________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩ર: જ્ઞાનગોષ્ઠી જેટલો રાગ છે એટલું દુઃખ પણ છે. સમ્યગ્દષ્ટિને રાગ કે દુઃખ નથી એમ કહ્યું છે એ તો દૃષ્ટિની પ્રધાનતાથી કહ્યું છે પણ પર્યાયમાં જેટલો આનંદ છે તેને પણ જ્ઞાન જાણે છે અને જેટલો રાગ છે એટલું દુઃખ પણ સાધકને છે તેમ જાણે છે. પર્યાયમાં રાગ છે. દુ:ખ છે તેને જો જાણે નહિ તો ધારણાજ્ઞાનમાં પણ ભૂલ છે. સમ્યગ્દષ્ટિને દૃષ્ટિનું જોર બતાવવા આસ્રવ નથી તેમ કહ્યું છે પણ જો આસ્રવ સર્વથા ન હોય તો મુક્તિ હોવી જોઈએ! કર્તા-કર્મ અધિકારમાં સમ્યગ્દષ્ટિને રાગ થાય છે તેનો કર્તા પુદ્ગલ કર્મ છે, આત્મા કર્તા નથી તેમ કહ્યું છે અને પ્રવચનસારમાં જ્ઞાનીને રાગ થાય છે તેનો કર્તા આત્મા છે, રાગનો અધિષ્ઠાતા આત્મા છે તેમ કહ્યું, છતાં એકાંત માને કે જ્ઞાની રાગનો કે દુઃખનો કર્તા કે ભોક્તા નથી તે નવવિવક્ષાને સમજતો નહિ હોવાથી મિથ્યાદષ્ટિ છે.
એક પર્યાય જેટલો પોતાને માનવો એ પણ મિથ્યાત્વ છે તો રાગને પોતાનો માનવો, શરીરને પોતાનું માનવું, માતા-પિતા-પત્નિ-ધન-મકાનને પોતાના માનવા એ તો મોટું મિથ્યાત્વ છે. આહાહા ! એને બહું ફરવું પડશે ! અનેક પ્રકારના મિથ્યાત્વના લાકડા છોડશે ત્યારે આત્માની સન્મુખ જઈ શકાશે.
-આત્મધર્મ અંક ૪૧૦, ડિસેમ્બર ૧૯૭૭, પૃષ્ઠ ૨૪-૨૫
(૪૨૩) પ્રશ્ન-શુદ્ધ-અશુદ્ધ પર્યાયોનો પિંડ તે દ્રવ્ય કહ્યું છે ને?
ઉત્તર:- એ તો નિશ્ચયાભાસી જીવ પર્યાયને સર્વથા માનતો જ નથી તે અપેક્ષાથી તેને સમજાવવા શુદ્ધ-અશુદ્ધ પર્યાયોનો પિંડ તે દ્રવ્ય એમ કહ્યું છે, પણ તેથી દ્રવ્યમાં શુદ્ધ-અશુદ્ધ પર્યાયો વર્તમાનરૂપે પડી છે તેમ કહેવું નથી. દ્રવ્ય તો શક્તિરૂપ એકલું પારિણામિક ભાવે જ છે, પર્યાયને જે સર્વથા માનતો નથી તેને કહે છે કે ભાવીની પર્યાયો દ્રવ્યમાં શક્તિરૂપ છે ને ભૂતની પર્યાયો દ્રવ્યમાં યોગ્યતારૂપ છે. પર્યાયો સર્વથા નથી જ એમ નથી એટલું જાણવા માટે કહ્યું છે.
-આત્મધર્મ અંક ૩૮૭, જાન્યુઆરી ૧૯૭૬, પૃષ્ઠ ૨૫
(૪ર૪) પ્રશ્ન:- બે નયોને જાણવાનું કહ્યું છે ને ?
ઉત્તર- જાણવું એ તો જ્ઞાનનો સ્વભાવ છે. જાણવા માટે તો બધા નો કહ્યા છે, પણ ધર્મરૂપ પ્રયોજનની સિદ્ધિ માટે તો એકરૂપ ત્રિકાળી ધ્રુવ શુદ્ધ ચૈતન્યસામાન્ય દ્રવ્ય છે તે જ આશ્રય કરવા યોગ્ય છે. જાણવાના વિષયમાં આદરવાપણું માની લેતાં દષ્ટિની વિપરીતતા થાય છે.
-આત્મધર્મ અંક ૩૮૬, ડિસેમ્બર ૧૯૭૫, પૃષ્ઠ ૩ર.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com