર્શન અને શુદ્ધઆત્મા અભેદ છે, પરિણતિ સ્વભાવમાં અભેદ થઈને પરિણમી છે, આત્મા પોતે અભેદપણે તે પરિણતિરૂપે પરિણમ્યો Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #76 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમ્યગ્દર્શનઃ ૬૯ છે, તેમાં ભેદ નથી. વ્યવહાર સમ્યગ્દર્શન જે વિકલ્પરૂપ છે તે કાંઈ આત્મા સાથે અભેદ નથી. -આત્મધર્મ અંક ર૬૧, જુલાઈ ૧૯૬૫, પૃષ્ઠ 10 (૨૧૯) પ્રશ્ન- દષ્ટિના વિષયમાં વર્તમાન પર્યાય ભેગી આવે છે કે નહિ? ઉત્તર:- દૃષ્ટિના વિષયમાં એકલું ધ્રુવદ્રવ્ય જ આવે છે. પર્યાય તો દ્રવ્યનો વિષય કરે છે, પણ પર્યાય ધ્રુવદ્રવ્યમાં ભેગી આવતી નથી કેમ કે તે વિષય કરનાર છે. વિષય અને વિષયી બે જુદા છે. -આત્મધર્મ અંક ૪૦૧, માર્ચ ૧૯૭૭, પૃષ્ઠ ૧૮/૧૯ (૨૨૦) પ્રશ્ન- દ્રવ્યદૃષ્ટિને આલંબન કોનું? ઉત્તરઃ- દ્રવ્યદૃષ્ટિ શુદ્ધ અંતઃતત્ત્વને જ અવલંબે છે. નિર્મળ પર્યાય પણ બહિર્તત્ત્વ છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની નિર્મળ પર્યાય તે પણ બહિર્તત્ત્વ છે, તેનું આલંબન દ્રવ્યદૃષ્ટિમાં નથી. સંવર-નિર્જરા-મોક્ષ પણ પર્યાય છે, તેથી તે વિનાશીક હોવાથી બહિર્તત્ત્વ છે. તેનું આલંબન દ્રવ્યદષ્ટિને નથી. શરીર-મન-વાણી-કુટુંબ કે દેવ-શાસ્ત્ર-ગુરુ એ તો પરદ્રવ્ય હોવાથી બહિર્તત્ત્વ છે જ અને દયા-દાન-વ્રત-તપ આદિના પરિણામ-એ પણ વિકાર હોવાથી બહિર્તત્ત્વ છે જ પણ અહીં તો જે શુદ્ધ નિર્મળ પર્યાય-સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના પરિણામ છે તે પણ ક્ષણીક અનિત્ય એક સમય પૂરતાં ટકતા હોવાથી ધ્રુવતત્ત્વ-અંત:તત્ત્વની અપેક્ષાએ પણ બહિર્તત્ત્વ છે તેથી તેનું આલંબન લેવા જેવું નથી. -આત્મધર્મ અંક ૪૨૪, ફેબ્રુઆરી ૧૯૭૯, પૃષ્ઠ ૩ર (૨૨૧) પ્રશ્ન- સમ્યગ્દર્શનનો વિષય શું છે? ઉત્તર:- સમયસાર ગાથા ૧૩માં, નવતત્ત્વરૂપ પર્યાયોમાં અન્વયપણે રહેલું ભૂતાર્થ એકરૂપ સામાન્ય ધ્રુવ તે સમ્યગ્દર્શનનો વિષય છે એમ કહ્યું છે. પંચાધ્યાયી ભદરૂપ નવતત્વમાં સામાન્યરૂપે રહેલું એટલે કે ધૃવરૂપે રહેલું તે જીવનું શુદ્ધ ભૂતાર્થસ્વરૂપ છે. આ રીતે ભેદરૂપ નવતત્ત્વોથી ભિન્ન શુદ્ધ જીવને બતાવી તેને સમ્યગ્દર્શનનો વિષય એટલે કે ધ્યેયરૂપ બતાવેલ છે. જીવની શ્રદ્ધાપર્યાય ધ્યેયભૂત સામાન્ય ધ્રુવ દ્રવ્યસ્વભાવ તરફ ઢળે છે ત્યારે જ સમ્યગ્દર્શન અને નિર્વિકલ્પ સ્વાનુભવ થાય છે. તે વખતે દર્શન-જ્ઞાન-ચારિત્ર આદિ સર્વ ગુણોના પરિણામ (-પર્યાય) સ્વભાવ સન્મુખ ઢળે છે; માત્ર શ્રદ્ધા-જ્ઞાનના જ પરિણામ ઢળે છે એમ નથી. “xxx વહાઁ સર્વ પરિણામ ૩૪ રૂપમેં છા રોવર પ્રવર્તતે હૈં, Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #77 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭૦: જ્ઞાનગોષ્ઠી xxx” (૫. ટોડરમલજીની રહસ્યપૂર્ણ ચિઠ્ઠી.) -આત્મધર્મ અંક ૩૮૭, જાન્યુઆરી ૧૯૭૬, પૃષ્ઠ ૨૬ (૨૨૨). પ્રશ્ન- ધ્રુવસ્વભાવની સાથે નિર્મળ પર્યાય અભેદ કરી દષ્ટિનો વિષય માનવાથી શું આપત્તિ થાય? ઉત્તર ધ્રુવ દ્રવ્યસ્વભાવ સાથે નિર્મળ પર્યાય ભેળવવાથી દષ્ટિનો વિષય થાય છે એમ માનનાર, વ્યવહારથી નિશ્ચય થવાનું માનનારની જેવા જ, મિથ્યાદષ્ટિ છે; એનું જોર પર્યાય ઉપર છે ધ્રુવસ્વભાવ ઉપર નથી. સમ્યગ્દર્શનના વિષયમાં દ્રવ્ય સાથે ઉત્પાદરૂપ નિર્મળ પર્યાયને ભેગી લેવાથી તે નિશ્ચયનયનો વિષય ન રહેતાં પ્રમાણનો વિષય થઈ જાય છે, અને પ્રમાણ પોતે સદ્ભુત વ્યવહારનો વિષય છે. નિશ્ચયનયનો વિષય અભેદ એકરૂપ દ્રવ્ય છે, પ્રમાણની જેમ ઉભય-અંશગ્રાહી નથી. જો પર્યાયને દ્રવ્ય સાથે ભેળવવામાં આવે તો તે, નિશ્ચયનયનો વિષય ત્રિકાળી સામાન્ય છે તે રહેતો નથી, પણ પ્રમાણનો વિષય થઈ જતો હોવાથી, દષ્ટિમાં ભૂલ છે, વિપરીતતા છે. અનિત્ય તે નિત્યને જાણે છે; પર્યાય તે દ્રવ્યને જાણે છે, પર્યાયરૂપ વ્યવહાર છે તે નિશ્ચયરૂપ ધ્રુવદ્રવ્યને જાણે છે; ભેદ છે તે અભેદ દ્રવ્યને જાણે છે; પર્યાય તે જાણનાર એટલે કે વિષયી છે ને ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય તે (જાણનાર પર્યાયનો) વિષય છે. જો દ્રવ્યની સાથે નિર્મળ પર્યાયને ભેળવીને નિશ્ચયનયનો વિષય કહેવામાં આવે તો વિષય કરનાર પર્યાય તો કોઈ જુદી રહી નહી. જો પર્યાયને વિષય કરનાર તરીકે દ્રવ્યથી જુદી લેવામાં આવે તો જ વિષય-વિષયી બે ભાવ સિદ્ધ થઈ શકે છે, પરંતુ અન્યથા માનવાથી મહા વિપરીતતા થાય છે. શ્રુતજ્ઞાનની પર્યાય તે પ્રમાણજ્ઞાન છે. પ્રમાણજ્ઞાન પોતે પર્યાય હોવાથી વ્યવહાર છે. વીતરાગી પર્યાય પોતે વ્યવહાર છે; પરંતુ તેણે ત્રિકાળી દ્રવ્યરૂપ નિશ્ચયનો આશ્રય લીધો હોવાથી તે નિર્મળ પર્યાયને નિશ્ચયનય કહ્યો છે, પણ તે પર્યાય હોવાથી છે તો વ્યવહાર. શાસ્ત્રનું તાત્પર્ય વીતરાગતા છે. પરનું લક્ષ છોડી, રાગનું લક્ષ છોડી, પર્યાયનું લક્ષ છોડી, ત્રિકાળી દ્રવ્યનું લક્ષ કરે ત્યારે વીતરાગતા પ્રગટે છે; જો ત્રિકાળી દ્રવ્યરૂપ ધ્યેયમાં પર્યાયને ભેગી લે તો, એ વાત રહેતી નથી. -આત્મધર્મ અંક ૩૮૭, જાન્યુઆરી ૧૯૭૬, પૃષ્ઠ ૨૭/૨૮ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #78 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમ્યગ્દર્શનઃ ૭૧ (૨૨૩) પ્રશ્ન:- તેનો કોઈ શાસ્ત્રીય આધાર પણ છે શું ? ઉત્ત૨:- સમયસાર ગાથા ૪૯ની ટીકામાં ત્રિકાળી સામાન્ય ધ્રુવ દ્રવ્યથી નિર્મળ પર્યાયને ભિન્ન બતાવતાં કહ્યું છે કે, ‘વ્યક્તપણું તથા અવ્યક્તપણું ભેળાં મિશ્રિતરૂપે તેને પ્રતિભાસવા છતાં પણ તે વ્યક્તપણાને સ્પર્શતો નથી માટે અવ્યક્ત છે.' આ ‘અવ્યક્ત ’ વિશેષણથી ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય કહ્યું છે; એના આશ્રયે નિર્મળ પર્યાય પ્રગટે છે છતાં એ ત્રિકાળી ધ્રુવદ્રવ્ય વ્યક્ત એવી નિર્મળ પર્યાયને સ્પર્શતું નથી. એ અપેક્ષાએ ત્રિકાળી ધ્રુવ દ્રવ્યથી નિર્મળ પર્યાય ભિન્ન છે એમ કહ્યું છે. પ્રવચનસાર ગાથા ૧૭૨માં અલિંગગ્રહણના ૧૮માં બોલમાં કહ્યું છે આત્મામાં અનંતગુણો હોવા છતાં તે ગુણોના ભેદને આત્મા સ્પર્શતો નથી, કારણ કે ગુણના ભેદને લક્ષમાં લેતાં વિકલ્પ ઊઠે છે, નિર્વિકલ્પતા થતી નથી. શુદ્ધ નિશ્ચયનયથી એકરૂપ અભેદ સામાન્ય ધ્રુવ દ્રવ્યને લક્ષમાં લેતાં વિકલ્પ તૂટીને નિર્વિકલ્પતા થાય છે. તેથી આત્મા ગુણોના ભેદને સ્પર્શતો નથી એમ કહ્યું અને ૧૯ મા બોલમાં આત્મા પર્યાયના ભેદને સ્પર્શતો નથી એટલે જેમ ગુણો ધ્રુવમાં છે છતાં તેના ભેદને સ્પર્શતો નથી તેમ ધ્રુવમાં પર્યાયો છે અને સ્પર્શતો નથી એમ કહેવું નથી, પણ ધ્રુવસામાન્યથી પર્યાય ભિન્ન જ છે. એવા પર્યાયના ભેદને આત્મા સ્પર્શતો નથી એમ કહીને નિશ્ચયનયના વિષયમાં એકલું સામાન્ય દ્રવ્ય જ આવે છે–એમ બતાવ્યું છે. -આત્મધર્મ અંક ૩૮૭, જાન્યુઆરી ૧૯૭૬, પૃષ્ઠ ૨૫ (૨૨૪) પ્રશ્ન:- સમ્યગ્દર્શન થતું નથી એ પુરુષાર્થની નબળાઈ સમજવી ? ઉત્ત૨:- વિપરીતતાના લઈને સમ્યગ્દર્શન અટકે છે અને પુરુષાર્થની નબળાઈના લઈને ચારિત્ર અટકે છે. એને બદલે સમ્યક્ નહિ થવામાં પુરુષાર્થની નબળાઈ માનવી એ તો ડુંગર જેવડા મહાદોષને રાઈ સમાન અલ્પ બનાવે છે. તે ડુંગર જેવડા વિપરીત માન્યતાના દોષને છેદી શકે નહિ. -આત્મધર્મ અંક ૪૦૫, એપ્રિલ ૧૯૮૧, પૃષ્ઠ ૨૮ (૨૨૫) પ્રશ્ન:- સમયસારમાં શુદ્ઘનયનું અવલંબન લેવાનું કહ્યું પરંતુ શુદ્ધનય તો જ્ઞાનનો અંશ છે-પર્યાય છે, શું તે અંશના અવલંબને સમ્યગ્દર્શન થાય ? ઉત્ત૨:- ખરેખર શુદ્ધનયનું અવલંબન ક્યારે થયું કહેવાય ?.... એકલા અંશને પકડીને તેના જ અવલંબનમાં અટક્યો છે તેને તો શુદ્ધનય છે જ નહિ; જ્ઞાનના અંશને અંતરમાં વાળીને જેણે ત્રિકાળી દ્રવ્યની સાથે અભેદતા કરી છે તેને જ શુદ્ઘનય હોય Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #79 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭ર: જ્ઞાનગોષ્ઠી છે, અને આવી અભેદદષ્ટિ કરી ત્યારે શુદ્ધનયનું અવલંબન લીધું એમ કહેવાય છે. એટલે “શુદ્ધનયનું અવલંબન” એમ કહેતાં તેમાં પણ દ્રવ્ય-પર્યાયની અભેદતાની વાત છે; પરિણતિ અંતર્મુખ થઈને દ્રવ્યમાં અભેદ થઈને જે અનુભવ થયો તેનું નામ શુદ્ધનયનું અવલંબન છે, તેમાં દ્રવ્ય-પર્યાયના ભેદનું અવલંબન નથી. જોકે શુદ્ધનય તે જ્ઞાનનો અંશ છે-પર્યાય છે, પરંતુ તે શુદ્ધનય અંતરના ભૂતાર્થસ્વભાવમાં અભેદ થઈ ગયો છે એટલે ત્યાં નય અને નયનો વિષય જુદા ન રહ્યા. જ્યારે જ્ઞાન પર્યાય અંતરમાં વળીને શુદ્ધદ્રવ્ય સાથે અભેદ થઈ ત્યારે જ શુદ્ધનય થયો. આ શુદ્ધનય નિર્વિકલ્પ છે. આવો શુદ્ધનય કતકફળના સ્થાને છે; જેમ મેલા પાણીમાં કતકફળ ઔષધિ નાંખતાં પાણી નિર્મળ થઈ જાય છે, તેમ કર્મથી ભિન્ન શુદ્ધ આત્માનો અનુભવ શુદ્ધનયથી થાય છે, શુદ્ધનયથી ભૂતાર્થ સ્વભાવનો અનુભવ કરતાં આત્મા અને કર્મનું ભેદજ્ઞાન થઈ જાય છે. જુઓ આ સાચી ઔષધિ! અનાદિથી જીવને મિથ્યાત્વરૂપી રોગ લાગુ પડ્યો છે, તે આ શુદ્ધનયરૂપી ઔષધિથી જ મટે. સ્વસમ્મુખ પુરુષાર્થ વડે શુદ્ધનયનું અવલંબન લઈને શુદ્ધાત્માનો અનુભવ કરતાં જ તત્કાળ ભેદજ્ઞાન થઈ જાય છે અને અનાદિનો ભ્રમણા રોગ મટી જાય છે. -આત્મધર્મ અંક ૧૧૯, ભાદ્રપદ ૨૪૭૯, પૃષ્ઠ ૨૩પ (૨૨૬) પ્રશ્ન- કેટલો અભ્યાસ કરે તો સમ્યગ્દર્શન પામી શકાય? ઉત્તર-૧૧ અંગનો ઉઘાડ થઈ જાય એટલી રાગની મંદતા અભવીને થાય છે. ૧૧ અંગનું જ્ઞાન ભણ્યા વિના ક્ષયોપશમ ઉઘડી જાય છે, વિર્ભાગજ્ઞાન પણ થઈ જાય છે ને સાત દ્વીપ સમુદ્રને પ્રત્યક્ષ દેખે છે છતાં આ બધું જ્ઞાન થયું તે સમ્યગ્દર્શનનું કારણ નથી. -આત્મધર્મ અંક ૩૯૧, મે ૧૯૭૬, પૃષ્ઠ ૨૭-૨૮ (૨૨૭) પ્રશ્ન- ૧૧ અંગવાળાને પણ સમ્યગ્દર્શન થતું નથી તો આત્માની રુચિ વિના આટલું બધું જ્ઞાન થાય? ઉત્તર:- જ્ઞાનનો ઉઘાડ થવો તે મંદ કષાયનું કાર્ય છે આત્માની રુચિનું કાર્ય નથી. જેને આત્માની ખરેખરી રુચિ થાય તેને જ્ઞાન અલ્પ હોય તોપણ ચિના બળે સમ્યગ્દર્શન થાય છે. સમ્યગ્દર્શન માટે ઉઘાડ જ્ઞાનની જરૂર નથી પણ આત્માની રુચિની જરૂર છે. -આત્મધર્મ અંક ૩૯૧, મે ૧૯૭૬, પૃષ્ઠ ૨૮ (૨૨૮) પ્રશ્ન:- આટલા બધા શાસ્ત્રો છે તેમાં સમ્યગ્દર્શન માટે વિશેષ નિમિત્તભૂત કયું શાસ્ત્ર ? Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #80 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમ્યગ્દર્શનઃ ૭૩ ઉત્તર- પોતે જ્યારે સ્વભાવને જોવામાં ઉગ્ર પુરુષાર્થ કરે ત્યારે તે વખતે જે શાસ્ત્ર નિમિત્ત હોય તેને નિમિત્ત કહેવાય. દ્રવ્યાનુયોગ હોય, કરણાનુયોગ હોય, ચરણાનુયોગનું શાસ્ત્ર હોય તે પણ નિમિત્ત કહેવાય પ્રથમાનુયોગને પણ બોધિસમાધિનું નિમિત્તે કહ્યું છે. -આત્મધર્મ અંક ૩૯૧, મે ૧૯૭૬, પૃષ્ઠ ૨૫ (૨૨૯) પ્રશ્ન:- પોતાના આત્માને જાણતા સમ્યગ્દર્શન થાય છે તો અરિહંતના દ્રવ્યગુણ-પર્યાયને જાણવા જરૂરી નથી ને? ઉત્તર- અરિહંતના દ્રવ્ય-ગુણ-પર્યાયને જાણવા જરૂરી છે. અરિહંતની પૂર્ણ પર્યાયને જાણે તો તેવી પર્યાય પોતાને પ્રગટરૂપ નથી તેથી તેને પોતાના સ્વદ્રવ્ય તરફ લક્ષ કરતાં દષ્ટિ દ્રવ્ય ઉપર જાય છે ને સર્વજ્ઞ સ્વભાવની પ્રતીતિ થાય છે તેથી અરિહંતના દ્રવ્ય-ગુણ-પર્યાયને જાણતા સમ્યગ્દર્શન થયું તેમ કહેવાય છે. -આત્મધર્મ અંક ૩૯૩, જુલાઈ ૧૯૭૬, પૃષ્ઠ ૨૯ (૨૩૦) પ્રશ્નઃ- શુદ્ધ સ્વરૂપનો આવડો મોટો થાંભલો દેખાતો કેમ નથી ? ઉત્તર:- નજર બહારમાં ને બહારમાં ભમે છે એને ક્યાંથી દેખાય ? પુણ્યના ભાવમાં મોટપ દેખ્યા કરે છે પણ અંદર મહાન પ્રભુ મોટો પડયો છે એને દેખવાનો પ્રયત્ન કરે તો દેખાયને ? –આત્મધર્મ અંક ૪૩૯, મે ૧૯૮૦, પૃષ્ઠ ૨૯ (૨૩૧) પ્રશ્ન- જિનબિમ્બથી નિદ્ધત અને નિકાચિત કર્મ નાશ થાય છે અને સમ્યગ્દર્શન પામે છે તેમ ધવલમાં આવે છે તો પરદ્રવ્યના લક્ષે સમ્યગ્દર્શન થાય છે? ઉત્તર:- ધવલમાં પાઠ આવે છે એનો અર્થ એ છે કે જિનબિમ્બ સ્વરૂપ નિજ અંતર આત્મા અક્રિય ચૈતન્યબિમ્બ છે તેના ઉપર લક્ષ ને દૃષ્ટિ જાય છે ત્યારે સમ્યગ્દર્શન પ્રગટ થાય છે અને નિદ્ધત ને નિકાચિત કર્મ ટળે છે ત્યારે જિનબિમ્બના દર્શનથી સમ્યગ્દર્શન થયું ને કર્મ ટળ્યા એમ ઉપચારથી કથન આવે છે. કેમ કે પહેલા જિનબિમ્બ ઉપર લક્ષ હતું તેથી તેના ઉપર ઉપચારનો આરોપ કરાય છે. સમ્યગ્દર્શન સ્વના લક્ષે જ થાય, પરના લક્ષે ત્રણકાળમાં ન થાય એવી વસ્તુસ્થિતિ છે. -આત્મધર્મ અંક ૪૩૪, ડિસેમ્બર ૧૯૭૯, પૃષ્ઠ (૨૩ર) પ્રશ્ન:- મિથ્યાત્વનો નાશ સ્વસમ્મુખ થવાથી જ થાય છે કે કોઈ બીજો ઉપાય પણ છે? Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #81 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭૪: જ્ઞાનગોષ્ઠી ઉત્તર:- સ્વના આશ્રયથી જ મિથ્યાત્વનો નાશ થાય છે; તે જ એક માત્ર ઉપાય છે. તે સિવાય બીજો ઉપાય પ્રવચનસાર ગાથા ૮૬માં બતાવ્યો છે કે સ્વલક્ષે શાસ્ત્રાભ્યાસ કરવો—ઉપાયાન્તર અર્થાત્ બીજો ઉપાય છે, તેનાથી મોહનો ક્ષય થાય છે. હિન્દી આત્મધર્મ, માર્ચ ૧૯૭૭, પૃષ્ઠ ૨૮ (૨૩૩) પ્રશ્ન:- સમ્યગ્દર્શનની ઉત્પત્તિનું કારણ શું છે? ઉત્ત૨:- સમ્યગ્દર્શનની પર્યાય પ્રગટ થઈ છે તે રાગની મંદતા હતી માટે પ્રગટ થઈ છે એમ તો નથી જ, પણ સૂક્ષ્મતાથી જોઈએ તો દ્રવ્ય-ગુણના લઈને સમ્યગ્દર્શન થયું છે તેમ પણ નથી. સમ્યગ્દર્શનની પર્યાયનું લક્ષ અને ધ્યેય ને આલંબન દ્રવ્ય છે તોપણ તે પર્યાય પોતાના ષટ્કારકથી સ્વતંત્ર પરિણમી છે. જે સમયની જે પર્યાય થવાની છે તેને નિમિત્ત આદિનું તો આલંબન નથી પણ દ્રવ્યના લઈને થાય છે તેમ નથી. અહાહા ! અંતરની વાતો કાચા પારા જેવી બહુ ગંભીર છે, પચાવી શકે તો મોક્ષ થાય છે. -આત્મધર્મ અંક ૪૦૯, નવેમ્બર ૧૯૭૭, પૃષ્ઠ ૧૩ (૨૩૪) પ્રશ્ન:- “પૂર્ણતાના લક્ષે શરૂઆત તે શરૂઆત ” એમ શ્રીમદ્ રાજચંદ્રજીએ કહ્યું છે ત્યાં પૂર્ણતાના લક્ષે શરૂઆતમાં ત્રિકાળી દ્રવ્ય લેવું કે કેવળજ્ઞાન પર્યાય ? કૃપા કરી સ્પષ્ટીકરણ કરશો ? ઉત્ત૨:- અહીં પૂર્ણતાના લક્ષમાં સાધ્યરૂપ કેવળજ્ઞાન પર્યાય લેવી. ત્રિકાળી દ્રવ્ય તો ધ્યેયરૂપ છે. કેવળજ્ઞાન ઉપેય છે અને સાધભાવ તે ઉપાય છે. ઉપાયનું સાધ્ય ઉપેય કેવળજ્ઞાન છે. -આત્મધર્મ અંક ૪૩૨, ઓકટોબર ૧૯૭૯, પૃષ્ઠ ૩૨ (૨૩૫ ) પ્રશ્ન:- જિનવરે કહેલાં વ્યવહારચારિત્રને સાવધાનીપૂર્વક પાળવાથી સમ્યગ્દર્શન થવાનું કારણ તો થાયને ? ઉત્તર:- જરીયે કારણ થાય નહિ. સમ્યગ્દર્શન થવાનું કારણ તો પોતાનો ત્રિકાળી આત્મા જ છે. ભગવાને કહેલા વ્યવહારચારિત્રને સાવધાનીપૂર્વક અને પરિપૂર્ણ પાળે તોપણ તેનાથી સમ્યગ્દર્શન થતું નથી. આ તો વીરાનો માર્ગ છે-શૂરાનો માર્ગ છે. કાયરનું કામ નથી. શુભરાગને ધર્મ કે ધર્મનું કારણ માનનાર બધા કાયર છે. -આત્મધર્મ અંક ૪૦૩, મે ૧૯૭૭, પૃષ્ઠ ૧૫ (૨૩૬) પ્રશ્ન:- બંને અપેક્ષાઓનું પ્રમાણજ્ઞાન કરે પછી પર્યાયદષ્ટિ ગૌણ કરે, નિશ્ચય Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #82 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમ્યગ્દર્શનઃ ૭૫ દૃષ્ટિને મુખ્ય કરે-આટલી મહેનત કરવાને બદલે-આત્મા ચૈતન્ય છે-ફક્ત એટલું જ અનુભવમાં આવે તો એટલી શ્રદ્ધા સમ્યગ્દર્શન છે કે નહિ? ઉત્ત૨:- નહિ; નાસ્તિક મત સિવાય બધા મતવાળા આત્માને ચૈતન્યમાત્ર માને છે. જો એટલી જ શ્રદ્ધાને સમ્યગ્દર્શન કહેવામાં આવે તો બધાને સમ્યક્ત્વ સિદ્ધ થઈ જશે. સર્વજ્ઞ વીતરાગે આત્માનું જેવું સ્વતંત્ર અને પૂર્ણસ્વરૂપ કહ્યું છે-તેવું આ સમાગમથી જાણીને, સ્વભાવથી નિર્ણય કરીને તેનું જ શ્રદ્ધાન કરવાથી નિશ્ચય સમ્યક્ત્વ થાય છે. સર્વજ્ઞને સ્વીકારનારા જીવે એ નિર્ણય કર્યો છે કે અલ્પજ્ઞ જીવ અપૂર્ણ અવસ્થાના કાળમાં પણ સર્વજ્ઞ ૫૨માત્મા જેવો પૂર્ણ સામર્થ્યવાન છે. પૂર્ણને સ્વીકારનાર હરેક સમયે પૂર્ણ થવાની શક્તિ ધરાવે છે. પરોક્ષ જ્ઞાનમાં, વસ્તુના વર્તમાન સ્વતંત્ર ત્રિકાળી અખંડ પૂર્ણ સ્વરૂપનો નિર્ણય પૂર્ણતાના લક્ષ્યથી જ થાય છે. શુદ્ઘનયથી એમ જાણવું એ નિશ્ચયસમ્યક્ત્વ છે. હિન્દી આત્મધર્મ, નવેમ્બર ૧૯૭૭, પૃષ્ઠ ૨૪ (૨૩૭) પ્રશ્ન:- જે ક્રિયાનયથી સિદ્ધિ સાધ્ય છે તેવો એક ધર્મ છે અને જ્ઞાનનયથી સિદ્ધિ સાધ્ય છે તેવો પણ એક ધર્મ છે; તેવી રીતે ત્રિકાળી દ્રવ્યના આશ્રયે પણ સમ્યગ્દર્શન થાય અને નિર્મળ પર્યાય સહિત દ્રવ્યના આશ્રયે પણ સમ્યગ્દર્શન થાય, એમ છે? ઉત્ત૨:- ના; એક જ સમયે જાણવા લાયક ક્રિયાનય ને જ્ઞાનનય ઈત્યાદિ અનંત ધર્મો છે. પરંતુ સમ્યગ્દર્શનનો વિષય એક નયે ત્રિકાળી દ્રવ્ય પણ છે ને બીજા નયથી જોતાં પર્યાય સહિતનું દ્રવ્ય પણ સમ્યગ્દર્શનનો વિષય બને એવો કોઈ ધર્મ જ નથી. સમ્યગ્દર્શનનો વિષય તો માત્ર ભૂતાર્થ એવું ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય ( પર્યાય રહિતનું) જ છે. તેના આશ્રયે જ સમ્યગ્દર્શન થાય છે, અન્યથા સમ્યગ્દર્શન થતું નથી. -આત્મધર્મ અંક ૩૮૭, જાન્યુઆરી ૧૯૭૬, પૃષ્ઠ ૨૬ (૨૩૮ ) પ્રશ્ન:- સમ્યગ્દર્શન તો રાગ છોડે ત્યારે થાય ને? ઉત્ત૨:- પ્રથમ રાગ ન છૂટે, પણ રાગની રુચિ છોડી સ્વભાવની રુચિ કરે છે ત્યારે સમ્યગ્દર્શન થાય છે. સમ્યગ્દર્શનમાં રાગની ભિન્નતા થાય છે. રાગ છૂટતો નથી પણ રાગને દુઃખરૂપ જાણીને તેની રુચિ છૂટે છે. -આત્મધર્મ અંક ૪૦૧, માર્ચ ૧૯૭૭, પૃષ્ઠ ૨૩ (૨૩૯ ) પ્રશ્ન:- ગુણભેદના વિચારથી પણ મિથ્યાત્વ ન ટળે, તો મિથ્યાત્વને ટાળવું કેમ ? Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #83 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭૬: જ્ઞાનગોષ્ઠી ઉત્તર-શુદ્ધ આત્મવસ્તુ કે જેમાં રાગ કે મિથ્યાત્વ છે જ નહિ-તે શુદ્ધવસ્તુમાં પરિણામ તન્મય થતાં મિથ્યાત્વ ટળે છે; બીજા કોઈ ઉપાયથી મિથ્યાત્વ ટળે નહિ. ભાઈ, ગુણભેદનો વિકલ્પ પણ શુદ્ધવસ્તુમાં ક્યાં છે?-નથી; તો તે શુદ્ધવસ્તુની પ્રતીત ગુણભેદના વિકલ્પની અપેક્ષા રાખતી નથી. વસ્તુમાં વિકલ્પ નથી, ને વિકલ્પમાં વસ્તુ નથી; એમ બંનેની ભિન્નતા જાણતાં પરિણતિ વિકલ્પમાંથી ખસીને (છૂટી પડીને ) સ્વભાવમાં આવે ત્યાં મિથ્યાત્વ ટળી જાય છે.-આ મિથ્યાત્વ ટાળવાની રીત છે; એટલે કે “ઉપયોગ” અને રાગાદિનું ભેદજ્ઞાન તે સમ્યત્વનો માર્ગ છે. તે માટે, વિકલ્પ કરતાં ચિદાનંદ સ્વભાવનો અનંતો મહિમા ભાસીને તેનો અનંતો રસ આવવો જોઈએ. -આત્મધર્મ અંક ર૬૨, ઓગષ્ટ ૧૯૬૫, પૃષ્ઠ ૨૦ (૨૪) પ્રશ્ન- જેને સમ્યગ્દર્શન થવાનું જ છે એવા જીવની પૂર્વ ભૂમિકા કેવી હોય? ઉત્તર:- એ જીવને જેવું વસ્તુનું સ્વરૂપ છે તેવો સવિકલ્પ નિર્ણય હોય છે પણ, સવિકલ્પથી નિર્વિકલ્પતા થાય જ એમ નથી. જેને થાય તેને પૂર્વના સવિકલ્પ નિર્ણયમાં ઉપચાર આવે છે. -આત્મધર્મ અંક ૩૯૧, મે ૧૯૭૬, પૃષ્ઠ ૨૬ (૨૪૧) પ્રશ્ન:- દષ્ટિને સ્થિર કરવા માટે સામી વસ્તુ સ્થિર જોઈએ, પણ દષ્ટિ તો પલટતી રહે છે તે કેવી રીતે સ્થિર થાય? ઉત્તર- સામી વસ્તુ સ્થિર (ધ્રુવ) હોય તો તેના ઉપર નજર નાખતા નજર સ્થિર થાય છે. ભલે નજર (દષ્ટિની પર્યાય) સ્થિર ન રહી શકે, તોપણ ધ્રુવ ઉપર નજર એકાગ્રતા કરે છે તેથી વસ્તુ આખી નજરમાં આવી જાય છે આખું આત્મદ્રવ્ય નજરમાં જણાય જાય છે. મૂળ વાત એ છે કે અંદરમાં જે આશ્ચર્યકારી આત્મવસ્તુ છે એ વસ્તુસ્વભાવનો એને અંદરથી મહિમા નથી આવતો. દ્રવ્યલિંગી સાધુ થયો છતાં અંદરથી મહિમા આવતો નથી, પર્યાય પાછળ આખો ધ્રુવ મહાપ્રભુ પડ્યો છે એનો મહિમાં આવે. આશ્ચર્ય ભાસે તો કાર્ય થાય જ. અનંત અનંત આનંદનું ધામ છે તે એને વિશ્વાસમાં આવવું જોઈએ, વિશ્વાસે વહાણ ચાલે છે ને દરિયો તરી જાય છે તેમ અંદરમાં આત્માની પ્રભુતાનો વિશ્વાસ આવે તો કાર્ય થાય જ. જેણે જીવતી જ્યોત એવા ચૈતન્યનો અનાદર કરીને રાગને પોતાનો માન્યો છે, રાગ તે હું છું તેમ માન્યું છે, તેણે પોતાના આત્માનો જ ઘાત કર્યો. જેનાથી Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #84 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમ્યગ્દર્શનઃ ૭૭ લાભ માને તેને પોતાનો માન્યા વિના તેનાથી લાભ માની શકે નહિ. તેથી રાગથી લાભ માનનાર પોતાનો જ ઘાત કરતો હોવાથી દુરાત્મા છે, આત્માનો અનાદર કરનાર છે, આત્માનો તિરસ્કાર કરનાર છે, અવિવેકી મિથ્યાદષ્ટિ છે. -આત્મધર્મ અંક ૩૯૧, મે ૧૯૭૬, પૃષ્ઠ ૩૧-૩૨ (૨૪૨) પ્રશ્ન:- આના ઉપરથી એમ થાય છે કે સમ્યગ્દર્શન થવાને પાત્ર કોણ ? ઉત્ત૨:-ઈ પાત્ર જ છે પણ પાત્ર નથી એમ મનાઈ જાય છે ને! ઈ શલ્ય નડે છે. -આત્મધર્મ અંક ૩૯૧, મે ૧૯૭૬, પૃષ્ઠ ૨૬ (૨૪૩) પ્રશ્નઃ- સવિકલ્પ દ્વારા નિર્વિકલ્પ થાય છે? ઉત્ત૨ઃ- સવિકલ્પ દ્વારા નિર્વિકલ્પ થતો નથી પણ કહેવાય ખરું કેમકે વિકલ્પને છોડીને નિર્વિકલ્પમાં જાય તે બતાવવા વિકલ્પ દ્વારા એમ કહેવાય છે. રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં રોમાંચ ખડા થાય છે તેમ આવે છે. એટલે કે વીર્ય અંદર જવા ઉછળે છે તે બતાવવું છે. -આત્મધર્મ અંક ૩૯૧, મે ૧૯૭૬, પૃષ્ઠ ૩૦ (૨૪૪) પ્રશ્ન:- શાસ્ત્રાભ્યાસ આદિ કરવા છતાં તેનાથી સમ્યગ્દર્શન થતું નથી તો સમ્યગ્દર્શન માટે શું કરવું ? ઉત્ત૨:- ખરેખરી એક આત્માની જ રુચિપૂર્વક પ્રથમમાં પ્રથમ આત્માને જાણવો તે જ સમ્યગ્દર્શનનો ઉપાય છે. આત્માનો સાચો નિર્ણય કરનારને પહેલા સાતતત્ત્વોનો સવિકલ્પ નિર્ણય આવે છે, શાસ્ત્રાભ્યાસ હોય છે, શાસ્ત્રાભ્યાસ ઠીક છે તેમ પણ વિકલ્પમાં હોય છે પણ તેનાથી ખરો નિર્ણય થતો નથી. વિકલ્પસહિત ત્યાં સુધી પ૨સન્મુખતા છે. પ૨સન્મુખતાથી સાચો નિર્ણય થતો નથી. સ્વસન્મુખ થતાં જ સાચો નિર્વિકલ્પ નિર્ણય થાય છે. સવિકલ્પદ્વારા નિર્વિકલ્પ થવાનું આવે છે છતાં સવિકલ્પતા તે નિર્વિકલ્પ થવાનું ખરું કારણ નથી છતાં પહેલા આવે છે તેથી સવિકલ્પ દ્વારા એમ કહેવાય છે. -આત્મધર્મ અંક ૩૯૧, મે ૧૯૭૬, પૃષ્ઠ ૨૫ (૨૪૫) પ્રશ્નઃ- સમ્યગ્દષ્ટિને અશુભમાં આયુષ્ય બંધાય ? ઉત્ત૨:- સમ્યગ્દષ્ટિને ચોથે પાંચમે વેપાર વિષય આદિનો અશુભ રાગ પણ હોય Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #85 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭૮: જ્ઞાનગોષ્ઠી છે છતાં સમ્યગ્દર્શનનું એવું માહાભ્ય છે કે તેને અશુભ ભાવ વખતે આયુષ્ય બંધાય નહિ, શુભભાવમાં જ આયુષ્ય બંધાય છે. સમ્યગ્દર્શનનો એવો પ્રભાવ છે કે તેને ભવ વધે તો નહિ, પણ હલકો ભવ પણ હોય નહિ, સ્વર્ગ આદિનો ઊંચો ભવ જ હોય. -આત્મધર્મ અંક ૪૧૦, ડિસેમ્બર ૧૯૭૭, પૃષ્ઠ ૨૬ (૨૪૬) પ્રશ્નઃ- જેના પ્રતાપે જન્મ-મરણ ટળે ને મુક્તિ મળે એવું અપૂર્વ સમ્યગ્દર્શન પાંચમાં આરામાં જલ્દી થઈ જાય ? ઉત્તર- પાંચમાં આરામાં ક્ષણમાં સમ્યગ્દર્શન થાય. પાંચમો આરો આત્માને નડતો નથી. પાંચમાં આરાથી આત્મા પાર છે. સમ્યગ્દર્શન પ્રગટ કરવું તે વીરોના કામ છે, કાયરનું કામ નથી. પાંચમાં આરામાં ન થઈ શકે, હમણાં ન થઈ શકે એમ માનનારા કાયરનું આ કામ નથી. પછી કરીશ, કાલે કરીશ-એવા વાયદા કરનારનું આ કામ નથી. હુમણાં કરીશ, આજે જ કરીશ-એવા વીરોનું આ કામ છે. આત્મા આનંદસ્વરૂપ છે. તેની સામું જોવે તેને કાળ-આરો શું નડે!-શું કરે! -આત્મધર્મ અંક ૪૨૦, ઓકટોબર ૧૯૭૮, પૃષ્ઠ ૨૨ (૨૪૭) પ્રશ્ન- શુદ્ધાત્માની સચિરૂપ સમ્યગ્દર્શનને નિશ્ચય સમ્યગ્દર્શન કર્યું છે તે નિશ્ચય સમ્યગ્દર્શનને સરાગસમ્યફ અને વીતરાગસમ્યફ એવા બે ભેદરૂપ કેમ કહેવામાં આવે છે? ઉત્તર:- નિશ્ચય સમ્યગ્દર્શનની સાથે વર્તતા રાગને બતાવવા માટે નિશ્ચય સમ્યકત્વને સરાગ સમ્યકત્વ કહેવામાં આવે છે. ત્યાં સમ્યગ્દર્શન તો નિશ્ચય છે પણ સાથે વર્તતો શુભરાગનો વ્યવહાર છે તેનો સંબંધ બતાવવા સરાગ સમ્યગ્દર્શન કહેવામાં આવે છે. ગૃહસ્થાશ્રમમાં રહેલાં તીર્થકર, ભરત, સગરચક્રિ, રામ, પાંડવ આદિને સમ્યગ્દર્શન તો નિશ્ચય હતું છતાં તેની સાથે વર્તતા શુભરાગનો સંબંધ બતાવવા તેમને સરાગ સમ્યગ્દષ્ટિ કહેવામાં આવે છે. અહીં વીતરાગતાનું વજન દેવું છે તેથી નિશ્ચય સમ્યકત્વ હોવા છતાં સરાગ સમ્યકત્વ કહ્યું છે અને તેને વીતરાગ સમ્યકત્વનું પરંપરા સાધક કહ્યું છે. શુદ્ધાત્માની રુચિરૂપ નિશ્ચય સમ્યગ્દર્શનમાં સરાગ વીતરાગના ભેદ નથી. છે તો વીતરાગ સમ્યગ્દર્શન, પણ જ્યાં સ્થિરતાની મુખ્યતાનું કથન ચાલતું હોય ત્યાં સમ્યકત્વની સાથે વર્તતા રાગનો સંબંધ ગણીને તેને વ્યવહાર સમ્યકત્વ કહ્યું છે અને રાગરહિત સંયમવાળાને વીતરાગ સમ્યકત્વ કહ્યું છે. જેવો વીતરાગ સ્વભાવ છે તેવું પર્યાયમાં વીતરાગી પરિણમન થયું છે તેથી તેને વીતરાગી સમ્યગ્દર્શન કહેવામાં આવે છે. -આત્મધર્મ અંક ૩૯૮, ડિસેમ્બર ૧૯૭૬, પૃષ્ઠ ૨૦ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #86 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમ્યગ્દર્શનઃ ૭૯ (૨૪૮) પ્રશ્ન:- જ્ઞાન પ્રાપ્તિનું ફળ તો રાગનો અભાવ થવો તે છે ને? ઉત્તર:- રાગનો અભાવ એટલે રાગથી ભિન્ન આત્માના અનુભવ પૂર્વક ભેદજ્ઞાન થયું છે તેમાં રાગના કર્તાપણાનો-સ્વામીપણાનો અભાવ થયો-રાગમાંથી આત્મબુદ્ધિ છૂટી ગઈ તે રાગનો પહેલા નંબરનો અભાવ થયો. -આત્મધર્મ અંક ૪૦૯, નવેમ્બર ૧૯૭૭, પૃષ્ઠ ૧૩ (૨૪૯) પ્રશ્ન:- સમ્યગ્દર્શન સહિત નકવાસને પણ ભલો કહ્યો છે ને? નરકમાં સમ્યગ્દષ્ટિને આનંદની ગટાગટી છે ને? ઉત્ત૨:- એ તો સમ્યગ્દર્શનની અપેક્ષાએ કહ્યું છે પણ ત્યાં જેટલો કષાય છે એટલું દુ:ખ છે. ત્રણ કષાય છે એટલું દુ:ખ છે. મુનિને ઘાણીમાં પીલે, સળગાવે છતાં ત્રણ કષાય નથી એથી એને આનંદ હોય છે. -આત્મધર્મ અંક ૪૪૫, નવેમ્બર ૧૯૮૦, પૃષ્ઠ ૨૮ (૨૫૦) પ્રશ્ન:- સમ્યક્ શ્રદ્ધા અને અનુભવમાં શું ફેર છે? ઉત્ત૨:- સમ્યક્ શ્રદ્ધાન-પ્રતીતિ ને શ્રદ્ધાગુણની પર્યાય છે ને અનુભવ તે ચારિત્ર ગુણની પર્યાય છે. -આત્મધર્મ અંક ૪૪૬, ડિસેમ્બર ૧૯૮૦, પૃષ્ઠ ૨૮ (૨૫૧) પ્રશ્ન:- મિથ્યાત્વ-આસ્રવભાવને તોડવાનો વજદંડ શું? ઉત્તર:- ત્રિકાળી ધ્રુવ જ્ઞાયકસ્વભાવ છે તે વજદંડ છે. તેનો આશ્રય લેવાથી મિથ્યાત્વ-આસ્રવભાવ તૂટે છે. પહેલામાં પહેલું કર્તવ્ય રાગથી ભિન્ન પડીને જ્ઞાયકભાવની દૃષ્ટિ કરવી એ છે. એ કાર્ય કર્યા વિનાના વ્રતાદિ બધું થોથાં છે. -આત્મધર્મ અંક ૪૨૨, ડિસેમ્બર ૧૯૭૮, પૃષ્ઠ ૩૦ (૨૫૨) પ્રશ્ન:- ઉપશમ સમ્યક્ થઈને છૂટી જાય ને મિથ્યાત્વમાં આવી જાય તેને ખ્યાલમાં આવે કે મને સમ્યક થયું હતું ? ઉત્ત૨:- હા, સમ્યક્ છૂટી જાય પછી થોડો વખત ખ્યાલમાં રહે, પછી લાંબો વખત થાય તો ભૂલી જાય. -આત્મધર્મ અંક ૪૪૫, નવેમ્બર ૧૯૮૦, પૃષ્ઠ ૩૧ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #87 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૮O: જ્ઞાનગોષ્ઠી (૨૫૩) પ્રશ્ન- દર્શનપાહુડ ગાથા ૨૧માં કહ્યું છે કે હે જીવ! તું સમ્યગ્દર્શનને અંતરંગભાવથી ધારણ કર. અહીં બતાવેલ અંતરંગભાવ તથા બહિરંગભાવનો પણ અર્થ સ્પષ્ટ કરશો? ઉત્તર:- અંતરસ્વભાવના આશ્રયે પરિણતિ પ્રગટ કરવી તે અંતરંગભાવ છે, એવી પરિણતિ અંશે પ્રગટ કરવી તે સમ્યગ્દર્શન છે. નવતત્ત્વની શ્રદ્ધા વગેરે રાગભાવ છે, તે અંતરંગભાવ નથી પણ બહિરંગભાવ છે, એટલે કે તેનાથી સમ્યગ્દર્શન થતું નથી. બહારના લક્ષે જે કોઈ ભાવ થાય તે બધોય બહિરંગભાવ છે. આત્મસ્વભાવ શુદ્ધ ચૈતન્યમય છે તેના અંતરના અંગમાંથી પરિણતિ પ્રગટ કર. આ જડ શરીરમાંથી સમ્યગ્દર્શન પ્રગટવાનું નથી. તેમ જ દેવ-ગુરુ-શાસ્ત્રમાંથી કે નવતત્ત્વના વિકલ્પમાંથી પણ તારું સમ્યગ્દર્શન પ્રગટવાનું નથી. માટે તે બધાનું લક્ષ છોડીને તારા ચૈતન્યરૂપી શરીરમાંથી સમ્યગ્દર્શન કાઢ. જે પુણ્ય-પાપના પરિણામ થાય તે તારું ચૈતન્યઅંગ નથી પણ કાર્મણઅંગ છે. વ્યવહાર સમ્યગ્દર્શન પણ કાર્મણઅંગ છે, ચૈતન્યને ચૂકીને કર્મના સંબંધે જે ભાવ ઉત્પન્ન થાય તે બહિરંગભાવ છે, તે અંતરંગભાવ નથી, અને તેમાંથી સમ્યગ્દર્શનની ઉત્પત્તિ નથી. “અંતરંગભાવ' કહીને આચાર્યદવે બધા પરભાવોનો નિષેધ કર્યો છે. શરીરાદિની ક્રિયા તો જડ છે અને વ્રત, તપ, પૂજા, ભક્તિ, પડિમા વગેરેનો શુભરાગ તે બહિરંગભાવ છે-વિકાર છે, તેનાથી આત્મકલ્યાણ થતું નથી. માટે તે જડની ક્રિયામાં અને બહિરંગભાવોમાં એક્વબુદ્ધિ છોડીને (અર્થાત પરભાવોમાં આત્મબુદ્ધિ છોડીને) એકલા આત્મસ્વભાવનો આશ્રય કરવો તે અંતરંગભાવ છે અને એવા ભાવથી સમ્યગ્દર્શન પ્રગટ થાય છે, તે જ આત્માનું કલ્યાણ છે. -આત્મધર્મ અંક પ૩, ફાગણ ૨૪૭૪, પૃષ્ઠ ૭૧ (૨૫૪) પ્રશ્ન:- જે ક્ષણે જીવ હેય-ઉપાદેયપણાને યથાર્થ સમજે તે જ ક્ષણે હેયને છોડીને ઉપાદેયને અંગીકાર કરે-એટલે કે સાચી શ્રદ્ધા ભેગું જ પૂરું ચારિત્ર હોય. જ્યારે રાગાદિ છોડીને ચારિત્ર અંગીકાર કરે ત્યારે જ સાચી શ્રદ્ધા થઈ કહેવાય. એમ માને તેનું સમાધાન ઉત્તર:- સમ્યગ્દર્શન તો પરિપૂર્ણ આત્મસ્વભાવને જ માને છે; રાગાદિનું ગ્રહણ-ત્યાગ કરવાનું કાર્ય સમ્યગ્દર્શનનું નથી, પણ ચારિત્રનું છે. સાચી શ્રદ્ધાનું કાર્ય એ છે કે ઉપાદેયની ઉપાદેય તરીકે અને હેયની-હેય તરીકે પ્રતીત કરવી; પણ ઉપાદેયને Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #88 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમ્યગ્દર્શનઃ ૮૧ અંગીકાર કરવું અને હેયને છોડવું એ કામ ચારિત્રનું છે. રાજપાટમાં હોવા છતાં અને રાગ હોવા છતાં ભરત ચક્રવર્તી, શ્રેણિકરાજા, રામચંદ્રજી, ભરતના નાની નાની ઉંમરના કુમારો તથા સીતાજી વગેરેને સમ્યગ્દર્શન હતું-આત્મભાન હતું. સમ્યગ્દર્શન થતાં વ્રતાદિ હોવા જ જોઈએ અને ત્યાગ હોવો જ જોઈએ-એવો નિયમ નથી, પણ એટલું ખરું કે સમ્યગ્દર્શન થતાં ઊંધા અભિપ્રાયનો ત્યાગ અવશ્ય થાય છે. -આત્મધર્મ અંક ૫૪, ચૈત્ર ૨૪૭૪, પૃષ્ઠ ૮૭ (૨૫૫) પ્રશ્ન- સમ્યગ્દષ્ટિ સ્વર્ગમાંથી આવે છે ત્યારે માતાના પેટમાં નવ માસમાં નિર્વિકલ્પ ઉપયોગ આવતો હશે કે કેમ ? ઉત્તરઃ- એ વાત ખ્યાલમાં છે પણ શાસ્ત્ર આધાર કોઈ આવતો નથી. -આત્મધર્મ અંક ૩૯૧, મે ૧૯૭૬, પૃષ્ઠ ૨૬ (૨૫૬) પ્રશ્ન:- મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનમાં સમ્યગ્દર્શન થાય છે તો સમ્યગ્દર્શન ક્યારે થાય છે? ઉત્તર- મતિજ્ઞાનપૂર્વક સમ્યગ્દર્શન થાય છે તોપણ મતિજ્ઞાન વખતે આનંદનું વેદન નથી. શ્રુતજ્ઞાનમાં આનંદનું વેદન આવે છે એટલે શ્રુતજ્ઞાનમાં સમ્યગ્દર્શનનો આનંદ આવે છે છતાં મતિજ્ઞાનપૂર્વક શ્રુતજ્ઞાનમાં સમ્યગ્દર્શન થાય છે તેમ કહેવાય છે. -આત્મધર્મ અંક ૩૯૧, મે ૧૯૭૬, પૃષ્ઠ ૩૧ (૨૫૭) પ્રશ્ન:- દ્રવ્ય-ગુણ-પર્યાયના ભેદના વિચારમાં પણ મિથ્યાત્વ છે-તે કઈ રીતે? ઉત્તર:- ભેદના વિચાર તે કાંઈ મિથ્યાત્વ નથી. એવા ભેદવિચાર તો સમ્યગ્દષ્ટિનેય હોય; પણ તે ભેદવિચારમાં જે રાગરૂપ વિકલ્પ છે તેને લાભનું કારણ માનીને તેમાં એકત્વબુદ્ધિથી જે જીવ અટકે તેને મિથ્યાત્વ જાણવું. એકત્વબુદ્ધિ વગરના ભેદવિકલ્પ તે મિથ્યાત્વ નથી, તે અસ્થિરતાનો રાગ છે. -આત્મધર્મ અંક ર૬ર, ઓગષ્ટ ૧૯૬૫, પૃષ્ઠ ૨૦ (૨૫૮). પ્રશ્ન:- સમ્યગ્દષ્ટિને શુદ્ધ આત્માનો વિચાર ઉપયોગમાં ચાલે તે જ શુદ્ધ ઉપયોગ છે ને ? ઉત્તર- ના, શુદ્ધ આત્માનો વિચાર ચાલે એ શુદ્ધ ઉપયોગ નથી, એ તો રાગ મિશ્રિત વિચાર છે. શુદ્ધ આત્મામાં એકાગ્ર થઈ નિર્વિકલ્પ ઉપયોગરૂપ પરિણામ થાય Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #89 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૮૨: જ્ઞાનગોષ્ઠી તે શુદ્ધ ઉપયોગ છે. જેમાં શેય-જ્ઞાન-જ્ઞાતાના ભેદ છૂટીને એકલો અભેદરૂપ ચૈતન્યગોળો અનુભવમાં આવે છે તે શુદ્ધ ઉપયોગ છે. -આત્મધર્મ અંક ૪૧૮, ઓગષ્ટ ૧૯૧૮, પૃષ્ઠ ૨૫ (૨૫૯) પ્રશ્ન:- આત્માની રુચિ હોય ને અહીં સમ્યગ્દર્શન ન થાય તો બીજા ભવમાં થાય ? ઉત્તર:- આત્માની સાચી રુચિ હોય તેને સમ્યગ્દર્શન થાય ને થાય થાય જ. યથાર્થ રુચિ અને લક્ષ હોય એને સમ્યગ્દર્શન ન થાય તેમ ત્રણકાળમાં બને જ નહીં. વીર્યમાં હીણપ ન આવવી જોઈએ. વીર્યમાં ઉત્સાહુ ને નિઃશંકતા આવવી જોઈએ. કાર્ય થશે જ-એમ એના નિર્ણયમાં આવવું જોઈએ. -આત્મધર્મ અંક ૪૨૧, નવેમ્બર ૧૯૭૮, પૃષ્ઠ ૨૪ (૨૬૦) પ્રશ્ન:- પહેલાં અશુભરાગ ટાળે ને શુભરાગ કરે તો પછી શુદ્ધભાવ થાય તેવો ક્રમ તો છે ને ? ઉત્તર- એ ક્રમ જ નથી. પહેલાં સમ્યગ્દર્શન પ્રગટ કરે છે પછી એકદમ શુભરાગ ટાળી શકતો નથી તેથી પહેલાં અશુભરાગ ટાળીને શુભરાગ આવે છે, એ સાધકના ક્રમની વાત છે. -આત્મધર્મ અંક ૪૨૧, નવેમ્બર ૧૯૭૮, પૃષ્ઠ ૨૭ (૨૬૧) પ્રશ્ન- તો અજ્ઞાનીને શું કરવું? ઉત્તર:- અજ્ઞાનીને પહેલાં વસ્તસ્વરૂપનું સાચું જ્ઞાન કરીને આત્માનું ભાન કરવું. એ સમ્યગ્દર્શન પામવાનો સાચો ઉપાય છે. શુભરાગના ક્રિયાકાંડ કરવા તે સાચો ઉપાય નથી. -આત્મધર્મ અંક ૪૨૧, નવેમ્બર ૧૯૭૮, પૃષ્ઠ ૨૭ (ર૬૨) પ્રશ્ન:- નયપક્ષથી અતિક્રાન્ત, જ્ઞાનસ્વભાવનો અનુભવ કરીને તેની પ્રતીત તે સમ્યગ્દર્શન છે–એમ સમ્યગ્દર્શનની વિધિ તો આપે સમજાવી, પણ હવે તે વિધિને અમલમાં કેમ મૂકવી ?-વિકલ્પમાંથી ગૂલાંટ મારીને નિર્વિકલ્પ કેવી રીતે થવું–તે સમજાવો. ઉત્તર:- વિધિ યથાર્થ સમજાય તો પરિણતિ ગૂલાંટ માર્યા વગર રહે નહિ. વિકલ્પજાત અને સ્વભાવજાત બંનેને ભિન્ન જાણતાવેંત જ પરિણતિ વિકલ્પમાંથી છૂટી પડીને સ્વભાવ સાથે તન્મય થાય છે. વિધિને સમ્યકપણે જાણવાનો કાળ ને પરિણતિનો Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #90 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમ્યગ્દર્શનઃ ૮૩ ગુલાંટ મારવાનો કાળ–બંને એક જ છે. વિધિ જાણે પછી એને શીખવવું ન પડે કે તું આમ કર. જે વિધિ જાણી તે વિધિથી જ્ઞાન અંતરમાં ઢળે છે. સમ્યકત્વની વિધિને જાણનારું જ્ઞાન પોતે કાંઈ રાગમાં તન્મય નથી, સ્વભાવમાં તન્મય છે,-અને એવું જ્ઞાન જ સાચી વિધિને જાણે છે. રાગમાં તન્મય રહેલું જ્ઞાન સમ્યકત્વની સાચી વિધિને જાણતું નથી. -આત્મધર્મ અંક ૨૬ર, ઓગષ્ટ ૧૯૬૫, પૃષ્ઠ ૨૧-૨૨ (૨૬૩) પ્રશ્ન- બંધનનો નાશ નિશ્ચયસમ્યગ્દર્શનથી થાય છે કે વ્યવહાર સમ્યગ્દર્શનથી ? ઉત્તર- જેને નિશ્ચયસમ્યગ્દર્શન પ્રગટ થયું હોય તે જીવને, વ્યવહાર સમ્યગ્દર્શનમાં દોષ (-અતિચાર) હોવા છતાં તેને તે દર્શનમોહના બંધનું કારણ થતું નથી, કેમકે નિશ્ચયસમ્યગ્દર્શનના સદ્ભાવમાં મિથ્યાત્વસંબંધી બંધન થતું નથી. અને કોઈ જીવને વ્યવહાર સમ્યગ્દર્શન તો બરાબર હોય, તેમાં જરાય અતિચાર પણ ન લાગવા દેતો હોય, પરંતુ જો તેને નિશ્ચયસમ્યગ્દર્શન ન હોય તો તેને મિથ્યાત્વમોહ બંધાયા જ કરે છે. સમ્યગ્દર્શનનો જે વ્યવહાર છે તે સમ્યકત્વના દોષને ટાળવા સમર્થ નથી પણ સમ્યગ્દર્શનનો જે નિશ્ચય છે તે મિથ્યાત્વનું બંધન થવા દેતો નથી. એટલે એમ સિદ્ધાંત છે કે નિશ્ચય તે બંધનો નાશક છે અને વ્યવહાર તે બંધનો નાશ કરવા સમર્થ નથી. -આત્મધર્મ અંક પ૩, ફાગણ ૨૪૭૪, પૃષ્ઠ ૭૦ (૨૬૪) પ્રશ્ન- આત્મામાં પરિણમનને માટે પ્રથમ શું કરવું જોઈએ? ઉત્તર- પહેલાં તો સત્સમાગમે આવા સત્યનું શ્રવણ કરવું જોઈએ. જ્યાં સત્યનું શ્રવણ પણ નથી ત્યાં ગ્રહણ નથી, ગ્રહણ નથી ત્યાં ધારણા નથી, ધારણા નથી ત્યાં રુચિ નથી અને રુચિ નથી ત્યાં પરિણમન થતું નથી. જેને આત્માની રુચિ હોય તેને પ્રથમ તેનું શ્રવણ, ગ્રહણ અને ધારણા તો હોય જ છે. અહીં તો હવે શ્રવણ, ગ્રહણ, ધારણા અને રુચિ પછી અંતરમાં તેનું પરિણમન કેમ થાય તેની આ વાત છે. -આત્મધર્મ અંક ૯૭, કારતક ૧૯૭૮, પૃષ્ઠ 6 (૨૬૫), પ્રશ્ન:- આત્મખ્યાતિને અહીં સમ્યગ્દર્શન કહ્યું-આત્મપ્રસિદ્ધિ કહ્યું-આત્માનુભવ કહ્યું–તેમનો શું અર્થ ? ઉત્તર:- ત્રિકાળી આત્મસ્વભાવ તો પ્રસિદ્ધ જ હતો, તે કાંઈ ઢંકાયો નથી, પણ અવસ્થામાં પહેલાં તેનું ભાન ન હતું ને હવે તેનું ભાન થતાં અવસ્થામાં ભગવાન આત્માની પ્રસિદ્ધિ થઈ. નિર્મળ અવસ્થા પ્રગટ થતાં, દ્રવ્ય-પર્યાયની અભેદતાથી “આત્મા જ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #91 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૮૪: જ્ઞાનગોષ્ઠી પ્રસિદ્ધ થયો' એમ કહ્યું છે. અનુભવમાં કાંઈ દ્રવ્ય-પર્યાયના ભેદ નથી. રાગમિશ્રિત વિચાર છૂટીને જ્ઞાન જ્ઞાનમાં જ એકાગ્ર થયું તેનું નામ આત્મખ્યાતિ છે. તે આત્મખ્યાતિને અહીં સમ્યગ્દર્શન કહ્યું છે. જો કે આત્મખ્યાતિ પોતે તે જ્ઞાનની પર્યાય છે પણ તેની સાથે સમ્યગ્દર્શન અવિનાભાવીપણે હોય છે તેથી તે આત્મખ્યાતિને જ અહીં સમ્યગ્દર્શન કર્યું છે. -આત્મધર્મ અંક ૯૫, ભાદ્રપદ ૨૪૭૭, પૃષ્ઠ ૨૪૧ (ર૬૬) પ્રશ્ન:- જ્યારે સ્વાશ્રય કરે ત્યારે સમ્યગ્દર્શન થાય, કે જ્યારે સમ્યગ્દર્શન થાય ત્યારે સ્વાશ્રય પ્રગટે ? ઉત્તર:- જે પર્યાયે સ્વાશ્રય કર્યો તે પોતે જ સમ્યગ્દર્શન છે. તેથી તેમાં પહેલાંપછી એવા ભેદ નથી. પર્યાય સ્વાશ્રયમાં ઢળી તે જ સમ્યગ્દર્શન છે. સ્વાશ્રયપર્યાય અને સમ્યગ્દર્શન જાદાં નથી. ત્રિકાળસ્વભાવના આશ્રયે જ મોક્ષમાર્ગ છે. -આત્મધર્મ અંક ૭૮, ચૈત્ર ૨૪૭૬, પૃષ્ઠ ૧૧૦ (૨૬૭) પ્રશ્ન:- આપશ્રીએ બતાવેલ આત્માનું માહાભ્ય આવવા છતાં કાર્ય કેમ આવતું નથી ? ઉત્તર- અંદરથી જે અપૂર્વ માહાસ્ય આવવું જોઈએ તે આવતું નથી. એકદમ ઉલ્લસિત થઈને અંદરથી જે મહિમા-માહાભ્ય આવવું જોઈએ તે આવતું નથી, ભલે ધારણામાં માહાભ્ય આવતું હોય. -આત્મધર્મ અંક ૩૯૧, મે ૧૯૭૬, પૃષ્ઠ ૨૯ (૨૬૮) પ્રશ્ન- ખરેખર માહાસ્ય લાવવા શું કરવું? ઉત્તર:- એક આત્માની જ ખરેખરી અંદરથી રુચિ જાગે, ને ભવના ભાવોમાં થાક લાગે તો આત્માનું અંદરથી માહાભ્ય આવ્યા વિના રહે જ નહીં. જેને ખરેખર આત્મા જોઈએ છે તેને આત્મા મળે જ છે. શ્રીમદ્ પણ કહ્યું છે કે છૂટવાનો કામી બંધાતો નથી. -આત્મધર્મ અંક ૩૯૧, મે ૧૯૭૬, પૃષ્ઠ ૨૯ (૨૬૯) પ્રશ્ન- ઉપયોગમાં ઉપયોગ છે એટલે શું? ઉત્તર- ઉપયોગમાં ઉપયોગ એટલે સમ્યગ્દર્શનની નિર્વિકલ્પ પરિણતિમાં ઉપયોગ એટલે ત્રિકાળી આત્મા આવે છે, જણાય છે. આત્મા તો આત્મારૂપે ઉદાસીનરૂપે પડ્યો જ છે પણ નિર્વિકલ્પ થતા શુદ્ધોપયોગમાં ત્રિકાળી ઉપયોગસ્વરૂપ આત્મા જણાય છે. -આત્મધર્મ અંક ૩૯૧, મે ૧૯૭૬, પૃષ્ઠ ૩૧ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #92 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમ્યગ્દર્શનઃ ૮૫ (૨૭૦) પ્રશ્ન- વિકલ્પ સહિત નિર્ણય કરવો તે સામાન્ય શ્રદ્ધા અને નિર્વિકલ્પ અનુભવ કરવો તે વિશેષ શ્રદ્ધા છે? ઉત્તર- શ્રદ્ધામાં સામાન્ય-વિશેષના ભેદ છે જ નહિ. અખંડ આત્માના નિર્વિકલ્પ અનુભવ સહિત પ્રતીત કરવી તે જ નિશ્ચય સમ્યગ્દર્શન છે, સમ્યગ્દર્શન કરવાવાળા જીવને પહેલા આત્મા જ્ઞાનસ્વરૂપ છે એવો વિકલ્પ સહિત નિર્ણય હોય છે. અને પછી નિર્વિકલ્પ અનુભવ કરે છે ત્યારે પહેલાના વિકલ્પ સહિતના નિર્ણયને વ્યવહાર કહેવાય છે. –આત્મધર્મ અંક ૩૯૮, ડિસેમ્બર ૧૯૭૬, પૃષ્ઠ ૧૪ (૨૭૧) પ્રશ્ન:- સ્વાનુભવ કરવા છ માસ અભ્યાસ કરવાનું કહ્યું છે તો અભ્યાસ શું કરવો? ઉત્તર- રાગ તે હું નહિ, “જ્ઞાયક તે જ હું” એમ જ્ઞાયકની દઢતા થાય તેવો વારંવાર અભ્યાસ કરવો. -આત્મધર્મ અંક ૩૯૮, ડિસેમ્બર ૧૯૭૬, પૃષ્ઠ ૧૫ (૨૭૨) પ્રશ્ન- આત્માની રુચિ હોય ને અહીં સમ્યકદર્શન ન થાય તો બીજા ભવમાં થાય? ઉત્તર:- આત્માની સાચી રુચિ હોય તેને સમ્યગ્દર્શન થાય ને થાય થાય જ. યથાર્થ રુચિ અને લક્ષ હોય એને સમ્યગ્દર્શન ન થાય તેમ ત્રણકાળમાં બને નહીં. વીર્યમાં હીણપ ન આવવી જોઈએ. વીર્યમાં ઉત્સાહ ને નિઃશંકતા આવવી જોઈએ. કાર્ય થશે જ-એમ એના નિર્ણયમાં આવવું જોઈએ. -આત્મધર્મ અંક ૪૨૧, નવેમ્બર ૧૯૭૮, પૃષ્ઠ ૨૪-૨૫ (૨૭૩). પ્રશ્ન- ધારણાજ્ઞાનમાં યથાર્થ જાણે તો સમ્યક સન્મુખતા કહેવાય ? ઉત્તર:- ધારણાજ્ઞાનમાં દઢ સંસ્કાર અપૂર્વ રીતે પાડે, પૂર્વે કદી નહિ કરેલ એવા અપૂર્વ રીતે સંસ્કાર પાડ્યા હોય તો સમ્યક રીતે સન્મુખતા કહેવાય. -આત્મધર્મ અંક ૪૪૦, જૂન ૧૯૮૦, પૃષ્ઠ ૩રી (૨૭૪) પ્રશ્ન- અંદરમાં ઉતરવા માટે રુચિની જરૂર છે કે બીજી કોઈ ભૂલ છે? Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #93 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૮૬: જ્ઞાનગોષ્ઠી ઉત્ત૨:- અંદરમાં ઉતરવા માટે સાચી રુચિની જરૂર છે પણ એ રુચિ માટે બીજો ન કહી શકે, પોતાથી નક્કી થવું જોઈએ. સાચી ચિ થાય તો આગળ વધતો જાય અને પોતાનું કામ કરી લ્યે છે. પ્રશ્ન:- શું નવતત્ત્વનો વિચાર પાંચ ઇન્દ્રિયોનો વિષય છે? નવતત્ત્વના વિચારકને કોનું અવલંબન છે? -આત્મધર્મ અંક ૪૪૧, જુલાઈ ૧૯૮૦, પૃષ્ઠ ૩૦ (૨૭૫ ) ઉત્તર:- નવતત્ત્વનો વિચાર પાંચ ઈન્દ્રિયોનો વિષય નથી, પાંચ ઈન્દ્રિયોના અવલંબને નવતત્ત્વનો નિર્ણય થતો નથી; એટલે નવતત્ત્વનો વિચાર કરનાર જીવ પાંચ ઈન્દ્રિયોના વિષયોથી તો પાછો ફરી ગયો છે. હજી મનનું અવલંબન છે, પણ તે જીવ મનના અવલંબનમાં અટકવા નથી માંગતો, તે તો મનનું અવલંબન પણ છોડીને અભેદ આત્માનો અનુભવ કરવા માંગે છે. સ્વલક્ષથી રાગનો નકાર અને સ્વભાવનો આદર કરનારો જે ભાવ છે તે નિમિત્ત અને રાગની અપેક્ષા વિનાનો ભાવ છે, તેમાં ભેદના અવલંબનની રુચિ છોડીને અભેદ સ્વભાવનો અનુભવ કરવાની સિંચનું જે જોર છે તે નિશ્ચય સમ્યગ્દર્શનનું કારણ છે. થયો ? -આત્મધર્મ અંક ૯૩, અષાઢ ૨૪૭૭, પૃષ્ઠ ૧૮૫ (૨૭૬ ) પ્રશ્ન:- નવતત્ત્વના વિચાર તો પૂર્વે અનંતવા૨ કર્યા છે, તોપણ લાભ કેમ ન ઉત્ત૨:- ભાઈ, પૂર્વે જે નવતત્ત્વના વિચાર કર્યા તેના કરતાં આ કાંઈક જાદી રીતની વાત છે. પૂર્વે નવતત્ત્વના વિચાર કર્યા તે અભેદસ્વરૂપના લક્ષ વગર કર્યા છે, ને અહીં તો અભેદસ્વરૂપના લક્ષ સહિતની વાત છે. પૂર્વે એકલાં મનના સ્થૂળ વિષયથી નવતત્ત્વના વિચારરૂપ આંગણા સુધી તો આત્મા અનંતવાર આવ્યો છે, પણ ત્યાંથી આગળ વિકલ્પ તોડી ધ્રુવ ચૈતન્યમાં એકપણાની શ્રદ્ધા કરવાની અપૂર્વ સમજણ શું છે તે ન સમજ્યો તેથી ભવભ્રમણ ઊભું રહ્યું. -આત્મધર્મ અંક ૯૩, અષાઢ ૨૪૭૭, પૃષ્ઠ ૧૮૫ (૨૭૭) પ્રશ્ન:- શુભભાવમાં ગર્ભિત શુદ્ધતા કહી છે તેમ મિથ્યા શ્રદ્ધાનમાં ગર્ભિત શુદ્ધતા છે? ઉત્ત૨:- ના, મિથ્યા શ્રદ્ધાની પર્યાય વિપરીત જ છે, તેમાં ગર્ભિત શુદ્ધતા નથી. જ્ઞાનમાં નિર્મળતા ઘણી છે, જ્ઞાનના અંશને નિર્મળ કહ્યો છે ને તે વધીને Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #94 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમ્યગ્દર્શનઃ ૮૭ કેવળજ્ઞાન થાય છે અને શુભમાં ગર્ભિત શુદ્ધતાનો અંશ કહ્યો છે પણ ગ્રંથભેદ (સમ્યગ્દર્શન) થયા પછી તે શુદ્ધતા કામ કરે છે. -આત્મધર્મ અંક ૪/૯, નવેમ્બર ૧૯૭૭, પૃષ્ઠ ૧૫ (૨૭૮) પ્રશ્ન:- “ઘટઘટ અંતર જિન વસે, ઘટઘટ અંતર જૈન” એનો શું અર્થ છે? ઉત્તર- દરેક આત્મા શક્તિરૂપે તો જિન છે જ પણ ઘટઘટ અંતર જૈન એટલે ગૃહસ્થાશ્રમમાં રહેલા ચક્રવર્તીને ૯૬OOO રાણીઓ હોય, ઇન્દ્રને કરોડો અપ્સરા હોય, અનેક પ્રકારના વૈભવો બાહ્યમાં હોય છતાં સમ્યગ્દષ્ટિ અંદરમાં જૈન છે. રાગથી ભિન્ન પડ્યો હોવાથી સાચો જૈન છે અને બાહ્યથી હજારો સ્ત્રીને છોડી ત્યાગી થયો છતાં રાગથી ભિન્ન થયો નથી તે ખરો જૈન નથી. તેણે રાગને રૂંધ્યો છે પણ રાગથી ભિન્ન થયો નથી તેથી જૈન નથી. -આત્મધર્મ અંક ૪૨૯, જુલાઈ ૧૯૭૯, ટાઈટલ ૩ (૨૭૯) પ્રશ્ન- રાગથી છૂટકારો કેમ થાય? ઉત્તર-એકાન્ત દુઃખના જોરથી રાગથી છૂટો પડી શકે એમ બનતું નથી પણ દ્રવ્યદૃષ્ટિના જોરથી રાગથી છૂટો પડી શકે છે. આત્માને ઓળખ્યા વિના-જાણ્યા વિના જાય કયાં? આત્માને જાણ્યો હોય તેનું અસ્તિત્વ ગ્રહણ કર્યું હોય તો રાગથી છૂટો પડીને આત્મામાં લીન થઈ શકે છે. –આત્મધર્મ અંક ૪૨૪, ફેબ્રુઆરી ૧૯૭૯, પૃષ્ઠ ૨૮ (૨૮૦) પ્રશ્ન:- આત્માની રુચિવાળો જીવ મરીને દેવમાં જ જાય ને? ઉત્તર:- હા, આ તત્ત્વની રુચિ છે, વાંચન-શ્રવણ છે, ભક્તિ પૂજા આદિ છે એ બધા તો દેવ જ થાય. કોઈ સાધારણ હોય તો તે મનુષ્ય થાય. -આત્મધર્મ અંક ૪૩૯, મે ૧૯૮૦, પૃષ્ઠ ૨૯ (૨૮૧) પ્રશ્ન:- કેવા દેવ થાય ? ઉત્તર- એ તો તેની યોગ્યતા અનુસાર ભવનત્રિક કે વૈમાનિકમાં જાય અને આત્માનુભવી તો વૈમાનિકમાં જ જાય. –આત્મધર્મ અંક ૪૩૯, મે ૧૯૮0, પૃષ્ઠ ૨૯ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #95 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૬) સમ્યગ્રાન (૨૮૨ ) પ્રશ્ન:- સભ્યજ્ઞાન પ્રગટ કરવા માટે શું કરવું જોઈએ ? ઉત્ત૨:- ચૈતન્ય સામાન્યદ્રવ્ય ઉ૫૨ દષ્ટિ કરવી જોઈએ અને તે પહેલા સાત તત્ત્વનું સ્વરૂપ એના ખ્યાલમાં આવવું જોઈએ. વિકલ્પ સહિત સાત તત્ત્વનો નિર્ણય થવો જોઈએ. -આત્મધર્મ અંક ૩૯૧, મે ૧૯૭૬, પૃષ્ઠ ૨૭ (૨૮૩) પ્રશ્ન:- બાર અંગનો સાર શું છે? ઉત્ત૨:- અનંતા કેવળી, મુનિરાજ અને સંત એમ કહે છે કે સ્વદ્રવ્યનો આશ્રય કરો અને પદ્રવ્યનો આશ્રય છોડો, સ્વભાવમાં લીન થાઓ અને પરભાવથી વિરક્ત થાઓ. આ જ બાર અંગનો સાર છે. -હિન્દી આત્મધર્મ જુલાઈ ૧૯૭૮, પૃષ્ઠ ૨૬ (૨૮૪) પ્રશ્ન:- એક આત્માની જ સન્મુખ થવાનું છે તો એને માટે આટલા બધા શાસ્ત્રોની રચના આચાર્યદેવે કેમ કરી ? ઉત્ત૨:- એની ભૂલો એટલી બધી છે એ બતાવવા માટે આટલા બધા શાસ્ત્રોની રચના થઈ છે, કરી નથી, પુદ્દગલથી થઈ છે. -આત્મધર્મ અંક ૪૪૫, નવેમ્બર ૧૯૮૦, પૃષ્ઠ ૩૨ (૨૮૫ ) પ્રશ્ન:- પરના લક્ષથી આત્મામાં જવાતું નથી પણ શાસ્ત્ર વાંચવાથી તો આત્મામાં જવાય છે ને? ઉત્ત૨ઃ- શાસ્ત્ર વાંચવાના વિકલ્પથી પણ આત્મામાં જવાતું નથી. -આત્મધર્મ અંક ૪૧૩, માર્ચ ૧૯૭૮, પૃષ્ઠ ૨૫ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #96 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમ્યજ્ઞાન: ૮૯ (૨૮૬) પ્રશ્ન- તો શાસ્ત્ર વાંચવા નહિ ને? ઉત્તર:- આત્માના લક્ષ શાસ્ત્રનો અભ્યાસ કરવો તેમ પ્રવચનસારમાં કહ્યું છે અને સમયસારની પહેલી ગાથામાં આચાર્યદેવે કહ્યું કે તારી પર્યાયમાં સિદ્ધોની સ્થાપના કરીને સાંભળ! એનો અર્થ એ કે તું સિદ્ધસ્વરૂપ છો એવી શ્રદ્ધા-પ્રતીતિ કરીને સાંભળ, સિદ્ધસ્વરૂપમાં દષ્ટિ જોડી છે એટલે સાંભળતા અને વાંચતા પણ એ સ્વરૂપમાં એકાગ્રતાની વૃદ્ધિ થશે. -આત્મધર્મ અંક ૪૧૩, માર્ચ ૧૯૭૮, પૃષ્ઠ ૨૫ (૨૮૭) પ્રશ્ન:- એક જગ્યાએ કહે કે આત્માના લક્ષે આગમનો અભ્યાસ કર એથી તારું કલ્યાણ થશે, ને બીજે કહે કે શાસ્ત્ર ઉપરનો રાગ પણ છોડી દે. એમ કેમ ? ઉત્તર- પર તરફનું લક્ષ બંધનું કારણ હોવાથી શાસ્ત્ર તરફનો રાગ પણ છોડાવ્યો છે. અને જ્યાં આગમનો અભ્યાસ કરવા કહ્યું છે ત્યાં આગમના અભ્યાસમાં આત્માનું લક્ષ છે તેથી વ્યવહારથી આગમઅભ્યાસને લ્યાણનું કારણ કહ્યું છે. -આત્મધર્મ અંક ૩૯૯, જાન્યુઆરી ૧૯૭૭, પૃષ્ઠ ૧૭ (૨૮૮) પ્રશ્ન- શાસ્ત્ર દ્વારા મનથી આત્મા જાણ્યો હોય તેમાં આત્મા જણાય છે કે નહિ? ઉત્તરઃ- એ તો શબ્દજ્ઞાન થયું, આત્મા જણાયો નથી. આત્મા તો આત્માથી જણાય છે. શુદ્ધ ઉપાદાનથી થયેલા જ્ઞાનમાં સાથે આનંદ આવે પણ અશુદ્ધ ઉપાદાનથી થયેલાં જ્ઞાનમાં સાથે આનંદ આવે નહિ અને આનંદ આવ્યા વિના આત્મા ખરેખર જાણવામાં આવતો નથી. -આત્મધર્મ અંક ૪૧૧, જાન્યુઆરી ૧૯૭૮, પૃષ્ઠ ૨૪ (૨૮૯). પ્રશ્ન:- શાસ્ત્રથી આત્માને જાણ્યો અને પછી પરિણામ આત્મામાં મગ્ન થયા તે બેમાં આત્માને જાણવામાં શું ફેર છે? ઉત્તર- અનંત ગુણો ફેર છે. શાસ્ત્રથી જાણપણું કર્યું એ તો સાધારણ ધારણારૂપ જાણપણું છે અને આત્મામાં મગ્ન થઈ અનુભવમાં તો આત્માને પ્રત્યક્ષ વેદનથી જાણે છે, તેથી એ બેમાં મોટો ફેર છે. -આત્મધર્મ અંક ૪૦૩, મે ૧૯૭૭, પૃષ્ઠ 10 (૨૯૦). પ્રશ્ન:- શું ઈન્દ્રિયજ્ઞાન આત્મજ્ઞાનનું કારણ નથી ? ઉત્તર- અગિયાર અંગ ને નવ પૂર્વની લબ્ધિ થાય એ જ્ઞાન પણ ખંડખંડ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #97 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૯૦: જ્ઞાનગોષ્ઠી જ્ઞાન છે, આત્માનું જ્ઞાન નથી. આત્મા અતીન્દ્રિય જ્ઞાનમય છે, ઈન્દ્રિયજ્ઞાન તે આત્મા નહિ. આંખથી હજારો શાસ્ત્રો વાંચ્યા કે કાનથી સાંભળ્યાં તે ઈન્દ્રિયજ્ઞાન છે, આત્મજ્ઞાન નથી. આત્મા અતીન્દ્રિયજ્ઞાનથી જાણનારો છે, ઇન્દ્રિયજ્ઞાનથી જાણે તે આત્મા નહિ. આત્માને જાણતા જે આનંદનો સ્વાદ આવે છે તે સ્વાદ ઇન્દ્રિયજ્ઞાનથી આવતો નથી તેથી ઈન્દ્રિયજ્ઞાન તે આત્મા નહિ. -આત્મધર્મ અંક ૪૧૨, ફેબ્રુઆરી ૧૯૭૮, પૃષ્ઠ ૩૦ (૨૯૧) પ્રશ્ન- અનુમાનજ્ઞાનથી આત્મા જાણનારને પર્યાયમાં ભૂલ છે કે આત્મા જાણવામાં ભૂલ છે? ઉત્તર:- અનુમાન જ્ઞાનવાળાએ આત્મા યથાર્થ જાણ્યો જ નથી. આત્માને જાણવામાં ભૂલ છે. સ્વાનુભવ પ્રત્યક્ષથી જ આત્મા જેવો છે તેવો જાણવામાં આવે છે. અનુમાનથી તો શાસ્ત્ર ને સર્વજ્ઞ કહે છે તેવો આત્મા જાણે છે, પણ યથાર્થ તો સ્વાનુભવમાં જ જણાય છે. સ્વાનુભવથી જાણ્યા વિના આત્મા યથાર્થ જાણવામાં આવતો નથી. -આત્મધર્મ અંક ૪૨૨, ડિસેમ્બર ૧૯૭૮, પૃષ્ઠ ૨૬ (૨૯૨) પ્રશ્ન- ભગવાનની વાણીથી આત્મા જણાતો નથી તો પછી આપ જ બતાવો કે તે આત્મા કેમ જાણવામાં આવે ? ઉત્તરઃ- ભગવાનની વાણી એ શ્રુત છે-શાસ્ત્ર છે. શાસ્ત્ર પૌગલિક છે તેથી તે જ્ઞાન નથી, ઉપાધિ છે અને એ શ્રુતથી થતું જ્ઞાન એ પણ ઉપાધિ છે. કેમ કે તે શ્રતના લક્ષવાળું જ્ઞાન પરલક્ષી જ્ઞાન છે. પરલક્ષી જ્ઞાન સ્વને જાણી શકતું નથી. માટે તેને પણ શ્રુતની જેમ ઉપાધિ કહે છે. જેમ સૂત્ર-શાસ્ત્ર તે જ્ઞાન નથી, વધારાની ચીજ છે-ઉપાધિ છે તેમ એ શ્રુતથી થયેલ જ્ઞાન પણ વધારાની ચીજ છેઉપાધિ છે. આહાહા ! શું વીતરાગની શૈલી છે! પરલક્ષી જ્ઞાનને પણ શ્રતની જેમ ઉપાધિ કહે છે. સ્વજ્ઞાનરૂપ જ્ઞતિક્રિયાથી આત્મા જણાય છે, ભગવાનની વાણીથી આત્મા જણાતો નથી. -આત્મધર્મ અંક ૪૨૫, માર્ચ ૧૯૭૯, પૃષ્ઠ ૨૬ (૨૯૩) પ્રશ્ન:- અગિયાર અંગ ને નવ પૂર્વના જ્ઞાનવાળો પંચ મહાવ્રતોનું પાલન કરે છતાં આત્માનું જ્ઞાન કરવામાં તેને શું બાકી રહી ગયું? ઉત્તર:- અગિયાર અંગનું જ્ઞાન ને પંચ મહાવ્રતનું પાલન કરવા છતાં એને ભગવાન આત્માનું અખંડજ્ઞાન કરવું બાકી રહી ગયું. ખંડખંડ ઈન્દ્રિયજ્ઞાન-અગિયાર Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #98 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમ્યજ્ઞાન: ૯૧ અંગનું કર્યું હતું તે ખંડખંડ જ્ઞાન પરવશ હોવાથી દુઃખનું કારણ હતું. અખંડ આત્માનું જ્ઞાન કર્યા વિનાનું અગિયાર અંગનું જ્ઞાન નાશ પામતા કાળક્રમે નિગોદમાં પણ તે જીવ ચાલ્યો જાય છે. અખંડ આત્માનું જ્ઞાન કરવું તે જ મૂળ વસ્તુ છે. એના વિના ભવભ્રમણનો અંત નથી. -આત્મધર્મ અંક ૪૨૩, જાન્યુઆરી ૧૯૭૯, પૃષ્ઠ ૨૭ (૨૯૪) પ્રશ્ન:- આચાર્યદવે કેવળજ્ઞાન અને શ્રુતજ્ઞાનમાં કઈ અપેક્ષાથી સમાનતા કહી છે? ઉત્તર:- ભગવાન કેવળી કેવળજ્ઞાન વડે કેવળ શુદ્ધ આત્માને અનુભવતા હોવાથી કેવળી છે, તેમ આચાર્યદવ કહે છે કે અમે પણ શ્રુતજ્ઞાન વડે કેવળ શુદ્ધ આત્માને અનુભવતા હોવાથી શ્રુતકેવળી છીએ. માટે વિશેષ જાણવાની આકાંક્ષાથી બસ થાઓ! સ્વરૂપ નિશ્ચળ જ રહીએ છીએ. આહાહા! જુઓ મુનિઓ પોતાની દશાની વાત કરે છે કે કેવળીની જેમ અમે પણ કેવળ શુદ્ધ આત્માને અનુભવતા હોવાથી શ્રુતકેવળી છીએ. જેમ અમૃતકુંડને કોઈ સૂર્યના પ્રકાશથી દેખે અને બીજો દીવાના પ્રકાશથી દેખે એ દેખાતી વસ્તુમાં ફેર નથી તેમ કેવળી કેવળજ્ઞાન સૂર્ય વડે અમૃતકુંભ આત્માને દેખે છે અને શ્રુતકેવળી દીપક સમાન શ્રુતજ્ઞાન વડે અમૃતકુંભ આત્માને દેખે છે. સૂર્ય અને દીપકના પ્રકાશમાં ફેર છે પણ તે વડે દેખાતી વસ્તુમાં ફેર નથી. એમ કહીને કેવળી સાથે સમાનતા કરી છે. –આત્મધર્મ અંક ૪૨૫, માર્ચ ૧૯૭૯, પૃષ્ઠ ૨૮ (૨૯૫) પ્રશ્ન- સૂક્ષ્મ ઉપયોગ એટલે શું? ઉત્તર- અંદર આત્મા ધ્રુવવસ્તુ પડી છે તેને પકડે તે ઉપયોગ સૂક્ષ્મ છે, પુણ્યપાપ પરિણામમાં રોકાય તે ઉપયોગ સ્થૂલ છે. –આત્મધર્મ અંક ૪૪૧, જુલાઈ ૧૯૮૦, પૃષ્ઠ ૩૦ (૨૯૬) પ્રશ્ન:- ઉપયોગ સૂક્ષ્મ કેમ થાય? ઉત્તર:- અંદરમાં આત્મવસ્તુ અચિંત્ય સામર્થ્યવાળી પડી છે તેની રુચિ કરે તો ઉપયોગ સૂક્ષ્મ થઈને અંદરમાં વળે છે. -આત્મધર્મ અંક ૪૪૧, જુલાઈ ૧૯૮૦, પૃષ્ઠ 30 (૨૯૭) પ્રશ્ન- ધારણાનો વિષય તો આત્મા નથી ને? Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #99 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૯૨: જ્ઞાનગોષ્ઠી ઉત્તર:- એ તો બહારના ઉઘાડથી થયેલ ધારણાની વાત છે, તે ધારણાનો વિષય આત્મા નથી. પણ સમ્યક મતિજ્ઞાનમાં આત્માને જાણીને જે ધારણા થઈ છે તેનો વિષય આત્મા છે, એ ધારણાથી જ્ઞાની ફરી ફરીને આત્માનું સ્મરણ કરે છે. -આત્મધર્મ અંક ૪/૫, જુલાઈ ૧૯૭૭, પૃષ્ઠ ૨૩ (૨૯૮) પ્રશ્ન:- સ્મરણ થાય એટલે નિર્વિકલ્પ દશા થઈ જાય ? ઉત્તર:- સ્મરણ એ જ નિર્વિકલ્પતા છે. નિર્વિકલ્પ સ્મરણમાં અતીન્દ્રિય આનંદની માળા ફરે છે, એ નિર્વિકલ્પ સ્મરણથી મોહ છૂટે છે, વિકલ્પથી મોહ છૂટે નહિ. -આત્મધર્મ અંક ૪૦૫, જુલાઈ ૧૯૭૭, પૃષ્ઠ ૨૩ (૨૯૯). પ્રશ્ન:- સામાન્યજ્ઞાન અને વિશેષજ્ઞાનમાં ભેદ અને તેનું ફળ બતાવીને સ્પષ્ટ કરો કે સમ્યગ્દષ્ટિ તેમાંથી પોતાનું જ્ઞાન કોને માને છે? કાર થયેલા જ્ઞાનને વિશેષ જ્ઞાન એટલે કે મિથ્યાજ્ઞાન કહે છે અને તેનું લક્ષ છોડીને એકલા સામાન્ય જ્ઞાનસ્વભાવના આલંબનથી ઉત્પન્ન થએલ જ્ઞાનને સામાન્યજ્ઞાન એટલે કે સમ્યક જ્ઞાન કહે છે. જ્ઞાનસ્વભાવમાં એકાકાર થઈને પ્રગટ થયેલા સામાન્યજ્ઞાન–વીતરાગી જ્ઞાન કહે છે ને તેને જૈન શાસન કહે છે, આત્માનુભૂતિ કહે છે. સામાન્યજ્ઞાનમાં આત્માના આનંદનો સ્વાદ આવે છે. વિશેષ જ્ઞાન એટલે ઈન્દ્રિય જ્ઞાનમાં આત્માના આનંદનો સ્વાદ આવતો નથી પણ આકુળતાનો-દુ:ખનો સ્વાદ આવે છે. પરદ્રવ્યને અવલંબીને જે જ્ઞાન થયું તે વિશેષજ્ઞાન છે. ભગવાનની વાણી સાંભળીને જે જ્ઞાન થયું તે ઈન્દ્રિયજ્ઞાન છે, વિશેષજ્ઞાન છે. તે આત્માનું જ્ઞાન-અતીન્દ્રિયજ્ઞાન-સામાન્ય જ્ઞાન નથી. જ્ઞાનીને આત્માનું જ્ઞાન થયું છે તે સામાન્યજ્ઞાનને પોતાનું જ્ઞાન જાણે છે અને પરને જાણતું ઈન્દ્રિયજ્ઞાન જે અનેકાકારરૂપ પરસત્તાવલંબી જ્ઞાન થાય છે તેને પોતાનું જ્ઞાન માનતો નથી. જેમ પરશયને પોતાના માનતો નથી તેમ પરના જ્ઞાનને પોતાનું જ્ઞાન માનતો નથી. જેમ આનંદનો સ્વાદ આવે છે તેને પોતાનું જ્ઞાન માને છે. -આત્મધર્મ અંક ૪૨૪, ફેબ્રુઆરી ૧૯૭૯, પૃષ્ઠ ૨૨-૨૯ (૩૦૦) પ્રશ્ન- આત્મજ્ઞાન થવાથી એ વ્રતાદિ રાગ છે એમ ભાસે છે પણ પહેલા તો જલ્દી આત્મજ્ઞાન થતું નથી ને? ઉત્તર:- જલ્દીનો અર્થ-એનો અભ્યાસ કરવો જોઈએ, રાગ શું છે? આત્મા Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #100 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમ્યજ્ઞાન: ૯૩ શું છે? હું કાયમી ટકનાર ચીજ કેવી છું? વિગેરે અભ્યાસ કરી જ્ઞાન કરી રાગથી ભિન્ન આત્માનો અનુભવ કરવો એ પહેલી વસ્તુ છે. આત્માને જાણ્યા વિનાના એના ક્રિયાકાંડ બધા રણમાં પોક મૂકવા સમાન છે. આત્મા અંદર આનંદસ્વરૂપ ભગવાન ચૈતન્યતેજનો પુંજ પ્રભુ છે. તેનું જ્ઞાન ન હોય, અંદર દશાનું વેદન ન હોય ત્યાં સુધી એના ક્રિયાકાંડ બધાં જૂઠા છે. સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવું દુર્લભ છે. પહેલાં સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન હોવો જોઈએ. -આત્મધર્મ અંક ૪૧૨, ફેબ્રુઆરી ૧૯૭૮, પૃષ્ઠ ૨૮ (૩૮૧) પ્રશ્ન- પોતાના સતનું જ્ઞાન કરવું કેમ મહત્વપૂર્ણ છે, બીજાના સનું કેમ નહિ? ઉત્તર- પોતાની અપેક્ષાએ બીજા દ્રવ્યો અસત્ છે, પોતે જ સત્ છે. પોતે જ પોતાનો જ્ઞાતા જ્ઞય ને જ્ઞાનરૂપ સત્ છે. માટે પોતાના સનું જ્ઞાન કરવું. પોતાના સતનું જ્ઞાન કરતાં અતીન્દ્રિય આનંદની ઝલક આવ્યા વિના રહે જ નહીં; અને આનંદ ન આવે તો તેણે પોતાના સતનું સાચું જ્ઞાન કર્યું જ નથી. મૂળ તો અંતરમાં વળવું એ જ આખા સિદ્ધાંતનો સાર છે. -આત્મધર્મ અંક ૪૨૦, ઓકટોબર ૧૯૭૮, પૃષ્ઠ ૨૭ (૩૦૨) પ્રશ્ન- શું ખંડ ખંડ જ્ઞાન-ઈન્દ્રિયજ્ઞાન પણ સંયોગરૂપ છે? ઉત્તર:- હું, વાસ્તવમાં તો ખંડખંડ જ્ઞાન પણ ત્રિકાળી સ્વભાવની અપેક્ષાથી સંયોગરૂપ છે. જેમ ઈન્દ્રિયો સંયોગરૂપ છે તેમ તે પણ સંયોગરૂપ છે. જેવી રીતે શરીર જ્ઞાયકથી અત્યંત ભિન્ન છે, તેવી રીતે ખંડ ખંડ જ્ઞાન-ઈન્દ્રિયજ્ઞાન પણ જ્ઞાયકથી ભિન્ન છે, સંયોગરૂપ છે, સ્વભાવરૂપ નથી. -હિન્દી આત્મધર્મ ઓકટોબર ૧૯૭૮, પૃષ્ઠ ૨૪ (૩૦૩). પ્રશ્ન- જ્ઞાનીની પ્રરૂપણામાં અસત્ની પ્રરૂપણા આવે? ઉત્તર:- ના, જ્ઞાનીની વાણીમાં અસતની પ્રરૂપણા ન આવે. જ્ઞાનીને અસ્થિરતા હોય, પણ પ્રરૂપણામાં અસત્ કથન ન આવે. વ્યવહારથી નિશ્ચય થાય, રાગથી લાભ થાય કે રાગથી ધર્મ થાય કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાર્ય કરે એવી પ્રરૂપણાને અસત્ પ્રરૂપણા કહે છે. -આત્મધર્મ અંક ૪૧૩, માર્ચ ૧૯૭૮, પૃષ્ઠ ૨૩ (૩૦૪) પ્રશ્ન:- પંચાસ્તિકાયને અર્થપણે સાંભળે છે એટલે શું? Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #101 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૯૪: જ્ઞાનગોષ્ઠી ઉત્ત૨:- અર્થીપણે એટલે ગરજુ થઈને, સેવક થઈને, દાસ થઈને પંચાસ્તિકાયને સાંભળે છે. જેમ કોઈ મોટા માણસ પાસે યાચક માગે છે તેમ ગુરુ પાસે પાત્ર શિષ્ય યાચક થઈને સાંભળે છે. હું કાંઈક જાણું છું એમ મોટાઈથી સાંભળતો નથી પણ ગરજુ થઈને પોતાનું હિત કરવા સાંભળે છે. પોતાના જ્ઞાનમાં પંચાસ્તિકાયને જાણે છે-નિર્ણય કરે છે.-આત્મધર્મ અંક ૪૨૮, જુન ૧૯૭૯, પૃષ્ઠ ૨૪-૨૫ (૩૦૫ ) પ્રશ્ન:- પરસત્તાવલંબી જ્ઞાન છે તે શુદ્ધાત્માનો નિર્ણય કરે છે તે જ્ઞાન પણ નકામુ છે? ઉત્ત૨:- ૫૨ તરફના જ્ઞાનથી સવિકલ્પ નિર્ણય થાય છે તે ખરેખર શુદ્ધાત્માનો નિર્ણય નથી કહેવાતો સ્વસન્મુખ ઢળીને નિર્વિકલ્પતામાં જે નિર્ણય થાય છે તે જ સાચો શુદ્ધાત્માનો નિર્ણય છે. -આત્મધર્મ અંક ૩૯૧, મે ૧૯૭૬, પૃષ્ઠ ૨૫ ( ૩૦૬ ) પ્રશ્ન:- જે સવિકલ્પ જ્ઞાન કાંઠા સુધી લઈ જાય તેને નકામું કેમ કહેવાય ? ઉત્ત૨:- સવિકલ્પ જ્ઞાનથી શુદ્ધાત્માનો સ્વાનુભવ થતો નથી. સ્વસન્મુખના જ્ઞાનથી શુદ્ધાત્માનો સ્વાનુભવ પૂર્વક નિર્ણય થાય છે. -આત્મધર્મ અંક ૩૯૧, મે ૧૯૭૬, પૃષ્ઠ ૨૬ ( ૩૦૭) પ્રશ્નઃ- વ્યવસ્થિત જાણવું તે જ્ઞાનનો સ્વભાવ છે શું? ઉત્તર:- આત્મા જ્ઞાનસ્વરૂપ છે, એની કેવળજ્ઞાન આદિ પાંચ પર્યાયો છે. કેવળજ્ઞાન પોતાના ગુણના વ્યવસ્થિત કાર્યને જાણે છે ને બીજા દ્રવ્યોના પણ વ્યવસ્થિત કાર્યને જાણે છે. તેમ મતિજ્ઞાન પણ પોતાના ગુણના વ્યવસ્થિત કાર્યને જાણે છે, પરના કાર્યને પણ વ્યવસ્થિત જાણે છે. તેમ શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન પણ પોતાના ગુણના વ્યવસ્થિત કાર્યને જાણે છે અને પરના કાર્યને પણ વ્યવસ્થિત જાણે છે. વ્યવસ્થિત જાણવું એ જ એનો સ્વભાવ છે. આત્મા એકલો જ્ઞાનસ્વરૂપ છે એટલે એની પર્યાય, ગુણ અને દ્રવ્ય બસ જાણનાર જ છે, ફેરફાર કરનાર નથી. પોતામાં પણ કાંઈ ફેરફાર કરવો નથી. જેમ વ્યવસ્થિત કાર્ય થાય છે તેમ જાણે છે. આહાહા! જુઓ તો ખરા! વસ્તુ જ આમ છે, અંદરમાં તો ખૂબ ગંભીરતાથી ચાલતું હતું પણ કહેવામાં તો...... -આત્મધર્મ અંક ૪૨૭, મે ૧૯૭૯, પૃષ્ઠ ૩૦ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #102 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ( ૩૦૮ ) પ્રશ્ન:- વર્તમાન પર્યાયમાં તો અધૂરું જ્ઞાન છે, તો તે અધૂરા જ્ઞાનમાં પૂરા જ્ઞાનસ્વભાવની ખબર શી રીતે પડે ? સમ્યજ્ઞાન: ૯૫ ઉત્ત૨:- જેમ આંખ દોઢ તસુની હોવા છતાં આખા શરીરને જાણી લે છે, તેમ પર્યાયમાં જ્ઞાનનો વિકાસ અલ્પ હોવા છતાં પણ જો તે જ્ઞાન સ્વસન્મુખ થાય તો પૂર્ણ જ્ઞાનસ્વરૂપી આત્માને સ્વસંવેદનથી તે જાણે છે. કેવળજ્ઞાન થયા પહેલાં અધૂરા જ્ઞાનમાં પણ સ્વસંવેદન પ્રત્યક્ષથી પૂર્ણજ્ઞાનસ્વરૂપી આત્માનો નિઃસંદેહ નિર્ણય થાય છે. જેમ જ્ઞાન બહા૨માં સ્થૂળ પદાર્થોને જાણવામાં અટકી રહ્યું છે, તેમ જ્ઞાનને જો અંતર્મુખ કરો તો તે જ્ઞાન આત્માને જાણે છે. જેમ સાકરની નાની કટકી ઉપરથી ચાખી સાકરના સ્વાદનો નિર્ણય થઈ જાય છે. તેમ જ્ઞાનની અલ્પ પર્યાયને અંતર્મુખ કરતાં તેમાં પૂર્ણજ્ઞાનસ્વભાવનો નિર્ણય થઈ જાય છે. કોઈ એમ કહે કે ‘અધૂરું જ્ઞાન પૂરા જ્ઞાનને જાણી શકે, પૂરું જ્ઞાન થાય ત્યારે જ પૂરા આત્માને જાણે ’–તો તેની વાત જાઠી છે. જો અધૂરું જ્ઞાન પૂરા આત્માને ન જાણી શકે તો તો કદી સમ્યજ્ઞાન થાય જ નહિ. અધૂરું જ્ઞાન પણ સ્વસન્મુખ થઈને આવા આત્મસ્વભાવને જાણે છે તથા પ્રતીત કરે છે; આવું જ્ઞાન એને પ્રતીત કરે ત્યારે જ સમ્યજ્ઞાન અને સમ્યગ્દર્શન થાય છે. -આત્મધર્મ અંક ૧૦૪, જેઠ ૨૪૭૮, પૃષ્ઠ ૧૬૫ (૩૦૯ ) પ્રશ્ન:- ઉપયોગ પરવડે હણાતો નથી-તેનો શું અર્થ ? ઉત્ત૨:- પ્રવચનસાર ગાથા ૧૭૨માં અલિંગગ્રહણના ૯ માં બોલમાં ઉપયોગ ૫૨ વડે હણાતો નથી તેમ વાત આવી. તેમાં ૫૨ વડે તો ઉપયોગનું હરણ અર્થાત્ નાશ થતો નથી પણ મુનિને ચારિત્રદશા હોય ને પછી તે સ્વર્ગમાં જાય છે ત્યાં ચારિત્રદશા નાશ પામે છે તોપણ સ્વના લક્ષે જે ઉપયોગ થયો છે તે નાશ પામતો નથી, હણાતો નથી. સ્વના લક્ષે ઉપયોગ થયો છે તે તો અપ્રતિત થયો છે, નાશ પામતો નથી. -આત્મધર્મ અંક ૪૧૨, ફેબ્રુઆરી ૧૯૭૮, પૃષ્ઠ ૩૦ * Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #103 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૭) સભ્યચારિત્ર ( ૩૧૦) પ્રશ્ન:- ધર્મ શું છે?-અર્થાત્ સાક્ષાત્ મોક્ષમાર્ગ શું છે? ઉત્ત૨:- ચરિત્ત હનુ ધમ્મો અર્થાત્ ચારિત્ર તે ખરેખર ધર્મ છે, તે જ સાક્ષાત્ મોક્ષમાર્ગ છે. -આત્મધર્મ અંક ૧૯૪, માગશર ૨૪૮૬, પૃષ્ઠ ૫ ( ૩૧૧ ) પ્રશ્ન:- ચારિત્ર એટલે શું? ઉત્તર:- શુદ્ધ જ્ઞાનસ્વરૂપ આત્મામાં ચરવું-પ્રવર્તવું તે ચારિત્ર છે. -આત્મધર્મ અંક ૧૯૪, માગશર ૨૪૭૬, પૃષ્ઠ ૫ (૩૧૨ ) પ્રશ્ન:- આવા ચારિત્ર માટે પહેલાં શું હોવું જોઈએ ? ઉત્તર:- ચારિત્ર માટે પ્રથમ તો સ્વ-૫૨ના યથાર્થ સ્વરૂપનો નિશ્ચય કરવો જોઈએ; કેમકે જેમાં એકાગ્ર થવાનું છે તે વસ્તુના સ્વરૂપનો નિશ્ચય કર્યા વગર તેમાં સ્થિર ક્યાંથી થાય ? માટે પ્રથમ જેમાં સ્થિર થવાનું છે તે વસ્તુના સ્વરૂપનો નિશ્ચય કરવો જોઈએ. -આત્મધર્મ અંક ૧૯૪, માગશર ૨૪૮૬, પૃષ્ઠ ૫ ( ૩૧૩ ) પ્રશ્ન:- વરિત વસ્તુ ધો અર્થાત્ ચારિત્ર તે ખરેખર ધર્મ છે, એમ કહ્યું તે ચારિત્રનું સ્વરૂપ શું છે. આવા ચારિત્ર માટે પહેલાં શું હોવું જોઈએ ? ઉત્તરઃ- શુદ્ધ જ્ઞાનસ્વરૂપ આત્મામાં ચરવું-પ્રવર્તવું તે ચારિત્ર છે. ચારિત્ર માટે પ્રથમ તો સ્વ-પરના યથાર્થ સ્વરૂપનો નિશ્ચય કરવો જોઈએ; કેમ કે જેમાં એકાગ્ર થવાનું છે તે વસ્તુના સ્વરૂપનો નિશ્ચય કર્યા વગર તેમાં સ્થિર ક્યાંથી થાય ? માટે પ્રથમ જેમાં સ્થિર થવાનું છે તે વસ્તુના સ્વરૂપનો નિશ્ચય કરવો જોઈએ. -આત્મધર્મ અંક ૧૯૪, માગશર ૨૪૮૬, પૃષ્ઠ ૫ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #104 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમ્યફચારિત્ર: ૯૭ (૩૧૪) પ્રશ્ન:- વસ્તુના સ્વરૂપનો નિશ્ચય કયા પ્રકારે કરવો? ઉત્તર- વસ્તુના સ્વરૂપનો આ પ્રમાણે નિશ્ચય કરવો કે આ જગતમાં હું સ્વભાવથી જ્ઞાયક જ છું અને મારાથી ભિન્ન આ જગતના જડ-ચેતન સમસ્ત પદાર્થો તે મારાં શેયો જ છે. વિશ્વના પદાર્થો સાથે માત્ર શેયજ્ઞાયકસંબંધથી વિશેષ કંઈ પણ સંબંધ મારે નથી. કોઈ પણ પદાર્થ મારો નથી, ને હું કોઈનાં કાર્યનો કર્તા નથી. દરેક પદાર્થ પોતાના સ્વભાવસામર્થ્યથી જ ઉત્પાદ-વ્યવ-ધ્રૌવ્યસ્વરૂપે પરિણમી રહ્યો છે, તેની સાથે મારે કાંઈ જ સંબંધ નથી. જે જીવ આવો નિર્ણય કરે તે જ પર સાથેનો સંબંધ તોડીને નિજસ્વરૂપમાં ઉપયોગને જોડે. એટલે તેને જ સ્વરૂપમાં ચરણરૂપ ચારિત્ર થાય. આ રીતે ચારિત્ર માટે પહેલાં વસ્તુસ્વરૂપનો નિર્ણય કરવો જોઈએ. -આત્મધર્મ અંક ૧૯૪, માગશર ૨૪૮૬, પૃષ્ઠ 5 (૩૧૫) પ્રશ્ન- જો આવું સમજશે તો કોઈ જીવ ત્યાગ અને વ્રતાદિ નહિ કરે? ઉત્તર:- કોણ ત્યાગ કરે છે? અને શેનો ત્યાગ કરે છે? પર વસ્તુનું તો ગ્રહણ કે ત્યાગ કોઈપણ જીવો કરી શકતા નથી; પોતાના વિકારનો ત્યાગ કરવાનો છે. -આત્મધર્મ અંક ૫૪, ચૈત્ર ૨૪૭૪, પૃષ્ઠ ૮૭ (૩૧૬) પ્રશ્ન:- વિકારનો ત્યાગ કોણ કરી શકે? ઉત્તર:- જેને વિકારથી ભિન્ન સ્વભાવની પ્રતીતિ થઈ હોય તે જ જીવ વિકારનો ત્યાગ કરી શકે. રાગથી ભિન્ન આત્મસ્વભાવને જાણ્યા વગર રાગનો ત્યાગ કોણ કરશે? સમ્યગ્દર્શન વડ રાગથી ભિન્ન સ્વભાવની શ્રદ્ધા કર્યા પછી જ રાગનો યથાર્થ પણે ત્યાગ થઈ શકે છે, પણ જે જીવ પોતાના શુદ્ધસ્વભાવને જાણતો નથી અને રાગ સાથે એકત્વ માને છે તે જીવ રાગનો ત્યાગ કરી શકશે નહિ. માટે આ સમજ્યા પછી જ સાચો ત્યાગ થઈ શકે છે. સાચો ત્યાગ સમ્યગ્દષ્ટિઓ જ કરી શકે છે, મિથ્યાષ્ટિને તો કોનું ગ્રહણ કરવું અને કોનો ત્યાગ કરવો એનું જ ભાન નથી તો તેને ત્યાગ કેવો ? -આત્મધર્મ અંક ૫૪, ચૈત્ર ૨૪૭૪, પૃષ્ઠ ૮૭ (૩૧૭) પ્રશ્ન - પદાર્થના સ્વરૂપનો નિશ્ચય કરનાર જીવ કેવો હોય છે? Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #105 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૯૮: જ્ઞાનગોષ્ઠી ઉત્તર:- તે જીવ પોતાના આત્માને કૃતનિશ્ચય, નિષ્ક્રિય અને નિર્ભોગ દેખે છે. સ્વ-પરના સ્વરૂપના સંબંધી તેને સંદેહ ટળી ગયો છે, પરદ્રવ્યની કોઈપણ ક્રિયાને તે આત્માની માનતો નથી તેમજ પોતાના આત્માને પરદ્રવ્યમાં પ્રવૃત્તિરૂપ ક્રિયાથી રહિતનિષ્ક્રિય દેખે છે. અને પારદ્રવ્યના ભોગવટા રહિત નિર્ભોગ દેખે છે. આવા પોતાના સ્વરૂપને દેખતો થકો તે જીવ, સંદેહ અને વ્યગ્રતાથી રહિત થયો થકો નિજસ્વરૂપમાં એકાગ્ર થાય છે, નિજસ્વરૂપની ધૂનનો ધૂની થઈને તેમાં તે ઠરે છે. આ રીતે વસ્તુસ્વરૂપનો નિશ્ચય કરનારને જ ચારિત્ર હોય છે. -આત્મધર્મ અંક ૧૯૪, માગશર ૨૪૮૬, પૃષ્ઠ 5 (૩૧૮) પ્રશ્ન- મોક્ષમાર્ગને સાધનારી મુનિદશા કોને હોય છે? ઉત્તર- ઉપર મુજબ વસ્તુસ્વરૂપનો નિશ્ચય કરીને તેમાં જે એકાગ્ર થાય છે તેને જ થામણ એટલે કે મુનિપણું હોય છે. -આત્મધર્મ અંક ૧૯૪, માગશર ૨૪૮૬, પૃષ્ઠ 5 (૩૧૯) પ્રશ્ન- શ્રમણ્યનું (-મુનિપણાનું) બીજું નામ શું છે? ઉત્તર:- શ્રામણનું બીજું નામ મોક્ષમાર્ગ છે. જ્યાં મોક્ષમાર્ગ છે ત્યાં જ શ્રામણ છે; જેને મોક્ષમાર્ગ નથી તેને શ્રામણ પણ નથી. –આત્મધર્મ અંક ૧૯૪, માગશર ૨૪૮૬, પૃષ્ઠ 5 (૩૨૦) પ્રશ્ન- મુનિરાજ તો પંચમહાવ્રતને પાળે છે, તેને આગ્નવભાવ કેમ કહ્યો છે? તે તો ચારિત્ર છે? ઉત્તર:- ધવલા ભાગ-૧ અને ૧૨ માં આવે છે કે મુનિઓ પંચમહાવ્રતને “ભુક્તિ” એટલે ભોગવે છે તેમ કહ્યું છે, પંચમહાવ્રતને કરે છે કે પાળે છે તેમ નહિ, પણ ભોગવે છે. જેમ જગતના જીવો અશુભરાગને ભોગવે છે તેમ મુનિઓ શુભરાગને ભોગવે છે. સમયસાર આદિ અધ્યાત્મશાસ્ત્રમાં તો તેમ આવે પણ વ્યવહારના ગ્રંથ ધવલામાં પણ મુનિઓ પંચમહાવ્રતના શુભરાગને ભોગવે છે તેમ કહ્યું છે. શુભરાગને કરે કે પાળે તેમ નહિ. કામળા-ગાલીચા આદિમાં છાપેલો સિંહ કોઈને મારી શકતો નથી, કહેવામાત્ર સિંહ છે, તેમ અંતર્જલ્પ-બાહ્ય જલ્પ-બાહ્ય ક્રિયારૂપ ચારિત્ર છે તે કહેવામાત્ર ચારિત્ર છે, સાચું ચારિત્ર નથી, કારણ કે તે આત્મ-દ્રવ્યના સ્વભાવરૂપ નથી; Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #106 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમ્યફચારિત્ર: ૯૯ પુદ્ગલ દ્રવ્યના સ્વભાવરૂપ હોવાથી કર્મના ઉદયનું કાર્ય છે. ભલે અશુભથી બચવા શુભ હોય છે પરંતુ તે બંધનું જ કારણ છે, મોક્ષનું કારણ નથી. –આત્મધર્મ અંક ૪O૯, નવેમ્બર ૧૯૭૭, પૃષ્ઠ ૧૩-૧૪-૧૬ (૩૨૧) પ્રશ્ન- અભેદસ્વરૂપ આત્માની અનુભૂતિ થઈ ગયા પછી વ્રતાદિ કરવાથી શું લાભ છે? ઉત્તર:- શુદ્ધાત્માનો અનુભવ થયા પછી પાંચમે છટ્ટ ગુણસ્થાને છે તે પ્રકારનો ઉન શુભરાગ આવ્યા વિના રહેતો નથી. તે શુભરાગ બંધનું કારણ ને હેય છે તેમ જ્ઞાની જાણે છે. શુદ્ધતાની વૃદ્ધિ અનુસાર કષાય ઘટતો જતો હોવાથી વ્રતાદિનો શુભરાગ આવ્યા વિના રહે જ નહિ એવો જ સ્વભાવ છે. -આત્મધર્મ અંક ૪૧૩, માર્ચ ૧૯૭૮, પૃષ્ઠ ૨૪ (૩૨૨). પ્રશ્ન- વ્રત-તપ એ બધા વિકલ્પ જ છે તો પછી કરવા કે નહિ? ઉત્તર- કરવા-ન કરવાની વાત નથી. સમ્યગ્દર્શન પછી પાંચમે ગુણસ્થાને તેવા વિકલ્પો આવે છે, તે શુભરાગ છે, ધર્મ નથી તેમ જાણે છે. મિથ્યાદષ્ટિને તેવા વિકલ્પો આવે છે, તેને શુભરાગથી પુણ્ય બંધાય છે પણ તે રાગથી લાભ માને છે, રાગને પોતાનું સ્વરૂપ માને છે તેથી મિથ્યાત્વ પણ સાથે બંધાય છે. શુભ છોડીને અશુભમાં જવાની વાત નથી પણ શુભરાગને પોતાનું સ્વરૂપ નથી તેમ જાણી શુદ્ધતા પ્રગટ કરવાની વાત છે. -આત્મધર્મ અંક ૪૦૧, માર્ચ ૧૯૭૭, પૃષ્ઠ ૨૩-૨૪ (૩૨૩) પ્રશ્ન- સાચો સમતાભાવ કોને હોય છે? ઉત્તર- સ્વ-પર તત્ત્વ ભિન્ન ભિન્ન છે. એવું સ્વતંત્ર વસ્તુસ્વરૂપ સમજે નહિ અને વસ્તુને પરાધીન માને તેને સાચો સમતાભાવ નથી થઈ શકતો. વસ્તુસ્વરૂપને પરાધીન માનવાની માન્યતામાં જ અનંત વિષયભાવ પડ્યો છે. જાણે બહારથી ક્રોધ ના દેખાતો હોય અને મંદ કષાય રાખતો હોય, તોપણ જ્યાં વસ્તુસ્વરૂપનું ભાન નથી ત્યાં સમતાનો અંશ પણ નથી હોતો. આત્માના જ્ઞાનસ્વભાવનો અનાદર જ મહાન વિષમભાવ છે. પ્રત્યેક તત્ત્વ સ્વતંત્ર છે, કોઈ કોઈને આધીન નથી. મારો સ્વભાવ તો માત્ર બધુ જ જાણવાનો છે. આ પ્રકારે વસ્તુ-સ્વતંત્રને જાણીને પોતાના જ્ઞાનસ્વભાવનો આદર કરવો એ જ સાચો સમભાવ છે. -હિન્દી વીતરાગ વિજ્ઞાન નવેમ્બર ૧૯૮૩, પૃષ્ઠ ૨૫-૨૬ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #107 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦૦: જ્ઞાનગોષ્ઠી (૩૨૪) પ્રશ્ન:- આ ધર્મમાં કાંઈ ત્યાગ કરવાની કે ગ્રહણ કરવાની વાત તો ન આવી? ઉત્તર:- આમાં જ યથાર્થ ગ્રહણ-ત્યાગની વાત આવી જાય છે. ગ્રહણ કે ત્યાગ કોઈ બહારની વસ્તુનો થઈ શકતો નથી પણ અંતરમાં જ થાય છે. લીલોતરી વગેરે છોડવાની વાત ન આવી કેમ કે એ વસ્તુઓ તો આત્માથી છૂટી છે જ. હું બીજી વસ્તુઓનું ગ્રહણ કરી શકું કે તેમને છોડી શકું એવી માન્યતા તો અધર્મ છે. ભલે લીલોતરી ન ખાતો હોય તોય તેવી માન્યતાવાળો જીવ અધર્મી જ છે. વળી કોઈ ભગવાનના નામનો જાપ કરવાની વાત ન આવી, કેમ કે જાપના શબ્દો તો જડ છે, અને તે તરફનો શુભાગ તે વિકાર છે-મંદકષાય છે, તે ધર્મ નથી. માટે હું પર વસ્તુઓને ગ્રહી કે છોડી શકું એવી ઊંધી માન્યતાનો ત્યાગ કરવાનું આવ્યું, રાગથી મને ધર્મ થાય એવી ઊંઘી માન્યતાનો ત્યાગ કરવાનું આવ્યું. અને જડથી તથા વિકારથી જુદો અંતરમાં પોતાનો સ્વભાવ પૂરો જ્ઞાયકમૂર્તિ છે તેની સાચી શ્રદ્ધા-જ્ઞાન અને સ્થિરતાને ગ્રહણ કરવાનું આવ્યું. શ્રદ્ધામાં પૂર્ણ સ્વભાવનું ગ્રહણ ને અધૂરાશનો ત્યાગ તે ધર્મ છે. -આત્મધર્મ અંક ૫૫, વૈશાખ ૨૪૭૪, પૃષ્ઠ ૧૧૮ (૩૨૫ ) પ્રશ્નઃ- ત્યાગ તે જૈનધર્મ છે કે નથી ? ઉત્ત૨:- સમ્યગ્દર્શન પૂર્વકનો જેટલે અંશે વીતરાગભાવ પ્રગટે તેટલે અંશે કષાયોનો ત્યાગ થાય છે તેને ધર્મ કહેવાય છે. સમ્યગ્દર્શનાદિ અસ્તિરૂપ ધર્મ છે અને ત્યાં મિથ્યાત્વ અને કષાયનો ત્યાગ તે નાસ્તિરૂપ ધર્મ છે પણ સમ્યગ્દર્શન વિનાના ત્યાગથી ધર્મ નથી; જો મંદકષાય હોય તો પુણ્ય થાય. -આત્મધર્મ અંક ૫૧, પોષ ૨૪૭૪, પૃષ્ઠ ૪૪ (૩૨૬) પ્રશ્ન:- ધર્મ-અધર્મનો આધાર કોના ઉપર છે? ઉત્ત૨:- એક તરફ સંયોગ અને બીજી તરફ સ્વભાવ, બંને એક સમયે છે. ત્યાં દષ્ટિ કોના ઉ૫૨ ૫ડી છે તેના ઉપર ધર્મ-અધર્મનો આધાર છે. સંયોગ ૫૨ દૃષ્ટિ છે તો અધર્મ અને સ્વભાવ પર દષ્ટિ છે તો ધર્મ. પ્રશ્ન:- ધર્મનું આચરણ શું છે? -આત્મધર્મ અંક ૧૦૫, અષાઢ ૨૪૭૮, પૃષ્ઠ ૧૭૭ (૩૨૭) Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #108 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમ્યક્રચારિત્રઃ ૧૦૧ ઉત્તર- સ્વભાવની સાથે સંબંધ જોડવો અને પરની સાથે સંબંધ તોડવો અર્થાત્ જેવો પોતાનો સ્વભાવ છે, તેવો જાણીને શ્રદ્ધા-જ્ઞાનમાં તેનો સ્વીકાર કરવો તે સમ્યગ્દર્શન ને જ્ઞાનનું આચરણ છે. તે પછી તે સ્વભાવમાં ઉપયોગની એકાગ્રતા કરવી તે ચારિત્રનું આચરણ છે. આ આચરણમાં જ ધર્મ થાય છે. અન્ય કોઈ ધર્મનું આચરણ નથી. -હિન્દી વીતરાગ વિજ્ઞાન જાન્યુઆરી ૧૯૮૪, પૃષ્ઠ ૧૬ (૩૨૮). પ્રશ્ન- સામાયિક કેટલા પ્રકારની છે? તેમાંથી ચોથે ગુણસ્થાનમાં કઈ કઈ છે? ઉત્તર:- જ્ઞાનસામાયિક, દર્શનસામાયિક, દેશવિરતસામાયિક અને સર્વવિરતસામાયિક-એમ ચાર પ્રકારની સામાયિક છે. પોતાના પૂર્ણ જ્ઞાનસ્વભાવનો આદર ને વિકારનો આદર નહિ તે જ્ઞાન-દર્શનરૂપ સામાયિક છે. પહેલાં મિથ્યાત્વને લીધે એમ માનતો કે “પુણ સારાં ને પાપ ખરાબ, અમુક મને લાભ કરે ને અમુક નુકશાન કરે,” તેથી શ્રદ્ધા અને જ્ઞાનમાં વિષમભાવ હતો. હવે, કોઈ પર મને લાભ નુકશાન કરનાર નથી, ને પુણ્ય તથા પાપ બંને મારું સ્વરૂપ નથી. એવી સ્વભાવના આશ્રયે સમ્યક શ્રદ્ધા થતાં જ્ઞાનદર્શનમાં સમભાવ પ્રગયો. દયાભાવ હો કે હિંસાભાવ હો, તે મારું સ્વરૂપ નથી, ત્રિકાળ ચૈતન્યભાવ તે હું છું-એમ સ્વભાવની શ્રદ્ધા અને જ્ઞાન કરવાં તે શ્રદ્ધા-જ્ઞાનરૂપ સામાયિક છે. આરંભ-પરિગ્રહમાં રહેલા સમ્યગ્દષ્ટિને પણ તે સામાયિક હોય છે. એ સામાયિક બે ઘડીની જ નથી હોતી, પણ સદાય વર્તે છે. ત્યાર પછી સ્વભાવની લીનતારૂપ ભાવ પ્રગટે ને રાગાદિ ટળે ત્યારે દેશવિરતિરૂપ સામાયિક હોય છે અને ઘણી સ્વભાવલીનતા પ્રગટ થતાં સર્વસંગ પરિત્યાગી મુનિદશા પ્રગટે છે તે સર્વવિરતિરૂપ સામાયિક છે. -આત્મધર્મ અંક પ૫, વૈશાખ ૨૪૭૪, પૃષ્ઠ ૧૧૫ (૩૨૯). પ્રશ્ન:- શું એકલું ચારિત્ર જ ધ્યાન છે કે સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન પણ ધ્યાનના પ્રકાર છે? ઉત્તરઃ- શુદ્ધ આત્મસ્વભાવની શ્રદ્ધા કરવી તે પણ પરમાત્મસ્વભાવનું જ ધ્યાન છે. સમ્યગ્દર્શન પણ સ્વરૂપની જ એકાગ્રતા છે, અને સમ્યજ્ઞાન તે પણ ધ્યાન જ છે, અને સમ્યક્રચારિત્ર પણ ધ્યાન છે. એ ત્રણે સ્વાશ્રયની એકાગ્રતારૂપ ધ્યાનના જ પ્રકાર છે. અને પરાશ્રયની એકાગ્રતા તે મિથ્યાશ્રદ્ધા-મિથ્યાજ્ઞાન ને મિથ્યાચારિત્ર છે. ધ્યાનની જ મુખ્યતાથી આ શાસ્ત્રમાં વર્ણન છે. પરમાત્મસ્વભાવના ધ્યાનથી જ સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. સમ્યજ્ઞાન પણ ચૈતન્યની એકાગ્રતારૂપ ધ્યાનથી જ થાય છે, ને સમ્યફ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #109 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦૨: જ્ઞાનગોષ્ઠી ચારિત્ર પણ તે ધ્યાનથી જ થાય છે. પરંતુ કોઈ વિકલ્પની પ્રવૃત્તિથી કે જડની ક્રિયાથી સમ્યગ્દર્શન જ્ઞાન કે ચારિત્ર થતાં નથી. રાગની એકાગ્રતા છોડીને, સ્વરૂપની એકાગ્રતા કરવી તે જ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે. એકલા જ્ઞાનસ્વભાવમાં એકાગ્રતા કરતાં જ રાગાદિની ચિંતા તૂટી જાય છે તે જ “એકાગ્ર ચિંતા નિરોધ' રૂપ ધ્યાન છે, ને તે જ મોક્ષમાર્ગ છે. -આત્મધર્મ અંક ૭૮, ચૈત્ર ૨૪૭૬, પૃષ્ઠ ૧/૯ (૩૩૦) પ્રશ્ન:- ધ્યાન પર્યાયને દ્રવ્યથી કથંચિત્ ભિન્ન કેમ કહી છે? ઉત્તર- સમયસાર ગાથા ૩ર) માં (જયસેન આચાર્ય) ધ્યાનને કથંચિત ભિન્ન કહ્યું છે તેનો અર્થ પરની અપેક્ષાએ ધ્યાન પર્યાય તે પોતાની છે તેથી અભિન્ન છે અને શાશ્વત ધ્રુવ દ્રવ્યની અપેક્ષાથી ધ્યાન પર્યાય વિનશ્વર હોવાથી પર્યાયને ભિન્ન કહી છે. ખરેખર તો દ્રવ્ય ને પર્યાય બન્ને ભિન્ન છે. -આત્મધર્મ અંક ૩૯૧, મે ૧૯૭૬, પૃષ્ઠ ૨૭ (૩૩૧) પ્રશ્ન- પિંડી, પદસ્થ, રૂપસ્થ, ને રૂપાતીત-એમ ધર્મધ્યાનના જે ચાર પ્રકાર છે, તેમાં કેટલા સવિકલ્પ છે ને કેટલા નિર્વિકલ્પ છે? - પરમાર્થે તો ચાર પ્રકારના ધર્મધ્યાન નિર્વિકલ્પ છે; કેમકે જ્યારે વિકલ્પ છૂટીને ઉપયોગ સ્વમાં થંભે ત્યારે જ ખરું ધર્મધ્યાન કહેવાય. પહેલાં, પિંડસ્થ એટલે દેહમાં રહેલો શુદ્ધ આત્મા, પદસ્થ એટલે શબ્દના વાટ્યરૂપ શુદ્ધ આત્મા, રૂપસ્થ એટલે અરિહંત સર્વજ્ઞદેવ તથા રૂપાતીત એટલે દેહાતીત સિદ્ધ પરમાત્મા એ ચાર પ્રકારના સ્વરૂપનું અનેક પ્રકારે ચિંતન બીજા વિકલ્પમાંથી છૂટીને મનને એકાગ્ર કરવા ટાણે આવે, તેને વ્યવહારે ધર્મધ્યાન કહેવાય, પણ પછી તેના વિકલ્પો છૂટીને નિજ સ્વરૂપમાં ઉપયોગ જામે ત્યારે ખરું ધર્મધ્યાન કહેવાય. આ રીતે ચાર પ્રકારના સવિકલ્પ ચિંતનને વ્યવહારે ધર્મધ્યાન કહ્યું, પરમાર્થ ધર્મધ્યાન નિર્વિકલ્પ છે. પરમાર્થ ધર્મધ્યાન વીતરાગ છે, ને તે જ મોક્ષનું સાધક છે. -આત્મધર્મ અંક ર૬૧, જુલાઈ ૧૯૬૫, પૃષ્ઠ ર૬-૧૭ (૩૩૨) પ્રશ્ન- “પરમાત્મ-પ્રકાશ” માં પરમાત્માનું ધ્યાન તે ધર્મધ્યાન કહેલ છે-તે કેવી રીતે? ઉત્તર- પરમાત્માનું ધ્યાન કરવાનું કહ્યું છે તે પોતાથી ભિન્ન પરમાત્માનું નહિ, પણ પરમાત્માની જેમ પોતાનો સ્વભાવ પરિપૂર્ણ રાગાદિ રહિત છે તેને ઓળખીને Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #110 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમ્યકચારિત્રઃ ૧૦૩ તેનું જ ધ્યાન કરવું, તે જ પરમાર્થે ૫રમાત્માનું ધ્યાન છે. એ સિવાય સિદ્ધ કે અદ્વૈતનું લક્ષ કરવું સાચું ધર્મધ્યાન નથી પણ રાગ છે. અને પરમાર્થે રાગ તે આર્તધ્યાન વડે કદી ધર્મધ્યાન થાય નહિ. -આત્મધર્મ અંક ૭૭, ફાગણ ૨૪૭૬, પૃષ્ઠ ૯૬ ( ૩૩૩ ) પ્રશ્નઃ- સ્થિરતા (ચારિત્ર) ને નજીકનો ઉપાય કેમ કહ્યો છે? ઉત્ત૨:- કારણ કે સમ્યગ્દર્શન-જ્ઞાન પણ મોક્ષનો ઉપાય છે, પરંતુ સમ્યગ્દર્શનજ્ઞાનપૂર્વક સ્થિરતા મોક્ષનો સાક્ષાત્ ઉપાય છે. આ કારણથી સ્થિરતાને મોક્ષનો નજીકનો ઉપાય કહ્યો. સમ્યગ્દર્શન-જ્ઞાન પછી પણ સ્વરૂપમાં સ્થિરતા વગર મોક્ષ પ્રાપ્ત નથી થતો. -હિન્દી વીતરાગ વિજ્ઞાન, એપ્રિલ ૧૯૮૪, પૃષ્ઠ ૨૭ ( ૩૩૪ ) પ્રશ્ન:- સ્વામી કાર્તિકેય મુનિરાજ કહેશે કે જિનવચનની ભાવના માટે આ ભાવનાઓની રચના કરી છે-તેનો અર્થ શું? ઉત્ત૨:- પહેલાં ‘જિન વચન ' કોને કહેવાય તે નક્કી કરવું જોઈએ. જિનવચનમાં કહેલાં દ્રવ્ય-ગુણ-પર્યાય એ ત્રણેનું સ્વરૂપ જેમ છે તેમ સમજીને અને પ્રતીત કરીને ધર્મી જીવ આ ભાવનાઓને ભાવે છે, તેમાં તેને વીતરાગી શ્રદ્ધા, વીતરાગી જ્ઞાન અને વીતરાગી આનંદનો અંશ પ્રગટ છે. બાર ભાવનાઓનું ચિંતવન તે જ્ઞાન-વૈરાગ્યની વૃદ્ધિનું કારણ છે. બાર ભાવના ભાવનારની લાયકાત કેટલી ? કે જેને વસ્તુસ્વરૂપનું યથાર્થ ભાન હોય તે જ ખરેખર બાર ભાવનાઓ ભાવી શકે. સમ્યગ્દર્શન વગર આ બાર ભાવના યથાર્થ હોતી નથી. ‘જિનવચનની ભાવના અર્થે’ આ ભાવના રચી છે એટલે જેને જિનવચન અનુસાર વસ્તુસ્વરૂપનું ભાન હોય તેને જ આ બાર ભાવના હોય. જિનવચનથી વિરુદ્ધ કહેનારા કુદેવ-કુગુરુ-કુશાસ્ત્રને માનતો હોય તેને બાર ભાવનાનું ચિંતવન સાચું હોય નહિ. -આત્મધર્મ અંક ૧૦૫, અષાઢ ૨૪૭૮, પૃષ્ઠ ૧૭૬ ( ૩૩૫ ) પ્રશ્ન:- સંસારભાવનાનો અર્થ શું સંસારની ભાવના કરવી તે છે? ઉત્ત૨:- ‘સંસારભાવના' એમ કહ્યું તેમાં કાંઈ સંસારની ભાવના કે રુચિ નથી, રુચિ અને ભાવના તો સ્વભાવની જ છે. ધર્મી જીવ પોતાના સ્વભાવની દષ્ટિ રાખીને સંસારનું સ્વરૂપ ચિંતવતાં તેનાથી વૈરાગ્ય વધારે છે તેનું નામ ‘સંસારભાવના ’ છે. અંતર્તત્ત્વના ભાન વિના બાર ભાવના યથાર્થ હોતી નથી. -આત્મધર્મ અંક ૧૦૫, અષાઢ ૨૪૭૮, પૃષ્ઠ ૧૭૫ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #111 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪: જ્ઞાનગોષ્ઠી. (૩૩૬). પ્રશ્ન:- મોક્ષનું કારણ સમભાવ છે એ સમભાવ કરીએ તો મોક્ષ થાય ને? ઉત્તર:- સમભાવ એટલે વીતરાગતા. એ વીતરાગતા દ્રવ્યને પકડે ત્યારે થાય. દ્રવ્યના આશ્રય વિના વીતરાગતા ન થાય. સમભાવનું કારણ વીતરાગ સ્વભાવી ભગવાન આત્મા છે. તેનો આશ્રય કરવો અને પરનો આશ્રય છોડવો. આ ટૂંકામાં ટૂંકું છે. –આત્મધર્મ અંક ૪૪૫, નવેમ્બર ૧૯૮૦, પૃષ્ઠ ૩૧ (૩૩૭) પ્રશ્ન- ત્યાગ તે જૈનધર્મ છે કે નથી ? ઉત્તર:- સમ્યગ્દર્શન પૂર્વકનો જેટલે અંશે વીતરાગભાવ પ્રગટે તેટલે અંશે કષાયોનો ત્યાગ થાય છે તેને ધર્મ કહેવાય છે. સમ્યગ્દર્શનાદિ અસ્તિરૂપ ધર્મ છે અને ત્યાં મિથ્યાત્વ અને કષાયનો ત્યાગ તે નાસ્તિરૂપ ધર્મ છે પણ સમ્યગ્દર્શન વિનાના ત્યાગથી ધર્મ નથી. જો મંદકપાય હોય તો પુણ્ય થાય. -આત્મધર્મ અંક ૫૧, પોષ ૨૪૭૪, પૃષ્ઠ ૪૪ (૩૩૮) પ્રશ્ન- આત્માને કેમ ખમાવવો? ઉત્તર- અનંતગુણમય-જ્ઞાનાનંદમય આત્માનું સ્વરૂપ ઓળખવું. આત્મામાં કોઈ વિભાવ નથી. આત્મા તો ક્ષમાનો સાગર, શાંતિનો સાગર છે. અનંત કાળથી અનંત ભાવો થયા, ગમે એટલા નિગોદના ભવો થયા છતાં આત્મા તો ક્ષમાનો ભંડાર છે એને ઓળખવો એ જ સાચી ક્ષમા છે. -આત્મધર્મ અંક ૪૫૦, એપ્રિલ ૧૯૮૧, પૃષ્ઠ ૨૮ (૩૩૯) પ્રશ્ન- અહિંસાને પરમ ધર્મ કહ્યો છે તેનો અર્થ શું? ઉત્તર- રાગથી લાભ માનવો એ તો ચૈતન્યપ્રભુનો અનાદર છે. અહિંસાને ધર્મ કહ્યો છે તે અહિંસા એટલે રાગાદિની ઉત્પત્તિ ન થવી તે વીતરાગી અહિંસાધર્મ છે. પરની દયાનો ભાવ તે રાગ છે, એ રાગથી સ્વની હિંસા થાય છે. આહાહા ! આવી વાત પાત્ર વિના કોને બેસે ? –આત્મધર્મ અંક ૪૨૫, માર્ચ ૧૯૭૯, પૃષ્ઠ ૩૦-૩૧ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #112 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૮) મોક્ષમાર્ગ (૩૪૦) પ્રશ્ન:- મોક્ષમાર્ગ તો બે પ્રકારના છે ને? ઉત્તરઃ- મોક્ષમાર્ગ બે પ્રકારથી છે, એક વ્યવહાર, બીજો નિશ્ચય. નિશ્ચય તો સાક્ષાત્ મોક્ષમાર્ગ છે, વ્યવહાર પરંપરા છે. અથવા સવિકલ્પ-નિર્વિકલ્પના ભેદથી નિશ્ચય-મોક્ષમાર્ગ પણ બે પ્રકારથી છે. હું અનંત જ્ઞાનસ્વરૂપ છું, શુદ્ધ છું, એક છું, અખંડ છું, ધ્રુવ છું એવું ચિંતવન છે તે સવિકલ્પ નિશ્ચય-મોક્ષમાર્ગ છે તે સાધક છે અને સવિકલ્પ ચિંતવન છૂટીને નિર્વિકલ્પ આત્મઅનુભવ તે નિશ્ચય મોક્ષમાર્ગ છે તે સાધ્ય છે. “રહસ્યપૂર્ણ ચિઠ્ઠી ” માં આવે છે કે પહેલાં હું શુદ્ધ છું આદિ ચિંતવનથી આત્મામાં અહંપણું ધારે છે અને પછી તે વિકલ્પ છૂટીને નિર્વિકલ્પ થાય છે. આ રીતે સવિકલ્પ ચિંતવનને-સવિકલ્પ નિશ્ચય મોક્ષમાર્ગને સાધક કહ્યો અને નિર્વિકલ્પ ધ્યાનને-નિર્વિકલ્પ નિશ્ચય મોક્ષમાર્ગને સાધ્ય કહ્યો છે. જેમ દેવ-ગુરુ-શાસ્ત્રની રાગમિશ્રિત શ્રદ્ધાને વ્યવહાર સમ્યકત્વ કહ્યું છે તે સમ્યકત્વ નથી. છે તો રાગ, પણ સમકિતનો આરોપ કરીને વ્યવહાર સમ્યગ્દર્શન કહ્યું છે. તેમ અહીં નિશ્ચય મોક્ષમાર્ગનો આરોપ કરીને સવિકલ્પ ચિંતવનને સવિકલ્પ મોક્ષમાર્ગ કહ્યો છે. સ્વના આશ્રયનો વિકલ્પ છે તેથી તેને સાધક કહ્યો છે. વિકલ્પ છે તે બંધનું કારણ છે તોપણ નિશ્ચયનો આરોપ કરીને સાધન કહેવામાં આવે છે. હું શુદ્ધ છું આદિ નિશ્ચયના સવિકલ્પ ચિંતવનને નિશ્ચયનયનો પક્ષ કહ્યો છે ને ! તેમ અહીં આરોપ કરીને કહ્યું છે. -આત્મધર્મ અંક ૩૯૮, ડિસેમ્બર ૧૯૭૬, પૃષ્ઠ ૧૮ (૩૪૧) પ્રશ્ન:- શું દ્રવ્યલિંગ મોક્ષનું કારણ નથી? ઉત્તર:- શાસ્ત્રજ્ઞાન તે દ્રવ્યલિંગ છે, નવતત્ત્વની ભેજવાળી શ્રદ્ધા તે દ્રવ્યલિંગ છે અને છ જવનિકાયનું ચારિત્ર તે પણ દ્રવ્યલિંગ છે, શરીરનું નગ્નપણે તે પણ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #113 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦૬: જ્ઞાનગોષ્ઠી દ્રવ્યલિંગ છે, શાસ્ત્રના વિકલ્પો, પંચમહાવ્રત આદિના વિકલ્પો એ બધું દ્રવ્યલિંગ છે. એ દ્રવ્યલિંગમાં સંતો ન રોકાણા અને ભાવલિંગરૂપ દર્શન-જ્ઞાન-ચારિત્રનું સેવન કરતાં થકા મોક્ષમાર્ગ અને મોક્ષને પામ્યા. જો દ્રવ્યલિંગ મોક્ષનું કારણ હોત તો તેને છોડીને અંદર આત્માના આશ્રયે કેમ જાત? જે શ્રદ્ધા-જ્ઞાનને ચૈતન્ય પ્રભુનો આશ્રય નથી એ શ્રદ્ધા-જ્ઞાન દ્રવ્યલિંગ છે, શરીર-આશ્રિત છે, પરદ્રવ્ય છે, સ્વદ્રવ્ય નથી. -આત્મધર્મ અંક ૪૧૦, ડિસેમ્બર ૧૯૭૭, પૃષ્ઠ ૨૬-૨૭ (૩૪૨) પ્રશ્ન- બંધનું કારણ પરદ્રવ્ય ને મોક્ષનું કારણ સ્વદ્રવ્ય છે ને? ઉત્તરઃ- બંધનું કારણ પરદ્રવ્ય નથી, પરદ્રવ્ય તો સદાય હોય છે. જો તે બંધનું કારણ હોય તો બંધ રહિત ક્યારેય ન થઈ શકે. પરદ્રવ્ય પ્રત્યેનું સ્વામીત્વ તે બંધનું કારણ છે અને સ્વદ્રવ્ય પણ અનાદિથી છે જ છતાં મોક્ષ થયો નહિ. તેથી સ્વદ્રવ્યમાં સ્વામીત્વ તે મોક્ષનું કારણ છે. સ્વદ્રવ્યમાં સ્વામીપણું થતાં પરદ્રવ્ય હોવા છતાં પણ બંધ થતો નથી. માટે સ્વદ્રવ્યમાં સ્વામીપણું તે મોક્ષનું કારણ છે ને પરદ્રવ્યમાં સ્વામીપણું તે બંધનું કારણ છે. -આત્મધર્મ અંક ૪૧૩, માર્ચ ૧૯૭૮, પૃષ્ઠ ૨૬ (૩૪૩) પ્રશ્ન- મોક્ષનું કારણ પરમપરિણામિક ભાવ છે કે ક્ષાયિક ભાવ? ઉત્તર:- ખરેખર તો પરમપરિણામિક ભાવ જ મોક્ષનું કારણ છે પણ પર્યાયથી કહેવું હોય તો ક્ષાયિક, ઉપશમ, ક્ષયોપશમને પણ મોક્ષનું કારણ કહેવાય. –આત્મધર્મ અંક ૪૩૧, સપ્ટેમ્બર ૧૯૭૯, પૃષ્ઠ ૧૫ (૩૪૪) પ્રશ્ન:- માર્ગની યથાર્થ વિધિનો ક્રમ શું છે? ઉત્તર-આત્મા અચિંત્ય સામર્થ્યવાળો છે, તેમાં અનંત ગુણસ્વભાવ છે, તેની રુચિ થયા વિના ઉપયોગ પરમાંથી પલ્ટીને સ્વમાં આવી શકતો નથી. પાપ ભાવોની રુચિમાં પડ્યા છે તેની તો શું વાત! પણ પુણ્યની રુચિવાળા બાહ્ય ત્યાગ કરે, તપ કરે, દ્રવ્યલિંગ ધારે તો પણ શુભની રૂચિ છે ત્યાં સુધી ઉપયોગ પર તરફથી પલ્ટીને સ્વમાં આવી શકતો નથી. માટે પહેલા પરની રુચિ પલ્ટાવવાથી ઉપયોગ પર તરફથી પલ્ટીને સ્વમાં આવી શકે છે. માર્ગની યથાર્થ વિધિનો આ ક્રમ છે. -આત્મધર્મ અંક ૪૧૮, ઓગષ્ટ ૧૯૭૮, પૃષ્ઠ ૨૮ (૩૪૫) પ્રશ્ન:- પહેલાં અશુભરાગ ટાળે ને શુભરાગ કરે તો પછી શુદ્ધભાવ થાય તેવો ક્રમ તો છે ને? Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #114 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates મોક્ષમાર્ગઃ ૧૦૭ ઉત્ત૨:- એ ક્રમ જ નથી. પહેલાં સમ્યગ્દર્શન પ્રગટ કરે છે પછી એકદમ શુભરાગ ટાળી શકતો નથી તેથી પહેલાં અશુભરાગ ટાળીને શુભરાગ આવે છે, એ સાધકના ક્રમની વાત છે. -આત્મધર્મ અંક ૪૨૧, નવેમ્બર ૧૯૭૮, પૃષ્ઠ ૨૭ (૩૪૬) પ્રશ્ન:- મધ્યસ્થતાનો શું અર્થ થાય ? શું ૫દ્રવ્યની સામે જોઈને તેના પ્રત્યે મધ્યસ્થતા થઈ શકે છે? ઉત્ત૨:- ખરેખર પરદ્રવ્ય સામે જોઈને તેના પ્રત્યે મધ્યસ્થ થવાતું નથી, પણ સ્વદ્રવ્યમાં લીન રહેતાં સમસ્ત પદ્રવ્યો પ્રત્યે મધ્યસ્થતા થઈ જાય છે. સ્વદ્રવ્યમાં લીન રહેવું તે અસ્તિ છે ને ૫૨દ્રવ્ય પ્રત્યે મધ્યસ્થતા થવી તે નાસ્તિ છે. હું સમસ્ત ૫૨દ્રવ્યો પ્રત્યે અત્યંત મધ્યસ્થ થાઉં છું–એમ કહ્યું; ત્યાં દેવ-ગુરુશાસ્ત્રની શ્રદ્ધા, નવતત્ત્વનું જ્ઞાન અને પંચમહાવ્રતરૂપ વ્યવહારરત્નત્રયનો આશ્રય પણ અહીં કાઢી નાખ્યો. વ્યવહારરત્નત્રય પણ પરદ્રવ્યના અવલંબને છે, માટે તે પ્રત્યે પણ હું મધ્યસ્થ છું, એટલે તે વ્યવહારત્નત્રયનું અવલંબન છોડીને અભેદ આત્માનો જ આશ્રય કરું છું, શાસ્ત્રમાં વ્યવહા૨૨ત્નત્રયને નિશ્ચયરત્નત્રયનું કારણ કહ્યું હોય તે વાત ઉપચારની છે; અહીં વ્યવહારત્નત્રયને હૈય કહીને તેનો આશ્રય છોડાવ્યો છે; કેમકે ખરેખર વ્યવહા૨૨ત્નત્રયનું તે નિશ્ચયરત્નત્રયનું કારણ નથી પણ સ્વદ્રવ્યાનુસાર પરિણતિ તે જ નિશ્ચયરત્નત્રયનું (શુદ્ધોપયોગનું) કારણ છે. વ્યવહા૨૨ત્નત્રય તે શુભોપયોગરૂપ છે ને નિશ્ચયરત્નત્રય તે શુદ્ધોપયોગરૂપ છે. -આત્મધર્મ અંક ૯૪, શ્રાવણ ૨૪૭૭, પૃષ્ઠ ૨૦૪ (૩૪૭) પ્રશ્ન:- “ રાગદ્વેષ તો ધર્મ નહિ-અધર્મ છે” એમ આપ કહો છો માટે જ્યાં રાગદ્વેષ હોય ત્યાં ધર્મનો અંશ પણ ન હોવો જોઈએ ? ઉત્ત૨:- નીચલી દશામાં સમ્યગ્નાનની સાથે અલ્પ રાગદ્વેષ પણ હોય છે, પણ જ્ઞાની જાણે છે કે તે અધર્મ છે, જેટલું રાગરહિત સ્વસંવેદન થયું તેટલો જ ધર્મ છે. કોઈ એમ કહે કે ‘રાગ-દ્વેષ તો અધર્મ છે માટે જ્યાં રાગ-દ્વેષ હોય ત્યાં ધર્મનો અંશ પણ ન હોય.'–તો એમ નથી. રાગ-દ્વેષ પોતે ધર્મ નથી એ વાત સાચી, પણ અલ્પ રાગ-દ્વેષ હોવાં છતાં સમ્યક્શ્રદ્ધા-જ્ઞાનરૂપ ધર્મ હોઈ શકે છે. રાગને ધર્મ માને તો તે શ્રદ્ધા-જ્ઞાન પણ મિથ્યા જ છે. પરંતુ રાગરહિત જ્ઞાનસ્વભાવને જાણીને તેની શ્રદ્ધા થઈ હોય ને રાગ સર્વથા ટળ્યો ન હોય તો તેથી કાંઈ શ્રદ્ધા-જ્ઞાન મિથ્યા થઈ જતા નથી. તેમ જ ત્યાં રાગ-દ્વેષરૂપ અધર્મ છે માટે સભ્યશ્રદ્ધા-જ્ઞાનમાં ખામી છે એમ પણ નથી; રાગદ્વેષ હોવા છતાં શાયકશ્રદ્ધા પણ હોય છે. કેમકે શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્ર વગેરે અનંતગુણો Please inform us of any errors on Rajesh@Atma Dharma.com Page #115 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦૮: જ્ઞાનગોષ્ઠી છે તે સર્વથા અભેદ નથી. પૂર્ણની શ્રદ્ધા થયા પછી પૂર્ણદશા પ્રગટતાં વાર લાગે છે. પરંતુ, પૂર્ણતા પ્રગટ થવાનો સ્વભાવ છે તે પ્રતીતમાં આવ્યો એટલે અલ્પકાળે પૂર્ણતા પ્રગટ થયા વિના રહેશે નહિ. -આત્મધર્મ અંક ૯૬, આસો ૨૪૭૭, પૃષ્ઠ ૨૫૯ (૩૪૮ ) પ્રશ્ન:- ધર્મ પ્રાપ્ત કરવાને માટે પહેલાં શું નિર્ણય કરવો ? ઉત્ત૨:- ત્રિકાળી દ્રવ્યના આશ્રયે જ ધર્મ થાય છે એમ પહેલાં નિર્ણય કરવો જોઈએ, ભલે હજુ પહોંચી શકે નહિ પણ એના સંસ્કાર નાખવા જોઈએ જેથી ૫૨ તરફના વલણવાળા ભાવને અનુમોદે નહિ. પહેલા શ્રદ્ધા-જ્ઞાન સમ્યક થાય છે, પછી જ ચારિત્ર થાય. છતાં લોકો બાહ્ય ક્રિયાકાંડમાં ચડી ગયા એટલે એને આકરું લાગે છે. કોઈ આત્માનો અનાદર નથી પણ એ ભાવ એને નુકશાન કર્તા છે. આત્મા સ્વભાવે તો પ્રભુ છે, ક્ષણમાં પલ્ટી જશે, એક ક્ષણની ભૂલ છે ને એક ક્ષણમાં ટાળી શકે છે. -આત્મધર્મ અંક ૪૪૯, માર્ચ ૧૯૮૧, પૃષ્ઠ ૨૧ (૩૪૯) પ્રશ્ન:- ૫૨વસ્તુથી આત્માને લાભ-હાનિ છે નહિ. આત્માનું અકલ્યાણનું કારણ રાગ છે-એવું આપ કહો છો. શું તે રાગથી પણ અધિક અકલ્યાણનું કારણ કોઈ અન્ય પણ છે? ઉત્ત૨:- કોઈ પણ વસ્તુ અથવા દેવ-ગુરુ-શાસ્ત્ર આદિ આ જીવનું કલ્યાણઅકલ્યાણનું કારણ નથી. માત્ર પોતાની પર્યાયમાં સાચી સમજ અને સ્થિરતા જ કલ્યાણનું કારણ છે, તથા મિથ્યા સમજ અને રાગાદિ જ અકલ્યાણનું કારણ છે. તોપણ રાગભાવથી જેટલું અકલ્યાણ થાય છે, તેની અપેક્ષાએ અનંતગણું અકલ્યાણ રાગથી આત્માને લાભ થાય છે, અથવા ‘રાગમાં ધર્મ છે’ આ જૂઠી માન્યતાથી થાય છે. આ ઉલ્ટી માન્યતાવાળા જીવ ત્યાંથી અને પંડિત હોવા છતાં પણ મહા સંસારમાં ભટકે છે. હિન્દી આત્મધર્મ જૂન ૧૯૮૩, પૃષ્ઠ ૨૮ (૩૫૦) પ્રશ્ન:- ધર્મની શરૂઆત કોના આશ્રયથી થાય ? ઉત્ત૨:- લાખ ૫દ્રવ્યનો આશ્રય કરે તોપણ ધર્મની શરૂઆત થાય નહિ, પણ એક સ્વદ્રવ્યનો આશ્રય કરે તો ધર્મની શરૂઆત થાય. જે રીતે પર્યાય દ્રવ્ય તરફ ઢળે એ રીતે વાંચન, વિચાર, મનન, શ્રવણ બધું કરવું જોઈએ. મૂળ પ્રયોજન તો દ્રવ્ય તરફ ઢળવું એ જ છે. -આત્મધર્મ અંક ૪૩૦, ઓગષ્ટ ૧૯૭૯, પૃષ્ઠ ૨૪ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #116 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates મોક્ષમાર્ગ૧૯ (૩૫૧) પ્રશ્ન- જીવનું મૂળ પ્રયોજન શું છે અને તેના કેટલા પ્રકાર છે? ઉત્તર- જીવનું મૂળ પ્રયોજન વીતરાગભાવ છે; વીતરાગભાવના બે પ્રકાર છે(૧) દષ્ટિમાં વીતરાગતા અને (૨) ચારિત્રમાં વીતરાગતા. પહેલા દષ્ટિમાં વીતરાગતા થાય છે. તે ક્યારે થાય? મારા અભેદ ચૈતન્યસ્વભાવમાં રાગ નથી, પર્યાયમાં રાગ થાય છે તે સમ્યગ્દર્શનનું-વીતરાગી દષ્ટિનું કારણ નથી, પણ તે રાગ સાથેની એકતા તો મિથ્યાત્વનું કારણ છે, અને તે રાગનો આશ્રય છોડીને સ્વભાવની એકતા કરવી તે સમ્યકત્વનું કારણ છે. એ પ્રમાણે જાણીને અભેદ સ્વભાવની મુખ્યતા કરતાં વીતરાગી-દષ્ટિ પ્રગટે છે, અને ત્યાં રાગનો નિષેધ સ્વયં વર્તે છે. વ્યવહારનો આશ્રય માનવો તે મિથ્યાત્વ છે, ને સ્વભાવના આશ્રયે વ્યવહારના આશ્રયનો લોપ કરવો તે સમ્યગ્દર્શન છે. -આત્મધર્મ અંક ૪૭ ભાદ્રપદ ૨૪૭૩, પૃષ્ઠ ૨૩૯-૨૪૦ (૩૫૨). પ્રશ્ન- દ્રવ્ય અનુસારી ચરણ અને ચરણ અનુસારી દ્રવ્ય એટલે શું? ઉત્તર- છટ્ટ ગુણસ્થાને જે શુદ્ધતા હોય તે દ્રવ્યના જ આશ્રયે હોય છે પણ અહીં રાગની મંદતા કેટલા અંશે છે તેના જ્ઞાનથી શુદ્ધતા કેટલી છે તેમ જોવે છે. આશ્રયનો અર્થ એમ નથી કે રાગના આશ્રયે ધર્મ થાય. શુદ્ધતા જેટલા પ્રમાણમાં હોય તેટલા પ્રમાણમાં રાગની મંદતા હોય છે અને રાગની મંદતા જેટલી હોય તેટલા પ્રમાણમાં શુદ્ધતા શુદ્ધતાના કારણે હોય છે. તેને દ્રવ્ય અનુસારી ચરણ ને ચરણ અનુસારી દ્રવ્ય તેમ પ્રવચનસારમાં કહ્યું છે. -આત્મધર્મ અંક ૪૦૪, જૂન ૧૯૭૭, પૃષ્ઠ ૨૨ (૩૫૩). પ્રશ્ન:- પરદ્રવ્યને જાણવા તરફ પરિણતિ જાય એટલે કે ઉપયોગ બહારમાં ભમે, અને તે વખતે વીતરાગતા રહે-એમ બને? ઉત્તર- સ્વાશ્રયે જેટલી વીતરાગ પરિણતિ થઈ છે તેટલી વીતરાગતા તો પરશેય તરફ લક્ષ વખતેય સાધકને ટકી જ રહે છે. પણ સાધકને પરય તરફ ઉપયોગ વખતે પૂરી વીતરાગતા નથી, એટલે રાગ અને વિકલ્પ છે. પરશેય તરફ ઉપયોગ જાય ને સંપૂર્ણ વીતરાગતા હોય એમ ન બને, ત્યાં રાગનો અવશ્ય સદ્ભાવ છે. પણ તે ભૂમિકામાં જેટલી વીતરાગતા થઈ છે તેટલી તો ત્યારે પણ ટકી રહે છે; જેમકે ચોથા ગુણસ્થાને પરલક્ષ વખતે પણ અનંતાનુબંધી રાગ-દ્વેષ તો થતા જ નથી; છઠ્ઠા Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #117 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૦: જ્ઞાનગોષ્ઠી ગુણસ્થાને પરલક્ષ વખતે ત્રણ કષાયો (સંજ્વલન સિવાયના) તો થતા જ નથી, એટલી વીતરાગતા ટકી રહે છે. કેવળી ભગવાન પરનેય જાણે છે પણ તેમને ઉપયોગ પરમાં મૂકવો પડતો નથી, સ્વમાં જ ઉપયોગ લીન છે. -આત્મધર્મ અંક ર૬૧, જુલાઈ ૧૯૬૫, પૃષ્ઠ ર૬ (૩૪૫) પ્રશ્ન:- શ્રદ્ધાનનો દોષ અને ચારિત્રના દોષમાં શું ફેર છે? ઉત્તર- શ્રદ્ધાનનો દોષ અને ચારિત્રના દોષમાં બહુ મોટો ફેર છે. સમ્યગ્દષ્ટિ બે ભાઈ લડાઈ કરે, જીવોની હિંસા થાય, છતાં એ શરીરની ક્રિયાનો ને રાગનો કર્તા નથી, જ્ઞાતા છે અને મિથ્યાષ્ટિ દ્રવ્યલિંગી એકેન્દ્રિયના જીવને પણ હણે નહિ છતાં તે કાયા અને કષાયમાં એકતાબુદ્ધિવાળો હોવાથી કર્તા છે, છ કાયનો ઘાતક છે. આહાહા ! ચારિત્રના દોષની અલ્પતા કેટલી કે બે ભાઈ લડે છતાં મોક્ષે જાય અને શ્રદ્ધાનના દોષની મોટપ એટલી કે વિપરીત પરિણામના ફળ નરક નિગોદ છે. મૂળ આત્મદર્શન વિના ગમે તેટલી સાધુપણાની ક્રિયા કરે પણ બધું ફોગટ છે. છ માસના ઉપવાસ કરે, ત્યાગ કરે પણ આત્મજ્ઞાન વિના તે બધું શૂન્ય છે, રણમાં પોક સમાન છે. ભાઈ ! પ્રભુનો મારગ તદ્દન નિરાલો અંતરનો છે અને સમજવા બહુ પ્રયત્ન માગે છે. -આત્મધર્મ અંક ૪૪૦, જૂન ૧૯૮૦, પૃષ્ઠ ૩૨-૩૩ (૩૫૫) પ્રશ્ન:- શ્રદ્ધાનો દોષ અને ચારિત્રના દોષના ફળમાં શું ફરક છે? ઉતર- ભગવાને કહેલાં વસ્તુસ્વરૂપની શ્રદ્ધાથી ભ્રષ્ટ છે તેની મુક્તિ થતી નથી, ચારિત્રભ્રષ્ટ છે તેની મુક્તિ અવશ્ય થાય છે. કેમ કે તેને ચારિત્રનો દોષ છે પણ એ દોષનો તેને ખ્યાલ હોવાથી એ દોષ ટાળીને મુક્તિ પામશે. પણ ભગવાને કહેલા વસ્તુ સ્વરૂપની શ્રદ્ધાથી જે ભ્રષ્ટ છે તેની મુક્તિ થતી નથી. ચારિત્ર દોષ હોય છતાં કોઈ સમ્યગ્દષ્ટિને તીર્થકર ગોત્રનો બંધ દરેક સમયે થઈ રહ્યો છે. એ સમ્યગ્દષ્ટિ ચારિત્રનો દોષ ટાળીને મુક્તિ પામશે. -આત્મધર્મ અંક ૪૪૬, ડિસેમ્બર ૧૯૮૦, પૃષ્ઠ ૨૯ (૩૫૬). પ્રશ્ન:- જિનશાસન અને જૈનધર્મ કોને કહે છે? ઉત્તર- જે શ્રુતજ્ઞાનની વીતરાગી પર્યાયમાં આત્મા અબદ્ધસ્કૃષ્ટ સ્વરૂપ અનુભવમાં આવે તે પર્યાયને જિનશાસન કહે છે. જેમાં વિકાર, અપૂર્ણતા કે ભેદ આવે તે પર્યાયને જિનશાસન કહેતા નથી. પાંચ ભાવસ્વરૂપ પણ એકરૂપ આત્મા છે તે જેને અનુભવમાં આવે તેને વીતરાગી જૈનધર્મ કહે છે. વીતરાગી પર્યાય પ્રગટ થાય છે તેમાં વીતરાગી Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #118 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates મોક્ષમાર્ગઃ ૧૧૧ દ્રવ્યનો આશ્રય છે છતાં કર્તાપણું એ વીતરાગી દ્રવ્યનું નથી. વીતરાગ પર્યાયને વીતરાગી દ્રવ્યનો આશ્રય આવ્યો માટે એ પર્યાય પરાધીન છે એમ નથી. વીતરાગી પર્યાય પક્કરકથી સ્વતંત્ર કર્તાપણે થઈને પ્રગટ થાય છે. પોતાની ધર્મપર્યાય છે તેનો કર્તા પણ દ્રવ્ય-ધ્રુવ વસ્તુ ઉપચારથી છે. આહાહા ! આવી વાતો વીતરાગની છે. આ તો અંદરથી આવે છે. ભગવાન પાસેથી આવે છે. અનંતા કેવલીઓનો પોકાર છે. -આત્મધર્મ અંક ૪૪૧, જુલાઈ ૧૯૮૦, પૃષ્ઠ ૩૧-૩ર. રત્નત્રય મોક્ષનું જ કારણ ननु कथमेवं सिद्धयति देवायुः प्रभृतिसत्प्रकृतिबन्धः। सकलजनसुप्रसिद्धो रत्नत्रयधारिणां मुनिवराणाम्।। २१९ ।। रत्नत्रयमिह हेतुनिर्वाणस्यैव भवति नान्यस्य। आस्रवति यत्तु पुण्यं शुभोपयोगोऽयमपराधः।। २२०।। અર્થ- અહીં કોઈ શંકા કરે કે રત્નત્રયના ધારક મુનિઓને દેવાયુ વગેરે શુભ પ્રકૃતિઓનો બંધ થાય છે એવું જે શાસ્ત્રોમાં કથન છે તે કેવી રીતે સિદ્ધ થશે? ૨૧૯ તેનો ઉત્તર:- આ લોકમાં રત્નત્રય મોક્ષનું જ કારણ છે, બીજી ગતિનું કારણ નથી. વળી રત્નત્રયના સદ્દભાવમાં જે શુભ પ્રકૃતિઓનો આસ્રવ થાય છે તે બધો શુભકષાય અને શુભયોગથી જ થાય છે, અર્થાત્ તે શુભોપયોગનો જ અપરાધ છે. પણ રત્નત્રયનો નથી. ભિન્ન ભિન્ન કારણોથી ભિન્ન ભિન્ન કાર્ય થાય છે તોપણ વ્યવહારથી એકબીજાનું પણ કાર્ય કરી દેવામાં આવે છે. ર૨) આચાર્ય અમૃતચંદ્રાચાર્ય દેવ:- પુરુષાર્થસિદ્ધિ-ઉપાય Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #119 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૯) જ્ઞાની શ્રાવકની અંતરબાહ્ય દશા (૩૫૭) પ્રશ્ન:- સાધકની અંતરંગ દશા કેવી હોય છે? ઉત્ત૨:- સાધકનો એક વિકલ્પ-જેનાથી તીર્થંકરનામકર્મ જેવા જગતને આશ્ચર્યકારી પુણ્ય બંધાય, તો એ વિકલ્પની પાછળ રહેલા પવિત્ર સાધકભાવના મહિમાની તો શી વાત? આમ પવિત્રતા ને પુણ્ય બંનેની સંધિ-છતાં પવિત્રતાનો ભોગવટો ધર્મીના અંતરમાં સમાય છે, ને પુણ્યનો ભોગવટો ધર્મીના અંતરથી બાહ્ય છે,-એનો ભોગવટો ધર્મીના અનુભવમાં નથી. વાહ! જુઓ આ બેસતા વર્ષની અપૂર્વ વાત ! અહા, સાધકભાવ.....જેના એક અંશનોય એવો અચિંત્ય મહિમા કે તીર્થંકરપ્રકૃતિનાં પુણ્ય પણ જેને પહોંચી ન શકે. તીર્થંકરપ્રકૃતિ તે તો પવિત્રતાના અંશની સાથે સાધકને રહેલા વિકલ્પરૂપ વિભાવનું ફળ છે, જ્યારે સાધકભાવ તે તો સ્વભાવનું ફળ છે.–બંનેની જાત જ જુદી. -આત્મધર્મ અંક ૨૫૪, માગશર ૨૪૯૧, પૃષ્ઠ ૪-૫ (૩૫૮ ) પ્રશ્ન:- જ્ઞાનીને રાગ થતો હોવા છતાં તેને વૈરાગ્ય કેમ કહો છો ? ઉત્ત૨:- પ્રથમ તો જ્ઞાનીને પરમાર્થે રાગ થતો જ નથી, કેમકે રાગ વખતે જ્ઞાની જાણે છે કે હું તો જ્ઞાન છું, મારો આત્મા જ્ઞાનમય છે પણ રાગમય નથી, રાગ મારા જ્ઞાનથી ભિન્ન છે. વળી જ્ઞાનીને તે રાગની રુચિ નથી. રાગ મને હિતકર છે એમ જ્ઞાની માનતા નથી; સ્વભાવસન્મુખની દૃષ્ટિ તે વખતે પણ છૂટી નથી, ને રાગમાં એકતાબુદ્ધિ થઈ નથી,-માટે જ્ઞાની ખરેખર વૈરાગી જ છે. અજ્ઞાન એકલા રાગને દેખે છે પણ તે જ વખતે જ્ઞાનીનું જ્ઞાન તે રાગથી છૂટું પડીને અંતરસ્વભાવમાં એકાકા૨પણે પરિણમી રહ્યું છે-તેને અજ્ઞાની ઓળખતો નથી. -આત્મધર્મ અંક ૧૨૪, માઘ ૨૪૮૦, પૃષ્ઠ ૭૬ (૩૫૯) પ્રશ્ન:- શું આત્માની ઓળખાણ થઈ ત્યાં જ વીતરાગ થઈ ગયા ? Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #120 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાની શ્રાવકની અંતરબાહ્ય દશા: ૧૧૩ ઉત્તર:- શ્રદ્ધા અપેક્ષાએ તે વીતરાગ છે. જ્ઞાનીને અસ્થિરતાના કારણે રાગદ્વેષ થાય છે તે જો કે તેમના જ પુરુષાર્થનો દોષ છે, પરંતુ જ્ઞાનીઓ તે રાગને કે પુરુષાર્થના દોષને પોતાના સ્વભાવમાં માનતા નથી, રાગરહિત જ્ઞાનસ્વભાવમાં જ જ્ઞાનીને એકતાબુદ્ધિ છે, રાગમાં એકતાબુદ્ધિ નથી; સ્વભાવમાં એકતાબુદ્ધિથી ખરેખર રાગ તૂટતો જ જાય છે ને સ્વભાવની એકતા વધતી જાય છે, માટે જ્ઞાનીને પરમાર્થે રાગ થતો જ નથી પણ પોતાના સ્વભાવની એકતા જ થાય છે. જે રાગ થાય છે તે સ્વભાવની એકતામાં ન આવ્યો પણ જ્ઞય તરીકે જ રહી ગયો. રાગ વખતે પણ સ્વભાવની જ અધિકતા છે માટે જ્ઞાનીને એક સ્વભાવ જ થાય છે, રાગ થતો નથી. -આવી ધર્મી જીવની દશા છે. -આત્મધર્મ અંક પ૫, વૈશાખ ૨૪૭૪, પૃષ્ઠ ૧૧૭-૧૧૮ (૩૬૦) પ્રશ્ન-સમ્યગ્દર્શન થયું કે જ્ઞાની જીવને તુરત જ મુનિપદ કેમ થતું નથી? ઉત્તર:- આત્માર્થી હઠ ન કરે કે મારે ઝટ ઝટ મારું કામ કરવું છે. સ્વભાવમાં હઠ કામ ન આવે. માર્ગ સહજ છે, હઠથી, ઉતાવળથી, અધીરજથી માર્ગ હાથ આવતો નથી. સહજ માર્ગને પહોંચવા માટે ધીરજ ને વિવેક જોઈએ. ઋષભદેવ ભગવાન જેવાને ૮૩ લાખ પૂર્વ સુધી ચારિત્રદશા ન હતી અને ભરત ચક્રિ જેવાને પણ ૭૭ લાખ પૂર્વ રાજ્યપદ ને ૬ લાખ પૂર્વ ચક્રિ પદ હતા. એ જાણતા હતા કે અંદર સ્વરૂપમાં ડુબકીરૂપ એકાગ્રતાનો ચારિત્રનો પુરુષાર્થ નથી તેથી હુઠ કરતા ન હતા. કેટલાકને એમ થાય કે સમ્યગ્દર્શન થયું પણ ચારિત્ર લે નહિ તો શું કામનું? પણ ભાઈ ! અંદર સ્વભાવમાં હઠ કામ ન આવે, સહજ પુરુષાર્થથી અંદર જવાય છે. આ વાત સમજવા જેવી છે. -આત્મધર્મ અંક ૪૨૦, ઓકટોબર ૧૯૭૮, પૃષ્ઠ ૨૫-૨૬ (૩૬૧). પ્રશ્ન- સમ્યગ્દર્શન થયા પછી તો સાધુ સંન્યાસી થવું પડે ને? ઉત્તર:- સમ્યગ્દર્શન તો પહેલા કરે ! પછી સાધુ કેમ થવાય એની બધી ખબર પડે! સમ્યગ્દર્શન પછી અંદરમાં આનંદની ભરતી આવે છે, અતીન્દ્રિય આનંદની ભરતી આવે છે. જેમ સમુદ્રમાં પાણીની ભરતી આવે છે તેમ મુનિદશામાં અંદર આનંદની ભરતી આવે છે તેને મુનિદશા કહે છે. -આત્મધર્મ અંક ૪૧૨, ફેબ્રુઆરી ૧૯૭૮, પૃષ્ઠ ૨૮ (૩૬૨) પ્રશ્ન:- મુનિ તો કહે છે કે અમે ભવના ભયથી ડરીએ છીએ? ઉત્તર- એ તો ચાર ગતિના ભવનો ભય લાગ્યો છે એટલે એ ભવના કારણ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #121 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૪: જ્ઞાનગોષ્ઠી રૂપ ભાવથી ડરીને ભવ રહિત ભગવાનની અંતર્મુખ જઈએ છીએ તેમ કહે છે. તેમને આલોક આદિ બાહ્ય સામગ્રીનો ભય હોતો નથી. -આત્મધર્મ અંક ૪૧૧, જાન્યુઆરી ૧૯૭૮, પૃષ્ઠ ૨૨ (૩૬૩) પ્રશ્ન- ચોથા ગુણસ્થાનવાળા સમ્યગ્દષ્ટિને તો ભય થતો દેખાય છે ને તેનો ઉપાય પણ કરે છે ને? ઉત્ત૨:- સમ્યગ્દષ્ટિ અંતરમાં તો નિર્ભય જ છે, બાહ્યમાં ભયપ્રકૃતિમાં જોડાવાથી અસ્થિરતાનો જરી ભય દેખાય છે તોપણ અંતર સ્વરૂપમાં તો નિર્ભય જ છે, તેથી તે આલોક પરલોક આદિ સાતે પ્રકારના ભયથી રહિત નિર્ભય છે. –આત્મધર્મ અંક ૪૧૧, જાન્યુઆરી ૧૯૭૮, પૃષ્ઠ ૨૩ (૩૬૪) પ્રશ્ન- સીતાજી તથા અંજનાજીને જંગલમાં છોડતા ભયથી રડતાં હતા ને? ઉત્તર:- એ તો પતિનો આધાર છૂટતાં અસ્થિરતાથી જરી બાહ્યમાં રૂદન દેખાય છે છતાં અંદરમાં પોતાનો આધાર પોતાનો ચૈતન્યસ્વભાવ જ છે તેમ જાણી રૂદન આદિ ભયના ભાવના કર્તા ન હતા પણ નિર્ભય ને જ્ઞાતા જ હતા. પ્લેગ આદિ કોઈ આકરા રોગનો ગામમાં પ્રસંગ હોય તો જરી અસ્થિરતાનો ભય થતાં સમ્યગ્દષ્ટ ગામ છોડી બીજે ચાલ્યા જવા આદિનો ઉપાય કરતા દેખાય છે. પરંતુ તે અંદરમાં સ્વભાવદષ્ટિના જોરથી મુખ્યતાથી નિર્ભય છે ને સાથે જ્ઞાન છે તે પર્યાયના રાગના કણ કણને જેમ છે તેમ જાણે છે તેને અનેકાન્તનું સાચું જ્ઞાન કહે છે. -આત્મધર્મ અંક ૪૧૧, જાન્યુઆરી ૧૯૭૮, પૃષ્ઠ ૨૩ (૩૬૫) પ્રશ્ન:- જ્ઞાની પણ યુદ્ધમાં શત્રુ આદિને મારતો દેખાય છે? ઉત્તર- રામ-લક્ષ્મણ બળદેવ-વાસુદેવ છે, રાવણ પ્રતિ વાસુદેવ છે તેને લક્ષ્મણ મારે છે ને પછી રાવણને બાળવા સાથે જાય છે. રાવણની સ્ત્રીને કહે છે કે માતા! અમે વાસુદેવ બળદેવ છીએ, શું થાય! બીજો કોઈ ઉપાય ન હતો, હોનહાર થયા વિના રહેતું નથી, માતા! અમને ક્ષમા કરજે. રાગ-દ્વેષની પ્રવૃત્તિ થઈ પણ તેનો અંદરમાં ખેદ છે. અરે ! આ અમારા કામ નહિ, અમે તો અંદરમાં રમનારા રામ છીએ. -આત્મધર્મ અંક ૪૧૧, જાન્યુઆરી ૧૯૭૮, પૃષ્ઠ ૨૫-૨૬ (૩૬૬) પ્રશ્ન:- તો સમ્યગ્દષ્ટિ લડવા શું કામ જાય છે ? Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #122 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાની શ્રાવકની અંતરબાહ્ય દશાઃ ૧૧૫ ઉત્તર- સમ્યગ્દષ્ટિ લડાઈના પ્રસંગને અને તે સંબંધીના વૈષના અંશને પરશેય તરીકે જાણે છે પણ તેના કર્તા નથી તેથી તેઓ નિર્ભય છે. -આત્મધર્મ અંક ૪૧૧, જાન્યુઆરી ૧૯૭૮, પૃષ્ઠ ૨૩ (૩૬૭) પ્રશ્ન- સમ્યગ્દષ્ટિને ભોગ ભોગવવા છતાં કર્મ બંધ કેમ થતો નથી ? ઉત્તરઃ- સમ્યગ્દષ્ટિને શાતા-અશાતારૂપ વિષય સામગ્રી છે તે બધી અનિષ્ટરૂપ લાગે છે. જેમ કોઈને અશુભકર્મના ઉદયે રોગ-શોક દરિદ્રતા આદિ હોય છે તેને છોડવાને ઘણું કરે છે તો પણ અશુભ કર્મના ઉદયથી છૂટતાં નથી, ભોગવવા જ પડે છે. તેમ સમ્યગ્દષ્ટિએ પૂર્વે શાતા-અશાતારૂપ કર્મ બાંધ્યું છે તેના ઉદયે અનેક પ્રકારની વિષય સામગ્રી હોય છે તેને સમ્યગ્દષ્ટિ દુઃખરૂપ અનુભવે છે, તેને છોડવાને ઘણું કરે છે તોપણ જ્યાં સુધી ક્ષપકશ્રેણી ચડે નહિ ત્યાં સુધી છૂટવું અશક્ય હોવાથી પરવશ થઈને ભોગવે છે પણ અંદરમાં અત્યંત વિરક્તિ હોય છે, તેથી ભોગ સામગ્રી ભોગવવા છતાં તેને કર્મ બંધ થતો નથી. -આત્મધર્મ અંક ૪૧૧, જાન્યુઆરી ૧૯૭૮, પૃષ્ઠ ૨૪ (૩૬૮). પ્રશ્ન- જ્ઞાનીના ભોગને પણ નિર્જરાનું કારણ બતાવવાનું શું પ્રયોજન છે? ઉત્તર- ત્યાં પણ વીતરાગી દષ્ટિ કરાવવાનું જ એક પ્રયોજન છે, પરંતુ ભોગના રાગને પોષવાનું પ્રયોજન નથી. ભોગ વખતે પણ જ્ઞાનીની વીતરાગી દૃષ્ટિ કેવી અબંધ હોય છે, તે વખતે પણ સ્વભાવની શ્રદ્ધા કેવી હોય છે એ ઓળખાવવાનું પ્રયોજન છે. -આત્મધર્મ અંક ૪૭, ભાદ્રપદ ૨૪૭૩, પૃષ્ઠ ૨૪૦ (૩૬૯) પ્રશ્ન- ભગવાન તો પર દ્રવ્ય છે, સમકિતી વળી પરની સ્તુતિ કરે ? ઉત્તર:- ભાઈ, તે હુજી વીતરાગ પરમાત્માના ગુણનો મહિમા જાણ્યો નથી એટલે તને આવો પ્રશ્ન ઉઠે છે. સર્વજ્ઞ પરમાત્મા પ્રત્યે સ્તુતિનો જેવો ભાવ જ્ઞાનીને ઉલ્લસે છે તેવો અજ્ઞાનીને નહિ ઉલ્લશે. ભલે ભગવાન છે તો પરદ્રવ્ય, પણ પોતાનું ઈષ્ટ-સાધ્ય એવી જે વીતરાગતા ને સર્વજ્ઞતા જ્યાં ભગવાનમાં દેખે છે ત્યાં તે ગુણ પ્રત્યેના બહુમાનથી ધર્મીનું હૃદય ઉલ્લસી જાય છે. વીતરાગતાનો જેને પ્રેમ છે તે વીતરાગ સર્વજ્ઞ પરમાત્માને દેખતાં ભક્તિ કરે છે. ભક્તિ વખતે ભલે શુભરાગ છે પણ તેમાં બહુમાન તો વીતરાગસ્વભાવનું જ ઘૂંટાય છે, ને એનું જ નામ વીતરાગની ભક્તિ છે. -આત્મધર્મ અંક ૨૫૭, માર્ચ ૧૯૬૫, પૃષ્ઠ ૨૩ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #123 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૬: જ્ઞાનગોષ્ઠી (૩૭૦) પ્રશ્ન-સમ્યગ્દષ્ટિ પરદ્રવ્યથી ભિન્ન અને રાગને દુઃખરૂપ જાણે છે છતાં તેને લગ્ન, વેપાર, લડાઈ આદિનો તીવ્ર રાગ કેમ થાય છે? ઉત્ત૨ - સમ્યગ્દર્શન હોવા છતાં હજુ અસ્થિરતાનો રાગ છે. પરદ્રવ્યની ક્રિયા તો પરદ્રવ્યના કારણે થાય છે, રાગ અશુભ આવે છે પણ તીવ્ર અનંતાનુબંધીનો રાગ ન થાય, અંદર શુભાશુભ રાગથી વિરક્ત છે. -આત્મધર્મ અંક ૪૪૫, નવેમ્બર ૧૯૮૦, પૃષ્ઠ 3 (૩૭૧) પ્રશ્ન- સમ્યગ્દષ્ટિને અશુભ રાગમાં આયુષ્ય બંધાય ? ઉત્તર:- સમ્યગ્દષ્ટિને અશુભરાગ આવે છે પણ અશુભરાગ કાળે આયુષ્ય બંધ ન થાય, કેમકે સમ્યગ્દષ્ટિને વૈમાનિક દેવમાં જવાનું છે તેથી શુભરાગમાં જ આયુષ્ય બંધાય. -આત્મધર્મ અંક ૪૪૫, નવેમ્બર ૧૯૮૦, પૃષ્ઠ 3 (૩૭૨) પ્રશ્ન- ભરતજીએ બાહુબલીજી ઉપર ક્રોધથી ચક્ર છોડ્યું એ વખતે શું તેને અંદરમાં ઉત્તમ ક્ષમા હતી ? ઉત્તર:- ભરતે બાહુબલી ઉપર ક્રોધથી ચક્ર છોડ્યું હતું છતાં એ વખતે પણ ભરતને અંદરમાં ઉત્તમ ક્ષમા હતી કેમકે અનંતાનુબંધને કરનાર મિથ્યાત્વનો અભાવ છે અને બાહ્યથી દ્રવ્યલિંગધારી મુનિ હોય અને કોઈ વેરી આદિ આવીને શરીરના ખંડખંડ કટકા કરે છતાં બાહ્યથી ક્રોધ ન કરે તો પણ તેને અંદરમાં અનંતાનુબંધને કરનાર મિથ્યાત્વનો સદ્દભાવ હોવાથી બાહ્યમાં ક્ષમા રાખતો હોવા છતાં અંદરમાં ઉત્તમ ક્ષમા કહેવાતી નથી. –આત્મધર્મ અંક ૪૩ર, ઓકટોબર ૧૯૭૯, પૃષ્ઠ ૨૭ (૩૭૩) પ્રશ્ન:- રાજા-મહારાજા અને જયોર્જ જેવાને પણ એક જ રાણી અને ધર્મી સમ્યગ્દષ્ટિને ૯૬હજાર રાણીઓ છતાં તેને બંધન નથી ? ઉત્તર:- ભાઈ ! બહારના પદાર્થો ઝાઝા હોય તે વધુ બંધનું કારણ ને થોડા હોય તે ઓછું બંધનું કારણ એમ નથી. કોઈને જાડું મોટું શરીર ઘણા પરમાણુ હોય તેને ઘણું બંધન છે અને પાતળું શરીર હોય તેને ઓછું બંધન છે એમ નથી. પરદ્રવ્યો ઝાઝા-થોડા હોવા તે બંધ અબંધનું કારણ નથી. પરંતુ પારદ્રવ્યોમાં એકત્વબુદ્ધિસ્વામિત્વબુદ્ધિ હોવી તે જ એક બંધનું કારણ છે. સંયોગ ઝાઝા-થોડા હોવા તે બંધનું કારણ નથી. સમ્યગ્દષ્ટિને ૯૬ હજાર રાણી, નવનિધાન, ચૌદ રત્નો આદિ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #124 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાની શ્રાવકની અંતરબાહ્ય દશાઃ ૧૧૭ વૈભવો હોવા છતાં ધર્મી તેને પોતાના માનતો ન હોવાથી તે પરદ્રવ્યો ધર્મીને બંધનું કારણ થતાં નથી અને એક રાણીવાળો રાજા હોય કે રાણીઓ ત્યાગીને દ્રવ્યલિંગી મુનિ થયો હોય પણ પરદ્રવ્યોમાં સ્વામીપણું માનનારને મિથ્યાત્વના પાપનો મહાન બંધ થાય છે. અંદરમાં રાગમાં એકત્વબુદ્ધિ પડી છે તે જ બંધનું કારણ છે. સંયોગ વધારે ઓછા આવે તે તો તેના કારણે આવે છે આત્મા તેનો કર્તા નથી. પૂર્વ પુણ્યના કારણે સંયોગો ઘણા આવે પણ તે બંધનું કારણ નથી. પરદ્રવ્યનો સંયોગ ઘણો હોવા છતાં તેનાથી બંધ નથી તેમ કહીને પરદ્રવ્યથી બંધ થવાની શંકા છોડાવી છે, પણ સ્વછંદી થવા માટે કહ્યું નથી. અહીં તો દષ્ટિ અને દૃષ્ટિના વિષયની વિશેષતા બતાવી છે. ઘણો સંયોગ હોય તેથી નુકશાન છે અને સંયોગ છૂટી ગયો માટે ધર્મનો લાભ થયો છે એમ નથી. -આત્મધર્મ અંક ૪૩૨, ઓકટોબર ૧૯૭૯, પૃષ્ઠ ૩૧-૩૨ (૩૭૪) પ્રશ્નઃ- સમ્યગ્દષ્ટિ જીવ સ્ત્રીને અને માતાને પણ શું સમાન ગણે છે? ઉત્ત૨:- અહીં સ્વભાવદષ્ટિની વાત છે, ને સ્વભાવષ્ટિમાં બધાય જીવો સમાન છે. સ્ત્રીનો જીવ તે સ્ત્રી પર્યાય જેટલો નથી પણ પૂર્ણ ચૈતન્ય ભગવાન છે, ને માતાનો જીવ પણ વર્તમાન પર્યાય જેટલો નથી પણ પૂર્ણ ચૈતન્ય ભગવાન છે. એકરૂપ સ્વભાવદષ્ટિમાં કોઈ માતા કે સ્ત્રી છે જ નહિ, સિદ્ધ કે નિગોદ, એકાવતારી કે અનંતસંસારી, સ્ત્રી કે માતા એ બધાય જીવો પરિપૂર્ણ ચૈતન્ય સ્વરૂપ એક સરખાં છે. આવી સ્વભાવદષ્ટિમાં અનંતો વીતરાગભાવ આવી જાય છે. -આત્મધર્મ અંક ૫૫, વૈશાખ ૨૪૭૪, પૃષ્ઠ ૧૧૫-૧૧૬ (૩૭૫ ) પ્રશ્ન:- જો સમ્યગ્દષ્ટિ જીવ સ્ત્રીને પણ ચૈતન્ય પરમેશ્વર માનતો હોય તો રાગ છોડીને એક તરફ કેમ બેસી જતા નથી ? ઉત્ત૨:- સ્વભાવદષ્ટિથી તો સમ્યગ્દષ્ટિ એક તરફ જ બેઠા છે. એક તરફ બેસવાની વ્યાખ્યા શું? ૫૨ દ્રવ્યમાં તો કોઈ આત્મા બેસતો નથી. અજ્ઞાની જીવ વિકારમાં જ પોતાપણું માનીને વિકારમાં સ્થિત થયો છે. જ્ઞાની ધર્માત્મા જીવો સંયોગોથી અને વિકારથી પોતાના સ્વભાવને જુદો જાણીને સ્વભાવની એકતામાં સ્થિત છે. જ્ઞાનીને સ્ત્રી આદિ સંબંધી જે રાગ હોય તે રાગથી જુદું પોતાનું સ્વરૂપ અનુભવે છે, રાગનો આદર કરતા નથી, તેથી ખરેખર જ્ઞાની જીવો પોતાના સ્વભાવમાં જ બેઠા છે. -આત્મધર્મ અંક ૫૫, વૈશાખ ૨૪૭૪, પૃષ્ઠ ૧૧૬ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #125 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૮: જ્ઞાનગોષ્ઠી (૩૭૬) પ્રશ્ન- સમ્યગ્દષ્ટિને શ્રદ્ધાનમાં શુભાશુભ બન્ને ભાવ હેય છે, તો શું તેને અશુભને છોડીને શુભ કરવાનો વિકલ્પ નથી આવતો? ઉત્તર- સમ્યગ્દષ્ટિ એમ જાણે છે કે શુદ્ધ નિશ્ચયનયથી હું મોહ-રાગ-દ્વેષ રહિત શુદ્ધ છું. એથી સમ્યગ્દષ્ટિને એમ હોતું નથી કે શુભ કે અશુભ બન્ને સરખા છે માટે અશુભ ભલે આવે? સમ્યગ્દષ્ટિ અશુભથી છૂટવા વાંચન, શ્રવણ, વિચાર, ભક્તિ આદિ કરે છે. પ્રયત્નથી પણ અશુભ છોડી શુભ કરો એમ શાસ્ત્રમાં ઉપદેશ આવે છે. શુભ ને અશુભ પરમાર્થે સરખા છે તોપણ પોતાની ભૂમિકા પ્રમાણે અશુભ કરતાં શુભમાં રહેવાનો વિવેક હોય છે અને તેવો વિકલ્પ પણ આવે છે. –આત્મધર્મ અંક ૪૧૪, એપ્રિલ ૧૯૭૮, પૃષ્ઠ ૨૩ (૩૭૭) પ્રશ્ન- જ્ઞાનીને જે શુભભાવ આવે છે અશુભથી બચવા માટે આવે છે, તેનું તાત્પર્ય શું ? ઉત્તર:- જ્ઞાનીને જે શુભભાવ આવે છે તે અશુભથી બચવા માટે આવે છે એમ જે કહેવામાં આવે છે તે તો લોકોને સંતોષ થાય તે માટે કહેવામાં આવે છે. ખરેખર તો શુભરાગ તેના આવવાના કાળે જ આવે છે. -આત્મધર્મ અંક ૪ર૭, મે ૧૯૭૯, પૃષ્ઠ ૩૩ (૩૭૮) પ્રશ્ન:- તો પછી પ્રાયશ્ચિત કેમ કરવામાં આવે છે? ઉત્તર- તે બધી કહેવાની વાતો છે, કથનની પદ્ધતિ છે. ખરેખર તો એવો વિકલ્પ આવવાનો કાળ હતો એ જ આવ્યો છે અને વાણી પણ એવી જ નીકળવાની હતી એ જ નીકળી છે. બહુ સૂક્ષ્મમાં જઈએ તો ખરેખર તો શુભ વિકલ્પ અને પ્રાયશ્ચિતની વાણી નીકળવી અને ગુરુવાણી નીકળવી તે બધું પુદ્ગલનું સ્વાભાવિક કાર્ય છે. આત્માનું કાર્ય નથી, આત્મા તો એકલો જ્ઞાનસ્વભાવી છે. -આત્મધર્મ અંક ૪૨૭, મે ૧૯૭૯, પૃષ્ઠ ૩૩ (૩૭૯) પ્રશ્ન- સ્વાનુભવમાંથી વિકલ્પમાં આવ્યા પછી જ્ઞાતાદામાં કાંઈ ફેર પડે ? ઉત્તર:- સ્વાનુભવમાંથી વિકલ્પમાં આવે ત્યારે પણ કેવળીની જેમ જ્ઞાતાદરા જ છે. અનુભવમાં કેવળીની જેમ જ્ઞાતાદષ્ટા છે અને વિકલ્પમાં આવે છે ત્યારે પણ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #126 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાની શ્રાવકની અંતરબાહ્ય દશાઃ ૧૧૯ જ્ઞાતાદષ્ટા જ છે. વિકલ્પ આવે છે તે પણ છૂટો જ છે. કેવળી પૂર્ણ જ્ઞાતાદષ્ટા છે. આ નીચેવાળો અલ્પ જ્ઞાતાદરા છે પણ છે તો બને જ્ઞાતા દષ્ટા જ -આત્મધર્મ અંક ૪૨૭, મે ૧૯૭૯, પૃષ્ઠ ૩૩ (૩૮૦). પ્રશ્ન:- સમ્યગ્દષ્ટિ જ્ઞાનીની દષ્ટિ શુભાશુભના કાળમાં પણ ધ્રુવ પર રહે છે કે ખસી જાય છે? ઉત્તર:- દ્રવ્યદૃષ્ટિ પ્રગટ થઈ છે એવા સમ્યગ્દષ્ટિ જીવની દષ્ટિ સદાય ધ્રુવતળ ઉપર જ રહે છે. સ્વાનુભૂતિના કાળ-ધ્યાનમાં આનંદકાળે, વિકલ્પ છોડીને અનુભવકાળે અને શુભ-અશુભમાં ઉપયોગ હોય ત્યારે પણ દષ્ટિ તો ધ્રુવતળ ઉપર જ હોય છે. સમ્યગ્દષ્ટિ ચક્રવર્તી ૯૬ હજાર સ્ત્રીના વૃદમાં ઊભા હોય છતાં એની દષ્ટિ તો અંદર ધ્રુવતામાં જ રહે છે, વિકલ્પ ઉપર નથી. બાહુબલી સાથે ભરતને લડાઈ થઈને બન્ને ભાઈ સમ્યગ્દષ્ટિ હતાં છતાં લડાઈમાં ઉપયોગ હતો, છતાં તે કાળે પણ એમની દષ્ટિ ધ્રુવતળ ઉપરથી ખસતી નથી. દષ્ટિ તો સહજપણે ધ્રુવતળ ઉપર જ રહે છે. શુભાશુભના ઉપયોગ કાળે પણ દષ્ટિ ધ્રુવ ઉપરથી ખસતી નથી. શ્રેણીકરાજા ક્ષાયિક સમ્યગ્દષ્ટિ હતા, જેલમાં માથું ફોડીને મરે છે છતાં એ કાળે પણ ધ્રુવતળ ઉપરથી એની દષ્ટિ ખસતી નથી. દ્રવ્યદષ્ટિનો મહિમા અપાર ને અચિંત્ય છે. -હિન્દી આત્મધર્મ ૪૪૬, ડિસેમ્બર ૧૯૮૦, પૃષ્ઠ ૨૮ (૩૮૧). પ્રશ્ન- જ્ઞાનીને પણ શુભરાગ આવે છે, તો શું તે શુદ્ધાત્માને ભૂલી જાય છે? ઉત્તર- મુમુક્ષુજીવ શુભરાગમાં જોડાય છે પણ શુદ્ધાત્માની શોધક વૃત્તિ ના જાય. મુમુક્ષુજીવને દયા-દાન-પૂજા-ભક્તિ આદિના શુભભાવો આવે ખરા પણ એની વૃત્તિ ને વલણ શુદ્ધાત્મા તરફ રહ્યા કરે છે, શુભભાવમાં તલ્લીનતા ન થાય. જિનસ્વરૂપી ભગવાન આત્માની શોધક વૃત્તિ ન જાય. શુદ્ધાત્માનું ધ્યેય છોડીને શુભરાગનો આગ્રહ કરતો નથી. શુભરાગથી લાભ થશે એમ માનતો નથી અને પર્યાયની અશુદ્ધતા પણ ભૂલતો નથી, સ્વછંદ કરતો નથી. -આત્મધર્મ અંક ૪૨૫, માર્ચ ૧૯૭૯, પૃષ્ઠ ૩૩ (૩૮૨) પ્રશ્ન:- શુભરાગને જ્ઞાની હેય માને છે તો પોડશકારણભાવનાને તો ભાવે છે? ઉત્તર- જ્ઞાની પોડશકારણભાવના ભાવતા નથી પણ તે પ્રકારનો રાગ આવી જાય છે. જ્ઞાનીને ભાવના તો સ્વરૂપમાં કરવાની જ હોય છે, પણ સ્વરૂપમાં કરી શકે નહિ ત્યારે હેયબુદ્ધિએ શુભરાગ આવી જાય છે. જ્ઞાની તેના જાણનાર Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #127 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨૦: જ્ઞાનગોષ્ઠી છે કર્તા નથી. -આત્મધર્મ અંક ૪૨૫, માર્ચ ૧૯૭૯, પૃષ્ઠ ૨૯ (૩૮૩) પ્રશ્ન- જ્ઞાની પરવસ્તુ કે રાગમાં ફેરફાર કરવાની બુદ્ધિ રાખતા નથી–તે તો ઠીક; પરંતુ પોતાની નિર્મળ પર્યાયને કરવાની તો ઈચ્છા છે ને? ઉત્તર:- પરવસ્તુને કે રાગને ફેરવવાનું તો જ્ઞાની માનતા નથી, અને પોતાની નિર્મળ પર્યાય ફેરવવા ઉપર પણ લક્ષ નથી; દ્રવ્યસ્વભાવની સન્મુખ થતાં પર્યાય નિર્મળપણે ફરી જાય છે. ધર્મી પરને-શરીરની ક્રિયાને ફેરવતો નથી, વિકલ્પને ફેરવતો નથી અને જે સમયે જે પર્યાય થાય છે તેને ફેરવવાની બુદ્ધિ નથી, એટલે કે તેને પર્યાય ઉપરની દૃષ્ટિ જ છૂટી ગઈ છે. ફક્ત વસ્તુસ્વભાવની સન્મુખ બુદ્ધિ થતાં રાગ ટળીને વીતરાગપણે પર્યાય પલટી જાય છે. કાંઈ પણ ફેરફાર કરવાનું નથી. વસ્તુસ્વભાવને જેમ છે તેમ રાખીને પોતે સ્વભાવદષ્ટિથી નિર્મળપણે પલટી જાય છે. આ સિવાય પદાર્થોમાં કે પોતાની અવસ્થામાં કોઈ ફેરફાર કરવા માંગે તો તે મિથ્યાદષ્ટિ છે. -આત્મધર્મ અંક ૭૯, વૈશાખ ૨૪૭૬, પૃષ્ઠ ૧૨૪ (૩૮૪) પ્રશ્ન- ધર્મી સાધક જીવ રાગનો વેદક છે કે જ્ઞાતા છે? ઉત્તર- સાધક જીવનું જ્ઞાન રાગમાં જાય છે તે દુઃખને વેદે છે, જ્ઞાન જ્ઞાનમાં રહે છે તે સુખને વેદે છે. -આત્મધર્મ અંક ૪૪૬, ડિસેમ્બર ૧૯૮૦, પૃષ્ઠ ૩૦-૩૧ (૩૮૫) પ્રશ્ન:- જ્ઞાનીને દુઃખ જણાય છે કે વેદાય છે? ઉત્તર- જ્ઞાનીને દુઃખ જણાય છે ને વેદાય પણ છે. જેમ આનંદનું વેદન છે તેમ જેટલું દુઃખ છે એટલું દુઃખનું પણ વેદન છે. -આત્મધર્મ અંક ૪૦૯, નવેમ્બર ૧૯૭૭, પૃષ્ઠ ૨૧ (૩૮૬). પ્રશ્ન:- સમ્યગ્દષ્ટિ પણ સર્વજ્ઞની જેમ રાગને માત્ર જાણે જ છે? ઉત્તર:- જે પ્રકારે સર્વજ્ઞને લોકાલોક શેય છે. લોકાલોકને સર્વજ્ઞ જાણે છે; તેવી રીતે જેણે સર્વજ્ઞસ્વભાવને દૃષ્ટિમાં લીધો છે-એવો સમ્યગ્દષ્ટિ સર્વજ્ઞની સમાન રાગને જાણે જ છે. સર્વજ્ઞને જાણવામાં લોકાલોક નિમિત્ત છે, તે રીતે સમ્યગ્દષ્ટિને જાણવામાં રાગ નિમિત્ત છે. સમ્યગ્દષ્ટિ રાગને કરતો નથી, પરંતુ લોકાલોકના જ્ઞાતા સર્વજ્ઞની જેમ તે રાગને જાણે જ છે આવી વસ્તુસ્થિતિ છે. અને એવું જ અંદરથી Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #128 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાની શ્રાવકની અંતરબાહ્ય દશાઃ ૧૨૧ આવે છે અને બેસે છે. આ વાત ત્રણકાળ ત્રણલોકમાં બદલાઈ જાય એમ નથી. અન્ય કોઈ પ્રકારથી પણ વસ્તુની સિદ્ધિ થઈ શકતી નથી. આ તો અંદરથી જ આવેલી વસ્તુ સ્થિતિ છે. -હિન્દી આત્મધર્મ, ઓગષ્ટ ૧૯૭૯, પૃષ્ઠ ૨૫ (૩૮૭) પ્રશ્ન- જ્ઞાનીને તો દુ:ખનું વેદન છે જ નહિ ને? ઉત્તર- જ્ઞાનીને પણ રાગ છે એટલું દુઃખ છે. જ્ઞાનીને જેટલો કષાય છે તેટલું દુઃખનું વેદન પણ છે. દુઃખનું વેદન નથી એ તો શ્રદ્ધાના જોરની અપેક્ષાએ કહ્યું છે કે જ્ઞાની રાગનો વેદક નથી જ્ઞાયક છે. એક બાજુ એમ કહે કે ચોથા ગુણસ્થાને બંધન છે જ નહિ અને વળી કહ્યું કે ચૌદમાં ગુણસ્થાન સુધી સંસારી છે. જ્યાં જે અપેક્ષાથી કથન હોય ત્યાં તે સમજવું જોઈએ. -આત્મધર્મ અંક ૪૪૬, ડિસેમ્બર ૧૯૮૦, પૃષ્ઠ ૩૧ (૩૮૮). પ્રશ્ન- સમ્યગ્દષ્ટિને ત્રણ કપાય વિધમાન છે તેને સ્વર્ગમાં દુઃખ વિશેષ છે કે નરકમાં દુઃખ વિશેષ છે? ઉત્તર- ખરેખર તો સ્વર્ગ-નરકના સંયોગનું દુઃખ નથી પણ પોતાના પરિણામ કષાયમાં જોડાય છે તેનું દુઃખ છે. નરક વધુ દુઃખનું કારણ છે એમ નથી પણ પ્રતિકૂળતામાં તીવ્ર જોડાણ થાય છે તેનું વિશેષ દુ:ખ છે. જેટલું પરમાં લક્ષ જાય એટલું દુ:ખ છે. તે દુ:ખના પરિણામ સંયોગને લઈને થયા નથી પણ પોતાથી જ થયા છે. -આત્મધર્મ અંક ૪૪૧, જુલાઈ ૧૯૮૦, પૃષ્ઠ ૩૧ (૩૮૯) પ્રશ્ન- તત્ત્વાર્થ શ્રદ્ધાનને સમ્યક કહ્યું છે ચારિત્રને કહ્યું નથી ? ઉત્તર- ચારિત્રની પર્યાય પાંચમા છઠ્ઠા ગુણસ્થાનેથી મુખ્યપણે ગણાય છે, ચોથાવાળાને સ્વરૂપાચરણચારિત્ર પ્રગટ થયું છે. -આત્મધર્મ અંક ૪૪૬, ડિસેમ્બર ૧૯૮૦, પૃષ્ઠ ૨૪ (૩૯૦) પ્રશ્ન- ચોથા ગુણસ્થાને અનુભવ હોય કે એકલી શ્રદ્ધા હોય? ઉત્તર- ચોથા ગુણસ્થાને આનંદના અનુભવ સહિત શ્રદ્ધાન હોય છે. -આત્મધર્મ અંક ૪૪૬, ડિસેમ્બર ૧૯૮૦, પૃષ્ઠ ૨૮ (૩૯૧) પ્રશ્નઃ- સમ્યગ્દષ્ટિ નિર્વિકલ્પ હોય છે ત્યારે જ આનંદ અનુભવે છે ને Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #129 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨૨: જ્ઞાનગોષ્ઠી બાકીનો કાળ તો પ્રમાદમાં જ હોય છે ને? ઉત્તર- સમ્યગ્દષ્ટિને સદાકાળ શુદ્ધતામાં જ વર્તે છે, ભલે નિર્વિકલ્પ ઉપયોગ ન હોય ને રાગમાં પ્રવૃત્તિ કરતો હોય, ખાવા-પીવા-સૂવામાં કે પૂજા-ભક્તિ-શ્રવણ આદિ બાહ્ય ઉપયોગમાં-રાગમાં વર્તતો હોય, છતાં ત્યારે પણ શુદ્ધતામાં જ વર્તે છે. અંતરદષ્ટિ તો સ્વભાવમાં જ પડી છે, તેથી રાગની પ્રવૃત્તિ હોવા છતાં એ રાગને દષ્ટિના જોરમાં ગણવામાં આવતો નથી. તેથી સમ્યગ્દષ્ટિ સદાકાળ અનુભૂતિમાં જ વર્તે છે, શુદ્ધપણારૂપ જ વર્તે છે તેમ કહેવામાં આવે છે. સમ્યગ્દષ્ટિ સ્વરૂપમાં જાગૃત થયો છે તે નિરતર જાગૃત જ છે, શ્રેણીક આદિ નરકમાં છે તે શુદ્ધપણામાં જ વતે છે રાગમાં નહિ, રાગ આવે છે તેને જાણે છે પણ તેમાં વર્તતા નથી. -આત્મધર્મ અંક ૪૦૯, નવેમ્બર ૧૯૭૭, પૃષ્ઠ ૨૧ (૩૯૨) પ્રશ્ન:- સમ્યગ્દષ્ટિનો ઉપયોગ પરમાં હોય ત્યારે સ્વપ્રકાશક છે? ઉત્તર:- સમ્યગ્દષ્ટિનો ઉપયોગ પરમાં હોય ત્યારે પણ સ્વપ્રકાશક છે પણ ઉપયોગરૂપ પરપ્રકાશક વખતે ઉપયોગરૂપ સ્વપ્રકાશક ન હોય અને ઉપયોગરૂપ સ્વપ્રકાશક હોય ત્યારે ઉપયોગરૂપ પરપ્રકાશક ન હોય પણ જ્ઞાનનો સ્વભાવ તો સ્વપરપ્રકાશક જ છે. -આત્મધર્મ અંક ૪૦૯, નવેમ્બર ૧૯૭૭, પૃષ્ઠ ૧૬ (૩૯૩) પ્રશ્ન:- જો રાગથી પરદ્રવ્યને ફેરવી શકાતા નથી તો જ્ઞાની પરદ્રવ્યને ફેરવવાનો રાગ શા માટે કરે છે? ઉત્તર:- રાગથી પરદ્રવ્યને ફેરવી શકાતા જ નથી, તોપણ જ્ઞાનીને નબળાઈથી રાગ આવે છે છતાં એ રાગના જ્ઞાની કર્તા થતાં નથી, રાગને જ્ઞય બનાવીને જાણનાર રહે છે. -આત્મધર્મ અંક ૪૦૫, જુલાઈ ૧૯૭૭, પૃષ્ઠ ૨૨ (૩૯૪) પ્રશ્ન- જ્ઞાની આખો દિવસ શાસ્ત્ર વાંચન ઉપદેશ આદિ કરતા જોવામાં આવે છે છતાં આપ કહો છો કે જ્ઞાની રાગને કરતો નથી, તો શું સમજવું? ઉત્તર:- રાગ આવે છે પણ રાગનો જાણનાર છે. આત્માને જાણતો હોવાથી સ્વ-પર પ્રકાશક જ્ઞાન સમયે સમયે થાય છે ને તે સમયે રાગ હોય તેને જાણે છે પણ રાગનો સ્વામી નથી. રાગને પરજ્ઞય તરીકે જાણે છે, ખરેખર તો તે સંબંધનું પોતાનું જ્ઞાન છે તે જ્ઞાનને તે જાણે છે. જ્ઞાનમાં રાગ નિમિત્ત છે પણ રાગનું જ્ઞાન પોતામાં પોતા વડે થયું છે ને તે પોતાનું કાર્ય છે પણ રાગ તે પોતાનું કાર્ય નથી Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #130 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાની શ્રાવકની અંતરબાહ્ય દશાઃ ૧૨૩ એમ તે જાણે છે. -આત્મધર્મ અંક ૪૦૪, જૂન ૧૯૭૭, પૃષ્ઠ ૨૧-૨૨ (૩૯૫) પ્રશ્ન- જ્ઞાનીને રાગ થતો દેખાય છે, તોપણ “જ્ઞાનીને રાગ નથી થતો” એવું કથન કઈ અપેક્ષાથી છે? ઉત્તર:- જ્ઞાનીને જે અલ્પ રાગદ્વેષ હોય છે તેમાં એકત્વબુદ્ધિ હોતી નથી તેથી તેની ગણતરી નથી. પરને કારણે રાગ માનતા નથી. સ્વભાવમાંથી રાગ આવતો નથી, અને જે રાગ થાય છે તેમાં એકતા માનતા નથી પણ પોતાના સ્વભાવને તે રાગથી જુદો ને જુદો જ અનુભવે છે, તેથી જ્ઞાનીને ખરેખર રાગ થતો જ નથી, પણ સ્વભાવની એકતા જ વધે છે. -આત્મધર્મ અંક ૫૫, વૈશાખ ૨૪૭૪, પૃષ્ઠ ૧૧૩ (૩૯૬) પ્રશ્ન:- જ્ઞાનીનું જ્ઞાન સ્વ અને પર બન્નેને જાણે છે, છતાં તેનો જ્ઞાનઉપયોગ સ્વમાં ટકી શકતો નથી ને પર તરફ જ્ઞાનનો ઉપયોગ જાય છે તો તે જ્ઞાનનો દોષ ખરો કે નહિ? ઉત્તર:- પરમાં ઉપયોગ વખતેય જ્ઞાનીને જ્ઞાનનું સભ્યપણું તો ખસતું નથી ને મિથ્યાપણું થતું નથી તેથી તે અપેક્ષાએ તેના જ્ઞાનમાં દોષ નથી; પણ જ્ઞાન હજી કેવળજ્ઞાનરૂપ નથી પરિણમતું તે જ્ઞાનનો દોષ છે, જ્ઞાનનો સ્વભાવ કેવળજ્ઞાનરૂપ થવાનો છે, જ્યાં સુધી કેવળજ્ઞાનરૂપે ન પરિણમે ત્યાં સુધી જ્ઞાન સદોષ છેઆવરણવાળું છે. મિથ્યા નથી છતાં દોષિત તો છે. ઉપયોગ ભલે સ્વમાં હો ત્યારે પણ પૂરું કેવળજ્ઞાનભાવે નથી પરિણમ્યું તે તેનો દોષ છે. આમ છતાં, તે વખતે જે રાગ છે તે કાંઈ જ્ઞાનકૃત નથી, રાગ તો ચારિત્રનો દોષ છે. -આત્મધર્મ અંક ૨૬૧, જુલાઈ ૧૯૬૫, પૃષ્ઠ ૩૦ (૩૯૭) પ્રશ્ન- સમ્યગ્દષ્ટિ રાગનો કર્તા નથી, સર્વજ્ઞની જેમ રાગનો માત્ર જ્ઞાતા જ છે, તોપણ સમ્યગ્દષ્ટિની પર્યાયમાં રાગ થાય તો છે? ઉત્તર- સમયસાર ગાથા ૧રમાં કહ્યું છે ને! “તે કાળે જાણેલો પ્રયોજનવાન છે” સર્વજ્ઞ એક સમયમાં એક સાથે ત્રણકાળને જાણે છે અને નીચે સાધક તે તે કાળના રાગને જાણે છે. જેવું જેવું જ્ઞાન હોય છે તેવો જ રાગ નિમિત્તમાં હોય છે. આવું-પાછું જ્ઞાન થાય તે વાત જ નથી એક કાળે જ છે. ધર્મી જીવ જાણે છે કે દ્રવ્યોમાં પર્યાય થઈ રહી છે તેને સર્વજ્ઞ જાણી રહ્યા છે. તેને કરે શું? પણ સમ્યગ્દર્શન આદિ ધર્મની પર્યાય પણ થઈ રહી છે તેને કરે શું? જે પર્યાય સ્વકાળે થઈ રહી છે તેને કરે શું? અને તેને કરવાનો વિકલ્પ શું? સર્વજ્ઞ પ્રત્યક્ષ દેખી રહ્યા છે અને નીચે ધર્મી જીવ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #131 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨૪: જ્ઞાનગોષ્ઠી પરોક્ષ દેખી રહ્યા છે. પ્રત્યક્ષ-પરોક્ષનો જ ફેર છે. દિશા બદલવાની છે, બીજું કાંઈ કરવાનું નથી. જે પર્યાય થવાવાળી છે તેને કરવું શું? અને જે નહિ થવાવાળી છે તેને પણ કરવું શું? એવો નિશ્ચય કરતાં જ કર્તુત્વબુદ્ધિ તૂટીને સ્વભાવ સન્મુખ થઈ જાય છે. સર્વજ્ઞ ત્રિકાળીને જાણનાર-દેખનાર છે એમ હું પણ ત્રિકાળીને જાણવા-દેખવાવાળો જ છું. એવા ત્રિકાળી જ્ઞાયકસ્વભાવનો નિશ્ચય કરવો એ જ સમ્યગ્દર્શન છે. -આત્મધર્મ અંક ૪૨૭, મે ૧૯૭૯, પૃષ્ઠ ૨૯ (૩૯૮) પ્રશ્ન:- સમ્યગ્દષ્ટિને શુદ્ધ આત્માનો વિચાર ઉપયોગમાં ચાલે તે જ શુદ્ધ ઉપયોગ છે ને? ઉત્તર:- ના, શુદ્ધ આત્માનો વિચાર ચાલે એ શુદ્ધ ઉપયોગ નથી, એ તો રાગ મિશ્રિત વિચાર છે. શુદ્ધ આત્મામાં એકાગ્ર થઈ નિર્વિકલ્પ ઉપયોગરૂપ પરિણામ થાય તે શુદ્ધ ઉપયોગ છે. જેમાં યજ્ઞાન-જ્ઞાતાના ભેદ છૂટીને એકલો અભેદરૂપ ચૈતન્યગોળો અનુભવમાં આવે છે તે શુદ્ધ ઉપયોગ છે. -આત્મધર્મ અંક ૪૧૮, ઓગષ્ટ ૧૯૭૮, પૃષ્ઠ ૨૫ (૩૯૯) પ્રશ્ન:- જ્ઞાનીને વિભાવ પરદેશ લાગે છે તો ખેદ થાય છે કે જ્ઞાન થાય છે ? ઉત્તર:- ખેદ પણ થાય છે અને જ્ઞાન પણ થાય છે. -આત્મધર્મ અંક ૪૪૯, માર્ચ ૧૯૮૧, પૃષ્ઠ ૨૩ (૪00) પ્રશ્ન- શુદ્ધિ અને અશુદ્ધિ એક પર્યાયમાં સાથે જ છે? ઉત્તર- હા, સાધકને શુદ્ધિ અને અશુદ્ધિ એક પર્યાયમાં સાથે હોવા છતાં અશુદ્ધતાનું જ્ઞાન થાય છે તે પોતાનું છે, અશુદ્ધતા પોતાની નથી. -આત્મધર્મ અંક ૪૦૯, નવેમ્બર ૧૯૭૭, પૃષ્ઠ ૧૫ (૪૦૧) પ્રશ્ન- સમ્યગ્દષ્ટિને ગૃહસ્થાશ્રમમાં રહીને રાજપાટ કરતી વખતે પણ સમભાવ કેમ રહેતો હશે ? ઉત્તર:- ત્રિકાળી જીવતત્ત્વની દષ્ટિ હોવાથી જ્ઞાનીને પર્યાયદષ્ટિ નથી અર્થાત્ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #132 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાની શ્રાવકની અંતરબાહ્ય દશાઃ ૧૨૫ જ્ઞાનીઓ પર્યાય જેટલો જ જીવને માનતા નથી, તેથી તેમને પર્યાયબુદ્ધિના રાગદ્વેષ થતા જ નથી. સ્વભાવદષ્ટિવાળો જીવ સિદ્ધ પર્યાય વખતે પણ તેના પૂરા સ્વભાવને દેખે છે ને નિગોદ પર્યાય વખતે પણ પૂરા સ્વભાવને જ દેખે છે, તેથી તેને બધા પર્યાયો ઉપર સમભાવ રહે છે. કદાચ અલ્પ રાગદ્વેષ થાય તો તે વખતે પણ પોતાના સ્વભાવની એકતા છૂટતી નથી, તેથી ખરેખર તેમને રાગદ્વેષ થયો નથી પણ સ્વભાવની એકતા જ થઈ છે. સ્વભાવબુદ્ધિનો હુકાર ને પર્યાયબુદ્ધિનો નકાર તે જ સમભાવ છે. આત્મા વર્તમાનભાવ જેટલો નથી પણ ત્રિકાળ અખંડ જ્ઞાનમૂર્તિ છે–એવી શ્રદ્ધા તે દ્રવ્યબુદ્ધિનો સ્વીકાર છે ને પર્યાયબુદ્ધિનો અસ્વીકાર છે. ત્રિકાળી સ્વભાવની બુદ્ધિથી આત્માને માનનાર સમ્યગ્દષ્ટિ છે અને પર્યાયબુદ્ધિથી આત્માને માનનાર મિથ્યાદષ્ટિ છે. સમ્યગ્દષ્ટિને ગૃહસ્થાશ્રમમાં રાજપાટ અને હજારો રાણીઓનો સંયોગ પણ વર્તતો હોય અને તે સંબંધી રાગ હોય, છતાં તે વખતેય અખંડ સ્વભાવની દષ્ટિ ખસતી નથી પણ સ્વભાવની અધિકતા જ છે, તેથી તેમને સમભાવ જ વર્તે છે. -આત્મધર્મ અંક ૫૫, વૈશાખ ૨૪૭૪, પૃષ્ઠ ૧૧૪-૧૧૫ (૪૦૨) પ્રશ્ન:- જ્ઞાનીઓ જો પર પદાર્થને પોતાના ન માનતા હોય તો “આ મારી ચોપડી, આ મારી વસ્તુ” એમ કેમ બોલે છે? ઉત્તર- અરે ભાઈ, ભાષામાં એમ બોલાય છતાં અંતરમાં પરને પોતાનું માનતા નથી; તે કપટ નથી. બોલવાની ક્રિયા જ આત્માની નથી, તે તો જડ છે, તે વખતે જ્ઞાનીનો અંતર અભિપ્રાય શું છે તે સમજવું જોઈએ. -આત્મધર્મ અંક પ૫, વૈશાખ ૨૪૭૪, પૃષ્ઠ ૧૧૮ (૪૦૩) પ્રશ્ન- ભૂતકાળના દુ:ખોને યાદ શું કામ કરવા? ઉત્તર:- એવા દુ:ખો ફરી ન આવે એ માટે યાદ કરી વૈરાગ્ય કરે છે. મુનિરાજ પણ ભૂતકાળના દુઃખોને યાદ કરીને કહે છે કે હું ભૂતકાળના દુઃખોને યાદ કરું છું ત્યાં કાળજામાં ઘા વાગે છે. જુઓ! સમ્યગ્દષ્ટિ મુનિ છે, આનંદનું પ્રચુર વેદન છે, છતાં ભૂતકાળના દુઃખોને યાદ કરી એવા દુઃખો ફરીને ન આવે એ માટે વૈરાગ્ય વધારે છે. –આત્મધર્મ અંક ૪૪૫, નવેમ્બર ૧૯૮૦, પૃષ્ઠ ર૬ (૪૦૪). પ્રશ્ન- પૂજા-ભક્તિ-આદિ શુભરાગમાં ધર્મ નથી તો શ્રાવકને માટે ધર્મ શું છે? Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #133 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨૬: જ્ઞાનગોષ્ઠી ઉત્તર:- દેહ-મન-વાણી-રાગથી ભિન્ન આત્માના શ્રદ્ધા-જ્ઞાન કરવા, આત્માનો અનુભવ કરવો એ શ્રાવકનો ધર્મ છે. -આત્મધર્મ અંક ૪૧૩, માર્ચ ૧૯૭૮, પૃષ્ઠ ૨૭ (૪૦૫) પ્રશ્ન- તો શ્રાવકે પૂજા-ભક્તિ આદિ ન કરવા ને? ઉત્તર:- શ્રાવકને પૂજા-ભક્તિ આદિનો શુભરાગ આવે છે, હોય છે, આવ્યા વિના રહેતો નથી, પણ તે ધર્મ નથી, શુભરાગ છે, એનાથી ભિન્ન આત્માનો અનુભવ કરવો તે જ ધર્મ છે. -આત્મધર્મ અંક ૪૧૩, માર્ચ ૧૯૭૮, પૃષ્ઠ ૨૭ (૪૦૬) પ્રશ્ન:- નિશ્ચય સાથેનો ઉચિત રાગ હોય તેને ક્રોધ કહેવાય? ઉત્તર:- નહિ, અહીં સમયસાર ગાથા ૬૯-૭૦-૭૧ માં જેને આત્મસ્વભાવની રુચિ નથી, અનાદર છે તેના રાગભાવને ક્રોધ કહ્યો છે એટલે કે મિથ્યાત્વ સહિતના રાગાદિ ભાવને ક્રોધ કહ્યો છે. જ્ઞાનીના અસ્થિરતાના રાગનું તો રાનીને જ્ઞાન થાય છે. જ્ઞાનના પરિણમનવાળા જ્ઞાનીને આનંદરૂપ આત્મા રચે છે, આત્મા માલૂમ પડે છે. તેથી તેને રાગની રુચિરૂપ ક્રોધ હોતો જ નથી. તેથી ક્રોધ માલુમ પડતો નથી. અજ્ઞાનીને દુઃખરૂપ ભાવ-રાગભાવ રચે છે, આનંદરૂપ ભાવ રચતો નથી. તેથી તેને ક્રોધાદિ જ માલુમ પડે છે, આત્મા માલુમ પડતો નથી. આત્મા અતીન્દ્રિય આનંદ સ્વરૂપ છે તેની રુચિ નથી ને પુણ્યના પરિણામની રુચિ છે, તેને આત્માનો અનાદર છે, તેથી તેને સ્વરૂપ પ્રત્યે ક્રોધી કહે છે. -આત્મધર્મ અંક ૪૨૩, જાન્યુઆરી ૧૯૭૯, પૃષ્ઠ ૨૭ (૪૦૭) પ્રશ્ન:- જ્ઞાનીની પરીક્ષા અજ્ઞાની જીવ કઈ વિધિથી કરે છે? તે અજ્ઞાની કેટલા પ્રકારના છે? તથા જ્ઞાનીની પરીક્ષાની સાચી વિધિ કઈ છે? ઉત્તર:- જ્ઞાનીની પરીક્ષા કરવાની ને ઓળખાણ કરવાની રીત પણ જગતના જીવોને આવડતી નથી, એટલે પોતાની કલ્પના અનુસાર માપ કાઢે છે. પહેલા નંબરના અજ્ઞાની એવા છે કે માત્ર બહારના વેષથી પરીક્ષા કરે છે. બીજા નંબરના અજ્ઞાની એવા છે કે બહારની ક્રિયા દેખીને પરીક્ષા કરે છે. ત્રીજા નંબરના અજ્ઞાની એવા છે કે કષાયની મંદતા ઉપરથી માપ કાઢે છે. પણ તે કોઈ જ્ઞાનીને ઓળખવાની ખરી રીત નથી. જે સાચો જિજ્ઞાસુ છે તે તો અંતરની તત્ત્વદૃષ્ટિથી પરીક્ષા કરે છે કે સામાં જીવને શ્રદ્ધા-જ્ઞાન કેવાં છે? તેને સ્વાશ્રય ચૈતન્યભગવાનની શ્રદ્ધા છે કે નહીં? રાગથી ભિન્ન ચૈતન્યસ્વભાવની પ્રતીત છે કે નહી ? રાગ થાય તેનાથી લાભ માને છે કે Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #134 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાની શ્રાવકની અંતરબાહ્ય દશા: ૧૨૭ તેનાથી જુદો રહે છે?-એની રુચિનું જોર કઈ તરફ કામ કરે છે? એના વેદનમાં શેની મુખ્યતા છે? આ રીતે અંતરના શ્રદ્ધા-જ્ઞાન ઉપરથી જ્ઞાની ધર્માત્માને જે જીવ ઓળખે છે તે સુપાત્ર છે. –આત્મધર્મ અંક ૧૯૭, ફાગણ ૨૪૮૬, પૃષ્ઠ ૧૪ (૪૦૮) પ્રશ્ન- તત્ત્વચર્ચા-સ્વાધ્યાયમાં રહેનાર સર્વાર્થસિદ્ધિના દેવો કરતાં પાંચમાં ગુણસ્થાનવાળા પશુને શાંતિ વિશેષ હોય? ઉત્તર- પાંચમાવાળા પશુને બે કપાયનો અભાવ હોવાથી ચોથાવાળા દેવો કરતાં શાંતિ વિશેષ હોય છે. ચોથાવાળા દેવ શુભમાં હોય છતાં શાંતિ ઓછી છે અને પાંચમાંવાળા પશુ કે મનુષ્ય અશુભમાં હોય છતાં તેને શાંતિ વિશેષ છે. -આત્મધર્મ અંક ૪૨૮, જૂન ૧૯૭૯, પૃષ્ઠ ૨૬ ચિન્યૂરત દગધારી કી.... ચિન્યૂરત દગઘારીકી મોહિ, રીતિ લગત હૈ અટાપટીપા ટેકા બાહિર નારકિકૃત દુઃખ ભોગે, અન્તર સુખરસ ગટગટી રમત અનેક સુરનિ સંગ પૈ તિસ, પરણતિર્ત નિત હટાહટીના ૧ાા જ્ઞાનવિરાગશક્તિર્ત વિધિફલ, ભોગત પૈ વિધિ ઘટાઘટી સદનનિવાસી તદપિ ઉદાસી, તાતેં આસ્રવ છટાછટીના ૨ાા જે ભવહેત અબુધ કે તે તસ, કરત બંધ કી ઝટાઝટી નારક પશુતિય ષટ્ વિકલત્રય, પ્રકૃતિન કી હૈ કટોકટીના ૩ાા સંયમ ઘર ન સકે પૈ સંયમ, ધારન કી ઉર ચટાચટી તાસુ સુયત ગુન કી “દૌલત” કે, લગી રહે નિત રટારટીના ૪ -કવિવર પંડિત શ્રી દૌલતરામ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #135 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૦) દ્રવ્ય-ગુણ-પર્યાય (૪૦૯) પ્રશ્ન- ધર્મ કરવામાં દ્રવ્ય-ગુણ-પર્યાયને સમજવાની શું જરૂર છે? દાન-વ્રતતપ કરવાથી ધર્મ તો થાય છે? ઉત્તર- દાન-વ્રત-તપ કરે અને તે શુભરાગથી લાભ માને ધર્મ માને તે તો મિથ્યાત્વના મોટા પાપને બાંધે છે. વ્રતાદિના પરિણામ તો રાગરૂપ છે, બંધરૂપ છે અને ધર્મ તો વીતરાગ પરિણામ છે. આત્મા આનંદસ્વરૂપ મહાપ્રભુ છે તેને દ્રવ્યગુણ-પર્યાયના સ્વરૂપથી ઓળખે તો રાગથી ભિન્ન પડી ચૈતન્યસ્વરૂપ આત્મામાં એકાગ્ર થાય અને ત્યારે ધર્મ થાય છે. -આત્મધર્મ અંક ૪૨૯, જુલાઈ ૧૯૭૯, પૃષ્ઠ ૨૮ (૪૧૦) પ્રશ્ન- દ્રવ્ય તથા ગુણમાં તથા એક ગુણ અને બીજા ગુણ વચ્ચે શું કોઈ અભાવ છે? જો હોય તો કેવો અને તેને સમજવાથી શું લાભ થાય? ઉત્તર- દ્રવ્ય તથા ગુણ નથી અને ગુણ તે દ્રવ્ય નથી. ગુણ અને દ્રવ્ય વચ્ચે, એક ગુણ અને બીજા ગુણ વચ્ચે અતભાવ છે. પોતાના દ્રવ્યમાં પણ ગુણને અને દ્રવ્યને અતભાવ છે. આહાહા ! અહીં સુધી વાત લીધી છે તો બીજા બહારના પદાર્થો કે જેના પ્રદેશો પૃથક જ છે તે તો સર્વથા જુદા જ છે તો એક પદાર્થ બીજા પદાર્થને કરે શું? આહાહા ! પ્રભુ તું એકલડો છે, એકલડામાં પણ સત્તાને અને દ્રવ્યને તદ્દ અભાવ છે. જ્ઞાન છે તે આત્મા નથી. આનંદ છે તે આત્મા નથી અને આત્મા છે તે આનંદ નથી. આમ બે વચ્ચે તદ્દ અભાવ છે. દ્રવ્યની સ્વતંત્રતાના પ્રવચનસારમાં ઘણા બોલ આવી ગયા. જે રીતે સત્ય છે એ જ રીતે એના જ્ઞાનમાં આવે તો જ પર્યાય અંદર વળી શકશે. નહિંતર પર્યાય અંદર નહિ વળે. -આત્મધર્મ અંક ૪૩૩, નવેમ્બર ૧૯૭૯, પૃષ્ઠ ૨૯ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #136 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્ય-ગુણ-પર્યાયઃ ૧૨૯ (૪૧૧) પ્રશ્ન- દ્રવ્યને ગુણ સ્પર્શતો નથી અને ગુણને દ્રવ્ય સ્પર્શતું નથી એમ કહેવામાં શું પ્રયોજન છે ? ઉત્તર:- ગુણભેદની દષ્ટિ છોડાવીને અભેદવસ્તુની દષ્ટિ કરાવવાનું પ્રયોજન છે. -આત્મધર્મ અંક ૪૩ર, ઓકટોબર ૧૯૭૯, પૃષ્ઠ ૩ર (૪૧૨) પ્રશ્ન- દ્રવ્ય અને ગુણોમાં કથંચિત ભેદ અને કથંચિત્ અભેદ કઈ પ્રકારથી છે? ઉત્તર:- નિશ્ચય સ્વરૂપના જ્ઞાતા જૈનાચાર્ય, જેમ હિમાચલ અને વિંધ્યાચલ પર્વતમાં ભિન્નપણું છે અથવા એકક્ષેત્રમાં રહેલા જલ અને દૂધમાં ભિન્ન પ્રદેશપણું છે એવું ભિનપણું દ્રવ્ય અને ગુણોમાં માનતા નથી, તોપણ એકાંતથી દ્રવ્ય અને ગુણોનું એકપણું પણ માનતાં નથી. અર્થાત જેમ દ્રવ્ય અને ગુણોમાં પ્રદેશોની અપેક્ષાથી અભિન્નપણું છે, તેમ સંજ્ઞા આદિની અપેક્ષાએ પણ એકપણું છે એમ માનતા નથી. અર્થાત્ એકાંતથી દ્રવ્ય અને ગુણોનું ન એકપણું માને છે ન ભિન્નપણું માને છે. અપેક્ષા વિના એકત્વ, અન્યત્વ બન્ને માનતાં નથી. પરંતુ ભિન્ન ભિન્ન અપેક્ષાથી બને સ્વભાવોને માને છે. પ્રદેશોની એકતાથી એકપણું છે. સંજ્ઞાદિની અપેક્ષાએ દ્રવ્ય અને ગુણોમાં અન્યપણું છે-એમ આચાર્ય માને છે. (શ્રી જયસેન આચાર્યપંચાસ્તિકાય ટીકા ગાથા-૪૫) -આત્મધર્મ અંક ૪૨૩, જાન્યુઆરી ૧૯૭૯, ટાઈટલ પૃષ્ઠ 3 (૪૧૩). પ્રશ્ન:- કોઈ દ્રવ્ય પોતાનો સ્વભાવ છોડતો નથી તો જીવ સંસારી કેમ? ઉત્તર:- કોઈ દ્રવ્ય પોતાનો સ્વભાવ છોડતો નથી એટલે? ત્રિકાળી સ્વભાવ છોડતો નથી. વર્તમાન દશામાં વિકારી દશા હોય, બંધ અવસ્થા હોય તોપણ ત્રિકાળી સ્વભાવ છોડતો નથી. બંધની અવસ્થા હો, મોક્ષમાર્ગની અવસ્થા હો કે મોક્ષ હો પરંતુ વસ્તુ તો ધ્રુવ એવી ને એવી પર્યાયની પાછળ ત્રણે કાળ મોજાદ પડી છે. -આત્મધર્મ અંક ૪૦૪, જૂન ૧૯૭૭, પૃષ્ઠ ૨૦ (૪૧૪) પ્રશ્ન:- દ્રવ્યમાંથી પર્યાય ઉત્પન્ન થાય છે, પર્યાય વ્યય થઈને દ્રવ્યમાં ભળી જાય છે તો દ્રવ્ય-ધ્રુવ ટંકોત્કીર્ણ તો ન રહ્યું? ઉત્તર- પર્યાય દ્રવ્યમાંથી ઉત્પન્ન થાય છે ને પર્યાય વ્યય થઈને દ્રવ્યમાં ભળે છે એ પર્યાયાર્થિકનયથી કહ્યું છે. દ્રવ્યાર્થિકનયનું દ્રવ્ય તો ધ્રુવ ટંકોત્કીર્ણ ફૂટસ્થ છે. -આત્મધર્મ અંક ૩૯૧, મે ૧૯૭૬, પૃષ્ઠ ૨૮ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #137 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩): જ્ઞાનગોષ્ઠી (૪૧૫) પ્રશ્ન- દ્રવ્યથી પર્યાય ભિન્ન છે તો પર્યાય ક્યાંથી આવે છે? ઉત્તર - પર્યાય આવે છે તો દ્રવ્યમાંથી, અદ્ધરથી નથી આવતી પણ જ્યારે પર્યાયને સરૂપે સ્વતંત્ર સિદ્ધ કરવી હોય ત્યારે પર્યાય પર્યાયથી જ છે. દ્રવ્યથી પર્યાય હોય તો દ્રવ્ય એકરૂપ રહે છે અને પર્યાય અનેકરૂપ થાય છે. દ્રવ્યની જેવી એકરૂપ જ થવી જોઈએ પણ તેમ થતી નથી. દ્રવ્ય સત છે તેમ પર્યાય પણ સત છે સ્વતંત્ર છે તે અપેક્ષાથી દ્રવ્યથી પર્યાયને ભિન્ન કહેવાય છે. -આત્મધર્મ અંક ૩૯૧, મે ૧૯૭૬, પૃષ્ઠ ૨૮ (૪૧૬) પ્રશ્ન- દ્રવ્ય અને પર્યાય બે ધર્મને જુદા બતાવવાનું શું પ્રયોજન છે? ઉત્તર:- બે ધર્મ ભિન્ન છે તેની પ્રસિદ્ધિ કરવાનું પ્રયોજન છે. પર્યાય એક સમયની છે અને તેની પાછળ ધ્રુવદળ તો ત્રિકાળ એવું ને એવું રહ્યું છે, એને શેય બનાવવું જોઈએ. –આત્મધર્મ અંક ૩૯૧, મે ૧૯૭૬, પૃષ્ઠ ૨૮-૨૯ (૪૧૭). પ્રશ્ન- આત્માના પર્યાયધર્મનો સ્વીકાર ન કરવાથી શું નુકશાન થાય? ઉત્તર- જો આત્માના પર્યાયધર્મને જાણે તો પરના આશ્રયે પોતાની પર્યાય થવાનું માને નહિ. પણ દ્રવ્યના આશ્રયે જ પર્યાય થવાનું માને, એટલે તેને પરથી લાભ-નુકશાન થાય એવી મિથ્યાબુદ્ધિ રહે જ નહિ. જો પરથી પોતાની પર્યાયમાં લાભ-નુકશાન માને તો તેણે આત્માના પર્યાયધર્મને ખરેખર જાણ્યો નથી. પર્યાય ધર્મ પોતાનો છે, કોઈ બીજી ચીજને લીધે તેનો પર્યાય ધર્મ થતો નથી. જો બીજો પદાર્થ આત્માની પર્યાય કરે તો આત્માના પર્યાય ધર્મે શું કર્યું? જો નિમિત્તથી પર્યાય થઈ એમ હોય તો આત્માનો પર્યાય ધર્મ જ ન રહ્યો ! પોતાની અનાદિ અનંત પર્યાયો પોતાથી જ થાય છે–એમ જો પોતાના પર્યાયધર્મને ન જાણે તો જ્ઞાન પ્રમાણ થાય નહિ. -આત્મધર્મ અંક ૯૪, શ્રાવણ ૨૪૭૭, ટાઈટલ ૪ (૪૧૮). પ્રશ્ન- કોઈ અપેક્ષાએ દ્રવ્ય પરિણામી છે ને? ઉત્તર- દ્રવ્ય તો અપરિણામી છે, બંધ મોક્ષના પરિણામને દ્રવ્ય કરતું નથી, પણ પર્યાયદષ્ટિથી કહેવું હોય તો પર્યાય ધ્રુવમાંથી આવે છે ને ધ્રુવમાં જાય છે તેથી પર્યાય અપેક્ષાએ દ્રવ્ય પરિણમન કરે છે. દ્રવ્યદૃષ્ટિએ નિષ્ક્રિય છે, પર્યાયદષ્ટિ અપેક્ષાએ સક્રિય છે. –આત્મધર્મ અંક ૪૦૪, જૂન ૧૯૭૭, પૃષ્ઠ ૨૧ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #138 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્ય-ગુણ-પર્યાયઃ ૧૩૧ (૪૧૯) પ્રશ્ન- દ્રવ્ય-પર્યાયને જાદા સિદ્ધ કરવાનું શું પ્રયોજન છે? ઉત્તર:- ત્રિકાળી દ્રવ્ય અને પ્રગટ પર્યાય એ બન્ને ભિન્ન ભિન્ન ધર્મો અતિરૂપ છે તે બન્ને ધર્મોનું પરસ્પર ભિન્ન અસ્તિપણે સિદ્ધ કરવાનું પ્રયોજન છે. -આત્મધર્મ અંક ૪૦૧, માર્ચ ૧૯૭૭, પૃષ્ઠ ૨૯ (૪૨૦) પ્રશ્ન- જ્ઞાનગુણમાં જેટલા અવિભાગ-પ્રતિચ્છેદ છે એટલા અવિભાગ-પ્રતિચ્છેદ બધા ગુણોમાં છે? ઉત્તર:- હા, જેટલા અવિભાગ-પ્રતિષ્ણદ એક જ્ઞાનગુણમાં છે તેટલા જ અવિભાગ પ્રતિચ્છેદ શ્રદ્ધા-ચારિત્ર-વીર્ય આદિ બધા ગુણોમાં છે. જેનો ભાગ કરતાં બીજો ભાગ થઈ શકે નહિ એવા અવિભાગ-પ્રતિચ્છેદ એક ગુણમાં અનંત છે, એ અનંત અવિભાગ પ્રતિચ્છેદ કેવળજ્ઞાન થતાં પૂરા પ્રગટ થવા છતાં જ્ઞાનગુણમાંથી તે ઘટતાં નથી, એવો જ સ્વભાવ છે. આ બહુ ઝીણી વાત છે. જ્ઞાન સિવાય બીજા ગુણો જાણતાં નથી એથી બીજા ગુણોના અવિભાગ-પ્રતિચ્છેદ ઓછા છે એમ નથી. -આત્મધર્મ અંક ૪૧૦, ડિસેમ્બર ૧૯૭૭, પૃષ્ઠ ૨૭ (૪૨૧) પ્રશ્ન- પરિણામી નિશ્ચયથી પોતાના પરિણામનો કર્તા છે અને વળી પૂર્વ પર્યાયનો વ્યય કર્તા છે તે કઈ રીતે? ઉત્તર- ખરેખર તો ઉત્પાદન પર્યાયનો કર્તા ઉત્પાદ જ છે પણ અભેદ ગણીને ઉપચારથી પરિણામીને કર્તા કહેવાય. પરંતુ દ્રવ્ય તો પરિણમતું જ નથી, દ્રવ્ય તો નિષ્ક્રિય છે, પલ્ટ છે તે પર્યાય છે. વ્યયને ઉત્પાદનો કર્તા કહેવું તે પણ વ્યવહાર છે. પકારકના પરિણામ ધ્રુવ અને વ્યયની અપેક્ષા વિના સ્વયંસિદ્ધ ઉત્પાદ થાય છે. -આત્મધર્મ અંક ૪૦૪, જૂન ૧૯૭૭, પૃષ્ઠ ૨૨ (૪૨૨) પ્રશ્ન- શાસ્ત્રમાં પર્યાયને અભૂતાર્થ કેમ કહી છે? શું તેની સત્તા નથી? ઉત્તર:- ત્રિકાળી સ્વભાવને મુખ્ય કરીને ભૂતાર્થ કહ્યો અને પર્યાયને અભૂતાર્થ કહી એટલે કે પર્યાય નથી એમ કહ્યું ત્યાં પર્યાયને ગૌણ કરીને નથી એમ કહ્યું છે, એથી પર્યાય સર્વથા નથી જ એમ નથી. તેમ સમ્યગ્દષ્ટિને રાગ નથી, દુઃખ નથી તેમ કહ્યું છે એથી પર્યાયમાં રાગ કે દુ:ખ સર્વથા નથી જ એમ નથી. પર્યાયમાં Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #139 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩ર: જ્ઞાનગોષ્ઠી જેટલો રાગ છે એટલું દુઃખ પણ છે. સમ્યગ્દષ્ટિને રાગ કે દુઃખ નથી એમ કહ્યું છે એ તો દૃષ્ટિની પ્રધાનતાથી કહ્યું છે પણ પર્યાયમાં જેટલો આનંદ છે તેને પણ જ્ઞાન જાણે છે અને જેટલો રાગ છે એટલું દુઃખ પણ સાધકને છે તેમ જાણે છે. પર્યાયમાં રાગ છે. દુ:ખ છે તેને જો જાણે નહિ તો ધારણાજ્ઞાનમાં પણ ભૂલ છે. સમ્યગ્દષ્ટિને દૃષ્ટિનું જોર બતાવવા આસ્રવ નથી તેમ કહ્યું છે પણ જો આસ્રવ સર્વથા ન હોય તો મુક્તિ હોવી જોઈએ! કર્તા-કર્મ અધિકારમાં સમ્યગ્દષ્ટિને રાગ થાય છે તેનો કર્તા પુદ્ગલ કર્મ છે, આત્મા કર્તા નથી તેમ કહ્યું છે અને પ્રવચનસારમાં જ્ઞાનીને રાગ થાય છે તેનો કર્તા આત્મા છે, રાગનો અધિષ્ઠાતા આત્મા છે તેમ કહ્યું, છતાં એકાંત માને કે જ્ઞાની રાગનો કે દુઃખનો કર્તા કે ભોક્તા નથી તે નવવિવક્ષાને સમજતો નહિ હોવાથી મિથ્યાદષ્ટિ છે. એક પર્યાય જેટલો પોતાને માનવો એ પણ મિથ્યાત્વ છે તો રાગને પોતાનો માનવો, શરીરને પોતાનું માનવું, માતા-પિતા-પત્નિ-ધન-મકાનને પોતાના માનવા એ તો મોટું મિથ્યાત્વ છે. આહાહા ! એને બહું ફરવું પડશે ! અનેક પ્રકારના મિથ્યાત્વના લાકડા છોડશે ત્યારે આત્માની સન્મુખ જઈ શકાશે. -આત્મધર્મ અંક ૪૧૦, ડિસેમ્બર ૧૯૭૭, પૃષ્ઠ ૨૪-૨૫ (૪૨૩) પ્રશ્ન-શુદ્ધ-અશુદ્ધ પર્યાયોનો પિંડ તે દ્રવ્ય કહ્યું છે ને? ઉત્તર:- એ તો નિશ્ચયાભાસી જીવ પર્યાયને સર્વથા માનતો જ નથી તે અપેક્ષાથી તેને સમજાવવા શુદ્ધ-અશુદ્ધ પર્યાયોનો પિંડ તે દ્રવ્ય એમ કહ્યું છે, પણ તેથી દ્રવ્યમાં શુદ્ધ-અશુદ્ધ પર્યાયો વર્તમાનરૂપે પડી છે તેમ કહેવું નથી. દ્રવ્ય તો શક્તિરૂપ એકલું પારિણામિક ભાવે જ છે, પર્યાયને જે સર્વથા માનતો નથી તેને કહે છે કે ભાવીની પર્યાયો દ્રવ્યમાં શક્તિરૂપ છે ને ભૂતની પર્યાયો દ્રવ્યમાં યોગ્યતારૂપ છે. પર્યાયો સર્વથા નથી જ એમ નથી એટલું જાણવા માટે કહ્યું છે. -આત્મધર્મ અંક ૩૮૭, જાન્યુઆરી ૧૯૭૬, પૃષ્ઠ ૨૫ (૪ર૪) પ્રશ્ન:- બે નયોને જાણવાનું કહ્યું છે ને ? ઉત્તર- જાણવું એ તો જ્ઞાનનો સ્વભાવ છે. જાણવા માટે તો બધા નો કહ્યા છે, પણ ધર્મરૂપ પ્રયોજનની સિદ્ધિ માટે તો એકરૂપ ત્રિકાળી ધ્રુવ શુદ્ધ ચૈતન્યસામાન્ય દ્રવ્ય છે તે જ આશ્રય કરવા યોગ્ય છે. જાણવાના વિષયમાં આદરવાપણું માની લેતાં દષ્ટિની વિપરીતતા થાય છે. -આત્મધર્મ અંક ૩૮૬, ડિસેમ્બર ૧૯૭૫, પૃષ્ઠ ૩ર. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #140 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્ય-ગુણ-પર્યાયઃ ૧૩૩ (૪૨૫). પ્રશ્ન:- પર્યાયને નહિ માનવાથી તો એકાન્ત થઈ જાય છે ? ઉત્તર:- “પર્યાય નથી જ' એમ નથી; શ્રદ્ધા કરે છે, જાણે છે, સ્થિરતા કરે છે એ પર્યાય જ છે, પણ પર્યાયનો આશ્રય કરવો તે વિપરીતતા છે. ચૈતન્યસામાન્યનો આશ્રય કરવા માટે પર્યાયને ગૌણ કરી નિષેધ કરવામાં આવે છે, પણ તેથી પર્યાય પર્યાયરૂપે સર્વથા છે જ નહીં-એમ નથી. એકરૂપ ધ્રુવ સામાન્યદ્રવ્ય તે પરમ શુદ્ધ નિશ્ચયનયનો વિષય છે. તેમાં નિર્મળ પર્યાયને ભેળવીને દેખવું તે મેચકપણું હોવાથી અશુદ્ધનયનો વિષય છે, મલિનતા છે, સોપાધિક છે, સમ્યગ્દર્શનનો વિષય નથી. एक देखिये जानिये रमि रहिये इक ठौर। समल विमल न विचारिये, यहै सिद्धि नहि और।। એકરૂપ ધ્રુવ ચૈતન્ય એ જ એક સમ્યગ્દર્શનનો વિષય છે. શરીરાદિ નોકર્મને તથા દ્રવ્યકર્મને બાહ્યતત્ત્વ કહેવું હોય ત્યારે રાગને સ્વતત્ત્વ કહેવાય; રાગને બાહ્યતત્વ કહેવું હોય ત્યારે નિર્મળ પર્યાયને સ્વતત્ત્વ કહેવાય; નિર્મળ પર્યાયને બાહ્યતત્વ કહેવું હોય ત્યારે ત્રિકાળી દ્રવ્યને સ્વતત્ત્વ કહેવાય; રાગને કે નિર્મળ પર્યાયને અપેક્ષાથી બાહ્યતત્ત્વ તેમ જ સ્વતન્ત બંને કહેવાય, પણ ત્રિકાળી ધ્રુવ દ્રવ્યને તો સર્વથા પ્રકારે સ્વતત્ત્વ જ કહેવાય અને તે એક જ દષ્ટિનો વિષય હોવાથી ઉપાદેય છે. -આત્મધર્મ અંક ૩૮૭, જાન્યુઆરી ૧૯૭૬, પૃષ્ઠ ૨૪ (૪૨૬) પ્રશ્ન:- પર્યાય દ્રવ્યથી ભિન્ન કે અભિન્ન? કઈ રીતે ? ઉત્તર:- દ્રવ્ય છે તે પર્યાયથી ભિન્ન છે કેમ કે ધ્રુવ છે તેમાં પર્યાય નથી ને પર્યાયમાં ધ્રુવ આવતો નથી એટલે ધ્રુવ પર્યાયને સ્પર્શતો નથી. પરંતુ ભિન્ન પાડવા માટે એમ કહેવાય કે દ્રવ્યની પર્યાય છે. પણ તેનો અર્થ એ નથી કે સામાન્ય દ્રવ્ય ને વિશેષ પર્યાય બે ધર્મો એકરૂપ થઈ જાય છે, બંને ધર્મો એકબીજાને સ્પર્શતા નથી. –આત્મધર્મ અંક ૪૦૪, જૂન ૧૯૭૭, પૃષ્ઠ ૨૦ (૪૨૭) પ્રશ્ન- સમયસાર ગાથા ૧૧ માં પર્યાયને અભૂતાર્થ કહી, તો શું તે સર્વથા Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #141 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩૪: જ્ઞાનગોષ્ઠી છે જ નહિ? તથા ગાથા ૧૫ માં પર્યાયને મુખ્ય કહીને તેને જૈનશાસન કહ્યું; કૃપા કરી તેનું રહસ્ય સમજાવશો ? ઉત્ત૨ઃ- સમયસાર ગાથા ૧૧ માં પર્યાયને ગૌણ કરીને અભૂતાર્થ કહી હતી, ત્યાં તો પર્યાયનો આશ્રય છોડાવવા પર્યાયને ગૌણ કરી અભૂતાર્થ કહી હતી. પણ પર્યાય સર્વથા નથી જ એમ નથી. અહીં ગાથા ૧૫ માં તો જેમાં અબદ્ધસ્વરૂપ આત્મા અનુભવમાં આવ્યો તે પર્યાય મુખ્ય જ છે, તે પર્યાય જૈનશાસન છે. આહાહા ! મારું જે દ્રવ્ય વિકાર વિનાનું વીતરાગી તત્ત્વ છે. એનું લક્ષ કરું છું ત્યાં પર્યાયમાં વીતરાગતા આવે છે. એ વેદનની પર્યાય મુખ્ય જ છે. દ્રવ્ય વેદનમાં આવતું નથી, પર્યાય વેદનમાં આવે છે. એ વેદનની પર્યાય માટે મુખ્ય છે. તેને તું ગૌણ કરી નાખ એ નહિ ચાલે નાથ! પૂર્ણાનંદનો નાથ જ્યાં જાણ્યો અને અનુભવમાં આવ્યો એને ગૌણ નહીં થાય હો ! એ તો તને દ્રવ્યનું લક્ષ-આશ્રય કરાવવા પર્યાયને ગૌણ કરી હતી પણ વેદન તો પર્યાયમાં મુખ્ય છે હો ! ભલે દ્રવ્યનો આશ્રય કરાવવા પરિણામને ગૌણ કર્યા પણ એ પરિણામ ક્યાં જતાં રહે? એ પરિણામ અસ્તિરૂપ વેદાય તે ક્યાં જાય ! આહાહા ! આ તો આત્મા પોકાર કરે છે કે વીતરાગસ્વરૂપ જે મારું દ્રવ્ય છે તેનું લક્ષ કરતાં મને વીતરાગતા વેદનમાં આવે છે એ વેદન મને મુખ્ય છે. -આત્મધર્મ અંક જુલાઈ ૧૯૮૦, પૃષ્ઠ ૩૨ (૪૨૮) પ્રશ્ન:- વસ્તુના દ્રવ્યસ્વભાવમાં અશુદ્ધતા નથી તો પર્યાયમાં અશુદ્ધતા ક્યાંથી આવે છે? ઉત્ત૨:- વસ્તુ ‘ દ્રવ્ય ’ અને ‘ પર્યાય ’ એવા બે સ્વભાવવાળી છે. તેમાં દ્રવ્ય સ્વભાવમાં અશુદ્ધતા નથી, પણ પર્યાયનો સ્વભાવ શુદ્ધ અને અશુદ્ધ એવા બંને પ્રકારનો છે; એટલે પર્યાયની અશુદ્ધતા દ્રવ્યસ્વભાવમાંથી આવેલી નથી પણ તત્ક્ષણ પૂરતી પર્યાયનો તે ભાવ છે. પર્યાય બીજી ક્ષણે મટતાં તે અશુદ્ધતા પણ મટી જાય છે. પર્યાય દ્રવ્યાશ્રયે પરિણમતાં શુદ્ધ થાય છે, પરાશ્રયે પરિણમતાં અશુદ્ધ થાય છે. પણ તે અશુદ્ધતા નથી તો ૫૨માંથી આવી, કે નથી દ્રવ્યસ્વભાવમાંથી આવી. -આત્મધર્મ અંક ૨૬૪, ઓકટોમ્બર ૧૯૬૫, પૃષ્ઠ ૩૧ (૪૨૯) પ્રશ્ન:- પર્યાય પોતે ષટ્કારકથી સ્વતંત્ર પરિણમે છે અને પર્યાયને પર્યાયનું પોતાનું જ વેદન છે તો ધ્રુવનું શું પ્રયોજન છે? ઉત્ત૨:- ધ્રુવ દ્રવ્ય એ તો મૂળ વસ્તુ છે, ધ્રુવનું લક્ષ કરે ત્યારે જ પર્યાયમાં Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #142 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્ય-ગુણ-પર્યાય : ૧૩૫ આનંદનું વેદન આવે છે. ધ્રુવના લક્ષે પર્યાયમાં આનંદનું વેદન આવતું હોવાથી ધ્રુવ તે મૂળ વસ્તુ છે. -આત્મધર્મ અંક ૪૩ર, ઓકટોમ્બર ૧૯૭૯, પૃષ્ઠ ૩૩ (૪૩૦) પ્રશ્ન- પર્યાયને બીજા દ્રવ્યનો તો સહારો નથી પણ પોતાના દ્રવ્યનો પણ સહારો નથી ? ઉત્તરઃ- પર્યાય પોતાના પકારકથી સ્વતંત્ર છે. -આત્મધર્મ અંક ૪૩૧, સપ્ટેમ્બર ૧૯૭૯, પૃષ્ઠ ૧૫ (૪૩૧), પ્રશ્ન- પર્યાય તો પામર છે ને? ઉત્તર- પર્યાય પામર નથી, પર્યાય આખા દ્રવ્યને કબૂલે તેને પામર કેમ કહેવાય ? પર્યાયમાં મહા સામર્થ્ય છે. આખા દ્રવ્યને અડ્યા વિના દ્રવ્યને કબૂલે છે. જ્ઞાનની એક પર્યાયમાં એટલી તાકાત છે કે છ દ્રવ્યોને જાણી લે છે. એની તાકાતની અલૌકિક વાતો છે. -આત્મધર્મ અંક ૪૩૧, સપ્ટેમ્બર ૧૯૭૯, પૃષ્ઠ ૧૫ (૪૩૨) પ્રશ્ન- દ્રવ્ય ને પર્યાય બેમાં જોર કોનું વધારે ? ઉત્તર:- દ્રવ્યનું જોર વધારે છે. પર્યાય તો એક સમય પુરતી જ છે અને દ્રવ્ય ત્રિકાળી સામર્થ્યનો પિંડ છે. -આત્મધર્મ અંક ૪૩૧, સપ્ટેમ્બર ૧૯૭૯, પૃષ્ઠ ૧૫ (૪૩૩) પ્રશ્ન- પર્યાય તે આખી વસ્તુ નથી, છતાં આખી વસ્તુને કઈ રીતે જાણી લે છે? ઉત્તર- એક મતિજ્ઞાનની પર્યાયમાં પણ તાકાત છે કે આખા આત્માને જાણી ત્યે; પર્યાય પોતે આખી વસ્તુ નથી એ ખરું પણ આખી વસ્તુને જાણવાની તાકાત તેનામાં છે. કેવળજ્ઞાન પર્યાય ભલે એક સમયની છે પણ સમસ્ત સ્વ-પરને તે જાણી લે છે એવી તેની બેહદ તાકાત છે. પર્યાય પોતે આખી વસ્તુ હોય તો જ આખી વસ્તુને તે જાણી શકે એવું કાંઈ નથી. જેમ આત્મા છ દ્રવ્યોરૂપ ન હોવા છતાં છે એ દ્રવ્યોને જાણી લ્ય એવી તેની તાકાત છે, તેમ એક પર્યાય તે આખી વસ્તુ ન હોવા છતાં આખી વસ્તુને જાણી લે એવી એની તાકાત છે. જાણવાનું કામ તો પર્યાયમાં થાય છે; કાંઈ દ્રવ્ય-ગુણમાં થતું નથી. -આત્મધર્મ અંક ર૬૧, જુલાઈ ૧૯૬૫, પૃષ્ઠ ૨૮ (૪૩૪) પ્રશ્ન- કેવળજ્ઞાન આદિ ક્ષાયિક ભાવને નિયમસારમાં પરદ્રવ્ય કહ્યું છે તો કેવળજ્ઞાન પરદ્રવ્ય છે? Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #143 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩૬: જ્ઞાનગોષ્ઠી ઉત્તર- કેવળજ્ઞાન આદિ ક્ષાયિક ભાવ છે તે તો નિજસ્વભાવભાવ છે પણ ત્યાં અપેક્ષાથી ક્ષાયિક ભાવને પરદ્રવ્ય કહ્યું છે. તેનું કારણ એ છે કે જેમ પરદ્રવ્યમાંથી પોતાની પર્યાય આવતી નથી તેમ ક્ષાયિકભાવરૂપ પર્યાયમાંથી પણ નવી પર્યાય આવતી નથી. પોતાના દ્રવ્યમાંથી શુદ્ધ પર્યાય આવે છે તેથી પર્યાય ઉપરનું લક્ષ છોડાવી દ્રવ્યસ્વભાવનું લક્ષ કરાવવાના પ્રયોજનથી કેવળજ્ઞાન આદિ ક્ષાયિકભાવને પણ પરદ્રવ્ય કહ્યું છે કેમકે પર્યાય ઉપર લક્ષ કરતાં વિકલ્પ ઉઠે છે ને નિર્વિકલ્પતા થતી નથી. તેથી પર્યાય ઉપરનું લક્ષ છોડાવવા તેને પરદ્રવ્ય કહ્યું છે. કેવળજ્ઞાન આદિ પર્યાય ક્ષણિક હોવાથી અભૂતાર્થ પણ કહેવાય છે ને ત્રિકાળી ધ્રુવ સ્વભાવ તે ભૂતાર્થ છે. કેવળજ્ઞાન આદિ પર્યાય હોવાથી તેને વ્યવહાર જીવ કહેવાય ને ત્રિકાળી સ્વભાવ તે નિશ્ચય જીવ છે ક્ષાયિક ભાવને અપેક્ષાથી પરદ્રવ્ય કહ્યું પણ તેથી પુદગલાદિ પરદ્રવ્યની જેમ કેવળજ્ઞાન આદિ ક્ષાયિક ભાવ તે અજીવ નથી, તે તો જીવનો ચૈતન્યભાવ છે. કેવળજ્ઞાન તે તો કાર્યપરમાત્મા છે. અપેક્ષા બરાબર સમજવી જોઈએ. -આત્મધર્મ અંક ૪૧૭, જુલાઈ ૧૯૭૮, પૃષ્ઠ ૩૧-૩ર. (૪૩૫) પ્રશ્ન- શું દરેક પર્યાય નિરપેક્ષ અને સ્વતંત્ર છે? ઉત્તર:- દરેક પર્યાય સત્ છે, સ્વતંત્ર છે, તેને પરની અપેક્ષા જ નથી. રાગનો કર્તા તો આત્મા નથી પણ રાગનું જ્ઞાન કહેવું તે પણ વ્યવહાર છે અને તે જ્ઞાન પરિણામને આત્મા કરે છે એમ કહેવું તે પણ વ્યવહાર છે. ખરેખર તો તે સમયની જ્ઞાનપર્યાય પોતાના પારકથી સ્વતંત્ર થઈ છે. -આત્મધર્મ અંક ૪૨૫, માર્ચ ૧૯૭૯, પૃષ્ઠ ૨૭ (૪૩૬) પ્રશ્ન- કૃપા કરીને થોડા વધારે વિસ્તારથી સમજાવો, અમે તો વિસ્તારસચિવાળા છીએ ? ઉત્તર:- આત્મા કર્તા થઈને પર્યાયને કરે છે એમ કહેવાય પણ ખરેખર તો પર્યાય પોતે પકારકની ક્રિયારૂપે સ્વતંત્ર પરિણમે છે. ભૂતાર્થસ્વભાવનો આશ્રય કરવાનું આવે છે ત્યાં પર્યાય પોતે પકારકથી સ્વતંત્ર કર્તા થઈને આશ્રય કરે છેલક્ષ કરે છે. વીતરાગી પર્યાયનું સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની પર્યાયનું લક્ષ-આશ્રય ત્રિકાળી દ્રવ્ય છે પણ તે લક્ષ પર્યાય પોતે પકારકથી સ્વતંત્ર કર્તા થઈને કરે છેપરિણમે છે. પર્યાય અહેતુક સત્ છે ને! વિકારી પર્યાય પણ પરની અપેક્ષા વિના પકારકથી સ્વતંત્ર પરિણમે છે તેમ પંચાસ્તિકાય ગાથા ૬રમાં કહ્યું છે. આહાહા ! વિકારી કે અવિકારી પર્યાય પોતે પટકારકની ક્રિયાથી સ્વતંત્ર પરિણમે છે–ઉત્પન્ન Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #144 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્ય-ગુણ-પર્યાયઃ ૧૩૭ થાય છે. આહાહા ! સ્વતંત્રતાની આવી વાત બેસે એના કર્મના ભૂક્કા ઊડી જાય ! જેની યોગ્યતા હોય તેને બેસે. વીરલા જ આવી વાત સાંભળનારા હોય, આ સાંભળનારના ટોળા ન હોય. -આત્મધર્મ અંક ૪૨૪, ફેબ્રુઆરી ૧૯૭૯, પૃષ્ઠ ૨૯-૩૦ (૪૩૭) પ્રશ્ન:- વિકારી પર્યાયને દ્રવ્યથી ભિન્ન અને શુદ્ધ પર્યાયને દ્રવ્યથી અભિન્ન કેમ કહેવાય છે? ઉત્તર:- વિકારી પર્યાય પરદ્રવ્યની સન્મુખતા કરે છે તેથી વિકારને દ્રવ્યથી ભિન્ન કહ્યો અને શુદ્ધ પર્યાય સ્વદ્રવ્યની સન્મુખ થાય છે તેથી શુદ્ધ પર્યાયને દ્રવ્યથી અભિન્ન કહેવાય છે, પણ અભિન્નતાનો અર્થ એ છે કે દ્રવ્યનું જેટલું સામર્થ્ય છેશક્તિ છે એ જ્ઞાન પર્યાયમાં આવી જાય છે, પ્રતીતિમાં આવી જાય છે. તેથી શુદ્ધ પર્યાયને દ્રવ્યથી અભિન્ન કહી છે, પણ એનો અર્થ એ નથી કે અનિત્ય પર્યાય નિત્ય દ્રવ્યની સાથે એકમેક થઈ જાય છે. દ્રવ્ય-પર્યાય બન્નેનું સ્વરૂપ જ ભિન્ન હોવાથી બર્ન ભિન્ન છે. પર્યાય દ્રવ્યનો આશ્રય કરે છે-લક્ષ કરે છે તેથી પર્યાય શુદ્ધ થાય છે, પણ તેથી દ્રવ્ય-પર્યાય એક થઈ જાય છે તેમ નથી, બન્નેના સ્વરૂપ ભિન્ન હોવાથી પર્યાય દ્રવ્યરૂપ થતી નથી અને દ્રવ્ય પર્યાયરૂપ થતું નથી. અશુદ્ધ પર્યાય (પર્યાયાર્થિકનયથી) દ્રવ્યથી અભિન્ન છે તેથી દ્રવ્ય પણ અશુદ્ધ છે તેમ કોઈ કહે તો તે વાત સાચી નથી. પર્યાય અશુદ્ધ હોવા છતાં ત્રિકાળીદ્રવ્ય કદી પણ અશુદ્ધ થતું જ નથી, વસ્તુ ત્રિકાળી દ્રવ્ય તો શુદ્ધ જ છે. વિકાર તો પરના લક્ષ થતો દ્રવ્યનો એકસમયની અવસ્થાનો ભેખ છે અને મોક્ષમાર્ગની પર્યાય પણ દ્રવ્યનો એકસમયની અવસ્થાનો ભેખ છે. અરે! સિદ્ધદશા એ પણ એક સમયની અવસ્થાનો ભેખ છે, ત્રિકાળી ધ્રુવ વસ્તુ નથી. જો ત્રિકાળી દ્રવ્યથી પર્યાય અભિન્ન જ હોય તો વિકારી અને અવિકારી પર્યાયનો અભાવ થતાં દ્રવ્યનો પણ અભાવ-નાશ થઈ જાય પણ દ્રવ્ય તો પર્યાયથી કથંચિત ભિન્ન હોવાથી ત્રિકાળ ટકનાર છે. સમયસાર-સંવર અધિકારમાં તો વિકારના પ્રદેશને પણ દ્રવ્યથી ભિન્ન ગણવામાં આવ્યા છે, ક્રોધાદિ કષાય અને જ્ઞાનના પ્રદેશ ભિન્ન કહ્યાં છે. -આત્મધર્મ અંક ૪/૫, જુલાઈ ૧૯૭૭, પૃષ્ઠ ૨૪ (૪૩૮) પ્રશ્ન:- સુખાનુભવ તો પર્યાયમાં થાય છે, તો પછી આત્મદ્રવ્યનો મહિમા શા માટે ગવાય છે? ઉત્તર- અનુભવની શોભા વાસ્તવમાં આત્મદ્રવ્યના કારણે જ છે. આત્મદ્રવ્ય Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #145 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩૮: જ્ઞાનગોષ્ઠી કૂટસ્થ હોવાથી જો કે અનુભવમાં નથી આવતું તદાપિ અનુભવ તો પર્યાયનો જ થાય છે; તોપણ જ્યાં સુધી પર્યાય દ્રવ્યનો સ્વીકાર નથી કરતી ત્યાં સુધી અનુભવ થતો નથી. તેથી પર્યાય દ્રવ્યનો સ્વીકાર કરે તે જ તેની શોભા છે, અને તે આત્મદ્રવ્યના કારણે છે. -હિન્દી આત્મધર્મ ઓકટોબર ૧૯૭૮, પૃષ્ઠ ૨૪ (૪૩૯) પ્રશ્ન- દુઃખનું વેદન એ તો પુદ્ગલની પર્યાય છે ને? ઉત્તર- કોણે કહ્યું પુદ્ગલની પર્યાય છે? જીવની પર્યાય છે. દુ:ખનું વેદન જીવની પર્યાયમાં થાય; એ તો જીવમાંથી નીકળી જાય છે અને દુઃખ એ જીવનો સ્વભાવ નથી અને પુદ્ગલના લક્ષે રાગ-દુઃખ થાય છે તેથી દ્રવ્યદૃષ્ટિ કરાવવાના હેતુથી તેને પુદ્ગલની પર્યાય કહી છે, પણ દુઃખનું વેદન પુદ્ગલમાં થતું નથી, જીવની પર્યાયમાં દુ:ખનું વદન થાય છે. -આત્મધર્મ અંક ૪૧૦, ડિસેમ્બર ૧૯૭૭, પૃષ્ઠ ૨૭ (૪૪૦) પ્રશ્ન:- પર્યાય દ્રવ્યને તન્મય થઈને જાણે છે કે અતન્મય રહીને જાણે છે? ઉત્તરઃ- પર્યાય અતન્મય રહીને દ્રવ્યને જાણે છે. પર્યાય દ્રવ્યમાં તન્મય થાય છે એ તો પર્યાય દ્રવ્યની સન્મુખ થાય છે તેને તન્મય થઈ તેમ કહેવાય છે. અજ્ઞાન દશામાં પર્યાય રાગ સન્મુખ હતી તેથી તે પર્યાયને રાગમાં તન્મય કહેવાતી હતી. તેમ દ્રવ્ય સન્મુખ પર્યાય થતા દ્રવ્યમાં તન્મય થઈ તેમ કહેવાય છે. પણ તન્મયનો અર્થ પર્યાય દ્રવ્યમાં ભળીને એકરૂપ થઈ જાય છે તેમ નથી, પર્યાય પર્યાયમાં રહીને દ્રવ્યને જાણે છે. પર્યાય પર્યાયથી છે ને દ્રવ્ય દ્રવ્યથી છે, બે ધર્મો છે તે જુદા છે. પરદ્રવ્યથી ભિન્નતા સિદ્ધ કરવી હોય ત્યારે એમ કહેવાય કે પર્યાયથી દ્રવ્ય જુદુ નથી, પણ જ્યારે વસ્તુના બે ધર્મો સિદ્ધ કરવા હોય ત્યારે તો પર્યાયથી દ્રવ્ય ભિન્ન છે તેમ સમજવું. જ્યારે જે અપેક્ષાથી કહેવાનો જે આશય હોય તેમ સમજવું જોઈએ. -આત્મધર્મ અંક ૩૯૬, ઓકટોબર ૧૯૭૬, પૃષ્ઠ ૨૦ (૪૪૧) પ્રશ્ન- પર્યાયને પરદ્રવ્યની અપેક્ષા નથી એ તો ઠીક છે, પણ શું પર્યાયને સ્વદ્રવ્યની અપેક્ષા પણ નથી ? ઉત્તર:- છએ દ્રવ્યની પર્યાય જે સમયે થવાની તે પર્યાયના પટ્ટારકની ક્રિયાથી સ્વતંત્ર તેના જન્મક્ષણે થાય છે. તેને અન્ય દ્રવ્યની અપેક્ષા જ નથી અને ખરેખર તો એ પર્યાયને પોતાના દ્રવ્યની પણ અપેક્ષા નથી. દરેક દ્રવ્યમાં પર્યાયનો જે જન્મક્ષણ છે તે જ જન્મક્ષણે ક્રમબદ્ધ પર્યાય થાય છે. આવી સ્વતંત્રતાની વાત જગતને બેસવી Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #146 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્ય-ગુણ-પર્યાયઃ ૧૩૯ કઠણ છે. -આત્મધર્મ અંક ૪૨૫, માર્ચ ૧૯૭૫, પૃષ્ઠ ૩૧ (૪૪૨) પ્રશ્ન- દ્રવ્યમાં પર્યાય નથી તો પછી પર્યાયને ગૌણ કરાવવામાં કેમ આવે છે? ઉત્તરઃ- દ્રવ્યમાં પર્યાય નથી પણ વર્તમાન પ્રગટ પર્યાય છે તે પર્યાય પર્યાયમાં છે. સર્વથા પર્યાય નથી જ તેમ નથી. પર્યાય છે તેની ઉપેક્ષા કરીને, ગૌણ કરીને, નથી તેમ કહીને, પર્યાયનું લક્ષ છોડાવી દ્રવ્યનું લક્ષ ને દૃષ્ટિ કરાવવાનું પ્રયોજન છે. તેથી દ્રવ્યને મુખ્ય કરી ભૂતાર્થ છે તેની દષ્ટિ કરાવવી છે ને પર્યાયની ઉપેક્ષા કરી ગૌણ કરી પર્યાય નથી, અસત્યાર્થ છે તેમ કહી તેનું લક્ષ છોડાવ્યું છે. પણ પર્યાય સર્વથા જ ના હોય તો ગૌણ કરવાનું પણ ક્યાં રહે છે? દ્રવ્ય ને પર્યાય બે થઈને આખું દ્રવ્ય તે પ્રમાણજ્ઞાનનો વિષય છે. -આત્મધર્મ અંક ૪૧૮, ઓગષ્ટ ૧૯૭૮, પૃષ્ઠ ૨૭ (૪૪૩) પ્રશ્ન:- શાસ્ત્રમાં કોઈ ઠેકાણે કથનમાં આવે છે કે પર્યાયનો ઉત્પાદક દ્રવ્ય છે અને એમ પણ કહેવામાં આવે છે કે પર્યાય સ્વયં સત્ છે તેને દ્રવ્યની અપેક્ષા નથી - તો તે કયા પ્રકારે છે તે સમજાવો? ઉત્તર:- ખરેખર પર્યાય પર્યાયથી પોતાથી જ છે, તેને પરની તો અપેક્ષા નથી પણ તેના પોતાના દ્રવ્યની પણ અપેક્ષા નથી. જ્યારે પર્યાયની ઉત્પત્તિ સિદ્ધ કરવી હોય ત્યારે દ્રવ્યથી પર્યાય ઉત્પન્ન થઈ તેમ કહેવાય, પણ જ્યારે પર્યાય છે તેની અસ્તિ સિદ્ધ કરવી હોય ત્યારે પર્યાય છે તે પોતાથી સરૂપ છે, છે, છે ને છે, તેને દ્રવ્યની પણ અપેક્ષા નથી. જ્યારે જ્યાં જે અપેક્ષા સિદ્ધ કરવી હોય ત્યાં તે અર્થ લેવાય. -આત્મધર્મ અંક ૪૨૭, મે ૧૯૭૯, પૃષ્ઠ ૨૬ (૪૪૪) પ્રશ્ન- પર્યાય દ્રવ્યથી ભિન્ન છે તો અનુભૂતિ તે જ આત્મા છે તેમ કહ્યું છે ને? ઉત્તર- અનુભૂતિની પર્યાયમાં આત્મદ્રવ્યનું જ્ઞાન આવી જાય છે, દ્રવ્યનું સામર્થ્ય પર્યાયમાં આવી જાય છે, જેટલું દ્રવ્યનું સામર્થ્ય છે તે પર્યાયમાં જાણવામાં આવી જાય છે તે અપેક્ષાએ અનુભૂતિની પર્યાય તે જ આત્મા એમ કહ્યું છે. જો ધ્રુવ દ્રવ્ય ક્ષણિક પર્યાયમાં આવી જાય તો દ્રવ્યનો નાશ થઈ જાય તેથી દ્રવ્ય પર્યાયમાં આવતું નથી પણ દ્રવ્યનું જ્ઞાન પર્યાયમાં આવી જાય છે. તેથી અનુભૂતિને આત્મા કહ્યો છે. -આત્મધર્મ અંક ૪૪૧, જુલાઈ ૧૯૮૦, પૃષ્ઠ ૩૧ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #147 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૦: જ્ઞાનગોષ્ઠી (૪૪૫) પ્રશ્ન:- ઉત્પાદ-વ્યય-ધ્રુવ એ ત્રણ અંશ છે એ પર્યાયના ભેદ છે તેમ પ્રવચનસારમાં કહ્યું છે. તેમાં ધ્રુવ અંશ કહ્યો તે અને ત્રિકાળી ધ્રુવમાં શો ફેર છે? ઉત્ત૨:- ધ્રુવ અંશ અને ત્રિકાળી ધ્રુવ તે બન્ને એક જ છે પણ ભેદની અપેક્ષાએ ત્રિકાળી ધ્રુવને અંશ કહ્યો છે, પણ છે તો તે અંશ ત્રિકાળી ધ્રુવ જ. -આત્મધર્મ અંક ૪૦૧, માર્ચ ૧૯૭૭, પૃષ્ઠ ૨૦ (૪૪૬) પ્રશ્ન:- પર્યાયના ષટ્કારક સ્વતંત્ર છે, પર્યાય દ્રવ્યને સ્પર્શતી નથી છતાં એ પર્યાયને દ્રવ્ય સન્મુખ થવાનું? ઉત્તર:- પર્યાયના ષટ્કારક સ્વતંત્ર છે. પર્યાય દ્રવ્યને સ્પર્શતી નથી છતાં એ પર્યાયની સ્વતંત્રતાને દેખનારનું લક્ષ દ્રવ્ય ઉપર જ હોય છે. -આત્મધર્મ અંક ૪૦૧, માર્ચ ૧૯૭૭, પૃષ્ઠ ૧૯ માટે ? (૪૪૭) પ્રશ્ન:- પર્યાય સ્વતંત્ર જ છે તો પછી તેનું લક્ષ દ્રવ્ય ઉપર જ હોય એમ શા ઉત્ત૨:- પર્યાયની સ્વતંત્રતા દેખનારનું લક્ષ દ્રવ્ય ઉ૫૨ જાય ત્યારે જ તેને સ્વતંત્રતા યથાર્થ બેસી શકે છે. ૫૨ તરફના લક્ષવાળાને સ્વતંત્રતા બેસે જ નહિ, અને પર્યાયની સ્વતંત્રતાના નિર્ણયનું પ્રયોજન પણ દ્રવ્ય સન્મુખ થવાથી જ સિદ્ધ થાય છે. દ્રવ્યસન્મુખ થવાના પ્રયોજનથી જ પર્યાયની સ્વતંત્રતા દેખાય છે. -આત્મધર્મ અંક ૪૦૧, માર્ચ ૧૯૭૭, પૃષ્ઠ ૧૯ (૪૪૮) પ્રશ્ન:- વ્યય થતી પર્યાયના સંસ્કાર ઉત્પાદ પર્યાયમાં આવે છે? ઉત્ત૨:- પર્યાયનો વ્યય થઈને ધ્રુવમાં ભળે છે. વ્યય પર્યાય ઉત્પાદમાં સંસ્કાર મૂકતી નથી. પૂર્વના સંસ્કાર નવી પર્યાયમાં મૂકે છે એ બૌધનો મત છે. તે ખોટી વાત છે. ઉત્પાદ પર્યાયને વ્યયની અપેક્ષા નથી, સ્વતંત્ર છે. -આત્મધર્મ અંક ૪૫૦, એપ્રિલ ૧૯૮૧, પૃષ્ઠ ૨૭ (૪૪૯) પ્રશ્ન:- તો પછી નવી પર્યાયમાં પૂર્વનું સ્મરણ આવે છે તે ક્યાંથી આવે છે? ઉત્ત૨:- ઉત્પાદ પર્યાયમાં સ્મરણ આવે છે તે ઉત્પાદના સામર્થ્યથી આવે છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #148 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્ય-ગુણ-પર્યાયઃ ૧૪૧ વ્યય પર્યાયમાં જે જ્ઞાન છે એથી પણ વિશેષ જ્ઞાન ઉત્પાદ પર્યાયમાં આવે, પણ તે ઉત્પાદ પર્યાયના સામર્થ્યથી આવે છે. જેમ રોટલીના લોટને કેળવે છે તેમ એણે આત્માને જ્ઞાનથી કેળવવો જોઈએ. એને ભાવ-ભાસન થવું જોઈએ. ભગવાન કહે છે માટે નહિ પણ એને પોતાથી ભાવ ભાસવો જોઈએ કે હું આવો મહિમાવંત ચૈતન્ય પદાર્થ છું. એની સન્મુખ થવાથી જ સંસારના દુઃખથી છુટકારો થાશે એમ ભાસવું જોઈએ. -આત્મધર્મ અંક ૪૫૦, એપ્રિલ ૧૯૮૧, પૃષ્ઠ ૨૭ (૪૫૦) પ્રશ્ન:- જ્ઞાયક આત્માને એકલી જ્ઞાનગુણની પર્યાય અવલંબે છે કે અનંત ગુણોની પર્યાય અવલંબે છે? ઉત્ત૨ઃ- જ્ઞાયક આત્માને અનંતા ગુણોની પર્યાય અવલંબે છે. જ્ઞાનથી તો વાત કરી છે પણ બધા ગુણોની પર્યાય જ્ઞાયકને અવલંબે છે. -આત્મધર્મ અંક ૪૪૫, નવેમ્બર ૧૯૮૦, પૃષ્ઠ ૩૨ (૪૫૧) પ્રશ્ન:- નિજ દ્રવ્યની અપેક્ષા વિના પર્યાય થાય એટલે શું? ઉત્ત૨:- ધ્રુવ દ્રવ્ય તો ત્રિકાળ એકરૂપ છે ને પર્યાય ભિન્ન-ભિન્નરૂપે થાય તે પર્યાય પોતાની યોગ્યતાનુસાર સ્વકાળે સ્વતંત્ર થાય છે. -આત્મધર્મ અંક ૩૯૯, જાન્યુઆરી ૧૯૭૭, પૃષ્ઠ ૧૪ (૪૫૨ ) પ્રશ્ન:- ધ્રુવદ્રવ્યની અપેક્ષા લઈએ તો શું વાંધો છે? ઉત્ત૨:- ધ્રુવદ્રવ્યની અપેક્ષા લેવાથી વ્યવહાર થઈ જાય છે. પર્યાય પર્યાયના સ્વકાળથી થાય છે એ પર્યાયનો નિશ્ચય છે. -આત્મધર્મ અંક ૩૯૧, જાન્યુઆરી ૧૯૭૬, પૃષ્ઠ ૧૪ (૪૫૩) પ્રશ્ન:- પર્યાય વ્યય થઈને દ્રવ્યમાં સમાઈ જાય છે તો અનંતી અશુદ્ધ પર્યાય દ્રવ્યમાં સમાઈ જવાથી દ્રવ્ય હાનિ ન પામે ? ઉત્ત૨:- અશુદ્ધતા તો પ્રગટ પર્યાયમાં નિમિત્તના લક્ષે હોય છે. પર્યાય વ્યય થઈને દ્રવ્યમાં સમાઈ જતાં પર્યાય પર્યાયરૂપે રહેતી નથી પણ પારિણામિકભાવરૂપે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #149 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૨: જ્ઞાનગોષ્ઠી થઈ જાય છે. દ્રવ્યમાં વિકાર પડયો નથી માટે દ્રવ્યમાં કદી પણ હાનિ થતી નથી. -આત્મધર્મ અંક ૩૯૮, ડિસેમ્બર ૧૯૭૬, પૃષ્ઠ ૧૫ (૪૫૪) પ્રશ્ન:- પર્યાય દ્રવ્યને અડતી નથી તો આનંદ કેવી રીતે આવે ? ઉત્ત૨:- પર્યાય દ્રવ્યને અડતી ન હોવા છતાં પૂરા દ્રવ્યનું જ્ઞાન પર્યાયમાં આવી જાય છે, તોપણ દ્રવ્ય પર્યાયમાં આવતું નથી. ધર્મી અને ધર્મ બે વસ્તુ છે, પર્યાય વ્યક્ત છે ને ધ્રુવવસ્તુ અવ્યક્ત છે, બે એક દ્રવ્યના ધર્મ હોવા છતાં વ્યક્ત અવ્યક્તને અડતું નથી, પરંતુ પર્યાયનું લક્ષ દ્રવ્ય સન્મુખ છે તેથી પર્યાય આનંદરૂપ પરિણમે છે. -આત્મધર્મ અંક ૪૦૯, નવેમ્બર ૧૯૭૭, પૃષ્ઠ ૧૩ (૪૫૫) પ્રશ્નઃ- દર્શનઉપયોગમાં શુભ અને અશુભ એવા ભેદ પડે? ઉત્તર:- ના; શુભ અને અશુભ એવા ભેદ દર્શનઉપયોગમાં કે જ્ઞાનઉપયોગમાં નથી, એ તો ચારિત્રના આચરણરૂપ ઉપયોગના ભેદ છે. ચારિત્રના આચરણમાં શુભ, અશુભ ને શુદ્ધ એવા ત્રણ પ્રકાર છે, તેને શુભ-અશુભ કે શુદ્ધ ઉપયોગ કહેવાય છે. -આત્મધર્મ અંક ૨૬૧, જુલાઈ ૧૯૬૫, પૃષ્ઠ ૨૯ (૪૫૬) પ્રશ્ન:- ગુણ વિનાની કોઈ પર્યાય હોય? ઉત્તર:- હા, ભવ્યતા તે પર્યાય છે પણ તેને કોઈ ગુણ ન હોય, છતાં તે પર્યાય હોય ને સિદ્ધ દશા થતાં તે પર્યાય હોતી નથી.-આત્મધર્મ અંક ૪૦૪, જુન ૧૯૭૭, પૃષ્ઠ ૨૨ (૪૫૭) પ્રશ્ન:- પર્યાય તે સમયની સત્ છે, નિશ્ચિત છે, ધ્રુવ છે તેમ કહેવાનું શું પ્રયોજન છે? ઉત્ત૨:- પર્યાય ઉ૫૨થી લક્ષ છોડી ધ્રુવ દ્રવ્ય તરફ ઢળવાનું પ્રયોજન છે. પર્યાય તે સમયની સત્ છે, નિશ્ચિત છે, ધ્રુવ છે, તેમ બતાવીને તેના ઉપરનું લક્ષ છોડાવી ધ્રુવ દ્રવ્ય ઉપ૨ લક્ષ કરાવવાનું પ્રયોજન છે. પર્યાય નિશ્ચિત છે, ધ્રુવ છે એટલે પર્યાય તે સમયની સત્ હોવાથી આઘી પાછી થઈ શકે તેમ નથી એમ જાણે તો દષ્ટિ દ્રવ્ય ઉપર જાય, દ્રવ્ય ઉપર લક્ષ જાય ત્યારે વીતરાગતા થાય. વીતરાગતા એ તાત્પર્ય છે. અરે! Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #150 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્ય-ગુણ-પર્યાયઃ ૧૪૩ આવી વાતો કરોડો રૂપિયા દેતા પણ મળે તેમ નથી. અહા! જે જાણતા વીતરાગતા થાય એની કિંમત શું? -આત્મધર્મ અંક ૪૩૦, ઓકટોબર ૧૯૭૯, ટાઈટલ ૩ (૪૫૮) પ્રશ્ન:- પર્યાયનો બગાડો મટીને પર્યાયમાં સુધારો કેમ થાય? ઉત્તરઃ- પર્યાય પોતે પરનું લક્ષ કરીને બગડી છે તે પોતે પરનું લક્ષ છોડી સ્વભાવનું લક્ષ કરતાં પર્યાય પોતે પોતાથી સુધરી જાય છે. સ્વનું લક્ષ કરવું એ જ પર્યાયનો સુધારો છે. -આત્મધર્મ અંક ૪૧૩, માર્ચ ૧૯૭૮, પૃષ્ઠ ૨૨ (૪૫૯) પ્રશ્ન- આત્મામાં અનંતાધર્મો છે, છતાં તેને જ્ઞાનમાત્ર જ કેમ કહો છો? ઉત્તર:- આત્માની જે જ્ઞતિક્રિયા થાય છે તેમાં અનંતધર્મોનો સમુદાય ભેગો જ પરિણમે છે. એકલું જ્ઞાન જુદું નથી પરિણમતું પરંતુ તે જ્ઞાનની સાથે સાથે જ આનંદ, શ્રદ્ધા, જીવત વગેરે અનંત ગુણોનું પરિણમન ભેગું જ છે. એક જ્ઞાનગુણને જુદો લક્ષમાં લઈને ધર્મી નથી પરિણમતો પરંતુ જ્ઞાન સાથેના અનંત ધર્મોને અભેદપણે લક્ષમાં લઈને ધર્મજીવ એક જ્ઞતિમાત્ર ભાવરૂપે પરિણમે છે. -આત્મધર્મ અંક ૨૦૩, ભાદ્રપદ ૨૪૮૬, પૃષ્ઠ 5 (૪૬૦) પ્રશ્ન- સંસાર દશા તે દુઃખરૂપ છે અને મોક્ષદશા તે સુખરૂપ છે છતાં એ બંનેમાં તફાવત નથી તેમ કેમ કહ્યું છે? ઉત્તર- સંસાર અને મોક્ષ બંને એક સમયની પર્યાય છે એ બંને પર્યાયમાં ત્રિકાળી વસ્તુની અપેક્ષાએ તફાવત નથી. આ બહુ આકરી વાત છે. ક્ષાયિક આદિ ચાર ભાવોને પદ્રવ્ય, પરભાવ કહીને હેય કહ્યાં છે. વ્યવહારના પક્ષવાળાને સાંભળવું મુશ્કેલ પડે એવી વાત છે. સંસાર અને મોક્ષ તે બંને પર્યાયો છે ખરી પણ તે આશ્રય કરવા યોગ્ય નથી. આશ્રય કરવા યોગ્ય તો એક ત્રિકાળી દ્રવ્ય જ છે, નિયમસાર ગાથા ૫૦ માં બહુ આકરી વાત કરી છે. આચાર્યદેવે પોતાના માટે એ શાસ્ત્ર બનાવેલ છે, તેમાં કેવળજ્ઞાન આદિ ક્ષાયિકભાવને પરભાવ, પરદ્રવ્ય કહીને હેય કહ્યું છે. આ પરમાત્માના ઘરની વાતો છે, પરમ સત્ય છે. અંદરથી સમજવાની ધગશ લાગે તેને ન સમજાય તેમ ન બને, સમજાય જ.-આત્મધર્મ અંક ૪૪૫, નવેમ્બર ૧૯૮૩, પૃષ્ઠ ૨૯-૩૦ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #151 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૧૧] નિમિત્ત-ઉપાદાન (૪૬૧) પ્રશ્ન- એક વસ્તુ બીજી વસ્તુની નથી તેથી એક વસ્તુને બીજી વસ્તુ સાથે કાંઈ સંબંધ નથી તો શાસ્ત્રમાં નિમિત્ત-નૈમિત્તિક સંબંધના લખાણો આવે છે તે ક્યાં ગયા? ઉત્તર- એ તો નૈમિત્તિક ભાવ પોતાથી પરિણમે છે તે કાળે નિમિત્ત કોણ હતું તેનું જ્ઞાન કરાવવાના લખાણ શાસ્ત્રમાં છે. નિમિત્ત છે તે નિમિત્તમાં પરિણમે છે અને નૈમિત્તિક છે તે નૈમિત્તિકમાં પરિણમે છે. એક વસ્તુને બીજી વસ્તુ કાંઈ જ કરતી નથી, બે વસ્તુ જુદી જ છે તો એક વસ્તુ બીજી વસ્તુને કરે શી રીતે ? -આત્મધર્મ અંક ૪૩૧, સપ્ટેમ્બર ૧૯૭૯, પૃષ્ઠ ૧૫ (૪૬ર) પ્રશ્ન- નિમિત્ત તે ખરેખર કારણ નથી છતાં તેને કારણે કેમ કહ્યું? ઉત્તર- જેને નિમિત્ત કહેવાય તે પદાર્થમાં તેવા પ્રકારની (–નિમિત્તરૂપ હોવાની) લાયકાત છે; તેથી અન્ય પદાર્થોથી તેને જુદું ઓળખાવવા માટે તેને નિમિત્તકારણ” એવી સંજ્ઞા આપી છે. જ્ઞાનનો સ્વભાવ સ્વ-પરપ્રકાશક છે તેથી તે પરને પણ જાણે છે, અને પરમાં નિમિત્તપણાની લાયકાત છે તેને પણ જાણે છે. -આત્મધર્મ અંક ૪૭, ભાદ્રપદ ૨૪૭૩, પૃષ્ઠ ૨૫૧ (૪૬૩) પ્રશ્ન- ઉપાદાનને અનુકૂળ નિમિત્ત છે અને નિમિત્તને અનુરૂપ ઉપાદાન છે. પણ એક બીજાને કોઈ કાંઈ કરતું નથી.-તો નિમિત્તનું કામ શું છે? ઉત્તર- ઘડો થવામાં કંદોઈ ન હોય પણ કુંભાર હોય એ બતાવવા કહ્યું છે. –આત્મધર્મ અંક ૪૪૯, માર્ચ ૧૯૮૧, પૃષ્ઠ 2 (૪૬૪) પ્રશ્ન:- ઘડો કુંભારથી તો થતો નથી પણ માટીથી પણ થાય નહિ? Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #152 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates નિમિત્ત-ઉપાદાનઃ ૧૪૫ ઉત્ત૨:- ઘડો ઘડાની પર્યાયના ષટ્કારથી સ્વતંત્ર થાય છે, માટી-દ્રવ્યથી પણ નહિ, માટી દ્રવ્ય તો કાયમ છે. ઘડો-રામપાત્ર આદિ પર્યાયો નવી નવી ઉત્પન્ન થાય છે ને પર્યાયો પોતાના ષટ્કારકથી સ્વતંત્ર થાય છે. -આત્મધર્મ અંક ૪૨૯, જુલાઈ ૧૯૭૯, ટાઈટલ ૩ (૪૬૫ ) પ્રશ્ન:- ચોખા વર્ષો સુધી પડયા રહે પણ પાણીના નિમિત્ત વિના નહિ પાર્ક, પાણી આવશે ત્યારે પાકશે. ઉત્ત૨:- ચોખા જ્યારે પાકશે ત્યારે તેના પોતાનાથી જ પોતાની યોગ્યતાથી જ પાકશે અને તે કાળે પાણી નિમિત્તરૂપ સહજ જ હશે આવો વસ્તુસ્વભાવ છે. આહાહા! તે તે દ્રવ્યની તે તે કાળની પર્યાય યોગ્યતા અનુસાર જ થાય છે, તે તેનો સ્વકાળ છે ત્યારે થાય છે. તે થવા કાળે બાહ્ય ચીજને નિમિત્તપણાનો આરોપ આવે છે. જો એક દ્રવ્ય બીજા દ્રવ્યની પર્યાયને કરે તો બીજું દ્રવ્ય ક્યાં રહ્યું ? અનંત દ્રવ્યો અસ્તિરૂપ છે તે દરેકને ભિન્ન ભિન્ન અસ્તિરૂપે માને ત્યારે શ્રદ્ધા-જ્ઞાન સાચા થશે. -આત્મધર્મ અંક ૪૦૧, માર્ચ ૧૯૭૭, પૃષ્ઠ ૨૪ (૪૬૬) પ્રશ્ન:- આત્મામાં જે શુભાશુભ ભાવો થાય છે તેનું મૂળ ઉપાદાન કોણ ? ઉત્ત૨:- અશુદ્ધ ઉપાદાનથી આત્મા પોતે શુભાશુભ ભાવમાં વ્યાપક થઈને કરતો હોવાથી આત્મા તેનો કર્તા છે અને શુદ્ધ ઉપાદાનથી જોઈએ તો પુણ્ય-પાપ ભાવ તે આત્માનો સ્વભાવભાવ ન હોવાથી અને તે પુદ્દગલના લક્ષે થતા હોવાથી તે પુદ્દગલનું કાર્ય છે. પુદ્દગલ તેમાં વ્યાપક થઈને કર્તા થાય છે. જ્યારે સ્વભાવ ઉપ૨ દષ્ટિ જાય છે ત્યારે જ્ઞાની યોગ અને ઉપયોગ (રાગ) નો સ્વામી થતો ન હોવાથી જ્ઞાની તેનો કર્તા નથી પણ જ્ઞાનીના જ્ઞાનમાં રાગ નિમિત્ત થાય છે. -આત્મધર્મ અંક ૪૦૪, માર્ચ ૧૯૭૭, પૃષ્ઠ ૨૪ (૪૬૭) પ્રશ્ન:- દરેક દ્રવ્યનું પરિણમન સ્વતંત્ર અને નિરપેક્ષ છે છતાં જ્યારે જીવને રાગ થાય ત્યારે જ ૫૨માણુ કર્મરૂપે કેમ પરિણમે છે? ઉત્ત૨:- જીવને રાગ થયો તેથી પરમાણુ કર્મરૂપે પરિણમ્યા નથી પણ પરમાણુનું કર્મરૂપે પરિણમન થવાનો તે જ સ્વકાળ હોવાથી જીવના રાગની અપેક્ષા વિના જ સ્વતંત્રપણે પરમાણુ કર્મરૂપે પરિણમે છે. એવો જ નિમિત્ત-નૈમિત્તિક સંબંધ સહજ છે. આ બહુ સૂક્ષ્મ વાત છે. નિમિત્ત-નૈમિત્તિક સંબંધની સહજતાનું અજ્ઞાનીને Please inform us of any errors on Rajesh@Atma Dharma.com Page #153 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૬: જ્ઞાનગોષ્ઠી ભાન નહિ હોવાથી જ બે દ્રવ્યોમાં કર્તા-કર્મનો ભ્રમ થાય છે. દરેક દ્રવ્યના પરિણમનને પરની અપેક્ષા જ નથી. દરેક દ્રવ્ય સ્વતંત્ર જ પરિણમી રહ્યા છે. -આત્મધર્મ અંક ૩૯૮, ડિસેમ્બર ૧૯૬૭, પૃષ્ઠ ૧૩ (૪૬૮) પ્રશ્ન:- જીવ દ્રવ્ય બીજા દ્રવ્યો દ્વારા ઉપકૃત હોય છે–એમ શાસ્ત્રોમાં કથન આવે છે; કૃપા કરીને અભિપ્રાય ખુલાસા કરશોજી ? ઉત્ત૨:- શાસ્ત્રોનાં લખાણમાં વ્યવહારના કથનમાં એમ આવે કે જીવને અન્ય દ્રવ્યો ઉપકાર કરે છે એટલે એનો અર્થ એ છે કે એક દ્રવ્યના કાર્યકાળે બીજા દ્રવ્યની પર્યાય નિમિત્ત માત્ર ઉપસ્થિતિ માત્ર ધર્માસ્તિકાયવત્ છે. તે જ ઈષ્ટોપદેશમાં કહ્યું છે. સમયસાર ગાથા ત્રીજીમાં કહ્યું છે ને! કે એક દ્રવ્ય પોતાના ગુણ પર્યાયને સ્પર્શે છે પણ બીજા દ્રવ્યને સ્પર્શતું કે અડતું નથી. એક દ્રવ્યની પર્યાયમાં બીજા દ્રવ્યની પર્યાયનો અત્યંત અભાવ છે તે બીજાને કરે શું? -આત્મધર્મ અંક ૪૩૦, ઓગષ્ટ ૧૯૭૯, પૃષ્ઠ ૨૫ (૪૬૯) પ્રશ્નઃ- દ્રવ્ય જ ઉપાદાન કારણ હોઈ શકે, પર્યાય નહિ એ માન્યતા બરાબર છે? ઉત્ત૨:- પર્યાય ઉપાદાન કારણ ન હોય પણ દ્રવ્ય જ ઉપાદાન કારણ હોઈ શકે-એ માન્યતા બરાબર નથી. દ્રવ્યાર્થિકનયથી ઉપાદાન કારણ દ્રવ્ય છે એ વાત બરાબર છે, કેમકે દરેક પર્યાય દ્રવ્ય અને ગુણનું જ પરિણમન છે. તે એટલું બતાવે છે કે આ પર્યાય આ દ્રવ્યની દષ્ટાંત:- માટીમાં ઘડો થવાની સદા લાયકાત છે એમ બતાવવું તે દ્રવ્યાર્થિકનયે છે, એટલે કે માટીનો ઘડો માટીમાંથી જ થઈ શકે, બીજા દ્રવ્યમાંથી ન થઈ શકે. પણ પર્યાયાર્થિકનયે એટલે કે જ્યારે પર્યાયની યોગ્યતા બતાવવી હોય ત્યારે દરેક સમયની પર્યાયની યોગ્યતા તે ઉપાદાન કારણ છે અને તે પર્યાય પોતે કાર્ય છે. સૂક્ષ્મતાથી વિચાર કરવામાં આવે તો કારણ-કાર્ય એક જ સમયે હોય છે. (જુઓ, તત્ત્વાર્થસાર મોક્ષ અધિકાર ગાથા ૩૫ તથા તેનો અર્થ પૃ. ૪૦૭) આનો અર્થ એવો છે કે દરેક સમયે દરેક દ્રવ્યમાં એક જ પર્યાય થવાની લાયકાત હોય છે, પણ તેની પહેલાંના સમયની કે પછીની પર્યાયમાં તે લાયકાત હોતી નથી. આ કથન પર્યાયાર્થિકનયે સમજવું. -આત્મધર્મ અંક ૫૧, પોષ ૨૪૭૪, પૃષ્ઠ ૪૫ (૪૭૦) પ્રશ્ન:- ધર્મનું નિમિત્ત કોને હોય છે? ઉત્ત૨:- અજ્ઞાનીને તો પોતામાં ધર્મભાવ જ પ્રગટયો નથી, એટલે તેને માટે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #154 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates નિમિત્ત-ઉપાદાનઃ ૧૪૭ ધર્મનું નિમિત્ત જ કોઈ નથી; કેમકે કાર્ય થયા વગર નિમિત્ત કોનું? અજ્ઞાનીને પોતામાં ધર્મરૂપી કાર્ય થયું નથી તેથી ધર્મનાં નિમિત્તોનો પણ તેને નિષેધ વર્તે છે. જ્ઞાનીને અંતરસ્વભાવના ભાન વડે પોતાના ભાવમાં ધર્મ પ્રગટયો છે એટલે તેને જ ધર્મના નિમિત્તો હોય છે; પણ તેની દષ્ટિમાં નિમિત્તોનો નિષેધ વર્તે છે ને સ્વભાવનો આદર વર્તે છે. આ રીતે નિમિત્તને લીધે ધર્મ થાય એમ જે માને છે તેને તો ધર્મના નિમિત્ત જ હોતા નથી, અને જેને ધર્મનાં નિમિત્ત હોય છે એવા જ્ઞાની નિમિત્તને લીધે ધર્મને માનતા નથી. -આત્મધર્મ અંક ૧૨૩, પોષ ૨૪૮૦, પૃષ્ઠ ૧૧ (૪૭૧ ) પ્રશ્ન:- આ પરમાગમમંદિર આદિને કોઈ જીવે કર્યા વિના એની મેળે થઈ ગયા છે તો જીવે કાંઈ કર્યું નથી ? ઉત્ત૨:- પુદ્દગલો તેના સ્વકાળે પરિણમીને પરમાગમમંદિર આદિ રૂપે થયા છે, જીવે તેમાં કાંઈ કર્યું નથી. જીવે પોતામાં શુભભાવ કર્યા હતા પણ તેનાથી થયું નથી. ૫૨માણુઓ સ્વતંત્રપણે કર્તા થઈને ૫૨માગમમંદિર આદિ કાર્યરૂપ થયા છે. -આત્મધર્મ અંક ૪૦૯, નવેમ્બર ૧૯૭૭, પૃષ્ઠ ૧૯ (૪૭૨ ) પ્રશ્ન:- કેવળજ્ઞાનાવરણી કર્મની એવી તાકાત છે કે કેવળજ્ઞાન ન થવા દે? કેવળજ્ઞાનને રોકે છે? ઉત્ત૨:- કર્મ તો આત્માથી ભિન્ન વસ્તુ છે. કેવળજ્ઞાનાવરણીકર્મ કેવળજ્ઞાનને રોકતું નથી. ત્યાં તો કર્મ-પરમાણુના પરિણમનની ઉત્કૃષ્ટશક્તિ કેટલી છે તે બતાવવા કેવળજ્ઞાનાવરણી કર્મથી કેવળજ્ઞાન થતું નથી તેમ નિમિત્તથી કહ્યું છે પણ કેવળજ્ઞાન કાંઈ તે કર્મના કારણે રોકાતું નથી પણ પોતાની શક્તિના-હીણા પરિણમનરૂપ યોગ્યતાથી પરિણમે છે ત્યારે કર્મને નિમિત્ત કહેવાય છે. -આત્મધર્મ અંક ૪૨૦, ઓકટોબર ૧૯૭૮, પૃષ્ઠ ૨૬ (૪૭૩) પ્રશ્ન:- અજ્ઞાનીને તો નિમિત્ત ખરેખર જ્ઞેય પણ નથી; એમ આપ કહો છો તે કેવી રીતે? ઉત્ત૨ઃ- જ્ઞાન વગર જ્ઞેય કોનું? જેમ લોકાલોક તો સદાય છે, પણ જ્યારે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #155 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૮: જ્ઞાનગોષ્ઠી કેવળજ્ઞાન પ્રગટ કર્યું ત્યારે લોકાલોક તેના શય થયા. કેવળજ્ઞાન થયા પહેલાં લોકાલોક તેનું શેય ન હતું પણ સ્વાશ્રયે કેવળજ્ઞાન થયું ત્યારે તે તેનું શેય થયું. તેમાં નીચલી દશામાં પણ ખરેખર તો રાગાદિ અને નિમિત્તો તે જ્ઞાનનું ય જ છે, પણ ખરેખર તેને જ્ઞાનનું શેય ક્યારે કહેવાય? કે હું તે રાગ અને નિમિત્તોથી ભિન્ન છું એમ સ્વસમ્મુખ થઈને જો આત્માનું જ્ઞાન પ્રગટ કરે તો તે જ્ઞાન રાગ અને નિમિત્તને પરશય તરીકે યથાર્થ જાણે, અને ત્યારે તેને શેય કહેવાય. રાગાદિ કે નિમિત્ત તે જ્ઞાનના કર્તા તો નથી પણ અજ્ઞાનીને તો તે ખરેખર જ્ઞાનનું જ્ઞય પણ નથી, કેમ કે તેનામાં સ્વાશ્રિત જ્ઞાન જ ખીલ્યું નથી, તેનું જ્ઞાન રાગમાં જ એકાકાર થઈ જતું હોવાથી, રાગને ય કરવાની તાકાત તેના જ્ઞાનમાં ખીલી નથી. રાગથી જુદો પડ્યા વગર રાગને જ્ઞય કરવાની જ્ઞાનની તાકાત ખીલે ત્યારે રાગ અને નિમિત્તથી ભિન્ન આત્મસ્વભાવને જાણ્યા વગર રાગને રાગ તરીકે અને નિમિત્તને નિમિત્ત તરીકે જાણશે કોણ ? જાણનારું જ્ઞાન તો રાગ અને નિમિત્તની રુચિમાં અટકી પડયું છે આત્માની રુચિ તરફ વળ્યા વગર, અને રાગ તથા નિમિત્તની રુચિ ટળ્યા વગર નિમિત્તનું અને વ્યવહારનું સાચું જ્ઞાન થાય નહિ. જ્યારે સ્વાશ્રયે જ્ઞાનસ્વભાવની પ્રતીતિ કરીને જ્ઞાનસ્વભાવને જ સ્વષ્ણય કર્યો ત્યારે સ્વ-પર પ્રકાશક જ્ઞાન સામર્થ્ય ખીલતાં નિમિત્ત વગેરે પણ તેના વ્યવહાર જ્ઞય થયાં. -આત્મધર્મ અંક ૮૨, શ્રાવણ ૨૪૭૬, પૃષ્ઠ ૨૦૬ (૪૭૪) પ્રશ્ન- અરહંતના દ્રવ્ય-ગુણ-પર્યાયને પહેલાં જાણવાનું કહ્યું છે ને? ઉત્તર- એ અરહંતના દ્રવ્ય-ગુણ-પર્યાયનું લક્ષ છોડીને પોતાને ઓળખે તો ભેદજ્ઞાન થાય અને ત્યારે તેને નિમિત્ત કહેવાય. -આત્મધર્મ અંક ૪૩૧, સપ્ટેમ્બર ૧૯૭૯, પૃષ્ઠ ૧૬ (૪૭૫) પ્રશ્ન- સમયસારની પહેલી ગાથામાં કહ્યું કે અનંત સિદ્ધોને તારી પર્યાયમાં સ્થાપન કરું છું. પણ અનંતા સિદ્ધો તો પરદ્રવ્ય છે ને? તારી પર્યાયમાં અતભાવરૂપ છે ને? તેનું સ્થાપન શી રીતે થશે? ઉત્તર- તો કહે છે કે તે અનંતા સિદ્ધો પર્યાયમાં ભલે અતભાવરૂપ હો પણ તે અનંતા સિદ્ધોની પ્રતીત પર્યાયમાં આવી જાય છે, તેથી અનંતા સિદ્ધોનું સ્થાપન કરવાનું કહ્યું છે. જેમ અધ્યવસાનનો ત્યાગ કરાવવા બાહ્યવસ્તુનો ત્યાગ કરાવવામાં Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #156 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates નિમિત્ત-ઉપાદાનઃ ૧૪૯ આવે છે તેમ પોતાના સિદ્ધસ્વભાવનું પર્યાયમાં સ્થાપન કરાવવા માટે અનંતા સિદ્ધોનું સ્થાપન કરાવવામાં આવ્યું છે. જેમ બાહ્યવસ્તુ અધ્યવસાનનું નિમિત્ત છે તેમ પોતાના સિદ્ધસ્વરૂપનું લક્ષ કરવામાં અનંતા સિદ્ધો નિમિત્ત છે. -આત્મધર્મ અંક ૪૩૪, ડિસેમ્બર ૧૯૭૯, પૃષ્ઠ ૨૯ * સોઈ મિથ્યામતી ૫૨સમયી કુઢંગ હૈ જેતે જ્ઞાનગોચર પદાથ હૈં તે તે સર્વ, દર્વ નામ નિહચૈસોં પાવૈં સરવંગ હૈં । ફેરિ તિન દ્રવ્યનિમેં અનંત અનંત ગુણ, ભાયેં જિનદેવ જાકે વચન અભંગ હૈં ।। પુનિ સો દરવ ઔર ગુનનિમેં વૃન્દાવન, ૫૨જાય જુદી-જુદી વર્સે સદા સંગ હૈં । એસી કોઈ ભ્રાંતિ ૫૨જાયકો ન જાનુઁ જોઈ, સોઈ મિથ્યામતી પ૨સમયી કુ ંગ હૈં ।। ૪ ।। જો સ્વભાવ નહિ ત‰, સદા અસ્તિત્વ ગ હૈ । ઔ ઉતપત વ્યય ધ્રૌવ્ય, સહિત સબ કાલ રહૈ હૈ ।। પુનિ અનંતગુણરૂપ, તથા જો ૫૨જ નઈ હૈ । તાહી કો ગુરુદેવ, દરવ યહ નામ દઈ હૈ ।। ૨૦૧૫ કવિવર શ્રી વૃંદાવનદાસઃ પ્રવચનસાર, પરમાગમ પૃષ્ઠ ૮૫-૮૮ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #157 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૨) નિશ્ચય-વ્યવહાર (૪૭૬) પ્રશ્ન:- સમયસાર ગાથા ૧૧ મી એ તો જૈનદર્શનના પ્રાણ સમાન છે તેમાં તો વ્યવહારને અભૂતાર્થ કહ્યો છે-જૂઠો કહ્યો છે, કૃપા કરીને એ ગાથાનું સ્પષ્ટીકરણ કરશો? ઉત્તર:- સમયસાર ગાથા ૧૧ મી એ તો જૈનદર્શનના પ્રાણ સમાન છે. તેમાં નિશ્ચય-વ્યવહાર નયની વાત કરી છે તેને યથાર્થ જાણવી જોઈએ. રાગ, પર્યાય ને ગુણભેદ, તે વ્યવહારનયનો વિષય છે તે ત્રિકાળી વસ્તુમાં નથી. તેથી વ્યવહારનયને જૂઠો કહીને અભૂતાર્થ કહ્યો છે એટલે પર્યાય છે જ નહિ તેમ સીધો અર્થ થાય છે, પરંતુ તેમ નથી. પર્યાય છે ખરી પણ ત્રિકાળી વસ્તુ તે પર્યાય નથી તેથી પર્યાયની ઉપેક્ષા કરીને ગૌણ કરીને ત્રિકાળી ધ્રુવ શાયકની દષ્ટિ કરાવવી છે. કેમ કે ત્રિકાળી દ્રવ્યને મુખ્ય કરીને દ્રવ્યનો અનુભવ કરાવવાનું પ્રયોજન છે. જ્ઞાન તે આત્મા એવો ભેદ પણ દષ્ટિના વિષયમાં આવતો નથી. અભેદ દેખનારની દષ્ટિમાં ભેદ દેખાતો નથી, સત્યાર્થ દેખનારને અસત્યાર્થ દેખાતો નથી, નિત્ય દેખનારને અનિત્ય દેખાતો નથી, ભૂતાર્થ દેખનારને અભૂતાર્થ દેખાતો નથી, એકાકાર દેખનારને અનેકાકાર દેખાતો નથી. તેથી ભેદરૂપ વ્યવહારને અભૂતાર્થ કહ્યો છે અને નિશ્ચયનયના વિષયભૂત ત્રિકાળી ધ્રુવવસ્તુ એક જ ભૂતાર્થ હોવાથી તેનો આશ્રય કરાવ્યો છે. -આત્મધર્મ અંક ૪૨૧, નવેમ્બર ૧૯૭૮, પૃષ્ઠ ૨૫ (૪૭૭) પ્રશ્ન:- સમયસાર ગાથા ૧૧ માં શુદ્ધનયનું અવલંબન લેવાનું કહ્યું પરંતુ શુદ્ધનય તો જ્ઞાનનો અંશ છે-પર્યાય છે, શું તે અંશના અવલબન સમ્યગ્દર્શન થાય ? ઉત્તર- ખરેખર શુદ્ધનયનું અવલંબન ક્યારે થયું કહેવાય? એકલા અંશને પકડીને તેના જ અવલંબનમાં જે અટક્યો છે તેને તો શુદ્ધનય છે જ નહિ; જ્ઞાનના Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #158 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates નિશ્ચય-વ્યવહાર: ૧૫૧ અંશને અંતરમાં વાળીને જેણે ત્રિકાળી દ્રવ્યની સાથે અભેદતા કરે છે તેને જ શુદ્ધનય હોય છે, અને આવી અભેદષ્ટિ કરી ત્યારે શુદ્ધનયનું અવલંબન લીધું એમ કહેવાય છે એટલે ‘ શુદ્ધનયનું અવલંબન' એમ કહેતાં તેમાં પણ દ્રવ્ય-પર્યાયની અભેદતાની વાત છે; પરિણતિ અંતર્મુખ થઈ દ્રવ્યમાં અભેદ થઈને જે અનુભવ થયો તેનું નામ શુદ્ઘનયનું અવલંબન છે, તેમાં દ્રવ્ય-પર્યાયના ભેદનું અવલંબન નથી. જો કે શુદ્ધનય જ્ઞાનનો અંશ છે-પર્યાય છે, પરંતુ તે શુદ્ધનય અંતરના ભૂતાર્થ સ્વભાવમાં અભેદ થઈ ગયો છે એટલે ત્યાં નય અને નયનો વિષય જુદા ન રહ્યા. જ્યારે જ્ઞાનપર્યાય અંતરમાં વળીને શુદ્ધદ્રવ્ય સાથે અભેદ થઈ ત્યારે જ શુદ્ઘનય થયો. આ શુદ્ઘનય નિર્વિકલ્પ છે. તે -આત્મધર્મ અંક ૧૧૯, ભાદ્રપદ ૨૪૭૯, પૃષ્ઠ ૨૩૫ (૪૭૮ ) પ્રશ્ન:- શાસ્ત્રમાં વ્યવહારને પણ પ્રશંસા યોગ્ય કઠેલ છે ને? ઉત્ત૨:- નિશ્ચય શુદ્ધાત્માની ભાવનાવાળા સાધક જીવને જ્યાં સુધી પૂર્ણ વીતરાગતા પ્રગટી ન હોય ત્યાં સુધી નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની સાથે જે વ્યવહા૨સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એટલે કે સાચા દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા નવ તત્ત્વનું જ્ઞાન અને પંચમહાવ્રતનું આચરણ છે તેને નિશ્ચયનું સહકારી ગણીને પ્રશંસા યોગ્ય કહ્યું છે. વ્યવહારે મોક્ષમાર્ગ કહ્યો છે. તોપણ પરમાર્થે તો બંધ માર્ગ જ છે. તેથી નિશ્ચય શુદ્ધાત્માની ભાવના કાળે તે વ્યવહાર પ્રશંસા યોગ્ય નથી. સાધક જીવને પૂર્ણ વીતરાગતા થઈ નથી ત્યાં સુધી એટલે પ્રથમ અવસ્થામાં વ્યવહાર શ્રદ્ધા-જ્ઞાનઆચરણને પ્રશંસા યોગ્ય કહ્યું છે તોપણ શુદ્ધાત્માની ભાવના કાળે પ્રશંસા યોગ્ય નથી. -આત્મધર્મ અંક ૩૯૯, જાન્યુઆરી ૧૯૭૭, પૃષ્ઠ ૧૯ (૪૭૯) પ્રશ્ન:- નિશ્ચયનય અને વ્યવહારનયને વિરોધ છે કે મૈત્રી છે? ઉત્ત૨:- નિશ્ચયનય અને વ્યવહારનયને છે તો વિરોધ પણ સાથે રહે છે તે અપેક્ષાએ મૈત્રી પણ કહેવાય. સમ્યગ્દર્શન અને મિથ્યાદર્શનને સાથે રહેવામાં વિરોધ છે તેમ નિશ્ચય વ્યવહારને વિરોધ નથી, સાથે રહે છે તેથી મૈત્રી કહેવાય. -આત્મધર્મ અંક ૪૪૯, માર્ચ ૧૯૮૧, પૃષ્ઠ ૨૩ (૪૮૦) પ્રશ્ન:- તો શું વ્યવહાર છે જ નહીં? ઉત્ત૨:- વ્યવહાર છે ભલે,−પણ મોક્ષમાર્ગ તેના આધારે નથી. વ્યવહારના Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #159 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫૨: જ્ઞાનગોષ્ઠી આશ્રયે મોક્ષમાર્ગ માનવો તે તો પરદ્રવ્યથી લાભ માનવા જેવું છે. જેમ, પ૨દ્રવ્ય છે માટે સ્વદ્રવ્ય છે-એવી માન્યતામાં સ્વ-પરની એકતાબુદ્ધિરૂપ મિથ્યાત્વ છે, તેમ રાગરૂપ વ્યવહાર છે તો તેને લીધે નિશ્ચય છે-એવી માન્યતામાં સ્વભાવ અને પરભાવની એકતાબુદ્ધિરૂપ મિથ્યાત્વ છે. સાધકને તો સુખ અને સાથે કિંચિત્ દુ:ખ પણ છે, બંને ધારા (એક વધતી ને બીજી ઘટતી) સાથે વર્તે છે; બંને સાથે હોય તેથી શું એકને કારણે બીજું છે? શું દુઃખ છે માટે સુખ છે? ના. બસ! બંને સાથે હોવા છતાં જેમ દુ:ખ છે માટે સુખ છેએમ નથી, તેમ નિશ્ચય અને વ્યવહાર બંને સાથે હોવા છતાં, વ્યવહાર છે માટે નિશ્ચય છે–એમ નથી. વ્યવહારના આશ્રયે બંધન છે, ને નિશ્ચયના આશ્રયે મુક્તિ છે,-એમ બંને ભિન્નભિન્ન સ્વરૂપે વર્તે છે. -આત્મધર્મ અંક ૨૦૬, માગશર ૨૪૮૭, પૃષ્ઠ ૧૩-૧૪ (૪૮૧ ) પ્રશ્ન:- જ્ઞાની વ્યવહારને હેય માને છે તો જ્ઞાનીના વ્યવહારનું ફળ સંસાર કેમ ? ઉત્ત૨:- જ્ઞાનીનો વ્યવહાર પણ રાગ છે અને રાગનું ફળ સંસાર છે. શ્રાવકોને છ આવશ્યક, મુનિઓને પંચ મહાવ્રતનો વિકલ્પ હોય છે, આવે છે, તે નિશ્ચયનો સહચર જાણીને જિનવાણીમાં જણાવ્યું છે, પણ એ રાગનું ફળ સંસાર છે તેમ કહ્યું છે, અને એ શુભરાગથી જે લાભ માને છે, શુભરાગ કરતાં કરતાં ધર્મ થશે તેમ માને છે તેઓ તો મિથ્યાદષ્ટિ છે. -આત્મધર્મ અંક ૪૨૧, નવેમ્બર ૧૯૭૮, પૃષ્ઠ ૨૭ (૪૮૨) પ્રશ્નઃ- જિનવાણીમાં કહેલાં વ્યવહારનું ફળ જો સંસાર છે તો જિનવાણીમાં કહ્યો શું કામ? ઉત્તર:- નિશ્ચય દર્શન-જ્ઞાન-ચારિત્રની સાથે અપૂર્ણદશાના કારણે રાગની મંદતામાં કેવા કેવા પ્રકારનો મંદ રાગ હોય, ચોથા, પાંચમા, છઠ્ઠા ગુણસ્થાનોની ભૂમિકામાં કેવો મંદ રાગ હોય, પૂજા-ભક્તિ, અણુવ્રત, મહાવ્રત આદિ હોય તેનો વ્યવહાર બતાવવા જિનવાણીમાં કહ્યું છે; પણ એ રાગની મંદતાના વ્યવહારનું ફળ તો બંધન ને સંસાર છે. -આત્મધર્મ અંક ૪૨૧, નવેમ્બર ૧૯૭૮, પૃષ્ઠ ૨૬ (૪૮૩) પ્રશ્ન:- શું વ્યવહારનય સર્વથા નિષેધ છે ? Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #160 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates નિશ્ચય-વ્યવહાર: ૧૫૩ ઉત્ત૨:- વ્યવહારનય સર્વથા નિષેધ કરવા યોગ્ય નથી એટલે કે સાધક જીવને અપૂર્ણદશા વર્તતી હોય ત્યારે ભૂમિકા યોગ્ય દયા-દાન-પૂજા-ભક્તિ-યાત્રા-વ્રત-તપ આદિના શુભરાગરૂપ વ્યવહાર આવે છે, હોય છે; આવ્યા વિના રહેતો નથી; તેને તે તે કાળે તે તે ભૂમિકામાં જાણવા યોગ્ય છે, જાણવો પ્રયોજનવાન છે, નિષેધવા યોગ્ય નથી, એટલે કે આદરવા યોગ્ય છે એમ નહિ પણ તે તે ભૂમિકા પ્રમાણે આવતા રાગને જાણવા યોગ્ય છે. -આત્મધર્મ અંક ૪૨૨, ડિસેમ્બર ૧૯૭૮, પૃષ્ઠ ૨૮ (૪૮૪) પ્રશ્ન:- વ્યવહારનો નિષેધ કરવાથી જીવ અશુભમાં ચાલ્યો જશે. ઉત્ત૨:- અરે ભાઈ! જે શુભરાગરૂપ વ્યવહારમાં આવ્યો છે તે અશુભને છોડીને તો આવ્યો છે, હવે તેને સ્વનો –નિશ્ચયનો આશ્રય કરાવવા માટે વ્યવહારનો નિષેધ કરાવે છે ત્યાં અશુભમાં જવાની વાત જ ક્યાં છે? -આત્મધર્મ અંક ૪૦૪, જૂન ૧૯૭૭, પૃષ્ઠ ૨૩ (૪૮૫ ) પ્રશ્ન:- શું વ્યવહારરત્નત્રય મોક્ષનું વાસ્તવિક કારણ નથી? ઉત્ત૨:- જે મોક્ષનું કહેવામાત્ર-કથનમાત્ર કારણ છે એવો વ્યવહા૨ત્નત્રય તો ભવસાગરમાં ડૂબેલા જીવોએ પૂર્વે ભવભવમાં સાંભળ્યો છે અને કર્યો પણ છે. દયાદાન-ભક્તિ-વ્રત-તપ આદિ શુભરાગનો વ્યવહાર તો ભવસાગરમાં ડૂબેલા જીવોએ અનંતવા૨ સાંભળ્યો છે અને આચર્યો છે પણ વ્યવહારત્નત્રય કાંઈક થનમાત્ર મોક્ષનું કારણ છે પરંતુ ખરેખર તો તે બંધનું જ કારણ છે. જે રાગ દુઃખરૂપ છે ઝેરરૂપ છે તે અમૃતરૂપ એવા મોક્ષનું કારણ કેમ હોય? દેવ-શાસ્ત્ર-ગુરુની ભક્તિ પૂજા, જિનમંદિર બંધાવવા, મોટા ગજરથ કાઢવા આદિ બધું તો ભવભવમાં અનંતવાર કર્યું, શાસ્ત્રનું અગિયાર અંગનું જ્ઞાન, નવતત્ત્વની ભેદરૂપ શ્રદ્ધા અને વ્રત-તપ આદિનું આચરણ પૂર્વે અનંતવાર સાંભળ્યું છે અને આચર્યું પણ છે પણ અરેરે! ખેદ છે કે જે સર્વથા એક જ્ઞાનસ્વરૂપ છે એવા ૫૨માત્મતત્ત્વને જીવે કદી સાંભળ્યું નથી, આચર્યું નથી. -આત્મધર્મ અંક ૪૩૫, જાન્યુઆરી ૧૯૮૦, પૃષ્ઠ ૩૨ (૪૮૬) પ્રશ્ન:- વ્યવહારનો બહુ નિષેધ કરવા જેવો નથી એમ પંચ-સંગ્રહમાં કહ્યું છે તેનો શું આશય છે? ઉત્ત૨:- ભગવાનના દર્શન, પૂજન, ભક્તિ, શાસ્ત્ર-શ્રવણ, સ્વાધ્યાય આદિ વ્યવહાર હોય છે. એ વ્યવહારના પરિણામ આવે છે. તેનો નિષેધ કરવા જઈશ તો પછી જિન Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #161 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫૪: જ્ઞાનગોષ્ઠી દર્શન શ્રવણ આદિ કાંઈ રહેતું નથી. પર્યાયમાં પંચમહાવ્રત આદિના પરિણામનો વ્યવહાર હોય છે. નવ દેવના દર્શન ભક્તિ આદિનો વ્યવહાર હોય છે. તેને માને જ નહિ તો તે મિથ્યાદષ્ટિ છે અને તે વ્યવહારથી ધર્મ થાય તેમ માને તોપણ તે મિથ્યાષ્ટિ છે. પર્યાય છે અને પર્યાયમાં અનેક પ્રકારના શુભરાગનો વ્યવહાર છે તેને માને જ નહિ તો મિથ્યાષ્ટિ છે. તીર્થકર ભગવાનના કલ્યાણકોમાં ઇન્દ્રાદિ દેવો કરોડો દેવોની સેના સહિત દર્શન પૂજન આદિ માટે આવે છે. ભલે તે વ્યવહાર છે તો ય, પણ તે ભાવ આવે છે, આવ્યા વિના રહેતો નથી. તે જાણવા યોગ્ય છે, તેને યથાવત્ જાણે જ નહિ તો મિથ્યાદષ્ટિ છે. એક બાજુ કહે કે નિર્મળ ક્ષાયિક પર્યાયનું પણ લક્ષ કરે તો રાગ થાય છે. તેથી તે નિર્મળ પર્યાયને પણ પરદ્રવ્ય કહીને હેય કહી અને બીજી બાજુ શુભરાગનો વ્યવહાર આવે છે. હોય છે, તેને જાણે નહિ માને નહિ તો તે મિથ્યાદષ્ટિ છે. દેવ-શાસ્ત્ર–ગુરુ એ વ્યવહારનયનો વિષય છે, તેને જાણવો તો જોઈએ. ભલે તે આશ્રય યોગ્ય નથી પણ જાણવા યોગ્ય તો બરાબર છે, વ્યવહાર છે તેમ નહિ જાણે તો મિથ્યાષ્ટિ થઈ જશે. જૈનધર્મ અનેકાન્ત છે, તે બરાબર સમજવા જેવો છે, તે નહિ સમજે તો એકાન્ત થઈ જશે. –આત્મધર્મ અંક ૪૩૧, સપ્ટેમ્બર ૧૯૭૯, પૃષ્ઠ ૧૩-૧૪ (૪૮૭) પ્રશ્ન- આગમનો વ્યવહાર અને અધ્યાત્મનો વ્યવહાર એટલે શું? ઉત્તર- સ્વરૂપની દષ્ટિ થતાં જે શુદ્ધ પરિણમન થાય તે અધ્યાત્મનો વ્યવહાર છે અને મહાવ્રત, ત્રણ ગુતિ આદિ શુભરાગ તે આગમનો વ્યવહાર છે. -આત્મધર્મ અંક ૪૪૦, જૂન ૧૯૭૭, પૃષ્ઠ ૨૧ (૪૮૮) પ્રશ્ન- આગમનો વ્યવહાર અને અધ્યાત્મનો વ્યવહાર એટલે શું? ઉત્તર- અધ્યાત્મમાં શુદ્ધ દ્રવ્યને નિશ્ચય કહે છે અને શુદ્ધ પરિણતિને વ્યવહાર કહે છે. આગમમાં શુદ્ધ પરિણતિને નિશ્ચય કહે છે અને તેની સાથે વર્તતા શુભ પરિણામને વ્યવહાર કહે છે. –આત્મધર્મ અંક ૩૯૨, ડિસેમ્બર ૧૯૭૬, પૃષ્ઠ ૧૩ (૪૮૯) પ્રશ્ન- નિશ્ચય તે મુખ્ય છે કે મુખ્ય તે નિશ્ચય છે? ઉત્તર- મુખ્ય છે તે જ નિશ્ચય છે. જો નિશ્ચય તે મુખ્ય હોય તો પર્યાય પણ નિશ્ચય છે તેથી પર્યાય પણ મુખ્ય થઈ જાય, પણ તેમ નથી. મુખ્ય તે જ નિશ્ચય છે અને ગૌણ તે વ્યવહાર છે. (સ્વામિકાર્તિકમાં આ વિષયનો ખુલાસો ઘણો કર્યો છે) શ્રદ્ધામાં Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #162 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates નિશ્ચય-વ્યવહારઃ ૧૫૫ ત્રિકાળી સ્વ-વસ્તુ એક જ મુખ્ય છે. -આત્મધર્મ અંક ૩૯૬, ઓકટોબર ૧૯૭૬, પૃષ્ઠ ૨૧ (૪૯૦) પ્રશ્ન- પાંચ પરાવર્તનમાં જીવ રખડયો છે તે વ્યવહારથી રખડયો છે કે નિશ્ચયથી ? ઉત્તર:- પાંચ પરાવર્તનમાં પોતાના ભાવથી રખડ્યો છે તે નિશ્ચયથી છે. પણ ત્રિકાળી ધ્રુવસ્વભાવની અપેક્ષાથી પાંચ પરાવર્તનના ભાવ પર્યાયમાં હોવાથી પર્યાયને વ્યવહાર કહેવામાં આવે છે. પાંચ પરાવર્તનમાં જીવ રખડ્યો છે તે વ્યવહારથી રખડ્યો છે તેમ નથી, પણ ખરેખર રખડ્યો છે. પ્રવચનસારમાં જીવના વિકારભાવને નિશ્ચય કહેવામાં આવ્યો છે. -આત્મધર્મ અંક ૩૯૬, ઓકટોબર ૧૯૭૬, પૃષ્ઠ ૨૨ (૪૯૧) પ્રશ્ન:- ત્રિકાળી નિષ્ક્રિય ચૈતન્ય તે જ પરમાર્થ જીવ છે. બંધ મોક્ષ પર્યાયને કરે તે તો વ્યવહાર જીવ છે. તો કેટલા પ્રકારના જીવ છે? ઉત્તર- બે પ્રકારના જીવ છે, એક પરમાર્થ જીવ છે ને બીજો વ્યવહાર જીવ છે. પરમાર્થ જીવ તો ત્રિકાળી નિષ્ક્રિય મોક્ષસ્વરૂપ જ છે અને બંધ મોક્ષ રૂપે પર્યાય પરિણમે છે તે વ્યવહાર જીવ છે. -આત્મધર્મ અંક ૩૯૬, ઓકટોબર ૧૯૭૬, પૃષ્ઠ ૧૮ (૪૯૨) પ્રશ્ન- જે ઘરે જવું ન હોય તેને જાણવાનું શું કામ ? તેમ વ્યવહારને છોડવા જેવો છે તો તેને જાણવાનું શું કામ છે? ઉત્તર:- જે ઘરે જવું ન હોય તેને પણ જાણવું જોઈએ. એ ઘર પોતાનું નથી પણ બીજાનું છે તેમ જાણવું જોઈએ. તેમ પર્યાયનો આશ્રય કરવાનો નથી તેથી તેનું જ્ઞાન પણ નહિ કરે તો એકાન્ત થઈ જશે, પ્રમાણજ્ઞાન નહિ થાય. પર્યાયનો આશ્રય છોડવા યોગ્ય હોવા છતાં તેનું જેમ છે તેમ જ્ઞાન તો કરવું પડશે, તો જ નિશ્ચયનયનું જ્ઞાન સાચું થશે. -આત્મધર્મ અંક ૩૯૫, સપ્ટેમ્બર ૧૯૭૬, પૃષ્ઠ ૨૯ (૪૯૩) પ્રશ્ન:- જે વ્યવહાર-નિશ્ચયને બતાવે તેનો કોઈ ઉપકાર ખરો ? ઉત્તર- ના, વ્યવહાર નિશ્ચય સુધી પહોંચાડતો નથી, તેનાથી કાંઈ કાર્યસિદ્ધિ થતી નથી. વ્યવહાર અનુસરવા લાયક નથી. દર્શન-જ્ઞાન-ચારિત્રનો ભેદ પાડીને સમજાવવો પડે છે. ને ભેદથી આત્મા સમજવો પડે છે એટલો વ્યવહાર હોય જ છે, તોપણ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #163 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫૬: જ્ઞાનગોષ્ઠી તે અનુસરવા લાયક ચીજ નથી એક જ્ઞાયકને જ લક્ષમાં લેવા જેવો છે. -આત્મધર્મ અંક ૩૯૧, મે ૧૯૭૬, પૃષ્ઠ ૨૫ (૪૯૪) પ્રશ્ન:- વ્યવહાર પ્રતિક્રમણ ક્યારે સફળ કહેવાય ? ઉત્ત૨:- જિનેન્દ્ર ભગવાન એક કહે છે કે અમારા વીતરાગ સંતોએ શાસ્ત્રોમાં દ્રવ્યશ્રુતાત્મક વ્યવહાર પ્રતિક્રમણ આદિ કહ્યાં છે તેને સાંભળીને, તેને જાણીને સકળ સંયમની ભાવના કરે છે તેને વ્યવહાર પ્રતિક્રમણનું જાણપણાનું સફળપણું છે સાર્થકપણું છે. પ્રતિક્રમણ આદિ જેટલા પ્રકારના વ્યવહાર શાસ્ત્રમાં કહ્યાં છે તે બધો વ્યવહાર બંધનું કારણ છે, એને છોડીને અંદર આનંદ સ્વરૂપમાં જાય તેને વ્યવહારનું સફળપણું કહેવાય. જેટલા ક્રિયાકાંડ-વ્યવહાર કહેવામાં આવે છે તેને છોડીને શુદ્ધસ્વરૂપના અનુભવમાં જાય તો તેને વ્યવહાર જાણવાનું સફળપણું થયું કહેવાય. પણ જે શુદ્ધ સ્વરૂપ સન્મુખ થતો નથી અને એકલા વ્યવહારમાં જ રહે ને આત્માના આનંદ સ્વરૂપમાં ન જાય તો તેનો વ્યવહાર એકલો સંસારમાં રખડવાનું કારણ છે. -આત્મધર્મ અંક ૪૩૮, એપ્રિલ ૧૯૮૦, પૃષ્ઠ ૪૧-૪૨ (૪૯૫) પ્રશ્ન:- વ્યવહારથી નિશ્ચય થાય એમ અહીં કહ્યું ? ઉત્ત૨ઃ- વ્યવહારથી નિશ્ચય થાય એમ કહ્યું નથી પણ વ્યવહારને જાણીને એનું લક્ષ છોડીને નિશ્ચય આનંદ સ્વરૂપમાં જવાનું કહ્યું છે. વ્યવહાર છોડીને આનંદ સ્વરૂપ આત્મામાં જાય-વીતરાગ સ્વરૂપ આત્મામાં જાય તેને વ્યવહાર જાણવાનું સફળપણું કહ્યું છે. જે વીતરાગ સ્વરૂપ આત્મામાં ઢળે છે તેના વ્યવહારને નિમિત્તપણું કહ્યું છે. પણ જે વ્યવહારમાં જ ઊભો રહે અને નિશ્ચય સ્વરૂપમાં જાય નહિ તેને વ્યવહારનું સફળપણું થતું નથી અને તેના વ્યવહારને વ્યવહાર પણ કહેવાતો નથી. ભગવાનની ભક્તિ કરે, દયા-દાન કરે, જાત્રા કરે, મંદિર બંધાવે સાચા મુનિઓને સાંભળે પણ એનાથી ધર્મ થતો નથી. એ બધા શુભ ભાવો છે. -આત્મધર્મ અંક ૪૩૮, એપ્રિલ ૧૯૮૦, પૃષ્ઠ ૪૨ (૪૯૬) પ્રશ્ન:- લાગેલા દોષોનું પ્રતિક્રમણ આદિ કરવાથી આત્મા શુદ્ધ થઈ જાય છે, તો પછી પ્રથમથી જ શુદ્ધાત્માના આલંબનનો ખેદ શું કામ કરવો? ઉત્ત૨:- શુદ્ધાત્માના ભાન વિનાના વ્યવહાર પ્રતિક્રમણ આદિ છે તે દોષને Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #164 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates નિશ્ચય-વ્યવહાર: ૧૫૭ ઘટાડવા-ટાળવા સમર્થ નથી. કેમ કે આત્માનું આલંબન આવ્યું નથી તેને તો રાગમાં એકતાબુદ્ધિ પડી હોવાથી તેના શુભરાગના ક્રિયાકાંડ એકલા દોષરૂપ જ છે, એ દોષ મટાડવા સમર્થ નથી. અજ્ઞાનીના અપ્રતિક્રમણ આદિ તો પાપરૂપ વિષકુંભ જ છે અને શુભરાગરૂપ પ્રતિક્રમણ આદિ પણ આત્માનું આલંબન નથી તેથી તેને તો તે વિષકુંભ જ છે. જ્ઞાનીના પ્રતિક્રમણ આદિને આત્માનું આલંબન હોવાથી વ્યવહારનયે જ અમૃતકુંભ કહ્યાં છે જ્ઞાનીને સ્વરૂપમાં સ્થિર રહી શકાય નહિ ત્યારે અશુભથી બચવા શુભરાગ આવે છે. આ ચાર શાસ્ત્રોમાં જેટલા શુભક્રિયાકાંડની વાત આવે છે તેને વ્યવહારનયે જ અમૃતરૂપ કહેવાય છે પણ નિશ્ચયનયે તો ઝેરરૂપ જ છે-બંધરૂપ જ છે. -આત્મધર્મ અંક ૪૩૯, મે ૧૯૮૦, પૃષ્ઠ ૨૮ (૪૯૭) પ્રશ્ન:- જ્ઞાનીના વ્યવહાર પ્રતિક્રમણ પણ બંધનું કારણ છે, એમ કહેવાનું પ્રયોજન શું? ઉત્તર- નિશ્ચયર્દષ્ટિવાળા જ્ઞાનીના વ્યવહાર પ્રતિક્રમણ આદિ પણ બંધનું કારણ છે તેમ કહીને વ્યવહારનું આલંબન છોડાવ્યું છે. જિનેન્દ્રનું સ્મરણ, ભક્તિ, સ્વાધ્યાય, મંદિર કરવું, પ્રતિષ્ઠા કરવી, શાસ્ત્રો બનાવવા, વ્રત, તપ આદિના અનેક પ્રકારના શુભ-આલંબનમાં ચિત્તનું ભ્રમણ થયા કરતું હોવાથી તેનું આલંબન પણ છોડાવી શુદ્ધ સ્વરૂપના થાંભલે ચિત્તને બાંધ્યું છે-શુદ્ધ સ્વરૂપનું આલંબન કરાવ્યું છે. –આત્મધર્મ અંક ૪૩૯, મે ૧૯૮૦, પૃષ્ઠ ૨૮-૨૯ (૪૯૮) પ્રશ્ન:- પંચાસ્તિકાયની ૧૭૨ મી ગાથામાં તો એમ કહ્યું છે કે ભિન્ન સાધ્યસાધનરૂપ વ્યવહારને ન માને તો મિથ્યાષ્ટિ છે-તેનો અર્થ શું છે? ઉત્તર- સાધક અવસ્થામાં શુદ્ધતાના અંશની સાથે ભૂમિકા પ્રમાણે શુભરાગ પણ આવે છે તેનું ત્યાં જ્ઞાન કરાવ્યું છે, અને ઉપચારથી તે રાગને વ્યવહાર સાધન કહ્યું છે. તે વ્યવહારનાં આશ્રયે નિશ્ચય પમાય એવો તેનો આશય નથી પણ સાધકને તે બંને સાધન એક સાથે વર્તે છે તેનું જ્ઞાન કરાવવા માટે તે કથન છે. સાધકને તે બંને વર્તે છે એમ ન માને તો તે મિથ્યાષ્ટિ છે એમ સમજવું, પણ રાગાદિ વ્યવહારસાધનના અવલંબનથી નિશ્ચયસાધન પમાઈ જશે એમ ન સમજવું. -આત્મધર્મ અંક ૪૧૨, ફેબ્રુઆરી ૧૯૭૮, પૃષ્ઠ ૨૯ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #165 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫૮: જ્ઞાનગોષ્ઠી (૪૯૯) પ્રશ્ન:- ભગવાને કહેલા વ્યવહારનું પાલન કરવા છતાં અભવીને આત્માનું આલંબન જ નથી? અને તિર્યંચસમ્યગ્દષ્ટિને વ્યવહાર નથી છતાં આત્માનું આલંબન છે? ઉત્તર- હા. અહીં ખૂબી તો એ છે કે વ્યવહાર પણ ભગવાન જિનેન્દ્ર જોયો છે અને તેમણે કહ્યો છે તેવા વ્યવહારનું પાલન કરવા છતાં આત્માનો આશ્રય લેતો નથી તેને નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટ થતા નથી. બીજાએ કહેલા વ્યવહારની તો વાત નથી. સર્વજ્ઞ ભગવાને કહેલા વ્યવહારનો પણ નિશ્ચયમાં નિષેધ થાય છે. –આત્મધર્મ અંક ૩૯૧, મે ૧૯૭૬, પૃષ્ઠ ૨૯-૩૦ (૫૦૦) પ્રશ્ન:- નિશ્ચય વડે વ્યવહારનો નિષેધ થાય છે એટલે વ્યવહાર નિષેધ છે એમ કરીને વ્યવહાર છોડી દે અને નિશ્ચય આવે નહીં તો? ઉત્તર:- આ બાજુ અંદરમાં ઢળે છે એટલે વ્યવહાર હય થઈ જાય છે. હેય કરું કરું એમ કરે એ તો વિકલ્પ છે. નિશ્ચયમાં ઢળતા વ્યવહારમાં હેય રૂપ થઈ જાય છે નિષેધ સહજ થાય છે. -આત્મધર્મ અંક ૩૯૧, મે ૧૯૭૬, પૃષ્ઠ ૨૯ (૫૦૧) પ્રશ્ન-નિશ્ચયનય કેટલા પ્રકારના કહેવાય છે? ઉત્તર:- ખરેખર તો ત્રિકાળીદ્રવ્ય તે જ નિશ્ચય છે, રાગને જ્યારે વ્યવહાર કહેવો હોય ત્યારે નિર્મળ પર્યાયને તેનાથી ભિન્ન બતાવી તેને નિશ્ચય કહેવાય છે. કર્મને વ્યવહાર કહેવો હોય ત્યારે રાગને નિશ્ચય કહેવાય અનુભૂતિની પર્યાય તે વ્યવહાર છે છતાં દ્રવ્ય તરફ ઢળી છે તેથી તેને નિશ્ચય કહીને અનુભૂતિને જ આત્મા કહ્યો છે એમ અપેક્ષાથી નિશ્ચયનયના ઘણા પ્રકાર પડે છે. -આત્મધર્મ અંક ૩૯૧, મે ૧૯૭૬, પૃષ્ઠ ૨૯ (૫૦૨) પ્રશ્ન- મુક્તિ અને સંસારમાં અંતર નથી-એમ ક્યો પુરુષ કહી શકે ? અને કઈ નથી કહે છે? ઉત્તરઃ- શુદ્ધનિશ્ચયનયના બળથી વ્યવહારનયને હેય કહ્યો છે, તે હેયરૂપ વ્યવહારનયના વિષયમાં ઉદય આદિ ચાર ભાવો આવી જાય છે. ચૌદ જીવસ્થાનો અને ચૌદ માર્ગણાસ્થાનો અને ચૌદ ગુણસ્થાનો પણ આવી જાય છે. એ બધાને શુદ્ધ નિશ્ચયનયના બળથી હેય ગણવામાં આવે છે. અરે ! સંસાર અને મોક્ષ એ બધી પર્યાયો હોવાથી Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #166 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates નિશ્ચય-વ્યવહાર: ૧૫૯ ત્રિકાળી શુદ્ધ જીવ વસ્તુમાં તેનો અભાવ હોવાથી તેને વ્યવહા૨ જીવ ગણીને હૈય કહ્યાં છે. આહાહા! ગજબ વાત કરી છે. નિમિત્તને તો ૫૨ સ્વભાવ ગણી ૫૨ દ્રવ્ય ગણીને હેય કહેવામાં આવે છે અને રાગને પણ પરસ્વભાવ ગણી પરદ્રવ્ય ગણીને હૈય કહેવામાં આવે છે પણ અહીં નિયમસાર ગાથા ૫૦માં તો નિર્મળ પર્યાયને પણ પરસ્વભાવ કહી ૫૨દ્રવ્ય કહીને તૈય કહી છે. આહાહા! આચાર્યદેવે અંતરના મૂળ માખણની વાત ખુલ્લી કરી દીધી છે. નિર્મળ પર્યાય ઉપર લક્ષ જતાં વિકલ્પ ઉઠે છે, તેથી તેનું લક્ષ છોડાવવાના હેતુથી તેને પ૨સ્વભાવ ને ૫દ્રવ્ય કહીને હૈય કહી છે. -આત્મધર્મ અંક ૪૧૭, એપ્રિલ ૧૯૭૮, પૃષ્ઠ ૨૨ (૫૦૩) પ્રશ્ન:- સમયસારની ટીકા કરવાથી મલિનતા નાશ થાય છે? ઉત્ત૨:- ટીકા કરવાના વિકલ્પથી મલિનતા નાશ થતી નથી પણ ટીકાના કાળમાં દૃષ્ટિના જોરથી અંત૨માં એકાગ્રતા વધતી જાય છે તેનાથી મલિનતા નાશ થાય છે તેનો ઉપચાર કરીને ટીકાથી મલિનતા નાશ થાય છે તેમ વ્યવહારથી કહ્યું છે. -આત્મધર્મ અંક ૪૨૫, જાન્યુઆરી ૧૯૮૦, પૃષ્ઠ ૩૦ (૫૦૪) પ્રશ્ન:- નિશ્ચય શ્રુતકેવળી કોને કહે છે? ઉત્ત૨:- દર્શન-જ્ઞાન-ચારિત્રથી જે આત્માને અનુભવે છે તે નિશ્ચય શ્રુતકેવળી છે. જેમાંથી કેવળજ્ઞાન પ્રગટ થવાનું છે એવા આત્માને જેણે સ્વાનુભવથી જાણ્યો તે ૫રમાર્થે શ્રુતકેવળી છે તેને અલ્પકાળમાં કેવળજ્ઞાન ચોક્કસ થવાનું છે, તેથી તેને ૫રમાર્થે શ્રુતકેવળી કહ્યો છે અને એ આત્માને જાણનાર જે શ્રુતજ્ઞાનપર્યાય છે જેમાં જ્ઞાન તે આત્મા એવો ભેદ પડે છે તે જ્ઞાનપર્યાયને વ્યવહાર શ્રુતકેવળી કહે છે, જે જ્ઞાનપર્યાય સર્વને જાણે છે તે સ્વ-૫૨ને જાણનારી જ્ઞાનપર્યાય સર્વ શ્રુતજ્ઞાન છે–તેને વ્યવહાર શ્રુતકેવળી કહે છે. -આત્મધર્મ અંક ૪૨૧, નવેમ્બર ૧૯૭૮, પૃષ્ઠ ૨૫ (૫૦૫ ) પ્રશ્ન:- આસ્રવો વ્યવહારશેય ક્યારે થાય ? ઉત્ત૨:- આસ્રવભાવો અશુચિરૂપ છે ને આત્મા પવિત્ર છે. આસવનો એક અંશ પણ સ્વભાવને રોકે છે તેથી તે આત્માના સ્વભાવથી વિપરીત છે. આત્માનો સ્વભાવ સ્વ-પરને જાણનાર છે તેથી તે ચેતનસ્વભાવ છે અને આસવો પોતે કાંઈ જાણતા નથી તેથી તે જડસ્વભાવ છે. આસ્રવો તો બીજા વડે જ્ઞેય થવા યોગ્ય છે. અહીં ‘આસવો બીજાવડે જ્ઞેય થવા યોગ્ય છે' એમ કહીને આસવોને આત્માના વ્યવહારશેય તરીકે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #167 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬O: જ્ઞાનગોષ્ઠી સિદ્ધ કર્યા છે. તે આગ્નવો ખરેખર વ્યવહારશેય ક્યારે થાય ? જ્યારે આત્મા આસ્રવોથી ભિન્ન પોતાના સ્વભાવને જાણીને, આસ્રવોથી પાછો ફરીને સ્વભાવ તરફ વળ્યો ત્યારે તેની સ્વ-પર પ્રકાશક જ્ઞાન શક્તિ ખીલી, તે જ્ઞાનશક્તિ ખીલતાં આસૂવોને પોતાથી ભિન્ન જાણ્યા એટલે કે આસ્રવો પણ પરશેય થઈ ગયા, તેથી તે વ્યવહારશેય થયું. આસ્રવ તે હું-એવી પર્યાયબુદ્ધિથી સ્વ-પર જ્ઞાનશક્તિ ખીલતી નથી એટલે આગ્નવો વ્યવહારશેય થતા નથી. આસ્રવોથી જુદો પડયા વગર આગ્નવોને વ્યવહારશેય કરશે કોણ ? જેણે પરમાર્થજ્ઞય તરીકે આત્માને લક્ષમાં લીધો છે તે આગ્નવોને વ્યવહારજ્ઞય તરીકે જાણે છે. -આત્મધર્મ અંક ૮૨, શ્રાવણ ૨૪૭૬, પૃષ્ઠ ૨૧૫ જ્ઞાની માને જાણીને (દોહા ) શ્રી ગુરુ પરમ દયાળ થઈ દિયો સત્ય ઉપદેશ, જ્ઞાની માને જાણીને, મૂઢ રહે છે કલેશ. ૬ (કવિત્ત-સવૈયા મનહર ૩૧ વર્ણ) કોઈ નર નિશ્ચયથી આતમાને શુદ્ધ માની, થયા છે સ્વછંદ ન પિછાને નિજ શુદ્ધતા; કોઈ વ્યવહાર દાન તપ શીલ ભાવને જ, આતમાનું હિત માની છાંડે નહિ મૂઢતા; કોઈ વ્યવહારનય-નિશ્ચયના મારગને, ભિન્નભિન્ન જાણીને કહે છે નિજ ઉદ્ધતા; જાણે જ્યારે નિશ્ચયના ભેદ વ્યવહાર સહુ, કારણને ઉપચાર માને ત્યારે બુદ્ધતા. શ્રીમદ્ અમૃતચંદ્રાચાર્યદેવ વિરચિત પુરુષાર્થસિદ્ધિ-ઉપાય આચાર્યકલ્પ શ્રી પં. ટોડરમલ્લજીકૃત ભાષાવચનિકા છંદ ૬-૫ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #168 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૩) પ્રમાણ-નય (૫૦૬) પ્રશ્ન:- દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનય કોને જાણે છે? ઉત્તર- વર્તમાન પર્યાયને જોનારી દષ્ટિ તે પર્યાયદષ્ટિ છે. અને ત્રિકાળી સ્વભાવને જોનારી દષ્ટિ તે દ્રવ્યદષ્ટિ છે. જે ત્રિકાળી દ્રવ્ય સ્વભાવને જાણે અને કહે તે દ્રવ્યાર્થિકાય છે. તેમાં ત્રિકાળી દ્રવ્યને જાણનાર જ્ઞાન છે તે અંતરંગનય (અર્થનય અથવા ભાવનય) છે, અને તેને કહેનાર વચન તે બહિર્નય (-વચનાત્મકનય અર્થાત્ શબ્દનય ) કહેવાય છે; અને જે જ્ઞાન વર્તમાન પર્યાયને જાણે છે તે જ્ઞાનને અને તેને કહેનાર વચનને પર્યાયાર્થિક નય કહેવાય છે. તેમાં પર્યાયને જાણનારું જ્ઞાન તે અંતરંગનય છે અને તેને કહેનાર વચન તે બહિર્નય છે. સિદ્ધદશાને જાણનારું જ્ઞાન તે પર્યાયાર્થિકાય છે, પરંતુ સિદ્ધદશા પ્રગટવાનો ઉપાય પર્યાયદષ્ટિ નથી. દ્રવ્યદષ્ટિ તે જ સિદ્ધદશા પ્રગટવાનો ઉપાય છે. પણ જે સિદ્ધદશા પ્રગટે તેને જાણનાર તો પર્યાયાર્થિકનય છે. –આત્મધર્મ અંક ૫૧, પોપ ૨૪૭૪, પૃષ્ઠ ૩૬-૩૭ (૫૦૭). પ્રશ્ન:- દ્રવ્યાર્થિકનય દ્રવ્યને મુખ્ય કરીને જાણે છે, અહીં “દ્રવ્ય” એટલે શું? ઉત્તર- દ્રવ્ય અને પર્યાય બંને ભેગું થઈને દ્રવ્ય કહેવાય છે તે નહિ, અર્થાત્ ગુણ-પર્યાયનો પિંડ તે દ્રવ્ય-એ અપેક્ષા અહીં નથી; પણ અહીં તો વર્તમાન અંશને ગૌણ કરીને ત્રિકાળ શક્તિ તે દ્રવ્ય છે, તે સામાન્યસ્વભાવ છે, અને વર્તમાન અંશ તે વિશેષ છે-પર્યાય છે. એ બે થઈને આખું દ્રવ્ય તે પ્રમાણનો વિષય છે. અને તેમાંથી સામાન્યસ્વભાવ તે દ્રવ્યાર્થિકનયનો વિષય છે, વિશેષ પર્યાય તે પર્યાયાર્થિકનયનો વિષય છે. તેમાંથી દ્રવ્યાર્થિકનયની દષ્ટિમાં પર્યાય ગૌણ છે એટલે તે નયની દષ્ટિમાં સિદ્ધદશા Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #169 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬: જ્ઞાનગોષ્ઠી પ્રગટી એ વાત ન આવે; ત્રિકાળ શુદ્ધ જ્ઞાનસ્વભાવ છે તે દ્રવ્યદૃષ્ટિનો વિષય છે, અને તેના જ આશ્રયે નિર્મળપર્યાય પ્રગટે છે. દ્રવ્યનો વિશ્વાસ કરવાથી જ પર્યાયમાં નિર્મળ કાર્ય થાય છે. -આત્મધર્મ અંક ૫૧, પોષ ૨૪૭૪, પૃષ્ઠ ૩૭ (૫૦૮) પ્રશ્ન:- દ્રવ્યનય અને દ્રવ્યાર્થિકનયના વિષયમાં શું ફેર છે? ઉત્તર:- જે દ્રવ્યનય કહ્યો તેનો વિષય તો એક જ ધર્મ છે અને સમયસારાદિમાં દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક એવા બે જ મુખ્ય નયો લીધા છે તેમાં જે દ્રવ્યાર્થિકનય છે તેનો વિષય તો અભેદદ્રવ્ય છે; અહીં કહેલો દ્રવ્યનય તો વસ્તુમાં ભેદ પાડીને તેના એક ધર્મને લક્ષમાં લ્ય છે ને દ્રવ્યાર્થિકનય તો ભેદ પાડયા વગર, વર્તમાન પર્યાયને ગૌણ કરીને અભેદ દ્રવ્યને લક્ષમાં લ્ય છે-એ રીતે બંનેના વિષયમાં ઘણો ફેર છે. સમયસારમાં કહેલાં શુદ્ધ નિશ્ચયનયનો જે વિષય છે તે આ દ્રવ્યનયનો વિષય નથી; તે નિશ્ચયનયનો વિષય તો વર્તમાન અંશને તથા ભેદને ગૌણ કરીને આખો અનંત ગુણોનો પિંડ છે, ને આ દ્રવ્યનય તો અનંત ધર્મોમાંથી એક ધર્મનો ભેદ પાડીને વિષય કરે છે. નયપ્રજ્ઞાપન પૃષ્ઠ ૨૩ઃ આત્મધર્મ અંક ૯૪, શ્રાવણ ૨૪૭૭, પૃષ્ઠ ૨૨૨-૨૨૩ (૫૦૯) પ્રશ્ન:- શ્રુતજ્ઞાનમાં જ નય કેમ?–બીજા જ્ઞાનમાં કેમ નહિ? ઉત્તર:- મતિ, શ્રુત, અવધિ, મન:પર્યય અને કેવળ-એ પાંચ પ્રકારના જ્ઞાનમાં અવધિ,-મન:પર્યય અને કેવળજ્ઞાન તો પ્રત્યક્ષ છે ને મતિ તથા શ્રુતજ્ઞાન પરોક્ષ છે; હવે નય તો પરોક્ષજ્ઞાન છે. પ્રત્યક્ષ જ્ઞાનનો અંશ તો પ્રત્યક્ષ જ હોય એટલે તેમાં નય ન હોય. કેવળજ્ઞાન પૂર્ણ સ્પષ્ટ પ્રત્યક્ષ છે તેમજ અવધિ અને મન:પર્યયજ્ઞાન પણ પોતપોતાના વિષયમાં પ્રત્યક્ષ છે, તેથી તે પ્રત્યક્ષ જ્ઞાનોમાં પરોક્ષરૂપ નય હોતા નથી. મતિજ્ઞાન જોકે પરોક્ષ છે, પણ તેનો વિષય અલ્પ છે, તે માત્ર સાંપ્રતિક એટલે વર્તમાન પદાર્થને જ વિષય કરે છે, સર્વક્ષેત્ર અને સર્વકાળવર્તી પદાર્થોને તે ગ્રહણ કરતું નથી તેથી તેમાંય નય પડતા નથી કેમકે પૂરા પદાર્થના જ્ઞાનપૂર્વક તેમાં ભાગ પાડીને જાણે તેને નય કહેવાય. શ્રુતજ્ઞાન પોતાના વિષયભૂત સમસ્ત ક્ષેત્ર-કાળવર્તી પદાર્થને પરોક્ષપણે ગ્રહણ કરે છે, તેથી તેમાં જ નય પડે છે. શ્રુતજ્ઞાનમાં પણ જેટલું અસંવેદન પ્રત્યક્ષ થઈ ગયું છે તેટલું તો પ્રમાણ જ છે, ને જેટલું પરોક્ષપણું રહ્યું છે તેમાં નય પડે છે. શ્રુતજ્ઞાન સર્વથા પરોક્ષ જ નથી, સંવેદનમાં તે અંશે પ્રત્યક્ષ છે; એવા સ્વસંવેદન પૂર્વક જ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #170 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ્રમાણ-નય: ૧૬૩ સાચા નયો હોય છે. શ્રુતજ્ઞાન કેવળજ્ઞાનની જેમ સકલ પદાર્થોને ભલે ન જાણે, પણ પોતાના વિષયને યોગ્ય પદાર્થને સકળ કાળ ક્ષેત્ર સહિત પૂરો ગ્રહણ કરે છે, ને તેમાં એકદેશરૂપ નય હોય છે. -આત્મધર્મ અંક ૯૭, કારતક ૨૪૭૮, પૃષ્ઠ ૧૮ (૫૧૦) પ્રશ્ન- શ્રુતજ્ઞાન ત્રિકાળી પદાર્થને પરોક્ષ જાણે છે તેથી તેમાં જ નય હોય છેઆમ કહ્યું છે, શું તેમાં કોઈ રહસ્ય છે? ઉત્તર:- હા રહસ્ય છે; તેમાંથી એવો ન્યાય નીકળે છે કે દ્રવ્યાર્થિકનાં મુખ્ય છે ને પર્યાયાર્થિકનય ગૌણ છે. ત્રિકાળી પદાર્થનું જ્ઞાન હોય તો જ તેના અંશના જ્ઞાનને પર્યાયાર્થિકનય કહેવાયો જ્યારે દ્રવ્યાર્થિકનયથી ત્રિકાળી દ્રવ્યને જાણ્યું ત્યારે તેના પર્યાયરૂપ અંશને જાણનાર જ્ઞાનને પર્યાયાર્થિકનય કહેવાયો. ત્રિકાળી દ્રવ્યની સન્મુખ થઈને તેને જાણ્યું ત્યારે જ તેના અંશના જ્ઞાનને વ્યવહારનય કહેવાયો. ત્રિકાળીના જ્ઞાન વગર અંશના જ્ઞાનરૂપ વ્યવહારનય હોય નહિ. એટલે એ વાત નક્કી થઈ કે નિશ્ચય વિના વ્યવહાર નહિ, દ્રવ્યના જ્ઞાન વિના પર્યાયનું જ્ઞાન નહિ. વ્યવહારનય તો અંશને જાણે છે, અંશ કોનો? કે ત્રિકાળી પદાર્થનો તો તે ત્રિકાળી પદાર્થના જ્ઞાન વિના અંશનું જ્ઞાન યથાર્થ થાય નહિ. શ્રુતજ્ઞાન પણ ત્રિકાળી દ્રવ્યસ્વભાવ તરફ વળે તો જ તેમાં નય હોય છે. ત્રિકાળીના જ્ઞાન વગર એકલી પર્યાયને કે ભેદને જાણવા જાય તો ત્યાં પર્યાયબુદ્ધિનું એકાંત થઈ જાય છે, મિથ્યાત્વ થઈ જાય છે, તેમાં નય હોતા નથી. આત્મા નિત્ય છે, શુદ્ધ છે–એવું જાણનાર નયો ત્રિકાળી પદાર્થના જ્ઞાન વિના હોય નહિ. અને શુદ્ધતા, નિત્યતા વગેરેને જાણ્યા વગર એકલી અશુદ્ધતાને કે અનિત્યતાને જાણવા જાય તો ત્યાં એકાંત મિથ્યાત્વ થઈ જાય છે, એટલે ત્યાં વ્યવહારનય પણ હોતો નથી. -આત્મધર્મ અંક ૯૭, કારતક ૨૪૭૮, પૃષ્ઠ ૧૮ (૫૧૧) પ્રશ્ન- મતિશ્રુતજ્ઞાની આત્માને પ્રત્યક્ષ અનુભવે છે તેમ કહ્યું છે અને તત્ત્વાર્થસૂત્રમાં તો મતિશ્રુતજ્ઞાનને પરોક્ષ કહ્યું છે ને ? ઉત્તર- પ્રત્યક્ષ જાણવું એ તો આત્માનો સ્વભાવ છે. અનુભવમાં સમકિતી આત્માને (અનુભવની અપેક્ષાએ) પ્રત્યક્ષ જાણે છે. જાણવાની અપેક્ષાએ પરોક્ષ છે. -આત્મધર્મ અંક ૪૦૯, નવેમ્બર ૧૯૭૭, પૃષ્ઠ ૧૩ (૫૧૨). પ્રશ્ન:- “પ્રમાણજ્ઞાનના લોભથી નિશ્ચયમાં આવી શકતો નથી” એ કથનનો શું આશય છે? Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #171 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬૪: જ્ઞાનગોષ્ઠી ઉત્તર:- પ્રમાણજ્ઞાનના લોભથી નિશ્ચયમાં આવી શકતો નથી ત્યાં એમ કહેવું છે કે, અજ્ઞાની પર્યાયનું અને દ્રવ્યનું જ્ઞાન કરવા જાય છે ત્યાં અનાદિના અભ્યાસથી પર્યાયમાં અહંપણાનું જોર રહેવાથી દ્રવ્યનું જ્ઞાન સાચું થતું નથી. અજ્ઞાનીને એમ થાય છે કે પર્યાય છે ને! પર્યાય છે તો ખરી ને! એમ પર્યાય ઉપર જોર આપવાથી દ્રવ્ય ઉપર જોર આપી શકતો નથી અને તેથી અંદરમાં ઢળી શકતો નથી. પર્યાય નહિ માનું તો એકાંત થઈ જશે એવો ભય રહે છે. આ રીતે પ્રમાણજ્ઞાનના લોભથી પર્યાયને ગૌણ કરી દ્રવ્યસન્મુખ ઢળી શકતો નથી. દ્રવ્ય પર્યાયનો દાતા નથી તેમ યોગસારમાં આવે છે. એ કથન દ્રવ્યાર્થિકનયનું છે અને દ્રવ્ય પર્યાયરૂપે પરિણમે છે એ કથન પર્યાયાર્થિકનયનું છે. ત્યાં પણ દ્રવ્યસામાન્ય તો સામાન્યરૂપે જ રહ્યું છે. પણ દ્રવ્યનો એક ધર્મ વિશેષપણે પરિણમવાનો છે તેથી દ્રવ્ય પરિણમે છે તેમ કહ્યું છે. સમયસાર ગાથા ૫૦ થી પ૫ માં અનુભૂતિને આત્મા કહ્યો છે ત્યાં જેટલા વિકલ્પો ઉઠે છે તેનાથી ભિન્ન અને સ્વથી અભિન કહેવું છે, તેથી અનુભૂતિની નિર્મળ પર્યાયને આત્મા કહ્યો છે. પણ જ્યારે એ અનુભૂતિ કેમ પ્રગટે છે તે બતાવવું હોય ત્યારે તો ત્રિકાળી ધ્રુવ ચૈતન્ય તે સ્વ છે ને તેનો આશ્રય કરનાર પર્યાય તે પર છે; ભિન્ન છે તેમ નિયમસાર ગાથા ૫૦માં કહ્યું છે. એ અનુભૂતિની નિર્મળ પર્યાય ધ્રુવ દ્રવ્યને સ્પર્શતી નથી ને ધ્રુવ દ્રવ્ય અનુભૂતિને સ્પર્શતું નથી. અહો! આ તો પરમ અધ્યાત્મના અંદરના ગંભીર સૂક્ષ્મ ભાવો છે. જાણનક્રિયા અને ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય એ એક બીજાને સ્પર્શતાં નથી, છતાં જાણનક્રિયાનો આધાર આત્મદ્રવ્ય છે. -આત્મધર્મ અંક ૩૮૬, ડિસેમ્બર ૧૯૭૫, પૃષ્ઠ ૩ર (૫૧૩) પ્રશ્ન:- સાચું અને સર્વાગી હોવા છતાં પણ પ્રમાણજ્ઞાન પૂજ્ય નથી, અને નિશ્ચયનય પૂજ્ય છે, તેનું શું કારણ? ઉત્તર:- આત્મા દ્રવ્ય-ગુણ-પર્યાય સ્વરૂપ છે એમ પહેલાં જ્ઞાનમાં જાણવું જોઈએ. ભલે તે ભેદ-કથનનું જ્ઞાન તે સમ્યક જ્ઞાન નથી, છતાં પહેલાં એ જાણવું તે જ્ઞાનનું અંગ છે. સમ્યક થતાં પહેલાં તે આવે છે. દ્રવ્ય-ગુણ-પર્યાય સહિતનું દ્રવ્ય તે આખી વસ્તુ પ્રમાણજ્ઞાનનો વિષય છે. પહેલાં જ્ઞાનમાં તેને જાણવું જોઈએ. પ્રમાણજ્ઞાનમાં દ્રવ્ય-પર્યાય બે આવે છે તેથી તે વ્યવહારનયનો વિષય હોવાથી પૂજ્ય નથી. નિશ્ચયનયનો વિષય એક ત્રિકાળી શુદ્ધાત્મા છે તેથી નિશ્ચયનયને પૂજ્ય કહ્યું છે દ્રવ્ય-ગુણ-પર્યાયમાં વસ્તુ વ્યાસ હોવા છતાં શુદ્ધનય એકરૂપ શુદ્ધાત્માને બતાવે છે કે એક Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #172 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ્રમાણ-નય: ૧૬૫ પ્રત્યક્ષ પ્રતિભાસરૂપ સકલ નિરાવરણ નિત્ય નિરંજન નિજ શુદ્ધાત્મદ્રવ્ય તે જ હું છું. દ્રવ્ય-ગુણ-પર્યાયમય વસ્તુ હોવા છતાં આશ્રય કરવા માટે શુદ્ધાત્મા જ એક છે તેમ શુદ્ધનય નિર્ણય કરાવે છે. -આત્મધર્મ અંક ૪૨૨, ડિસેમ્બર ૧૯૭૮, પૃષ્ઠ ૨૬ (૫૧૪) પ્રશ્ન- ધ્રુવદ્રવ્યથી પ્રમાણ મોટું છે કે નાનું? ઉત્તર- પ્રમાણમાં વ્યવહારનો નિષેધ આવતો નથી માટે તે પૂજ્ય નથી. ધ્રુવ છે તે આશ્રયયોગ્ય છે તેથી તે પૂજ્ય છે, તેથી મોટું છે. એકલો ત્રિકાળી ભગવાન દષ્ટિમાં આવે છે તેથી તે પૂજ્ય છે ને મોટું છે. -આત્મધર્મ અંક ૪૦૧, માર્ચ ૧૯૭૭, પૃષ્ઠ 10 (૫૧૫) પ્રશ્ન:- સ્વ-પરપ્રકાશક જ્ઞાનને પ્રમાણ કહ્યું છે, તે કઈ રીતે? છદ્મસ્થને તો કાંઈ સ્વપરનો એક સાથે ઉપયોગ હોતો નથી ? ઉત્તર- પ્રમાણને સ્વ-પરપ્રકાશક કહ્યું છે ત્યાં કાંઈ સ્વ અને પર બંનેમાં એક સાથે ઉપયોગ હોવાની વાત નથી, પણ જે જ્ઞાન અને સ્વપણે ને પરને પરપણે જાણ્યું છે તે સમ્યજ્ઞાન પ્રમાણે છે-એમ તેનું સ્વ-પરપ્રકાશકપણે સમજવું-અવધિ મન:પર્યયનો ઉપયોગ તો પરમાં જ હોય છે, છતાં તે પણ અને સ્વપણે ને પર પરપણે જાણે છે, તેથી પ્રમાણ છે. છદ્મસ્થને ઉપયોગ તો સ્વમાં હોય ત્યારે પરમાં ન હોય, ને પરમાં હોય ત્યારે સ્વમાં ન હોય, છતાં પ્રમાણરૂપ સમ્યજ્ઞાન તો જ્ઞાનીને સદૈવ વર્તે છે પરને જાણતી વખતેય “હું જ્ઞાન છું” એવું આત્મભાન ખસતું નથી, એ જ જ્ઞાનની પ્રમાણતા છે. -આત્મધર્મ અંક ૨૬૧, જુલાઈ ૧૯૬૫, પૃષ્ઠ ૨૯ (૫૧૬). પ્રશ્ન-નયોને ઇંદ્રજાળ કેમ કહી છે? ઉત્તર:- નયોમાં અનેક પ્રકારની અપેક્ષા પડે છે, તે દ્વારા વસ્તુમાં રહેલા કથંચિત્ પરસ્પર વિરુદ્ધ ધર્મો બતાવે છે. સ્યાદ્વાદથી તેનું સાચું સ્વરૂપ ન સમજે તો તેને ઇંદ્રજાળ જેવી ગૂંચવણી લાગે છે. જેમ કે એક નય દ્રવ્યને નિત્ય કહે છે ત્યારે બીજીનય દ્રવ્યને અનિત્ય કહે છે; એક નય દ્રવ્યને એકરૂપ કહે છે, બીજી નય દ્રવ્યને અનેકરૂપ કહે છે; એક નય દ્રવ્યને સરૂપ કહે છે, બીજી નય દ્રવ્યને અસરૂપ કહે છે; એક નય ક્રિયાથી મુક્તિ કહે છે, ત્યારે બીજી નય જ્ઞાનથી મુક્તિ કહે છે; એક નય કર્મનો કર્મને વ્યવહાર કહી રાગને નિશ્ચય કહે છે, વળી તે જ રાગને એક નય વ્યવહાર કહીને નિર્મળ પર્યાયને નિશ્ચય કહે છે. વળી નિર્મળ પર્યાયને વ્યવહાર કહીને Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #173 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬૬: જ્ઞાનગોષ્ઠી ત્રિકાળી ધ્રુવ દ્રવ્યને નિશ્ચય કહે છે. આ રીતે નયો વસ્તુના અનેક ધર્મોને બતાવે છે, પણ જે યથાર્થ ન સમજે તેને ઈદ્રજાળ જેવી ગૂંચવણી લાગે છે. ખરેખર તો નયો વસ્તુના સ્વરૂપનું અનેકાન્તપણું બતાવી સમ્યફ એકાંત એવા ત્રિકાળી ધ્રુવ સામાન્યદ્રવ્યનો આશ્રય કરાવે છે. તે આ નયોને જાણવાનું પ્રયોજન છે. -આત્મધર્મ અંક ૩૮૭, જાન્યુઆરી ૧૯૭૬, પૃષ્ઠ ૨૫ (૫૧૭) પ્રશ્ન:- આટલા બધા નયોથી આત્માને જાણવાનું શું કામ છે? ફક્ત “આત્મા છે' એમ જાણી લઈએ તો ન ચાલે ? | ઉત્તર:- ભાઈ ! આત્મા છે એમ ઓધિકપણે તો બધા કહે છે પણ આત્મામાં જેવા અનંત ધર્મો છે તેવા ધર્મોથી તેને ઓળખે તો જ આત્માને જાણો કહેવાય. “આત્મા છે” એમ કહે પણ તેના અનંત ધર્મો જે રીતે છે તે રીતે ન જાણે તો તેણે આત્માને જાણ્યો ન કહેવાય. –આત્મધર્મ અંક ૯૪, શ્રાવણ ૨૪૭૭, પૃષ્ઠ ૨૨૦ (૫૧૮) પ્રશ્ન:- પ્રવચનસારમાં વિકારને શુદ્ધનયથી જીવનો કહેવાનું શું પ્રયોજન છે? ઉત્તર- વિકાર તે જીવથી પોતાથી થયો છે, પોતાના અપરાધનું કાર્ય છે પણ કર્મથી-પુદ્ગલથી વિકાર થયો નથી તેમ બતાવવા વિકારને શુદ્ધનયથી જીવનો કહ્યો છે. -આત્મધર્મ અંક ૪૧૩, માર્ચ ૧૯૭૮, પૃષ્ઠ ૨૪ (૫૧૯) પ્રશ્ન- આત્મદ્રવ્ય વિકલ્પનયે, બાળક, કુમાર અને વૃદ્ધ એવા એક પુરુષની માફક, સવિકલ્પ છે. અહીં વિકલ્પનો અર્થ શું સમજવો જોઈએ? ઉત્તર- અહીં વિકલ્પનો અર્થ ભેદ છે. જેમ એક પુરુષમાં બાળક, કુમાર અને વૃદ્ધ એવા ભેદ પડે છે તેમ ભેદનયથી આત્મા ગુણ-પર્યાયના ભેદવાળો છે. વસ્તુમાં અનંત ગુણો છે તેમને પરસ્પર કથંચિત્ ભેદ છે અને તેની કમેક્રમે થતી પર્યાયોમાં પણ પરસ્પર ભેદ છે. વસ્તુમાં દર્શન-જ્ઞાન-ચારિત્ર ઈત્યાદિ જે ભેદ છે તેને વિકલ્પ કહેવાય છે. વિકલ્પ એટલે રાગ નહિ પણ વિકલ્પ એટલે ભેદ. એક આત્મા જ એક સમયમાં ભેદવાળો છે. વિકલ્પનયથી જોતાં આત્મા અનંત ગુણ-પર્યાયોના ભેદપણે ભાસે છે. એવો તેનો ધર્મ છે. -આત્મધર્મ અંક ૯૯, પોષ ૨૪૭૮, પૃષ્ઠ ૫૦ (પ૨૦) પ્રશ્ન:- જે પ્રમાણે અસ્તિત્વધર્મ વસ્તુનો પોતાનો છે, તે પ્રમાણે શું નાસ્તિત્વધર્મ પણ વસ્તુનો પોતાનો જ છે? Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #174 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ્રમાણ-નયઃ ૧૬૭ ઉત્ત૨:- જે આત્મદ્રવ્ય પોતાના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી અસ્તિત્વવાળું છે તે જ આત્મદ્રવ્ય પરના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવપણે નથી એટલે કે નાસ્તિત્વવાળું છે. ૫૨થી ન હોવાપણું તે પણ વસ્તુનો જ એક અંશ છે. વસ્તુમાં જ્યાં ભાવ-અંશ છે ત્યાં જ આવો અભાવ-અંશ છે, જ્યાં સ્વથી અસ્તિત્વરૂપ ધર્મ છે, ત્યાં જ પરથી નાસ્તિત્વરૂપ ધર્મ પણ ભેગો જ છે, એક જ અંશીના બે અંશો છે. નાસ્તિત્વધર્મ પણ પોતાનો જ અંશ છે. નાસ્તિત્વધર્મ પોતે કાંઈ વસ્તુમાં અભાવરૂપ નથી, પણ સત્ છે. તે ધર્મમાં ‘૫૨૫ણે નથી' એવી પરની અપેક્ષા ભલે આવે પણ તે નાસ્તિત્વધર્મ કાંઈ પરના આધારે કે પરનો નથી, તે ધર્મ તો વસ્તુનો પોતાનો જ છે. -નયપ્રજ્ઞાપન પૃષ્ઠ ૪૩: આત્મધર્મ અંક ૯૫, ભાદ્રપદ ૨૪૭૭, પૃષ્ઠ ૨૩૩ (૫૨૧) પ્રશ્ન:- નયવિવક્ષામાં બારમા ગુણસ્થાન સુધી અશુદ્ઘનિશ્ચયનય હોય છે. ત્યાં અશુદ્ઘનિશ્ચય મધ્યે શુદ્ધોપયોગ શી રીતે ઘટે ? ઉત્ત૨:- વસ્તુના એકદેશની પરીક્ષા તે નયનું લક્ષણ છે; અને શુભ, અશુભ તથા શુદ્ઘ દ્રવ્યનું અવલંબન તે ઉપયોગનું લક્ષણ છે; તેથી અશુદ્ધનિશ્ચય મધ્યે પણ શુદ્ધાત્માનું અવલંબન હોવાથી, શુદ્ધ ધ્યેય હોવાથી અને શુદ્ધ સાધક હોવાથી શુદ્ધોપયોગ પરિણામ ઘટે છે. અશુદ્ઘનય ભલે બારમા ગુણસ્થાન સુધી હોય, પણ સાધક જીવને તેના ઉપયોગનું આલંબન ત્રિકાળી શુદ્ધ જ્ઞાયકભાવ છે, તેનું ધ્યેય શુદ્ધ છે, અને તે શુદ્ધનો સાધક છે, તેથી તેને, અશુદ્ઘનય હોવા છતાં, પર્યાયમાં શુદ્ધોપયોગ હોય છે. -આત્મધર્મ અંક ૩૮૭, જાન્યુઆરી ૧૯૭૬, પૃષ્ઠ ૨૯ (૫૨૨) પ્રશ્ન:- શબ્દનો પદાર્થની સાથે કોઈ સંબંધ નથી તો તે શબ્દ પદાર્થનો વાચક કઈ રીતે થઈ શકે ? ઉત્તર:- ‘પ્રમાણ અર્થાત્ જ્ઞાનનો જ્ઞેયપદાર્થોની સાથે કોઈ સંબંધ નથી છતાં પણ તે જ્ઞાન પદાર્થોને કઈ રીતે જાણે છે?' આ વાત પણ ઉપરની શંકા જેવી છે. અર્થાત્ જેવી રીતે જ્ઞાન અને જ્ઞેય પદાર્થોનો કોઈ સંબંધ ન હોવા છતાં પણ જ્ઞાન જ્ઞેય પદાર્થોને જાણી લે છે, તેવી રીતે જ શબ્દનો પદાર્થોની સાથે કાંઈ સંબંધ ન હોવા છતાં પણ શબ્દ પદાર્થોનો વાચક (કહેનાર) હોય-તેમાં શું આપત્તિ છે? -આત્મધર્મ અંક ૪૭, ભાદ્રપદ ૨૪૭૩, પૃષ્ઠ ૨૩૬ (૫૨૩) પ્રશ્ન:- જ્ઞાન અને શેય પદાર્થોને તો જન્મ-જનક લક્ષણવાળો સંબંધ છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #175 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬૮: જ્ઞાનગોષ્ઠી ઉત્તર- એમ નથી, કેમકે વસ્તુની શક્તિની બીજા પદાર્થો દ્વારા ઉત્પત્તિ માનવામાં વિરોધ આવે છે. અર્થાત્ જે વસ્તુ જેવી છે તે વસ્તુને તેવા જ રૂપે જાણવાની શક્તિને પ્રમાણ કહેવાય છે. એ જાણવાની શક્તિ પદાર્થો દ્વારા ઉત્પન્ન થઈ શકતી નથી. અહીં આ વિષયમાં ઉપયોગી શ્લોક આપવામાં આવે છે 'स्वतः सर्व प्रमाणानां प्रामाण्यमिति गृह्यताम्। न हि स्वतोऽसती शक्ति: कर्तृमन्येत पार्यते।।' અર્થ:- સર્વ પ્રમાણમાં સ્વત:પ્રમાણતા સ્વીકાર કરવી જોઈએ (-અર્થાત્ દરેક જ્ઞાન પોતાથી જ થાય છે એમ સ્વીકારવું જોઈએ) કેમકે જે શક્તિ પદાર્થોમાં સ્વતઃ વિધમાન ન હોય તે શક્તિ બીજા પદાર્થો દ્વારા કરી શકાતી નથી. ઉપર આપેલા જયધવલના ભાગમાં વીરસેનાચાર્યદેવે જે શ્લોક આપ્યો છે તેની બીજી લીટી, સમયસારશાસ્ત્રની ગા. ૧૧૬ થી ૧૨૦ ની શ્રી અમૃતચંદ્રાચાર્યદેવકૃત ટીકામાં આવે છે. ત્યાં તેઓશ્રીએ નીચે મુજબ જણાવ્યું છે-“ન હિ સ્વતોષતી શ$િ: વર્તમજ્જૈન પાત' એટલે કે વસ્તુમાં જે શક્તિસ્વતઃ (પોતાથી જ ) ન હોય તેને અન્ય કોઈ કરી શકે નહિ. અને ‘સ્વયં પરમાનં તુ પરં પરિણમીયતા૨મપેક્ષતા નદિ વસ્તુશpય: પરમપેક્ષત' એટલે કે સ્વયં પરિણમતાને તો પર પરિણમાવનારની અપેક્ષા ન હોય; કારણ કે વસ્તુની શક્તિઓ પરની અપેક્ષા રાખતી નથી. ત્યારપછી ગાથા ૧૨૧ થી ૧૨૫ ની ટીકામાં પણ અક્ષરશઃ એ જ શબ્દો કહ્યા છે. -આત્મધર્મ અંક ૪૭, ભાદ્રપદ ૨૪૭૩, પૃષ્ઠ ૨૩૬ (૫૨૪) પ્રશ્ન-શુદ્ધનયનો પક્ષ એટલે શું? ઉત્તરઃ- શુદ્ધનયનો પક્ષ એટલે એને શુદ્ધાત્માની રુચિ થઈ છે. અનુભવ હજુ નથી થયો, પણ રુચિ એવી થઈ છે કે તે જીવ અનુભવ કરે જ. પણ એમાં કોઈ બચાવ કરે, ન હોય ને માની લે એમ નહિ પણ કેવળી એ જીવને એમ જાણે છે કે આ જીવની રુચિ એવી છે કે તે અનુભવ કરશે જ. તે જીવને જ્ઞાયકનું જોર વીર્યમાં વર્તે છે. -આત્મધર્મ અંક ૪૫૦, એપ્રિલ ૧૯૮૧, પૃષ્ઠ ૨૭-૨૮ (પ૨૫) પ્રશ્ન- ક્રિયાનય અને જ્ઞાનનયની મૈત્રી એટલે શું? ઉત્તર:- જયચંદ પંડિતે એમ કહ્યું છે કે અશુદ્ધતા ને શુદ્ધતા સાથે હોય તે મૈત્રી, જ્યારે રાજમલ્લજી પંડિતે કળશટીકામાં એમ કહ્યું કે અશુદ્ધતાની નિવૃત્તિ તે Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #176 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ્રમાણ-નયઃ ૧૬૯ મૈત્રી અશુદ્ધ રહે તે મૈત્રી નથી એટલે કે શુદ્ધતા થઈ તે દ્રવ્ય સાથે મૈત્રી. -આત્મધર્મ અંક ૪૦૪, જૂન ૧૯૭૭, પૃષ્ઠ ૨૨ (૫૨૬) પ્રશ્ન:- સમયસાર અને નિયમસાર વગેરેમાં એમ કહે કે ભગવાન શુદ્ધ આત્મામાં કોઈ ઉદયભાવો છે જ નહિ, જ્યારે તત્ત્વાર્થસૂત્રમાં તેને ( ઉદયભાવને ) આત્માનું સ્વતત્ત્વ કહે છે-તે બંનેની અપેક્ષા સમજાવો ? ઉત્તરઃ- સમયસાર આદિમાં દ્રવ્યદષ્ટિનું વર્ણન છે. દૃષ્ટિના વિષયમાં પર્યાય ગૌણ થઈ જાય છે. અને તત્ત્વાર્થસૂત્ર વગેરેમાં એમ કહે કે ઉદયભાવ આત્માનું સ્વતત્ત્વ છે; ત્યાં પ્રમાણના વિષયનું વર્ણન છે. ઉદયભાવરૂપે પણ આત્મા પોતે પરિણમે છે, આત્માની જ તે પર્યાય છે માટે તેને સ્વતત્ત્વ કહ્યું. તે ઉદયભાવ આત્માના સ્વકાળથી અસ્તિરૂપ છે ને કર્મથી તે નાસ્તિરૂપ છે, એટલે કર્મના ઉદયને લીધે તે ઉદયભાવ થયો–એમ ખરેખર નથી. પરથી તો આત્માનું નાસ્તિત્વ છે, એટલે આત્મા અને પરની વચ્ચે મોટો નાસ્તિરૂપી કિલ્લો છે, તેથી પર આત્માને કાંઈ કરી શકે એમ બની શકતું નથી. -આત્મધર્મ અંક ૯૫, ભાદ્રપદ ૨૪૭૭, પૃષ્ઠ ૨૩૫ (૫૨૭) પ્રશ્ન:- પુરુષ પ્રમાણ છે કે વચન પ્રમાણ છે? ઉત્તરઃ- પુરુષ પ્રમાણે વચન પ્રમાણ-પુરુષની પ્રમાણતા અનુસાર તેના વચનની પ્રમાણતા હોય છે. પૂર્ણ પુરુષને ઓળખ્યા પછી તેના વચનોને પ્રમાણ જાણીને, તેમાં કહેલાં વસ્તુસ્વરૂપને ધર્મી જીવો સમજી જાય છે. જો પુરુષની પ્રમાણતા ન હોય તો વાણી પણ પ્રમાણરૂપ નથી, અને તેને પોતાના નૈમિત્તિકભાવમાં પણ જ્ઞાનની પ્રમાણતા નથી. પ્રમાણજ્ઞાનમાં નિમિત્ત તરીકે પ્રમાણરૂપ વાણી જ હોય એટલે કે સત્ સમજવામાં જ્ઞાનીની જ વાણી નિમિત્ત હોય, અજ્ઞાનીની વાણી નિમિત્ત ન હોય. સર્વજ્ઞ પુરુષને ઓળખ્યા વગર તેના વચનની પ્રમાણતા સમજાય નહિ અને તે વગર આત્માની સમજણ થાય નહિ. માટે સૌથી પહેલાં સર્વજ્ઞનો નિર્ણય અવશ્ય કરવો જોઈએ. -આત્મધર્મ અંક ૯૫, ભાદ્રપદ ૨૪૭૭, પૃષ્ઠ ૨૪૪ * Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #177 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૪) કર્તા-કર્મ (૨૮) પ્રશ્ન- અમે આખો દિવસ સવારથી સાંજ સુધી પરના કાર્ય કરીએ છીએ ને ન કરવું તેમ આપ કહો છો? ઉત્તર- પરનું ન કરવું એમ નહિ, પણ પરનું કાર્ય કરી શકતો જ નથી. ન કરવું એમાં તો પરનું કરી શકે છે પણ કરવું નહિ એમ આવે છે (-એવો અર્થ થાય છે) પણ અહીં તો આત્મા શરીરાદિ પરદ્રવ્યનું કાર્ય કિંચિત્માત્ર પણ કરી શકતો જ નથી. પરનું કરવાની એનામાં શક્તિ જ નથી છતાં પણ હું આખો દિવસ પરના કાર્ય કરું છું તેમ માનવું એ જ મિથ્યાત્વનું મોટું પાપ છે. એક વસ્તુ અન્ય વસ્તુની બહાર લોટે છે. અન્ય વસ્તુથી બહાર લોટતી વસ્તુ અન્યને શું કરી શકે? પાણીથી બહાર લોટતી અગ્નિ પાણીને અડ્યા વિના ગરમ શી રીતે કરી શકે? શાકથી બહાર લોટતી છરી શાકના કટકા શી રીતે કરે? શાકના કટકાની પર્યાય વસ્તુથી પોતાથી જ સ્વયં થાય છે, તેને બહાર લોટતી વસ્તુ અડતી જ નથી તો તેને કરે શું? સમયસાર ગાથા ૩ માં કહ્યું છે કે દરેક વસ્તુ પોતાના ગુણ-પર્યાયને સ્પર્શે છે, ચુંબે છે પણ અન્ય વસ્તુને અડતી કે સ્પર્શ કરતી નથી, તો અન્ય વસ્તુ અન્ય વસ્તુને કરે શું? સ્ત્રીનો હાથ વેલણની બહાર લોટે છે વેલણ રોટલીથી બહાર લોટે છે, તો બહાર લોટતી વસ્તુ અન્ય વસ્તુને કરે શું? માત્ર કર્તાપણાનું અભિમાન અજ્ઞાની કરે છે. દરેક વસ્તુ પોતપોતાથી સ્વતંત્ર પરિણમે છે. એવો સર્વજ્ઞ ભગવાનનો દિવ્યધ્વનિમાં ઢંઢેરો છે, છતાં એક દ્રવ્યને હું કરી શકું છું. પલ્ટી શકું છું-એવી માન્યતામાં અનંતા પદાર્થોને હું પલ્ટી શકું છું-એમ માને છે તે મિથ્યાષ્ટિ છે. -આત્મધર્મ અંક ૪૪૧, જુલાઈ ૧૯૮૦, પૃષ્ઠ ૨૮ (૨૯) પ્રશ્ન:- જો કાંઈક બીજાની સેવા વગેરે પરમાર્થના કામ કરીએ તો કાંઈક કર્યું Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #178 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કર્તા-કર્મ: ૧૭૧ કહેવાય, એકલા પોતાનું કરે ને બીજાનું કાંઈ ન કરે એમાં શું? પોતાનું પેટ તો કૂતરાંય ભરે છે ! ઉત્તરઃ- પરનું કાંઈક કરવું તે પરમાર્થ-એ વાત જ તદ્દન ખોટી છે. લોકોને મોટો ભ્રમ ઘરી ગયો છે કે પરનાં કામ કરવા તે પરમાર્થ છે. પણ પરમાર્થની એવી વ્યાખ્યા નથી. પરમાર્થ પરમ પદાર્થ એટલે (પરમ + અર્થ) પરમ પદાર્થ-ઉત્કૃષ્ટ પદાર્થ; તો આત્મા છે, તેને ઓળખવો તે જ સાચો પરમાર્થ છે, અથવા પરમ પદાર્થ એટલે મોક્ષ, તેનો ઉપાય કરવો એટલે કે આત્માની સમજણ કરવી તે જ પરમાર્થ છે. પરંતુ હું પરની સેવા વગેરે કામ કરી શકું એમ માનવું તે પરમાર્થ નથી, પણ એ માન્યતામાં તો આત્માના પરમાર્થનું ખૂન થાય છે. કોઈ આત્મા પરનાં કામ કરી શકતો જ નથી. -આત્મધર્મ અંક ૭૪, માગશર ૨૪૭૬, પૃષ્ઠ ૩૪-૩૫ (પ૩૦) પ્રશ્ન:- આ ધર્મથી સમાજને તો કાંઈ લાભ થયો નહિ? ઉત્તર:- વસ્તુનું સત્ય સ્વરૂપ તો આ પ્રમાણે જ છે. સમાજના જીવોને સત્યથી લાભ થાય કે અસત્યથી ? બધાને સત્યથી જ લાભ થાય. જે સત્યથી એકને લાભ થાય તેનાથી જ અનંતને લાભ થાય. સંસારના જીવો સત્ય વસ્તુસ્વરૂપ સમજ્યા નથી તેથી જ તેઓ દુઃખી છે, જો સત્ય વસ્તુ સ્વરૂપ સમજે તો દુઃખ ટળે અને સુખનો લાભ થાય. સત્ય સમજ્યા વગર કોઈને લાભ થાય નહિ અને સત્યથી કદી કોઈને નુકશાન થાય નહીં. જે જીવોને નુકશાન થાય છે તે તેમને પોતાના અસત્ય ભાવનું (-મિથ્યા સમજણથી) જ થાય છે. આ સત્યમાં તો લાભનો જ ધંધો છે, તેમાં કોઈને નુકશાન છે જ નહિ. -આત્મધર્મ અંક ૭૪, માગશર ૨૪૭૬, પૃષ્ઠ ૩૫ (૫૩૧) પ્રશ્ન- નિશ્ચયથી તો જીવ પરનું ન કરે, વ્યવહારથી પરનું કરી શકે એવો અનેકાંત તો માનવો જોઈએ? ઉત્તર- તેની માન્યતા ખોટી છે. એવું માનવાવાળાને નિશ્ચય અને વ્યવહારનું જ્ઞાન જ નથી. નિશ્ચયનયથી કે વ્યવહારનયથી આત્મા પરનું કરી શકતો જ નથી. પરની ક્રિયા સ્વતંત્રપણે થાય તેનું જ્ઞાન કરવું અને તે વખતના નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે “આણે આ કર્યું' એમ ઉપચારથી માત્ર કહેવું તે વ્યવહાર છે. પણ જીવ પરનું વ્યવહાર કરી શકે છે એમ માનવું તે વ્યવહારનય નથી તે તો મિથ્યાત્વ છે. -આત્મધર્મ અંક પ૫, વૈશાખ ૨૪૭૪, પૃષ્ઠ ૧૭૬ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #179 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭ર: જ્ઞાનગોષ્ઠી (૫૩૨) પ્રશ્ન:- પરજીવોનું જીવન કે મરણ તેના કારણે થાય છે, “હું તેનું કાંઈ ન કરી શકું, હું તો માત્ર જાણનાર છું,’ એવી શ્રદ્ધા રાખશે તો જીવનાં પરિણામ નિષ્ફર નહિ થઈ જાય ? ઉત્તર- અરે ભાઈ, વસ્તુસ્વભાવ જેમ છે તેમ તેની શ્રદ્ધા કરવાનું ફળ તો વીતરાગતા છે. ચૈતન્યસ્વભાવની શ્રદ્ધાપૂર્વક જો દયાદિના પરિણામ છોડીને માત્ર જ્ઞાતા રહેશે તો વીતરાગ થશે. પછી અજ્ઞાનીઓ ભલે તેને નિષ્ફર કહે. સંસારમાં પણ એકનો એક વીસ વર્ષનો પુત્ર મરી જાય ત્યાં કાંઈ તેનો બાપ સાથે મરી જતો નથી, તો તેને કેમ નિષ્ફરતા કહેતા નથી ? એ નિષ્ફરતા નથી પણ તે પ્રકારનો વિવેક છે. જગતના જીવો પણ વિકારના લક્ષે નિષ્ફર (લાગણી રહિત) થઈ જાય છે. ઘરમાં વીસ વર્ષની જુવાન બાઈ વિધવા થઈ હોય અને ૬૦ વર્ષનો ડોસો વિષયમાં લીન થઈ રહ્યો હોય, જુઓ તો ખરા ! તેના પરિણામ કેટલા નિષ્ફર છે? અજ્ઞાનીઓ કષાયના લક્ષે નિષ્ફરલાગણીહીન થાય છે, જ્યારે જ્ઞાનીઓ પોતાના ચૈતન્યસ્વભાવના લક્ષે એકાગ્ર થઈને વિકારી લાગણીઓથી રહિત સિદ્ધ થાય છે, તેઓને તો વીતરાગી કહેવાય છે. જે જીવો વિકારી લાગણી કરે છે તે પરને માટે કરતા નથી પણ પોતાને તે જાતનો કષાય હોવાથી તે લાગણી થાય છે. એ લાગણીને જે કરવા જેવી માને-ફરજ માને તે મિથ્યાષ્ટિ છે. -આત્મધર્મ અંક ૫૫, વૈશાખ ૨૪૭૪, પૃષ્ઠ ૯૯ (૫૩૩). પ્રશ્ન:- જો વાણીનો કર્તા આત્મા નથી તો “મુનિઓએ સત્ય વચનો બોલવાં” એમ અહીં આચાર્યદવે શા માટે કહ્યું? ઉત્તર:- સભ્યજ્ઞાન પૂર્વક સત્ય બોલવાનો ભાવ હોય ત્યારે, જો વાણી નીકળે તો તે વાણી સત્ય જ હોય એવો મેળ બતાવવા માટે નિમિત્તથી કહેવાય કે મુનિઓએ સત્ય બોલવું; તેમાં એવો આશય છે કે, મુનિવરોએ આત્મસ્વરૂપમાં સ્થિર રહીને વાણી તરફનો વિકલ્પ જ થવા ન દેવો, અને જો વિકલ્પ થાય તો અસત્ય વચન તરફનો અશુભરાગ તો ન જ થવા દેવો. પરંતુ “આત્મા જડ વાણીનો કર્તા છે” એમ કહેવાનો આશય નથી. –આત્મધર્મ અંક પ૭, અષાઢ ૨૪૭૪, પૃષ્ઠ ૧૫૪ (પ૩૪) પ્રશ્ન- વાણીના કર્તા નથી તો મુનિઓ ઉપદેશ કેમ આપે છે? ઉત્તર-મુનિઓ ઉપદેશ દેતા જ નથી. મુનિઓ ઉપદેશને જાણે છે. ભગવાન કહે છે, જિનવર કહે છે-એમ શાસ્ત્રમાં કથનો આવે પણ ભગવાન કહેતા જ નથી. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #180 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કર્તા-કર્મ: ૧૭૩ ભગવાન વાણીને જાણે જ છે. ખરેખર તો સ્વને જ જાણે છે. સ્વ-પર જાણવું સહજ છે. પરની અપેક્ષા જ નથી. જાણવાનો સ્વભાવ જ છે. ભગવાન કુંદકુંદ આચાર્ય કહે કે હું મારા નિજ વૈભવથી કહીશ તમે પ્રમાણ કરજો. અરે ભગવાન! વાણી તમારી નથી ને? વાણીથી જ્ઞાન થતું નથી ને? આહાહા! ગજબ વાત છે, અદ્ભુત વાત છે, વસ્તુનું સ્વરૂપ જ અદ્દભુત છે. નિમિત્ત નૈમિત્તિકના કથનો એક સર્વજ્ઞ સિવાય બીજે ક્યાંય ન હોય. -આત્મધર્મ અંક ૪૪૦, જુન ૧૯૮૦, પૃષ્ઠ ૩૩ (૫૩૫) પ્રશ્ન:- શરીરની પર્યાય જે કાળે જે થવાની હોય તેને કોણ રોકે ? ડોકટર પણ એને શું કરે? જો ડોકટર રોગ મટાડી શકતા ન હોય તો તેણે ધંધો છોડી દેવો જોઈએ ? ઉત્તર:- દષ્ટિ અંતરમુખ રાખવી જોઈએ. રાગ આવે લોભ આવે પણ વજન તેની ઉપર જવું ન જોઈએ. વજન અંદરનું જોઈએ. -આત્મધર્મ અંક ૪૪૬, ડિસેમ્બર ૧૯૮૦, પૃષ્ઠ ૩૧ (પ૩૬). પ્રશ્ન- દષ્ટિ આ તરફ રાખીને ધંધો કર્યા કરવો ને? ઉત્તર:- ધંધો કરે શું? કરવું એમ નહિ, રાગ ને લોભના ભાવ આવે એને જાણવું. -આત્મધર્મ અંક ૪૪૬, ડિસેમ્બર ૧૯૮૦, પૃષ્ઠ ૩૧ (૫૩૭) પ્રશ્ન- માનવું કાંઈક ને કરવું કાંઈક? ઉત્તર- થવાનું હોય એમ જ થાય એમ માનવું. –આત્મધર્મ અંક ૪૪૬, ડિસેમ્બર ૧૯૮૦, પૃષ્ઠ ૩૧ (પ૩૮). પ્રશ્ન:- એક પરમાણુ બીજા પરમાણુને અડતો નથી તો દૂધના તપેલામાં એક ટીપું ઝેર પડતાં બધું ઝેરરૂપ થઈ જાય છે તેનું કારણ કોણ? ઉત્તર- દરેક પરમાણુ પોતાના કારણ-કાર્ય છે. દૂધના પરમાણુ ઝેરરૂપે પોતાથી પરિણમે છેબીજા ઝેરના રજકણથી નહિ. આહાહા ! એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડે નહિ. આ વાત વીતરાગી માને કોણ ? –આત્મધર્મ અંક ૪૪૫, નવેમ્બર ૧૯૮૦, પૃષ્ઠ ૩૦ (પ૩૯). પ્રશ્ન- શું જીવ ને અજીવની સાથે કારણકાર્ય ભાવ સિદ્ધ નથી થતો? Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #181 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭૪: જ્ઞાનગોષ્ઠી ઉત્તર:- દરેક દ્રવ્યના પરિણામ પોતાથી થાય છે તેને બીજું દ્રવ્ય કરી શકતું નથી. જીવ પોતાના પરિણામથી ઊપજતો હોવા છતાં તેને અજીવની સાથે કાર્યકારણ ભાવ સિદ્ધ થતો નથી. હોઠ હલે છે, વાણી નીકળે છે, તેનો કર્તા જીવ છે એમ સિદ્ધ થતા નથી. દાળ, ભાત, શાક થાય છે તેને જીવ કરી શકતો નથી. રોટલીના ટુકડા થાય છે તેનો કર્તા જીવ સિદ્ધ થતો નથી. શરીરના અવયવોનું હલન-ચલન થાય છે તેનો કર્તા જીવ છે એમ સિદ્ધ થતું નથી પણ તે અજીવના કાર્યનો કર્તા પુદ્ગલ દ્રવ્યો છે એમ સિદ્ધ થાય છે. આહાહા ! આકરી વાત છે. વીતરાગે કહેલી વસ્તુને સમજે તો સંસારથી નવરો થઈ જાય એવી વાત છે. -આત્મધર્મ અંક ૪૩૮, એપ્રિલ ૧૯૮૦, પૃષ્ઠ ૪૧ (૫૪૦) પ્રશ્ન- એક જીવ બીજાને દુઃખી ન કરી શકે. પરંતુ અસાતા કર્મનો ઉદય તો દુ:ખનું કારણ છે ને? ઉત્તર- એમ પણ નથી. કેમ કે અસાતા કર્મનો ઉદય તો બાહ્ય સંયોગ આપે, પણ તે સંયોગ વખતે દુઃખની કલ્પના તો જીવ પોતે મોહ ભાવથી કરે તો જ તેને દુ:ખ થાય છે, માટે અસાતા કર્મના ઉદયથી દુ:ખ થતું નથી પણ મોહભાવથી જ દુ:ખ થાય છે. અસાતાના સંયોગ વખતે પણ જો પોતે મોહ વડે દુઃખની કલ્પના ન કરે અને આત્માને ઓળખીને તેના અનુભવમાં રહે તો દુ:ખ થતું નથી. બાહ્ય સંયોગને ફેરવી ન શકાય પણ સંયોગ તરફના વેદનને ફેરવી શકાય છે. -આત્મધર્મ અંક ૭૪, માગશર ૨૪૭૬, પૃષ્ઠ ૩૩ (૫૪૧) પ્રશ્ન- પરથી પોતાનું કાર્ય થાય જ નહિ એમ નિર્ણય કરવાથી શું લાભ? ઉત્તરઃ- પરથી પોતાનું કાર્ય થાય જ નહિ એમ નિર્ણય કરતાં એટલી પરાલંબી શ્રદ્ધા તો છૂટી જાય છે એટલો એને લાભ છે, હવે સ્વ તરફ એને વળવાનું રહ્યું, સ્વના આશ્રયનો પુરુષાર્થ કરતાં સમ્યગ્દર્શન થાય છે. -આત્મધર્મ અંક ૪૩૦, ઓગષ્ટ ૧૯૭૯, ટાઈટલ પૃષ્ઠ 3 (૫૪૨) પ્રશ્ન- રાગને જીવ કરે છે, કર્મ કરે છે, અને જીવ તથા કર્મ ભેગા મળીને કરે છે તેમ કહેવામાં આવે છે તો આ ત્રણમાં ખરું શું સમજવું? ઉત્તર- રાગ તે જીવના અપરાધથી થાય છે તેથી જીવ રાગનો કર્તા છે, પણ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #182 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કર્તા-કર્મ: ૧૭૫ જીવ સ્વભાવમાં વિકાર થવાનો કોઈ ગુણ નથી તેથી દ્રવ્યદૃષ્ટિ કરાવવા રાગનો કર્તાકર્મ છે. કર્મ વ્યાપક થઈને રાગને કરે છે તેમ કહેવામાં આવે છે અને પ્રમાણનું જ્ઞાન કરાવવું હોય ત્યારે જીવ અને કર્મ બન્ને ભેગા મળીને રાગને કરે છે. જેમ માતા અને પિતા બન્નેનો પુત્ર કહેવાય છે તેમ કહેવામાં આવે છે. ભગવાન આત્મા જ્ઞાયકજ્યોત છે તે વિકારનો કર્તા નથી, વિકારનો કર્તા મિથ્યાત્વ અવિરતિ કષાય અને યોગ તે ચાર પ્રકારના કર્મો અને તેમના ૧૩ પ્રકારના પ્રત્યયો તે ગુણસ્થાનના કર્તા છે આત્મા શુદ્ધ ચૈતન્યમૂર્તિ છે તે વિકારનો કર્તા નથી. -આત્મધર્મ અંક ૩૯૧, મે ૧૯૭૬, પૃષ્ઠ ૨૬-૨૭ (૫૪૩). પ્રશ્ન- કર્તા-કર્મ અધિકારમાં વિકારને પુદ્ગલ સાથે વ્યાપ્ય-વ્યાપક કહ્યું છે? ઉત્તર- સ્વભાવદષ્ટિથી જોઈએ તો વિકારનું કારણ સ્વભાવ છે જ નહિ, તેથી વિકારનું નિમિત્ત જે કર્મ છે તેની સાથે વિકારને વ્યાપ્ય-વ્યાપક ગણવામાં આવે છે. -આત્મધર્મ અંક ૩૯૧, મે ૧૯૭૬, પૃષ્ઠ ૨૭ (૫૪૪) પ્રશ્ન- જ્ઞાની દ્રવ્ય-ગુણ શુદ્ધ અને પર્યાય શુદ્ધ એટલો જ આત્મા માને છે ? ઉત્તર:- જ્ઞાની શ્રદ્ધાની અપેક્ષાએ એમ માને છે તોપણ જ્ઞાનની અપેક્ષાથી જોતા રાગનો કર્તારૂપ પરિણમનાર જીવ પોતે છે તેમ જ્ઞાની જાણે છે. સ્ફટિકમણિમાં જે લાલ પીળી આદિ ઝાંય થાય છે તે તેની યોગ્યતાથી થાય છે તોપણ સ્ફટિકમણીના મૂળ સ્વભાવથી જોઈએ તો એ રંગ ઉપાધિરૂપ છે મૂળ સ્વભાવ નથી. તેમ જીવમાં પર્યાયદષ્ટિથી જોઈએ તો વિકાર તેનો પર્યાયની યોગ્યતારૂપ ધર્મ છે પણ દ્રવ્યાર્થિકનયથી જોઈએ તો તે વિકાર તેનો મૂળ સ્વભાવ નથી. -આત્મધર્મ અંક ૩૯૧, મે ૧૯૭૬, પૃષ્ઠ ૨૭ (૫૪૫) પ્રશ્ન- દ્રવ્ય શુદ્ધ છે, ગુણો શુદ્ધ છે, અને પર્યાયમાં અશુદ્ધતા છે તે કર્મના લઈને થતી નથી તો અશુદ્ધતા આવી ક્યાંથી? ઉત્તર- દ્રવ્ય-ગુણ ત્રિકાળ શુદ્ધ જ છે અને પર્યાયમાં વિકાર થાય છે તે પર્યાયની તે સમયની યોગ્યતાથી ક્ષણિક વિકાર થાય છે, કર્મથી વિકાર થતો નથી. કર્મનું નિમિત્તનું લક્ષ કરીને તે સમયની યોગ્યતાથી જ વિકાર થાય છે. પંચાસ્તિકાયની ૬૨ મી ગાથામાં વિકારને પરકારકની અપેક્ષા જ નથી તેમ કહ્યું છે, કેમકે વિકાર પણ તે સમયનું સ્વતંત્ર પરિણમન છે. -આત્મધર્મ અંક ૩૯૧, મે ૧૯૭૬, પૃષ્ઠ ૨૩ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #183 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭૬: જ્ઞાનગોષ્ઠી (૫૪૬) પ્રશ્ન- ગોમટસારમાં કર્મને લઈને વિકાર થાય છે તેમ કહ્યું છે ને? ઉત્તર:- વિકારી અવસ્થા થાય છે તે પર્યાયની યોગ્યતાના સ્વકાળથી થાય છે, કર્મના લઈને થતી નથી. પણ નિમિત્તને આધીન થઈને વિકાર થાય છે તેથી ત્યાં નિમિત્તનું જ્ઞાન કરાવવા કર્મને લઈને થાય છે તેમ કહ્યું છે. સમયસારમાં પણ વિકારનો કર્તા પુદ્ગલ કર્મને કહ્યું છે. ત્યાં દષ્ટિનું દ્રવ્ય ઉપર જોર વર્તે છે તે બતાવવા વિકારરૂપે આત્મા થતો નથી તેમ બતાવીને જ અલ્પ વિકારે છે તેનો કતો પુગલ કમ છે તેમ કહેવામાં આવ્યું છે. પ્રવચનસારમાં વિકારનો કર્તા જીવ છે તેમ કહ્યું છે ત્યાં એ વિકારી પરિણમન કર્મનું નથી પણ જીવનું જ છે તેમ બતાવવું છે. જ્યાં જે અપેક્ષાથી કહ્યું હોય ત્યાં તે અપેક્ષા બરાબર સમજવી જોઈએ. તો જ વસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ સમજવામાં આવી શકે. રાગથી ભિન્ન પડી શુદ્ધ આત્માનું જ્ઞાન કરવું એ સમ્યગ્દર્શન છે. પૂજા, ભક્તિ, યાત્રા આદિ તો અનંતવાર કર્યો, પણ આત્માના સમ્યકજ્ઞાન વિના ભવના અંત ન આવ્યા. ભવના અભાવ કરવાની મોસમનો આ સમય છે. નિયમસારમાં દિવ્યધ્વનિને સકલ જનતાના શ્રવણના સૌભાગ્યનું કારણ કહ્યું છે ને! આવી પરમ અધ્યાત્મની ગંભીર વાતો એ તો હીરા-માણેકના હારડા છે, એના મૂલ્ય શા? –આત્મધર્મ અંક ૩૯૧, મે ૧૯૭૬, પૃષ્ઠ ૩ર. (૫૪૭) પ્રશ્ન- જો કર્મ આત્માને વિકાર ન કરાવતાં હોય તો, આત્મામાં વિકાર થાય છે તેનું કારણ કોણ છે? સમ્યગ્દષ્ટિ જીવોને તો વિકાર કરવાની ભાવના હોતી નથી છતાં તેમને વિકાર તો થાય છે, માટે કર્મ વિકાર કરાવે છે ને? ઉત્તર:- કર્મ આત્માને વિકાર કરાવે એ વાત ખોટી છે. આત્માને પોતાની પર્યાયના દોષથી જ વિકાર થાય છે; કર્મ વિકાર કરાવતું નથી પણ આત્માની પર્યાયની તેવી યોગ્યતા છે. સમ્યગ્દષ્ટિને રાગ-દ્વેષ કરવાની ભાવના નથી છતાં રાગદ્વેષ થાય છે તેનું કારણ ચારિત્રગુણની તેની પર્યાયની લાયકાત છે. રાગ-દ્વેષની ભાવના નથી તે તો શ્રદ્ધાગુણની પર્યાય છે અને રાગદ્વેષ થાય છે તે ચારિત્રગુણની પર્યાય છે. પુરુષાર્થની નબળાઈથી રાગ-દ્વેષ થાય છે એમ કહેવું તે પણ નિમિત્તથી કથન છે. ખરેખર તો ચારિત્રગુણની જ તે તે સમયની યોગ્યતાને લીધે જ રાગદ્વેષ થાય છે. –આત્મધર્મ અંક ૪૭, ભાદ્રપદ ૨૪૭૩, પૃષ્ઠ ૨૫૧ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #184 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કર્તા-કર્મ: ૧૭૭ (૫૪૮) પ્રશ્ન- વિકાર થાય છે તે ચારિત્રગુણની પર્યાયની જ લાયકાત છે, તો પછી જ્યાં સુધી ચારિત્રગુણની પર્યાયમાં વિકાર થવાની લાયકાત હોય ત્યાં સુધી વિકાર થયા જ કરે, એમ થતાં વિકારને ટાળવાનું જીવને આધીન રહ્યું નહિ? ઉત્તર:- એકેક સમયની સ્વતંત્ર લાયકાત છે એવો નિર્ણય કયા જ્ઞાનમાં કર્યો ? ત્રિકાળી સ્વભાવ તરફ ઢળ્યા વગર જ્ઞાનમાં એકેક સમયની પર્યાયની સ્વતંત્રતાનો નિર્ણય થઈ શકે નહિ અને જ્યાં જ્ઞાન ત્રિકાળી સ્વભાવમાં ઢળ્યું ત્યાં સ્વભાવની પ્રતીતિના જોરે પર્યાયમાંથી રાગ-દ્વેષ થવાની લાયકાત ક્ષણે ક્ષણે ઘટતી જ જાય છે. જેણે સ્વભાવનો નિર્ણય કર્યો તેની પર્યાયમાં લાંબો કાળ રાગ-દ્વેષ રહે એવી લાયકાત હોય જ નહિ, એવું જ સમ્યનિર્ણયનું જોર છે. -આત્મધર્મ અંક ૪૭, ભાદ્રપદ ૨૪૭૩, પૃષ્ઠ ૨૫૧ (૫૪૯) પ્રશ્ન- ભગવાન આત્મા વિકારનું કારક છે કે અકારક? વિકાર પરદ્રવ્યથી થાય છે શું? જો ના, તો પરદ્રવ્યથી પરાભુખ હોવાનો ઉપદેશ કેમ દેવાય છે? પર્યાયનું નિર્વિકારી હોવું દ્રવ્યને આધીન છે શું? કૃપા કરી બધાનું સમાધાન કરશો. ઉત્તર:- ભગવાન આત્મા નિર્વિકાર અતીન્દ્રિય આનંદનો પિંડ છે તે વિકારનું કારણ છે જ નહિ. પરદ્રવ્ય ઉપર લક્ષ કરવાથી વિકાર થાય છે પણ પરદ્રવ્યથી વિકાર થતો નથી. પરદ્રવ્ય ઉપર લક્ષ કરવાથી પર્યાય સ્વતંત્ર પોતાથી વિકારરૂપે થાય છે. સ્વદ્રવ્ય શુદ્ધ ચૈતન્યમૂર્તિ આનંદ સ્વરૂપ છે તેનાથી પર્યાય નિર્વિકાર થતી નથી પણ સ્વદ્રવ્યનું લક્ષ કરતાં પર્યાય પોતે પોતાથી સ્વતંત્રરૂપે નિર્વિકાર થાય છે અને પરદ્રવ્યનું લક્ષ કરવાથી પર્યાય વિકારી થાય છે તેથી આત્મા એકલો સ્વભાવથી રાગનો અકારક જ છે. જો આત્મા રાગનો અકારક ન હોય તો પરદ્રવ્યથી હઠવાનોપરદ્રવ્યનું લક્ષ છોડવાનો ઉપદેશ છે તે નિરર્થક ઠરે. તેથી પરદ્રવ્યના લક્ષે જ વિકાર થતો હોવાથી પરદ્રવ્યથી હઠવાનો ઉપદેશ છે. વિકાર થાય છે તેમાં પરદ્રવ્ય નિમિત્ત છે તે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ એમ જાહેર કરે છે કે આત્મા એકલો સ્વભાવથી વિકારનો અકારક જ છે. -આત્મધર્મ અંક ૪૩૫, જાન્યુઆરી ૧૯૮૦, ટાઈટલ પૃષ્ઠ ૩-પૃષ્ઠ ૨૯ (૫૫૦) પ્રશ્ન- આત્માને ક્રોધાદિરૂપ અથવા જ્ઞાનરૂપ કોણ કરે છે? શું કર્મનો ઉદય અથવા પ્રતિકૂલ સંયોગ તેને અજ્ઞાનરૂપ નથી કરતો ? ઉત્તર:- જેમ સફેદ શંખ ગમે તેટલી કાળી માટી વિગેર ખાય છતાં તે કાળી Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #185 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭૮: જ્ઞાનગોષ્ઠી વસ્તુ સફેદ શંખને કાળો કરી શકતી નથી. તેમ ચૈતન્યસ્વરૂપ આત્માને ગમે તેવો આકરો કર્મનો ઉદય આવે ને આકરા પ્રતિકુળ સંયોગો આવે તો પણ તે જ્ઞાનસ્વરૂપ આત્માને અજ્ઞાનરૂપે કરી શકતા નથી કે ક્રોધાદિ કષાયરૂપે પરિણાવી શકતા નથી. આત્મા જ ક્રોધાદિ અજ્ઞાનરૂપે પરિણમે છે તો તે પોતાના જ અપરાધથી પરિણમે છે. પણ પરદ્રવ્યો આત્માને બિલકુલ વિકાર કરાવી શકતા નથી. દેવ-ગુરુ આદિ પરદ્રવ્યના લઈને આત્મા સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપે થાય છે એમ નથી પણ આત્મા પોતે જ પોતાથી સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર ગુણરૂપે પરિણમે છે તેથી સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટ થાય છે. પરદ્રવ્ય આત્માને અજ્ઞાની કે જ્ઞાની બીલકુલ કરી શકતા નથી. આત્મા પોતે જ પોતાના અપરાધથી ક્રોધાદિરૂપ અને પોતાના ગુણથી જ્ઞાનરૂપે થાય છે. -આત્મધર્મ અંક ૪૩૫, જાન્યુઆરી ૧૯૮૦, પૃષ્ઠ ૩૦-૩૧ (૫૫૧), પ્રશ્ન- સમ્યગ્દર્શન તથા કેવળજ્ઞાન થવામાં કારણ કોણ છે? ઉત્તર- સમ્યગ્દર્શન થવામાં શુદ્ધાત્માની શ્રદ્ધા પ્રતીતિ સિવાય બીજું કોઈ કારણ નથી. નવતત્ત્વનો વિકલ્પ પણ સમ્યગ્દર્શનમાં કારણ નથી. કેવળજ્ઞાન થવામાં શુદ્ધોપયોગ કારણ છે. બીજાં કોઈ કારણ નથી. કેવળજ્ઞાન માટે શુદ્ધોપયોગના સિવાય કોઈને (રાગાદિને) સાધક માનવું-એ તો કેવળજ્ઞાનનો અનાદર છે, શુદ્ધોપયોગનો અનાદર છે. ધર્મનો અનાદર છે. મોક્ષનો અનાદર છે તથા મોક્ષના સાધક શુદ્ધોપયોગી સંતોનો પર અનાદર છે. આવી વિપરીત માન્યતામાં મહાન અપરાધ છે અને તે માન્યતા સંસારનું કારણ છે. અહો! શુદ્ધોપયોગ તો કેવળજ્ઞાનનો રાજમાર્ગ છે અને શુભરાગ તો કેવળજ્ઞાનને રોકવાવાળો છે. લૂંટારો છે. રાગને ધર્મનું સાધન માનનારા તો રાજમાર્ગના અપરાધી છે, તે રાજમાર્ગ નથી, તે તો રાગમાર્ગ છે અર્થાત્ સંસાર માર્ગ છે-એમ જાણવું જોઈએ. -હિન્દી આત્મધર્મ ફેબ્રુઆરી ૧૯૮૧, પૃષ્ઠ ૨૬ (પપર) પ્રશ્ન:- પરની પર્યાય તો કરે નહિ પણ પોતાની પર્યાયને પણ કરે નહિ? ઉત્તર:- પોતાની પર્યાય પણ સ્વકાળે થાય જ છે તેને કરે શું? ખરેખર તો એ જ્ઞાતાદ્રષ્ટા જ છે. પ્રયત્ન પૂર્વક મોક્ષને કર એમ કથન આવે. કમર કસીને મોહને જીતવો એમ ભાષામાં આવે, પણ ખરેખર તો એની દષ્ટિમાં દ્રવ્ય આવ્યું એટલે એ જ્ઞાતાદખા જ છે, જ્ઞાતાદષ્ટામાં અનંતો પુરુષાર્થ છે. -આત્મધર્મ અંક ૪૩૧, સપ્ટેમ્બર ૧૯૭૯, પૃષ્ઠ ૧૬ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #186 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કર્તા-કર્મ ૧૭૯ (૫૫૩) પ્રશ્ન- જીવ અજીવના કાર્યો ભલે ન કરી શકે પણ પોતાના પરિણામ તો ગમે તેમ કરી શકે છે ને? ઉત્તર:- જીવ પોતાના પરિણામ પણ ગમે તેમ ન કરી શકે પણ જે પરિણામ ક્રમસર જે થવાના છે તે જ થાય છે, આડા અવળા ગમે તેમ કરી શકે નહિ. જગતમાં બધું વ્યવસ્થિત ક્રમસર થાય છે, ક્યાંય ફેરફાર થઈ શકતો નથી. ઉતાવળો માણસ ફેરફાર કરવાનું માને ભલે પણ ફેરફાર કાંઈ થઈ શકતો નથી. એનો સાર એ છે કે ભાઈ ! તું ધ્રુવ સ્વભાવ ઉપર દષ્ટિ દે. -આત્મધર્મ અંક ૪૫૦, એપ્રિલ ૧૯૮૧, પૃષ્ઠ ૨૮ (૫૫૪) પ્રશ્ન-શું પર્યાયનું કારણ સ્વદ્રવ્ય પણ નથી? ઉત્તરઃ- પરદ્રવ્યથી તો પોતાની પર્યાય થતી નથી પણ પોતાના દ્રવ્યથી પર્યાય થઈ તેમ કહેવું તે પણ વ્યવહાર છે. ખરેખર તો પર્યાય પર્યાયની યોગ્યતાથી સ્વકાળે થાય છે એ નિશ્ચય છે. સમ્યગ્દર્શનની પર્યાયનો ઉત્પાદ થયો માટે મિથ્યાત્વકર્મનો નાશ થયો તેમ તો છે જ નહીં, પણ સમ્યગ્દર્શનનો ઉત્પાદ થયો માટે મિથ્યાત્વભાવનો વ્યય થયો તેમ પણ નથી. સમ્યગ્દર્શન પર્યાયનો ઉત્પાદ સ્વતંત્ર થયો છે, મિથ્યાત્વભાવની પર્યાયનો વ્યય પણ સ્વતંત્ર થયો છે. કેવળજ્ઞાન પર્યાયનો ઉત્પાદ થયો તે કેવળજ્ઞાનાવરણીનો અભાવ થયો માટે તો નહિ, પણ પોતાના દ્રવ્યના કારણે કેવળજ્ઞાન પર્યાયનો ઉત્પાદ થયો તેમ પણ નથી. પર્યાયનો પર્યાયના પક્કરકથી સ્વતંત્ર ઉત્પાદ થયો છે. અહીં તો પર્યાયનો દાતા દ્રવ્ય નથી તેમ કહેવું છે. દ્રવ્ય ઉપર લક્ષ ગયું છે તે પર્યાયના સામર્થ્યથી દ્રવ્ય ઉપર જાય છે, દ્રવ્યના કારણથી નહિ. સમ્યગ્દર્શનની પર્યાયનું લક્ષ દ્રવ્ય ઉપર જાય છે એ પર્યાયનું સામર્થ્ય છે. આ બાર અંગનું દોહન છે. ખરેખર તો પર્યાય પર્યાયના સ્વકાળથી, જન્મક્ષણથી પર્યાય થવાની હોય તે જ થાય છે, દ્રવ્યથી પર્યાય થાય છે તેમ કહેવું એ પણ વ્યવહાર છે. ઉત્પાદ પર્યાયને દ્રવ્ય કારણ નથી અને વ્યય પણ કારણ નથી. તે ઉત્પાદ પર્યાયનો નિશ્ચય છે. સમ્યગ્દર્શન પર્યાય દ્રવ્યના આશ્રયથી થાય છે તેમ કહેવું તે અપેક્ષિત કથન છે. સમ્યગ્દર્શન પર્યાય થાય છે તે તેનો જન્મક્ષણ છે, પણ તે પર્યાયનું લક્ષ દ્રવ્ય ઉપર છે. તેથી દ્રવ્યના આશ્રયે સમ્યગ્દર્શન થાય છે તેમ કહેવાય છે. ખરેખર તો સમ્યગ્દર્શન પર્યાયને પરથી ભિન્ન પડવાનો-ભેદજ્ઞાન પર્યાય થવાનો સ્વકાળ છે, જન્મક્ષણ છે. ત્યારે જ તે પર્યાય થાય છે પણ એ થાય કોને? કે જેનું લક્ષ દ્રવ્યસ્વભાવ ઉપર હોય તેને જ થાય છે. [ પર્યાયમાં ઊભા ઊભા પર્યાય સામું જોનારને પર્યાયના સ્વકાળનું સાચું જ્ઞાન થતું નથી.] Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #187 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮૦: જ્ઞાનગોષ્ઠી જૈનદર્શનનું આ પરમ સત્ય સ્વરૂપ છે. તેનો વિરોધ કરવાથી મહા મોહનીય અંતરાયકર્મ બંધાય છે ને તેની દશા બહુ હીન થઈ જાય છે. -આત્મધર્મ અંક ૩૯૯, જાન્યુઆરી ૧૯૭૭, પૃષ્ઠ ૧૪-૧૬ (૫૫૫) પ્રશ્ન:- દ્રવ્યને સાવ નકામું કરી દીધું, પર્યાયને પણ દ્રવ્ય કરે નહિ? ઉત્તર- અરે ભાઈ ! આ તો અંતર પેટની મૂળની વાતો છે. આમાં દ્રવ્ય નકામું નથી થઈ જતું, પણ અલૌકિક દ્રવ્ય સિદ્ધ થાય છે. -આત્મધર્મ અંક ૪૪૦, જુન ૧૯૮૦, પૃષ્ઠ ૩૦ (૫૫૬) પ્રશ્ન- પરમાણુમાં રંગગુણ ત્રિકાળી છે. તેની પર્યાય પહેલા સમયે કાળી હોય તે બદલીને બીજા સમયે લાલ, સફેદ, પીળી થઈ જાય તેનું કારણ કોણ? જો રંગગુણ કારણ હોય તો રંગગુણ તો કાયમ છે છતાં પરિણમનમાં આમ વિચિત્રતા કેમ ? ઉત્તર- ખરેખર તો તે સમયની પર્યાય પોતાના પકારકથી સ્વતંત્ર પરિણમી છે. તેમ દરેક દ્રવ્યની પર્યાય તે તે કાળે સ્વતંત્ર પરિણમે છે. આહાહા ! પર્યાયની સ્વતંત્રતાની વાતો બહુ સૂક્ષ્મ છે. -આત્મધર્મ અંક ૪૨૫, માર્ચ ૧૯૭૯, પૃષ્ઠ ૨૮ (૫૫૭) પ્રશ્ન - અનાદિથી ચાલી આવતી સૌથી મોટી મૂર્ખતા કઈ છે? ઉત્તર:- જે ન થઈ શકે તે કાર્ય કરવાની બુદ્ધિ કરવી તે મૂર્ખતા છે. દેહ આદિના કાર્યો હું કરી શકું છું, હાથ-પગ આદિને હું હુલાવી શકું છું, પરદ્રવ્યોના કાર્યને હું કરી શકું છું, એ માન્યતા મૂર્ખતા છે. પરજીવોને સુખી કે દુઃખી કરી શકું છું, પરજીવોને બચાવી કે મારી શકું છું, દેશ-કુટુંબ આદિની સેવા હું કરી શકું છું એવી બુદ્ધિ તે મૂર્ખતા છે. જે પરદ્રવ્યો છે તેના કાર્ય થઈ શકતા નથી છતાં તેને કરવાની બુદ્ધિ તે મિથ્યાત્વભાવનાની મૂર્ખતા છે અને જે કાર્ય પોતાથી જ થઈ શકે છે એવા પોતાના સ્વરૂપની સાચી શ્રદ્ધા, સાચું જ્ઞાન, સાચું આચરણ એ કરતો નથી એ મૂર્ખતા છે. -આત્મધર્મ અંક ૪૨૨, ડિસેમ્બર ૧૯૭૮, પૃષ્ઠ ૩૦-૩૧ (૫૫૮) પ્રશ્ન:- એક દ્રવ્ય બીજા દ્રવ્યને કાંઈ કરે નહિ તે સિદ્ધાંતમાં એક જીવ બીજા જીવને કાંઈ કરી ન શકે તે બેસે છે પણ એક પરમાણુ બીજા પરમાણુને કાંઈ કરે નહિ તે બેસે એવું નથી ! ઉત્તર-એક પરમાણુ સ્વતંત્ર છે, પોતે કર્તા થઈને પોતાના કાર્યને કરે છે. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #188 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કર્તા-કર્મ: ૧૮૧ બીજા પરમાણુનો તેનામાં અત્યંત અભાવ છે અને એથી આગળ જરા સૂક્ષ્મ લઈએ તો પુદગલદ્રવ્યની પર્યાય પર્યાયથી સ્વતંત્ર થાય છે, દ્રવ્ય પણ કારણ નહિ. ભાઈ ! વીતરાગની વાત બહુ સૂક્ષ્મ છે. -આત્મધર્મ અંક ૪૨૯, જુલાઈ ૧૯૭૯, ટાઈટલ ૩ (૫૫૯) પ્રશ્ન:- આપ કહો છો કે શરીર તારું નહિ અને રાગ પણ તારો નહિ, પણ અમારે આખો દિવસ કામ તો એ બેની સાથે જ છે ! ઉત્તર- ભાઈ ! શરીર તો એના કારણે પકારકથી સ્વતંત્ર પરિણમે છે અને રાગ પણ એના કારણે પદ્ધારકથી પરિણમે છે. તું તો એ બેનો જાણનાર છો. એક સમયમાં પર્યાય પટ્ટારકથી સ્વતંત્ર પરિણમે છે, દ્રવ્યના કારણે નહિ, પૂર્વ પર્યાયના કારણે ઉત્તર પર્યાય પરિણમે છે એમ પણ નથી. દરેક પદાર્થની પર્યાય દરેક સમયે પર્ફોરકથી સ્વતંત્રપણે જ પરિણમે છે-એ વસ્તુની સ્થિતિ છે. ભાઈ ! તારું તત્ત્વ તો આખું જ્ઞાયકભાવથી ભરેલું છે એ જાણવા સિવાય શું કરે ? -આત્મધર્મ અંક ૪૩૪, ડિસેમ્બર ૧૯૭૯, પૃષ્ઠ ૩૧-૩ર. (પ૬૦) પ્રશ્ન:- પરદ્રવ્યના કાર્ય ભલે કરી શકતો નથી પણ અણાશક્તિભાવે પરને સુખી કરીએ, સગવડતા આપીએ તો? ઉત્તર- પરને હું સુખી કરી શકું છું, અનુકૂળતા આપી શકું છું એ દષ્ટિ જ મિથ્યાત્વની ભ્રમણા છે. પરને સુખી કરી શકું પરને લાભ કરાવી દઉં એ કર્તાબુદ્ધિનું અભિમાન છે, અણાશક્તિ નથી. -આત્મધર્મ અંક ૪૨૮, જુન ૧૯૭૯, પૃષ્ઠ ૨૪ (પ૬૧) પ્રશ્ન:- પદાર્થોની સ્વતંત્રતા સમજવાથી લાભ શું? ઉત્તર- પદાર્થોની સ્વતંત્રતા સમજવાથી પોતાના પરિણામનો કર્તા પોતે છે બીજો નથી એમ સમજવાથી પરથી ખસીને પોતામાં પરિણામ વાળીને આત્માનો અનુભવ કરવો એ લાભ થાય છે. પોતાનો સ્વભાવ જ્ઞાતાદરા છે એમ જાણીને જાણનાર-દેખનાર રહે તો ચોરાસીના અવતારમાં રખડી રખડીને ઠડ નીકળી થયો છે તે રખડવું ટળે અને મુક્તિ થાય એ લાભ થાય છે. -આત્મધર્મ અંક ૪૩૮, એપ્રિલ ૧૯૮૦, પૃષ્ઠ ૧૪ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #189 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૫) ક્રમબદ્ધપર્યાય (પ૬ર) પ્રશ્ન- કમનિયત' શબ્દનો શબ્દાર્થ તથા ભાવાર્થ બતાવશો? ઉત્તર:- “કમનિયત” શબ્દમાં કમ એટલે ક્રમસર અને નિયત એટલે નિશ્ચિત ચોક્કસ, જે સમયે જે પર્યાય આવવાની તે જ આવે. કમબદ્ધ છે તે ફરે નહિ. ત્રણકાળમાં જે સમયે જે પર્યાય થવાની તે જ થાય. જગતનો કર્તા ઇશ્વર તો નથી કે પદ્રવ્યનો કર્તા આત્મા તો નથી પણ રાગનો કર્તા પણ આત્મા નથી અને પલટતી પર્યાયનો પણ કર્તા આત્મા નથી. પદ્ગારકથી સ્વતંત્રપણે કર્તા થઈને પરિણતી થાય છે, તે સત્ છે તેને કોઈની અપેક્ષા નથી. –આત્મધર્મ અંક ૪૨૭, મે ૧૯૭૯, પૃષ્ઠ ૨૨ (૫૬૩) પ્રશ્ન:- પર્યાય ક્રમબદ્ધ અકાળે ઉત્પન્ન થાય પણ આ જ પ્રકારની પર્યાય ઉત્પન્ન થાય એમ એમાં ક્યાં આવ્યું? ઉત્તર:- પર્યાય ક્રમબદ્ધ સ્વકાળ ઉત્પન્ન થાય એમાં પર્યાય જે સમયે નિશ્ચિત થવાની છે તે જ થાય એમ આવે છે, કેમકે અકાળે થતા પર્યાયને નિમિત્તાદિ કોઈની અપેક્ષા જ નથી. -આત્મધર્મ અંક ૪ર૭, મે ૧૯૭૯, પૃષ્ઠ ૨૨-૨૩ (પ૬૪) પ્રશ્ન- ક્રમબદ્ધ પર્યાય દ્રવ્યમાં ગોઠવાયેલી જ છે? ઉત્તર:- પર્યાય ક્રમબદ્ધ દ્રવ્યમાં ગોઠવાયેલી જ છે, એ સર્વજ્ઞ પ્રત્યક્ષ જાણે છે. નીચેવાળાને પ્રત્યક્ષ નથી પણ યોગ્યતા અનુસાર પર્યાય કમબદ્ધ થાય છે તેમ અનુમાન જ્ઞાનથી જાણે છે. -આત્મધર્મ અંક ૪૨૦, ઓકટોબર ૧૯૭૮, પૃષ્ઠ ૨૭ (પ૬૫). પ્રશ્ન:- કેવળી ભગવાન ભૂત-ભવિષ્યની પર્યાયોને યોગ્યતા રૂપ જાણે છે કે તે પર્યાયોને વર્તમાનવત્ પ્રત્યક્ષ જાણે છે? Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #190 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ક્રમબદ્ધપર્યાયઃ ૧૮૩ ઉત્તર- દરેક પદાર્થની ભૂતકાળની પર્યાયો અને ભવિષ્યકાળની પર્યાયો વર્તમાનમાં અવિધમાન-અપ્રગટ હોવા છતાં સર્વજ્ઞ ભગવાન વર્તમાનવત્ પ્રત્યક્ષ જાણે છે. અનંતકાળ પહેલાં થઈ ગયેલ ભૂતકાળની પર્યાયો અને અનંતકાળ પછી થનારી ભવિષ્યની પર્યાયો અવિધમાન હોવા છતાં કેવળજ્ઞાન વર્તમાનવત્ પ્રત્યક્ષ જાણે છે. આહાહા! જે પર્યાયો થઈને ગઈ છે અને જે થઈ નથી એવી ભૂત-ભવિષ્યની પર્યાયોને પ્રત્યક્ષ જાણે એ જ્ઞાનની દિવ્યતાનું શું કહેવું? કેવળી ભગવાન ભૂતભવિષ્યની પર્યાયોને દ્રવ્યમાં યોગ્યતારૂપ જાણે છે એમ નહિ, પણ તે તે પર્યાયો વર્તમાનવ-પ્રત્યક્ષ હોય તેમ જાણે છે. એ સર્વજ્ઞના જ્ઞાનની દિવ્યતા છે. ભૂતભવિષ્યની અવિધમાન પર્યાયો કેવળજ્ઞાનમાં વિદ્યમાન જ છે. આહાહા! એક સમયની કેવળજ્ઞાન પર્યાયની આવી વિસ્મયતા અને આશ્ચર્યતા છે તો આખા દ્રવ્યના સામર્થ્યની વિસ્મયતા અને આશ્ચર્યતાનું કહેવું શું? -આત્મધર્મ અંક ૪ર૭, મે ૧૯૭૯, પૃષ્ઠ ૩૪ (પ૬૬) પ્રશ્ન- આત્મા પરમાં તો કાંઈ ફેરફાર ન કરી શકે એ તો ઠીક, પણ પોતાની પર્યાયોમાં ફેરફાર કરવામાં પણ તેનો કાબુ નહિ? ઉત્તર:- અરે ભાઈ ! જ્યાં દ્રવ્યને નક્કી કર્યું ત્યાં વર્તમાન પર્યાય પોતે દ્રવ્યમાં વળી જ ગઈ, પછી તારે કોને ફેરવવું છે? મારી પર્યાય મારા દ્રવ્યમાંથી આવે છે એમ નક્કી કરતાં જ પર્યાય દ્રવ્યમાં અંતર્મુખ થઈ ગઈ, તે પર્યાય હવે કમેક્રમે નિર્મળ જ થયા કરે છે અને શાંતિ વધતી જાય છે. આ રીતે પર્યાય પોતે જ્યાં દ્રવ્યમાં અંતર્મગ્ન થઈ ગઈ ત્યાં તેને ફેરવવાનું ક્યાં રહ્યું? તે પર્યાય પોતે દ્રવ્યના કાબુમાં આવી જ ગયેલી છે. પર્યાય આવશે ક્યાંથી? -દ્રવ્યમાંથી, માટે જ્યાં આખા દ્રવ્યને કાબુમાં લઈ લીધું (-શ્રદ્ધા-જ્ઞાનમાં સ્વીકારી લીધું) ત્યાં પર્યાયો કાબુમાં આવી જ ગઈ એટલે કે દ્રવ્યના આશ્રયે પર્યાયો સમ્યક નિર્મળ જ થવા માંડી. જ્યાં સ્વભાવ નક્કી કર્યો ત્યાં જ મિથ્યાજ્ઞાન ટળીને સમ્યકજ્ઞાન થયું, મિથ્યાશ્રદ્ધા પલટીને સમ્યગ્દર્શન થયું.-એ પ્રમાણે નિર્મળ પર્યાય થવા માંડી તે પણ વસ્તુનો ધર્મ છે. વસ્તુનો સ્વભાવ ફર્યો નથી ને પર્યાયોના ક્રમની ધારા તૂટી નથી. દ્રવ્યના આવા સ્વભાવનો સ્વીકાર કરતાં પર્યાયની નિર્મળ ધારા શરૂ થઈ ગઈ ને જ્ઞાનાદિનો અનંતો પુરુષાર્થ તેમાં ભેગો જ આવી ગયો. સ્વ કે પર કોઈ દ્રવ્યને, કોઈ ગુણને કે કોઈ પર્યાયને ફેરવવાની બુદ્ધિ જ્યાં ન રહી ત્યાં જ્ઞાન જ્ઞાનમાં જ ઠરી ગયું એટલે એકલો વીતરાગી જ્ઞાતા ભાવ જ રહી ગયો, તેને અલ્પકાળમાં મુક્તિ થાય જ. બસ! જ્ઞાનમાં જ્ઞાતાદષ્ટાપણું રહેવું તે જ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #191 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮૪: જ્ઞાનગોષ્ઠી સ્વરૂપ છે. તે જ બધાનો સાર છે. અંતરની આ વાત જેને ખ્યાલમાં ન આવે તેને ક્યાંક પરમાં કે પર્યાયમાં ફેરફાર કરવાનું મન થાય છે; જ્ઞાતાભાવને ચૂકીને ક્યાંય પણ ફેરફાર કરવાની બુદ્ધિ તે મિથ્યાબુદ્ધિ છે. –આત્મધર્મ અંક ૪૧૨, ફેબ્રુઆરી ૧૯૭૮, પૃષ્ઠ ૨૯ (૫૬૭) પ્રશ્ન:- એક બાજુ પર્યાય ક્રમબદ્ધ કહો છો અને બીજી બાજુ પર્યાય ઉપરથી દષ્ટિ ઉઠાવવાનું કહો છો ? ઉત્તરઃ- પર્યાય ક્રમબદ્ધ થાય એમ જાણે તો પર્યાયનું કર્તુત્વ છૂટીને અકર્તા સ્વભાવી દ્રવ્ય ઉપર દષ્ટિ જાય છે. ક્રમબદ્ધ ઉપર દષ્ટિ રાખીને ક્રમબદ્ધનો નિર્ણય નથી થતો. દ્રવ્ય ઉપર દષ્ટિ કરે ત્યારે ક્રમબદ્ધનો સાચો નિર્ણય થાય છે. ક્રમબદ્ધ છે એ તો સર્વજ્ઞનો પ્રાણ છે. -આત્મધર્મ અંક ૪૪૦, જૂન ૧૯૮૦, પૃષ્ઠ 3 (પ૬૮). પ્રશ્ન- ક્રમબદ્ધમાં ક્રમબદ્ધની વિશેષતા છે કે દ્રવ્યની ? ઉત્તર- ક્રમબદ્ધમાં જ્ઞાયક દ્રવ્યની વિશેષતા છે. ક્રમબદ્ધમાં અકર્તાપણું સિદ્ધ કરીને જ્ઞાયકપણું બતાવવું છે. –આત્મધર્મ અંક ૪૪૦, જૂન ૧૯૮૦, પૃષ્ઠ ૩૦ (પ૬૯) પ્રશ્ન- વસ્તુમાં નિયત અને અનિયત બંને ધર્મો એક સાથે છે, અને જ્ઞાનીને બંનેનો સ્વીકાર છે-આવી સ્થિતિમાં વસ્તુને ક્રમબદ્ધ કેમ કહે છે, સાથે રહેલ અક્રમને પણ કેમ નથી સ્વીકારતા ? ઉત્તર- નિયતને અને તેની સાથે નિયત સિવાયના બીજા અનિયતને (એટલે કે પુરુષાર્થ, કાળ, સ્વભાવ, જ્ઞાન, શ્રદ્ધા, નિમિત્ત વગેરેને) પણ જ્ઞાની સ્વીકારે છે, માટે તેને નિયત-અનિયતનો મેળ થયો. (અહીં “અનિયત' નો અર્થ “અક્રમબદ્ધ એમ ન સમજવો, પણ નિયતની સાથે રહેલા નિયત સિવાયના પુરુષાર્થ વગેરે ધર્મોને અહીં “અનિયત' કહ્યા છે-એમ સમજવું.) એ રીતે વસ્તુમાં ‘નિયત” “અનિયત” બંનો ધર્મો એક સમયે એક સાથે છે એટલે અનેકાન્ત સ્વભાવ છે. ને તેની શ્રદ્ધામાં અનેકાન્તવાદ છે. -આત્મધર્મ અંક ૯૮, માગશર ૨૪૭૮, પૃષ્ઠ ૪૪ (૫૭૦) પ્રશ્ન:- સમ્યક નિયતવાદ એટલે શું? ઉત્તર- જે પદાર્થમાં જે સમયે જે ક્ષેત્રે જે નિમિત્તે જેમ થવાનું તેમ થવાનું Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #192 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ક્રમબદ્ધપર્યાયઃ ૧૮૫ જ છે, તેમાં કિંચિત્ ફેરફાર કરવા કોઈ સમર્થ નથી-એવો જ્ઞાનમાં નિર્ણય કરવો તે સમ્યક્ નિયતવાદ છે, અને તે નિર્ણયમાં સ્વભાવ તરફનો અનંત પુરુષાર્થ આવી જાય છે. -આત્મધર્મ અંક ૪૭, ભાદ્રપદ ૨૪૭૩, પૃષ્ઠ ૨૪૪ (૫૭૧ ) પ્રશ્ન:- મિથ્યાનિયતવાદને ગૃહીતમિથ્યાત્વ કેમ કહ્યું છે? ઉત્ત૨:- નિમિત્તથી ધર્મ થાય, રાગથી ધર્મ થાય, શરીરાદિનું આત્મા કરી શકે એવી માન્યતારૂપ અગૃહીતમિથ્યાત્વ તો અનાદિનું હતું, અને જન્મ્યા પછી શાસ્ત્ર વાંચીને અથવા કુગુરુ વગેરેના નિમિત્તે મિથ્યાનિયતવાદનો નવો કદાગ્રહ ગ્રહણ કર્યો તેથી તેને ગૃહીતમિથ્યાત્વ કહેવાય છે. પહેલાં જેને અનાદિનું અગૃહીતમિથ્યાત્વ હોય તેને જ ગૃહીતમિથ્યાત્વ થાય. જીવો સાતાશીળિયાપણાથી, ઈન્દ્રિયવિષયોના પોષણ માટે, ‘થવાનું હશે તેમ થશે' એમ કહી એક સ્વછંદતાનો માર્ગ શોધી કાઢે છે તેનું નામ ગૃહીતમિથ્યાત્વ છે. -આત્મધર્મ અંક ૪૭, ભાદ્રપદ ૨૪૭૩, પૃષ્ઠ ૨૪૬ (૫૭૨ ) પ્રશ્ન:- વસ્તુનું પરિણમન ક્રમબદ્ધ માનવાથી તો એમ લાગે છે કે પુરુષાર્થનું કંઈ કામ જ નથી, પુરુષાર્થ નિરર્થક છે; કારણ કે જ્યારે બધું જ નિશ્ચિત છે, તો આત્માનુભૂતિ, સમ્યગ્દર્શન વગેરે પણ નિશ્ચિત માનવાં પડશે પછી પુરુષાર્થ કરવાનો ક્યાં અવકાશ છે ? ઉત્ત૨:- ક્રમબદ્ધ પર્યાયનો સ્વીકાર કરવાથી પુરુષાર્થ ઉડી જાય છે–એવો ભય તો અજ્ઞાનીને લાગે છે, કારણ કે તે હા પુરુષાર્થનું જ સાચું સ્વરૂપ જાણતો નથી. વાસ્તવમાં ક્રમબદ્ધપર્યાયને માનવાથી સમ્યક્ પુરુષાર્થનો આરંભ થાય છે, કારણ કે સંપૂર્ણ જગતનું પરિણમન ક્રમબદ્ધ માનવાથી પર્યાય ઉપર દષ્ટિ નથી રહેતી. કોઈપણ પર્યાયનો હઠાવવા કે લાવવાનો વિકલ્પ નથી રહેતો અને દૃષ્ટિ સ્વભાવસન્મુખ થઈ જાય છે. આ જ સમ્યક્ પુરુષાર્થ છે. જ્યાં સુધી ફેરફાર કરવાની દૃષ્ટિ થશે ત્યાં સુધી ઊંધો અને વ્યર્થ પુરુષાર્થ થતો રહેશે અને જ્યારે ફેરફાર કરવાની દૃષ્ટિ નષ્ટ થઈને સહજ સ્વભાવની દષ્ટિ થશે તો સમ્યક્ પુરુષાર્થ શરૂ થશે. ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કરવાથી ‘હું પરનું કરી દઉં, વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય થાય છે'-વગેરે બધી જૂઠી માન્યતાઓ સમાપ્ત થઈ જાય છે. અને અંતર સ્વભાવમાં સ્થિર થવાનો માર્ગ ખૂલી જાય છે. -હિન્દી આત્મધર્મ ઓકટોબર ૧૯૮૧, પૃષ્ઠ ૨૪ (૫૭૩) પ્રશ્ન:- પુરુષાર્થ કરવો અમારા હાથની વાત છે કે ક્રમબદ્ધમાં હોય ત્યારે થાય ? Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #193 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮૬: જ્ઞાનગોષ્ઠી ઉત્ત૨:- પુરુષાર્થ કરવો તે પોતાના હાથની વાત છે પણ એ ક્રમબદ્ધનો નિર્ણય પુરુષાર્થને આધીન છે. ક્રમબદ્ધનો નિર્ણય સ્વસન્મુખના પુરુષાર્થ પૂર્વક જ થાય છે. -આત્મધર્મ અંક ૪૦૧, માર્ચ ૧૯૭૭, પૃષ્ઠ ૧૯ (૫૭૪) પ્રશ્ન:- જેને પુરુષાર્થ કરવો નથી એ ક્રમબદ્ધમાં થવું હશે તેમ થશે તેમ માનીને પ્રમાદમાં પડયો રહેશે ? ઉત્ત૨:- અરે ભાઈ! ક્રમબદ્ધના નિર્ણયમાં અકર્તાવાદનો અનંતો પુરુષાર્થ થાય છે. અનંતો પુરુષાર્થ થયા વિના ક્રમબદ્ધ માની શકતો નથી. ક્રમબદ્ધનો સિદ્ધાંત એવો છે કે તે બધા વિરોધને તોડી નાખનારો છે. ક્રમબદ્ધમાં જ્ઞાતાપણાનો-અકર્તાપણાનો પુરુષાર્થ છે. રાગને ફેરવવો તો નથી પણ પર્યાયને કરવી કે ફેરવવી નથી. બસ જાણે....જાણે...ને જાણે, સમયસાર ગાથા ૩૨૦માં કહ્યું છે ને કે બંધમોક્ષને પણ કરતો નથી, જાણે જ છે. ક્રમબદ્ધના નિર્ણયવાળાનું લક્ષ દ્રવ્ય ઉપર છે. દ્રવ્ય ઉપર લક્ષવાળો જ્ઞાતા છે તેને ક્રમબદ્ધના કાળમાં રાગાદિ આવે છે પણ તેના ઉપર લક્ષ નથી, તેથી તે રાગાદિનો જાણનાર જ છે. એક ક્રમબદ્ધને સમજે તો બધા ફેંસલા-ખુલાસા થઈ જાય. નિમિત્તથી થાય નહિ પર્યાય આડી-અવળી થાય નહિ અને થયા વિના રહે નહિ. પોતાની પર્યાયનો પણ અકર્તા થઈ જાય. ક્રમબદ્ધનું તાત્પર્ય વીતરાગતા છે. -આત્મધર્મ અંક ૪૨૮, જૂન ૧૯૭૯, પૃષ્ઠ ૨૫ (૫૭૫ ) પ્રશ્નઃ- સમ્યગ્દષ્ટિ જ્યારે મોક્ષપ્રાપ્તિ માટે પુરુષાર્થ કરે છે ત્યારે મોક્ષ પ્રાપ્ત થાય છે કે મોક્ષની પર્યાય જ્યારે પ્રાપ્ત થવાની છે ત્યારે મોક્ષપ્રાપ્તિ સહજ પોતાથી થઈ જાય છે? ઉત્ત૨:- આ સંબંધમાં અનેકાંત છે. સમ્યગ્દષ્ટિ જ્યારે મોક્ષપ્રાપ્તિનો પુરુષાર્થ કરે છે ત્યારે જ મોક્ષ પ્રાપ્ત થાય છે. અને ત્યારે જ મોક્ષની પર્યાય થવા યોગ્ય થાય છે; આથી તે કાળે મોક્ષપ્રાપ્તિ સહજ થઈ જાય છે. સમ્યગ્દષ્ટિ તો દ્રવ્ય-સ્વભાવ ઉપર દૃષ્ટિ કરે છે અર્થાત્ વાસ્તવમાં જ્યારે દ્રવ્યસ્વભાવ ૫૨ દૃષ્ટિ થાય છે, ત્યારે સહજરૂપથી મોક્ષપ્રાપ્તિ થવાયોગ્ય થાય છે જ. મોક્ષપ્રાપ્તિનો પુરુષાર્થ ઘણો જ વિચિત્ર પ્રકારનો છે. તાત્પર્ય એ છે કે મોક્ષપ્રાપ્તિ માટે કોઈ બાહ્ય પ્રયત્ન કરવો નથી પડતો. પરંતુ સહજ દ્રવ્યસ્વભાવની દૃષ્ટિ કરવી તથા તેમાંજ સ્થિરતા કરવી એ જ મોક્ષપ્રાપ્તિનો ઉપાય છે, પ્રયત્ન છે, પુરુષાર્થ છે. હિન્દી આત્મધર્મ, ઓકટોબર ૧૯૮૧, પૃષ્ઠ ૨૩ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #194 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કમબદ્ધપર્યાયઃ ૧૮૭ (પ૭૬). પ્રશ્ન- સહજ દ્રવ્યસ્વભાવની દષ્ટિ અર્થાત્ આત્મપ્રાપ્તિ પુરુષાર્થથી થાય છે કે કાળલબ્ધિથી ? ઉત્તર- વાસ્તવમાં પુરુષાર્થથી થાય છે. આત્મપ્રાતિ કહો કે સમ્યગ્દર્શન-એક જ વાત છે. જોકે સમયસારના કળશ ટીકાકાર પાંડ રાજમલજી તો ચોથા કળશની ટીકામાં કહે છે કે “સમ્યકત્વ-વસ્તુ યત્ન સાધ્ય નથી સહજરૂપ છે' પરંતુ ત્યાં તો અન્ય અપેક્ષા છે. ત્યાં તો એમ બતાવવું છે કે જ્યારે જીવને વધુમાં વધુ અર્ધપુદ્ગલપરાવર્તન કાળ બાકી રહે છે ત્યારે જ મોક્ષની પ્રાપ્તિ થાય છે. તેઓ જાતે ત્યાં લખે છે અનંત સંસાર જીવને ભ્રમણ કરતાં જાય છે તે સંસારી જીવ એક ભવ્યરાશી છે, એક અભવ્યરાશિ છે. તેમાં અભવ્યરાશિ જીવ ત્રણેકાળ મોક્ષ જવા માટે અધિકારી નથી. ભવ્ય જીવોમાં કેટલાક જીવ મોક્ષ જવા યોગ્ય છે. તેઓને મોક્ષ પહોંચવાનો કાળ-પરિમાણ છે. વિવરણ-આ જીવ આટલો કાળ વિત્યા પછી મોક્ષ થશે એવી નોંધ કેવળજ્ઞાનમાં છે. તે જીવ સંસારમાં ભ્રમણ કરતાં કરતાં જ્યારે અર્ધપુદ્ગલપરાવર્તન માત્ર રહે છે ત્યારે સમ્યકત્વ ઉપજવા યોગ્ય છે તેનું નામ કાળલબ્ધિ કહેવાય છે. જો કે સમ્યક્ત્વરૂપ જીવદ્રવ્ય પરિણમે છે તોપણ કાળલબ્ધિ વગર કરોડ ઉપાય જો કરવામાં આવે તોપણ જીવ સમ્યકત્વરૂપ પરિણમવા માટે યોગ્ય નથી-એવો નિયમ છે તેથી જાણવું કે સમ્યત્વ વસ્તુ યત્ન સાધ્ય નથી. સહજરૂપ છે. -હિન્દી આત્મધર્મ, ઓકટોબર ૧૯૮૧, પૃષ્ઠ ૨૩ (૫૭૭) પ્રશ્ન- જો એમ છે તો અમારે શું સમજવું? ઉત્તર- જાઓ; જોકે કળશ ટીકાકારે તો અહીંયા કાળલબ્ધિની મુખ્યતાથી વ્યાખ્યાન કર્યું છે, તો પણ પુરુષાર્થ વગર કોઈ કાર્યની સિદ્ધિ થતી નથી-આ પણ એટલો જ મહત્વનો સિદ્ધાંત છે. આત્મપ્રાપ્તિના પ્રસંગમાં તો તેની જ મુખ્યતા કરવી યોગ્ય છે. અહીંયા આ વાતનો વિચાર કરવા યોગ્ય છે કે આત્મપ્રાતિના પ્રસંગમાં સમ્યક પુરુષાર્થ શું છે? સમ્યક પુરુષાર્થ વિના આત્મપ્રાપ્તિ સંભવ નથી એટલી વાત તો સીધી જ છે કે પુરુષાર્થ વગર આત્મપ્રાપ્તિ થાય જ નહિ. - હવે આ તો વિશ્વાસ થવો જોઈએ કે મારો સ્વકાળ આવી ગયો છે અને સર્વપ્રકારે અવસર આવી ગયો છે, હવે મારે સભ્યપુરુષાર્થ દ્વારા સમ્યક્દર્શન પ્રાપ્ત કરવું યોગ્ય છે. આખું જગત પોતાને રુચતી વાતનો તો તુરત જ વિશ્વાસ કરે છે પરંતુ આ સમ્યકપુરુષાર્થની વાતનો વિશ્વાસ નથી કરતું, કેવી વિચિત્ર વાત છે કે જે કાર્ય Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #195 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮૮: જ્ઞાનગોષ્ઠી તેનાથી થઈ શકતું નથી, તેને તે કરી શકતો નથી, તેનો તો તરત વિશ્વાસ કરીને પુરુષાર્થ કરે છે, પરંતુ જે વસ્તુ પોતાની છે, પોતાનાથી થઈ શકે છે, તેનો ન વિશ્વાસ કરે છે અને ન પુરુષાર્થ કરે છે. તેથી હે ભાઈ ! તું તો એવી શ્રદ્ધા કર કે હું તો સંસાર સાગરથી તરવાના માર્ગ ઉપર જ જઈ રહ્યો છે. મારું સંસાર-ભ્રમણ સમાપ્તિ પર છે. તેથી ભવ-રહિત સ્વભાવની વૃદ્ધિ કરીને પોતાનું હિત કરી લેવું જોઈએ. -હિન્દી આત્મધર્મ, ઓકટોબર ૧૯૮૧, પૃષ્ઠ ૨૪ (૫૭૮) પ્રશ્ન:- રાજમલ્લજી કાળલબ્ધિને જ્યાં હોય ત્યાં કેમ નાખે છે? ઉત્તર- પાંચ સમવાય સાથે જ છે, રાજમલજીને કાળલબ્ધિ સિદ્ધ કરવી છે, હું તો પહેલેથી જ કહું છું કે જે કાળે જે થવાનું હોય તે જ થાય. એનું જ્ઞાન થાય કોને? કે જે સ્વભાવની દષ્ટિ કરે તેને કાળલબ્ધિનું સાચું જ્ઞાન થાય છે. -આત્મધર્મ અંક ૩૯૧, મે ૧૯૭૬, પૃષ્ઠ ૨૭ (પ૭૯) પ્રશ્ન:- જેવા ભાવ કરે તે થાય કે થવાના હોય તે થાય ? ઉત્તર- થવાના હોય તે થાય, પણ કરે છે માટે થાય છે. જે થવાના હતા તેનો કર્તા થઈને કરે છે. ખરેખર તો થવાના હતા તે થયા તેમ કોને ?-કે સ્વભાવનો નિર્ણય છે તેને. જ્ઞાયકભાવની દષ્ટિ કરે તો થવાનું હતું તે થાય તેમ સમ્યક નિર્ણય થાય છે. –આત્મધર્મ અંક ૪૯૪, જૂન ૧૯૭૭, પૃષ્ઠ ૨૦ (૫૮૦) પ્રશ્ન- થવાનું હોય તે થાય તો પુરુષાર્થ નબળો પડે ને? ઉત્તર- થવાનું હોય તે થાય તે ક્યારે ?-કે પર્યાયનું લક્ષ દ્રવ્ય ઉપર જાય ત્યારે સમ્યક નિર્ણય થાય. તેમાં ઘણો પુરુષાર્થ છે. –આત્મધર્મ અંક ૪/૪, જૂન ૧૯૭૭, પૃષ્ઠ ૨૦ (૫૮૧), પ્રશ્ન:- જ્યારે આત્મા જ્ઞાયક જ છે, તો પછી તેમાં કરવાનું શું ? ઉત્તર- ભાઈ ? તું જ્ઞાયક જ છો એમ નિર્ણય લાવ! જ્ઞાયક જ છો પણ એ જ્ઞાયકનો નિર્ણય કરવાનો છે. પુરુષાર્થ કરું.... કરું...પણ એ પુરુષાર્થ તો દ્રવ્યમાં ભર્યો છે તો એ દ્રવ્ય ઉપર લક્ષ જાય ત્યાં પુરુષાર્થ પ્રગટે છે, પણ એને કરું...કરું કરીને કાંઈક નવીન કાર્ય કરવું Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #196 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કમબદ્ધપર્યાયઃ ૧૮૯ છે. પણ જ્યારે દ્રવ્ય ઉપર લક્ષ જાય છે ત્યારે બધું જેમ છે તેમ છે તેમ જાણે છે. પરનું તો કાંઈ પલટાવવું નથી અને સ્વનું પણ કાંઈ પલટાવવું નથી. સ્વનો નિર્ણય કરતાં દિશા જ પલટી જાય છે. -આત્મધર્મ અંક ૪૨૭, મે ૧૯૭૯, પૃષ્ઠ ૩ર (૫૮૨) પ્રશ્ન:- પર્યાય તો વ્યવસ્થિત જ થવાની છે એટલે પુરુષાર્થની પર્યાય તો જ્યારે તેનો પ્રગટવાનો કાળ આવશે ત્યારે જ પ્રગટશે એટલે હવે કરવાનું શું રહે છે? ઉત્તર- વ્યવસ્થિત પર્યાય છે એમ જાણું ક્યાંથી? વ્યવસ્થિત પર્યાય દ્રવ્યમાં છે તો તેને દ્રવ્ય ઉપર દષ્ટિ કરવાની છે. પર્યાયના ક્રમ ઉપર દષ્ટિ રાખવાની નથી પણ ક્રમસર પર્યાય જેમાંથી પ્રગટે છે એવા દ્રવ્યસામાન્ય ઉપર જ એને દષ્ટિ કરવાની છે. સામાન્ય ઉપરની દષ્ટિમાં અનંત પુરુષાર્થ આવે છે. ક્રમબદ્ધના સિદ્ધાંતથી અકર્તાપણું સિદ્ધ થાય છે, ક્રમ સામે જોવાનું નથી. -આત્મધર્મ અંક ૪૨૭, મે ૧૯૭૯, પૃષ્ઠ ૨૭ (૫૮૩). પ્રશ્ન- બધા ગુણોનું કાર્ય વ્યવસ્થિત જ છે તો પછી તેને પુરુષાર્થ કરવાનો રહેતો નથી. ઉત્તર- જેને ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધામાં પુરુષાર્થ ભાસતો નથી તેને વ્યવસ્થિત બેઠું છે જ ક્યાં? -આત્મધર્મ અંક ૪ર૭, મે ૧૯૭૯, પૃષ્ઠ ૩૦ (૫૮૪) પ્રશ્ન- તેને વ્યવસ્થિત બેઠું નથી એવું તેનું પરિણમન પણ વ્યવસ્થિત જ છે. એ વ્યવસ્થિતનો નિર્ણય ન કરી શકે તેવું તેનું પરિણમન વ્યવસ્થિત જ છે તો પછી તેને નિર્ણય કર તેમ કેમ કહેવામાં આવે છે? ઉત્તર- એનું પરિણમન વ્યવસ્થિત જ છે એમ તેને ક્યાં ખબર છે? વ્યવસ્થિત પરિણમન છે તેમ સર્વજ્ઞ કહ્યું પણ સર્વજ્ઞનો તેને ક્યાં નિર્ણય છે? પહેલાં એ સર્વજ્ઞનો તો નિર્ણય કરે? પછી વ્યવસ્થિતની ખબર પડે. –આત્મધર્મ અંક ૪૨૭, મે ૧૯૭૯, પૃષ્ઠ ૩૦-૩૧ (૫૮૫) પ્રશ્ન- વ્યવસ્થિત પરિણમનશીલ વસ્તુ છે એમ ભગવાને કહેલું તેને બેઠું છે. ઉત્તર:- ના સર્વજ્ઞ ભગવાનનો પણ ખરો નિર્ણય તેને ક્યાં છે? પહેલાં સર્વજ્ઞનો નિશ્ચય આવ્યા વિના વ્યવસ્થિતનો નિર્ણય ક્યાંથી આવ્યો? એમ ને એમ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #197 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૯૦: જ્ઞાનગોષ્ઠી જ્ઞાનીની વાતો ધારી ધારીને કરે તે ન ચાલે. પહેલાં સર્વજ્ઞનો નિર્ણય લાવ. દ્રવ્યનો નિર્ણય કર્યા વિના સર્વજ્ઞનો નિર્ણય ખરેખર થાય નહિ. -આત્મધર્મ અંક ૪૨૭, મે ૧૯૭૯, પૃષ્ઠ ૩૧ (૫૮૬) પ્રશ્નઃ- ક્રમબદ્ધમાં કરવાનું શું આવ્યું? ઉત્ત૨:- કરવું છે ક્યાં? કરવામાં તો કર્તૃત્વબુદ્ધિ આવે છે. ક૨વાની બુદ્ધિ છૂટી જાય એ ક્રમબદ્ધ છે. ક્રમબદ્ધમાં કર્તૃત્વબુદ્ધિ છૂટી જાય છે. ૫૨માં તો કાંઈ કરી શકતો જ નથી અને પોતામાં પણ જે થવાનું છે તે થાય છે એટલે પોતામાં પણ રાગ થવાનો છે તે થાય છે એને કરવો શું? રાગમાંથી પણ કર્તૃત્વબુદ્ધિ છૂટી ગઈ, ભેદ અને પર્યાય ઉપરથી પણ દષ્ટિ છૂટી ગઈ ત્યારે ક્રમબદ્ધની પ્રતીતિ થઈ. ક્રમબદ્ધની પ્રતીતિમાં તો જ્ઞાતાદષ્ટા થઈ ગયો. નિર્મળ પર્યાય કરું એવી બુદ્ધિ પણ છૂટી ગઈ. રાગને કરું એ વાત તો ક્યાં રહી? પણ જ્ઞાન કરું એ બુદ્ધિ પણ છૂટી જાય છે. કર્તૃત્વબુદ્ધિ છૂટી જાય અને એકલું જ્ઞાન રહી જાય છે. જેને રાગને કરવો છે. રાગને અટકાવવો છે, તેને એ ક્રમબદ્ધની વાત બેઠી જ નથી. રાગને કરવો અને રાગને છોડવો એ પણ આત્મામાં નથી. આત્મા એકલો જ્ઞાનસ્વરૂપ છે. પરની પર્યાય તો જે થવાવાળી છે તે થાય જ છે, તેને હું શું કરું? અને મારામાં જે રાગ આવે છે તેને હું શું લાવું? અને મારામાં જે શુદ્ધ પર્યાય આવવાની તેને કરું-લાવું એવા વિકલ્પથી પણ શું? પોતાની પર્યાયમાં થવાવાળો રાગ અને થવાવાળી શુદ્ધપર્યાય તેને કરવાનો વિકલ્પ શું? રાગનું કર્તૃત્વ અને શુદ્ધપર્યાયના કર્તૃત્વનો વિકલ્પ એ સ્વભાવમાં છે જ નહિ. અકર્તાપણું આવવું એ જ મોક્ષમાર્ગનો પુરુષાર્થ છે. -આત્મધર્મ અંક ૪૨૭, મે ૧૯૭૯, પૃષ્ઠ ૨૩-૨૪ (૫૮૭) પ્રશ્ન:- મોક્ષની પર્યાય કરે ત્યારે થાય કે થવાની હોય ત્યારે થાય ? ઉત્ત૨:- જ્ઞાનીની દષ્ટિ દ્રવ્ય ઉપર પડી છે એ દ્રવ્યમાં ભાવ નામનો ગુણ છે એ ગુણના કારણે નિર્મળ પર્યાય થાય જ છે, તેને કરું તો થાય એમ નથી. દૃષ્ટિ દ્રવ્ય ઉપર પડી છે એને નિર્મળતા થાય જ છે. -આત્મધર્મ અંક ૪૩૨, ઓકટોબ૨ ૧૯૭૯, પૃષ્ઠ ૩૧ (૫૮૮ ) પ્રશ્ન:- શ્રુતજ્ઞાનીને કેવળજ્ઞાન પ્રગટાવવાની ઉતાવળ થતી નથી ? Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #198 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ક્રમબદ્ધપર્યાયઃ ૧૯૧ ઉત્તર:- શ્રુતજ્ઞાનીને કેવળજ્ઞાન પ્રગટ થવાનું જ છે તેથી ઉતાવળ-અધીરજ થતી નથી. તે જાણે છે કે ક્રમબદ્ધ પર્યાયમાં કેવળજ્ઞાન પ્રગટ થવાના કાળે પ્રગટ થવાનું જ છે તેથી ઉતાવળ કે અધીરજ થતી નથી. ક્રમબદ્ધમાં અકર્તાપણું હોવાથી વીતરાગતા છે. પૂર્ણ સ્વરૂપમાં દષ્ટિ છે તેથી વીતરાગતા છે. જેમ બીજ ઊગી છે તે પૂર્ણ-પૂનમ થશે જ એમાં સંશય કે સંદેહ નથી. તેમ જેને અંતર આત્મભાન થયું છે તેને કેવળજ્ઞાન થવાનું જ છે, કેવળજ્ઞાન દોડયું આવે છે. તે અલ્પકાળમાં પ્રગટ થશે જ, એમાં સંશય કે સંદેહ શ્રુતજ્ઞાનીને થતો નથી. -આત્મધર્મ અંક ૪૨૬, એપ્રિલ ૧૯૭૯, પૃષ્ઠ ૨૬ (૫૮૯) પ્રશ્ન:- અમારી કાળલબ્ધિ પાકી નથી એટલે સમ્યગ્દર્શન થતું નથી ને? ઉત્તર- ના, ના, એમ નથી, પણ તમારો પુરુષાર્થ નથી એટલે સમ્યગ્દર્શન થતું નથી. કાળલબ્ધિની ભાષા સાંભળીને ધારી લે ને બોલે એમ ન ચાલે. ભગવાને દેખ્યું હશે ત્યારે થશે એમ ધારી લેવાથી ન ચાલે. ભગવાને દીઠું એની પ્રતીત છે? ભગવાને દીઠું એનું યથાર્થ જ્ઞાન કરે, યથાર્થ નિર્ણય કરે એની દષ્ટિ તો દ્રવ્યસ્વભાવ ઉપર હોય અને તેની કાળલબ્ધિ પાકી જ હોય છે. પરના કાર્ય કરવામાં તો ઊંધો પુરુષાર્થ કરે છે અને તારા આત્મકાર્યમાં કાળલબ્ધિના બહાના કાઢી પુરુષાર્થ કરતો નથી તો સમ્યગ્દર્શન ક્યાંથી થાય ? -આત્મધર્મ અંક ૪૪૬, ડિસેમ્બર ૧૯૮૦, પૃષ્ઠ ૨૯ (૫૯૦) પ્રશ્ન:- આપે કહ્યું કે અકસ્માત કાંઈ જ થતું નથી તેથી જ્ઞાની નિઃશંક ને નિર્ભય છે. પણ છાપામાં તો અકસ્માતના બનાવો ઘણા આવે છે? ઉત્તર- જગતમાં અકસ્માત કાંઈ થતું જ નથી. જે દ્રવ્યની પર્યાય જે કાળે થવાની હોય તે જ થાય છે. દેહ છૂટવાનો જે કાળ જે ક્ષેત્ર અને જે નિમિત્તથી છૂટવાનો હોય તે રીતે જ છૂટે છે. આડું-અવળું કે અકસ્માતથી કોઈ પદાર્થનું પરિણમન થતું જ નથી. વ્યવસ્થિત જ થાય છે. –આત્મધર્મ અંક ૪૦૧, માર્ચ ૧૯૭૭, પૃષ્ઠ ૨૪-૨૫ (૫૯૧) પ્રશ્ન:- ધર્મનું મૂળ સર્વજ્ઞ છે તે સર્વજ્ઞને ક્યારે માન્યા કહેવાય ? ઉત્તર ધર્મનું મૂળ સર્વજ્ઞ છે. તે સર્વજ્ઞને ક્યારે માન્યા કહેવાય? કે સર્વજ્ઞ દરેક દ્રવ્યની ત્રણ કાળની પર્યાયને જાણે છે તે પર્યાય જે સમયે થવાની તે ક્રમબદ્ધ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #199 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૯૨: જ્ઞાનગોષ્ઠી થવાની જ એમ માને ત્યારે સર્વજ્ઞને માન્યા કહેવાય. -આત્મધર્મ અંક ૪૨૭, મે ૧૯૭૯, પૃષ્ઠ ૨૨ (૫૯૨) પ્રશ્ન:- ક્રમબદ્ધનું વાસ્તવિક રહસ્ય ન સમજવાવાળા અજ્ઞાની ક્રમબદ્ધનું ગીત ગાતી વખતે શું ભૂલ કરે છે? ઉત્ત૨:- એક કહે કે ક્રમબદ્ધ પર્યાય હોય તો તો નિયત થઈ જાય છે, બીજો કહે કે ક્રમબદ્ધમાં અમારે રાગ આવવાનો હતો તે આવ્યો. તે બન્ને ભૂલ્યા છે, મિથ્યાદષ્ટિ છે, મિથ્યાત્વને ઊલટું પુષ્ટ કરીને નિગોદનો માર્ગ બન્નેએ લીધો છે. જેને ક્રમબદ્ધ યથાર્થ બેઠું છે તેની દષ્ટિ પર્યાય ઉ૫૨થી ખસીને આનંદમય આત્મા ઉપર છે, તેને ક્રમબદ્ધમાં રાગ આવે છે તેનો જાણનાર રહે છે. જ્ઞાનાનંદસ્વભાવની દષ્ટિપૂર્વક જે રાગ આવે છે તે રાગ દુઃખરૂપ લાગે છે, તેણે ક્રમબદ્ધને યથાર્થ માન્યું છે. આનંદની સાથે દુ:ખને મેળવે છે-મીંઢવે છે કે અરે! આ રાગ દુઃખરૂપ છે-એમ ક્રમબદ્ધ માનનારો આનંદની દૃષ્ટિ પૂર્વક રાગને દુ:ખરૂપ જાણે છે, રાગની મીઠાશ ઊડી ગઈ છે. જેને રાગમાં મીઠાશ પડી છે અને પહેલાં અજ્ઞાનમાં રાગને ટાળવાની ચિંતા હતી તે પણ ક્રમબદ્ધ કરીને મટી ગઈ છે તેને તો મિથ્યાત્વની પુષ્ટિ વધી છે, મિથ્યાત્વને તીવ્ર કર્યો છે. રાગ મારો નથી એમ કહે અને આનંદસ્વરૂપની દૃષ્ટિ નથી તો તેણે તો મિથ્યાત્વને વધાર્યું છે. ભાઈ! આ તો કાચા પારા જેવું વીતરાગનું સૂક્ષ્મ રહસ્ય છે. અંતરથી પચાવે તો વીતરાગતાની પુષ્ટિ થાય અને તેનું રહસ્ય ન સમજે તો મિથ્યાત્વને પુષ્ટિ કરે. -આત્મધર્મ અંક ૪૨૭, મે ૧૯૭૯, પૃષ્ઠ ૨૪-૨૫ (૫૯૩) ( પ્રશ્ન:- જીવ અજીવના કાર્યો ન કરી શકે પણ પોતાના પરિણામ તો ગમે તેમ કરી શકે ને? ઉત્ત૨:- જીવ પોતાના પરિણામ પણ ગમે તેમ ન કરી શકે પણ જે પરિણામ ક્રમસ૨ જે થવાના છે તે જ થાય છે, આડા અવળા ગમે તેમ કરી શકે નહિ. જીવ તો એકલો જ્ઞાયકભાવ માત્ર છે, જાણનાર જાણનાર જ છે. -આત્મધર્મ અંક ૪૩૯, મે ૧૯૮૦, પૃષ્ઠ ૨૯-૩૦ (૫૯૪) પ્રશ્ન:- ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કેમ થાય ? તેના દ્વારા શું સિદ્ધ કરવું છે? તેનું તાત્પર્ય શું છે? Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #200 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કમબદ્ધપર્યાયઃ ૧૯૩ ઉત્તર:- ક્રમબદ્ધ પર્યાયના સિદ્ધાંતથી મૂળ તો અકર્તાપણું સિદ્ધ કરવું છે. જૈનદર્શન અકર્તાવાદ છે. આત્મા પરદ્રવ્યનો તો કર્તા નથી જ, રાગનો પણ કર્તા નહિ અને પર્યાયનો પણ કર્તા નહિ. પર્યાય પર્યાયના જન્મક્ષણે પકારકથી સ્વતંત્ર જે થવાની તે જ થાય છે, પણ એ ક્રમબદ્ધનો નિર્ણય પર્યાયના લક્ષે થતો નથી. ક્રમબદ્ધનો નિર્ણય કરવા જાય ત્યાં શુદ્ધ ચૈતન્ય જ્ઞાયકધાતુ ઉપર દષ્ટિ જાય છે ત્યારે જાણનાર જે પર્યાય પ્રગટ થાય છે તે ક્રમબદ્ધ પર્યાયને જાણે છે. ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય સ્વભાવ સન્મુખના અનંતા પુરુષાર્થ પૂર્વક થાય છે. ક્રમબદ્ધ પર્યાયના નિર્ણયનું તાત્પર્ય વીતરાગતા છે. એ વીતરાગતા વીતરાગ સ્વભાવ ઉપર દષ્ટિ જાય છે ત્યારે પર્યાયમાં પ્રગટે છે. સમયસાર ગાથા ૩૨૦માં કહ્યું છે ને! કે જ્ઞાન બંધ-મોક્ષને કરતું નથી પણ જાણે જ છે. આહાહા ! મોક્ષને જ્ઞાન જાણે છે, મોક્ષને કરે છે એમ કહ્યું નથી. પોતામાં થતા ક્રમસર પરિણામને કરે છે એમ નહિ પણ જાણે છે એમ કહ્યું. ગજબ વાત છે! -આત્મધર્મ અંક ૪૨૭, મે ૧૯૭૯, પૃષ્ઠર૩ જો જો દેખી વીતરાગ ને, સો-સો હોશી વીરા રે; બિન દેખ્યો હોતી નહિ કયોંહી, કાહે હોત અધીરા રે. ૧ સમયો એક બઢે નહિ ઘટસી, જો સુખ-દુઃખકી પીરા રે; તું કયો સોચ કરૈ મન મૂરખ, હોય વજ જ્યોં હીરા રે. ૨ લગે ન તીર કમાન બાન કર્યું, માર સર્કે નહીં મીરા રે; તૂ સારિ પૌરુષ બલ અપનો, સુખ અનંત તો તીર રે. ૩ નિશ્ચય ધ્યાન ધરહુ વા પ્રભુ કો, જો ટારે ભવ ભીરા રે; ભૈયા' ચેત ઘરમ નિજ અપનો, જો તારે ભવ નીરા રે. ૪ -ભૈયા ભગવતીદાસ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #201 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૬) કારણશુદ્ધપર્યાય (૫૯૫) પ્રશ્ન- આપ કારણશુદ્ધપર્યાયનો ઘણોઘણો મહિમા કરો છો, પરંતુ અમારે તે શું ઉપયોગી ? ઉત્તર- તે વર્તમાન કારણરૂપ છે, તેથી જેને વર્તમાન કાર્ય (-સમ્યગ્દર્શનથી માંડીને મોક્ષ કાર્ય ) પ્રગટ કરવું હોય તેને તે ઉપયોગી છે, કેમ કે તે કારણનો આશ્રય કરતાં કાર્ય પ્રગટી જાય છે. દ્રવ્યથી તે કારણશુદ્ધપર્યાય કાંઈ જુદી નથી. દ્રવ્ય ત્રિકાળ એવું ને એવું પૂરેપૂરું વર્તમાનમાં વર્તી રહ્યું છે. અરે જીવ! તું જ્યારે જો ત્યારે વર્તમાન કારણપણે પૂરું દ્રવ્ય તારી પાસે જ છે... તે તું જ છે. માત્ર તારા નયનની આળસે તે તારા કારણને જોયું નથી તેથી જ તારું કાર્ય અટકયું છે-હવે તો અંતરમાં નજર કરીને આ કારણને દેખ...આ કારણનો સ્વીકાર કરીને તેનો આશ્રય કરતાં તારું નિર્મળકાર્ય થઈ જશે. દ્રવ્ય-ગુણનો વર્તમાન વર્તતો સ્વ-આકાર તે કારણશુદ્ધપર્યાય છે, બીજા કારણોનો આશ્રય છોડીને, આ સ્વ-આકાર કારણના સ્વીકારથી જ સમ્યગ્દર્શનાદિ કાર્ય થાય છે. -આત્મધર્મ અંક ૧૯૩, કારતક ૨૪૮૬, પૃષ્ઠ ૧૬ (૫૯૬) પ્રશ્ન:- કારણ શુદ્ધપર્યાયમાં “પર્યાય” શબ્દ આવે છે એવી સ્થિતિમાં તે પર્યાયદષ્ટિનો વિષય થઈ જાય છે? ઉત્તર:- ના, “પર્યાય” શબ્દ આવે છે તેથી એમ ન સમજવું કે તે પર્યાયદષ્ટિનો વિષય છે. તે પર્યાય દ્રવ્ય સાથે સદા તન્મયપણે વર્તતી થકી દ્રવ્યદૃષ્ટિના વિષયમાં સમાય છે. ત્રિકાળી આખા દ્રવ્યનો એક વર્તમાન ભેદ હોવાથી તેને માટે “પર્યાય' શબ્દ વાપર્યો છે....ને વર્તમાનકાર્ય (મોક્ષમાર્ગ) કરવા માટે તેનું વર્તમાન કારણ બતાવ્યું છે. આ કારણ ઉપર જેની દષ્ટિનું જોર છે તેને સમ્યગ્દર્શનાદિ કાર્ય થાય છે. -આત્મધર્મ અંક ૧૯૩, કારતક ૨૪૮૬, પૃષ્ઠ ૧૪ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #202 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કારણશુદ્ધપર્યાયઃ ૧૯૫ (૫૯૭) પ્રશ્ન:- કારણશુદ્ધપર્યાય અને કાર્યશુદ્ધપર્યાય કયા નયનો વિષય છે? ઉત્ત૨:- કારણશુદ્ધપર્યાય સહજશુદ્ઘનિશ્ચયનયનો વિષય છે ને આ કાર્યશુદ્ધપર્યાય શુદ્ધસદ્દભૂત વ્યવહારનયનો વિષય છે. -આત્મધર્મ અંક ૧૯૩, કારતક ૨૪૮૬, પૃષ્ઠ ૧૫ (૫૯૮ ) પ્રશ્ન:- કેવળજ્ઞાનાદિની શુદ્ધપર્યાયોને નિરપેક્ષ કહી અને કારણશુદ્ધપર્યાયને પણ નિરપેક્ષ કહી-તો તે બન્ને પ્રકા૨ના નિરપેક્ષોમાં શું તફાવત છે? ઉત્ત૨:- જ્ઞાનાવરણાદિ કર્મોના નાશથી જે કેવળજ્ઞાનાદિ પર્યાય પ્રગટી તે પણ સ્વભાવપર્યાય છે અને તેને ઈન્દ્રિયો વગેરેની અપેક્ષા નથી તે અપેક્ષાએ તેને નિરપેક્ષ કહેવાય, પરંતુ કર્મના ક્ષય સાથે તેને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે એટલી અપેક્ષા તેનામાં આવે છે; ત્યારે આ કારણશુદ્ધપર્યાયમાં તો કર્મ સાથેના નિમિત્તનૈમિત્તિકસંબંધની પણ અપેક્ષા નથી, તે તો દ્રવ્ય સાથે ત્રિકાળ નિરપેક્ષપણે વર્તે છે! -આત્મધર્મ અંક ૧૯૩, કારતક ૨૪૮૬, પૃષ્ઠ ૧૩ કારણશુદ્ધપર્યાયથી તાત્પર્ય શું? सहजशुद्धनिश्चयेन अनाद्यनिधनामूर्तातीन्द्रियस्वभावशुद्धसहजज्ञानसहज चारित्रसहजपरमवीतरागसुखात्मकशुद्धान्तस्तत्त्वस्वरूपस्वभावानन्तचतुष्टय स्वरूपे - ण सहाञ्चितपंचमभावपरिणतिरेवकारणशुद्धपर्याय इत्यर्थः। અહીં સહજ શુદ્ધ નિશ્ચયથી, અનાદિ-અનંત, અમૂર્ત, અતીન્દ્રિયસ્વભાવવાળા અને શુદ્ધ એવાં સહજજ્ઞાન-સહજદર્શન-સહજચારિત્ર-સહજ૫રમવીતરાગસુખાત્મકશુદ્ધ-અંતઃતત્ત્વસ્વરૂપ જે સ્વભાવ-અનંતચતુષ્ટયનું સ્વરૂપ તેની સાથેની જે પૂજિત પંચમભાવપરિણિત ( –તેની સાથે તન્મયપણે રહેલી જે પૂજ્ય એવી પારિણામિક ભાવની પરિણિત ) તે જ કારણશુદ્ધપર્યાય છે, એવો અર્થ છે. -શ્રી પદ્મપ્રભમલધારિદેવવિરચિત નિયમસાર ગાથા ૧૫ની ટીકા Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #203 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૭) પુણ્ય-પાપ (૫૯૯ ) પ્રશ્ન:- શું પુણ્ય અને પાપ સમાન છે? ઉત્ત૨:- જે કોઈ જીવ પુણ્ય-પાપમાં ભેદ માને છે તે જીવ મિથ્યાદષ્ટિ છે અને ઘોર સંસારમાં રખડશે તેમ પ્રવચનસાર ગાથા ૭૭માં કહ્યું છે. કારણ પુણ્ય અને પાપ ભાવમાં અનાત્મપણું સરખું જ છે. વ્યવહારથી પુણ્ય અને પાપ ભાવમાં ભેદ છે તે જ્ઞાન કરવા માટે છે પણ પરમાર્થથી પુણ્ય-પાપમાં ભેદ નથી, બંનેમાં અનાત્મપણું સમાન છે. -આત્મધર્મ અંક ૩૯૭, નવેમ્બર ૧૯૭૬, પૃષ્ઠ ૨૭ (૬૦૦) પ્રશ્ન:- પ્રવચનસારમાં શુભ-અશુભમાં ભેદ માને તેને મિથ્યાદષ્ટિ કહ્યો છે અને બીજે શુભને છાંયા સમાન અને અશુભને તડકા સમાન કહ્યો છે? ઉત્ત૨:- શુભ-અશુભને છાંયા તડકા સમાન કહ્યું છે એ તો જ્ઞાનીની વાત છે. જ્ઞાનીને પાંચમા ગુણસ્થાને શાંતિ વધી છે તેના શુભરાગને વ્યવહારે છાંયારૂપ ગણેલ છે. જ્ઞાનીના શુભરાગને પરંપરા મોક્ષનું કારણ પણ શાસ્ત્રમાં કહ્યું છે પણ એ તો દૃષ્ટિ સમ્યક્ થઈ છે અને અશુભ ટળ્યો છે તેને વ્યવહારથી પરંપરા કારણ કહ્યું છે, પણ અજ્ઞાનીના શુભરાગને છાયા સમાન કે પરંપરા મોક્ષનું કારણ કહેવાતું નથી. અજ્ઞાની દ્રવ્યલિંગધારી શુક્લલેશ્યાના શુભરાગથી નવમી ત્રૈવેયક ઊંચે ગયો ને ત્યાંથી પાછો નીચે સંસારમાં પટકાય છે. અજ્ઞાનીના શુભરાગની ગણતરી નથી. આત્મા તદ્દન નિર્લેપ અખંડાનંદ ૫૨માત્મા છે એની દૃષ્ટિ કર્યા વિના એક ડગલું પણ મોક્ષમાર્ગમાં આગળ જઈ શકે નિહ. ટૂંકામાં મૂળ સિદ્ધાંત એક છે કે સ્વના આશ્રયથી મુક્તિ ને પરના આશ્રયથી સંસાર. છઢાળામાં કહ્યું કે લાખ વાતની વાત નિશ્ચય ઉર આણો. -આત્મધર્મ અંક ૪૪૫, નવેમ્બર ૧૯૮૦, પૃષ્ઠ ૩૦-૩૧ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #204 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પુણ્ય-પાપ: ૧૯૭ (૬૦૧) પ્રશ્ન- અમોએ સાંભળ્યું છે કે અધ્યાત્મમાં પુણને પણ પાપ કહે છે? એનો આધાર શું? ઉત્તર - પાપને પાપ તો જગતમાં સૌ કહે છે પણ અનુભવી-જ્ઞાનીજન તો પુણ્યને પણ પાપ કહે છે. હિંસા, જૂઠું, ચોરી, આદિને તો જગત પાપ માને છે પણ દયા, દાન, પૂજા, ભક્તિ આદિના શુભરાગને જ્ઞાનીજનો પાપ કહે છે, કેમ કે સ્વરૂપમાંથી પતિત થઈને શુભરાગ ઊઠે છે. તેથી તે પણ પાપ છે. શુભરાગમાં સ્વની હિંસા થાય છે તેથી પ્રવચનસાર ગાથા ૭૭માં કહ્યું છે કે પુણ્ય-પાપમાં જે ભેદ માને છે-તફાવત માને છે તે મિથ્યાદષ્ટિ ઘોર સંસારમાં રખડશે. તે પ્રમાણે યોગસાર ગાથા ૭૧માં શ્રી યોગીન્દુદેવ કહે છે પાપ ભાવકો પાપ તો જાનત હૈ સબ લોય, પુણ્ય ભાવ ભી પાપ હૈ જાને વિરલા હોય. આહાહા! આ વાત તો જેને અંતરમાં ભવનો તાપ લાગ્યો હોય, અને ભવથી મુક્ત થવું હોય તેવા ભવ્યજીવને ગળે ઉતરશે. -આત્મધર્મ અંક ૪૨૫, માર્ચ ૧૯૭૯, પૃષ્ઠ ૨૯ (૬૦૨) પ્રશ્ન- ચૈતન્ય સ્વભાવના ભાન વિના જે કંઈ પુણ્ય કરવામાં આવે તો તેમાં શું નુકશાન છે? ઉત્તર:- ચૈતન્ય સ્વભાવના ભાન વગર જે કંઈ પુણ્ય કરવામાં આવે તે છાર ઉપર લીંપણ સમાન છે. જેમ એક હાથ રાખના દળ ઉપર લીંપણ કરવામાં આવે તો તે લીંપણ રાખ ઉપર ટકે નહિ. જેવું થોડુંક સુકાય ત્યાં પોપડા ઊખડવા મંડ, લીંપણ તો કઠણ ભોં ઉપર ચાલે, રાખના દળ ઉપર ચાલે નહિ. તેમ ત્રિકાળી ચૈતન્યસ્વભાવના ભાન વગર પર લક્ષે જે કાંઈ પુણ્ય કરવામાં આવે તે કાર પર લીંપણ સમાન છે. સ્વભાવનું ભાન નથી એટલે થોડા કાળમાં તે પુણ્ય પલટીને પાપ થઈ જશે. તેનું પુણ્ય લાંબો કાળ ટકશે નહિ. એમ જાણીને ચૈતન્યસ્વભાવ સ્વરૂપ ભગવાન આત્માનું ભાન અવશ્ય કરવું જોઈએ. -આત્મધર્મ અંક ૭૭, ફાગણ ૨૪૭૬, પૃષ્ઠ ૯૪ (૬૦૩) પ્રશ્ન-યોગસારમાં પુણને પણ પાપ કેમ કહ્યું છે? Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #205 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૯૮: જ્ઞાનગોષ્ઠી ઉત્તર- પુણ્ય છે તો શુભરાગ પણ તે સ્વરૂપથી પતિત કરે છે તેથી ત્યાં કહ્યું છે કે પાપને તો પાપ જગ સહુ કહે પણ અનુભવી જીવ પુષ્યને પણ પાપ કહે છે. જયસેન આચાર્યે પણ કહ્યું છે કે પુણ્ય છે તે અશુભથી બચાવે છે પણ શુદ્ધ સ્વરૂપથી પછાડે છે-પતિત કરે છે. તેથી પુણને પણ પાપ કહ્યું છે. પાપનો અધિકાર છે છતાં તેમાં પુર્ણને પાપ કહ્યું છે. અહીં તો જેને આત્માનું હિત કરવું હોય તેની વાત છે. બાકી તો અનંતવાર શુભ કરીને નવમી રૈવેયક ગયો પણ એક ભવ ઘટ્યો નહિ. -આત્મધર્મ અંક ૪૪૦, જૂન ૧૯૮૦, પૃષ્ઠ ૩૧ (૬૦૪) પ્રશ્ન- અશુભની અપેક્ષાએ શુભને ઠીક કહેવાય કે નહીં? ઉત્તર- આત્માનું ભાન થયા પછી શુભ-અશુભ ભાવ બંને બંધના કારણ છે તેમ જાણ્યા પછી, વ્યવહારે અશભની અપેક્ષાએ શુભને ઠીક કહેવાય પણ તે જ્ઞાનીની અપેક્ષાએ વાત છે. ચરણાનુયોગમાં તો તીવ્ર કષાય ઘટાડવા માટે મંદ કષાય કરવો એમ પણ કહે, પણ અહીં અધ્યાત્મશાસ્ત્રમાં તો આત્મામાં રાગની ગંધ જ નથી તે વાત છે. આત્મા વસ્તુએ તો ભગવાન સ્વરૂપ છે એને પડખે ચડીને જેણે એનો આશ્રય ન લીધો ને રાગના પડખે ચડીને રાગનો આશ્રય લીધો તે મિથ્યાષ્ટિ છે. -આત્મધર્મ અંક ૪૦૧, માર્ચ ૧૯૭૭, પૃષ્ઠ ૨૧ (૬૦૫) પ્રશ્ન-શુભ-અશુભ પરિણામમાં ભેદ માને તેને મિથ્યાદષ્ટિ કહ્યો છે તો અમે આત્માની વાત સાંભળવા આવીએ કે દુકાને બેસીને વેપાર કરીએ એ બધું એક જ છે ને? ઉત્તરઃ- શુભ-અશુભ પરિણામમાં વ્યવહારથી ભેદ છે. વેપારમાં તીવ્ર કષાય છે, સાંભળવામાં મંદ કષાય છે એથી વ્યવહારે ભેદ છે. પરંતુ એ શુભ-અશુભ બન્નેનું લક્ષ પર તરફ છે તેથી બંધનું કારણ છે તેથી પરમાર્થે ભેદ નથી તેમ બતાવી શુભમાંથી હિતબુદ્ધિ છોડાવીને સ્વદ્રવ્યનું લક્ષ કરાવે છે. -આત્મધર્મ અંક ૪૨૮, જૂન ૧૯૭૯, પૃષ્ઠ ૨૫ (૬૮૬) પ્રશ્ન- આપ શુભભાવને છોડાવો છો ? ઉત્તરઃ- શુભરાગમાં હિતબુદ્ધિ છે તે છોડાવાય છે. પહેલા શુભરાગમાં આદરબુદ્ધિ છોડાવે છે અને પછી અસ્થિરતાથી છોડાવે છે. શુભરાગ આવશે તો ખરો, Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #206 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પુણ્ય-પાપ: ૧૯૯ શુદ્ધોપયોગ વિના શુભરાગ છૂટતો નથી પણ તેમાંથી હિતબુદ્ધિ છોડવાની છે. –આત્મધર્મ અંક ૪૨૮, જૂન ૧૯૭૯, પૃષ્ઠ ૨૪ (૬૦૭) પ્રશ્ન:- આવું જાણવાથી જીવો શુભભાવ છોડી દેશે ? ઉત્તર-શુભભાવની રુચિ છોડવાની વાત છે. શુભભાવ છૂટતો નથી. ભૂમિકા વધતા શુભભાવ તો વધતો જાય છે પણ તેમાં જ્ઞાનીને આત્મબુદ્ધિ હોતી નથી. -આત્મધર્મ અંક ૩૯૭, નવેમ્બર ૧૯૭૬, પૃષ્ઠ ૨૭ (૬૦૮) પ્રશ્ન:- અજ્ઞાનીના વ્રતાદિ બંધના કારણ છે પણ જ્ઞાનીના વ્રતાદિ તો મોક્ષના કારણ છે ને? ઉત્તર- જ્ઞાની હોય કે અજ્ઞાની હોય, વ્રત આદિનો શુભરાગ પરના આશ્રયે થતો હોવાથી બંનેને બંધનું જ કારણ છે, મોક્ષનું કારણ નથી. જ્ઞાનીને જે વ્રત આદિ શુભ રાગ આવે છે તેમાં પણ આકુળતા છે, ઉદ્વેગ છે, દુઃખરૂપ છે, તેથી બંધનું કારણ છે. સ્વસમ્મુખ થતાં જે શુદ્ધ પરિણામ થાય તે જ મોક્ષનું કારણ છે. –આત્મધર્મ અંક ૩૯૭, નવેમ્બર ૧૯૭૬, પૃષ્ઠ ૩૦ (૬૦૯) પ્રશ્ન:- આત્માનો અનુભવ થયા પહેલાં શુભરાગને હેય માનવો ઉચિત છે? ઉત્તર- આત્મઅનુભવ થયા પહેલાં પણ તેણે શુભરાગ હેય છે તેમ નક્કી કરવું જોઈએ, સમકિત પહેલાં પણ એને શ્રદ્ધાનમાં શુભરાગનો નિષેધ આવવો જોઈએ. શુભરાગ છૂટે છે તો સ્વરૂપમાં સ્થિરતા થાય ત્યારે, પણ તેનો નિષેધ તો પહેલેથી આવવો જોઈએ. જો શુભરાગનો આદર કરશે તો મિથ્યાત્વ દૃઢ થશે. શુભરાગને હેય જાણવાથી કાંઈ અશુભરાગમાં જવું એમ નથી. -આત્મધર્મ અંક ૪૩ર, ઓકટોબર ૧૯૭૯, પૃષ્ઠ ૩૧ (૧૦) પ્રશ્ન- સમ્યગ્દર્શન વિના વ્રત-તપ-દાન-શીલ અફળ છે? ઉત્તર- હા, સમ્યગ્દર્શન વિનાના વ્રતાદિ બધું મુક્તિ માટે અફળ છે અને સંસાર વધારવા માટે સફળ છે. -આત્મધર્મ અંક ૪૩ર, ઓક્ટોબર ૧૯૭૯, પૃષ્ઠ ૩૧ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #207 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦૦: જ્ઞાનગોષ્ઠી (૬૧૧ ) પ્રશ્ન:- વ્રત-નિયમ-શીલ-તપ આદિના શુભરાગને અત્યંત સ્થૂલ પરિણામ કેમ કહ્યાં છે? ઉત્ત૨:- આત્મસ્વભાવ સૂક્ષ્મ છે ઇન્દ્રિયોથી અગોચર છે તેથી અત્યંત સૂક્ષ્મ છે. શુભ પરિણામો આત્મસ્વભાવથી વિરુદ્ધ જાતના છે તેથી તેને અત્યંત સ્થૂલ પરિણામ કહ્યાં છે. રાગના પરિણામ જાડા છે, પરલક્ષે થતાં પરિણામ છે, વિકૃત પરિણામ છે, પરઆશ્રયવાળા પરિણામ છે, સ્કૂલ લક્ષવાળા પરિણામ છે, તેથી તેને અત્યંત સ્થૂલ પરિણામ કહ્યાં છે. -આત્મધર્મ અંક ૩૯૭, નવેમ્બર ૧૯૭૬, પૃષ્ઠ ૩૦ (૬૧૨ ) પ્રશ્ન:- આપ પુણ્યને તૈય કેમ કહો છો? ઉત્ત૨:- યોગીન્દ્રદેવે તો ચોકખું કહ્યું છે કે હિંસા-જૂઠું-ચોરી આદિ તો પાપ ભાવ છે પણ દયા-દાન-પૂજા-ભક્તિ આદિનો શુભરાગ પણ ૫૨માર્થે પાપ છે, કેમ કે સ્વરૂપમાંથી પતિત કરે છે ને! આહાહા! પાપને તો પાપ સૌ કહે છે પણ અનુભવી જીવ તો પુણ્યને પણ પાપ કહે છે. બહુ ઝીણી વાત છે, અંતરથી સમજે તો સમજાય તેવી છે. પાપ ભાવ કો પાપ તો જાનત હૈ સબ લોય, પુણ્યભાવ ભી પાપ હૈ, જાને વીરલા કોય. -આત્મધર્મ અંક ૪૦૯, નવેમ્બર ૧૯૭૭, પૃષ્ઠ ૨૧ (૬૧૨ ) પ્રશ્નઃ- શુભભાવને હેય ગણતા પાછો અશુભભાવ આવી જાય તો ? ઉત્ત૨:- અશુભભાવ તો સમકિતીને પણ આવે છે. આર્ત્ત-રૌદ્ર ધ્યાન પણ હોય છે. શુભને હેય માનતા તેની શ્રદ્ધાનું જોર ક્યાં છે તે જોવાનું છે. -આત્મધર્મ અંક ૪૩૧, સપ્ટેમ્બર ૧૯૭૯, પૃષ્ઠ ૧૫ (૬૧૩) પ્રશ્નઃ- ત્યારે અત્યાર સુધી અમે પૂજા-ભક્તિ-વ્રતાદિ કર્યા તે બધું પાણીમાં ગયું? ઉત્ત૨:- ના, ના, પાણીમાં નથી ગયું. એ પૂજા-ભક્તિ વ્રતાદિથી પુણ્ય બંધાણું અને તેનાથી ભવ મળે છે, ભવ રહિત થવાતું નથી. -આત્મધર્મ અંક ૪૩૫, જાન્યુઆરી ૧૯૮૦, પૃષ્ઠ ૩૨ (૬૧૪) પ્રશ્ન:- ત્યારે અમારે પૂજા-ભક્તિ આદિ કરવા કે ન કરવા? Please inform us of any errors on Rajesh@Atma Dharma.com Page #208 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પુણ્ય-પાપ: ૨૦૧ ઉત્તર:- કરવા ન કરવાની વાત નથી. કરવા યોગ્ય કાર્ય તો રાગથી ભિન્નતા કરી એક આત્માની અનુભૂતિ કરવી એ જ કરવા યોગ્ય કાર્ય છે. આત્મા જ્ઞાનસ્વરૂપ પૂર્ણાનંદ પ્રભુ છે તેના સન્મુખ ઢળતા ધર્મીને પૂર્ણ સ્થિર ન થવાય ત્યાં સુધી પૂજા ભક્તિ વ્રતાદિનો શુભરાગ આવે છે, હોય છે, ભૂમિકા અનુસાર શુભરાગ આવ્યા વિના રહેતો નથી પણ ધર્મીજીવ તેને ધર્મ કે ધર્મનું કારણ માનતા નથી, પુણ્યબંધનું કારણ છે તેમ જાણે છે. -આત્મધર્મ અંક ૪૩૫, જાન્યુઆરી ૧૯૮૦, પૃષ્ઠ ૩૨ (૬૧૫) પ્રશ્ન- જ્ઞાનીના શુભરાગને વ્યવહારથી અમૃતકુંભ કહે છે તો અજ્ઞાનીના શુભરાગને પણ વ્યવહારથી અમૃતકુંભ કહેવામાં શું વાંધો છે? કેમકે જ્ઞાની હો કે અજ્ઞાની હો પણ શુભરાગ એ તો શુભરાગ જ છે ને? ઉત્તર- જ્ઞાનીને શુદ્ધ સ્વભાવની દષ્ટિ જ્ઞાન આદિ થયા છે તેને દ્રવ્ય પ્રતિક્રમણાદિ છે તે સર્વ અપરાધરૂપી દોષોને ઘટાડવામાં સમર્થ હોવાથી અમૃતકુંભ સમાન છે તેમ વ્યવહારથી કહેવામાં આવે છે, કેમકે ધર્મીને શુદ્ધ સ્વભાવની દષ્ટિ જ્ઞાન આદિ છે તેને પ્રતિક્રમણાદિ શુભભાવથી અશુભભાવ ઘટે છે તેથી તેના શુભરાગને વ્યવહારથી અમૃતકુંભ કહ્યું છે, પણ જેને અપ્રતિક્રમણ-પ્રતિક્રમણથી વિલક્ષણ એવા અપ્રતિક્રમણરૂપ શુદ્ધ સ્વભાવના શ્રદ્ધા જ્ઞાન થયા નથી તેને તો વ્યવહાર પ્રતિક્રમણાદિ વિષકુંભ જ છે. જેને શુદ્ધ સ્વભાવની શ્રદ્ધા-જ્ઞાન થયા નથી તેના દ્રવ્ય પ્રતિક્રમણાદિ છે તે દોષ ઘટાડવામાં બિલકુલ સમર્થ નથી તેથી તેમને તો તે પ્રતિક્રમણાદિ વિષકુંભ જ છે. જ્ઞાનીને નિશ્ચય દષ્ટિ હોય છે તેથી તેનો શુભ વ્યવહાર છે તે દોષ ઘટાડવાનું કારણ કહેવામાં આવે છે, કેમ કે નિશ્ચય સહિતનો વ્યવહાર છે તે અશુભના દોષને ઘટાડે છે. પણ જેને નિશ્ચય નથી તેને વ્યવહાર જ નથી તેને મિથ્યાત્વ છે તે જ અશુભ છે તેથી તેને દોષ ઘટતો નથી. સમ્યગ્દષ્ટિને નિશ્ચયનું જોર છે તેથી તેને મિથ્યાત્વ તો નથી જ અને તેનો વ્યવહાર શુભ છે તેનાથી અંશે અશુભ ઘટે છે તેથી વ્યવહારથી તેને અમૃતરૂપ કહ્યાં છે. ખરેખર તો સમ્યગ્દષ્ટિનો શુભરાગ એ પણ ઝેરરૂપ છે પણ તેમાં અમૃતરૂપ ભાવનો આરોપ કરીને શુભરાગને અમૃતરૂપ વ્યવહારથી કહ્યો છે. મિથ્યાષ્ટિનો શુભરાગ તો એકલો ઝેરરૂપ જ હોવાથી તેમાં અમૃતકુંભનો આરોપ પણ આપી શકાતો નથી. -આત્મધર્મ અંક ૪૪૫, નવેમ્બર ૧૯૮૦, પૃષ્ઠ ૨૭ (૬૧૬) પ્રશ્ન:- શું રાગ પણ અસત્ છે? શું રાગથી સ્વને કે પરને લાભ થતો નથી? ઉત્તર:- ખરેખર આત્માના શુદ્ધસ્વભાવની અપેક્ષાએ રાગ અસત્ છે, તે Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #209 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦૨: જ્ઞાનગોષ્ઠી રાગથી સ્વને કે પરને લાભ થતો નથી; જુઓ, જે રાગના નિમિત્તે તીર્થકર નામકર્મ બંધાય તે રાગથી પણ કોઈને ખરેખર લાભ થતો નથી. કેમકે તે જીવને પોતાને વર્તમાનમાં તે રાગને લીધે વીતરાગદશા અટકી છે, જ્યારે સ્વભાવના જોરે તે રાગને છેદશે ત્યારે વીતરાગતા અને મુક્તિ થશે. માટે તે રાગથી અને લાભ નથી. હવે તે રાગથી પરને પણ લાભ નથી તે વાત સમજાવવામાં આવે છે. પ્રથમ તો તે રાગના નિમિત્તે જે તીર્થંકર નામકર્મ બંધાયું તેનું ફળ તો તે રાગનો અભાવ થયા પછી જ આવે છે અર્થાત જ્યારે તે રાગ છેદીને કેવળજ્ઞાન પ્રગટ કરે છે ત્યારે જ તે તીર્થંકર નામકર્મ ઉદયમાં આવે છે ને દિવ્યધ્વનિ છૂટે છે. હવે જ્યાં સુધી દિવ્યધ્વનિ સાંભળનારનું લક્ષ વાણી ઉપર છે ત્યાં સુધી તે જીવને વિકલ્પ અને રાગની ઉત્પત્તિ થાય છે, જ્યારે વાણીનું લક્ષ છોડીને પોતે પોતાના સ્વ લક્ષ ઠરે ત્યારે જ સમ્યગ્દર્શનાદિનો લાભ થાય છે. માટે નક્કી થયું કે રાગથી પરને પણ લાભ થતો નથી. પોતાને સ્વ લક્ષ લાભ થયો ત્યાં ઉપચારથી એમ કહેવાય કે ભગવાનની વાણીથી અપૂર્વ લાભ થયો. અથવા તો “ઉદય શ્રી જિનરાજનો, ભવિ જીવને હિતકર.' પણ એ માત્ર ઉપચારનું કથન છે, ખરેખર પરથી લાભ થયો નથી, પોતાના રાગથી પણ લાભ થયો નથી, સ્વભાવના આશ્રયે જ લાભ થયો છે. -આત્મધર્મ અંક ૭૪, માગશર ૨૪૭૬, પૃષ્ઠ ૩પ (૬૧૭) પ્રશ્ન- જ્ઞાની શુભરાગને ભલો જાણતો નથી તો અતિચારનું પ્રાયશ્ચિત કેમ લ્ય છે ? ઉત્તર:- પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્ત આદિના શુભરાગને પણ ઝેરનો ઘડો કહ્યું છે, વિષયવાસનાનો અશુભરાગ તો ઝેર છે જ પણ શુભરાગ પણ ઝેર છે. ભગવાન આત્મા અમૃતનો કુંભ છે. રાગ તેનાથી વિરુદ્ધ જાત હોવાથી ઝેર છે. -આત્મધર્મ અંક ૪૦૧, માર્ચ ૧૯૭૭, પૃષ્ઠ ૨૨-૨૩ (૬૧૮) પ્રશ્ન- બધા જીવોથી મૈત્રીભાવ રાખવો તે શુભરાગ છે ને? ઉત્તર- બધા આત્માઓ સિદ્ધ સમાન છે, કોઈ પ્રત્યે રાગ-દ્વેષ નહિ, એવો મૈત્રીભાવ તે જ્ઞાતાદ્રષ્ટારૂપ ભાવ છે, શુભરાગ નથી. -આત્મધર્મ અંક ૪૦૧, માર્ચ ૧૯૭૭, પૃષ્ઠ ૨૩ (૬૧૯) પ્રશ્ન:- પુણ્યથી મળતાં પૈસાને પાપ કેમ કહ્યું છે? Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #210 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પુણ્ય-પાપ: ૨૦૩ ઉત્તર- પૈસાને દસ પ્રકારના પરિગ્રહમાં ગણેલ છે તે અપેક્ષાથી પાપ કહ્યું છે પણ ખરેખર તો પૈસા તે શય છે તેને મારા માને, મમતા કરે તે પાપ છે અને તે પાપમાં પૈસા નિમિત્ત છે તેથી તેને પાપ કહ્યું છે. -આત્મધર્મ અંક ૪૪૯, માર્ચ ૧૯૮૧, પૃષ્ઠ ૨૨ (૬૨૦) પ્રશ્ન- પુણભાવ તે અશુચિ અને જડસ્વભાવ છે એમ કહ્યું, તો ભક્તિ વગેરેનો શુભરાગ કરવો કે નહિ? ઉત્તર- જ્યાં સુધી વીતરાગ ન થાય ત્યાં સુધી રાગ તેના કાળે થયા વિના રહેશે નહિ; પણ રાગ તે મારો સ્વભાવ નથી. મારો ચૈતન્યસ્વભાવ રાગરહિત છે-એમ અંતરમાં રાગ અને ચૈતન્યસ્વભાવનું ભેદજ્ઞાન કરવું જોઈએ. રાગ તો વીતરાગને ન થાય, પણ જે રાગી છે તેને તો રાગના કાળે ભક્તિ વગેરે ભાવ થયા વિના રહે નહિ. કાં તો તીવ્ર વિષયકષાયમાં પડેલા જીવને શુભરાગ ન થાય અને કાં તો વીતરાગ થઈ ગયા હોય તેને શુભરાગ ન થાય, પણ નીચલી દશામાં રહેલા પાત્ર જીવન તો ભક્તિ સ્વાધ્યાય વગેરે શુભભાવો થયા વિના રહે નહિ. પણ તે રાગ વખતે ધર્મીને અંતરમાં ભાન હોય છે કે આ રાગભાવ છે તે મારા સ્વભાવથી વિરુદ્ધભાવ છે. મારો સ્વભાવ રાગનો કર્તા નથી. હું તો પવિત્ર ચૈતન્યસ્વરૂપ છું એ રીતે શુભરાગ થવા છતાં ધર્મી તેને પોતાનું કર્તવ્ય માનતો નથી, સ્વભાવના આશ્રયે જે વીતરાગભાવ પ્રગટયો તેને જ પોતાનું કર્તવ્ય માને છે. -આત્મધર્મ અંક ૮૨, શ્રાવણ ૨૪૭૬, પૃષ્ઠ ૨૧૪ (૬૨૧) પ્રશ્ન:- પુણ્ય-પાપના ભાવને જડ કેમ કહેવામાં આવે છે ? ઉત્તર:- પુણ-પાપના ભાવમાં ચેતન નથી તેથી તેને જડ કહે છે, પુણ્ય-પાપ તે સ્પર્શ-રસ-ગંધવાળા જડ નથી પણ તેમાં જાણપણું નથી. સમયસારમાં જીવ-અજીવ અધિકારમાં તેને અજીવ કહ્યા છે અને કર્તા-કર્મ અધિકારમાં તેને જડ કહ્યાં છે. પણ પાપ ભાવમાં જ્ઞાન નથી તે અપેક્ષાથી તેને જડ કહેવામાં આવે છે. -આત્મધર્મ અંક ૪૦૯, નવેમ્બર ૧૯૭૭, પૃષ્ઠ ૧૭ (૨૨) પ્રશ્ન- શુભ-અશુભ ભાવનો વ્યવહારે ભેદ હોવા છતાં પરમાર્થે ભેદ માનનાર ઘોર સંસારમાં રખડશે તેમ શાસ્ત્રમાં કહ્યું છે, અને દેવ-ગુરુ-વાણી પુણ્ય વિના મળતા Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #211 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦૪: જ્ઞાનગોષ્ઠી નથી તો આવતા ભવે તે મેળવવા માટે પુણ્યની તો અપેક્ષા રહે ને? ઉત્તર-પુણ્યથી દેવ-ગુરુ-વાણીનો યોગ મળે છે તે બરાબર છે પણ પુણ્યભાવ વર્તમાનમાં દુઃખરૂપ છે ને ભાવી દુઃખનું કારણ છે તેમ શાસ્ત્રમાં કહ્યું છે. કેમકે પુણ્યથી જે સામગ્રી મળશે તેના લક્ષે રાગ થશે તે દુઃખરૂપ છે. ભગવાનની વાણી મળે તેની સામે લક્ષ જાય તે રાગ દુઃખરૂપ છે. શુભરાગ આવે છે, હોય છે પણ ચેતનનો ધર્મ શુભરાગ નથી, શુભરાગ દુ:ખરૂપ છે. આહાહા ! આ વાત જગતને આકરી લાગે તેવી છે, ઝીણી વાત છે, બેસવી કઠણ પડે તેવી છે પણ જે સત્ય છે તે આમ જ છે. -આત્મધર્મ અંક ૪૧૧, જાન્યુઆરી ૧૯૭૮, પૃષ્ઠ ૨૪-૨૫ (૬૨૩) પ્રશ્ન- સ્વરૂપનો અનુભવ થયો ન હોય અને શુભને હેય જાણવાથી સ્વછંદી થઈ ન જાય? ઉત્તર:-શુભરાગને હેય જાણવાથી શુભ રાગ છૂટતો નથી, સ્વભાવનું માહાભ્ય આવતાં શુભરાગનું માહભ્ય છૂટી જાય છે પણ શુભરાગ છૂટતો નથી. શુભરાગ તો ભૂમિકા અનુસાર એના કાળે આવ્યા વિના રહેશે નહિ. વસ્તુનું જેવું સ્વરૂપ હોય તેવું સાચું જ્ઞાન કરવાથી સ્વછંદતા થઈ શકે નહિ. –આત્મધર્મ અંક ૪૧૦, ડિસેમ્બર ૧૯૭૭, પૃષ્ઠ ૨૩ (૬૨૪) પ્રશ્ન- આ સત્ય વાત સાંભળવા છતાં અત્યારે ધર્મ ન પામે તો? ઉત્તર- સત્યનું શ્રવણ આદિ રસ પૂર્વક કરે છે તેથી તેનાથી સંસ્કાર પડે છે. એ સંસ્કારથી ધર્મ પમાય છે. ભલે અત્યારે વિકલ્પ ન તૂટે તોપણ એના સંસ્કારથી આગળ વધીને ધર્મ પામે છે. -આત્મધર્મ અંક ૪૧૦, ડિસેમ્બર ૧૯૭૭, પૃષ્ઠ ૨૪ (૬૨૫) પ્રશ્ન:- ગૃહસ્થને પુણ્ય-પરિણામનો ક્ષય કરવાનું આપ કહો છો ? ઉત્તર- પુણ્ય પરિણામનો ક્ષય તો ક્યારે શુદ્ધોપયોગ પૂર્ણ થાય ત્યારે થાય છે, નીચલી ભૂમિકામાં પણ પરિણામનો ક્ષય થઈ શકે નહિ, પણ પુણ્યભાવ હેયરૂપ છે, ક્ષય કરવા લાયક છે એવી દષ્ટિ પ્રથમ કરવાની છે. પુણ્યભાવ હેય છે, ક્ષય કરવા લાયક છે તેમ નહિ માનનાર મિથ્યાદષ્ટિ છે. કળશટીકામાં કહ્યું છે કે વ્યવહાર ચારિત્ર દુષ્ટ અનિષ્ટ ને ઘાતક છે તેથી નિષિદ્ધ છે. નીચલી ભૂમિકામાં શુભભાવ આવ્યા વિના રહે નહિ પણ પ્રથમ દૃષ્ટિમાં નિષેધ થવો જોઈએ. -આત્મધર્મ અંક ૪૦૪, જુલાઈ ૧૯૭૭, પૃષ્ઠ ૨૩ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #212 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પુણ્ય-પાપઃ ૨૦૫ (૬ર૬) પ્રશ્ન:- જીવ અત્યારે જે પુણ્ય-પાપ કરે છે તેનું ફળ ક્યારે મળે ? ઉત્તરઃ- કરેલા પુણ્ય-પાપનું ફળ કોઈ જીવને આ ભવમાં પણ આવી જાય છે, ને કોઈને પછીના ભાવોમાં આવે છે. કોઈને પુણ્યભાવની કે પવિત્રતાની વિશેષતાના બળે પૂર્વનાં પાપ પલટીને પુણ્યરૂપ પણ થઈ જાય છે, એ જ રીતે તીવ્રપાપથી કોઈને પૂર્વનાં પુણ્ય પલટીને પાપરૂપ પણ થઈ જાય છે. (આ બંધાયેલા કર્મોની અપેક્ષાએ વાત કરી. ) પરિણામ અપેક્ષાએ પુણ્ય-પાપના ભાવનો ભોગવટો તો તે પરિણામ વખતે જ જીવને થતો હોય છે, તેની મંદ–તીવ્ર આકુળતાને તે વખતે જ તે વેદે છે. કોઈ જીવ શુદ્ધતાના બળે, પૂર્વે બાંધેલા કર્મોને ફળ આવ્યા પહેલાં જ છેદી નાખે છે. -આત્મધર્મ અંક ૨૬૪, ઓકટોંબર ૧૯૬૫, પૃષ્ઠ ૩૦-૩૧ (૬૨૦) પ્રશ્ન- કષાયને પાતળો કરે તો અંતર્મુખ થવાય ને? ઉત્તર- બિલકુલ ખોટી વાત છે. સંસારને પાતળો કરે તો સંસાર રહિત થવાય? ઝેરને પાતળું કરે તો અમૃત થાય? પુણ્ય ને પાપ બન્ને બંધના કારણ છે, ઝેરરૂપ છે અમૃતથી વિરદ્ધ ભાવ છે તેમાં બેમાંથી એકને ઠીક અને બીજાને અઠીક માનવો, શુભ ને અશુભમાં ભેદ માનવો-તફાવત માનવો, શુભ-અશુભ બેમાં કાંઈક ફેર છે એમ માનશે તો ઘોર સંસારમાં રખડશે-એમ કુંદકુંદ આચાર્ય કહે છે. ભગવાન આત્મા અમૃતસ્વરૂપ છે, તેની સન્મુખ થવાનું સાધન એ પોતે જ છે. કષાયની મંદતા બિલકુલ સાધન નથી. કષાયની મંદતાના શુક્લલશ્યાના ભાવ કરીને દ્રવ્યલિંગી નવમી રૈવેયક ગયો છતાં મિથ્યાત્વ છૂટયું નહિ. -આત્મધર્મ અંક ૪૩૫, જાન્યુઆરી ૧૯૮૦, પૃષ્ઠ ૨૯ (૨૮) પ્રશ્ન:- છદ્રવ્ય સ્વરૂપ લોક તે જ્ઞય છે. પંચપરમેષ્ઠી ભગવાન પણ શેયમાં આવી જાય છે તેથી જાણવા લાયક છે તેમ કહ્યું તો અમારે ભગવાનની ભક્તિ કરવી કે ન કરવી ? ઉત્તર:- ભક્તિ કરવા ન કરવાની વાત નથી પણ ભક્તિનો ભાવ જોય હોવાથી જાણવા લાયક છે તેમ કહ્યું છે. સમયસાર ગાથા ૧૧ માં એમ કહ્યું કે ભૂતાર્થ પ્રભુનો આશ્રય લેતા સમ્યગ્દર્શન થાય છે. ત્રિકાળીનો આશ્રય લઈને જે નિર્મળ પર્યાય પ્રગટ થઈ તેને પણ ત્રિકાળીથી ભિન્ન કહી છે ને ૧૨ મી ગાથામાં કહ્યું કે સાધક થયો તેને શુદ્ધતાના અંશો થોડા થયા છે. અશુદ્ધતાના અંશો છે તેનું શું? તો કહે છે કે એ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #213 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦૬: જ્ઞાનગોષ્ઠી શુદ્ધ-અશુદ્ધ પર્યાય અંશો છે તે જાણવા લાયક છે. -આત્મધર્મ અંક ૩૯૧, મે ૧૯૭૬, પૃષ્ઠ ૩૦ (૬૨૯) પ્રશ્ન- ધર્મ, અર્થ, કામ ને મોક્ષ તે દેવ આપે છે જેની પાસે જે હોય તે આપે તો તે કેવી રીતે? ઉત્તર:- એ તો નિમિત્તથી વ્યવહારનું કથન છે, દેવ તરફના વલણવાળાને શુદ્ધતા પ્રગટે છે અને સાથે પુણ્ય બંધાય છે તેના ફળમાં કામ અને અર્થ મળે છે. -આત્મધર્મ અંક ૩૯૧, મે ૧૯૭૬, ૩) (૬૩૦) પ્રશ્ન- આ તો સારું ! ભગવાન પાસેથી બધું મળે છે? ઉત્તરઃ- જેને કામ અને અર્થની સ્પૃહા છે, ભાવના છે તેને મળતું નથી પણ જેને આત્માના હિતની ભાવના છે તેને સાથે પુણ્ય બંધાય છે ને તેનું ફળ મળે છે એ વાત સમજાવી છે. -આત્મધર્મ અંક ૭૯૧, મે ૧૯૭૬, પૃષ્ઠ ૩૦ (૬૩૧). પ્રશ્ન:- વ્રત-તપ-ત્યાગ કરવાથી આત્માના ઉપરની છાલ-મેલ નીકળી જાય છે ને ? ઉત્તર:- ના, એ તો રાગ છે, એ વ્રત-તપ આદિના રાગને પોતાનો માનવો એ મિથ્યાત્વ છે; ગુન્હો છે, ભ્રમણ છે. –આત્મધર્મ અંક ૪૧૨, ફેબ્રુઆરી ૧૯૭૮, પૃષ્ઠ ૨૮ (૬૩૨). પ્રશ્ન:- સાધારણ જીવોને એ વ્રતાદિ કરવા તો ઠીક છે ને! ઉત્તર:- સાધારણને પણ એ વ્રતાદિથી ધર્મ નથી, એનાથી જન્મ-મરણનો અંત આવતો નથી, તેમાં લાભ-બુદ્ધિથી જન્મ-મરણ વધે છે. ધર્મ તો એક માત્ર વીતરાગ ભાવ જ છે. -આત્મધર્મ અંક ૪૧૨, ફેબ્રુઆરી ૧૯૭૮, પૃષ્ઠ ૨૮ (૬૩૩) પ્રશ્ન:- કઈ અપેક્ષાથી જ્ઞાન પણ બંધનું કારણ હોઈ શકે છે? ઉત્તર- શાસ્ત્રજ્ઞાન તે પુણ્યબંધનું કારણ છે, સંસારનું જ્ઞાન તે પાપબંધનું કારણ છે અને આત્મજ્ઞાન તે ધર્મનું કારણ છે, શાસ્ત્રજ્ઞાન તે પુણ્યબંધનું કારણ છે પણ કયા શાસ્ત્ર ?-કે સર્વજ્ઞ કહેલાં શાસ્ત્રનું જ્ઞાન તે પુણ્યનું કારણ છે, અન્યના Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #214 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પુણ્ય-પાપ: ૨૦૭ કહેલાં શાસ્ત્રોની વાત પણ નથી. શાસ્ત્રજ્ઞાન છે તેમાં શાસ્ત્ર નિમિત્ત છે તે પરલક્ષી છે તેથી તે નિષેધ્ય છે. આત્માનું જ્ઞાન તે નિશ્ચય છે. તેમ નવ તત્ત્વોની શ્રદ્ધામાં નવ તત્ત્વો નિમિત્ત છે, આત્મા નિમિત્ત નથી તેથી તે ભેદવાળી શ્રદ્ધા રાગ છે, વ્યવહાર છે, તે વ્યવહાર શ્રદ્ધા અભવીને પણ હોય પણ તેને આત્માની શ્રદ્ધા નથી. છ જીવ નિકાયની દયાનો વિકલ્પ છે તે શુભરાગ છે-એવું હોવા છતાં નિશ્ચયચારિત્ર ન હોય કેમકે નિશ્ચયચારિત્ર સ્વના આશ્રયે હોય છે. અને તેની સાથે વ્યવહારચારિત્રનો વિકલ્પ હોય પણ અને ન પણ હોય. -આત્મધર્મ અંક ૪૦૪, જૂન ૧૯૭૭, પૃષ્ઠ ૨૦-૨૧ (૬૩૪) પ્રશ્ન- એકમાત્ર અધ્યવસાન જ બંધનું કારણ છે; બાહ્યવસ્તુ બંધનું કારણ છે એમ નથી, તો શું બાહ્યવસ્તુ વિના બંધ થાય છે? ઉત્તર:-શુભ-અશુભરૂપ અધ્યવસાન એક જ બંધનું કારણ છે, બાહ્યવસ્તુ પણ બંધનું કારણ છે એમ નથી. પુણ્ય-પાપના ભાવોમાં એકત્વબુદ્ધિરૂપ જે અધ્યવસાન છે તે જ એક બંધનું કારણ છે. બાહ્યવસ્તુ અધ્યવસાન થવાનું કારણ-નિમિત્ત થાય છે. બાહ્યવસ્તુનો આશ્રય કરીને અધ્યવસાન થાય છે પણ તે બાહ્યવસ્તુ બંધનું કારણ થતી નથી. સમ્યગ્દષ્ટિ ચક્રવર્તીને છનું કરોડ પાયદળ ને છ— હજાર રાણીઓ આદિ બાહ્ય વૈભવો છે પણ તે બંધનું કારણ નથી. બંધનું કારણ તો એક અધ્યવસાન જ છે. બાહ્યવસ્તુ બિલકુલ બંધનું કારણ નથી. જો બાહ્ય વસ્તુ બંધનું કારણ થતી હોય તો સમ્યગ્દષ્ટિ ચક્રવર્તી તીર્થકરો આદિને ઘણી અનુકૂળ સામગ્રીઓ હોય છે પણ તેમને અધ્યવસાન નથી, તેથી તે બાહ્ય સામગ્રી બંધનું કારણ થતી નથી. અધ્યવસાન એક જ બધનું કારણ ન સંસારની જડ ( -મૂળ) છે. તેનાથી જ નરક-નિગોદ આદિ ચોરાશીના અવતાર થાય છે. -આત્મધર્મ અંક ૪૩૪, ડિસેમ્બર ૧૯૭૯, પૃષ્ઠ ૨૯-૩૦ (૬૩૫) પ્રશ્ન- બાહ્યવસ્તુ બંધનું કારણ નથી તો શાસ્ત્રોમાં બાહ્યવસ્તુ ત્યાગ કરવાનો ઉપદેશ કેમ આવે છે? ઉત્તર- બાહ્યવસ્તુ બંધનું કારણ તો છે જ નહિ, કેમકે બાહ્યવસ્તુ પોતાના દ્રવ્ય-ગુણમાં તો છે જ નહિ અને પર્યાયમાં પણ બાહ્યવસ્તુનો અભાવ છે. તેથી તે બંધનું કારણ છે જ નહિ. તોપણ બાહ્યવસ્તુના આશ્રયે જ અધ્યવસાન થતાં હોવાથી બાહ્યવસ્તુને બંધના કારણનું કારણ જાણી બાહ્ય વસ્તુના ત્યાગનો ઉપદેશ આપવામાં આવે છે. કેમ કે બાહ્યવસ્તુના આશ્રય વિના અધ્યવસાન થઈ શકતા નથી. -આત્મધર્મ અંક ૪૩૪, ડિસેમ્બર ૧૯૭૯, પૃષ્ઠ ૩O Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #215 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦૮: જ્ઞાનગોષ્ઠી (૬૩૬) પ્રશ્ન- સંસારનો થાક લાગવાનો ઉપાય શું? ઉત્તર:- સંસારમાં શુભાશુભ ભાવો છે તે દુઃખરૂપ છે, એના ફળમાં ચાર ગતિ મળે છે, તેમાં અનેક પ્રકારનાં દુઃખો ને આકુળતા છે એમ એને અંદરથી લાગવું જોઈએ. શુભાશુભભાવ દુ:ખરૂપ જ છે એમ લાગે તો સંસારનો થાક લાગે. -આત્મધર્મ અંક ૪૪૦, જૂન ૧૯૮૦, પૃષ્ઠ ૩૩ (૬૩૭) પ્રશ્ન-શું શરીરના રોગ મટાડવાનું કાર્ય ધર્મનું નથી ? ઉત્તર:- શરીરના રોગ મટાડવાનું કાર્ય ધર્મનું નથી. પૂર્વનાં પુણ્ય હોય ત્યારે શરીર નીરોગી થાય છે; ધર્મના ફળથી શરીરનો રોગ મટે એમ માનનાર ધર્મના સ્વરૂપને સમજ્યો જ નથી; પુણ્ય શુભપરિણામથી થાય અને ધર્મ આત્માનો શુદ્ધસ્વભાવ પ્રગટ કરવાથી થાય, તેની તેને ખબર નથી. સનતકુમાર ચક્રવર્તીએ દીક્ષા લીધા બાદ તે મહાન ધર્માત્મા મુનિને ઘણાં વર્ષો સુધી શરીરમાં તીવ્ર રોગ રહ્યો, છતાં શરીર ઉપર ધર્મની અસર કંઈ પણ ન થઈ. ધર્મથી શરીર નીરોગી રહે તેમ નહિ, પણ ધર્મના ફળમાં તો આત્મામાં અપૂર્વ આનંદનો અનુભવ પ્રગટે, ને પુણ્ય અને શરીર વગેરેનો સંબંધ જ ન થાય. મોક્ષમાર્ગમાં પુણ્યનો પણ નિષેધ છે; તેને બદલે અત્યારે તો ધર્મના નામે લોકો ફાવે તેમ હાંકયે રાખે છે અને કહે છે કે પુણ્ય કરો, તેનાથી મનુષ્ય-દેવનાં શરીર મળશે અને પછી પરંપરાએ મોક્ષ થશે. આત્માની સમજણ કરવાની તો ક્યાંય વાત જ ન આવી. –આત્મધર્મ અંક ૯૪, શ્રાવણ ૨૪૭૭, પૃષ્ઠ ૨૧૨ (૬૩૮) પ્રશ્ન- જો રાગનો આદર કરી લઈએ તો શું નુકશાન છે? આગમમાં રાગના આદરનો આટલો નિષેધ કેમ? ઉત્તર- રાગનો જ્યાં આદર છે ત્યાં વીતરાગસ્વભાવનો અનાદર છે, અને જ્યાં વીતરાગસ્વભાવનો અનાદર છે ત્યાં, તે વીતરાગસ્વભાવને પામેલા સર્વજ્ઞનો, તેને સાધનારા સાધુઓનો, તેમજ તેનું પ્રતિપાદન કરનારા શાસ્ત્રોનો પણ અનાદર તે ઊંધા અભિપ્રાયમાં સેવાઈ જાય છે. વીતરાગી દેવ-ગુરુ-શાસ્ત્રની આજ્ઞા તો વીતરાગભાવની જ પોષક છે, તેને બદલે જેણે પોતાના અભિપ્રાયમાં રાગનું પોષણ કર્યું તેણે ખરેખર વીતરાગની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું છે. બહારથી ભલે વીતરાગના ભક્તિ-પૂજાબહુમાનનો શુભભાવ કરતો હોય પરંતુ અંતરમાં વીતરાગસ્વરૂપના અજ્ઞાનને લીધે તે પોતાના અભિપ્રાયમાં તો રાગનું જ સેવન ને રાગના જ ભક્તિ-પૂજા-બહુમાન કરી Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #216 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પુણ્ય-પાપ: ૨૦૯ રહ્યો છે. આ ઊંધો અભિપ્રાય એ જ વીતરાગની મોટી વિરાધના અને મોટું પાપ છે, એનો ખ્યાલ જગતના જીવોને નથી આવતો ! -આત્મધર્મ અંક ૧૯૫, પોષ ૨૪૮૬, પૃષ્ઠ ૨-૯ (૬૩૯) પ્રશ્ન:- પુણ્ય થાય એવો ક્યો ધંધો છે? ઉત્તર- આ સાચા જૈન શાસ્ત્રોનું વાંચન-વિચાર-શ્રવણ કરે તો તેને પુણ્ય બંધાય ને તેમાં સાચી સમજણ કરે તો ચોરાશીની રખડપાટથી છૂટે. -આત્મધર્મ અંક ૪૧૩, માર્ચ ૧૯૭૮, પૃષ્ઠ ર૬ * જ્યાં સુધી એકને જાણ્યો નહિ * જ્યાં લગી એક જ જાણિયો, પરમ પુનિત શુદ્ધ ભાવ; મૂઢ તણાં વ્રત-તપ સહુ, શિવહેતુ ન કહાય. ૨૯ જે શુદ્ધાતમ અનુભવે, વ્રત-સંયમ સંયુક્ત; જિનવર ભાખે જીવ તે, શીધ્ર લહે શિવસુખ. ૩૦ જ્યાં લગી એક ન જાણિયો, પરમ પુનિત શુદ્ધભાવ; વ્રત-તપ-સંયમ-શીલ સહુ, ફોગટ જાણો સાવ ૩૧ પુણ્ય પામે સ્વર્ગ જીવ, પાપે નરક નિવાસ; બે તજી જાણે આત્મને, તે પામે શિવલાસ; ૩૨ વ્રત-તપ-સંયમ-શીલ છે, તે સઘળાં વ્યવહાર; શિવકારણ જીવ એક છે, ત્રિલોકનો જે સાર. ૩૩ શ્રીમદ્ યોગીન્દુદેવવિરચિત યોગસાર-દોહા જિન પુણ્ય-પાપ નહિં કીના, આતમ અનુભવ ચિત્ત દીના; તિન હી વિધિ આવત રોકે; સંવર લહિ સુખ અવલોકે. ૧૦ કવિવર અધ્યાત્મપ્રેમી પંડિત શ્રી દૌલતરામજી કૃત છ ઢાળા-પાંચમી ઢાળ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #217 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૮) વિવિધ (૬૪૦) પ્રશ્ન- સ્ત્રી પુત્રાદિને ધૂતારાની ટોળી માનતા ઘરમાં ઝગડો થાય એવું છે. ઉત્તર- પરદ્રવ્યને પોતાના માનવા એ જ અંદરમાં મિથ્યાત્વનો મોટો ઝગડો થાય છે, જેનાથી ચાર ગતિના દુઃખ ભોગવી રહ્યો છે. કુટુમ્બીજનો સ્વાર્થના સગા છે, એ તો હકીકત છે. પોતાના સ્વાર્થના પોષણ માટે પ્રેમ કરે છે એમ અંદરમાં સમજીને અંદરથી મમત્વ છોડવાનું છે. આ તો અનાદિના ઝગડા છોડવાની વીતરાગની વાત છે. ભાઈ ! ૨૬ મી જાન્યુઆરીને લોકો સ્વરાજ્ય દિન કહે છે, પરદ્રવ્યમાંથી સુખ લેવાની વાંછારૂપ દીનતા છોડી સ્વદ્રવ્યમાં સંતોષ માનવો એ ખરું સ્વરાજ્ય છે. તે અવિનાશી સ્વરાજ્યને ભોગવનાર સમ્યગ્દષ્ટિ ધર્માત્મા છે તે સાચો રાજા–બાદશાહુ છે. બહારના રાજ્યનો ભોગવટો કરનાર રાજા-બાદશાહુ તો પરમાંથી સુખ લેવાની આકુળતાની જ્વાળાને ભોગવે છે, આત્મશાંતિને ભોગતો નથી. –આત્મધર્મ અંક ૪/૧, માર્ચ ૧૯૭૭, પૃષ્ઠ ૨૪ (૬૪૧). પ્રશ્ન:- વાદિરાજ મુનિરાજને સ્તુતિ કરતાં કોઢ મટી ગયો, માનતુંગાચાર્યને સ્તુતિ કરતાં જેલના તાળા તૂટી ગયા, સીતાજીને બ્રહ્મચર્યના કારણે અગ્નિનું જળ થઈ ગયું તેમ શાસ્ત્રમાં આવે છે ને? ઉત્તર- પૂર્વના પુણ્યના યોગથી વાદિરાજમુનિને રોગ મટી ગયો અને માનતુંગાચાર્યને તાળા તૂટી ગયા અને સીતાજીને અગ્નિનું જળ થઈ ગયું હતું પણ તેનો આરોપ વર્તમાન પ્રભુભક્તિ અને બ્રહ્મચર્ય આદિ ઉપર કરવામાં આવે એવી પ્રથમાનુયોગની કથન પદ્ધતિ છે. મોક્ષમાર્ગ પ્રકાશકમાં તેનો ખુલાસો ઘણો કર્યો છે. -આત્મધર્મ અંક ૪૩૫, જાન્યુઆરી ૧૯૮૦, પૃષ્ઠ ૩૦ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #218 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates વિવિધઃ ૨૧૧ (૬૪૨), પ્રશ્ન:- દ્રવ્યાનુયોગના પક્ષપાતી નિશ્ચયાભાસી હોઈ શકે ? ઉત્તર:- હા, નિશ્ચયનું જ્ઞાન કરી લે પણ અનુભવ કરે નહિ અને પોતાને અનુભવી માની લે તો તે નિશ્ચયાભાસી છે. -આત્મધર્મ અંક ૪૩૫, જાન્યુઆરી ૧૯૮૦, પૃષ્ઠ ૩૧-૩રા (૬૪૩) પ્રશ્ન:- ઘણા લોકો પૂછે છે કે મનુષ્યની ફરજ શું-માનવ ધર્મ શું? ઉત્તર- અરે ભાઈ ! સૌથી પહેલાં તો “હું' મનુષ્ય છું” એવી માન્યતા તે જ મોટો ભ્રમ છે. મનુષ્યપણું તે તો સંયોગી પર્યાય છે. જીવ-પુગલના સંયોગરૂપ અસમાનજાતીય પર્યાય છે, તે આત્માનું સ્વરૂપ નથી. મનુષ્ય પર્યાય તે હું નથી, હું તો જ્ઞાનસ્વરૂપ આત્મા છું-એમ સમજવું તે આત્માની પહેલી ફરજ છે, ને તે પહેલો ધર્મ છે. મનુષ્યભવ પામીને કરવા જેવું હોય તો એ જ છે. આ સિવાય “હું ' મનુષ્ય જ છું' એમ માનીને જે કાંઈ ક્રિયાકલાપ કરવામાં આવે તે બધીય વ્યવહારમૂઢ અજ્ઞાની જીવોનો વ્યવહાર છે. –આત્મધર્મ અંક ૧૨૩, પોષ ૨૪૮૦, પૃષ્ઠ પર (૬૪૪) પ્રશ્ન- પૈસા-વૈભવમાં આકર્ષણ શક્તિ બહુ લાગે છે? ઉત્તરઃ- પૈસા-વૈભવમાં આકર્ષણ કાંઈ જ નથી, એ જીવના મોહની મૂર્ખાઈ છે, પાગલપણું છે, પરમાં મોહ કરીને પોતાનો ભવ બગાડીને ચોરાશીના ભ્રમણમાં ચાલ્યો જાય છે. -આત્મધર્મ અંક ૪૦૯, નવેમ્બર ૧૯૭૭, પૃષ્ઠ ૧૫ (૬૪૫) પ્રશ્ન- અનંતકાળ ગયો પણ ન સમજ્યા, તો હવે શી રીતે સમજાય? ઉત્તરઃ- અનંતકાળથી આત્માને સમજ્યો નથી એટલે શું અત્યારે ન સમજાય ? શું સમજવાની તાકાત ચાલી ગઈ છે? જેમ પાણી અગ્નિના નિમિત્તે સો વર્ષ સુધી ઊનું થવા છતાં, શું તેનો શીતળ સ્વભાવ ટળી ગયો છે? ચૂલા ઉપર પડેલું ઊનું પાણી ઊલટું થતાં તે જ અગ્નિનો નાશ કરવાની તાકાતવાળું છે. તેમ અનંતકાળથી ઊંધી રુચિના કારણે આત્માને સમજ્યો નથી. પણ હવે જો રુચિમાં ગુલાંટ મારે તો ક્ષણમાં સમજાય તેવું છે. -આત્મધર્મ અંક ૭૭, ફાગણ ૨૪૭૬, પૃષ્ઠ ૯૪ (૬૪૬) પ્રશ્ન- સ્વછંદ એટલે શું? ઉત્તર:- વિકારી પર્યાય તે મારી નથી એમ માની વિકારનું સેવન કરે, અશુદ્ધતા Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #219 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૧૨: જ્ઞાનગોષ્ઠી ગમે તેટલી થાય તેનું સેવન કરે અને જ્ઞાનીનો ભોગ નિર્જરા કહ્યો છે તો અમારે ભોગના ભાવ વિષય-વાસનાના ભાવથી નિર્જરા છે તેમ માને તે સ્વછંદ છે. ગમે તેટલો વિકાર થાય તો પણ મારે શું? એમ માને તે સ્વછંદ છે. ખરો મુમુક્ષુ એમ સ્વછંદતા સેવતો નથી. પર્યાયમાં વિકાર થાય તે પોતાનો અપરાધ સમજે છે. જ્ઞાનમાં બરાબર જાણે છે. પાપમાં બેદરકાર રહેતો નથી. મુમુક્ષુનું હૃદય ભીંજાયેલું હોય છે, વૈરાગ્ય હોય છે. -આત્મધર્મ અંક ૪૨૫, માર્ચ ૧૯૭૯, પૃષ્ઠ ૩૩ (૬૪૭). પ્રશ્ન- એક બાજુ દેહને ભગવાન આત્માનું દેવાલય કહેવાય ને બીજી બાજુ દેહને મૃતક કલેવર કહેવાય, તો ખરું શું? ઉત્તર- દેહ તો મૃતક કલેવર જ છે. એ સાચું જ છે પણ ભગવાન આત્માનો મહિમા બતાવતા, દેહમાં દેવાલયનો ઉપચાર કરીને પણ દેવનો મહિમા કરવામાં આવે છે. –આત્મધર્મ અંક ૪૦૧, માર્ચ ૧૯૭૭, પૃષ્ઠ ૧૯ (૬૪૮) પ્રશ્ન:- દ્રવ્યપરમાણું ને ભાવપરમાણુના ધ્યાનથી કેવળજ્ઞાન થવાનું શાસ્ત્રમાં કહ્યું છે, તો અન્ય શાસ્ત્રમાં શુદ્ધાત્માનું ધ્યાન કરવાથી કેવળજ્ઞાન થવાનું કહ્યું છે? ઉત્તર- દ્રવ્યપરમાણુ અને ભાવપરમાણુનું ધ્યાન કરવા કહ્યું છે તે પુદ્ગલ પરમાણુનું કથન નથી. દ્રવ્ય-ગુણ-પર્યાયના સ્વરૂપની સૂક્ષ્મતાને દ્રવ્યપરમાણુ કહ્યું છે ને સ્વસંવેદન પરિણામ તે ઇન્દ્રિય-મનને ગમ્ય ન હોવાથી સૂક્ષ્મ છે, તેને ભાવપરમાણુ કહ્યું છે. આ દ્રવ્યપરમાણુના, ભાવપરમાણુના ધ્યાનથી કેવળજ્ઞાન થવાનું કહ્યું છે. -આત્મધર્મ અંક ૩૯૭, નવેમ્બર ૧૯૭૬, પૃષ્ઠ ૩૦ (૬૪૯) પ્રશ્ન- જડમાં અનુભૂતિ હોય? ઉત્તર- જડમાં પણ અનુભૂતિ હોય છે. ઉત્પાદ-વ્યય-ધ્રુવરૂપ પરિણમવું તેને જડમાં અનુભૂતિ કહે છે. -આત્મધર્મ અંક ૩૯૬, ઓકટોમ્બર ૧૯૭૬, પૃષ્ઠ ૧૭ (૬૫૦) પ્રશ્ન:- આ સાંભળેલું યાદ રહેતું નથી તેનું શું કરવું? ઉત્તર:- કોઈએ સરખાઈની આકરી ગાળ દીધી હોય તે યાદ રહે છે ને! તો ગુણ યાદ કેમ ન રહે! પણ પોતાની ખરી દરકાર નથી તેથી યાદ રહેતું નથી. દરકાર હોય તો યાદ રહે જ.. -આત્મધર્મ અંક ૪૨૨, ડિસેમ્બર ૧૯૭૮, પૃષ્ઠ 30 Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #220 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates વિવિધઃ ૨૧૩ (૬૫૧) પ્રશ્ન:- શાસ્ત્રમાં મનુષ્યના શરીરમાં કેટલા રોગ હોવાનું કહ્યું છે? ઉત્ત૨:- ભાવપાહુડ ગાથા ૩૭ માં કહ્યું છે કે આ મનુષ્યના શરીરમાં એક તસુમાં છન્નુ છન્નુ રોગ છે તો આખા શરીરમાં રોગ કેટલા? (એ હિસાબે આખા શરીરમાં પાંચ કરોડ અડસઠ લાખ નવાણું હજાર પાંચસો ચોર્યાશી રોગ હોય છે) શરીર તો રોગની મૂર્તિ છે અને આત્મા આનંદનો સાગર છે. રોગથી ઘેરાઈ જાય ત્યારે ક્યાં જવું? અરે! અંદર આત્મા વજ્રનો કિલ્લો છે, જ્યાં રોગનો અને રાગનો પ્રવેશ નથી, એકલો આનંદ જ ભર્યો છે ત્યાં ઘૂસી જવું! આત્મા પરમ શરણ ને શાંતિનું ધામ છે. કારણ ? -આત્મધર્મ અંક ૪૩૫, જાન્યુઆરી ૧૯૮૦, પૃષ્ઠ ૨૯-૩૦ (૬૫૨) પ્રશ્ન:- આપ પ્રવચનસાર કરતાં સમયસારના બહુ વખાણ કરો છો તેનું શું ઉત્ત૨:- પ્રવચનસારમાં જ્ઞાન પ્રધાન કથન છે, અને સમયસારમાં દૃષ્ટિ કરાવવાના પ્રયોજનનું કથન મુખ્ય છે. સમયસારમાં વિકારને પુદ્ગલના લક્ષે થતો હોવાથી અને તે જીવનો સ્વભાવભાવ ન હોવાથી તેની દષ્ટિ છોડાવી દ્રવ્યની દૃષ્ટિ કરાવવાનું કથન મુખ્ય છે અને દ્રવ્યદૃષ્ટિથી જ સમ્યગ્દર્શન ને મોક્ષમાર્ગની શરૂઆત થાય છે. -આત્મધર્મ અંક ૪૧૩, માર્ચ ૧૯૭૮, પૃષ્ઠ ૨૪ (૬૫૩) પ્રશ્ન:- દર્શનમોહની એક પ્રકૃતિનું નામ સમ્યક્ત્વ-પ્રકૃતિ કેમ છે? ઉત્ત૨:- કેમકે તેના ઉદયની સાથે સમ્યક્ત્વ પણ હોય છે, એટલે સમ્યક્ત્વની સહચારિણી હોવાથી તેનું નામ ‘સમ્યક્ત્વપ્રકૃતિ' પડયું. ક્ષાયોપશમિક સમ્યક્ત્વની સાથે તેનો ઉદય હોય છે. -આત્મધર્મ અંક ૨૬૪, માર્ચ ઓકટોમ્બર ૧૯૬૫, પૃષ્ઠ ૩૦ (૬૫૪) પ્રશ્ન:- સંખ્યા અપેક્ષાએ મોટામાં મોટું અનંત કોણ ? ઉત્ત૨:- કેવળજ્ઞાનના અવિભાગપ્રતિચ્છેદ સૌથી મહાન અનંત છે. અલોકાકાશના પ્રદેશ વગેરે બીજા અનંત કરતાં તે અનંતગણું–એમ કહીને પણ તેનું માપ આપી શકાતું નથી. આત્મદ્રવ્યની આ કોઈ અચિંત્ય તાકાત છે. જેમ વિકલ્પથી તેની તાકાતનો Please inform us of any errors on Rajesh@Atma Dharma.com Page #221 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૧૪: જ્ઞાનગોષ્ઠી પાર નથી ૫માતો તેમ ગણીતથી પણ તેની તાકાતનો પાર નથી પમાતો. -આત્મધર્મ અંક ૨૬૨, ઓગષ્ટ ૧૯૬૫, પૃષ્ઠ ૨૨ (૬૫૫ ) પ્રશ્ન:- ભરતક્ષેત્રનો જીવ મરીને સીધો વિદેહમાં જન્મે ખરો ? ઉત્ત૨:- હા, મિથ્યાદષ્ટિ હોય તો જન્મી શકે; પણ આરાધક મનુષ્ય મરીને કર્મભૂમિના મનુષ્યમાં ( વિદેહાદિમાં ) જન્મે નહિ–એ નિયમ છે. વિરાધકજીવ ગમે ત્યાં જન્મે. કદાચ કોઈ મનુષ્યને પૂર્વે મિથ્યાત્વદશામાં મનુષ્યનું આયુષ્ય બંધાઈ ગયું હોય ને પછી સમ્યક્ત્વ (-ક્ષાયિક) પામે તો તે આરાધક જીવ મરીને મનુષ્યમાં ઉપજે, પણ તે અસંખ્યાત વર્ષના આયુષવાળા ભોગભૂમિના મનુષ્યમાં જ ઉપજે, કર્મભૂમિમાં ન ઊપજે એ નિયમ છે. વિદેહક્ષેત્ર તે કર્મભૂમિ છે. ભોગભૂમિમાં ચોથા ગુણસ્થાનથી ઉપરના કોઈ ગુણસ્થાનો હોતાં નથી. ભોગભૂમિનો જીવ ત્યાંથી મરીને નિયમથી સ્વર્ગમાં જ જાય. -આત્મધર્મ અંક ૨૬૪, ઓકટોમ્બર ૧૯૬૫, પૃષ્ઠ ૨૯ (૬૫૬) પ્રશ્ન:- કેવળજ્ઞાનીના શરીરમાં નિગોદ જીવો હોય? ઉત્ત૨:- ના કેવળજ્ઞાનીને પરમ ઔદારિક શરીર છે, તેના આશ્રયે નિગોદના જીવો હોતાં નથી. આકાશમાં તે ક્ષેત્રે હોય. કેમકે લોકમાં સર્વત્ર નિગોદ જીવો છે, પરંતુ તે જીવો પરમ ઔદારિકશરીરને આશ્રિત નથી. કેવળજ્ઞાનીનું પરમ ઔદારિક શરીર, મુનિનું આહા૨ક શરીર, દેવોનું તથા નારકીનું વૈયિક શરીર, તથા પૃથ્વીકાય -અપ્કાય-વાયુકાય અને તેજોકાય એ સ્થાનોના આશ્રયે નિગોદ જીવો હોતા નથી. -આત્મધર્મ અંક ૨૬૪, ઓકટોમ્બર ૧૯૬૫, પૃષ્ઠ ૩૦ (૬૫૭) પ્રશ્ન:- આકાશના એક પ્રદેશમાં અનંતા પરમાણુઓ અને અનંતા જીવના પ્રદેશ કેમ રહી શકે? ઉત્ત૨:- જેનો જે સ્વભાવ હોય તેમાં મર્યાદા કે હદ શું હોઈ શકે? બેહદ ને અમર્યાદિત જ સ્વભાવ હોય. લોકમાં રહેલાં અનંતા પરમાણુઓ સૂક્ષ્મરૂપે થઈને આવે તો આકાશનો એક પ્રદેશ અવગાહન આપે. એવો અવગાહન આપવાનો આકાશમાં બેહદ સ્વભાવ છે. આકાશના એક પ્રદેશમાં એટલું બેદ સામર્થ્ય છે કે અનંતા પુદ્દગલને અનંતા જીવના પ્રદેશોને તથા ધર્માસ્તિ, અધર્માસ્તિ તથા કાળના એક એક પ્રદેશને એકીસાથે અવગાહન આપી શકે છે. એ આકાશનો એક પ્રદેશ છે કેવડો ?-કે એક પરમાણુ રહે એટલા માપવાળો જ. છતાં તેમાં અનંતને અવગાહન આપવાનું અમાપ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #222 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates વિવિધઃ ૨૧૫ સામર્થ્ય છે. એ વાત કહીને કહેવું છે તો એ કે એ બધાને જાણનાર જીવની એક સમયની જ્ઞાનપર્યાયનું સામર્થ્ય કેટલું? એક સમયની જ્ઞાનપર્યાય અનંતા અનંતા પદાર્થોને ભૂત-ભવિષ્યની પર્યાય સહિત જાણી દયે છે. એ જાણવાના સ્વભાવની અમર્યાદિતતા-અમાપતા કેટલી ? અરે! જડ એવા આકાશનો એક પ્રદેશ અનંતા રજકણને અવગાહન આપી શકે તો તેના જાણનાર જીવના જાણવાના સ્વભાવનું સામર્થ્ય કેટલું ? આહાહા! જાણનાર જીવના સ્વભાવની અમર્યાદિતતા, અમાપતા, અપરિમિતતા, અનંતતાનું કહેવું શું? ગજબ વાત છે! આ તો પોતાનું હિત કરવા માટે વાત છે. બીજાને સમજાવી દેવા માટે નથી પણ પોતાના જ્ઞાનનું સામર્થ્ય કેટલું છે તે પોતે સમજી, વિશ્વાસમાં લઈને અંદર સમાવા માટે છે. શ્રીમદ્દ કહે છે ને ?−કે સમજ્યા તે સમાઈ ગયા, કહેવા રોકાયા નહિ. આહાહા! આવા સ્વભાવનું મહાત્મ્ય આવે એ પર્યાય અંદર ગયા વિના રહે જ નહિ, ભગવાનને ભેટે જ. -આત્મધર્મ અંક ૪૨૨, ડિસેમ્બર ૧૯૭૮, પૃષ્ઠ ૨૮-૨૯ (૬૫૮) પ્રશ્ન:- એક પુદ્ગલ પરમાણુના બે ટુકડા ન થઈ શકે એટલો નાનો છે તો તેમાં અનંતા ગુણો કેવી રીતે હોઈ શકે? ઉત્ત૨:- એક ૫૨માણુના બે કટકા ન થઈ શકે એટલો સૂક્ષ્મ હોવા છતાં તેમાં અનંતા ગુણો ( જીવના ગુણોની જેટલા) છે. આહાહા ! આવો વસ્તુનો સ્વભાવ સર્વજ્ઞે જોઈ, જાણીને કહ્યો છે. આત્મા પોતે જ સર્વજ્ઞસ્વભાવી છે. એક પરમાણુ તેવા અનંતા પરમાણુનો એ સ્કંધ અને એવા અનંતા સ્કંધોનો એક મહાકંધ-એ બધાને જાણનારો આત્મા સર્વજ્ઞસ્વભાવી છે. એ સર્વજ્ઞસ્વભાવી આત્માની સાચી શ્રદ્ધા કરવાની છે. એ શ્રદ્ધા-જ્ઞાન સાચા કર્યા વિનાના ત્યાગ ને તપ બધા સંસારમાં રખડવાના કારણો છે. -આત્મધર્મ અંક ૪૨૨, ડિસેમ્બર ૧૯૭૮, પૃષ્ઠ ૨૮ (૬૫૯ ) પ્રશ્ન:- એક સૂક્ષ્મ પરમાણુ કે સૂક્ષ્મ સ્કંધ એકલો સ્થૂળરૂપે પરિણમે ? ઉત્ત૨:- ના, બીજા સ્થૂળ સ્કંધ સાથે તે ભળે ત્યારે તેમાં સ્વયં સ્થૂળરૂપ પરિણમન થાય. જેમ અનાદિનો અજ્ઞાની જીવ જ્ઞાનીના નિમિત્તપૂર્વક જ જ્ઞાની થાય છે, તેમ સ્થૂળ સ્કંધના નિમિત્તપૂર્વક જ બીજા સૂક્ષ્મ સ્કંધો કે પરમાણુઓ સ્થૂળરૂપે પરિણમે છે, એ અનાદિ નિયમ છે. -આત્મધર્મ અંક ૨૬૧, જુલાઈ ૧૯૬૫, પૃષ્ઠ ૨૮ (૬૬૦) પ્રશ્ન:- એક છૂટો પરમાણુ આંખથી કે બીજા કોઈ દૂરબીન વગેરે સાધનથી જોઈ શકાય ખરો ? Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #223 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૧૬: જ્ઞાનગોષ્ઠી ઉત્તર:- ના, પાંચ ઇન્દ્રિયસંબંધી જ્ઞાનનો તે વિષય નથી; અવધિજ્ઞાન વડે પરમાણુને જાણી શકાય; પણ અવધિજ્ઞાન બહારના કોઈ સાધનથી થતું નથી. અવધિજ્ઞાન આંખ વડ પણ જણાતું નથી. તેમજ, પરમાણુને જાણે એવું સૂક્ષ્મ અવધિજ્ઞાન તો જ્ઞાનીને જ થાય છે, અજ્ઞાનીને તેવું અવધિજ્ઞાન હોતું નથી. એટલે, એકત્વરૂપ પરમ આત્માને જે જાણે તે જ એક પરમાણુને જાણી શકે. -આત્મધર્મ અંક ૨૬૪, ઓકટોમ્બર ૧૯૬૫, પૃષ્ઠ ૩રા (૬૬૧) પ્રશ્ન- આપનો સમયસારનો અધ્યાત્મનો સૂક્ષ્મ વિષય છે તો અમને કોઈ એવી વાત બતાવો? અમે તો યાત્રાએ નીકળ્યા છીએ. ઉત્તર- અમે તો સૌને ભગવાન દેખીએ છીએ. અંદર નિત્યાનંદપ્રભુ ત્રિકાળી ચૈતન્ય ભગવાન બિરાજે છે. તેના આશ્રયથી સમ્યગ્દર્શન અને ધર્મ થાય છે. વિકલ્પનું અને પરનું લક્ષ છોડીને અંદરમાં ભૂતાર્થસ્વભાવી ભગવાનનો આશ્રય કરવો તે એક જ કરવા યોગ્ય મૂળ વસ્તુ છે. -આત્મધર્મ અંક ૪૦૧, માર્ચ ૧૯૭૭, પૃષ્ઠ ૨૩ (૬૬૨) પ્રશ્નઃ- વર્તમાનમાં કોઈ કેવળજ્ઞાની દેખાતા નથી તો કેવળજ્ઞાન અસિદ્ધ છે? ઉત્તર:- જો એમ કહેવામાં આવે કે કેવળજ્ઞાન અસિદ્ધ છે તો તેમ પણ નથી, એમ કષાયપ્રાભૃત-જયધવલા પુસ્તક ૧ પાના ૪૪માં કહ્યું છે, કેમકે સ્વસંવેદન પ્રત્યક્ષ દ્વારા કેવળજ્ઞાનના અંશરૂપ જ્ઞાનની નિબંધપણે ઉપલબ્ધિ થાય છે, અર્થાત મતિજ્ઞાનાદિક કેવળજ્ઞાનના અંશરૂપ છે અને તેની ઉપલબ્ધિ સ્વસંવેદન પ્રત્યક્ષથી સર્વેને થાય છે, તેથી કેવળજ્ઞાનના અંશરૂપ અવયવ પ્રત્યક્ષ છે, માટે કેવળજ્ઞાન અવયવોને પરોક્ષ કહેવું યુક્ત નથી. -આત્મધર્મ અંક ૧૮, અધિક ચૈત્ર ૨૦૦૧, પૃષ્ઠ ૮૨ (૬૬૩) પ્રશ્ન- અનેકાંત શું છે, તથા જૈનશાસન અને તેની વ્યવસ્થા શું છે? ઉત્તર:- એક વસ્તુમાં વસ્તુપણાની નીપજાવનારી પરસ્પર વિરુદ્ધ બે શક્તિઓનું પ્રકાશવું તે અનેકાન્ત છે. જે વસ્તુ નિત્ય છે તે જ અનિત્ય છે, જે એક છે તે જ અનેક છે-એમ જે પ્રકાશે છે તે જૈન શાસનનું રહસ્ય છે અને બીજી રીતે જે સત્તાને અભેદ દ્રવ્યરૂપ કહે તે નિશ્ચય અને તે જ સત્તાને ગુણ-ભેદરૂપ કહે તે વ્યવહાર-આને અનેકાન્ત કહે છે. એક તત્ત્વ છે તેમાં બીજા તત્ત્વનો અભાવ છે. જે તત્ત્વ છે તે પોતાથી છે ને Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #224 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates વિવિધ: ૨૧૭ પરથી નથી તે અનેકાન્ત તે જૈન શાસન છે. જે પદાર્થ છે તેની વ્યવસ્થા પોતાથી જ વ્યવસ્થિત થાય છે એ જ જૈનશાસનની વ્યવસ્થાની વ્યવસ્થા છે. અનેકાન્તમાં વિશેષ તો એ છે કે જે વસ્તુ છે તે જ વસ્તુમાં વિરુદ્ધ બે શક્તિઓ છે. નિત્ય ને અનિત્ય વસ્તુ પોતે જ છે. આ જ્ઞાનની પર્યાય શબ્દ સાંભળતા બદલીને નવી થાય છે તે શબ્દથી થઈ નથી, પોતાથી જ થઈ છે. જ્ઞાનની પર્યાય બદલીને નવી નવી થાય છે તે શાસ્ત્ર વાંચવાથી થતી નથી પણ પોતાથી જ થાય છે. પોતે જ નિત્ય ને અનિત્ય ધર્મરૂપે બે વિરુદ્ધ શક્તિથી પ્રકાશે તેને જૈન શાસનનું અનેકાન્ત કહે છે. -આત્મધર્મ અંક ૪૪૫, નવેમ્બર ૧૯૮૦, પૃષ્ઠ ૩૧-૩ર ( ૬૬૪) પ્રશ્ન- અભવ્યને કેવળજ્ઞાનાવરણી હોય? ઉત્તર:- હા, અભવ્યને શક્તિ અપેક્ષાએ કેવળજ્ઞાન છે માટે કેવળજ્ઞાનાવરણી આવરણ હોય છે. -આત્મધર્મ અંક ૪૦૪, જૂન ૧૯૭૭, પૃષ્ઠ ૨૨ (૬૬૫). પ્રશ્ન:- રોજ સાંભળીએ છીએ હવે અંદર જવાનો કાંઈક ટૂંકો રસ્તો બતાવો? ઉત્તર- આત્મા એકલો જ્ઞાનસ્વરૂપ ચિઘન છે અભેદ છે એની દષ્ટિ કરવી. ભેદ ઉપર લક્ષ કરતા રાગીને રાગ થાય છે, તેથી ભેદનું લક્ષ છોડીને અભેદની દૃષ્ટિ કરવી-એ ટુંકો સાર છે. -આત્મધર્મ અંક ૪૫૦, એપ્રીલ ૧૯૮૧, પૃષ્ઠ ૨૯ (૬૬૬) પ્રશ્ન- રાગને સુખનું સાધન માનવાવાળા શું ભૂલ કરે છે? ઉત્તર- જેણે રાગને સુખનું સાધન માન્યું, તેની માન્યતામાં તે વાત બેઠી ગઈ કે જ્યાં રાગ નહિ હોય ત્યાં સુખ પણ નહિ હોય. રાગ વિના અતીન્દ્રિય વીતરાગ સુખ થાય છે તે વાત તેની શ્રદ્ધામાં ન આવી અને જ્યાં અતીન્દ્રિય સુખની શ્રદ્ધા પણ ન હોય ત્યાં તેનો ઉપાય પણ કેવી રીતે બની શકે? રાગના એક વિકલ્પને પણ જે જીવ સુખનું તથા જ્ઞાનનું સાધન માને છે તે જીવ ઈન્દ્રિય વિષયોમાં જ સુખ માને છે અને આત્માના ‘સ્વયંભૂ’ સુખ સ્વભાવને નથી માનતો. -હિન્દી આત્મધર્મ, ફેબ્રુઆરી ૧૯૮૩, પૃષ્ઠ ૨૫ (૬૬૭) પ્રશ્ન:- આ બધું જણાય છે પણ આત્મા કે જણાતો નથી? ઉત્તર:- આ બધું જણાય છે એમ જાણનારો કોણ છે? જે સત્તામાં આ બધું Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #225 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૧૮: જ્ઞાનગોષ્ઠી જણાય રહ્યું છે એનો જાણનારો જણાતો નથી એ જ ભ્રમણા છે. આ શરીર છે, આ મકાન છે, આ ધન છે, આ સ્ત્રી-પુત્ર છે, આદિ જે બધું જણાય છે એ શેમાં જણાય છે? આ બધું જણાય રહ્યું છે તે જાણનારની સત્તામાં જણાય છે, જાણનારની સત્તાની મુખ્યતામાં આ બધું જણાય છે. એ જાણનારને જાણે નહિ-માને નહિ એ ભ્રમણા જ ચોરાશીના અવતારમાં રખડવાનું કારણ છે, શરીરાદિ બધું તો જાણનારથી ભિન્ન વસ્તુ છે, તેનાથી ભિન્ન રહીને જાણનારો પોતાની સત્તામાં ઉભો રહીને જાણે છે. એ જાણનારને જાણે, માને તો એને ચોરાશીના અવતારથી રખડવાનું છૂટે. -આત્મધર્મ અંક ૪૩૬, ફેબ્રુઆરી ૧૯૮૦, પૃષ્ઠ ૨૮ (૬૬૮) પ્રશ્ન- અજ્ઞાની પુરુષનો સંસાર શું છે અને આત્મજ્ઞાનથી શૂન્ય વિદ્વાનનો સંસાર શું છે? ઉત્તર:- જે પુરુષ અજ્ઞાની છે અર્થાત વાસ્તવિક રીતે હિતાહિત જાણતો નથી તેનો સંસાર તો સ્ત્રી-પુત્રાદિ જ છે. પરંતુ જે વિદ્વાન છે, શાસ્ત્રોના અક્ષરાભ્યાસ પણ વિશદરૂપથી કરી ચૂકેલ છે. અનેક શ્લોક-ગાથાઓ પોતાની સ્મૃતિપટલ ઉપર અંકિત કરી ચૂકેલ છે પરંતુ તે આત્મજ્ઞાનથી શૂન્ય છે, તેનો સંસાર શાસ્ત્ર છે. -હિન્દી આત્મધર્મ અંક, ફેબ્રુઆરી ૧૯૭૯, પૃષ્ઠ ૨૬ (૬૬૯) પ્રશ્ન- અનંતાનુબંધી લોભ કોને કહે છે? ઉત્તરઃ- પોતાની સ્વભાવપર્યાય (સમ્યગ્દર્શનાદિ) પ્રગટ કરું, તો વાસ્તવિક સંતોષ થાય એમ ન માનતો અજ્ઞાની જીવ અશુભમાંથી શુભમાં આવી જાય તેમાં તે સંતોષ માની લ્ય અર્થાત્ શુભરાગમાં જ સંતુષ્ટ થઈ તેમાં જ અટકી જાય છે. એવા જીવને વાસ્તવમાં રાગનો લોભ છે અને તેને અનંતાનુબંધી લોભ કહે છે. -હિન્દી આત્મધર્મ, સપ્ટેમ્બર ૧૯૮૨, પૃષ્ઠ ૨૪ (૬૭૦) પ્રશ્ન:- મિથ્યાષ્ટિના જ્ઞાનમાં દ્રવ્યસ્વભાવ ભાસતો નથી તો તેને દ્રવ્યનો અભાવ છે? ઉત્તર- મિથ્યાષ્ટિને દ્રવ્ય ભાસતું નથી તેથી તેના જ્ઞાનમાં દ્રવ્ય અભાવરૂપ છે. જ્ઞાનીને તો પરનું દ્રવ્ય પણ ભાસે છે તેથી અજ્ઞાનીના દ્રવ્યને જ્ઞાની ભગવાન સ્વરૂપે દેખે છે, પણ અજ્ઞાનીને તો દ્રવ્ય દેખાતું નથી તેથી તેને દષ્ટિમાં તો દ્રવ્ય અભાવરૂપ જ છે. -આત્મધર્મ અંક ૪૦૯, નવેમ્બર ૧૯૭૭, પૃષ્ઠ ૧૪ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #226 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates વિવિધઃ ૨૧૯ (૬૭૧ ) પ્રશ્ન:-તે અજ્ઞાની જીવ મોક્ષને શ્રદ્ધે છે કે નહીં? ઉત્ત૨:- મોક્ષને પણ તે શ્રદ્ધતો નથી, કેમકે શુદ્ધજ્ઞાનમય એવા આત્માને તે જાણતો નથી; શુદ્ધજ્ઞાનમય આત્માનું જ્ઞાન જેને ન હોય તેને મોક્ષની પણ શ્રદ્ધા હોતી નથી. અને મોક્ષની શ્રદ્ધા વગર ગમે તેટલા શાસ્ત્રો પઢી જાય તોપણ આત્માનો લાભ ક્યાંથી થાય ?–સમ્યજ્ઞાન ક્યાંથી થાય ? શાસ્ત્રોનો હેતુ તો શુદ્ધજ્ઞાનમય આત્મા દર્શાવીને મોક્ષના ઉપાયમાં લગાડવાનો હતો, પરંતુ જેને મોક્ષની જ શ્રદ્ધા નથી તેને શાસ્ત્રનું ભણતર ક્યાંથી ગુણકારી થાય? માટે, અભવ્ય જીવ ૧૧ અંગ ભણવા છતાં અજ્ઞાની જ રહે છે. અભવ્યના દૃષ્ટાંત મુજબ બીજા ભવ્ય જીવોનું પણ એ જ પ્રમાણે સમજી લેવું. અંતર્મુખ થઈને, રાગથી જુદો થઈને, શુદ્ધજ્ઞાનમય આત્માને જે જાણે છે તે જ સમ્યજ્ઞાની થાય છે. -આત્મધર્મ અંક ૨૦૮, મહા ૨૪૮૭, પૃષ્ઠ ૧૩ (૬૭૨ ) પ્રશ્ન:- ન્યાયથી અને તર્કથી તો આ વાત બેસે છે પણ અંદર જવાની હિંમત કેમ ચાલતી નથી ? ઉત્ત૨:- એને પહોંચવા જોઈએ એટલો પુરુષાર્થ નથી એટલે બહારને બહાર ભટક્યા કરે છે. અંદર જવાની રુચિ નથી તેથી ઉપયોગ અંદર જતો નથી. -આત્મધર્મ અંક ૪૩૧, સપ્ટેમ્બર ૧૯૭૯, પૃષ્ઠ ૧૬-૧૭ (૬૭૩) પ્રશ્ન:- જ્ઞાનનો સ્વભાવ જાણવાનો જ છે તો પોતે પોતાને કેમ નથી જાણતો ? ઉત્ત૨:- જ્ઞાન પોતાને જાણે છે, એનો સ્વભાવ પોતાને જાણવાનો છે પણ અજ્ઞાનીની દૃષ્ટિ ૫૨ ઉપ૨ એટલે પોતે જણાતો નથી, ૫૨માં ક્યાંક ક્યાંક અધિકતા પડી એટલે બીજાને અધિક માનતો હોવાથી પોતે જણાતો નથી. અધિકપણાનું એનું બળ પરમાં જાય છે તેથી પોતે જણાતો નથી. -આત્મધર્મ અંક ૪૧૦, ડિસેમ્બર ૧૯૭૭, પૃષ્ઠ ૨૬ * Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #227 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પરમ પૂજ્ય સદ્ગુરુદેવ શ્રી કાનજી સ્વામીના હૃદયોદ્ગાર આજ સુધી કોઈએ (જડ કે જીવે) કિંચિત્માત્ર તને લાભ કે નુકશાન કર્યું જ નથી. ૧. આજ સુધી તે સતત તારા માટે એકલો નુકશાનનો જ ધંધો કર્યો છે. અને સાચી સમજણ નહિ કર ત્યાં સુધી તે ધંધો ચાલશે જ. ૨. તે નુકશાન તારી ક્ષણિક અવસ્થામાં થયું છે. તારી વસ્તુમાં નથી થયું. ૩. આત્મા પોતાના જ ભાવોનો ગ્રહણ કરનાર કે છોડનાર છે; જડ કર્મને આત્મા ગ્રહતો કે છોડતો નથી; જડ કર્મની અવસ્થા જડના કારણે થાય છે; કારણ કે દરેક દ્રવ્યો સ્વતંત્ર છે. અને દરેક વસ્તુના ગુણ-પર્યાય બીજી વસ્તુથી જાદા છે તેથી જડની બધી અવસ્થાનો કર્તા જડવસ્તુ અને આત્માની અવસ્થાનો કર્તા આત્મા પોતે જ છે. ૪. -આત્મધર્મ અંક ૫, ચૈત્ર ૨OOO, ટાઈટલ પૃષ્ઠ 3 સ્વરૂપમાં પ્રવૃત્તિ અને પરદ્રવ્યમાં નિવૃત્તિ એ આત્માનો સ્વભાવ છે. ૫. -આત્મધર્મ અંક ૫, ચૈત્ર ૨૦૦૦, ટાઈટલ પૃષ્ઠ 3 પ્રભુ, તારી પ્રભુતા! એક સમયમાં જ્ઞાનાદિ અનંત ગુણોથી પરિપૂર્ણ છો ! એક ક્ષણ પૂરતો વર્તમાન અવસ્થાનો વિકાર તે પણ તારું સ્વરૂપ નથી. વર્તમાનમાં જ પરિપૂર્ણ સ્વરૂપ છે. ૬. –આત્મધર્મ અંક ૫, ચૈત્ર ૨OO0, પૃષ્ઠ 6 Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #228 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨૨: જ્ઞાનગોષ્ઠી કોઈ આત્મા-જ્ઞાની કે અજ્ઞાની-એક પરમાણુ માત્રને હલાવવાનું સામર્થ્ય ધરાવતો નથી, તો પછી દેહાદિની ક્રિયા આત્માના હાથમાં ક્યાંથી હોય? જ્ઞાની ને અજ્ઞાનીમાં આકાશ-પાતાળના અંતર જેવડો મહાન તફાવત છે, અને તે એ છે કે અજ્ઞાની ૫૨દ્રવ્યનો તથા રાગદ્વેષનો કર્તા થાય છે, અને જ્ઞાની પોતાને શુદ્ધ અનુભવતો થકો તેમનો કર્તા થતો નથી. તે કર્તૃત્વ છોડવાનો મહા પુરુષાર્થ દરેક જીવે કરવાનો છે. તે કતૃત્વબુદ્ધિ જ્ઞાન વિના છૂટશે નહિ માટે તમે જ્ઞાન કરો. ૭ -આત્મધર્મ અંક ૩, મહા ૨૦૦૦, ટાઈટલ પૃષ્ઠ ૧ * દર્શન અભેદ છે એટલે કે દર્શન પોતાને (દર્શનગુણને ) કે પરને જાણતું નથી. દર્શનનો વિષય અખંડ દ્રવ્ય છે. એક સમયમાં બધા ગુણોનો પિંડ જે દ્રવ્ય છે તે દર્શનનો વિષય છે, એક સમયના દર્શનના વિષયમાં આખું દ્રવ્ય છે. જ્ઞાનની પર્યાયમાં દર્શનને અને દર્શનના વિષયને (અભેદ દ્રવ્યને ) જાણતાં તેમાં (જ્ઞાનની પર્યાયમાં) આખું દ્રવ્ય અને બધા સંયોગો જણાય છે. જ્ઞાન અનંત ગુણોને અને પોતાને જાણે છે તેથી જ્ઞાનનું સ્વ-૫૨ પ્રકાશક સામર્થ્ય છે. જ્ઞાનને નક્કી કરતાં તેની એક સમયની પર્યાયમાં આખું દ્રવ્ય અને દ્રવ્યના દર્શન વગેરે અનંતગુણો આવી જાય છે, જણાય છે. ૮. -આત્મધર્મ અંક ૬, વૈશાખ ૨૦૦૦, ટાઈટલ પૃષ્ઠ ૨ * મારાં ગુણમાં ૫૨નો પ્રવેશ નથી, હું મારી ભૂલે અટક્યો છું, મારું સ્વરૂપ તો સિદ્ધ સમાન જ છે, એવી શ્રદ્ધાના અભાવે સ્વભાવમાં નિઃસંદેહતા આવતી નથી, નિઃશંકતા વગર સ્વાધીનતા પ્રગટે નહીં. ૯. -આત્મધર્મ અંક ૧૦-૧૧, ભાદ્રપદ ૨૦૦૦, પૃષ્ઠ ૧૬૮ * આત્માના ધ્યાન સિવાય બીજા બધા ધ્યાન ઘોર ભયાનક સંસારનું કારણ છે. ધ્યાન-ધ્યેય વગેરેના વિકલ્પરૂપ તપ એટલે કે ‘હું ધ્યાન કરું છું, હું પૂર્ણ શુદ્ધ સ્વરૂપ છું' એવા બધા વિકલ્પ તે કહેવા માત્ર સુંદર છે, એટલે કે ખરેખર તો તેમાં કાંઈ માલ નથી. ૧૦. -આત્મધર્મ અંક ૧૦-૧૧, ભાદ્રપદ ૨૦૦૦, ૧૭૫ * દૃષ્ટિમાં જ સંસાર અને દૃષ્ટિમાં જ મોક્ષ. દૃષ્ટિની ભૂલમાં સંસાર-ભૂલ ટળ્યે મોક્ષ. અખંડ ચિદાનંદ એકરૂપ ધ્રુવ સ્વભાવ ઉપ૨ની દષ્ટિ એ જ સમ્યગ્દર્શન-જ્ઞાન Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #229 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પૂજ્ય સદ્ગુરુદેવશ્રીનાં હૃદયોદ્ગારઃ ૨૨૩ અને ચારિત્રની નિર્મળ દશાનું કારણ છે. ૧૧. -આત્મધર્મ અંક ૧૦-૧૧, ભાદ્રપદ ૨OO0, પૃષ્ઠ ૧૭૬ ભગવાન ભગવાન તું અમૃતકુંભ છો. એમાં ન કરી શકે તોપણ શ્રદ્ધા તો તેની જ કર. તેની શ્રદ્ધા અને પ્રતીત કરવાથી તારો અમૃતકુંભ સ્વભાવ ઉઘડી જશે—તારો આત્મા પુણ્ય-પાપના વિકારનો નાશ કરીને ક્રમે ક્રમે સ્વભાવ મૂર્તિ ખીલી જશે. ૧૨. -આત્મધર્મ અંક ૮, અષાઢ ૨OO0, પૃષ્ઠ ૧૩) એકવાર તો હા પાડ! હે જીવ! હે પ્રભુ! તું કોણ છો તેનો કદી વિચાર કર્યો છે? કયું તારું રહેઠાણ અને કયું તારું કાર્ય તેની તને ખબર છે? પ્રભુ ! વિચાર તો ખરો કે તું ક્યાં છો અને આ બધું શું છે? તને કેમ શાંતી નથી ? પ્રભુ! તું સિદ્ધ છો, સ્વતંત્ર છો, પરિપૂર્ણ છો, વીતરાગ છો, પણ તને તારા સ્વરૂપની ખબર નથી તેથી જ તને શાંતિ નથી. ભાઈ ! ખરેખર તું ઘર ભુલ્યો છો. ભૂલો પડયો છો, પારકા ઘરને તું તારું રહેઠાણ માની બેઠો, પણ બાપુ! એમ અશાંતિના અંત નહીં આવે ! ભગવાન! શાંતિ તો તારા સ્વઘરમાં જ ભરી છે. ભાઈ ! એકવાર બધાયનું લક્ષ છોડીને તારા સ્વઘરમાં તો જો! તું સિદ્ધ છો...તું સિદ્ધ છો. પ્રભુ! તું તારા સ્વરને જો, પરમાં ન જ. પરમાં લક્ષ કરી કરીને તો તું અનાદિથી ભ્રમણ કરી રહ્યો છો, હવે તારા અંતર સ્વરૂપ તરફ નજર તો કર ! એકવાર તો અંદર જો! અંદર પરમ આનંદના અનંતા ખજાના ભર્યા છે, તેને સંભાળ તો ખરો! એકવાર અંદર ડોકિયું કર તો તને તારા સ્વભાવના કોઈ અપૂર્વ પરમ સહજ સુખનો અનુભવ થશે. અનંતા જ્ઞાનીઓ કહે છે કે “તું પ્રભુ છો ” પ્રભુ! તારા પ્રભુત્વની એકવાર હા તો પાડ. -આત્મધર્મ અંક ૧૦-૧૧, ભાદ્રપદ ૨૦૦૦, ટાઈટલ ૧ તમે પણ ભગવાન છો! બાળકો ! જાઓ ભાઈ ! હું તમને બાળક નથી માનતો, ભગવાન સ્વરૂપ માનું Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #230 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨૪: જ્ઞાનગોષ્ઠી છું. આત્મા તો ભગવાન સ્વરૂપ છે, બાળક આદિ તો શરીરની અવસ્થા છે ને રાગ થાય છે તે ક્ષણિક વિકારી અવસ્થા છે, તેની પાછળ શક્તિમાં ભગવાન જ્ઞાનાનંદ સ્વરૂપે બિરાજે છે. અંદરમાં પૂર્ણાનંદનો નાથ ભગવાન સ્વરૂપે બિરાજે છે. તેનું ધ્યાન કરતાં પર્યાયમાં ભગવાન પ્રગટ થાય છે. પ્રાપ્યની પ્રાપ્તિ હોય છે. આવા ચૈતન્ય ભગવાનનું સ્વરૂપ સાંભળતાં સાંભળતાં એની રુચિમાં સત્યના સંસ્કાર પડતા જાય છે ને પછી સંસ્કાર વધતા વધતા બહાર આવશે. જેમ કોરા માટીના ઘડામાં પાણીના ટીપા પડે છે તે પહેલા દેખાય નહિ પણ વધુ પડતાં પડતાં ઘડામાં પાણી બહાર દેખાય છે તેમ. ૧૪. (બાળકો પ્રતિ પૂજ્યશ્રીના ઉદગારો) Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #231 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૨મ પૂજ્ય સદ્ગુરુદેવશ્રીના પ્રવચન મહાસાગરમાંથી વીણી કાઢેલાં મહાસાગરનાં મોતી આત્મા ત્રિકાળ પરિપૂર્ણ છે એવો ખ્યાલ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી ૫૨માં એકત્વબુદ્ધિ ટળતી નથી. * ચાર અઘાતિ કર્મો સંયોગ આપે, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતરાય આત્મામાં ઊણપ આપે છે અને મોહનીય આત્મામાં વિરુદ્ધતા આપે છે. એ આઠેય કર્મસ્વરૂપ હું નથી, હું તો માત્ર જ્ઞાયક છું. * શુભ છે, પણ ત્રિકાળી શુદ્ધ આત્મસ્વભાવ ઉપર નિર્જરા છે. ૧૫. -આત્મધર્મ અંક ૮, અષાઢ ૨૦૦૦, ટાઈટલ પૃષ્ઠ ૨ * નિમિત્તની અપેક્ષા લ્યો તો બંધ અને મોક્ષ બે પડખાં પડે છે ને તેની અપેક્ષા ન લ્યો તો–એકલું નિ૨પેક્ષ તત્ત્વ લક્ષમાં લ્યો તો-સ્વપર્યાય પ્રગટે છે. ૧૬. -આત્મધર્મ અંક ૯, શ્રાવણ ૨૦૦૦, ટાઈટલ પૃષ્ઠ ૪ * મફતમાં કાંઈ પણ મળતું નથી. વર્તમાનમાં તને જે જે સંયોગ મળે છે તે બધાની પૂર્વકાળે તેં કિંમત ભરી છે (પૂર્વે તે એવા ભાવ કર્યા છે) અને તેનો જ બદલો તને વર્તમાનમાં યથાયોગ્ય મળી રહ્યો છે. તારી ઇચ્છા હોય કે ન હોય પણ તે જેની કિંમત ભરી દીધી છે તેનો બદલો તો તને મળવાનો જ! મળવાનો. માટે જે જે સંયોગ મળે તે બધાને જાણી લે જે. ૧૭. -આત્મધર્મ અંક ૭, જેઠ ૨૦૦૦, પૃષ્ઠ ૧૧૯ રાગ છોડું એવો ભાવ પણ દૃષ્ટિ દેતાં રાગાદિ છૂટી જાય છે, એ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #232 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સત્યાર્થ ૨૨૬: જ્ઞાનગોષ્ઠી નિશ્ચય વ્યવહારનું સ્વરૂપ નિશ્ચય: વ્યવહા૨ઃયથાર્થભાવ અયથાર્થભાવ સ્વભાવિકભાવ નિમિત્તાધિકભાવ અસત્યાર્થ ત્રિકાળીભાવ ક્ષણિકભાવ ધ્રુવભાવ ઉત્પન્નધ્વસીભાવ ત્રિકાળ ટકે તેવો ભાવ ક્ષણ માત્ર ટકે તેવો ભાવ સ્વલક્ષીભાવ પરલક્ષીભાવ ખરેખરું સ્વરૂપ કથન માત્ર સ્વરૂપ સ્વદ્રવ્યાશ્રિત સંયોગાશ્રિત બીજાના ભાવને બીજાનો કહેતો નથી. પાધિક ભાવને અવલંબતો હોવાથી -પણ પોતાના ભાવને જ પોતાનો કહે બીજાના ભાવને બીજાનો કહે છે. છે. દ્રવ્યના આશ્રયે હોવાથી જીવના સ્વાભાવિક ભાવને અવલંબે છે. હવે વિચારો કે ઉપર જે અર્થો આવ્યા તેમાંથી નિશ્ચય આશ્રય કરવા લાયક છે કે વ્યવહાર આશ્રય કરવા લાયક છે? જે જે આકુળતા થાય છે તે તે વ્યવહારના આશ્રયે થાય છે; જે જે નિરાકુળતા થાય છે તે તે નિશ્ચયના આશ્રયે થાય છે, એમ વિચારકને લાગ્યા વગર રહેશે નહિ. ૧૮. –આત્મધર્મ અંક ૭, જેઠ ૨OO0, પૃષ્ઠ ૧૧૭ અવિરત સમ્યગ્દષ્ટિ જ્ઞાની છે અવિરત સમ્યગ્દષ્ટિને પણ અજ્ઞાનમય રાગ-દ્વેષ-મોહ હોતા નથી. મિથ્યાત્વ સહિત રાગાદિક હોય તે જ અજ્ઞાનના પક્ષમાં ગણાય છે. સમ્યકત્વ સહિત રાગાદિક અજ્ઞાનના પક્ષમાં નથી. સમ્યગ્દષ્ટિને નિરંતર જ્ઞાનમય જ પરિણમન હોય છે. તેને ચારિત્રની નબળાઈથી જે રાગાદિક થાય છે તેનું સ્વામીપણું તેને નથી. રાગાદિકને રોગ સમાન જાણીને તે પ્રવર્તે છે અને પોતાની શક્તિ અનુસાર તેને કાપતો જાય છે. માટે જ્ઞાનીને જે રાગાદિક હોય છે તે વિદ્યમાન છતાં અવિદ્યમાન જેવાં છે, તેઓ આગામી સામાન્ય સંસારનો બંધ કરતા નથી, માત્ર અલ્પ સ્થિતિ અનુભાગવાળો બંધ કરે છે. આવા અલ્પ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #233 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates મહાસાગરનાં મોતીઃ ૨૨૭ બંધને ગૌણ કરી બંધ ગણવામાં આવતો નથી. ૧૯. -આત્મધર્મ અંક ૭, જેઠ ૨OO0, પૃષ્ઠ ૧૨૦ જૈન ધર્મ જૈન ધર્મ કોઈ વ્યક્તિના કથન, પુસ્તક, ચમત્કાર કે વિશેષ વ્યક્તિ પર નિર્ભર નથી. તે તો સત્યનો અખંડ ભંડાર, વિશ્વનો ધર્મ છે. અનુભવ તેનો આધાર છે, યુક્તિવાદ તેનો આત્મા છે. એ ધર્મને કાળની મર્યાદામાં કેદ કરી શકાય નહીં. પદાર્થોનાં સ્વરૂપનો તે પ્રદર્શક છે. ત્રિકાળ અબાધિત સત્યરૂપ છે. વસ્તુઓ અનાદિ અનંત છે. તેનું સ્વરૂપ પ્રકાશક તત્ત્વજ્ઞાન પણ અનાદિ અનંત છે. ૨૦. -આત્મધર્મ અંક ૨, પોષ ૨OO0, પૃષ્ઠ ૧૩ ત્યાગ જ્ઞાનમૂર્તિ નિર્મળ ચૈતન્યઘન આનંદસ્વરૂપ છું; મારું સુખ મારામાં છે એવી દષ્ટિના જોરમાં રાગ ટાળ્યો અને રાગ ટાળતાં રાગના નિમિત્ત સહજ ટળ્યાં તે જ ત્યાગ જ્ઞાન ગર્ભિત છે, અને તે જ સત્ય ત્યાગ છે. બાકી તો જેને આત્માનું ભાન નથી તે તો માત્ર “આ બાયડી છોકરામાં સુખ નથી માટે ચાલો છોડી દઈએ” એવા દ્વષ ભાવથી ત્યાગ કરે છે, તે ત્યાગી નથી પણ અંતરમાં તેને ભોગની રુચિ પડી છે. ૨૧. -આત્મધર્મ અંક ૪, ફાગણ ૨OO0, પૃષ્ઠ ૧૮ ત્યાગ એટલે શું? પરનો ત્યાગ તો આત્માને નથી, પણ રાગદ્વેષનો ત્યાગ તે પણ નામમાત્ર (કહેવામાત્ર) છે. રાગના ત્યાગનું કર્તાપણું દ્રવ્યદૃષ્ટિએ આત્માને નથી. પોતાના સ્વભાવમાં સ્થિર રહેતાં રાગદ્વેષ સહેજે ટળી જાય છે, તે ત્યાગ કહેવાય છે–તે પણ વ્યવહાર છે. ૨૨. –આત્મધર્મ અંક ૮, અષાઢ ૨OO0, પૃષ્ઠ ૧૩૨ જૈન દર્શન એટલે! વસ્તુ અનાદિ અનંત છે, ધર્મ તે વસ્તુનો સ્વભાવ છે, તેથી ધર્મ અનાદિ છે કોઈ વ્યક્તિએ ધર્મ ઉત્પન્ન કર્યો નથી. દરેક વસ્તુ પોતાના સ્વભાવે પરિપૂર્ણ છે તેનો પ્રદર્શક તે જૈન ધર્મ જૈન ધર્મ એટલે વિશ્વધર્મ આત્માનો સ્વભાવ ત્રિકાળી છે તેમાં જે એક સમય પૂરતી વિકારી પર્યાય તેનું લક્ષ ગૌણ કરીને અખંડ પરિપૂર્ણ સ્વભાવનું દર્શન કરાવવું તે જૈન દર્શન. એક સમય પૂરતો વિકાર સ્વરૂપમાં નથી. તત્ત્વનો નિર્ણય Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #234 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨૮: જ્ઞાનગોષ્ઠી આગમજ્ઞાન વગર હોય નહીં. અને આગમજ્ઞાન સર્વજ્ઞને જાણ્યા વગર હોય નહીં. એકેક આત્મા સર્વજ્ઞ સ્વરૂપ છે અને સર્વજ્ઞ થઈ શકે છે. ૨૩. -આત્મધર્મ અંક ૫, ચૈત્ર ૨૦૦૦, પૃષ્ઠ પ * ધર્મ કોઈ વસ્તુ અને તેનો સ્વભાવ જુદા હોય એમ કદી બને નહીં, એટલે કે વસ્તુનો સ્વભાવ સદાય વસ્તુમાં જ રહે. આત્માનો સ્વભાવ સદાય આત્મામાં જ રહે. સ્વભાવ એ જ વસ્તુનો ધર્મ હોવાથી આત્મા પોતે જ ધર્મસ્વરૂપ છે. હવે જે વસ્તુ પોતે જ ધર્મસ્વરૂપ છે તેને ધર્મ માટે બહારની મદદની જરૂર કેમ રહે! આત્માનો ધર્મ સદાય આત્મામાં જ છે; કોઈ પરથી આત્માનો ધર્મ નથી. તું ગમે તે ક્ષેત્રે જા કે ગમે તે કાળ હોય તોપણ તારો ધર્મ તારાથી જુદો નથી. તું પોતે જ ધર્મ સ્વરૂપ હોવા છતાં તને તારી પોતાની જ ખબર અનાદિથી નથી તે કારણે તારામાં ધર્મ હોવા છતાં તે તને પ્રગટ અનુભવમાં આવતો નથી. અને તને તારા ધર્મસ્વરૂપમાં શંકા એ જ અધર્મ છે, અને તે કારણે જ સંસાર છે. તે અધર્મ ટાળવા તારા ધર્મસ્વભાવને ઓળખ-એ એક જ ઉપાય છે. ૨૪. -આત્મધર્મ અંક ૯, શ્રાવણ ૨૦૦૦, ટાઈટલ પૃષ્ઠ ૧ * સુખ એટલે શું ? આત્માનું સ્વાસ્થ્ય એ જ સુખ. સ્વાસ્થ્ય એટલે-આત્માનું લક્ષ ૫૨માં ન જવું અને પોતામાં ટકી રહેવું-તે સુખ છે. સુખનું લક્ષણ (નિશાની) આકુળતા રહિતપણું છે. પોતાના સુખસ્વરૂપનું ભાન એ જ સુખ છે. સુખસ્વરૂપના ભાન વિના કોઈ કાળે કોઈ ક્ષેત્રે કોઈને પણ સુખ હોઈ શકે નહીં. ૨૫. * દુઃખ એટલે શું? પોતામાં પોતાનું સુખ છે તે ભૂલીને ૫૨વસ્તુમાં પોતાની સુખબુદ્ધિ જ દુઃખ છે. આત્માને પોતાના સુખ માટે ૫૨ વસ્તુની ઈચ્છા એ જ દુ:ખ છે. આત્મા પોતાના દુઃખ રહિત સુખ સ્વરૂપને જાણતો નથી એટલે પોતાનું સુખ ૫૨થી (૫૨ના આધારે ) માને છે તે માન્યતા જ દુઃખનું કારણ છે. ૨૬. -આત્મધર્મ અંક ૯, શ્રાવણ ૨૦૦૦, પૃષ્ઠ ૧૫૪ * Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #235 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates મહાસાગરનાં મોતી: ૨૨૯ દષ્ટિભેદ સમ્યગ્દષ્ટિ અને મિથ્યાત્વી બન્ને બહારમાં સમાન ક્રિયા કરે છે. દાન-ભક્તિ આદિ સમાન કરે છે, બન્નેને શુભભાવ છે છતાં અંદરની દષ્ટિમાં ફેર હોવાથી બંનેને જુદી જુદી જ જાતનાં પુણ્ય બંધાય છે. મિથ્યાત્વીને અંદર પુણ્યની ચિ અને કર્તાપણું છે તેથી તેને પાપાનુબંધી પુણ્ય બંધાય છે, અને સમ્યગ્દષ્ટિને અંદરમાં પુણ્યનો નકાર વર્તે છે. શુદ્ધભાવનું જ લક્ષ છે તેથી તેને એવા ઉત્કૃષ્ટ પુણ્ય બંધાય છે કે જેના ફળમાં સત સ્વરૂપ સમજવાના ઉત્કૃષ્ટ નિમિત્ત મળશે. આ રીતે ક્રિયા સમાન હોવા છતાં દષ્ટિ ભેદે ફળમાં પણ ભેદ પડે છે (રાત્રિ ચર્ચામાંથી). ૨૭. -આત્મધર્મ અંક ૧૦-૧૧, ભાદ્રપદ ૨OO0, પૃષ્ઠ ૧૭૧ જૈન શાસન ૧. જૈન શાસન એટલે વીતરાગતા. ૨. અનેકાન્ત એ જૈન શાસનનો આત્મા. ૩. સ્યાદ્વાદ એ જૈન શાસનની કથન શૈલી. ૪. જૈન શાસન એટલે યુક્તિ અને અનુભવનો ભંડાર. ૫. જૈન શાસન એટલે દરેક દ્રવ્યોના સ્વરૂપને સંપૂર્ણ અને ત્રિકાળ સ્વાધીન (સ્વતંત્ર) બતાવનાર અનાદિ અનંત ધર્મ. ૨૮. –આત્મધર્મ અંક ૯, શ્રાવણ ૨OO0, પૃષ્ઠ ૧૫૧ જૈન કોણ? ૧. રાગદ્વેષ ઉપર જીત મેળવી, સ્વરૂપને મેળવનાર તે જૈન. ૨. જૈન એટલે વીતરાગતાની મૂર્તિ. ૩. પોતાના ગુણના જોર વડે જે અવગુણને જીતે (નાશ કરે ) તે જૈન. ૪. જૈન એટલે મોક્ષનો અભિલાષી. પ. જૈન એટલે વીતરાગતાનો સેવક. ૨૯. -આત્મધર્મ અંક ૯, શ્રાવણ ૨OO0, પૃષ્ઠ ૧૫ર અજૈન કોણ? ૧. અવગુણથી જેના ગુણ જીતાઈ જાય (ઢંકાઈ જાય) તે અજૈન. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #236 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૩): જ્ઞાનગોષ્ઠી ૨. જે રાગ-દ્વેષને પોતાના માની રાખવા જેવા ગણે અને શરીરાદિ જડનો પોતાને કર્તા માને તે અર્જન. ૩. અર્જન એટલે જગત (વિકાર) નો સેવક. ૪. અજૈન એટલે સંસારમાં રખડવાનો કામી. ૩૦. -આત્મધર્મ અંક ૯, શ્રાવણ ૨૦OO, પૃષ્ઠ ૧૫૩ નિમિત્ત-નૈમિત્તિક સંબંધ દૃષ્ટિ નિમિત્તને સ્વીકારતી નથી, પોતામાં થતાં રાગદ્વેષને સ્વીકારતી નથી, અરે! પોતામાં થતી નિર્મળ પર્યાયને પણ સ્વીકારતી નથી. દષ્ટિનો વિષય અભેદ, અખંડ, એક આત્મા છે; તેમાં ભેદ પડે તે ભેદ જે દષ્ટિનો વિષય થતો નથી; પણ અવસ્થાનો વિષય થાય છે. એટલે દષ્ટિમાં રાગદ્વેષ છે જ નહિ. જ્ઞાનમાં તે જ્ઞય છે, ચારિત્રની અપેક્ષાએ તે ઝેર છે. દૃષ્ટિની અપેક્ષાએ રાગદ્વેષ જે જ્ઞાનીને થાય છે તે નિર્જરા અર્થ છે. જેટલી જેટલી નિર્મળ પર્યાય જ્ઞાનીને વધે તેટલા પ્રમાણમાં નૈમિત્તિક ભાવ અને પર નિમિત્ત છૂટતાં જાય છે, એવો નિમિત્ત-નૈમિત્તિક ભાવનો સંબંધ છે. ૩૧. -આત્મધર્મ અંક ૧૦-૧૧, ભાદ્રપદ ૨OO0, પૃષ્ઠ ૧૮૨ અપરાધ એટલે શું? આ આત્મા અનાદિથી સંસારમાં રઝળે છે. પરમાં સુખબુદ્ધિ માને છે એ રીતે આત્મા પોતાનો ગુન્હો કરે છે. પરથી સુખ માન્યું એટલે “મારામાં સંતોષ થાય તેવું નથી તેથી પર હોય તો મને સંતોષ થાય” એમ માન્યું તે પોતાનો અપરાધ છે. આત્મા અનાદિ અનંત વસ્તુ છે; તેનો વીતરાગી સ્વભાવ છે છતાં તેની ખબર નથી એટલે મારા સંતોષ ખાતર જાણે પર પદાર્થ હોય તો ઠીક થાય એમ માને છે. આત્મા “મારું સુખ મારામાં છે” એમ નથી માનતો તે જ પોતાનો અપરાધ છે. ૩ર. -આત્મધર્મ અંક ૧૨, આસો ૨000, પૃષ્ઠ ૧૯૨ અનેકાન્ત શું બતાવે છે? ૧. અનેકાન્ત વસ્તુને પરથી અસંગ બતાવે છે. “અસંગપણાની સ્વતંત્ર શ્રદ્ધા તે અસંગપણાની ખીલવટનો ઉપાય છે, પરથી જુદાપણું તે વસ્તુનો ધર્મ છે.” ૨. અનેકાન્ત વસ્તુને “સ્વપણે છે અને પરપણે નથી' એમ બતાવે છે. “પરપણે Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #237 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates મહાસાગરનાં મોતીઃ ર૩૧ આત્મા નથી તેથી પરવસ્તુનું કાંઈપણ કરવા આત્મા સમર્થ નથી; અને પરવસ્તુ ન હોય તેથી આત્મા દુઃખી પણ નથી.' “તું છો છો તો પરપણે નથી અને પરવસ્તુ અનુકૂળ હોય કે પ્રતિકૂળ હોય તેને ફેરવવા તું સમર્થ નથી. બસ! આટલું નક્કી કરે તો શ્રદ્ધા, જ્ઞાન અને શાંતિ તારી પાસે જ છે. ૩. અનેકાન્ત વસ્તુને પોતાપણે સત્ બતાવે છે. સને સામગ્રીની જરૂર નથી, સંયોગની જરૂર નથી, પણ સને સતના નિર્ણયની જરૂર છે કે “સપણે છુંપરપણે નથી.' ૪. અનેકાન્ત વસ્તુને એક અનેક બતાવે છે. એક કહેતા જ અનેકની અપેક્ષા આવી જાય છે. તું તારામાં જ એક છો અને તારામાં જ અનેક છો તારા ગુણ-પર્યાયથી અનેક છો, વસ્તુથી એક છો. ૫. અનેકાન્ત વસ્તુને નિત્ય-અનિત્ય બતાવે છે. પોતે નિત્ય છે અને પોતે જ (પર્યાય) અનિત્ય છે. તેમાં જે તરફની રુચિ તે તરફનો પલટો (પરિણામ) થાય. નિત્ય વસ્તુની રુચિ થાય તો નિત્ય ટકનારી એવી વીતરાગતા થાય અને અનિત્ય એવી પર્યાયની રુચિ થાય તો ક્ષણિક એવા રાગ-દ્વેષ થાય. ૬, અનેકાન્ત એ વસ્તુની સ્વતંત્રતા જાહેર કરે છે. વસ્તુ પરથી નથી, અને સ્વથી છે એમ કહ્યું તેમાં “સ્વની અપેક્ષાએ દરેક વસ્તુ પરિપૂર્ણ જ છે.” એ આવી જાય છે. વસ્તુને પરની જરૂર નથી પોતાથી જ પોતે સ્વાધીન-પરિપૂર્ણ છે. ૭. અનેકાન્ત એકેક વસ્તુમાં બે વિરુદ્ધ શક્તિઓ બતાવે છે. એક વસ્તુમાં વસ્તુપણાની નિપજાવનારી બે વિરુદ્ધ શક્તિઓ થઈને જ તત્ત્વની પૂર્ણતા છે. બે વિરુદ્ધ શક્તિનું હોવું તે વસ્તુનો સ્વભાવ છે. ૩૩. -આત્મધર્મ અંક ૧૦-૧૧, ભાદ્રપદ ૨OO0, પૃષ્ઠ ૧૮૬ અનાદિથી “જાણનારો હું નહીં, પણ જણાય તે હું” એવી ઊંધી માન્યતા છે તેથી શરીરની અવસ્થાને પોતાની થતી હોય તેમ માને છે તે માન્યતા અજ્ઞાન જ છે. ૩૪. * જૈન ધર્મ એ કોઈ વેશ કે વાડો નથી, પણ વીતરાગનું શાસન છે, વીતરાગતા એ જ જૈન ધર્મ છે. વીતરાગના માર્ગમાં રાગને સ્થાન નથી પછી તે સાક્ષાત્ ભગવાન ઉપરનો હોય તોપણ જે રાગ તે જૈન શાસન નથી. ૩૫. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #238 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ર૩ર: જ્ઞાનગોષ્ઠી આત્માને ઓળખ્યા વગર છૂટકો નથી. વસ્તુના ભાન વગર જઈશ ક્યાં ? તારું સુખ-શાંતિ તે તારી વસ્તુમાંથી આવે છે કે બહારથી? તું ગમે તે ક્ષેત્રે જા પણ તું તો તારામાં જ રહેવાનો ! તારું સુખ સ્વર્ગમાંથી નથી આવવાનું; તું તારાથી કોઈ કાળે કે કોઈ ક્ષેત્રે જુદો પડવાનો નથી. માત્ર તારા ભાનના અભાવે જ તું દુઃખી થઈ રહ્યો છો. તે દુ:ખ દૂર કરવા માટે ત્રણે કાળના જ્ઞાનીઓ એક જ ઉપાય બતાવે છે કેઆત્માને ઓળખો.” ૩૬. -આત્મધર્મ અંક ૭, જેઠ ૨૦OO, ટાઈટલ પૃષ્ઠ 3 આત્મા જ્ઞાનસ્વરૂપ છે, પોતે જ્ઞાન જ છે; તે જ્ઞાન સિવાય બીજું શું કરે ? આત્મા પરભાવનો કર્તા છે એમ માનવું તે વ્યવહારી જીવોનો મોહ (અજ્ઞાન) છે. ૩૭. જે સુખ પોતામાં ભરેલું છે તેને જાણતો કે ભોગવતો નથી અને પરવસ્તુ કે જેમાં કદી પણ પોતાનું સુખ નથી તેમાંથી સુખ ભોગવવાની વ્યર્થ મહેનત અનાદિથી કરે છે. –આત્મધર્મ અંક ૭, જેઠ ૨OO0, પૃષ્ઠ ૧૧૧ “હું ચિદાનંદ અસંયોગી આત્મા પૂર્ણ જ્ઞાનસ્વરૂપ નિર્મળ છું, મારે અને પરને કાંઈ પણ સંબંધ નથી. એવું ભાન થયા પછી સ્વરૂપમાં ટકવારૂપ પુરુષાર્થની નબળાઈમાં વિષય-કષાયના પાપભાવથી બચવા માટે શુભભાવ આવે તે પણ વિકાર છે. હું તે રહિત જ્ઞાતા-દ્રષ્ટા છું” એ દષ્ટિ થયા વિના કદી કોઈને ધર્મ થયો નથી, થતો નથી અને થશે નહીં. ૩૯. -આત્મધર્મ અંક ૧૦-૧૧, ભાદ્રપદ ૨OO0, પૃષ્ઠ ૧૬૪ વસ્તુ તો વસ્તુસ્વભાવે જેમ છે તેમજ ત્રિકાળ પડી છે. વસ્તુમાં પરાધીનતા કે બંધન નથી. વસ્તુ સ્વાધીન છે, પણ પોતાની સ્વાધીનતાની ખબર ન હતી તેથી પરાધીનતા માની છે, પણ વસ્તુ પરાધીન નથી. ૪). -આત્મધર્મ અંક ૧૦-૧૧, ભાદ્રપદ ૨OO0, પૃષ્ઠ ૧૬૮ સમસ્ત સંસાર અને સંસાર તરફ વલણના ભાવથી હવે અમે સંકોચાઈએ છીએ, અને ચિદાનંદ ધ્રુવ સ્વભાવી એવા “સમયસાર” માં સમાઈ જવા માગીએ છીએ. બાહ્ય કે અંતર સંયોગ સ્વપ્ન પણ જોઈતો નથી. બહારના ભાવ અનંતકાળ કર્યા હવે અમારું પરિણમન અંદર ઢળે છે. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #239 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates મહાસાગરનાં મોતી: ૨૩૩ અપ્રતિહત ભાવે અંતર સ્વરૂપમાં ઢળ્યા તે ઢળ્યા, હવે અમારી શુદ્ધપરિણતિને રોકવા જગતમાં કોઈ સમર્થ નથી. ૪૧. -આત્મધર્મ અંક ૭, જેઠ ૨૦00, ૧૧૫ વિકારી કે અવિકારી અવસ્થા તે મારામાં નથી, હું તો ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ છું, પરિપૂર્ણ છું. તેના ઉપર લક્ષ દેતાં મોક્ષ દૂર નથી. તેનાથી ઊલટા ભાવવાળાને બંધન દૂર નથી એટલે કે તે સમયે સમયે બંધાય છે. ૪૨. પાપને પાપ તો સર્વ કહે છે, પણ જ્ઞાની પુણ્યને પણ પાપ કહે છે. કારણ કે પુણ્ય અને પાપ બંને બંધન ભાવ છે. સ્વભાવને રોકનાર છે. ૪૩. -આત્મધર્મ અંક ૧૨, આસો ૨000, પૃષ્ઠ ૨૦૦ ભગવાન આનંદનો નાથ ચૈતન્ય ચક્રવર્તી છે પણ પોતાને ભૂલી ગયો છે ને ભીખારી થઈને પર પાસે ભીખ માગે છે. પૈસા લાવ! બાયડી લાવ! આબરું લાવ! નિરોગતા લાવ! એમ માંગણ થઈને માંગ્યા કરે છે, પણ પોતાની જ અંદર આનંદ ભર્યો છે એની સામું નજર નાખતો નથી, તેથી ચાર ગતિના દુઃખોને ભોગવે છે. શુભરાગ ને અશુભરાગની વાસના તે ઝેર વાસના છે. જ્યાં આનંદનો નાથ છે ત્યાં નજર કરતો નથી ને જ્યાં નથી આનંદ ત્યાં વલખાં મારે છે. ૪૪. એક દ્રવ્ય અન્ય દ્રવ્યથી ભિન્ન હોવાથી બહાર લોટે છે. શરીરને આત્મા અડતો નથી, વીંછીનો ડંખ શરીરને અડતો નથી ને વીંછી કરડે ત્યાં રાડ નાખે! આહાહા ! શરીર આત્માથી બહાર લોટે છે તે આત્માને શું કરી શકે ? પગ છે તે જમીનને અડતો નથી ને તડકો હોય ત્યાં પગ ગરમ થઈ જાય ! પાણીને અગ્નિ અડતી નથી ને અગ્નિ હોય ત્યાં પાણી ગરમ થાય! જીવને કર્મ અડતા નથી ને કર્મ હોય ત્યાં જીવને વિકાર થાય! આહાહા ! એ દ્રવ્યનો પોતાનો ચમત્કારીક સ્વભાવ છે પણ ઉપાદાનને દેખતો નથી ને નિમિત્ત ઉપર દૃષ્ટિ પડી છે તેથી નિમિત્તથી ઉપાદાનમાં કાર્ય થવાનો ભ્રમ થઈ ગયો છે. એક દ્રવ્ય અન્ય દ્રવ્યમાં પ્રવેશ પામી શકતું નથી, બહાર જ લોટે છે, તે અન્ય દ્રવ્યનું કરે શું? એ સિદ્ધાંત અંદરમાં બેસે તો ભ્રમણા ભાંગી જાય ને દષ્ટિ સ્વસમ્મુખ વળી જાય. ૪૫ હું બીજા જીવને મારી શકું છું. જીવાડી શકું છું, બીજા જીવોને ખાવાની Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #240 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૩૪: જ્ઞાનગોષ્ઠી સગવડતા આપી સુખી કરી શકું છું અથવા બીજા જીવોને અગવડતા આપીને દુ:ખી કરી શકું છું એ માન્યતા મહા પાપ દષ્ટિની છે. હું એક તણખલાના બે કટકા કરી શકું છું, હાથની આંગળી હુલાવી શકું છું, વાણી બોલી શકું છું, રોટલીનો ટુકડો કરી શકું છું-એમ પરદ્રવ્યની ક્રિયાનો કર્તા હું છું એવી માન્યતા મિથ્યાદષ્ટિની છે. એવા જીવો રૈલોક્યમાં કાંઈ બાકી નથી એવા બધા પદાર્થોન હું કરી શકું છું તેવી માન્યતાથી મિથ્યાત્વરૂપ મોટા પાપને બાંધે છે કેમકે અજ્ઞાનમાં જગતની કોઈ પણ વસ્તુને તે પોતાની માન્યા વિના રહેતો નથી. ૪૬. આત્મા પરદ્રવ્યને તો સ્પર્શતો નથી, રાગને પણ સ્પર્શતો નથી પણ અહીં અલિંગગ્રહણના ૧૯માં બોલમાં તો કહે છે કે આત્મદ્રવ્ય પોતાની નિર્મળ પર્યાયને પણ સ્પર્શ કરતો નથી, નિર્મળ પર્યાયમાં દ્રવ્ય આવતું નથી. દ્રવ્યસામાન્ય છે તે વિશેષરૂપ પર્યાયમાં આવતું નથી-સ્પર્શતું નથી. દ્રવ્ય વસ્તુ છે તે પર્યાયને કરતી નથી. પર્યાયને અડતી નથી અને પર્યાય છે તે દ્રવ્યમાં નથી, દ્રવ્યને સ્પર્શતી નથી. પર્યાયનું લક્ષ કરવા જતાં રાગ ઉત્પન્ન થશે ને દ્રવ્યનું લક્ષ કરતાં રાગ તૂટી નિર્વિકલ્પતા થશે. અતીન્દ્રિય આનંદ અનુભવાશે. ભાઈ! તારી નિર્મળ પર્યાય થાય તેને પણ દ્રવ્ય અડતું નથી. આહા...હા..! દ્રવ્ય ને પર્યાય બન્નેની આવી સ્વતંત્રતા બતાવે છે. પર્યાય ક્ષણિક છે તે ધ્રુવ દ્રવ્યને અડતી નથી. આહાહા! અલૌકિક વાતું છે. દ્રવ્ય છે તે પર્યાયને દ્રવે છેઉત્પન્ન કરે છે એ પણ અપેક્ષાથી કથન છે. બીજા દ્રવ્યથી પર્યાય થતી નથી તેમ બતાવવા કહ્યું છે, પણ અહીં તો અધ્યાત્મની એકદમ સૂક્ષ્મ વાત કહે છે કે દ્રવ્ય છે તે પર્યાયનો દાતા નથી. ધ્રુવ અસ્તિત્વ ને ક્ષણિક અસ્તિત્વ બેને ભિન્ન બતાવે છે. ૪૭. પર્યાયમાં અશુદ્ધતા હોવા છતાં દ્રવ્યસ્વભાવ તો ત્રણે કાળે શુદ્ધ જ છે. આર્ત ને રૌદ્ર ધ્યાનના કૂર પરિણામો એ બધા પર્યાયમાં છે, તે જ ક્ષણે ત્રિકાળી દ્રવ્ય તો શુદ્ધ જ છે. નિગોદના જીવન મા રૌદ્રધ્યાનના તીવ્ર મલિન પરિણામ છે પણ તે પર્યાયમાં છે, તેનું દ્રવ્ય તો તે સમયે પણ શુદ્ધ જ છે. સંસારના પરિણામ તે પર્યાયમાં છે. ત્રિકાળી શુદ્ધ ભગવાન છે તે પર્યાયમાં કદી આવતો જ નથી. એવા ત્રિકાળી ભગવાન ઉપર દષ્ટિ કરતાં પર્યાયમાં શુદ્ધતા પ્રગટ થાય છે, તેને સમ્યગ્દર્શન કહે છે. ૪૮ બે નય પરસ્પર વિરોધી છે, જો તે એક હોય તો બે નય રહેતી નથી. વ્યવહારનય નથી એમ નથી, પણ વ્યવહારથી લાભ થાય તો નિશ્ચયનય રહેતો નથી. પાણી Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #241 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates મહાસાગરના મોતી: ૨૩૫ ગરમ થાય છે તેમાં અગ્નિ નિમિત્ત નથી તેમ નથી, પણ નિમિત્તથી ઉપાદાનમાં કાર્ય થાય તો ઉપાદાન રહેતું નથી. નિશ્ચયની સાથે વ્યવહાર હોતો નથી તેમ નથી, પણ વ્યવહારથી નિશ્ચય થાય તો નિશ્ચય રહેતો નથી. ઉપાદાનના કાર્ય કાળે નિમિત્ત હોય છે પણ નિમિત્તથી ઉપાદાનમાં કાર્ય થતું નથી. આવી વસ્તુની સ્થિતિ છે. ૪૯. પ્રભુ! તારી ને રાગની વચ્ચે સાંધ છે, ભેદ છે. રાગ ને આત્મા બે એક નથી પણ સદાય ભિન્ન છે. પથ્થરની ખાણમાં ઉપર નીચેના પથ્થર વચ્ચે ઝીણી રગ હોય છે. આહાહા ! જાઓ તો ખરા કુદરતના નિયમમાં એ સળંગ પથ્થર વચ્ચે સાંધનેરગને કોણ કરવા ગયું હતું? પણ કુદરતી જ ઉપર નીચેના બે ભાગ વચ્ચે ઝીણી રગ હોય છે. ત્યાં દારૂ ભરીને સુરંગ ફોડતાં બે ભાગ જુદા પડી જાય છે. તેમ અહીં આત્મા અને રાગ વચ્ચે સાંધ છે, તિરાડ છે, બે ભાગ છે. દયા-દાન-વ્રતાદિ શુભરાગ દુઃખરૂપ છે ને ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદ સ્વરૂપ છે. એ બન્ને ભિન્ન સ્વરૂપે હોવાથી જ્ઞાનરૂપી છીણી મારવાથી આત્મા ને રાગ બને જાદા પડી જાય છે. આત્મા તે સુખરૂપ છે ને રાગ તે દુઃખરૂપ છે. બન્નેના સ્વરૂપ ભિન્ન છે, ભાવે પણ બને ભિન્ન હોવાથી બેના ક્ષેત્ર ભિન્ન છે, તેથી વસ્તુ ભિન્ન છે. આહાહા ! આવી વાતો વીતરાગ કેવળી, શ્રુતકેવળી કેટલી સ્પષ્ટતા કરતા હશે! અહો! આ કાળે અહીં ભગવાનના વિરહ પડયા. ૫૦. સમ્યગ્દષ્ટિ કર્તુત્વનયે રાગ-દ્વેષ આર્ત-રૌદ્ર ધ્યાનના તેમ જ વ્રતાદિના પરિણામનો કર્તા છે. રાગ-દ્વેષનું પરિણમન પોતામાં થાય છે તેથી તેનો કર્તા છે તેમ કર્તુત્વનયે જાણે છે અને તે જ વખતે તે જ રાગાદિ પરિણામનો અકર્તુત્વનયે સાક્ષી છે. દષ્ટિની અપેક્ષાએ તો રાગાદિના પરિણામ અલ્પ છે તેને ગૌણ કરીને કેવળ સાક્ષી જ છે તેમ કહ્યું છે, પણ રાગનું પરિણમન પોતામાં છે. સર્વથા નથી તેમ નથી. તેથી સાધક શ્રુતજ્ઞાન પ્રમાણ વડે કર્તુત્વધર્મ અને અકર્તુત્વધર્મ બન્નેને જેમ છે તેમ જાણે છે. ભોકર્તુત્વનય સાધક જીવ સુખ-દુઃખના પરિણામનો ભોગવનાર છે. જેમ રોગી રોગને ભોગવે છે તેમ સમ્યગ્દષ્ટિ હરખ-શોકના પરિણામનો ભોગવનાર છે અને તે જ સમયે તે જ સુખ-દુઃખ, હરખ-શોકના પરિણામનો અભોકતૃત્વનયે સાક્ષી છે. જેમ વૈદ્ય રોગીના રોગનો સાક્ષી છે, ભોગવનાર નથી. તેમ સાધક જીવ ભોકતૃત્વનયે સુખ-દુઃખના પરિણામને ભોગવે છે અને અભોકતૃત્વનયે તે જ પરિણામનો તે જ સમયે સાક્ષી છે. એ બન્ને ધર્મનો ધારક આત્મદ્રવ્ય છે તેમ સાધકજીવ શ્રુતજ્ઞાન પ્રમાણથી જાણે છે. પ૧. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #242 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૩૬: જ્ઞાનગોષ્ઠી મિથ્યાદષ્ટિ જીવ, વિકારનો કર્તા પુલકર્મ આદિ નિમિત્ત છે તેમ માને છે. તેને કહે છે કે વિકારનો કર્તા પુદગલકર્મ નથી પણ અજ્ઞાની જીવ પોતે જ વિકારનો કર્તા છે. બીજી બાજુ કહે કે સમ્યગ્દષ્ટિ જીવ વિકારનો કર્તા નથી પણ પુદગલકર્મ તેનો કર્તા છે. ત્યાં સમ્યગ્દષ્ટિ વિકારનો સ્વામી ન હોવાથી અને વિકાર યુગલના લક્ષે થતો હોવાથી પુદ્ગલકર્મને તેનો કર્તા કહ્યું છે. વળી એમ પણ કહે છે કે સમ્યગ્દષ્ટિ વિકારનો કર્તા પણ છે. ત્યાં વિકારનું પરિણમન છે તે પોતાનું છે એથી પર્યાયના દોષનું જ્ઞાન કરાવવા કહ્યું છે. વળી કોઈ શાસ્ત્રમાં એમ પણ આવે છે કે વિકાર તે જીવનું એકલાનું કાર્ય નથી પણ જીવ અને કર્મ બન્ને ભેગા મળીને વિકાર થયો છે, જેમ પુત્રની ઉત્પત્તિ એ માતા-પિતા બન્નેનું કાર્ય છે. ત્યાં એમ કહેવું છે કે વિકાર જીવનો છે પણ તે કર્મના લક્ષે થયો છે–એમ ઉપાદાન-નિમિત્તનું પ્રમાણ જ્ઞાન કરાવવાનું કથન છે. જ્યાં જે અપેક્ષાથી કહ્યું હોય ત્યાં તેમ સમજવું જોઈએ. પર. આત્માના ભાન વિના ઘણા શાસ્ત્ર ભણે. વ્રતાદિ પાળે, દ્રવ્યચારિત્ર અંગીકાર કરે છે તો પણ તેનો મોક્ષ થતો નથી. જેમ સામાન્યજનો-ઈશ્વર કર્તુત્વવાળા તાપસ આદિનો મોક્ષ થતો નથી તેમ ભલે તે જીવ છકાય જીવોની રક્ષા કરતો હોય તોપણ આત્માના ભાન વિના ગૃહીત મિથ્યાદષ્ટિની જેમ પરનું અને રાગનું કર્તુત્વ માનતો હોવાથી મોક્ષ પામતો નથી. આહાહા ! અંતરદષ્ટિનું તત્ત્વ બહુ અલૌકિક છે. અધ્યાત્મના અંતરની વાતો આકરી પડે એવી છે પણ વસ્તુનું સ્વરૂપ આમ જ છે. ૫૩. સ્વદ્રવ્યના ગ્રાહક ત્વરાથી થાવ! શ્રીમદ્ રાજચંદ્ર કહે છે કે ભાઈ ! તારા દ્રવ્યમાં અનંત આનંદના ખજાના ભર્યા છે, તે માલનો ગ્રાહક ત્વરાથી એટલે જલ્દીથી થા! જેમ મહેમાન ઘેર આવ્યા હોય ને કાંઈ ખાવા પીવાની વસ્તુ લેવા છોકરાને બહાર મોકલે ત્યારે તેનો બાપ કહે છે કે જલ્દી આવ જે, ઉતાવળે આવ જે, દોડીને આવજે. એમ અહીં કહે છે કે ભાઈ ! તારી અંદર આનંદ ભર્યો છે તેનો ગ્રાહક ત્વરાથી એટલે જલ્દીથી થા! ઉતાવળો થઈને આનંદને લે, પ્રમાદ કરીશ નહિ, કાલે કરીશ તેમ વાયદો કરીશ નહિ પણ દોડીને, ઉતાવળો થઈને તારા આનંદને ગ્રહણ કરજે, ભોગવજે તેમ કહે છે. સત્તર વર્ષની ઉંમરે આમ કહ્યું છે. એમનો ક્ષયોપશમ ઘણો હતો. એ વખતે એમના જેવા બીજા કોઈ ન હતા. ૫૪. * હું પૂર્ણાનંદનો નાથ જ્ઞાયક પ્રભુ છું. એમ જ્ઞાયકના લક્ષે જીવ સાંભળે છે, તેને સાંભળતા પણ લક્ષ જ્ઞાયકનું રહે છે. તેને ચિંતવનમાં પણ હું પરિપૂર્ણ જ્ઞાયક Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #243 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates મહાસાગરનાં મોતી: ૨૩૭ વસ્તુ છું એમ જોર રહે છે તે જીવને સમ્યક સન્મુખતા રહે છે. મંથનમાં પણ લક્ષ જ્ઞાયકનું રહે છે, આ ચૈતન્યભાવ પરિપૂર્ણ વસ્તુ છે એમ એના જોરમાં રહે છે, તેને ભલે હજુ સમ્યગ્દર્શન ન થયું હોય, જેટલું કારણ આપવું જોઈએ તેટલું કારણ ન આપી શકે તોપણ તે જીવને સમ્યકની સન્મુખતા થાય છે. એ જીવને અંદર એવી લગની લાગે કે હું જગતનો સાક્ષી છું, જ્ઞાયક છું, એવા દઢ સંસ્કાર પાડે કે જે સંસ્કાર ફરે નહિ. જેમ સમ્યગ્દર્શન થતાં અપ્રતિહત ભાવ કહ્યો છે તેમ સમ્યક સન્મુખતાના એવા દઢ સંસ્કાર પડે કે તેને સમ્યગ્દર્શન થયે જ છૂટકો. જેમ સમયસાર ગાથા ૪માં કહ્યું છે કે મિથ્યાત્વનું એકછત્ર રાજ્ય ચાલે છે તેમ જ્ઞાયકનું એકછત્ર લક્ષ આવવું જોઈએ. ઉપયોગ જ્ઞાનમાં એકમાં ન ટકે તો દ્રવ્ય-ગુણ-પર્યાય આદિ વિચારમાં ફેરવે, ઉપયોગને બારીક કરે, ઉપયોગને સૂક્ષ્મ કરતો કરતો જ્ઞાયકના જોરથી આગળ વધે તે જીવ ક્રમે સમ્યગ્દર્શનને પ્રાપ્ત કરે છે. પ૫. જ્ઞાયકભાવ છે તે શુભાશુભ ભાવરૂપે થયો જ નથી. શુભાશુભ ભાવ એ તો અચેતન છે, જડ છે, તે રૂપે થાય તો જ્ઞાયકભાવ જડ થઈ જાય. આત્મા ચૈતન્ય જ્ઞાયક ભાવરૂપે હોવાથી શુભાશુભ ભાવરૂપે થતો નથી. તેથી અપ્રમત-પ્રમતના ભેદો તે જ્ઞાયકભાવમાં નથી. જ્ઞાયકભાવ તો એક રસરૂપ ચૈતન્યરસરૂપે જ રહ્યો છે, શુભાશુભ ભાવના અચેતનરસરૂપે થયો જ નથી. જ્ઞાયકભાવ ચૈતન્યના પૂરનો ધ્રુવ પ્રવાહ છે, એ જ દષ્ટિનો વિષય છે, તેમાં પુણ્ય-પાપના ભાવ છે જ નહિ, અપ્રમત્તપ્રમત્ત ગુણસ્થાનના ભેદ કે પર્યાય ભેદ તેમાં નથી. પણ એ તને જણાય ક્યારે ?-કે તું પરદ્રવ્યના ભાવથી ભિન્ન પડી જ્ઞાયકભાવ સન્મુખ થા ત્યારે શુદ્ધતાનો અનુભવ થાય છે ત્યારે આ આત્મા શુદ્ધ જ્ઞાયક જ છે એમ ખરેખર જાણું છે. તારી પર્યાયમાં ચૈતન્ય જ્ઞાયકભાવનો આદર થાય, સેવા થાય, સન્માન થાય. ચમત્કારીકતા લાગે, અધિકતા આવે ત્યારે પરદ્રવ્યનો સત્કાર, સન્માન, આદર, ચમત્કારીકતા છૂટી જાય ત્યારે આ આત્મા શુદ્ધ જ્ઞાયક જ છે તેમ જાણવામાં આવે છે. પ૬, પોતાને કેવળજ્ઞાન પ્રગટ કરવું એ તો જીવનો સ્વભાવ છે, એ ન થઈ શકે તેમ ન માન! કેવળજ્ઞાન પ્રગટ કરવું તે અઘરું પડે તેમ ન માન! જીવને પરમાણુ બનાવવો હોય તો તે ન થઈ શકે, અરે ! રાગને કાયમ રાખવો હોય તો તે કાયમ રહી ન શકે, પણ શુદ્ધતા પ્રગટ કરવી તે તો જીવનો સ્વભાવ છે. એ કેમ ન થઈ શકે ? તે કેમ અઘરું પડે? જીવમાં હરવું-શુદ્ધતા પ્રગટ કરવી એ તો જીવનો સ્વભાવ હોવાથી થઈ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #244 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૩૮: જ્ઞાનગોષ્ઠી શકે છે. માટે ન થઈ શકે એવી માન્યતાનું શલ્ય છોડી દે ! * અહો! આત્મા સર્વજ્ઞ સ્વભાવી જ છે. જાણવું...જાણવું...જાણવુંજ જેના અંતરતળમાં ભર્યું છે, જેના અસ્તિત્વની સત્તામાં આ દેહ-વાણી-મન-વિકલ્પો આદિ બધું જણાય છે. એ જાણનારો તું છો તેમ જાણ-વિશ્વાસ કર ને કર્તબુદ્ધિ છોડી દે! * જ્ઞાની વિષયોમાં પ્રવર્તે છે પણ તેને વિષયોનો રસ ઊડી ગયો છે. વિષયોમાં પ્રવર્તન થઈ જવા છતાં બીજી ક્ષણે ધ્યાનમાં બેસીને આનંદનો સ્વાદ લ્ય એવી મોકળાશ રાખીને રાગમાં પ્રવર્તે છે. જ્ઞાનીના અંતર-કાળજા ઓળખવા બહુ કઠણ છે ભાઈ ! * અહો! આત્મા અલૌકિક ચૈતન્યચંદ્ર છે. તેનું અવલોકન કરતાં મુનિઓને પરથી વૈરાગ્ય ઉછળી જાય છે. પરથી ઉદાસ..ઉદાસ.....થઈ જાય છે. જેને આત્માનું અવલોકન નથી. અને બહારથી સ્ત્રી-પુત્ર ઘર આદિ છોડે છતાં તેને પરથી ખરો વિરાગ્ય કવાતો નથી. આત્માનું અવલોકન કરનારા ધમી જીવ આત્મામા ૨ક્ત છે ને પરથી વિરક્ત છે. જ્ઞાન વૈરાગ્ય શક્તિ સહિત છે. સમ્યગ્દષ્ટિ ગુહસ્થ છે તે પણ અંદરમાં તો પરથી વિરક્ત છે, પણ હજુ તેને થોડી આસક્તિ છે, તેથી તેમને વારંવાર નિર્વિકલ્પતા થતી નથી અને મુનિઓને તો આસક્તિ છૂટી ગઈ છેએથી વારંવાર અંદર નિર્વિકલ્પ અનુભવમાં જાય છે. ચૈતન્યના અમૃતનું પાન કરવા વારંવાર અનુભવમાં જાય છે. ચૈતન્યને નિહાળતા ધરાતા નથી, થાકતા જ નથી, ઉપયોગ વારંવાર અંદરમાં જામી જાય છે. પ૭. એક ગામથી બીજે ગામ જાય તોય ભાતું સાથે લઈને જાય છે તો બીજા ભવમાં જવા માટે કાંઈ ભાતું હોય કે નહિ? શ્રદ્ધા-જ્ઞાનનું ભાતું સાથે લઈને જવું જોઈએ, બાયડી સામે જોવે તો પાપ, છોકરી સામું જોવે તો પાપ, પૈસા સામું જોવે તો પાપ, પર સામું જોતાં બધે પાપ..પાપ...ને...પાપ છે. અરે ! ક્યાં એને જવું છે? રાગ અને હું એક છું એવું મિથ્યાત્વનું ભાતું લઈને જવું છે? રાગથી ભિન્ન જ્ઞાનાનંદસ્વરૂપ હું છું એવું ભાતું સાથે લઈ જાય તો આગળ વધવામાં અને કામ આવશે. અંદરમાં અસંખ્ય પ્રદેશમાં ઊંડે ઊંડ તળીયે ધ્રુવમાં પર્યાયને લઈ જવાની છે. એ તો ધીરાનાવીરાના કામ છે. * જેમ સિંહ એક ત્રાડ નાખે ત્યાં બકરાંના ટોળા ભાગી જાય તેમ ભગવાન પૂર્ણાનંદનો નાથ જ્યાં અંદરથી જાગીને ગર્જના કરે ત્યાં વિકલ્પરૂપ બકરાંના ટોળા ભાગે ને અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન પ્રગટ થાય એવો તું માન છો. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #245 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates મહાસાગરનાં મોતી: ૨૩૯ * આહાહા! આઠ આઠ વર્ષના રાજકુમારોને વૈરાગ્ય થઈ જતાં, સ્વરૂપની ઉગ્ર સાધના કરવા વનમાં જવા માતાની પાસે રજા માગે છે કે હું માતા! આ દુઃખમય સંસારથી હવે અમે છૂટવા માગીએ છીએ, અમને આ રાજપાટના ભોગમાં ક્યાંય ચેન પડતું નથી માટે સ્વરૂપની સાધના કરવા વનમાં જવાની-દીક્ષા લેવાની રજા આપ ! હવે ફરી સંસારમાં અમારે આવવું નથી ને બીજી માતાને રોવડાવવી નથી, માટે હે માતા ! રજા આપ ! આહાહા ! એ રાજકુમારો હીરાના પલંગ ને રેશમના ગાદલે સૂનારા મણિરત્નની પૂતળી જેવા જેના શરીર છે. જેણે કદી ટાઢ-તડકો કે કાંટા કાંકરા જોયા નથી, એવા બાળકો અંદરની સાધના સાધવા ઉગ્ર પુરુષાર્થથી વનમાં ચાલી નીકળે છે, ધન્ય એ દશા! ધન્ય એ અવતાર! * ભગવાન આત્મા છે તે આ જગતમાં સર્વોત્કૃષ્ટ વસ્તુ છે. અનંતી ઋદ્ધિનો ધણી છે. એના જેવી જગતમાં બીજી કોઈ ઉત્કૃષ્ટ ચીજ નથી. અતીન્દ્રિય આનંદ આદિ ગુણથી ભરેલી કસવાળી વસ્તુ છે. તેના શ્રદ્ધા-જ્ઞાન ને રમણતા કર તો અતીન્દ્રિય આનંદની નદીઓ વહેશે, અતીન્દ્રિય આનંદના પૂરના લોઢ ઊછળશે ને અલ્પકાળમાં મોક્ષ પ્રાપ્ત થશે. ૫૮. અરે ભાઈ ! તારામાં કઈ ઋદ્ધિની ખામી છે કે પર સામે ઝાંવા નાખે છો? તારી સામે અનંતી ઋદ્ધિવાળો પ્રભુ બિરાજે છે તેની સામે નજર નાખતો નથી ને પર સામે નજર નાંખીને પુણ્ય-પાપના દુ:ખને અનુભવે છે! દયા-દાન-ભક્તિ આદિના શુભ વ્યવહારમાં વિસ્મયતા કરે છેએ વિસ્મયતા છોડીને તારી સામે વિસ્મયકારી ચૈતન્ય બિરાજે છે તેની સામે જો. તારી પ્રભુતાની વિસ્મયતા કરીને એમાં ઠર. તારા એ આનંદના બાગમાં વિહાર કર, અન્ય દ્રવ્યમાં વિહાર ન કર ! પ્રશ્ન- પોતે જ ભગવાન હોવા છતાં હાથમાં કેમ આવતો નથી ? ઉત્તર- પોતે ભગવાન સ્વરૂપે છે તેનો મહિમા આવવો જોઈએ તે આવતો નથી. બહારની મહિનામાં રોકાઈ જાય છે, શરીર-સ્ત્રી-પુત્ર-ધનાદિ અનુકૂળ સામગ્રી મળી હોય તેના મહિનામાં રોકાઈ જાય છે, તેથી જરા આગળ જાય તો શુભ વ્યવહારના અનેક પ્રકારમાં મહિમા કરી રોકાઈ જાય છે, થોડો ઉઘાડ થઈ જાય ને બોલતાં આવડતું હોય તો એના મહિનામાં રોકાઈ જાય ને પોતાના ભગવાનનો મહિમા કરવો ભૂલી જાય છે તેથી ભગવાન હાથ આવતો નથી. * ધર્મી જીવ કર્યજનિત સામગ્રીથી અતિ વિરક્તપણે પરિણમે છે. શુભરાગ હો કે અશુભરાગ હો તે બધી કમજનિત સામગ્રી છે. તેનાથી અતિ વિરક્તપણે ધર્મી Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #246 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪૦: જ્ઞાનગોષ્ઠી પરિણમે છે. ભલે કદાચિત્ ચક્રવર્તીના રાજપાટ ને ભોગ સામગ્રી હો પણ અંદરમાં તેની રુચિ જામતી નથી, તેનાથી અતિ વિરક્તિ છે. વાણીયાને નફો થાય તેવો માલ લ્ય, નુકશાની જાય તેવો માલ ન લે, તેમ સમ્યગ્દષ્ટિ અંદરમાં નફો થાય-અતીન્દ્રિય આનંદ મળે તે માલ લે છે, નુકશાન થાય-દુઃખ થાય તેવો માલ લેતા નથી. તેથી સમ્યગ્દષ્ટિને બાહ્ય સામગ્રીમાં ચિ થતી નથી, વિરક્તિ રહે છે. ૫૯. શરીરના એક એક તસુમાં ૯૬-૯૬ રોગ છે, એ શરીર ક્ષણમાં દગો દેશે, ક્ષણમાં છૂટી જશે; કાંઈક સગવડતા હોય ત્યાં ઘુસી જાય છે, પણ ભાઈ ! તારે ક્યાંક જવું છે ત્યાં કોનો મહેમાન થઈશ? કોણ તારું ઓળખીતું હશે? એનો વિચાર કરીને તારું તો કાંઈક કરી લે! શરીર સારું હોય ત્યાં સુધી આંખ ઉઘડે નહિ ને ક્ષણમાં દેહ છૂટતાં અજાણ્યા સ્થાને હાલ્યો જઈશ! નાની નાની ઉંમરના પણ ચાલ્યા જાય છે માટે તારું કાંઈક કરી લે! શાસ્ત્રમાં કહ્યું છે કે વૃદ્ધાવસ્થા જ્યાં સુધી ન આવે, શરીરમાં વ્યાધિ જ્યાં સુધી ન આવે અને ઇન્દ્રિયો જ્યાં સુધી ઢીલી ન પડે ત્યાં સુધીમાં આત્મહિત કરી લેજે. * શાસ્ત્રમાં આવે છે કે ભગવાનની ભક્તિથી જન્માવલીનો નાશ થાય છે, બીજી બાજુ કહે છે કે પરદ્રવ્યના લક્ષે દુર્ગતિ થાય છે. એક બાજુ કહે છે કે જિનબિમ્બના દર્શનથી સમ્યગ્દર્શન થાય છે, બીજી બાજુ કહે છે કે નિજ આત્મદર્શનથી જ સમ્યગ્દર્શન થાય છે. જ્ઞાનની પર્યાય પર તરફનું લક્ષ છોડી અંદર સ્વ તરફ વળતાં જાણનાર....જાણનાર તરફ પર્યાય ઢળે છે ત્યારે તેને સમ્યગ્દર્શન થાય છે. ભગવાનની ભક્તિથી જન્માવલી નાશ પામે છે ને સમ્યગ્દર્શન થાય છે તે વ્યવહારના વચન છે, તેને જ જે પકડે છે તે જીવ વ્યવહારને પણ સમજતો નથી તેથી ભગવાન તેને મૂઢ કહે છે. પ્રશ્ન- પરદ્રવ્ય આત્માને કાંઈ કરતું નથી તો અરિહંત ભગવાન આયુષ્ય કર્મના કારણે સંસારમાં રહ્યા છે ને? ઉત્તરઃ- પરદ્રવ્ય આત્માને રોકતું નથી. અરિહંત ભગવાન સંસારમાં રહ્યાં છે તે પોતાની પર્યાયની યોગ્યતાથી રહ્યા છે, અસિદ્ધત્વ પર્યાયની યોગ્યતાથી સંસારમાં રહ્યા છે, આયુકર્મ તો નિમિત્ત માત્ર છે. ૬૦. * એક વસ્તુને બીજી સાથે કાંઈ જ સંબંધ નથી, દરેક પદાર્થ સ્વતંત્ર છે, કોઈ પદાર્થ અન્ય પદાર્થનું કાંઈ જ કરી શકતો નથી. આવા વસ્તુસ્વભાવના નિયમને જે જાણતા નથી તેઓ બિચારા છે-રાંકા છે, ભલે તે મોટા રાજા હોય કે સ્વર્ગના દેવ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #247 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates મહાસાગરનાં મોતીઃ ૨૪૧ હોય. જ્ઞાન ને આનંદ તે વસ્તુનો સ્વભાવ છે, સંપદા છે, તેને નહિ જાણનાર બધા “વરાકા” છે એટલે કે રાંકાં છે- ભિખારી છે-બિચારા છે. પોતાની સંપદાથી અજ્ઞાત જીવના પુરુષાર્થનું તેજ અજ્ઞાનમાં ડૂબી ગયું હોવાથી તે મિથ્યાદષ્ટિ છે. ૬૧. વ્યવહાર જ્ઞાનમાં શબ્દશ્રુત નિમિત્ત છે વ્યવહાર શ્રદ્ધામાં નવ પદાર્થો નિમિત્ત છે અને વ્યવહાર ચારિત્રમાં છ જીવ-નિકાય નિમિત્ત છે. વ્યવહારજ્ઞાન-શ્રદ્ધા-ચારિત્રનો શુભ રાગ છે તે આત્મા વડ થવો અશક્ય છે. વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે એ વાત જ સમયસારની ગાથા ૨૭૬-૭૭ માં સિદ્ધ થાય છે. વ્યવહાર કરેલો છે એ વાતનો નિષેધ થાય છે. કેમ કે વ્યવહાર જ્ઞાન-શ્રદ્ધા-ચારિત્રના રાગ વડે આત્માનું પરિણમવું અશક્ય છે. એ રાગ પુગલ વડે રચાય છે, આત્મા વડે રચાતો નથી. ૬ર | જિજ્ઞાસુને પહેલો એવો નિર્ણય હોય કે હું મોક્ષ પામવાને લાયક જ છું. શંકાને સ્થાન ન હોય. આયુષ્ય બંધાઈ ગયું હશે તો! એવી શંકાને સ્થાન ન હોય. મોળી પાતળી વાત આત્માને માટે ન કરવી. અનંત ગુણોથી બંધાએલો પોતે છે તેને જોવો, તું જ દેવાધિદેવ છો તેમ લેવું. ૬૩. એક એક પરિણમન સ્વતંત્ર સીધું થતું નથી પણ અનંતગુણમય દ્રવ્યનું પરિણમન થતાં સાથે ગુણોનું પરિણમન થાય છે. એક એક ગુણ ઉપર દષ્ટિ મુકતાં ગુણ પરિણમતો નથી પણ દ્રવ્ય ઉપર દષ્ટિ મુકતાં અનંતગુણનું નિર્મળ પરિણમન થાય છે–એમ કહીને ગુણભેદ ઉપરની દષ્ટિ છોડીને અનંતગુણમય દ્રવ્ય ઉપર દષ્ટિ કરતાં દ્રવ્ય શુદ્ધરૂપે પરિણમે છે એમ કહ્યું. ધ્રુવને ધ્યાનમાં લે! પર્યાયનો શેઠ ધ્રુવને બનાવ! શુદ્ધપર્યાય ક્ષણેક્ષણે નાશ થવા છતાં ધ્રુવપણામય અપાદાન શક્તિના કારણે એવી ને એવી ઉત્પન્ન થયા જ કરે છે. ઉત્પાદ-વ્યયથી આલિંગિત ભાવનો નાશ થવા છતાં નિર્મળ ભાવ-પર્યાય નાશ થતી નથી પણ ધ્રુવપણામય અપાદાન શક્તિના કારણે સદાય એવી ને એવી થયા જ કરે છે. બીજી રીતે કહીએ તો ધ્રુવ ઉપર દષ્ટિ પડતાં જે નિર્મળ પર્યાય ઉત્પન્ન થઈ છે. તે અપાદાન શક્તિના કારણે સદાય એવી ને એવી રહે છે, નાશ પામતી નથી. ક્ષણિક પર્યાય નાશ થવા છતાં ધ્રુવ ઉપાદાન શક્તિના કારણે બીજી નિર્મળ પર્યાય તૈયાર જ છે તેથી કદી નાશ થતી નથી તેમ કહ્યું છે. ૬૪. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #248 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪૨: જ્ઞાનગોષ્ઠી અજ્ઞાની વિષયોને ભોગવતો નથી પણ તેના પરિણામમાં થતા રાગ-દ્વેષને ભોગવે છે. તેમ જ્ઞાની સ્વદ્રવ્યને ભોગવતો નથી પણ તેના પરિણામમાં વર્તતી શુદ્ધતાને ભોગવે છે. અજ્ઞાનીનું લક્ષ પરદ્રવ્ય ઉપર છે તેથી તેના લક્ષે થતાં રાગદ્વેષને ભોગવે છે. જ્ઞાનીનું લક્ષ સ્વદ્રવ્ય ઉપર છે એટલે તેના લક્ષે થતી શુદ્ધતાને ભોગવે છે. ૬૫. જેને આત્માનું ભાન નથી તેવા અજ્ઞાની જીવોને આત્મા રાત્રિ સમાન અંધકારરૂપ લાગે છે તેથી આત્મામાં અજાગૃત રહે છે, ઊંધે છે, અને જેને આત્માનું ભાન છે તેવા જ્ઞાનીઓને આત્મા દિવસ સમાન પ્રકાશરૂપ લાગે છે તેથી તેઓ આત્મામાં જાગૃત રહે છે. અજ્ઞાની જીવોને દેહ-મન-વાણી-સ્ત્રી-પુત્ર-ધનાદિ દિવસ સમાન પ્રકાશરૂપ લાગે છે તેથી તેમાં તેઓ જાગૃત અર્થાત્ સાવધાન રહે છે, અને જ્ઞાનીઓને દેહ-મન-વાણી-સ્ત્રી-પુત્ર-ધનાદિ રાત્રિ સમાન અંધકારરૂપ લાગે છે તેથી તેઓ તેમાં અજાગૃત અર્થાત્ ઊંધે છે. ૬૬. પુણ્ય-પાપના પ્રેમમાં પડેલા મિથ્યાદષ્ટિ જીવો મોહરૂપી મદિરા વડે અસાધ્યદશામાં પડયા છે. દેહ તે હું, રાગ તે હું, પુણ્ય તે હું. એમ તેણે પોતાના આત્માની હૈયાતીને અહયાતી માની છે, સત્યને અસત્ય માની સત્યને આળ દીધા છે તેથી તેના ફળમાં બીજા જીવો તેની હૈયાતી ન માની શકે તેવી નિગોદ દશાનું ફળ પામવાના છે. અહા! જેણે શુભાશુભભાવમાં ભેદ પાડયા, શુભાશુભના બંધનમાં ભેદ પાડયા, શુભાશુભના ફળમાં ભેદ પાડયા તેણે સત્ય સ્વરૂપ આત્માને આળ દીધા છે અને જેણે પુણ્ય-પાપના ભેદને એકરૂપ બંધનરૂપ દુઃખરૂપ માનીને ચૈતન્યજ્યોતિ આત્માનો આશ્રય લઈ અજ્ઞાન અંધકારનો નાશ કર્યો છે તે કેવળજ્ઞાનને પ્રગટ કરે છે. ૬૭. * શાસ્ત્ર ભણવાનો ગુણ તો એ છે કે વસ્તુભૂત આત્માનું જ્ઞાન કરવું. જ્ઞાનમય આત્માનો અનુભવ કરવો તે શાસ્ત્ર ભણવાનો ગુણ છે. તેને તો જાણતો નથી ને એકલા શાસ્ત્ર ભણે છે. પરંતુ નિજપરમાત્માને જાણતો નથી ત્યાં સુધી કર્મબંધનથી છૂટતો નથી. દયા, દાન, પૂજા, વ્રત, તપ આદિ શુભરાગનો તો નિષેધ કર્યો પણ અહીં તો કહે છે કે એકલા શાસ્ત્ર ભણતરમાં જ રોકાઈ ગયો, બધું કંઠસ્થ પણ તેથી શું? ૬૮. અહો! ચારે બાજુથી સત્યના ભણકારા વાગે છે. સર્વજ્ઞના શાસ્ત્રો, સર્વજ્ઞના સંતો એણે સર્વજ્ઞનું સત્ય સિદ્ધ કર્યું છે. અહા ! ચારે અનુયોગમાં નિશ્ચયથી તો Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #249 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates મહાસાગરનાં મોતી: ૨૪૩ વીતરાગની પુષ્ટિ કરી છે. ચારે અનુયોગનું તાત્પર્ય પણ વીતરાગતા જ છે. સત્યને ચારે બાજુથી ઉપાડો, સત્ય જ સિદ્ધ થાય છે. સર્વજ્ઞથી ઉપાડો, ક્રમબદ્ધના સિદ્ધાંતથી ઉપાડો, બધી બાજુથી સત્ય જ સિદ્ધ થાય છે. ૬૯ આ સત્યના સંસ્કારવાળો જીવ કદાચિત્ તિર્યંચમાં જાય છે તો ત્યાં પણ દેવગુરુ-શાસ્ત્રના નિમિત્ત વિના પણ સમ્યકત્વ પામે છે. તત્ત્વ વિચારનો મહિમા કરતાં શ્રી ટોડરમલજીએ આ વાત કરી છે કે તત્ત્વ વિચારવાળો દયા-દાન આદિની ક્રિયા વિના પણ તત્ત્વ વિચારના બળે સમકિત પામે છે. ૭૦. ત્રણલોકના નાથ જિનવરદેવે જે અધ્યાત્મશાસ્ત્રો કહ્યાં છે તેમાં મિથ્યાષ્ટિનો પ્રથમ તો પ્રવેશ જ નથી અથવા પ્રવેશ કરે છે તોપણ વિપરીત સમજે છે, તે જીવ વ્યવહારને સર્વથા છોડીને ભ્રષ્ટ થાય છે અથવા નિશ્ચયને સારી રીતે સમજ્યા વિના, વ્યવહારની ક્રિયાઓથી જ મોક્ષ માને છે. પ્રથમ તો શુભભાવના જ ઠેકાણા ન હોય અને કદાચિત શુભભાવમાં આવે તો શુભભાવથી જ મોક્ષ માને છે. પરમાર્થ સ્વરૂપ ભગવાન આત્માના વિષયમાં મૂઢ રહે છે. ૭૧. આત્મા શુદ્ધ ચૈતન્યમૂર્તિ છે તેને રાગવાળો માનવાથી કાંઈ શુદ્ધચૈતન્યનો નાશ થઈ જતો નથી. જેમ કરોડપતિ માટે કોઈ દીવાળું કાઢયાનું કહ્યું કે તેના ઘરની ભીંતે લખે તેથી કાંઈ તેની મૂડી ચાલી જતી નથી તેમ આત્માને વિકલ્પવાળો માનવાથી શુદ્ધ ચૈતન્યમૂર્તિ આત્માનો નાશ થઈ જતો નથી. ભૂલ એક સમયની છે ને ભગવાન તો ત્રિકાળ આનંદ સ્વરૂપે જ છે. ૭૨. યોગસારમાં કહ્યું છે કે પુષ્ય ને પુણ્ય તો સૌ જાણે છે પણ અનુભવી જ્ઞાની પુણ્યતત્ત્વને પણ પાપતત્ત્વ જાણે છે. જયસેન આચાર્યે પણ સમયસારમાં પાપતત્ત્વના અધિકારમાં વ્યવહાર-રત્નત્રયને પાપ કહ્યું છે. કેમ કે શુભરાગ છે તે સ્વરૂપથી પતિત કરે છે તેથી પુર્ણને પાપ કહ્યું છે, તથા વ્યવહાર પ્રતિક્રમણને વિષકુંભ કહ્યું છે. શ્રી સમયસારની ગાથા ૩૧માં ઈન્દ્રિય, વિષય અને ક્ષયોપશમજ્ઞાનને પણ ઈન્દ્રિય કહી છે. પદ્મનંદી આચાર્ય શાસ્ત્રમાં રમતી બુદ્ધિને વ્યભિચારી કહી છે. મૂળ નિશ્ચયની વાત જગત સાંભળી નથી. નિશ્ચયની કથની અંતર્મુખ લઈ જવા માટે છે. સ્ત્રી તરફ દેખવું કે પ્રતિમા તરફ દેખવું તે બન્ને પર વિષય હોવાથી તેના તરફ લક્ષ જતાં રાગ થાય છે. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #250 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪૪: જ્ઞાનગોષ્ઠી નિજ શુદ્ધાત્મા સન્મુખ દેખવું તે જ વીતરાગતાનું કારણ હોવાથી સ્વસમ્મુખ વાળવા પરનું લક્ષ છોડાવેલ છે. ૭૩. શુદ્ધ ચૈતન્યના આશ્રયરૂપ નિશ્ચય-દષ્ટિ થયા વિના વ્યવહાર કહેવો કોને ? નિશ્ચય દષ્ટિ હોય તેને જ વ્યવહાર સાચો હોય પણ વ્યવહાર હોય તો નિશ્ચય પ્રગટ થાય એમ છે જ નહિ. પહેલા કષાયની થોડી મંદતા, દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા નવતત્ત્વનું જ્ઞાન આટલું પહેલા હોય તો તેને અંતરમુખ થવાનો અવકાશ થાય, પણ આવું હોય તો નિશ્ચય પ્રગટ થાય જ એમ નથી. ૭૪. * | વિકાર થવાનું કારણ કર્મ કે પરદ્રવ્ય તો નથી પણ પોતાનું દ્રવ્ય પણ ખરેખર કારણ નથી. તે સમયની પર્યાયનું કારણ પર્યાય પોતે જ છે. પર્યાય પટકારકથી સ્વતંત્ર પરિણમી છે. ઉત્પાદપર્યાય ઉત્પાદથી છે. વ્યય તેનું કારણ નથી. અને ધ્રુવ દ્રવ્ય પણ તેનું કારણ નથી. સતરૂપ પર્યાય છે તે અહેતુક સત્ છે. આ વાત બહુ ઝીણી છે, સમજવા જેવી છે. પ્રવચનસાર ગાથા ૧૦૧માં આવે છે કે ઉત્પાદ ઉત્પાદના આશ્રયે છે વ્યય વ્યયના આશ્રયે છે. ધ્રુવ ધ્રુવના આશ્રયે છે. ઉત્પાદની ધ્રુવમાં નાસ્તિ છે, ધ્રુવની ઉત્પાદ-વ્યયમાં નાસ્તિ છે. સત્ સ્વતંત્ર છે. એક સત્ની બીજા સમાં નાસ્તિ છે. પર્યાય આ રીતે સ્વતંત્ર થાય છે એમ દેખનારનું લક્ષ ક્યાં જાય છે? કે દ્રવ્યની અંદર જાય છે કે અહો! મારું દ્રવ્ય આવું સામર્થ્યવાળું છે-એમ સના નિર્ણયથી દષ્ટિ દ્રવ્ય ઉપર જાય છે, એ આ સ્વતંત્રતા સમજવાનું પ્રયોજન છે. ૭૫. * શ્રદ્ધા જ્ઞાનમાં હા તો પાડ કે આ જ્ઞાનસ્વરૂપ ચૈતન્ય તે જ હું છું. જેની રુચિ આત્મામાં જામી છે, જ્ઞાનસ્વરૂપ જ છું તેમ રુચિમાં બેઠું છે, તે કામ કરીને આગળ વધી જશે અને જેને આ પરમ સત્ય નહિ બેસે તે પાછળ પડયા રહેશે. આત્મા સમજવા માટે કેટલીક તો એને રાગની મંદતા હોવી જોઈએ. રાગની તીવ્રતામાં તો આત્મા સમજવામાં આવતો નથી, એથી રાગની મંદતાને વ્યવહાર કહેવામાં આવે છે. પ્રશ્ન:- તિર્યંચો પણ સમ્યગ્દર્શન પામી જાય તો તેને અભ્યાસ હોય છે? ઉત્તર- તિર્યંચો પણ આવા પરમાત્મસ્વરૂપને પામી જાય છે. અઢીદ્વીપની બહાર અસંખ્ય તિર્યંચો છે. હાથી, સિવું, વાઘ, સર્પ, મચ્છ આદિ પશુઓ છે તેણે પૂર્વે જ્ઞાની પાસેથી સાંભળેલ હોય છે તેના સંસ્કારથી આત્મભાન કરી લે છે. કેટલાક મગરમચ્છ જિનપ્રતિમા આકારના હોય છે તેને દેખીને પૂર્વ સંસ્કાર યાદ આવતા, Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #251 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates મહાસાગરનાં મોતી: ૨૪૫ હું ચૈતન્યસ્વરૂપ છું તેમ ભાન થતાં અંતર્મુખ થઈ જાય છે. ૭૬. ખરેખર તો સૂર્યનો પ્રકાશ આખી પૃથ્વી ઉપર છે છતાં સૂર્યને પૃથ્વી એક થતાં નથી, તેમ આ જગતની ભિન્ન ભિન્ન ચીજો જ્ઞેય છે. તેને જ્ઞાન જાણવાનું જ કામ કરે છે. જ્ઞાનમાં બધું જણાયા જ કરે છે છતાં તે જ્ઞાન અને જ્ઞેય એક થતાં નથી ભિન્ન ભિન્ન જ રહે છે. સમયસારમાં ખડી અને ભીંતનું દૃષ્ટાંત આપી જગતના પદાર્થોને જ્ઞાન જાણવા છતાં જ્ઞાન ને જ્ઞેય એક થતાં જ નથી તેમ કહેવું છે. ૭૭. * ધર્માત્માના હૃદયમાં પરમાત્મા તીર્થંકરદેવ બિરાજે છે. ધર્માત્માના ભાવશ્રુતજ્ઞાનમાં તીર્થંકરદેવનો વાસ છે, તેથી તેની વાણી જે નીકળે છે પરમાત્માની જ વાણી છે. અહા! જેના જ્ઞાનમાં ત્રણલોકના નાથ તીર્થંકરનો વાસ છે તે ધર્માત્મા છે, સમ્યગ્દષ્ટિ મહાત્મા છે. ૭૮. અહા ! બધા જીવો વીતરાગમૂર્તિ છે. જેવા છો તેવા થાવ. બીજાને મારવા એ ક્યાંય રહી ગયું, બીજાનો તિરસ્કાર કરવો એ પણ ક્યાંય રહી ગયું, પણ બધા જીવો સુખી થાવ, અમારી નિંદા કરીને પણ સુખી થાવ, અમે જેવા છીએ તેવા જાણીને પણ સુખી થાવ, ગમે તેમ પણ સુખી થાવ! પ્રભુનો પ્રેમ તો લાવ ભાઈ! તારે પ્રભુ થાવું છે ને ! ૭૯. * જો કોઈ અડધા નિમેષમાત્ર ૫૨માત્મામાં પ્રીતિ કરે; સન્મુખતા કરે તો જેમ અગ્નિનો કણીયો કાષ્ટના મોટા પહાડને પણ ભસ્મ કરી નાખે છે તેમ બધા પાપોનો નાશ કરી નાખે એવો મહાન સામર્થ્યવાન પ૨માત્મા છે. ત્રણલોકનો નાથ પરમાત્મા પોતે જ શક્તિમાં છે તેને એન્લાર્જ કરીને પ્રગટ પરમાત્મા થાય છે. ૮૦. * દ્રવ્યસ્વભાવ કર્મબંધનમાં નિમિત્ત નથી અને દ્રવ્યસ્વભાવની દૃષ્ટિવંત પણ કર્મબંધનમાં નિમિત્ત થતો નથી. યોગ અને ઉપયોગ નવા કર્મબંધનમાં નિમિત્ત થાય છે. યોગ અને ઉપયોગ એટલે કે રાગ અને યોગના કંપનનો અજ્ઞાની સ્વામી થાય છે. કર્તા થાય છે, તેથી અજ્ઞાની કર્મબંધન થવામાં નિમિત્તકર્તા થાય છે. જ્ઞાની યોગઉપયોગનો સ્વામી–કર્તા થતો નહિ હોવાથી, કર્મબંધનમાં નિમિત્તપણે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #252 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪૬: જ્ઞાનગોષ્ઠી પણ કર્તા થતો નથી. ૮૧. જ્ઞાનીને પોતાની રિદ્ધિ-સિદ્ધિ અને વૃદ્ધિ પોતામાં જ દેખાય છે. જ્ઞાનીએ પોતાનું ૫૨માત્મસ્વરૂપ દૃષ્ટિમાં દેખ્યું છે એ જ ખરી રિદ્ધિ છે, પોતાનું ૫૨માનંદ સ્વરૂપ પોતામાં દેખ્યું એ જ ખરી સિદ્ધિ છે, પોતાનું મતિજ્ઞાન પ્રત્યક્ષ આત્માને જાણીને વીર્યના ઉછાળા મારતું કેવળજ્ઞાનને પોકાર કરીને બોલાવે છે-શક્તિમાં કેવળજ્ઞાન પડયું છે તેને બહાર (પર્યાયમાં) બોલાવે છે. અજ્ઞાનીને ધન-કુટુંબ-વૈભવ આદિમાં રિદ્ધિસિદ્ધિ દેખાય છે તેનાથી તે સંસારની વૃદ્ધિ કરે છે અને દુર્લભતાથી મળેલ મનુષ્ય જીવન નિરર્થક ગુમાવે છે. ૮૨. * જેમ લોહચુંબક લોખંડની સોયને ખેંચે છે, આકર્ષે છે, તેમ અજ્ઞાનીને રૂપાળાનમણા શરીર, ધન, કુટુંબવૈભવ, આદિમાં મિથ્યાબુદ્ધિથી આકર્ષણ થાય છે. મસાણમાં હાડકામાંથી ફોસ્ફરસના ભડકા ચમકે છે તેમ અજ્ઞાનીને અનુકૂળ વિષયોમાં ચમક દેખાતા આકર્ષાય છે. ભાઈ! તારા ચૈતન્યસ્વભાવમાં આનંદ ભર્યો છે તેમાં આકર્ષાયો નથી તેથી તને બહારનું આકર્ષણ થયું છે. ૮૩. * આત્મામાં પરિણમનમાં ષટ્કારક સ્વતંત્ર છે, વિકાર હો કે અવિકાર હો સ્વતંત્ર પરિણમે છે. વિકારને તો પરની અપેક્ષા નથી. અવિકારી પરિણમનને પણ ૫૨ની અપેક્ષા નથી. અરે! પોતાના દ્રવ્ય-ગુણની પણ અપેક્ષા નથી. એક પર્યાયની સ્વતંત્રતા બેસે નહિ તેને ત્રિકાળી વસ્તુની સ્વતંત્રતા બેસી શકે નહિ. પર્યાયને નિમિત્તની અપેક્ષા નથી. પોતાના દ્રવ્ય-ગુણની અપેક્ષા નથી. અરે ? એક પર્યાય સાથે બીજા અનંત ગુણની અનંત પર્યાય પરિણમે છે તેની પણ અપેક્ષા વિના પર્યાય પોતાના ષટ્કારકની સ્વતંત્રતાથી પરિણમે છે. સમ્યગ્દર્શનની પર્યાયને અતીન્દ્રિય આનંદની પર્યાયની પણ અપેક્ષા નથી. આવી પર્યાયની સ્વતંત્રતાના સ્વીકાર વિના ત્રિકાળી દ્રવ્યનો સ્વીકાર થઈ શકે નહિ. જેમ જેમ સૂક્ષ્મ સ્પષ્ટીકરણ ગુરુ કરે છે, તેમ તેમ શિષ્યને આનંદ ઊછળે છે. ૮૪. * અજ્ઞાનીઓને જન્માર્ણવમાં દુ:ખી દેખીને જ્ઞાનીને અનુકંપાનો શુભરાગ આવી જાય છે, અથવા તીવ્ર રાજજ્વર મટાડવા માટે જ્ઞાનીને શુભરાગ આવી જાય છે, અથવા અસ્થાનનો રાગ મટાડવા શુભાગ જ્ઞાનીને આવી જાય છે. પરંતુ તે રાગને જ્ઞાની Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #253 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates મહાસાગરનાં મોતીઃ ૨૪૭ યરૂપ જાણે છે. દુ:ખરૂપ જાણે છે. ૮૫. પૈસાવાળાની અમે જે વાત કરીએ છીએ એ તો બીજા પૈસાવાળાનું માન ઉતારવા માટે કરીએ છીએ. બાકી એમાં કાંઈ માલ નથી. કરોડપતિ ને અબજપતિ બધા ભિખારી છે. ૮૬. નિશ્ચયથી વ્યવહાર અભૂતાર્થ હોવાથી વ્યવહાર નથી એમ નથી, વ્યવહાર છે ખરો પણ તેના આશ્રયે ધર્મ થતો નથી. પર્યાય પર્યાયમાં છે, રાગ-દ્વેષ પર્યાયમાં છે, ગુણભેદ પણ છે ખરા, જો એ પર્યાયને જ દર્શાવવામાં ન આવે તો તીર્થ અને તીર્થફળની પ્રવૃત્તિ પણ રહેતી નથી, તેથી વ્યવહાર છે તેમ દર્શાવવો ન્યાયસંગત છે. ૮૭. સાચા શ્રવણ આદિનો યોગ હોય, ધારણા-જાણપણું હોય, વિકલ્પથી નિર્ણય કર્યો હોય પણ જેનું પર્યાયનું ઘોલન દ્રવ્ય ઉપર જતું નથી તે સ્વરૂપની લક્ષ્મી વિનાના હોવાથી રાંકો છે-ભિખારી છે. ભલે વ્યવહારથી દેવ-શાસ્ત્ર-ગુરુને માનતો હોય છતાં સ્વરૂપનો આશ્રય લેતો નથી, શરણ લેતો નથી, પોતાની નિધિને સંભાળતો નથી તેથી તેને રંક પુરુષ કહ્યો છે. ૮૮. પ્રભાકર ભટ્ટ પ્રશ્ન કરે છે કે હે સ્વામીન ! જે જ્ઞાનથી એકક્ષણમાં આત્મા જાણવામાં આવે એ પરમ જ્ઞાનનો અને પ્રકાશ કરો. પૂજા-ભક્તિ, તીર્થયાત્રા, વ્યવહાર-રત્નત્રય આદિના શુભરાગરૂપ વિકલ્પજાળથી શું ફાયદો છે? એ બધું તો અનાદિકાળથી અનંતવાર મેં કર્યું છે, પણ તેનાથી આત્મ-આનંદની પ્રાપ્તિ થઈ નહિ. તેથી હે શ્રીગુરુ! જેનાથી ક્ષણમાત્રમાં આનંદની પ્રાપ્તિ થાય એવા પરમજ્ઞાનનો કૃપા કરીને મને પ્રકાશ કરો. આત્માની આનંદ-લક્ષ્મી શું છે તે મને કૃપા કરીને બતાવો ! શ્રી યોગીન્દ્રદેવ નિજશુદ્ધાત્માનો મહિમા બતાવતાં કહે છે કે નિજશુદ્ધાત્માના ધ્યાનથી ક્ષણમાં (અંતર્મુહૂર્તમાં) મોક્ષ થાય છે. ૧૬ તીર્થકરોને જ્યારે કેવળજ્ઞાન થાય છે ત્યારે કેટલાક જીવો આત્મભાન પામી મુનિ થઈ શ્રેણી માંડી કેવળજ્ઞાન પામી તુરત મક્ષમાં ગયા છે, શુદ્ધાત્માના ધ્યાનનો આવો અપાર મહિમા છે. દેહદેવળમાં વસતા પરમાત્માને તું સ્વસંવેદનશાનથી જાણ-અનુભવ કર. જેણે વીતરાગી અસંવેદન જ્ઞાનથી પોતાના શુદ્ધાત્માને જાણ્યો છે તેણે બધું જાણી લીધું છે. ૮૯. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #254 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪૮: જ્ઞાનગોષ્ઠી હે જીવ! તું જ તારું તીર્થ છો ત્યાં આરૂઢ થા, બીજા તીર્થે ન જા!....ન જા! વ્યવહાર નિષેધ્ય છે ને ! તેથી અહીં યોગીન્દ્રદેવ સ્પષ્ટ કરે છે કે અમેદશિખર આદિ તીર્થો છે તે પરતીર્થ છે, ત્યાં ન જા! તેના લક્ષે તને શુભરાગ થશે. તું તારા પરમ તીર્થ-સ્વરૂપ આત્મામાં આરૂઢ થા. તેનાથી તને નિર્વિકલ્પ આનંદનો અનુભવ થશે. બીજા ગુરુની સેવા ન કર. તેના લક્ષ રાગ થશે. તું તારા પરમાર્થ ગુરુની સેવા કરી તેનાથી તને આનંદની પ્રાપ્તિ થશે. દેવની સેવા ન કર. બીજા દેવ, અરિહંત સિદ્ધનું ધ્યાન ન કર. ભાઈ ! તેના લક્ષ શુભ વિકલ્પ થશે ને પુણ્ય-બંધન થશે. તું તારા આત્મદેવનું ધ્યાન કર જેથી તને આનંદના નાથનો ભેટો થશે. તું તારા પરમ દેવ-ગુરુ ને તીર્થની સમીપ જા. આમ કહીને રાગના કારણભૂત વ્યવહાર દેવ-ગુરુ-તીર્થનું લક્ષ છોડાવી આનંદના કારણભૂત પરમાર્થ દેવ-ગુરુ-તીર્થનું લક્ષ કરાવ્યું છે. ૯૦. અહો! આચાર્યદવે તો ત્યાં સુધી કહ્યું કે હે જીવ! તું તીર્થે જઈશ નહિ, ગુરુની સેવા કરીશ નહિ, દેવની સેવા કરીશ નહિ. અહીં શુભ છોડીને અશુભમાં જવાનું કહ્યું નથી પણ શુભની રુચિ છોડાવી છે. નીચલી અવસ્થામાં શુભ નહિ છૂટે પણ શુભની રુચિ છોડાવી છે. ૯૧. વસ્તુસ્વભાવને ઉલ્લાસ અને મહિમાપૂર્વક વિચારતાં વિચારતાં એ જ્યાં જ્ઞાનસ્વભાવના ઊંડા માહાભ્યમાં જાય છે ત્યાં એને આત્માનો અનુભવ થાય છે. ૯૨. દેહ-ધન-કુટુંબ આબરું આદિના અશુભ કોલાહલમાં રોકાયો છે તેની તો શું વાત! પણ જે શુભના કોલાહલમાં રોકાઈ ગયો છે તેને આચાર્યદવ કહે છે કે ભાઈ ! એ શુભના કોલાહલથી પણ વિરક્ત થા, ને છ માસ નિશ્ચલ થઈ આત્માનો અભ્યાસ કર. ધ્રુવ શુદ્ધ ચૈતન્ય જ્ઞાનાનંદની સન્મુખ એકાગ્રતાનો અભ્યાસ કર. તો જરૂર આત્મપ્રાપ્તિ થશે જ. ૯૩. આત્મા ચેતનાગુણ વડે અંતરંગમાં પ્રકાશમાન છે તેમ સ્વાનુભવથી જાણતાં ભેદજ્ઞાનના બળે સમસ્ત ઝગડાઓ નાશ પામે છે. પુણ્યથી લાભ થાય, નિમિત્તથી લાભ થાય, વ્યવહાર કરતા કરતા નિશ્ચય પમાય એવા સમસ્ત ઝગડાઓ ભેદજ્ઞાન થતા નાશ પામે છે. ભદજ્ઞાન થતા ધમી જીવને ખ્યાલ આવી જાય છે કે અન્યના આલંબન વિના સીધો જ મારાથી આત્મા જણાય છે, અન્ય કોઈથી જણાતો નથી. ભગવાનથી કે Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #255 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates મહાસાગરનાં મોતીઃ ૨૪૯ દિવ્યધ્વનિથી આત્મા જણાય આદિ વ્યવહાર કથનોને પરમાર્થ માની ઝઘડા ઉઠતા, તે બધા સ્વાનુભવથી નાશ પામી જાય છે. ૯૪. પર્યાયને કબૂલીને પર્યાયનું લક્ષ છોડી દે, અને દ્રવ્યને કબૂલીને દ્રવ્યનો વિકલ્પ પણ છોડી દે. પર્યાય આમ છે ને દ્રવ્ય આમ છે એવા શાસ્ત્રના જાણપણાને પણ ભૂલી જા. પર્યાય આમ છે ને દ્રવ્ય આમ છે એવા જાણપણાના વિકલ્પો દુ:ખરૂપ છે એ જાણીને તારે કરવું છે શું?-કે આત્માનો અનુભવ કર એ એનો સાર છે. દ્રવ્ય આમ છે ને પર્યાય આમ છે એવી એકલી વાતુ કરવાની વાત નથી, દ્રવ્યનો આશ્રય કરે ત્યારે દ્રવ્ય-પર્યાયનું સાચું જ્ઞાન થશે. ૯૫. યોગસારમાં કહે છે કે હે યોગી ! પરમાર્થે જીવ ઊપજતો નથી અને પરમાર્થે જીવ મરતો પણ નથી તથા બંધ-મોક્ષને કરતો પણ નથી. એમ તીર્થંકર પરમાત્માએ ગણધરદેવોને કહ્યું હતું. આવી વસ્તુસ્વભાવની દૃષ્ટિમાં જ પુરુષાર્થની શરૂઆત થાય છે. પ્રશ્ન:- કારણ શુદ્ધપર્યાય લક્ષમાં ન આવી હોય અને કારણ શુદ્ધસ્વભાવ ઉપર લક્ષ કરવાથી સમ્યગ્દર્શન થઈ શકે ? ઉત્તર- હા, કારણપરમાત્માનું લક્ષ કરતાં કારણશુદ્ધપર્યાય અંદરમાં આવી જાય છે. તિર્યંચને તો આવું જ્ઞાન હોતું નથી તોપણ આનંદસ્વરૂપમાં એકાગ્ર થતાં કારણસ્વભાવનો આશ્રય આવી જાય છે, તિર્યંચને તો વિપરીત શલ્યો હોતાં નથી એટલે અવિપરીત વિશેષ જ્ઞાનની જરૂર પણ હોતી નથી. ૯૬. પર્યાયદષ્ટિવાળો જીવ દયા-દાન, પૂજા-ભક્તિ, યાત્રા પ્રભાવના આદિ અનેક પ્રકારના શુભભાવોનો કર્તા થઈ, બીજા કરતાં પોતે કંઈક અધિક છે એવો અહંકાર કરતો થકો મિથ્યાત્વભાવને દઢ કરે છે અને નિશ્ચયસ્વરૂપ મોક્ષમાર્ગને લેશમાત્ર પણ જાણતો નથી. ૯૭. (નિયમસાર કળશ:૩૨) | વિકલ્પ સહિત પહેલાં પાકો નિર્ણય તો કરે કે રાગથી નહિ, નિમિત્તથી નહિ, ખંડખંડ જ્ઞાનથી નહિ, ગુણ-ગુણીના ભેદથી પણ આત્મા જણાતો નથી એમ પહેલાં નિર્ણયનો પાકો ઘંભ તો નાંખે! એટલે પર તરફનું વીર્ય તો ત્યાં જ અટકી જાય છે. ભલે સ્વસમ્મુખ વળવું હજુ બાકી છે.....વિકલ્પવાળા નિર્ણયમાં પણ હું વિકલ્પવાળો નહિ એમ તો પહેલા દઢ કરે ! નિર્ણય પાકો થતાં રાગ લંગડો થઈ જાય છે, રાગનું Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #256 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૫O: જ્ઞાનગોષ્ઠી જોર તૂટી જાય છે, વિકલ્પ સહિતના નિર્ણયમાં સ્થૂળ વિપરીતતા અને સ્થૂળ કર્તુત્વ છૂટી જાય છે અને પછી અંદર સ્વાનુભવમાં જતાં નિર્ણય સમ્યકરૂપે થાય છે. ૯૮. સ્વભાવ અને રાગ સાથે અજ્ઞાનીએ ગાંઠ બાંધી છે, તે ગાંઠને એક ક્ષણ પણ એ તોડે તો રાગથી જુદો પરમાત્મા તેના હાથમાં-અનુભવમાં આવે છે. વિકલ્પ અને નિર્વિકલ્પતાની વચમાં એણે તાળા માર્યા છે તેને એકવાર ખોલે તો નિર્વિકલ્પ પરમાત્મા તેના અનુભવમાં આવે છે. ૯૯. એકવાર અંદરમાં નજર કર કે હું પણ સિદ્ધની જેમ અશરીરી છું, શરીરને સ્પર્શતો જ નથી, અત્યારે જ શરીરથી છૂટો છું, એમ શ્રદ્ધા નહીં કરે તો જ્યારે શરીરથી છૂટો પડશે ત્યારે એની લાળ શરીરમાં જ લંબાશે. ૧૦૦. દરેક દ્રવ્યના પરિણામ છે તે કર્મ છે અને તે કર્મરૂપ પરિણામ પરિણામી દ્રવ્યના આશ્રય વિના હોતા નથી, તેમજ તે પરિણામરૂપ અવસ્થાની એકરૂપ સ્થિતિ રહેતી નથી, પરિણામનો જ એવો સહજ સ્વભાવ છે કે તે એકરૂપ ન રહેતા ભિન્ન ભિન્ન અવસ્થારૂપે થાય. પરિણામની એકરૂપ સ્થિતિ રહેતી નથી એટલે નિમિત્ત આવે તેવી અવસ્થા થાય એ વાત ખોટી છે. વસ્તુના પરિણામનું જ સ્વરૂપ એવું છે કે તેની એકરૂપ સ્થિતિ-અવસ્થા રહેતી નથી. અગ્નિ આવી માટે પાણી ગરમ થયું છે એમ જોનારાની સંયોગી દૃષ્ટિ છે, ખરેખર પાણીની સ્થિતિ એકરૂપ રહેતી નથી તેથી પાણી પોતાથી જ ઠંડી અવસ્થા બદલી ગરમરૂપે થયું છે. અગ્નિના કારણે ગરમ થયું નથી. આમ દરેક દ્રવ્યના પરિણામની એકરૂપ સ્થિતિ ન રહેવી તે તેનો પોતાનો સ્વભાવ છે. ૧૦૧. બહારના બધા કાર્યોમાં મર્યાદા હોય છે, શુભ-અશુભ ભાવો છે તેની મર્યાદા છે, સીમા છે, અમર્યાદીત તો અનંત જ્ઞાન ને અનંત આનંદ સ્વભાવી આત્મા છે. જે મર્યાદીત છે તેનાથી પાછા વળી શકાય છે, મિથ્યાત્વ રાગાદિ મર્યાદીત છે તેથી તેનાથી પાછા હઠીને પાછા વળી શકાય છે. જો વિભાવ મર્યાદીત ન હોત તો જીવ તેનાથી કદી પાછો વળી શકે જ નહિ. જ્ઞાનાદિ બેહદ સ્વભાવ છે તો તેનાથી જીવ પાછો વળતો નથી પણ રાગાદિ મર્યાદીત છે. અલ્પકાલીન છે, તેનાથી જીવ પાછો વળી શકે છે. ૧૦૨. એક દ્રવ્યની અંદર કોઈપણ અન્ય દ્રવ્ય રહેલું બિલકુલ ભાસતું નથી. જ્ઞાન Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #257 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates મહાસાગરનાં મોતી: ૨૫૧ શયને જાણે છે એ તો જ્ઞાનની જાણવાની સ્વચ્છતાનું સામર્થ્ય છે, તોપણ જ્ઞાનને અન્ય દ્રવ્યની સાથે સ્પર્શ હોવાની માન્યતાથી જગત આકુલિત થાય છે. જ્ઞાનમાં વીંછીનો ડંખ-કરડ ભાસે ત્યાં વીંછી મને કરડ્યો તેમ માની દુઃખી થાય છે. જ્ઞાન રાગને જાણતા રાગમયપણે પોતાને માની આકુલિત થાય છે. જ્ઞાન રાગને કે અન્ય દ્રવ્યોને અડતું-સ્પર્શતું નથી. જ્ઞાન શેયને જાણે એ તો જ્ઞાનની સ્વચ્છતાનું સામર્થ્ય છે. ૧૦૩. સમ્યગ્દર્શન થતા નિઃશંકતા તો પહેલે ધડાકે આવે છે, સ્વાનુભવ પ્રત્યક્ષ થતાં હવે કેવળજ્ઞાન થશે જ એવી નિઃશંકતા આવી જાય છે. સમ્યગ્દષ્ટિનું નિઃશંક એક અંગ છે ને! મહા પ્રભુ ચૈતન્યને શ્રદ્ધામાં સ્વીકાર્યો, જ્ઞાનમાં સ્વીકાર્યો તેને કેવલજ્ઞાન થયે છૂટકો થશે. મતિજ્ઞાન થયું તે કેવલજ્ઞાનને બોલાવે છે કે આવ...ભાઈ...આવ....તું પ્રગટ થા, હું તને બોલાવું છું. અસ્થિરતા છોડી દે તેમ જોર કરે છે. સાંભળીને પાવર ફાટે એવી વાત છે, કાયરના કાળજા કાપે ને વીર્યવાનને પુરુષાર્થ ફાટે એવી વાત છે. ૧૦૪. ભગવાન કહે છે કે બધા આત્માઓ ભગવાન સ્વરૂપ છે તેમ જો ! પર્યાયને ન જો ! એ બધા આત્મા ભગવાન સ્વરૂપ ક્યારે દેખાય?-કે પોતે પોતાને ભગવાન સ્વરૂપ દેખું-અનુભવે ત્યારે બીજા આત્માઓ પણ ભગવાન સ્વરૂપે દેખાય છે. ૧૦૫. જળ અને કાદવ જે કાળે એકપણે મળેલા દેખાય છે તે જ કાળે જળના સ્વભાવથી અનુભવ કરવામાં આવે તો કાદવ જળથી ભિન્ન છે તેમ જણાય છે, તેવી રીતે સંસાર અવસ્થામાં ભાવકર્મ દ્રવ્યકર્મ જીવથી એકપણે દેખાય છે તો પણ તે જ અવસ્થામાં તે જ કાળે જીવના સ્વભાવથી અનુભવ કરવામાં આવે તો ભાવકર્મદ્રવ્યકર્મથી ભિન્ન જીવ સ્વરૂપને અનુભવવામાં આવે છે અને એ જીવ સ્વરૂપને અનુભવતાં જે સમ્યક પ્રતીત થાય છે તે પ્રતીત ગણધર જેવી છે. ૧૦૬. આચાર્યદેવે અમૃતના ઘૂંટડા પીતાં-પીતાં આ શક્તિઓનું વર્ણન કર્યું છે. એકવાર મધ્યસ્થ થઈ આવી શક્તિઓનું વર્ણન સાંભળે તો મોટો માંધાતા હોય તોપણ ઢીલો પડી જાય એવી વાત આ શક્તિઓમાં ભરી છે. સમયસારમાં ૪૭ શક્તિનું વર્ણન કર્યું છે તેમાં દષ્ટિ પ્રધાન કથન હોવાથી નિર્મળ પર્યાય સહિતના દ્રવ્ય-ગુણને આત્મા ગણ્યો છે રાગને આત્માનો ગણ્યો જ નથી. જ્યારે પ્રવચનસારમાં ૪૭ નયોનું Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #258 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨પર: જ્ઞાનગોષ્ઠી વર્ણન છે તે જ્ઞાન પ્રધાન કથન હોવાથી સાધકને વર્તતો રાગ તે પણ પોતાનું પરિણમન છે તેમ જ્ઞાની જાણે છે તેમ કહ્યું છે. ઉપાદાન-નિમિત્તના દોહા પણ ૪૭ છે અને જ્ઞાનાવરણ-દર્શનાવરણ-મોહનીય-અંતરાય એ ચાર ઘાતી કર્મની પ્રકૃતિઓ પણ ૪૭ છે, એ ૪૭ પ્રકૃતિનો નાશ ૪૭ શક્તિના (-શક્તિભૂત દ્રવ્યના) આશ્રયે થાય છે. ૧૦૭. આત્મા સુખસાગર આનંદકંદ જ્ઞાયક સ્વરૂપે છે, એ જ્ઞાનમાત્ર ભાવમાં કમઅક્રમરૂપ અનંતી શક્તિઓ ઊછળે છે. તેમાં એક જીવત્વનામની શક્તિ કે જેના કારણે જીવ સદા ટકી રહ્યો છે. દસ પ્રાણ જડરૂપ છે તેના આધારે જીવ જીવતો નથી અને એક સમયની યોગ્યતારૂપ વિકારી ભાવપ્રાણ તે પણ જીવનું સ્વરૂપ નથી, તેના આધારે જીવ જીવતો-ટકતો નથી પણ જીવત્વ શક્તિરૂપ ગુણ છે તેના આધારે જીવ સદા કાળ જીવે છે-ટકે છે. એ જીવત્વશક્તિને ધરનાર દ્રવ્ય ઉપર દૃષ્ટિ કરતાં જીવત્વશક્તિનું નિર્મળ પરિણમન થાય છે. એ જીવત્વશક્તિ દ્રવ્ય-ગુણ-પર્યાયમાં વ્યાપે છે. જેમ દરિયામાં ભરતી આવતા પાણીના મોજા ઊછાળા મારે છે તેમ જીવત્વશક્તિ ઉપર દષ્ટિ પડતાં પર્યાયમાં નિર્મળ આનંદ ઊછાળા મારતો પ્રગટ થાય છે. વસ્તુ જ્ઞાનમાત્ર છે તેમાં જીવત્વશક્તિની દષ્ટિ થતાં આનંદ સુખ વીર્ય પ્રભુત્વ વિભુત્વ આદિ અનંતાગણની નિર્મળ પર્યાય ઊછળે છે–પ્રગટે છે. જીવત્વશક્તિ અનંત શક્તિમાં વ્યાપક છે, જીવત્વશક્તિનું રૂપ અનંત શક્તિમાં છે. એક એક શક્તિ અનંત શક્તિમાં વ્યાપે છે. એક એક શક્તિનું અનંત શક્તિમાં રૂપ છે પણ એક શક્તિ બીજી શક્તિનું લક્ષણ નથી. ક્રમવર્તી અને અક્રમવર્તીનો પિંડ તે દ્રવ્ય છે. ક્રમવર્તી તે પર્યાય છે ને અક્રમવર્તી ગુણ-શક્તિ છે. ક્રમવર્તીમાં નિર્મળ પર્યાય જ આવે છે કેમ કે શક્તિ શુદ્ધ છે, તેનું પરિણમન પણ શુદ્ધ-નિર્મળ જ તેમાં આવે. વિકારી પરિણમનને-પર્યાયને અહીં આત્માની ગણવામાં આવતી નથી. ૧૦૮. આત્મામાં એક પ્રભુત્વશક્તિ એવી છે કે જેનો અખંડ પ્રતાપ કોઈ ખંડન કરી શકે નહિ એવી સ્વતંત્રતાથી શોભાયમાન છે-એવી પ્રભુત્વશક્તિનું લક્ષ કરતાં-દષ્ટિ કરતાં પર્યાય પણ અખંડ પ્રતાપથી શોભાયમાન થઈ જાય છે કે જેની પ્રભુતાના પ્રતાપને કોઈ ખંડન કરી શકતું નથી. વ્યવહારથી, રાગથી કે નિમિત્તથી આત્માનું શોભાયમાનપણું નથી, કેમ કે તેમાં તો પરાધીનતા આવે છે, તેથી તેમાં આત્માની શોભા નથી. આહાહા! આ શક્તિઓના વર્ણનમાં એટલી ગંભીરતા ભરી છે કે તેમાંથી બહાર નીકળવું પાલવતું નથી એવા ઊંડા ભાવો આચાર્યદેવે ભર્યા છે. આ પ્રભુત્વશક્તિ સત્ છે, સત્વ છે, કસ છે, તે દ્રવ્ય-ગુણ-પર્યાયમાં વ્યાપે છે. પર્યાયમાં Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #259 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates મહાસાગરનાં મોતી: ૨૫૩ પ્રભુત્વશક્તિ હોવા છતાં પર્યાય આધી-પાછી કે આડી-અવળી થઈ શકતી નથી પણ ક્રમબદ્ધ થાય છે. આત્મામાં ઉત્પાદ-વ્યય-ધ્રુવ નામની એક શક્તિ છે. તેના લઈને પર્યાય ક્રમરૂપ ઉત્પન્ન થાય છે, જે પર્યાય જે ક્રમે ઉત્પન્ન થવાવાળી છે તે જ ક્રમે ઉત્પન્ન થાય છે. ૧૦૯. ભગવાન આત્મા અનંત અનંત જ્ઞાન-દર્શન આદિ ગુણ લક્ષ્મીથી ભરેલો છે. તેના અસ્તિપણાની તેની હૈયાતીની કબૂલાત નહિ. વિશ્વાસ નહિ અને જેમાં પોતે નથી એવા અલ્પજ્ઞતા અને રાગમાં પોતાની અસ્તિ માનવી, હયાતી માનવી એ જ અજ્ઞાન છે અને તે જ બંધનું કારણ છે. પોતાના સર્વજ્ઞ-સર્વદર્શી સ્વભાવનો સ્વીકાર નહિ અને રાગના એક અંશનો સ્વીકાર તે અજ્ઞાન જ બંધનું કારણ છે. બીજું જાણપણું ન કર્યું તેથી અજ્ઞાન છે તેમ ન કહ્યું પણ પોતાના સર્વજ્ઞ-સર્વદર્શી સ્વભાવને ન જાણ્યો તે જ અજ્ઞાન અને બંધનું કારણ છે તેમ કહ્યું. ૧૧). માર્ગમાં સંઘ લુંટાતા માર્ગ લુંટાયો તેમ વ્યવહારથી કહેવાય છે. ખરેખર માર્ગ લુંટાતો નથી માર્ગ તો છે તે જ છે તેમ માર્ગણાસ્થાનો જીવસ્થાનો ગુણસ્થાનો એક સમયની પર્યાય પુરતાં જીવમાં છે તેને જીવ કહેવો તે વ્યવહાર માત્ર છે. ખરેખર ધ્રુવવસ્તુ તો અનાદિ અનંત એકરૂપ ચૈતન્ય પિંડ વસ્તુ છે, તેમાં એક સમયની પર્યાયરૂપ યોગ્યતા ક્યાં છે? એક સમયની પર્યાયને દ્રવ્ય અડતું પણ નથી. આહાહા ! ત્રિકાળી દ્રવ્ય છે તે તો ભવીનું ને અભાવીનું જે છે તે જ છે. વસ્તુ તો જે છે તે જ છે. ભવી કે અભવી આદિ પર્યાયના બધા ભેદો વસ્તુમાં નથી. ૧૧૧. ભગવાન તું અકારણકાર્યશક્તિવાળો છો, તે અકારણકાર્યશક્તિ ઉપર દષ્ટિ પડતાં અકારણકાર્યપણું પર્યાયમાં પ્રગટ થયું એટલે પર્યાયમાં પણ અકર્તા થયો. અહાહા ! જ્ઞાતાદ્રષ્ટા પ્રભુ તું છો, થાય તેને જાણનાર છો, થાય એનો જાણનાર છો. રાગ થાય તે કાળે જ્ઞાન તેને જાણતું પરિણમે છે. જાણનાર....જાણનાર......જાણનાર જ છો. ૧૧ર. જીવ જિનવર છે ને જિનવર જીવ છે એવી દષ્ટિ થાય તેને પર્યાયબુદ્ધિ છૂટી જાય છે. સમ્યગ્દર્શન પ્રગટ કરવા માટે કેટલાય ગઢ ઓળંગીને અંદરમાં જવાય છે, વ્યવહારમાં કેટલાય પ્રકારની લાયકાત હોય, સંસારભાવો જરાય ચે નહિ, આત્મા...... આત્મા.......ની ધૂન લાગે ત્યારે સમ્યગ્દર્શન થાય છે. ૧૧૩. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #260 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૫૪: જ્ઞાનગોષ્ઠી નિર્વિકલ્પ થવાવાળો જીવ નિર્વિકલ્પ થયા પહેલા આવો નિર્ણય કરે છે કે રાગાદિભાવે સદાય હું પરિણમનારો નથી પણ જ્ઞાન-દર્શનરૂપ પરિણમનારો છું. હુજ રાગાદિભાવો થશે એમ જાણે છે, છતાં તેના સ્વામીપણે હું થનાર નથી, મને ભવિષ્યમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર થશે એવો મારો પ્રયત્ન છે છતાં તે વખતે રાગ હશે, પરંતુ તે રૂપે હું પરિણમનાર નથી તેવો નિર્ણય છે. નિર્ણય કરે છે પર્યાયમાં, પછી અનુભવ થશે પર્યાયમાં, પણ તે પર્યાય એવો નિર્ણય કરે છે કે હું તો ચિત્માત્ર અખંડ જ્યોતિ સ્વરૂપ છું, પર્યાયરૂપ નથી. ૧૧૪. આત્મા અને રાગને ભિન્ન પડવાનું સાધન જ્ઞાનની દશા-ભગવતી પ્રજ્ઞા જ છે. શુભરાગનો વ્યવહાર તે સાધન નથી પણ એ શુભરાગથી ભિન્ન પડવામાં ભગવતી પ્રજ્ઞાજ્ઞાન પર્યાય સાધન છે. જે જ્ઞાનપર્યાય સ્વભાવમાં વળે છે તે પર્યાય રાગથી ભિન્ન પડવાનું સાધન છે. જેમ પથ્થરની વચ્ચે રગ હોય છે તેમાં દારૂ ભરીને તોડવાથી ઉપર નીચેના બે પથ્થર જુદા પડી જાય છે તેમ રાગ ને જ્ઞાન તે બન્ને જાદા છે તેને પ્રજ્ઞારૂપી છીણી મારવાથી જાદા કરાય છે. જ્ઞાન તે આનંદ સ્વરૂપ છે ને રાગ દુઃખરૂપ છે તેમ બન્નેના ભિન્ન ભિન્ન લક્ષણ ઓળખીને પ્રજ્ઞા વડે જાદા પાડવામાં આવે છે. ૧૧૫. આત્માના આનંદમાં મસ્ત મુનિવર જંગલમાં બેઠા હોય ને સિંહ-વાઘ આવીને કરડે ત્યારે સમતા રાખે છે કે અરે! હું કર્મની ઉદીરણા કરીને ઉદયમાં લાવી કર્મનો નાશ કરવા માગતો હતો ત્યાં કર્મ સહજ ઉદયમાં આવે છે તેથી મોટો લાભ છે. મારે શરીર જોઈતું નથી ને સિંદું-વાઘને શરીર જોઈએ છે તો લઈ જા. તું મારો મિત્ર છો, તારે જોવે છે ને મારે જોઈતું નથી તો લઈ જા ભાઈ ! ૧૧૬. કોઈ આકરી પ્રતિકૂલતા આવી પડે, કોઈ આકરા કઠોર મર્મછેદક વચન કહે તો શીઘ્ર પરમાનંદ સ્વરૂપ દેહમાં સ્થિત પરમાત્માનું ધ્યાન કરીને દેહનું લક્ષ છોડી દેવું. સમતાભાવ કરવો. ૧૧૭. અરે ભાઈ! રાગનું કરવું ને ભોગવવું તો તે અનંતીવાર કર્યું છે. ભાવ પરાવર્તનમાં શુભરાગ અનંતીવાર કર્યા છે. શુભરાગ સાથે એકત્વબુદ્ધિ રાખીને નવમી રૈવેયક અનંતવાર ગયો પણ ભિન્ન આત્માનું એકત્વ ભાસ્યું નહિ. રાગથી ભિન્ન આત્માનું એકત્વ સદાકાળ અંતરમાં પ્રકાશમાન છે પણ રાગની એકતાથી એની દષ્ટિમાં ઢંકાઈ ગયું છે તેથી દેખવામાં આવતું નથી. રાગ છે તે હું છું ને શુભરાગથી Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #261 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates મહાસાગરનાં મોતી: ૨૫૫ મને લાભ થાય છે એ માન્યતા જ આત્માનું અત્યંત ભૂંડું કરનારી છે, વિસંવાદ ઊભો કરનારી છે, આત્માનું બૂરું કરનારી છે. તેથી શુભરાગથી ભિન્ન આત્માનું એકત્વ આચાર્યદેવે સમયસાર ગાથા ચોથીમાં સમજાવ્યું છે. ૧૧૮. શ્રી પદ્મનંદિ આચાર્ય બ્રહ્મચર્યનો મહિમા કરીને કહે છે કે અરે યુવાનો! તમને મારી વાત ન રુચે તો હું મુનિ છું તેમ જાણીને માફ કરજો. એમ આ તત્ત્વની પરમ સત્ય વાત અમે કહીએ છીએ, બંધનથી છૂટવાના કારણભૂત પરમ અધ્યાત્મતત્ત્વની વાત કહીએ છીએ, છતાં કોઈને અનાદિના આગ્રહવશ ન રુચે તો અમને માફ કરજો. ભાઈ ! અમે તો મોક્ષના માર્ગ છીએ એથી અમે બીજું શું કહીએ ! તમને ન રુચે ને દુ:ખ થાય તો માફ કરજો ભાઈ ! ૧૧૯. તીર્થંકર ગોત્રનો બંધ થાય તે અપરાધરૂપ ભાવ છે, અપરાધ તે ઉપાદેય કેમ હોય? અને અપરાધ વડે મોક્ષમાર્ગ કેમ થાય? આત્મા એકલો આનંદ સ્વરૂપ અમૃત છે એનામાંથી આનંદામૃતનો સ્વાદ આવે તે મોક્ષમાર્ગ છે. શુભરાગ એ તો ચૈતન્યથી વિપરીત સ્વરૂપ હોવાથી ઝેરનો સ્વાદ છે, આકુળતાનો સ્વાદ આવે છે, તે મોક્ષમાર્ગનું કારણ કેમ થાય ? ૧૨). આખા સિદ્ધાંતનો સારામાં સાર તો બહિર્મુખતા છોડી અંતર્મુખ જવું તે છે. શ્રીમદે કહ્યું છે ને! “ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર, અંતર્મુખ અવલોકતાં વિલય થતાં નહિ વાર.” જ્ઞાનીના એક વચનમાં અનંતી ગંભીરતા ભરી છે. અહો ! ભાગ્યશાળી હશે તેને આ તત્ત્વનો રસ આવશે અને તત્ત્વના સંસ્કાર ઊંડા ઊતરશે. ૧ર૧. સમયસાર ગાથા ૪૫ માં આઠ કર્મના ફળને દુઃખરૂપ કહ્યા છે, શાતાના ફળને પણ દુઃખરૂપ કહ્યા છે. આ તો જેને ચારગતિના દુ:ખ લાગ્યા હોય તેને માટે આ વાત છે. પ્રતિકૂળતાથી દુઃખ લાગે તે નહિ, સ્વર્ગ પણ જેને દુ:ખરૂપ લાગે છે તેને માટે આ આત્મહિતની વાત છે. ૧૨૨. સર્પ કરડેલ હોય તેને લીંમડો કડવો હોવા છતાં મીઠો લાગે છે. તેમ મિથ્યાત્વના ઝેર ચડેલા છે તેને પરદ્રવ્યમાં મીઠાશ લાગે છે. મિથ્યાત્વના ઝેર Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #262 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૫૬: જ્ઞાનગોષ્ઠી ઉતરતાં સમ્યગ્દષ્ટિને પરદ્રવ્યની મીઠાશ ઉડી જાય છે, ભલે હજુ આસક્તિ છૂટી ન હોય પણ પરમાંથી સુખબુદ્ધિ ઉડી ગઈ છે. ૧૨૩. અરે ભાઈ ! તારી મોટપ છે તે તને ભાસતી નથી તેથી તું બીજાને મોટપ દેવા જાય છે. તારું તત્ત્વ જેવડું મોટું છે તે તને બેસતું નથી તેથી તે બીજાને મોટા દેવા જાય છે. તારા તત્ત્વની મોટપ ભાસતી નથી તેથી તું રાગના વ્યવહારને મોટા દેવા જાય છે. નિમિત્તને મોટપ દેવા જાય છે, પણ ભાઈ ! પરની મોટપના ભાવમાં તારી મોટપ હણાતા મિથ્યાત્વનું મહાન દુઃખ તને થાય છે, તેનું તને ભાન નથી. ૧૨૪. પર્યાય ક્રમબદ્ધ થાય છે તેમ જાણવાનું તાત્પર્ય વીતરાગતા છે, ભગવાને દીઠું છે તેમ થશે તેનું તાત્પર્ય પણ વીતરાગતા છે. જે કાળે જે થાય તે કાળે તે જ તેનું પ્રાપ્ત કાર્ય છે. પરમાણુમાં જે કાળે જે કાર્ય થાય તે જ તેનું પ્રાપ્ત કાર્ય છે અને તે સંબંધીનું તે સમયે જ્ઞાન થાય તે જ્ઞાનનું પ્રાપ્ત કાર્ય છે. આમ જાણતાં જ્ઞાતા ઉપર દષ્ટિ જાય છે, અકર્તા થાય છે ને વીતરાગતા પ્રગટે છે-એ તેનું તાત્પર્ય છે. ૧૨૫. આવો મોટો આનંદસ્વરૂપ ભગવાન આત્મા દેહમાં બિરાજે છે પણ એનો તું વિશ્વાસ કરતો નથી અને બહારના બીજા પદાર્થનો વિશ્વાસ કરે છે કે દવાથી રોગ મટશે. પાણીથી તૃષા મટશે, ખોરાકથી ભૂખ મટશે એમ વિશ્વાસ કરે છે પણ પોતાના ભગવાન સ્વરૂપનો ભરોસો કરતો નથી તેથી ચારગતિમાં રખડવાનું મટતું નથી. ૧૨૬. તલના ફોતરાં જેટલો સૂક્ષ્મ રાગ-વિકલ્પ એ શલ્ય સમાન હોવાથી મનને દુઃખ કરે છે, આત્મા જ્ઞાનાનંદસ્વરૂપ છે, અનંત ગુણમય છે એવો ભેદરૂપ વિકલ્પ છે તે શલ્ય સમાન દુ:ખરૂપ છે, આત્માને ઘા મારે છે, આત્માને પીડા કરે છે, જેમ શરીરમાં લોખંડના બાણની ઝીણી કરી રહી જાય તો તે શરીરમાં સડો કરે છે, પીડા કરે છે, દુઃખ કરે છે. પરની ચિંતા તો દુ:ખરૂપ છે તેથી છોડવા જેવી જ છે પણ મોક્ષની ચિંતા પણ દુઃખરૂપ છે, મોક્ષની ચિંતા કરવાથી મોક્ષ થતો નથી તેથી મોક્ષની ચિંતા પણ છોડ! ૧૨૭. જ્ઞાનીઓને જ્ઞાનાનંદ સ્વરૂપ આત્માને છોડીને અન્ય વસ્તુ સારી લાગતી નથી, તેથી પરમાત્માને જાણવાવાળું જ્ઞાનીઓનું મન બાહ્ય વિષયોમાં ચોંટતું નથી, અને જે Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #263 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates મહાસાગરનાં મોતી: ૨૫૭ જીવને રાગની રુચિ ને પ્રેમ છે તે જીવોનું મન પરમાનંદને દેનાર પરમાત્મામાં ચોંટતું નથી. તે જીવો કદાચિત બાહ્ય ત્યાગ કરે, સંયમ ધારે, બાહ્ય હિંસાદિ કરતા ન હોય છતાં રાગની રુચિવાળાને અંતરંગ અભિલાષા છૂટી ન હોવાથી છકાયના જીવોનો ઘાતક જ છે. બાહ્ય વિષયો છોડયા હોવા છતાં અંતરંગથી છૂટયા ન હોવાથી વિષયોનો સેવક જ છે. આહાહા ! અંતરદષ્ટિની વાત કોઈ અલૌકિક છે, ભાગ્યશાળીને કાને પડે એવી છે. ૧૨૮. જેમ કોઈ મોટા રાજા ઘેર આવ્યા હોય અને તેનું સન્માન કરવાનું છોડીને ઘરના નાનકડા બાળક સાથે રમવા લાગે તો આવેલા રાજાનું અપમાન ગણાય, તિરસ્કાર ગણાય છે. તેમ આ બેહદ જ્ઞાન અને બેહદ આનંદવાળો ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદનો નાથ અંદરમાં બિરાજે છે તેની સામું જોવે નહિ અને રાગાદિ વિકલ્પોની જ સામે જોયા કરે એ ભગવાન આત્માનો મહાન અનાદર છે, તિરસ્કાર છે અને એ જ મિથ્યાત્વ છે. એનું ફળ ચાર ગતિનું ભ્રમણ છે. ૧૨૯. યોગીન્દ્રદેવ કહે છે કે અરે જીવ! હવે તારે ક્યાં સુધી સંસારમાં ભટકવું છે? હજુ તું થાક્યો નથી! હવે તો આત્મામાં આવીને આત્મિક આનંદને ભોગવ! આહાહા! જેમ પાણીના ધોરીયા વહેતા હોય તેમ આ ધર્મના ધોરીયા વહે છે. પીતા આવડે તો પી. ભાઈ ! સારા કાળે તો કાલનો કઠીયારો હોય તે આજે કેવળજ્ઞાન પામે એવો તે કાળ હતો. જેમ પુણ્યશાળીને પગલે પગલે નિધાન નીકળે તેમ આત્મપિપાસુને પર્યાયે પર્યાયે આત્મામાંથી આનંદના નિધાન મળે છે. ૧૩). * આત્મા જેવડો ને જેટલો મહાન પદાર્થ છે એવડો મહાન માનવો તે જ આત્માની દયા પાળવારૂપ સમાધિ છે, અને એવા મહાન આત્માને રાગાદિ જેવડો માનવો કે મતિજ્ઞાન આદિ ચાર અલ્પજ્ઞ પર્યાય જેવડો માનવો તે આત્માની હિંસા છે. દિગંબર સાધુ થઈને પંચમહાવ્રતને પાળ્યા પણ અનાદિની પર્યાયમાં રમતું રમીને આત્માની હિંસા કરી છે. આત્માની હિંસા છોડાવી દયા પાળવા આચાર્યદવ આત્માની મોટપની ઓળખાણ કરાવે છે. ૧૩૧. સમ્યગ્દર્શનના ધારક જીવોને મરણ પણ સુખકારી છે અને સમ્યગ્દર્શન રહિત જીવોને પુણ્યોદય પણ સારો નથી. આત્માની આરાધના વિના પુણ્ય કરે વ્રતાદિ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #264 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૫૮: જ્ઞાનગોષ્ઠી પાળે, દયા-દાન-પૂજા-ભક્તિ આદિ કરે તોપણ સમ્યગ્દર્શન વિના તે પુણ્યથી વૈભવ પામીને ત્યાંથી મરીને નરકમાં જશે કેમ કે પુણ્યોદયથી મદ ચડશે અને મદથી તિ ભ્રષ્ટ થશે, તેથી પાપ બાંધીને ન૨કમાં જશે માટે સમ્યગ્દર્શન વિનાના તે પુણ્ય પણ લાભકારી નથી. તેથી તે પુણ્ય સહિત હોવા છતાં તેને પાપી કહેવામાં આવે છે, અને સમ્યગ્દર્શન સહિત જીવ પાપોદયથી દુ:ખી હોય દરિદ્રી આદિ હોય તોપણ તેને પુણ્યાધિકારી કહેવામાં આવે છે. એ સમ્યગ્દર્શનનું આશ્ચર્યકારી માહાત્મ્ય અને પ્રભાવ છે. લાખ વાતની વાત છે કે પ્રથમમાં પ્રથમ સમ્યગ્દર્શન પ્રગટ કરવા જેવું છે. ૧૩૨. * પ્રવચનસારમાં કહે છે કે દરેક દ્રવ્યના પર્યાયનો જન્મક્ષણ, સમ્યક્દર્શન-જ્ઞાનચારિત્ર પર્યાય થવાનો જે જન્મક્ષણ છે ત્યારે જ પ્રગટ થાય છે. તો પ્રશ્ન થાય કે એમાં પુરુષાર્થ ક્યાં આવ્યો ? ભાઈ! સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર જે પ્રગટ થાય છે તે પર્યાયમાં ઉભા રહીને પ્રગટ થયા નથી, પર્યાયની સામુ જોઈને પ્રગટ થયા નથી, પણ પર્યાયનું લક્ષ દ્રવ્ય ઉ૫૨ છે ત્યારે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટ થાય છે. દ્રવ્ય સ્વભાવ ઉપર લક્ષ ગયું છે એ પુરુષાર્થથી થયું છે. એ પર્યાય એના સ્વકાળથી થઈ છે. અને પર્યાય નિયતકાળે થઈ છે અને તે વખતે કર્મનો પણ અભાવ છે એથી એમાં પાંચે સમવાય સાથે જ આવી જાય છે. ૧૩૩. * ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કરે તો બધા સમાધાન થઈ જાય તેવું છે. રાગની પર્યાય હોય કે વીતરાગી પર્યાય હોય પણ પર્યાય માત્ર પર્યાયના સ્વકાળે-જન્મક્ષણેથવાની હોય તે જ થાય છે તેમ નિર્ણય કરતાં, પર્યાય નિમિત્તથી થતી નથી, વ્યવહારથી નિશ્ચય થતો નથી આદિ બધા ખુલાસા થઈ જાય છે. ૧૩૪. * વિકાર હોવા છતાં વિકારની સાથે જ્ઞાન પડયું છે તેને પકડીને અંદરમાં જાય એટલે એને ભાસમાં આવે કે આ આત્મા એકલો વીતરાગ સ્વરૂપ જ છે, ૫૨માનંદ સ્વરૂપ જ છે, અત્યારે જ આવો સ્વભાવ છે. એકેન્દ્રિય આદિ પર્યાયનું લક્ષ છોડીને સ્વભાવનું લક્ષ કરતાં અત્યારે જ વીતરાગસ્વરૂપ પ્રતીતમાં અને અનુભવમાં આવે છે. જેમ જિનપ્રતિમા એકલી વીતરાગસ્વરૂપ છે તેને હાલવું-ચાલવું-બોલવું-ખાવું-પીવું કાંઈ નથી વીતરાગી સ્થિર બિમ્બ છે તેને દેખીને તેઓ વીતરાગી એટલે રાગ હતો તે તેનું સ્વરૂપ ન હતું તેથી નીકળી જતાં વીતરાગી થયા તેમ જ મારો આત્મા પણ રાગ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #265 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates મહાસાગરનાં મોતી: ૨૫૯ રહિત વીતરાગી છે તેમ જાણે છે. ૧૩પ. અજ્ઞાની કહે છે કે ઉપાદાનમાં યોગ્યતા અનેક પ્રકારની છે પણ જેવું નિમિત્ત આવે તેવું ઉપાદાનમાં કાર્ય થાય. જેમ પાણી છે તેમાં યોગ્યતા અનેક પ્રકારની છે. પાણીમાં સાકર નાખે તો મીઠું પાણી થાય, લીંબુ નાખે તો ખાટું થાય. મરચું નાખે તો તીખું થાય, મીઠું (લવણ ) નાખે તો ખારું થાય. જેવું નિમિત્ત આવે તેવું પાણી થાય તેમ નિમિત્તાધીન દષ્ટિવાળાને દેખાય છે પણ તે વાત સાચી નથી. પાણીનાં રજકણો અનેક પ્રકારે પરિણમવાની યોગ્યતાવાળા છે તેને જ્યારે મીઠા-ખાટા-તીખા-ખારા આદિ રસરૂપે પરિણમવાની યોગ્યતાનો સ્વકાળ હોય છે ત્યારે તે રૂપે સ્વયં પોતાના જન્મક્ષણથી પરિણમે છે અને ત્યારે તેને યોગ્ય બાહ્ય નિમિત્તની હાજરી સહજ હોય છે. બધા નિમિત્તો ધર્માસ્તિકાયવત્ છે તેમ ઈબ્દોપદેશમાં પૂજ્યપાદ આચાર્યે કહ્યું છે. ઇષ્ટ ઉપદેશ એનું નામ છે કે ઉપાદાન પોતાની શક્તિથી જ પરિણમે છે, નિમિત્તથી પરિણમતું નથી. નિમિત્ત હાજર માત્ર છે. પાણી અનિથી ઉષ્ણ થતું નથી. ધજા પવનથી ચાલતી નથી, ચોખા પાણીથી ચડતા નથી. દરેક દ્રવ્યનું પરિણમન સ્વતંત્ર છે. નિમિત્ત ધર્માસ્તિકાયવત્ છે. તેને ઈષ્ટ ઉપદેશ કહે છે. જેવું નિમિત્ત આવે તેવું ઉપાદાનમાં કાર્ય થાય એવું વસ્તુનું સ્વરૂપ જ નથી. માટીમાંથી કુંભારને ઘડો કરવો હોય તો ઘડો થાય અને કોડીયું કરવું હોય તો કોડીયું થાય એમ બને જ નહિ. ઘડો થવાનો કાળ હોય તો ઘડો જ થાય ને કોડીયું થવાનો કાળ હોય ત્યારે કોડીયું જ થાય અને તે કાર્યકાળ નિમિત્ત તેને અનુકૂળ જ હોય પણ નિમિત્તથી ઉપાદાનમાં કાર્ય થાય એવું વસ્તુનું સ્વરૂપ જ નથી. ૧૩૬. એક સમયમાં ત્રણકાળ ત્રણલોકને જાણે એવા સર્વજ્ઞ જેને બેસે છે તેની દષ્ટિ પોતાના સર્વજ્ઞ સ્વભાવ ઉપર જાય છે ત્યારે જ તેને સર્વજ્ઞ યથાર્થપણે બેઠા છે. એ સર્વજ્ઞ જેમ જાણું છે તેમ જ જગતનું પરિણમન થાય છે. અક્રમ એટલે કે આડું અવળું પરિણમન થાય ને સર્વજ્ઞ આડુંઅવળું જાણે એવો ય કે જ્ઞાનનો સ્વભાવ નથી, તેથી વસ્તુનું પરિણમન ક્રમબદ્ધ છે તેમ સિદ્ધ થાય છે. ક્રમબદ્ધનું પ્રયોજન દ્રવ્ય તરફ લક્ષ જવું તે છે, વીતરાગતા થવી તે ક્રમબદ્ધનું તાત્પર્ય છે. ૧૩૭. ભાવ આસ્રવના પરિણામ નિશ્ચયથી જીવના છે. જીવ તેને ઉત્પન્ન કરે છે તેમ સિદ્ધ કર્યા પછી જ્યારે ચૈતન્યસ્વભાવનો સ્વાનુભવ કરે છે ત્યારે સ્વાનુભવમાં આગ્નવભાવ આવતો નથી, ભિન્ન રહી જાય છે તેથી તેને જીવના કહેવામાં આવતા નથી. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #266 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ર૬O: જ્ઞાનગોષ્ઠી પણ પુદ્ગલના લક્ષે થતાં હોવાથી તે ભાવને પુદ્ગલના પરિણામ કહેવામાં આવે છે, તેથી વર્ણાદિથી માંડી રાગાદિ અને ૧૪ ગુણસ્થાનના ભેદોને પુદગલ દ્રવ્યના પરિણામ કહ્યાં છે. ઉદયભાવ છે તે જીવતત્ત્વ છે તે વ્યવહારથી છે, પરમાર્થમાં ઉદયભાવ છે તે અજીવતત્ત્વ છે. ૧૩૮. વર્ણાદિ પુદ્ગલ જીવમાં નથી એ તો ઠીક, અને રાગાદિ વિકાર પણ જીવમાં નથી એ પણ ઠીક. પરંતુ સંયમ લબ્ધિસ્થાન અને ગુણસ્થાનના જે ભેદો પડે છે તે પણ જીવમાં નથી કેમ કે અનુભૂતિમાં ભેદ ભાસતો નથી તેથી તે ભેદો જીવમાં નથી પણ પુદ્ગલના પરિણામ છે તેમ કહ્યું છે. ૧૩૯. શુદ્ધ પર્યાય સહિતનું દ્રવ્ય આશ્રય કરવા લાયક છે' એમ જો કોઈ માને તો તે તદન વિપરીતતા છે; કારણ કે પર્યાય વિનાના એકલા દ્રવ્યસામાન્યનો જ આશ્રય કરવાથી શુદ્ધ પર્યાય ઉત્પન્ન થાય છે. એ રીતે દ્રવ્યસામાન્યનો આશ્રય કરવાનું પ્રયોજન સિદ્ધ થાય છે. પરંતુ પર્યાય સહિતના દ્રવ્યના આશ્રયનું પ્રયોજન શું?-પર્યાયમાંથી પર્યાય આવતી નથી, તેથી પર્યાય સહિતના દ્રવ્યનો આશ્રય કરવાથી શુદ્ધ પર્યાય ઉત્પન્ન શી રીતે થાય ?–આમ પ્રયોજન સિદ્ધ થતું ન હોવાથી તે નિષ્ફળ છે. ૧૪૦. શ્રી નિયમસાર ગાથા ૩૮ની ટીકામાં મુનિરાજ કહે છે કેઃ “અનાદિ-અનંત અમૂર્ત અતીન્દ્રિયસ્વભાવવાળો શુદ્ધ-સહજ-પરમપરિણામિકભાવ જેનો સ્વભાવ છેએવો કારણ પરમાત્મા તે ખરેખર “આત્મા” છે. અતિ-આસન્ન ભવ્યજીવોને એવા નિજ પરમાત્મા સિવાય કાંઈ ઉપાદેય નથી.” ૧૪૧. નિયમસારની ટીકામાં ત્રિકાળ નિરાવરણ પરમ પરિણામિકભાવસ્વરૂપ નિજ કારણપરમાત્મા, સ્વરૂપ પ્રત્યક્ષ સહુજજ્ઞાન, કારણ શુદ્ધપર્યાય આદિ ધ્રુવસ્વભાવનો જ આશ્રય કરવા યોગ્ય છે, તેના જ આશ્રયથી કાર્યરૂપ કેવળજ્ઞાન પ્રગટ થાય છે, તેથી નિશ્ચયરૂપ ધ્રુવસ્વભાવને ઉપાદેય કરવા કહ્યું અને તેના પ્રતિપક્ષી-વિરદ્ધભાવ વ્યવહાર પ્રતિક્રમણ, પચખાણ આદિ શુભભાવોને હેય બતાવી તેનો ઉપહાસ કર્યો, ઠેકડી-મશ્કરી કરીને ઉડાડેલ છે. ટીકાકાર મુનિરાજ કહે છે કે તે બધું મેં નથી કહ્યું, પરમાગમના અર્થ કરવાને અમે મંદબુદ્ધિ તે કોણ? ગણધરો અને શ્રતધરોના ધોરીયાનો આ બધો પ્રવાહ આગળથી ચાલ્યો આવે છે. ૧૪૨. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #267 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates મહાસાગરનાં મોતી: ર૬૧ સમયસાર ગાથા ૧૨ ના કળશ ૬ માં અન્ય દ્રવ્યથી આત્માને ભિન્ન શ્રદ્ધવો તેને નિશ્ચય સમ્યગ્દર્શન કહ્યું છે. અહીં પર્યાયથી ભિન્ન છે તેમ ન કહ્યું, કેમકે પર્યાય તો સ્વભાવ તરફ વળે છે, ઢળે છે, શ્રદ્ધા છે. તેથી માત્ર પરદ્રવ્યથી ભિન્ન કહ્યું છે. નવ તત્ત્વની શ્રદ્ધાને વ્યવહાર સમ્યગ્દર્શન કર્યું છે ને એકરૂપ આત્માની શ્રદ્ધાને નિશ્ચય સમ્યગ્દર્શન કહ્યું છે. વ્યવહારનય આત્માને અનેકરૂપ કહીને સમ્યગ્દર્શનને અનેક ભેદરૂપ કહે છે ત્યાં વ્યભિચાર આવે છે, નિયમ રહેતો નથી. ૧૪૩. જેને પર્યાયની હૈયાતીનો જ સ્વીકાર છે એને ત્રિકાળી સ્વભાવની હૈયાતીનો અસ્વીકાર થઈ જાય છે. અનાદિથી પર્યાયને જ સતરૂપે-હૈયાતીરૂપે દેખી હતી અને ભૂલી જા ! ને ત્રિકાળી સ્વભાવને ભૂલી ગયો હતો તેને જો ! સ્મરણ કર! પર્યાયની રુચિમાં આખો જ્ઞાયકભાવ છે એ દષ્ટિમાં આવતો નથી. જ્ઞાયકભાવની ચિ થતાં જ્ઞાનમાં સંવર નિર્જરા-મોક્ષ પર્યાયનું જ્ઞાન યથાર્થ થાય છે, પણ એ પર્યાયની ચિ થતી નથી. ૧૪૪. પ્રમાણ-નય-નિક્ષેપ આત્માને જાણવાના ઉપાયો છે, પણ આત્માનુભવની અપેક્ષાએ અભૂતાર્થ છે. જેમ નવતત્ત્વમાં એક આત્મા જ ભૂતાર્થ છે તેમ આત્માને જાણવાના ઉપાયરૂપ નય-નિક્ષેપ-પ્રમાણના ભેદો અભૂતાર્થ એટલે જૂઠા છે, આત્મા જ એક સાચો છે. આત્માને અન્ય દ્રવ્યોથી જાદો જાણવા માટે નય-નિક્ષેપ-પ્રમાણ હોય છે. પરંતુ અનુભવની અપેક્ષાએ એ અભૂતાર્થ અર્થાત જૂઠા છે. ૧૪૫. દર્શન-જ્ઞાન-ચારિત્ર; એમાં દર્શનને પહેલું કહેવામાં કારણ એ છે કે દર્શન એટલે શ્રદ્ધાની પૂર્ણતા પહેલાં થાય છે પછી જ્ઞાનની પૂર્ણતા તેરમાં ગુણસ્થાનના પહેલા સમયે થાય છે. અને ચારિત્રની પૂર્ણતા તેરમાં ગુણસ્થાનના છેલ્લા સમયે થાય છે. એથી પહેલાં દર્શન પછી જ્ઞાન અને પછી ચારિત્ર એમ આવે છે. ૧૪૬. બે નયોને પરસ્પર વિષયનો વિરોધ છે, તે વિરોધ સ્યાદ્વાદ એટલે કથંચિત વિવક્ષાથી મટે છે. જે સત્ છે તે અસત્ કેમ હોય? તો કહે છે કે સ્વથી સત્ છે તે પરથી અસત્ છે. જે નિત્ય હોય તે અનિત્ય કેમ હોય? તો કહે છે કે દ્રવ્યથી નિત્ય છે તે પર્યાયથી અનિત્ય છે. જે એક હોય તે અનેક કેમ હોય? તો કહે છે કે જે વસ્તુથી Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #268 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ર૬રઃ જ્ઞાનગોષ્ઠી એક છે તે ગુણ-પર્યાયોથી અનેકરૂપ છે. જે શુદ્ધ હોય તે અશુદ્ધ કેમ હોય? તો કહે છે કે દ્રવ્યથી શુદ્ધ છે અને પર્યાયથી અશુદ્ધ છે. આમ બે નયોના વિષયમાં પરસ્પર વિરુદ્ધપણું છે. તેને કથંચિત્ વિવક્ષાથી મટાડે એવું જિનશાસનમાં સ્યાદ્વાદનું સ્વરૂપ છે. ૧૪૬. પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો પક્ષ તો અનાદિનો છે જ. રાગી-દ્વષી તે જીવ. મનુષ્યાદિ ગતિવાળો તે જીવ-એમ ભેદરૂપ પક્ષ તો જીવને અનાદિનો છે જ અને તેનો ઉપદેશ પણ સર્વપ્રાણી માંહોમાંહે બહુ કરે છે. દયા-દાન-પૂજા કરો, વ્રત-તપ આદિ વ્યવહાર કરો, તેનાથી લાભ થશે. મનુષ્ય શરીર આદિ અનુકૂલ સાધનો હોય તો ધર્મનો લાભ થાય, શુભરાગ કરતાં કરતાં ધર્મ થાય-એમ વ્યવહારથી લાભ થવાનો ઉપદેશ પરસ્પર ઘણા જીવો કરે છે ને સાંભળનારા તેને હોંશથી હાહા કરે છે. વળી જિનવાણીમાં પણ વ્યવહારનો ઉપદેશ શુદ્ધનયને સહુચર, હસ્તાવલંબન, નિમિત્તરૂપ જાણી બહુ કર્યો છે પણ એ વ્યવહારનું ફળ સંસાર છે. સમકિતીને જ સાચો વ્યવહાર આવે છે, પણ તેનું ફળ સંસાર છે. દયા-દાન-પૂજા-ભક્તિ-વ્રત-તપ આદિના વિકલ્પો પર્યાયમાં આવે છે ખરા પણ તેને ગૌણ કરી વ્યવહાર કહી અભૂતાર્થ કહીને નિશ્ચયનયનો આશ્રય કરાવ્યો છે. ૧૪૮. ભગવાને કહેલાં વ્યવહારનું ફળ સંસાર કહ્યો છે ને તું એ વ્યવહારથી લાભ માનીશ તો મરી જઈશ. વર્તમાન સ્વછંદ સેવીને જો કાંઈપણ ભગવાનની આજ્ઞા બહાર જઈશ તો મરી જઈશ. માટે ભગવાનની આજ્ઞા માન ! આત્માના આશ્રયે જ ધર્મ થાય અને રાગના આશ્રયે ધર્મ ન થાય તે અનેકાન્ત છે. નિશ્ચયથી લાભ થાય અને વ્યવહારથી પણ લાભ થાય તે એકાન્ત મિથ્યાત્વ છે. મારું કાર્ય મારાથી જ થાય અને મારું કાર્ય પરથી ન થાય તે અનેકાન્ત છે. એવી ભગવાનની આજ્ઞાથી જો બહાર પગ મૂકીશ તો ડૂબી જઈશ. ૧૫). લીંડી પીપરમાં ચોસઠ પહોરી તીખાશ પ્રગટ બહારમાં આવે છે તે અંદર શક્તિમાં પડી છે. તેમાંથી આવે છે. લીંડીપીપરના પરમાણમાં અલ્પ તીખાશ હતી તેમાંથી અનંતગુણી તીખાશ બહાર આવે છે છતાં તે બંને વખતે રસગુણ તો એવો ને એવો જ રહ્યો છે. અહા ! શું છે આ? એનો વિચાર-મનન જોઈએ, પરમાણુ નાનકડો છે એમ ન જો ! પણ એક તત્ત્વ છે. તેના પેટમાં અનંતાનંત ગુણો છે, તેનું અનંતાનંત સામર્થ્ય છે એ જો! તે એક પ્રદેશી પરમાણુનો એક સત્તાગુણ અને અનંતપ્રદેશી આકાશનો એક સત્તાગુણ એ બંનેના પ્રદેશોમાં અનંતગુણો ફેર છે છતાં બંનેનો સત્તાગુણ સમાન Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #269 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates મહાસાગરનાં મોતી: ર૬૩ છે. બંનેના હોવાપણામાં શું ફેર છે? કાંઈ જ ફેર નથી. આવા પદાર્થોના આશ્ચર્યકારી સ્વભાવો છે, તેના મનનમાં જાય તો પોતાના સ્વભાવ તરફ ઢળી જાય ત્યારે ભગવાન જણાય અને પ્રતીતમાં આવે છે, ભાવભાસન થાય છે. મનનમાં બરાબર બેસી જાય ત્યારે અંદરમાં જાય ને સમ્યગ્દર્શન થાય. ૧૫૦. અંદરમાં જ્ઞાન ને આનંદની વજની ભીંત પડી છે, એની સન્મુખ તારી પર્યાયને જોડી દે! એ અપૂર્વ પુરુષાર્થ છે. એ ધ્રુવ તત્ત્વને સ્વીકારતાં તારી પર્યાય નિર્મળ થઈ જશે. એ જ અપૂર્વ જીવન છે. બહારનું આ બધું ધન-કુટુંબ-વૈભવ આદિ મળે તે કાંઈ અપૂર્વ જીવન નથી. બહારમાં ધન-વૈભવ કે માન-સન્માનમાં સર્વસ્વ મનાઈ ગયું છે તે પલટાવીને તારા ચૈતન્યસ્વભાવમાં સર્વસ્વ માનવાનું છે. એક જ્ઞાયક....શાયક..શાયકની રુચિ હોય તેને પુરુષાર્થ અંદર વળ્યા વિના રહે જ નહિ. અંદર ઊંડાણમાં અનંત અનંત ગુણ રત્નાકરનો સાગર છે ત્યાં પર્યાયને લઈ જતાં વસ્તુ પ્રાપ્ત થયા વિના રહે જ નહિ. અંદર જતાં આનંદની શેડ ફૂટશે-ફૂવારા છૂટશે માટે ભાઈ ! તું અંદર જા! ૧૫૧. આત્મામાં અનંતા ગુણો છે તે એક ગુણ ઉપર બીજો ગુણ રહે એમ થોકબંધ રહ્યાં નથી પણ એક એક ગુણમાં અનંત ગુણો વ્યાપક થઈને રહ્યાં છે, અસંખ્ય પ્રદેશમાં અનંત ગુણો એક સાથે વ્યાપક થઈને રહ્યાં છે. છતાં એક ગુણ બીજા ગુણરૂપે થતો નથી, ભિન્ન ભિન્ન સ્વરૂપે રહ્યાં છે. અરે! એક પરમાણુમાં પણ અનંત ગુણો છે, એકમાં અનંત વ્યાપક થઈને રહ્યાં છે. સ્પર્શ તે રસરૂપે ન થાય રસ તે ગંધરૂપે ન થાય દરેક ભિન્ન ભિન્ન સ્વરૂપે રહ્યાં છે. અહો ! આવા વસ્તુના આશ્ચર્યકારી સ્વભાવને દેખે તો એનો મોહ મરી જાય એવી વાત છે. ૧૫ર. આત્મા પરદ્રવ્યને કરતો તો નથી, પરદ્રવ્યને અડતો તો નથી, પણ પરદ્રવ્યને ખરેખર જાણતો પણ નથી. પોતાનો આત્મા જ ખરેખર જાણવા લાયક જ્ઞય છે ને પોતે જ જ્ઞાન ને જ્ઞાતા છે. સ્વ અસ્તિત્વમાં જ પોતાનું જ્ઞાતા શેય ને જ્ઞાન સમાય છે, પરને જાણે છે એ વ્યવહાર છે. નિમિત્ત-નૈમિત્તિક સંબંધનો વ્યવહાર બતાવ્યો છે. સેટિકાની ગાથામાં (સમયસાર ગાથા ૩૫૬-૩૬૫માં) પણ જ્ઞાન પોતાને જાણે છે તે નિશ્ચય ને જ્ઞાન પરને જાણે છે તે વ્યવહાર એમ કહ્યું છે. ૧૫૩. આત્મા ગમે તેવા સંયોગમાં પણ પોતાની શાંતિ પ્રગટ કરી શકે છે. પોતાની Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #270 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ર૬૪: જ્ઞાનગોષ્ઠી શાંતિને પ્રગટ કરવામાં જગતનો કોઈ બાહ્યપદાર્થ વિદન કરવા સમર્થ નથી. ગમે તેવા આકરા પ્રસંગો આવી પડે. દીકરો મરી જાય. દીકરી રડે, જંગલમાં એકલો પડી ગયો હોય ને કોલેરા આદિનો આકરો રોગ થઈ ગયો હોય, ક્ષુધા-તૃષાની આકરી વેદના હોય કે સિંહ વાઘ ફાડી ખાવા આવ્યો હોય કે ગમે તેવા આકરા પ્રસંગ આવી પડે તોપણ તે સંયોગનું લક્ષ છોડીને અંદરમાં આત્મા પોતાની શાંતિને પ્રગટ કરી શકવા સમર્થ છે. બાહ્યમાં રહેલી પ્રતિકૂળતા અંદરમાં આત્મશાંતિને રોકી શકતી નથી. શાસ્ત્રમાં તો કહે છે કે નરકની એક ક્ષણની પીડા એવી છે કે તેને કોટી જીભથી કોટી વર્ષ સુધી કહેવામાં આવે તો પણ એ પીડા કહી શકાય નહિ એવી આકરી નરકની પીડા છે. છતાં ત્યાં પણ એ સંયોગનું ને પીડાનું લક્ષ છોડી દે તો આત્મા પોતાની શાંતિને પ્રગટ કરી શકે છે. ભાઈ ! તારું તત્ત્વ હાજરાહજૂર છે. તેમાં લક્ષ કરીને પોતાની શાંતિ પ્રગટ કરી શકાય છે. ૧૫૪. આત્મા જ્ઞાયકભાવે ત્રિકાળ અખ્ખલિત રહ્યો છે. પુણ્ય-પાપ આદિ નવતત્ત્વોના ભેદરૂપ ભાવમાં આવ્યો જ નથી. સર્વાર્થસિદ્ધિનો દેવ થયો છતાં જ્ઞાયકભાવ તેમાં આવ્યો નથી અને સાતમી નરકનો નારકી થયો છતાં જ્ઞાયકભાવ તેમાં આવ્યો નથી. જ્ઞાયકભાવ તો સદા અસ્મલિતરૂપે જ રહ્યો છે. અરે! કેવળજ્ઞાન, કેવળદર્શન, અનંત આનંદ દશા પ્રગટી છતાં તેમાં જ્ઞાયકભાવ આવતો નથી. ધ્રુવજ્ઞાયકભાવ તો સદાકાળ અસ્મલિત જ રહ્યો છે. સદાકાળ અસ્મલિત શબ્દ ઉપર વજન છે. ચાર ગતિઓના દુઃખમાં પડ્યો હોવા છતાં આનંદસ્વરૂપથી જ્ઞાયકભાવ સદાકાળ અસ્મલિત રહ્યો છે. ભાઈ ! તને સંસારના દુઃખથી થાક લાગ્યો હોય ને તેનાથી છૂટવું હોય તો એક જ્ઞાયકભાવના અસ્મલિત સ્વભાવ સમીપ જા ! સર્વકાળે અસ્મલિત એક જીવસ્વભાવ છે જે કદી નવતત્ત્વના ભેદોમાં જતો નથી ને એકરૂપતા છોડતો નથી. એવા જ્ઞાયકભાવની સમીપ જઈને અનુભવ કરતાં એ નવ પર્યાયભેદો જૂઠા છે-અભૂતાર્થ છે ને જ્ઞાયકભાવ એક જ સાચો છે, ભૂતાર્થ છે. ૧૫૫. હે જીવ! અનંતકાળમાં તે શુદ્ધોપયોગ કર્યો નહિ તેથી તારી અશુદ્ધતા ટળી નહિ તું તારા જ્ઞાયકભાવમાં ઠરી જા તો ક્ષણમાત્રમાં તારા કર્મો ક્ષય થઈ જશે. ભલે તું એક છો પણ તારી શક્તિ અનંત છે. એક જ અનંત શક્તિવાળો બધાને પહોંચી વળવા બસ છે! તું ઊંધે છો તો બધા આવે છે. તું જાગૃત થા તો બધાં તેની મેળાએ ભાગી જશે. તારામાં જ્ઞાન, દર્શન, વીર્ય, પ્રભુત્વ, વિભુત્વ આદિ અનંતી શક્તિઓ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #271 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates મહાસાગરનાં મોતીઃ ૨૬૫ ભરી છે, એના સામર્થ્યને શુદ્ધોપયોગથી જો તો કર્મને અશુદ્ધતા ક્ષણમાં ટળી જાય એવા સામર્થ્યવાળો તું અનંત શક્તિ સંપન્ન છો. જેમ સિંહ જાગે ત્યાં બકરાંનાં ટોળા ભાગે તેમ તું જાગી જા તો કર્મ બધાં ભાગી જશે. ૧૫૬ * જેમ કોઈ સુંદર રાજમહેલ પામીને આનંદિત થાય છે અને તેમાંથી બહાર આવવું પડે તો ખેદ થાય છે. તેમ સુખધામ આત્માને પામેલા જ્ઞાનીને સુખધામમાંથી બહાર આવી જવાય તો દુ:ખ થાય છે. અંદર અતીન્દ્રિય આનંદના અનુભવમાંથી શુભરાગમાં આવી જતાં જ્ઞાનીને ખેદ થાય છે. અશુભરાગમાં પણ જ્ઞાની સમ્યગ્દષ્ટિ આવી જાય છે પણ જેમ માથે ધોકા પડતાં હોય તેમ અશુભરાગમાં આવતાં દુ:ખ લાગે છે. ૧૫૭. દરેક પર્યાય સત્ છે, સ્વતંત્ર છે, એને પરની અપેક્ષા નથી. રાગનો કર્તા તો આત્મા નહિ પણ રાગનું જ્ઞાન કહેવું એ વ્યવહાર છે અને જ્ઞાનપરિણામને આત્મા કરે એમ કહેવું એ પણ વ્યવહાર છે. ખરેખર તો તે સમયની જ્ઞાનપર્યાય ષટ્કારકથી સ્વતંત્ર થઈ છે. ૧૫૮. સમ્યગ્દષ્ટિ, જીવ અજીવ આસવ બંધ આદિના સ્વાંગોને જોનારા છે. રાગાદિ આસ્રવ બંધના પરિણામ આવે પણ સમ્યગ્દષ્ટિ તે સ્વાંગોના જાનારા જ્ઞાતા-દષ્ટા છે, તે સ્વાંગોના કર્તા નથી. સમ્યગ્દષ્ટિ એ સ્વાંગોને કર્મકૃત જાણી શાંતરસમાં જ મગ્ન રહે છે. શુભાશુભ ભાવો આવે છે પણ સમ્યગ્દષ્ટિ તેને કર્મકૃત સ્વાંગો જાણી તેમાં મગ્ન થતાં નથી. મિથ્યાદષ્ટિ જીવો જીવ અજીવનો ભેદ જાણતા નથી, તેથી તે કર્મકૃત સ્વાંગોને જ સાચા જાણીને તેમાં મગ્ન થઈ જાય છે. રાગાદિભાવો કર્મકૃત ભાવો હોવા છતાં તેને પોતાના ભાવો જાણી તેમાં લીન થઈ જાય છે તેવા અજ્ઞાની જીવોને ધર્મીજીવો આત્માનું યથાર્થ સ્વરૂપ બતાવી, તેનો ભ્રમ મટાડી, ભેદજ્ઞાન કરાવીને શાંતરસમાં લીન કરી સમ્યગ્દષ્ટિ બનાવે છે. ૧૫૯. * પ્રાપ્ય, વિકાર્ય ને નિર્વત્ય એવું વ્યાપ્યલક્ષણવાળુ પુદ્દગલદ્રવ્યના પરિણામસ્વરૂપ કર્મ એટલે કે ભક્તિ, પૂજા, દયા, દાન આદિના શુભ પરિણામો તેની આદિ-મધ્યઅંતમાં પુદ્દગલદ્રવ્ય પોતે અંતર્વ્યાપક થઈને પરિણમે છે, ગ્રહણ કરે છે ને ઊપજે છે. આહાહા ! રાગાદિ પરિણામમાં પુદ્દગલદ્રવ્ય પોતે અંતર્વ્યાપ થઈને રાગરૂપે પરિણમે છે, રાગને ગ્રહણ કરે છે, રાગરૂપે ઊપજે છે, જીવ એ રાગની આદિ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #272 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ર૬૬: જ્ઞાનગોષ્ઠી મધ્ય-અંતમાં અંતર વ્યાપક થઈને પરિણમતો નથી, ગ્રહણ કરતો નથી કે રાગરૂપે ઊપજતો નથી. કેમ કે જીવ તો એકલો જ્ઞાયકભાવ સ્વરૂપ છે. એ જ્ઞાયકભાવ દયાદાન-ભક્તિ આદિ રાગરૂપ એવા પુદ્ગલકર્મને કેમ કરે? ભક્તિ વિનય વૈયાવ્રત આદિના ભાવની આદિ-મધ્ય-અતમાં પુગલદ્રવ્ય વ્યાપક થઈને રાગન કરે છે. આહાહા! ત્રણલોકનો નાથ ચૈતન્યસ્વભાવ એ રાગાદિ પરિણામને કરતો નથી. જ્ઞાયક પ્રભુ એ રાગાદિ પરિણામમાં વ્યાપતો નથી. ચારિત્રમોહની નબળાઈથી પણ જીવ રાગાદિ ભાવને કરતો નથી,-એમ અહીં એકલા દ્રવ્યસ્વભાવને સિદ્ધ કરવો છે. અરે પ્રભુ! ક્યાં તારી મહાનતા ને ક્યાં વિભાવની તુચ્છતા ? તુચ્છ એવા વિભાવભાવ તારાથી કેમ થાય ? તું તો જાણનસ્વભાવી છો. તારાથી વિકાર કેમ થાય ? આહાહા ! દ્રવ્યદૃષ્ટિના સમયસારના કથનો અલૌકિક છે. ૧૬O. ભાઈ ! આ વીતરાગે કહેલાં તત્ત્વની વાતો બહુ ઝીણી ને અપૂર્વ છે. જે પુણ્ય-પાપના ભાવો છે, રાગ-દ્વેષ છે, દયા દાન ભક્તિ કામ ક્રોધાદિના ભાવો છે-એ બધા પુદ્ગલના પરિણામ છે. આહાહા ! પ્રભુ! તારી દશામાં થતાં દયા દાન કામ ક્રોધાદિના શુભાશુભ ભાવો તે તારા નહિ, પણ પુદ્ગલના પરિણામ છે. તું તો આનંદસ્વરૂપ શાતિનો સાગર છો. આત્મા જ્ઞાનાનંદ સ્વરૂપે છે તે દયા દાન કામ કોઈ રૂપે કેમ પરિણમે ? ભાઈ તારું ઘર તો જ્ઞાનાનંદ સ્વરૂપ છે, તેમાં ઠરવું એ તારી ચીજ છે. તું રાગદ્વેષ સુખ દુઃખ રૂપે કેમ પરિણમે ? એ તો પુદ્ગલ કર્મનો સ્વાદ છે, એ તારો સ્વાદ નથી. જેમ જળ અને અગ્નિની શીત-ઉષ્ણ પર્યાય છે તે પુદગલની છે, પુદ્ગલથી અભિન્ન છે ને તેનો અનુભવ-જ્ઞાન તે આત્માની પર્યાય છે. તેમ રાગ-દ્વેષ સુખ-દુઃખ પરિણામ થાય છે તે પુદ્ગલની પર્યાય છે. પુદ્ગલથી અભિન્ન છે ને તેનો અનુભવ-જ્ઞાન તે આત્માની પર્યાય છે. જેમ શીત-ઉષ્ણ અવસ્થારૂપે આત્માને પરિણમવું અશક્ય છે તેમ રાગ-દ્વેષ, સુખ-દુ:ખરૂપે આત્માને પરિણમવું અશક્ય છે. જેણે શુભ-અશુભની કલ્પનાથી ભિન્ન જ્ઞાનાનંદ સ્વરૂપ આત્માને અનુભવ્યો છે તે જ્ઞાનીને શુભાશુભરૂપે થવું અશક્ય છે. ભલે હજુ અધુરી દશામાં રાગ આવશે પણ તેનો જાણનાર રહે છે. આહાહા ! અહીં રાગાદિ પરિણામને આત્માથી ભિન્ન પુદ્ગલ પરિણામ કહે છે ને જગત એ શુભરાગથી ધર્મ થવાનું માને છે! વીતરાગ સર્વશે કહેલું તત્ત્વ જગતને કઠણ પડે એવું છે. આવી વાતો તો જેના ભાગ્ય હોય તેને સાંભળવા મળે છે. અબજો રૂપિયા મળે તેને અહીં ભાગ્યશાળી કહેતા નથી. અલૌકિક વાતો છે. ૧૬૧. ભગવાન સર્વજ્ઞના કેવળજ્ઞાનમાં ત્રણ કાળ ત્રણ લોકના પર્યાયો જણાય છે. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #273 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates મહાસાગરનાં મોતીઃ ૨૬૭ જેમ કેવળજ્ઞાનમાં ત્રણ કાળના પર્યાયો જણાય છે તેમ જ પદાર્થોમાં કમબદ્ધ પર્યાયો થાય છે, કેવળજ્ઞાનને જાણું માટે નહિ પણ પદાર્થોના પર્યાયો પોતાથી અકાળે તે જ રીતે થાય છે અને તેમ સર્વજ્ઞ જાણે છે. આહાહા ! પરદ્રવ્યને કરવાની તો વાત નથી પણ પોતાના અશુદ્ધ કે શુદ્ધ પર્યાયો સ્વકાળે ક્રમબદ્ધ જે થવાના તે જ થાય એટલે પોતામાં પણ પર્યાયને આડી-અવળી કરવાનું રહ્યું નહિ. માત્ર જેમ થાય છે તેમ જાણવાનું જ રહ્યું. જેમ સર્વજ્ઞ જ્ઞાતા છે તેમ ધર્મી પણ જ્ઞાતા થઈ ગયો. કમબદ્ધના નિર્ણયનું તાત્પર્ય અકર્તાપણારૂપ વીતરાગતા છે. એ વીતરાગતા અનંત પુરુષાર્થે દ્રવ્ય ઉપર દષ્ટિ જતાં થાય છે. આહાહા! આત્મા સર્વજ્ઞ સ્વભાવી છે. ૧૬ર. * ચારે અનુયોગનું તાત્પર્ય વીતરાગતા છે. વીતરાગ સ્વરૂપ આત્મા છે તેના આશ્રયથી વીતરાગતા પ્રગટે એ ધર્મ છે. કર્તા, કર્મ, કરણ આદિ છએ કારકો વીતરાગી ગુણ છે. પદ્ગારકથી સ્વતંત્ર પરિણમવું એવો આત્માનો ગુણ છે અને અનંતા ગુણોમાં તેનું રૂપ છે. વીતરાગપણે પરિણમવું એવો એનામાં ગુણ છે. રાગરૂપે થવું એવો એનામાં ગુણ નથી, અકર્તા થવું એ આત્માનો ગુણ છે. રાગનું ન કરવું, રાગને ન ભોગવવું એવા ગુણો આત્મામાં છે. આહાહા ! વસ્તુની આવી જ મર્યાદા છે. વસ્તુ એની મર્યાદામાં જ રહે છે. મર્યાદા બહાર વસ્તુ જતી નથી. બધા આત્મા વીતરાગ સ્વરૂપ છે. રાગ એ તો પુણ્ય-પાપ તત્ત્વમાં જાય છે. આત્મા તો એકલો વીતરાગ જ્ઞાયક સ્વરૂપ છે અને જ્ઞાન પ્રધાનથી કહો તો જ્ઞાનસ્વરૂપ છે, દર્શન પ્રધાનથી કહો તો દર્શનસ્વરૂપ છે, ચારિત્ર પ્રધાનથી કહો તો ચારિત્ર સ્વરૂપ છે, વીર્ય પ્રધાનથી કહો તો વીર્ય સ્વરૂપ છે, સ્વચ્છત્વ, વિભુત્વ, પ્રભુત્વ આદિ પ્રધાનથી કહો તો પ્રભુત્વ આદિ સ્વરૂપ જ છે. આહાહા ! આત્મા એકલો વીતરાગ સ્વભાવનો દરિયો છે. વીતરાગ કહો કે અકષાય સ્વભાવ કહો. સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય. સર્વજ્ઞ સ્વરૂપની દષ્ટિ થઈ એટલે પર્યાયમાં જિન થયો, અમૃતનો સાગર ઊછળ્યો. ૧૬૩. સર્વજ્ઞ પરમાત્મા એમ કહેતા હતા કે જગત આખું શેય છે ને તું એક જ્ઞાતા છો. આ વિશ્વ આખું એક મોટા સમુદાયરૂપ છે તે બધું ય છે ને તું એક જ્ઞાતા છો. જગતમાં અનંતા સિદ્ધો-સર્વજ્ઞો છે એ બધો સમુદાય જ્ઞય છે ને તું એક જ્ઞાતા છો. એ ભગવાન ને ગુરુ મારા ને હું તેનો શિષ્ય છું તેમ નથી પણ તે બધા જ્ઞય છે ને તું એક જ્ઞાતા છો. ઇન્દ્રિયો-વિષય સામગ્રીઓ આદિ બધું જોય છે ને તું જ્ઞાતા છો. એ પદાર્થો મારા છે એમ નથી પણ એ બધા શય છે. કામ ક્રોધ દયા દાન ભક્તિથી માંડીને વિશ્વ આખું શેયનો સમુદાય છે અને સ્વભાવના લક્ષ પરિણમતું Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #274 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૬૮: જ્ઞાનગોષ્ઠી ભાવશ્રુતજ્ઞાન તે જ્ઞાતા છે. કેવળજ્ઞાનમાં શેયો પ્રત્યક્ષ છે અને શ્રુતજ્ઞાનમાં શેયો પરોક્ષ છે. જેમ બળવા યોગ્ય પદાર્થોને બાળતો તે અગ્નિ છે તેમ જાણવા યોગ્ય વિશ્વના શેયાકારરૂપે પરિણમતો આત્મા તે જ્ઞાયક છે. ૧૬૪. * ઘટ-પટ આદિ પરદ્રવ્યના કાર્યનો વ્યાપ્ય-વ્યાપક ભાવે તો આત્મા કર્તા નથી પણ નિમિત્તપણે પણ કર્તા નથી. કેમ કે જો ઘટ-પટ આદિના કાર્યનો નિમિત્તપણે પણ કર્તા હોય તો જ્યારે જ્યારે ઘટ-પટ આદિના કાર્યો થાય ત્યારે આત્માને હાજર રહેવું પડે! નિત્ય-કર્તૃત્વનો પ્રસંગ આવે! તેથી આત્મા નિમિત્તપણે પણ કર્તા નથી. ઘટ પટાદિના કાર્યકાળે ફક્ત ઈચ્છા-વિકલ્પને નિમિત્તકર્તા કહેવાય પણ તે કોના ? કે જેને વિકલ્પમાં એકત્વબુદ્ધિ છે એવા અજ્ઞાનીની ઈચ્છા રૂપ યોગ ઉપયોગને નિમિત્તકર્તા કહેવાય છે. જ્ઞાની નબળાઈથી થતાં વિકલ્પનો કર્તા નથી પણ જ્ઞાતા છે. તેથી જ્ઞાની તો ઘટ-પટ આદિ કાર્યોનો નિમિત્તકર્તા પણ થતો નથી, પણ તે ઘટ-પટ આદિના કાર્યને પોતાના સ્વપર પ્રકાશક જ્ઞાનમાં નિમિત્ત બનાવે છે. આહાહા! જ્ઞાની ધર્માત્મા ગૃહસ્થાશ્રમમાં અનેક પ્રકારના દેહ-વાણી આદિના કાર્યમાં પ્રવર્તતો દેખાય છતાં એનો નિમિત્તપણે પણ કર્તા નથી જ્ઞાતા જ છે. ૧૬૫. * સાધક જીવને ભૂમિકા પ્રમાણે દેવ-શાસ્ત્ર-ગુરુનો મહિમા ભક્તિ શ્રુત ચિંતવન અણુવ્રત મહાવ્રત આદિના શુભ વિકલ્પો આવે છે, હોય છે, પણ તે જ્ઞાયક પરિણતિને બોજારૂપ છે. આહાહા! અરે! આવા શુભ વિકલ્પો પણ બોજારૂપ લાગે છે! જેમ રૂના પોલ ઉપર લોખંડનો ભાર મૂકે ને પોલ દબાય જાય તેમ જ્ઞાયક પરિણતિને શુભ વિકલ્પો પણ જ્યાં બોજારૂપ લાગે છે ત્યાં વેપાર-ધંધો-ધનાદિની રક્ષાના અશુભરાગના બોજાની તો વાત જ શું કરવી? પવિત્ર પરિણતિમાં શુભની અપવિત્ર પરિણતિ બોજારૂપ છે, ભારરૂપ છે, આકુલતા ને લેશરૂપ છે. આહાહા! આવું સ્પષ્ટ કથન દિગંબર સંતોનું છે. ભાઈ! તારે જો તારું પરિભ્રમણ ટાળવું હોય તો સમ્યક્ત્તાનની તીક્ષ્ણબુદ્ધિથી આનંદના સાગર સ્વભાવને પકડી લે! જો આનંદસ્વરૂપ દ્રવ્ય તારા હાથમાં આવી ગયું તો મુક્તિની પર્યાય સહેજે મળી જશે. ૧૬૬. * ભાઈ! તું એકવાર કુતૂહલ તો કર! ભગવાન તારા આટલા આટલા વખાણ કરે છે. એ છે કોણ? તું આનંદનો સાગર છો, ૫૨માનંદ સ્વરૂપ છો, અનંત અનંત ગુણોનું ગોદામ છો, અતીન્દ્રિય આનંદનો દરિયો છો, સિદ્ધસમાન શુદ્ધ છો, આટલા આટલા તારા વખાણ કરે છે એવો તું પરમાત્મસ્વરૂપ છો કોણ ? એનું એકવાર Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #275 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates મહાસાગરનાં મોતી: ર૬૯ કુતૂહલ કરીને જો તો ખરો ! ભાઈ ! મહા કષ્ટ, મરીને પણ તું કુતૂહલ કરીને જો ! આ શરીરાદિના પાડોશી થઈ આત્માનો અનુભવ કર, તો તારો આત્મા આનંદરૂપ વિલાસરૂપ દેખાશે ને પરદ્રવ્યનો મોહ તુરત છૂટી જશે. ૧૬૭. ક્રમબદ્ધ પર્યાયનો સાચો નિર્ણય જ્ઞાયક ઉપર દષ્ટિ જાય ત્યારે થાય છે. રાગ શેય છે એમ ક્યારે ભાસે?-કે રાગથી ભિન્ન જ્ઞાતા થયો તેને રાગ શેયપણે ભાસે છે. યોગ્યતા અનુસાર રાગ થાય તેનું ક્યારે સાચું જ્ઞાન થાય?-કે જ્ઞાતા એની દષ્ટિમાં આવે ત્યારે યોગ્યતાનું સાચું જ્ઞાન થાય. રાગ ઉપર દૃષ્ટિ પડી હોય અને ક્રમબદ્ધમાં રાગ હતો, યોગ્યતામાં રાગ હતો-એમ બોલે તે ન ચાલે! પર્યાય અંદરમાં વળીને દષ્ટિમાં દ્રવ્યને પકડે ત્યારે ક્રમબદ્ધ યોગ્યતા આદિનું સાચું જ્ઞાન થાય છે. ૧૬૮. દરેક પદાર્થની પર્યાય ક્રમબદ્ધ થાય છે એટલે પરદ્રવ્યની પર્યાયને ફેરવવાનું તો રહ્યું નહિ, પરદ્રવ્યની પર્યાયને તો ફેરવી શકતો જ નથી પણ પોતાની પર્યાય જે ક્રમસર થવાની તે જ થાય છે તેથી તેને પણ ફેરવવાનું રહ્યું નહિ. જે પર્યાય ક્રમસર થાય તેનો જાણનાર જ છે. આહાહા! આ વીતરાગતા છે. ભગવાન સર્વજ્ઞ દેખ્યા પ્રમાણે દરેક દ્રવ્યના ત્રણકાળના પર્યાયો જે કાળે જે થવાના તે જ થવાના છે. ભગવાને દેખ્યું છે માટે થવાના છે એમ નહિ પણ દરેક દ્રવ્યના પર્યાયો પોતાથી જ ક્રમબદ્ધ જે થવાના તે જ થાય છે તેને બીજો તો ફેરવી શકે નહિ પણ પોતે પણ પોતામાં થતા ક્રમસર પરિણામને ફેરવી શકે નહિ, માત્ર જાણી શકે. ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કરતા દષ્ટિ દ્રવ્ય ઉપર જાય છે ત્યારે ક્રમબદ્ધ પર્યાયનો સાચો નિર્ણય થાય છે. પર્યાયના ક્રમ સામું જોતાં ક્રમબદ્ધનો સાચો નિર્ણય થઈ શકે નહિ, જ્ઞાયક તરફ ઢળે છે, ત્યારે જ્ઞાયકનો સાચો નિર્ણય થાય છે. એ નિર્ણયમાં અનંતો પુરુષાર્થ આવે છે. જ્ઞાન સાથે આનંદનો સ્વાદ આવે ત્યારે તેને સમ્યગ્દર્શન થયું છે. સર્વજ્ઞ દેખ્યું છે તેમ થાય, પર્યાય ક્રમબદ્ધ થાય. એના નિર્ણયનું તાત્પર્ય જ્ઞાનસ્વભાવ ઉપર દૃષ્ટિ કરવી એ છે. આત્મા કર્તા નથી પણ જ્ઞાતા જ છે. ૧૬૯. જ્ઞાયકસ્વભાવ લક્ષમાં આવે ત્યારે ક્રમબદ્ધ પર્યાય યથાર્થ સમજમાં આવી શકે છે. જે જીવ પાત્ર થઈને પોતાના આત્મહિત માટે સમજવા માગે છે તેને આ વાત યથાર્થ સમજમાં આવી શકે છે. જેને જ્ઞાયકની શ્રદ્ધા નથી. સર્વજ્ઞની પ્રતીત નથી, અંદરમાં વૈરાગ્ય નથી અને કષાયની મંદતા પણ નથી એવો જીવ તો જ્ઞાયકસ્વભાવના નિર્ણયનો પુરુષાર્થ છોડીને ક્રમબદ્ધના નામે સ્વચ્છંદતાનું પોષણ કરે છે, Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #276 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૭: જ્ઞાનગોષ્ઠી એવા સ્વચ્છંદી જીવની અહીં વાત નથી. જે જીવ ક્રમબદ્ધ પર્યાયને યથાર્થરૂપથી સમજે છે તેને સ્વછંદતા થઈ શકે જ નહિ. ક્રમબદ્ધને યથાર્થ સમજે તે જીવ તો જ્ઞાયક થઈ જાય છે, તેને કર્તુત્વના ઉછાળા શમી જાય છે ને પરદ્રવ્યનો અને રાગનો અકર્તા થઈ જ્ઞાયકમાં એકાગ્ર થતો જાય છે. ૧૭૦. જેઓ કર્મનયના આલંબનમાં જ તત્પર છે, શુભક્રિયામાં જ મગ્ન છે, તેઓ જ્ઞાનસ્વરૂપ આત્માને જાણતા ન હોવાથી સંસારમાં ડૂબેલા છે અને જેઓ જ્ઞાનનયના પક્ષપાતી છે, એકલી જ્ઞાનની વાતો શુષ્કતાથી કરે છે અને સ્વસમ્મુખનો પુરુષાર્થ કરતા નથી તેઓ પણ સંસારમાં ડૂબેલા છે. જેઓ શુભ પરિણામના ભરોસે પડ્યા રહે છે પણ અંતરમાં ભગવાનનો ભરોસો કરતા નથી તેઓ સંસારમાં ડૂબે છે અને જેઓ શુભ પરિણામને તો છોડી દે છે પણ સ્વભાવનો અનુભવ કરતાં નથી ને અશુભમાં પડ્યા રહે છે તેઓ પણ સંસારમાં ડૂબે છે અને જેને હજુ સમ્યગ્દર્શન થયું નથી પણ જેઓ સ્વરૂપ સન્મુખ થવાનો પ્રયત્ન કરે છે તેઓ આ કર્મનય અને જ્ઞાનનયના એકાન્ત પક્ષપાતી નથી પણ સ્વરૂપ સન્મુખ થવાના પ્રયત્નશીલ છે અને જેઓ જ્ઞાનસ્વરૂપને સાક્ષાત્ અનુભવે છે. તેઓ વિશ્વની ઉપર તરે છે, તેઓ કર્મને કદી કરતા નથી અને ક્યારેય પ્રમાદને વશ પણ થતા નથી. અંતરના અનુભવના વલણમાંઉધમમાં પડ્યા છે તેઓ જ સંસારથી તરે છે. ૧૭૧. જેણે મોહરૂપી મિથ્યાત્વનો દારૂ પીધો છે તેઓ ભ્રમણાના રસના ભારથી શુભ અને અશુભ ભાવમાં ભેદ પાડે છે. શુભાશુભ ભાવ એકરૂપ બંધનું જ કારણ હોવા છતાં મિથ્યાત્વરૂપી ભ્રમણાના રસના ભારથી નાચે છે કે શુભભાવ તે સારો ને અશુભ તે ખરાબ, યાત્રા-ભક્તિ-પૂજા આદિ શુભભાવ તો સારા છે ને તે કરતાં કરતાં ધર્મ થશે અને વિષય કષાય વેપારના ભાવ ખરાબ છે-એમ શુભ ને અશુભ બંને બંધના જ કારણ હોવા છતાં મોહરૂપી ગાંડપણથી ભેદ પાડતો હતો. મિથ્યાત્વરૂપી દારૂ પીને શુભાશુભમાં ભેદ પાડીને અજ્ઞાની નાચતો હતો, શુદ્ધાત્માના અમૃત પીઈને જ્ઞાનજ્યોતિ પ્રગટ કરી મિથ્યાત્વરૂપી મોહને મૂળમાંથી ઊખેડી અજ્ઞાન અંધકારનો નાશ કરી, જ્ઞાનજ્યોતિ અત્યંત સામર્થ્યથી પ્રગટ કરે છે. જ્ઞાનજ્યોતિ આત્મા કદી શુભાશુભ રૂપે થયો જ નથી. ભલે ગમે એટલા શુભાશુભ ભાવ થયા પણ એ રૂપે શુદ્ધાત્મા કદી થયો જ નથી. એ શદ્ધાત્માના આશયથી જ્ઞાનજ્યોતિ પ્રગટ થતાં લીલામાત્રથી અજ્ઞાન અંધકારનો નાશ કરી નાખે છે. લીલા માત્રમાં-આનંદ કરતાં કરતાં રમત કરતાં કરતાં મોહનો નાશ કરે છે. ૧૭૨. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #277 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates મહાસાગરનાં મોતી:૨૭૧ દરેક દ્રવ્યના પરિણામ પોતાના ઉત્પાદ-વ્યય-ધ્રુવથી જ થાય છે. બીજા દ્રવ્યનું બિલકુલ કાર્ય નથી. ધજા સ્થિર હતી ને એકદમ હલવા માંડી તે પવન આવ્યો માટે હલવા માંડી એમ નથી. પાણી ઠંડુ હતું તેમાંથી એકદમ ગરમ થયું તે અગ્નિ આવી માટે ગરમ થયું છે એમ નથી, ચોખા કઠણ હતા અને તેમાંથી પોચા થયા તે પાણી આવ્યું માટે થયા છે એમ નથી. બાહ્યદષ્ટિથી જોનાર અજ્ઞાનીને નિમિત્ત દેખીને ભ્રમ પડે છે કે પાણી ઠંડું હતું ને ગરમ થયું તે નિમિત્ત આવ્યું માટે થયું છે પણ એમ નથી. ઘેર બેઠો હતો ત્યારે અશુભ પરિણામ હતા ને મંદિરે ભગવાનના દર્શન કરવા આવ્યો ત્યાં શુભ પરિણામ થયા, આમ એકદમ અશુભમાંથી શુભ પરિણામ થયા તે નિમિત્તથી થયા એમ છે જ નહિ પણ પોતાના ઉત્પાદ-વ્યય-ધ્રુવથી પોતાથી જ થયા છે. એક દ્રવ્યનું કાર્ય બીજું દ્રવ્ય બિલકુલ કરી શકતું નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડતું કે સ્પર્શ કરતું જ નથી તો એક ને બીજાં દ્રવ્ય કરે શું? આહાહા! આવી વસ્તુની સ્વતંત્રતા બેસી જાય તો એની દષ્ટિ બહારથી ખસીને અંદરમાં વળે. ૧૭૩. પાણી ઉષ્ણ થયું તે પૂર્વની ઠંડી પર્યાયના વ્યયથી થયું છે પણ અગ્નિથી ઉષ્ણ થયું નથી. માટીના પિંડનો વ્યય તે ઘડાની ઉત્પત્તિનું કારણ છે પણ કુંભારથી ઘડો થયો નથી. રોટલીની ઉત્પત્તિનું કારણ પૂર્વના પિંડનો વ્યય તે રોટલીની ઉત્પત્તિનું કારણ છે પણ જોડે રહેલ વેલણ, ચૂલો, અગ્નિ કે બાઈ કારણ નથી. ભગવાનના દર્શન થયા માટે શુભભાવ ઉત્પન્ન થયો તેમ નથી પણ પૂર્વની પર્યાયના અભાવથી શુભ ભાવનો ઉત્પાદ થયો છે. ભગવાનના નિમિત્તથી શુભનો ઉત્પાદ થયો નથી. સમ્યગ્દર્શન પર્યાયનો ઉત્પાદ તે પૂર્વની મિથ્યાત્વ પર્યાયના અભાવથી થયો છે પણ જોડે રહેલા દેવ-ગુરુના નિમિત્તથી થયો નથી. (સર્ગ) ઉત્પાદ (સંહાર) વ્યય વિના હોતો નથી અને ઉત્પાદ તથા વ્યય ધ્રુવ વિના હોતા નથી. સર્ગ ને સંહાર એટલે ઉત્પાદ ને વ્યય તે ધ્રુવને પ્રકાશે છે–પ્રસિદ્ધ કરે છે, આ જાણવાનું પ્રયોજન ધ્રુવ ઉપર દષ્ટિ કરવાની છે. ૧૭૪. નિયમસાર ગાથા ૩૮ માં આચાર્યભગવાન કહે છે કે જીવાદિ સાત તત્ત્વોનો સમૂહ છે તે પરદ્રવ્ય હોવાથી હેય છે, ઉપાદેય નથી. આહાહા! હજુ તો દયા-દાનવ્રતાદિના શુભરાગને હેય કહેતા લોકોને કઠણ પડે છે પણ અહીં તો શુદ્ધ પર્યાયને સંવર-નિર્જરા-મોક્ષની પર્યાયને પણ પરદ્રવ્ય કહીને હેય છે તેમ કહે છે. ગજબ ટીકા છે! આચાર્ય ભગવાન કહે છે કે મેં મારી ભાવના માટે આ શાસ્ત્ર રચ્યું છે. તેમાં કહે છે કે સાત તત્ત્વોનો સમૂહ પરદ્રવ્ય હોવાથી હેય છે. આ સાત તત્ત્વોનો સમૂહ તે Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #278 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates 272: જ્ઞાનગોષ્ઠી શુદ્ધ ભાવ નથી પણ તેની પાછળ પાતાળ કુવો જે ચૈતન્યભગવાન છે તે શુદ્ધ ભાવ છે. નિર્મળ પર્યાયને પણ અહીં શુદ્ધભાવ કહ્યો નથી પણ તેને પરદ્રવ્ય કહ્યું છે. કેમ કે જેમ પરદ્રવ્યના આશ્રયે નિર્મળ પર્યાય ઉત્પન્ન થતી નથી તેમ નિર્મળ પર્યાયના આશ્રયે પણ નવી નિર્મળ પર્યાય ઉત્પન્ન થતી નથી, તેથી નિર્મળ પર્યાયને પણ અહીં પરદ્રવ્ય કહ્યું છે. આહાહા ! પ્રભુ તારી મોટપ પાસે સિદ્ધ પર્યાયની પણ મોટપ નથી! એ બધી શુદ્ધ પર્યાયોને અહીં બહિર્તત્ત્વ કહે છે. અંત:તત્ત્વ તો એક આત્મા જ છે. ભગવાન સર્વજ્ઞદેવ એમ કહે છે કે અમે અને અમારા સંત સાધક અને શાસ્ત્ર એ બધા તારા માટે પરદ્રવ્ય છે. એ તો પરદ્રવ્ય છે જ પણ તેના લક્ષે થતો શુભરાગ એ પણ પરદ્રવ્ય છે. અરે! એ તો બધા પરદ્રવ્ય છે જ પણ સ્વના લક્ષે પ્રગટ થતાં સંવર-નિર્જરામોક્ષ એ પણ પર્યાય હોવાથી પરદ્રવ્ય છે. તેથી તે ઉપાદેય નથી. ઉપાદેય તો એક અંત:તત્ત્વરૂપ શુદ્ધાત્મા જ છે. 175. સંતો કહે છે કે ભાઈ ! તારી પર્યાયને જોવાની આંખને સર્વથા બંધ કરી દે! દેવ-ગુરુ પંચપરમેષ્ઠી આદિને જોવાનું તો બંધ કરી દે પણ ભાઈ ! તારી પર્યાયને જોવાની આંખને સર્વથા બંધ કરીને તારા દ્રવ્યને જોવાની આંખને ખુલ્લી કરીને જો ! ભાઈ ! આ તો પ્રવચનસાર એટલે સંતોના હૃદયના કાળજા છે. એ સંતો એમ કહે છે કે ભાઈ ! તારી પર્યાયને જોવાની આંખને સર્વથા બંધ કરી દે. નરકાદિ પર્યાયને જોવાની આંખ તો બંધ કરી દે પણ સિદ્ધ પર્યાયને જોવાનું બંધ કરી દે, તો તને દ્રવ્યભગવાનને જોવાના-દેખવાના ચક્ષુ ખુલી જશે. ભાઈ ! એકવાર જો તો ખરો! પ્રભુ! તું કોણ છો ! જ્યાં પર્યાયને જોવાની આંખ બંધ કરી ત્યાં દ્રવ્યને જોવાનું જ્ઞાન ઉઘડી ગયું. પર્યાયને જોવાની આંખ બંધ કરી ત્યાં દ્રવ્યને દેખવાની આંખ ઉઘડી ગઈ. હવે એ ભગવાન છાનો નહિ રહી શકે ! 176. જીવની મનુષ્યપર્યાય મટીને એકદમ દેવપર્યાય થઈ જાય છે, એથી એમ લાગે કે મનુષ્યમાંથી એકદમ દેવ થઈ જાય એ પરને લઈને થયો હશે? ના, એમ નથી. એ મનુષ્યપર્યાયનો વ્યય થઈને જીવદ્રવ્ય દેવપર્યાયે ઊપજે છે. આ સત્યના સંસ્કારવાળા ઘણા તો અહીંથી દેવમાં જ જવાના. આ તત્ત્વને જે હંમેશા સાંભળે છે એ બધા તો મરીને સ્વર્ગમાં જ જવાના. દેવપર્યાય પહેલાં ન હતી ને પછી થઈ, તે મનુષ્યપર્યાય અન્ય છે ને દેવપર્યાય અન્ય થઈ એમાં જીવદ્રવ્ય અન્ય અન્ય પર્યાયે ઊપજે છે. કર્મને -પરને લઈને તે પર્યાયો થતી નથી કે મનુષ્યપર્યાયને લઈને થઈ નથી પણ જીવદ્રવ્ય તેના કર્તા-કર્મ-કરણ વડ તે પયોય ઊપજે છે. 177. સમાપ્ત Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com