________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય-ગુણ-પર્યાયઃ ૧૩૯ કઠણ છે.
-આત્મધર્મ અંક ૪૨૫, માર્ચ ૧૯૭૫, પૃષ્ઠ ૩૧
(૪૪૨) પ્રશ્ન- દ્રવ્યમાં પર્યાય નથી તો પછી પર્યાયને ગૌણ કરાવવામાં કેમ આવે છે?
ઉત્તરઃ- દ્રવ્યમાં પર્યાય નથી પણ વર્તમાન પ્રગટ પર્યાય છે તે પર્યાય પર્યાયમાં છે. સર્વથા પર્યાય નથી જ તેમ નથી. પર્યાય છે તેની ઉપેક્ષા કરીને, ગૌણ કરીને, નથી તેમ કહીને, પર્યાયનું લક્ષ છોડાવી દ્રવ્યનું લક્ષ ને દૃષ્ટિ કરાવવાનું પ્રયોજન છે. તેથી દ્રવ્યને મુખ્ય કરી ભૂતાર્થ છે તેની દષ્ટિ કરાવવી છે ને પર્યાયની ઉપેક્ષા કરી ગૌણ કરી પર્યાય નથી, અસત્યાર્થ છે તેમ કહી તેનું લક્ષ છોડાવ્યું છે. પણ પર્યાય સર્વથા જ ના હોય તો ગૌણ કરવાનું પણ ક્યાં રહે છે? દ્રવ્ય ને પર્યાય બે થઈને આખું દ્રવ્ય તે પ્રમાણજ્ઞાનનો વિષય છે.
-આત્મધર્મ અંક ૪૧૮, ઓગષ્ટ ૧૯૭૮, પૃષ્ઠ ૨૭
(૪૪૩) પ્રશ્ન:- શાસ્ત્રમાં કોઈ ઠેકાણે કથનમાં આવે છે કે પર્યાયનો ઉત્પાદક દ્રવ્ય છે અને એમ પણ કહેવામાં આવે છે કે પર્યાય સ્વયં સત્ છે તેને દ્રવ્યની અપેક્ષા નથી - તો તે કયા પ્રકારે છે તે સમજાવો?
ઉત્તર:- ખરેખર પર્યાય પર્યાયથી પોતાથી જ છે, તેને પરની તો અપેક્ષા નથી પણ તેના પોતાના દ્રવ્યની પણ અપેક્ષા નથી. જ્યારે પર્યાયની ઉત્પત્તિ સિદ્ધ કરવી હોય ત્યારે દ્રવ્યથી પર્યાય ઉત્પન્ન થઈ તેમ કહેવાય, પણ જ્યારે પર્યાય છે તેની અસ્તિ સિદ્ધ કરવી હોય ત્યારે પર્યાય છે તે પોતાથી સરૂપ છે, છે, છે ને છે, તેને દ્રવ્યની પણ અપેક્ષા નથી. જ્યારે જ્યાં જે અપેક્ષા સિદ્ધ કરવી હોય ત્યાં તે અર્થ લેવાય.
-આત્મધર્મ અંક ૪૨૭, મે ૧૯૭૯, પૃષ્ઠ ૨૬
(૪૪૪) પ્રશ્ન- પર્યાય દ્રવ્યથી ભિન્ન છે તો અનુભૂતિ તે જ આત્મા છે તેમ કહ્યું છે ને?
ઉત્તર- અનુભૂતિની પર્યાયમાં આત્મદ્રવ્યનું જ્ઞાન આવી જાય છે, દ્રવ્યનું સામર્થ્ય પર્યાયમાં આવી જાય છે, જેટલું દ્રવ્યનું સામર્થ્ય છે તે પર્યાયમાં જાણવામાં આવી જાય છે તે અપેક્ષાએ અનુભૂતિની પર્યાય તે જ આત્મા એમ કહ્યું છે. જો ધ્રુવ દ્રવ્ય ક્ષણિક પર્યાયમાં આવી જાય તો દ્રવ્યનો નાશ થઈ જાય તેથી દ્રવ્ય પર્યાયમાં આવતું નથી પણ દ્રવ્યનું જ્ઞાન પર્યાયમાં આવી જાય છે. તેથી અનુભૂતિને આત્મા કહ્યો છે.
-આત્મધર્મ અંક ૪૪૧, જુલાઈ ૧૯૮૦, પૃષ્ઠ ૩૧
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com