________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય-ગુણ-પર્યાયઃ ૧૩૭ થાય છે. આહાહા ! સ્વતંત્રતાની આવી વાત બેસે એના કર્મના ભૂક્કા ઊડી જાય ! જેની યોગ્યતા હોય તેને બેસે. વીરલા જ આવી વાત સાંભળનારા હોય, આ સાંભળનારના ટોળા ન હોય.
-આત્મધર્મ અંક ૪૨૪, ફેબ્રુઆરી ૧૯૭૯, પૃષ્ઠ ૨૯-૩૦
(૪૩૭) પ્રશ્ન:- વિકારી પર્યાયને દ્રવ્યથી ભિન્ન અને શુદ્ધ પર્યાયને દ્રવ્યથી અભિન્ન કેમ કહેવાય છે?
ઉત્તર:- વિકારી પર્યાય પરદ્રવ્યની સન્મુખતા કરે છે તેથી વિકારને દ્રવ્યથી ભિન્ન કહ્યો અને શુદ્ધ પર્યાય સ્વદ્રવ્યની સન્મુખ થાય છે તેથી શુદ્ધ પર્યાયને દ્રવ્યથી અભિન્ન કહેવાય છે, પણ અભિન્નતાનો અર્થ એ છે કે દ્રવ્યનું જેટલું સામર્થ્ય છેશક્તિ છે એ જ્ઞાન પર્યાયમાં આવી જાય છે, પ્રતીતિમાં આવી જાય છે. તેથી શુદ્ધ પર્યાયને દ્રવ્યથી અભિન્ન કહી છે, પણ એનો અર્થ એ નથી કે અનિત્ય પર્યાય નિત્ય દ્રવ્યની સાથે એકમેક થઈ જાય છે. દ્રવ્ય-પર્યાય બન્નેનું સ્વરૂપ જ ભિન્ન હોવાથી બર્ન ભિન્ન છે. પર્યાય દ્રવ્યનો આશ્રય કરે છે-લક્ષ કરે છે તેથી પર્યાય શુદ્ધ થાય છે, પણ તેથી દ્રવ્ય-પર્યાય એક થઈ જાય છે તેમ નથી, બન્નેના સ્વરૂપ ભિન્ન હોવાથી પર્યાય દ્રવ્યરૂપ થતી નથી અને દ્રવ્ય પર્યાયરૂપ થતું નથી.
અશુદ્ધ પર્યાય (પર્યાયાર્થિકનયથી) દ્રવ્યથી અભિન્ન છે તેથી દ્રવ્ય પણ અશુદ્ધ છે તેમ કોઈ કહે તો તે વાત સાચી નથી. પર્યાય અશુદ્ધ હોવા છતાં ત્રિકાળીદ્રવ્ય કદી પણ અશુદ્ધ થતું જ નથી, વસ્તુ ત્રિકાળી દ્રવ્ય તો શુદ્ધ જ છે. વિકાર તો પરના લક્ષ થતો દ્રવ્યનો એકસમયની અવસ્થાનો ભેખ છે અને મોક્ષમાર્ગની પર્યાય પણ દ્રવ્યનો એકસમયની અવસ્થાનો ભેખ છે. અરે! સિદ્ધદશા એ પણ એક સમયની અવસ્થાનો ભેખ છે, ત્રિકાળી ધ્રુવ વસ્તુ નથી. જો ત્રિકાળી દ્રવ્યથી પર્યાય અભિન્ન જ હોય તો વિકારી અને અવિકારી પર્યાયનો અભાવ થતાં દ્રવ્યનો પણ અભાવ-નાશ થઈ જાય પણ દ્રવ્ય તો પર્યાયથી કથંચિત ભિન્ન હોવાથી ત્રિકાળ ટકનાર છે. સમયસાર-સંવર અધિકારમાં તો વિકારના પ્રદેશને પણ દ્રવ્યથી ભિન્ન ગણવામાં આવ્યા છે, ક્રોધાદિ કષાય અને જ્ઞાનના પ્રદેશ ભિન્ન કહ્યાં છે.
-આત્મધર્મ અંક ૪/૫, જુલાઈ ૧૯૭૭, પૃષ્ઠ ૨૪
(૪૩૮) પ્રશ્ન:- સુખાનુભવ તો પર્યાયમાં થાય છે, તો પછી આત્મદ્રવ્યનો મહિમા શા માટે ગવાય છે?
ઉત્તર- અનુભવની શોભા વાસ્તવમાં આત્મદ્રવ્યના કારણે જ છે. આત્મદ્રવ્ય
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com