________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય-ગુણ-પર્યાયઃ ૧૪૧ વ્યય પર્યાયમાં જે જ્ઞાન છે એથી પણ વિશેષ જ્ઞાન ઉત્પાદ પર્યાયમાં આવે, પણ તે ઉત્પાદ પર્યાયના સામર્થ્યથી આવે છે.
જેમ રોટલીના લોટને કેળવે છે તેમ એણે આત્માને જ્ઞાનથી કેળવવો જોઈએ. એને ભાવ-ભાસન થવું જોઈએ. ભગવાન કહે છે માટે નહિ પણ એને પોતાથી ભાવ ભાસવો જોઈએ કે હું આવો મહિમાવંત ચૈતન્ય પદાર્થ છું. એની સન્મુખ થવાથી જ સંસારના દુઃખથી છુટકારો થાશે એમ ભાસવું જોઈએ.
-આત્મધર્મ અંક ૪૫૦, એપ્રિલ ૧૯૮૧, પૃષ્ઠ ૨૭ (૪૫૦)
પ્રશ્ન:- જ્ઞાયક આત્માને એકલી જ્ઞાનગુણની પર્યાય અવલંબે છે કે અનંત ગુણોની પર્યાય અવલંબે છે?
ઉત્ત૨ઃ- જ્ઞાયક આત્માને અનંતા ગુણોની પર્યાય અવલંબે છે. જ્ઞાનથી તો વાત કરી છે પણ બધા ગુણોની પર્યાય જ્ઞાયકને અવલંબે છે.
-આત્મધર્મ અંક ૪૪૫, નવેમ્બર ૧૯૮૦, પૃષ્ઠ ૩૨ (૪૫૧)
પ્રશ્ન:- નિજ દ્રવ્યની અપેક્ષા વિના પર્યાય થાય એટલે શું?
ઉત્ત૨:- ધ્રુવ દ્રવ્ય તો ત્રિકાળ એકરૂપ છે ને પર્યાય ભિન્ન-ભિન્નરૂપે થાય તે
પર્યાય પોતાની યોગ્યતાનુસાર સ્વકાળે સ્વતંત્ર થાય છે.
-આત્મધર્મ અંક ૩૯૯, જાન્યુઆરી ૧૯૭૭, પૃષ્ઠ ૧૪
(૪૫૨ )
પ્રશ્ન:- ધ્રુવદ્રવ્યની અપેક્ષા લઈએ તો શું વાંધો છે?
ઉત્ત૨:- ધ્રુવદ્રવ્યની અપેક્ષા લેવાથી વ્યવહાર થઈ જાય છે. પર્યાય પર્યાયના સ્વકાળથી થાય છે એ પર્યાયનો નિશ્ચય છે.
-આત્મધર્મ અંક ૩૯૧, જાન્યુઆરી ૧૯૭૬, પૃષ્ઠ ૧૪
(૪૫૩)
પ્રશ્ન:- પર્યાય વ્યય થઈને દ્રવ્યમાં સમાઈ જાય છે તો અનંતી અશુદ્ધ પર્યાય દ્રવ્યમાં સમાઈ જવાથી દ્રવ્ય હાનિ ન પામે ?
ઉત્ત૨:- અશુદ્ધતા તો પ્રગટ પર્યાયમાં નિમિત્તના લક્ષે હોય છે. પર્યાય વ્યય થઈને દ્રવ્યમાં સમાઈ જતાં પર્યાય પર્યાયરૂપે રહેતી નથી પણ પારિણામિકભાવરૂપે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com