________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૮: જ્ઞાનગોષ્ઠી કૂટસ્થ હોવાથી જો કે અનુભવમાં નથી આવતું તદાપિ અનુભવ તો પર્યાયનો જ થાય છે; તોપણ જ્યાં સુધી પર્યાય દ્રવ્યનો સ્વીકાર નથી કરતી ત્યાં સુધી અનુભવ થતો નથી. તેથી પર્યાય દ્રવ્યનો સ્વીકાર કરે તે જ તેની શોભા છે, અને તે આત્મદ્રવ્યના કારણે છે.
-હિન્દી આત્મધર્મ ઓકટોબર ૧૯૭૮, પૃષ્ઠ ૨૪
(૪૩૯) પ્રશ્ન- દુઃખનું વેદન એ તો પુદ્ગલની પર્યાય છે ને?
ઉત્તર- કોણે કહ્યું પુદ્ગલની પર્યાય છે? જીવની પર્યાય છે. દુ:ખનું વેદન જીવની પર્યાયમાં થાય; એ તો જીવમાંથી નીકળી જાય છે અને દુઃખ એ જીવનો સ્વભાવ નથી અને પુદ્ગલના લક્ષે રાગ-દુઃખ થાય છે તેથી દ્રવ્યદૃષ્ટિ કરાવવાના હેતુથી તેને પુદ્ગલની પર્યાય કહી છે, પણ દુઃખનું વેદન પુદ્ગલમાં થતું નથી, જીવની પર્યાયમાં દુ:ખનું વદન થાય છે. -આત્મધર્મ અંક ૪૧૦, ડિસેમ્બર ૧૯૭૭, પૃષ્ઠ ૨૭
(૪૪૦) પ્રશ્ન:- પર્યાય દ્રવ્યને તન્મય થઈને જાણે છે કે અતન્મય રહીને જાણે છે?
ઉત્તરઃ- પર્યાય અતન્મય રહીને દ્રવ્યને જાણે છે. પર્યાય દ્રવ્યમાં તન્મય થાય છે એ તો પર્યાય દ્રવ્યની સન્મુખ થાય છે તેને તન્મય થઈ તેમ કહેવાય છે. અજ્ઞાન દશામાં પર્યાય રાગ સન્મુખ હતી તેથી તે પર્યાયને રાગમાં તન્મય કહેવાતી હતી. તેમ દ્રવ્ય સન્મુખ પર્યાય થતા દ્રવ્યમાં તન્મય થઈ તેમ કહેવાય છે. પણ તન્મયનો અર્થ પર્યાય દ્રવ્યમાં ભળીને એકરૂપ થઈ જાય છે તેમ નથી, પર્યાય પર્યાયમાં રહીને દ્રવ્યને જાણે છે. પર્યાય પર્યાયથી છે ને દ્રવ્ય દ્રવ્યથી છે, બે ધર્મો છે તે જુદા છે. પરદ્રવ્યથી ભિન્નતા સિદ્ધ કરવી હોય ત્યારે એમ કહેવાય કે પર્યાયથી દ્રવ્ય જુદુ નથી, પણ જ્યારે વસ્તુના બે ધર્મો સિદ્ધ કરવા હોય ત્યારે તો પર્યાયથી દ્રવ્ય ભિન્ન છે તેમ સમજવું. જ્યારે જે અપેક્ષાથી કહેવાનો જે આશય હોય તેમ સમજવું જોઈએ.
-આત્મધર્મ અંક ૩૯૬, ઓકટોબર ૧૯૭૬, પૃષ્ઠ ૨૦
(૪૪૧) પ્રશ્ન- પર્યાયને પરદ્રવ્યની અપેક્ષા નથી એ તો ઠીક છે, પણ શું પર્યાયને સ્વદ્રવ્યની અપેક્ષા પણ નથી ?
ઉત્તર:- છએ દ્રવ્યની પર્યાય જે સમયે થવાની તે પર્યાયના પટ્ટારકની ક્રિયાથી સ્વતંત્ર તેના જન્મક્ષણે થાય છે. તેને અન્ય દ્રવ્યની અપેક્ષા જ નથી અને ખરેખર તો એ પર્યાયને પોતાના દ્રવ્યની પણ અપેક્ષા નથી. દરેક દ્રવ્યમાં પર્યાયનો જે જન્મક્ષણ છે તે જ જન્મક્ષણે ક્રમબદ્ધ પર્યાય થાય છે. આવી સ્વતંત્રતાની વાત જગતને બેસવી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com