SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્ય-ગુણ-પર્યાય : ૧૩૫ આનંદનું વેદન આવે છે. ધ્રુવના લક્ષે પર્યાયમાં આનંદનું વેદન આવતું હોવાથી ધ્રુવ તે મૂળ વસ્તુ છે. -આત્મધર્મ અંક ૪૩ર, ઓકટોમ્બર ૧૯૭૯, પૃષ્ઠ ૩૩ (૪૩૦) પ્રશ્ન- પર્યાયને બીજા દ્રવ્યનો તો સહારો નથી પણ પોતાના દ્રવ્યનો પણ સહારો નથી ? ઉત્તરઃ- પર્યાય પોતાના પકારકથી સ્વતંત્ર છે. -આત્મધર્મ અંક ૪૩૧, સપ્ટેમ્બર ૧૯૭૯, પૃષ્ઠ ૧૫ (૪૩૧), પ્રશ્ન- પર્યાય તો પામર છે ને? ઉત્તર- પર્યાય પામર નથી, પર્યાય આખા દ્રવ્યને કબૂલે તેને પામર કેમ કહેવાય ? પર્યાયમાં મહા સામર્થ્ય છે. આખા દ્રવ્યને અડ્યા વિના દ્રવ્યને કબૂલે છે. જ્ઞાનની એક પર્યાયમાં એટલી તાકાત છે કે છ દ્રવ્યોને જાણી લે છે. એની તાકાતની અલૌકિક વાતો છે. -આત્મધર્મ અંક ૪૩૧, સપ્ટેમ્બર ૧૯૭૯, પૃષ્ઠ ૧૫ (૪૩૨) પ્રશ્ન- દ્રવ્ય ને પર્યાય બેમાં જોર કોનું વધારે ? ઉત્તર:- દ્રવ્યનું જોર વધારે છે. પર્યાય તો એક સમય પુરતી જ છે અને દ્રવ્ય ત્રિકાળી સામર્થ્યનો પિંડ છે. -આત્મધર્મ અંક ૪૩૧, સપ્ટેમ્બર ૧૯૭૯, પૃષ્ઠ ૧૫ (૪૩૩) પ્રશ્ન- પર્યાય તે આખી વસ્તુ નથી, છતાં આખી વસ્તુને કઈ રીતે જાણી લે છે? ઉત્તર- એક મતિજ્ઞાનની પર્યાયમાં પણ તાકાત છે કે આખા આત્માને જાણી ત્યે; પર્યાય પોતે આખી વસ્તુ નથી એ ખરું પણ આખી વસ્તુને જાણવાની તાકાત તેનામાં છે. કેવળજ્ઞાન પર્યાય ભલે એક સમયની છે પણ સમસ્ત સ્વ-પરને તે જાણી લે છે એવી તેની બેહદ તાકાત છે. પર્યાય પોતે આખી વસ્તુ હોય તો જ આખી વસ્તુને તે જાણી શકે એવું કાંઈ નથી. જેમ આત્મા છ દ્રવ્યોરૂપ ન હોવા છતાં છે એ દ્રવ્યોને જાણી લ્ય એવી તેની તાકાત છે, તેમ એક પર્યાય તે આખી વસ્તુ ન હોવા છતાં આખી વસ્તુને જાણી લે એવી એની તાકાત છે. જાણવાનું કામ તો પર્યાયમાં થાય છે; કાંઈ દ્રવ્ય-ગુણમાં થતું નથી. -આત્મધર્મ અંક ર૬૧, જુલાઈ ૧૯૬૫, પૃષ્ઠ ૨૮ (૪૩૪) પ્રશ્ન- કેવળજ્ઞાન આદિ ક્ષાયિક ભાવને નિયમસારમાં પરદ્રવ્ય કહ્યું છે તો કેવળજ્ઞાન પરદ્રવ્ય છે? Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008237
Book TitleGyan Gosthi
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size964 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy