________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૪: જ્ઞાનગોષ્ઠી
છે જ નહિ? તથા ગાથા ૧૫ માં પર્યાયને મુખ્ય કહીને તેને જૈનશાસન કહ્યું; કૃપા કરી તેનું રહસ્ય સમજાવશો ?
ઉત્ત૨ઃ- સમયસાર ગાથા ૧૧ માં પર્યાયને ગૌણ કરીને અભૂતાર્થ કહી હતી, ત્યાં તો પર્યાયનો આશ્રય છોડાવવા પર્યાયને ગૌણ કરી અભૂતાર્થ કહી હતી. પણ પર્યાય સર્વથા નથી જ એમ નથી. અહીં ગાથા ૧૫ માં તો જેમાં અબદ્ધસ્વરૂપ આત્મા અનુભવમાં આવ્યો તે પર્યાય મુખ્ય જ છે, તે પર્યાય જૈનશાસન છે. આહાહા ! મારું જે દ્રવ્ય વિકાર વિનાનું વીતરાગી તત્ત્વ છે. એનું લક્ષ કરું છું ત્યાં પર્યાયમાં વીતરાગતા આવે છે. એ વેદનની પર્યાય મુખ્ય જ છે. દ્રવ્ય વેદનમાં આવતું નથી, પર્યાય વેદનમાં આવે છે. એ વેદનની પર્યાય માટે મુખ્ય છે. તેને તું ગૌણ કરી નાખ એ નહિ ચાલે નાથ! પૂર્ણાનંદનો નાથ જ્યાં જાણ્યો અને અનુભવમાં આવ્યો એને ગૌણ નહીં થાય હો ! એ તો તને દ્રવ્યનું લક્ષ-આશ્રય કરાવવા પર્યાયને ગૌણ કરી હતી પણ વેદન તો પર્યાયમાં મુખ્ય છે હો ! ભલે દ્રવ્યનો આશ્રય કરાવવા પરિણામને ગૌણ કર્યા પણ એ પરિણામ ક્યાં જતાં રહે? એ પરિણામ અસ્તિરૂપ વેદાય તે ક્યાં જાય ! આહાહા ! આ તો આત્મા પોકાર કરે છે કે વીતરાગસ્વરૂપ જે મારું દ્રવ્ય છે તેનું લક્ષ કરતાં મને વીતરાગતા વેદનમાં આવે છે એ વેદન મને મુખ્ય છે.
-આત્મધર્મ અંક જુલાઈ ૧૯૮૦, પૃષ્ઠ ૩૨
(૪૨૮)
પ્રશ્ન:- વસ્તુના દ્રવ્યસ્વભાવમાં અશુદ્ધતા નથી તો પર્યાયમાં અશુદ્ધતા ક્યાંથી આવે છે?
ઉત્ત૨:- વસ્તુ ‘ દ્રવ્ય ’ અને ‘ પર્યાય ’ એવા બે સ્વભાવવાળી છે. તેમાં દ્રવ્ય સ્વભાવમાં અશુદ્ધતા નથી, પણ પર્યાયનો સ્વભાવ શુદ્ધ અને અશુદ્ધ એવા બંને પ્રકારનો છે; એટલે પર્યાયની અશુદ્ધતા દ્રવ્યસ્વભાવમાંથી આવેલી નથી પણ તત્ક્ષણ પૂરતી પર્યાયનો તે ભાવ છે. પર્યાય બીજી ક્ષણે મટતાં તે અશુદ્ધતા પણ મટી જાય છે. પર્યાય દ્રવ્યાશ્રયે પરિણમતાં શુદ્ધ થાય છે, પરાશ્રયે પરિણમતાં અશુદ્ધ થાય છે. પણ તે અશુદ્ધતા નથી તો ૫૨માંથી આવી, કે નથી દ્રવ્યસ્વભાવમાંથી આવી.
-આત્મધર્મ અંક ૨૬૪, ઓકટોમ્બર ૧૯૬૫, પૃષ્ઠ ૩૧
(૪૨૯)
પ્રશ્ન:- પર્યાય પોતે ષટ્કારકથી સ્વતંત્ર પરિણમે છે અને પર્યાયને પર્યાયનું પોતાનું જ વેદન છે તો ધ્રુવનું શું પ્રયોજન છે?
ઉત્ત૨:- ધ્રુવ દ્રવ્ય એ તો મૂળ વસ્તુ છે, ધ્રુવનું લક્ષ કરે ત્યારે જ પર્યાયમાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com