________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૦: જ્ઞાનગોષ્ઠી
(૪૪૫)
પ્રશ્ન:- ઉત્પાદ-વ્યય-ધ્રુવ એ ત્રણ અંશ છે એ પર્યાયના ભેદ છે તેમ પ્રવચનસારમાં કહ્યું છે. તેમાં ધ્રુવ અંશ કહ્યો તે અને ત્રિકાળી ધ્રુવમાં શો ફેર છે?
ઉત્ત૨:- ધ્રુવ અંશ અને ત્રિકાળી ધ્રુવ તે બન્ને એક જ છે પણ ભેદની અપેક્ષાએ ત્રિકાળી ધ્રુવને અંશ કહ્યો છે, પણ છે તો તે અંશ ત્રિકાળી ધ્રુવ જ. -આત્મધર્મ અંક ૪૦૧, માર્ચ ૧૯૭૭, પૃષ્ઠ ૨૦
(૪૪૬)
પ્રશ્ન:- પર્યાયના ષટ્કારક સ્વતંત્ર છે, પર્યાય દ્રવ્યને સ્પર્શતી નથી છતાં એ પર્યાયને દ્રવ્ય સન્મુખ થવાનું?
ઉત્તર:- પર્યાયના ષટ્કારક સ્વતંત્ર છે. પર્યાય દ્રવ્યને સ્પર્શતી નથી છતાં એ પર્યાયની સ્વતંત્રતાને દેખનારનું લક્ષ દ્રવ્ય ઉપર જ હોય છે.
-આત્મધર્મ અંક ૪૦૧, માર્ચ ૧૯૭૭, પૃષ્ઠ ૧૯
માટે ?
(૪૪૭)
પ્રશ્ન:- પર્યાય સ્વતંત્ર જ છે તો પછી તેનું લક્ષ દ્રવ્ય ઉપર જ હોય એમ શા
ઉત્ત૨:- પર્યાયની સ્વતંત્રતા દેખનારનું લક્ષ દ્રવ્ય ઉ૫૨ જાય ત્યારે જ તેને સ્વતંત્રતા યથાર્થ બેસી શકે છે. ૫૨ તરફના લક્ષવાળાને સ્વતંત્રતા બેસે જ નહિ, અને પર્યાયની સ્વતંત્રતાના નિર્ણયનું પ્રયોજન પણ દ્રવ્ય સન્મુખ થવાથી જ સિદ્ધ થાય છે. દ્રવ્યસન્મુખ થવાના પ્રયોજનથી જ પર્યાયની સ્વતંત્રતા દેખાય છે.
-આત્મધર્મ અંક ૪૦૧, માર્ચ ૧૯૭૭, પૃષ્ઠ ૧૯
(૪૪૮)
પ્રશ્ન:- વ્યય થતી પર્યાયના સંસ્કાર ઉત્પાદ પર્યાયમાં આવે છે?
ઉત્ત૨:- પર્યાયનો વ્યય થઈને ધ્રુવમાં ભળે છે. વ્યય પર્યાય ઉત્પાદમાં સંસ્કાર મૂકતી નથી. પૂર્વના સંસ્કાર નવી પર્યાયમાં મૂકે છે એ બૌધનો મત છે. તે ખોટી વાત છે. ઉત્પાદ પર્યાયને વ્યયની અપેક્ષા નથી, સ્વતંત્ર છે.
-આત્મધર્મ અંક ૪૫૦, એપ્રિલ ૧૯૮૧, પૃષ્ઠ ૨૭
(૪૪૯)
પ્રશ્ન:- તો પછી નવી પર્યાયમાં પૂર્વનું સ્મરણ આવે છે તે ક્યાંથી આવે છે? ઉત્ત૨:- ઉત્પાદ પર્યાયમાં સ્મરણ આવે છે તે ઉત્પાદના સામર્થ્યથી આવે છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com