________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય-ગુણ-પર્યાયઃ ૧૩૩
(૪૨૫).
પ્રશ્ન:- પર્યાયને નહિ માનવાથી તો એકાન્ત થઈ જાય છે ?
ઉત્તર:- “પર્યાય નથી જ' એમ નથી; શ્રદ્ધા કરે છે, જાણે છે, સ્થિરતા કરે છે એ પર્યાય જ છે, પણ પર્યાયનો આશ્રય કરવો તે વિપરીતતા છે. ચૈતન્યસામાન્યનો આશ્રય કરવા માટે પર્યાયને ગૌણ કરી નિષેધ કરવામાં આવે છે, પણ તેથી પર્યાય પર્યાયરૂપે સર્વથા છે જ નહીં-એમ નથી.
એકરૂપ ધ્રુવ સામાન્યદ્રવ્ય તે પરમ શુદ્ધ નિશ્ચયનયનો વિષય છે. તેમાં નિર્મળ પર્યાયને ભેળવીને દેખવું તે મેચકપણું હોવાથી અશુદ્ધનયનો વિષય છે, મલિનતા છે, સોપાધિક છે, સમ્યગ્દર્શનનો વિષય નથી.
एक देखिये जानिये रमि रहिये इक ठौर। समल विमल न विचारिये, यहै सिद्धि नहि और।।
એકરૂપ ધ્રુવ ચૈતન્ય એ જ એક સમ્યગ્દર્શનનો વિષય છે.
શરીરાદિ નોકર્મને તથા દ્રવ્યકર્મને બાહ્યતત્ત્વ કહેવું હોય ત્યારે રાગને સ્વતત્ત્વ કહેવાય; રાગને બાહ્યતત્વ કહેવું હોય ત્યારે નિર્મળ પર્યાયને સ્વતત્ત્વ કહેવાય; નિર્મળ પર્યાયને બાહ્યતત્વ કહેવું હોય ત્યારે ત્રિકાળી દ્રવ્યને સ્વતત્ત્વ કહેવાય; રાગને કે નિર્મળ પર્યાયને અપેક્ષાથી બાહ્યતત્ત્વ તેમ જ સ્વતન્ત બંને કહેવાય, પણ ત્રિકાળી ધ્રુવ દ્રવ્યને તો સર્વથા પ્રકારે સ્વતત્ત્વ જ કહેવાય અને તે એક જ દષ્ટિનો વિષય હોવાથી ઉપાદેય છે.
-આત્મધર્મ અંક ૩૮૭, જાન્યુઆરી ૧૯૭૬, પૃષ્ઠ ૨૪
(૪૨૬) પ્રશ્ન:- પર્યાય દ્રવ્યથી ભિન્ન કે અભિન્ન? કઈ રીતે ?
ઉત્તર:- દ્રવ્ય છે તે પર્યાયથી ભિન્ન છે કેમ કે ધ્રુવ છે તેમાં પર્યાય નથી ને પર્યાયમાં ધ્રુવ આવતો નથી એટલે ધ્રુવ પર્યાયને સ્પર્શતો નથી. પરંતુ ભિન્ન પાડવા માટે એમ કહેવાય કે દ્રવ્યની પર્યાય છે. પણ તેનો અર્થ એ નથી કે સામાન્ય દ્રવ્ય ને વિશેષ પર્યાય બે ધર્મો એકરૂપ થઈ જાય છે, બંને ધર્મો એકબીજાને સ્પર્શતા નથી.
–આત્મધર્મ અંક ૪૦૪, જૂન ૧૯૭૭, પૃષ્ઠ ૨૦
(૪૨૭) પ્રશ્ન- સમયસાર ગાથા ૧૧ માં પર્યાયને અભૂતાર્થ કહી, તો શું તે સર્વથા
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com