________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૬: જ્ઞાનગોષ્ઠી
ઉત્તર- કેવળજ્ઞાન આદિ ક્ષાયિક ભાવ છે તે તો નિજસ્વભાવભાવ છે પણ ત્યાં અપેક્ષાથી ક્ષાયિક ભાવને પરદ્રવ્ય કહ્યું છે. તેનું કારણ એ છે કે જેમ પરદ્રવ્યમાંથી પોતાની પર્યાય આવતી નથી તેમ ક્ષાયિકભાવરૂપ પર્યાયમાંથી પણ નવી પર્યાય આવતી નથી. પોતાના દ્રવ્યમાંથી શુદ્ધ પર્યાય આવે છે તેથી પર્યાય ઉપરનું લક્ષ છોડાવી દ્રવ્યસ્વભાવનું લક્ષ કરાવવાના પ્રયોજનથી કેવળજ્ઞાન આદિ ક્ષાયિકભાવને પણ પરદ્રવ્ય કહ્યું છે કેમકે પર્યાય ઉપર લક્ષ કરતાં વિકલ્પ ઉઠે છે ને નિર્વિકલ્પતા થતી નથી. તેથી પર્યાય ઉપરનું લક્ષ છોડાવવા તેને પરદ્રવ્ય કહ્યું છે. કેવળજ્ઞાન આદિ પર્યાય ક્ષણિક હોવાથી અભૂતાર્થ પણ કહેવાય છે ને ત્રિકાળી ધ્રુવ સ્વભાવ તે ભૂતાર્થ છે. કેવળજ્ઞાન આદિ પર્યાય હોવાથી તેને વ્યવહાર જીવ કહેવાય ને ત્રિકાળી સ્વભાવ તે નિશ્ચય જીવ છે ક્ષાયિક ભાવને અપેક્ષાથી પરદ્રવ્ય કહ્યું પણ તેથી પુદગલાદિ પરદ્રવ્યની જેમ કેવળજ્ઞાન આદિ ક્ષાયિક ભાવ તે અજીવ નથી, તે તો જીવનો ચૈતન્યભાવ છે. કેવળજ્ઞાન તે તો કાર્યપરમાત્મા છે. અપેક્ષા બરાબર સમજવી જોઈએ.
-આત્મધર્મ અંક ૪૧૭, જુલાઈ ૧૯૭૮, પૃષ્ઠ ૩૧-૩ર.
(૪૩૫) પ્રશ્ન- શું દરેક પર્યાય નિરપેક્ષ અને સ્વતંત્ર છે?
ઉત્તર:- દરેક પર્યાય સત્ છે, સ્વતંત્ર છે, તેને પરની અપેક્ષા જ નથી. રાગનો કર્તા તો આત્મા નથી પણ રાગનું જ્ઞાન કહેવું તે પણ વ્યવહાર છે અને તે જ્ઞાન પરિણામને આત્મા કરે છે એમ કહેવું તે પણ વ્યવહાર છે. ખરેખર તો તે સમયની જ્ઞાનપર્યાય પોતાના પારકથી સ્વતંત્ર થઈ છે.
-આત્મધર્મ અંક ૪૨૫, માર્ચ ૧૯૭૯, પૃષ્ઠ ૨૭
(૪૩૬) પ્રશ્ન- કૃપા કરીને થોડા વધારે વિસ્તારથી સમજાવો, અમે તો વિસ્તારસચિવાળા છીએ ?
ઉત્તર:- આત્મા કર્તા થઈને પર્યાયને કરે છે એમ કહેવાય પણ ખરેખર તો પર્યાય પોતે પકારકની ક્રિયારૂપે સ્વતંત્ર પરિણમે છે. ભૂતાર્થસ્વભાવનો આશ્રય કરવાનું આવે છે ત્યાં પર્યાય પોતે પકારકથી સ્વતંત્ર કર્તા થઈને આશ્રય કરે છેલક્ષ કરે છે. વીતરાગી પર્યાયનું સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની પર્યાયનું લક્ષ-આશ્રય ત્રિકાળી દ્રવ્ય છે પણ તે લક્ષ પર્યાય પોતે પકારકથી સ્વતંત્ર કર્તા થઈને કરે છેપરિણમે છે. પર્યાય અહેતુક સત્ છે ને! વિકારી પર્યાય પણ પરની અપેક્ષા વિના પકારકથી સ્વતંત્ર પરિણમે છે તેમ પંચાસ્તિકાય ગાથા ૬રમાં કહ્યું છે. આહાહા ! વિકારી કે અવિકારી પર્યાય પોતે પટકારકની ક્રિયાથી સ્વતંત્ર પરિણમે છે–ઉત્પન્ન
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com