________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૨: જ્ઞાનગોષ્ઠી
થઈ જાય છે. દ્રવ્યમાં વિકાર પડયો નથી માટે દ્રવ્યમાં કદી પણ હાનિ થતી નથી.
-આત્મધર્મ અંક ૩૯૮, ડિસેમ્બર ૧૯૭૬, પૃષ્ઠ ૧૫
(૪૫૪)
પ્રશ્ન:- પર્યાય દ્રવ્યને અડતી નથી તો આનંદ કેવી રીતે આવે ?
ઉત્ત૨:- પર્યાય દ્રવ્યને અડતી ન હોવા છતાં પૂરા દ્રવ્યનું જ્ઞાન પર્યાયમાં આવી જાય છે, તોપણ દ્રવ્ય પર્યાયમાં આવતું નથી. ધર્મી અને ધર્મ બે વસ્તુ છે, પર્યાય વ્યક્ત છે ને ધ્રુવવસ્તુ અવ્યક્ત છે, બે એક દ્રવ્યના ધર્મ હોવા છતાં વ્યક્ત અવ્યક્તને અડતું નથી, પરંતુ પર્યાયનું લક્ષ દ્રવ્ય સન્મુખ છે તેથી પર્યાય આનંદરૂપ પરિણમે છે.
-આત્મધર્મ અંક ૪૦૯, નવેમ્બર ૧૯૭૭, પૃષ્ઠ ૧૩
(૪૫૫)
પ્રશ્નઃ- દર્શનઉપયોગમાં શુભ અને અશુભ એવા ભેદ પડે?
ઉત્તર:- ના; શુભ અને અશુભ એવા ભેદ દર્શનઉપયોગમાં કે જ્ઞાનઉપયોગમાં નથી, એ તો ચારિત્રના આચરણરૂપ ઉપયોગના ભેદ છે. ચારિત્રના આચરણમાં શુભ, અશુભ ને શુદ્ધ એવા ત્રણ પ્રકાર છે, તેને શુભ-અશુભ કે શુદ્ધ ઉપયોગ કહેવાય છે.
-આત્મધર્મ અંક ૨૬૧, જુલાઈ ૧૯૬૫, પૃષ્ઠ ૨૯
(૪૫૬)
પ્રશ્ન:- ગુણ વિનાની કોઈ પર્યાય હોય?
ઉત્તર:- હા, ભવ્યતા તે પર્યાય છે પણ તેને કોઈ ગુણ ન હોય, છતાં તે પર્યાય હોય ને સિદ્ધ દશા થતાં તે પર્યાય હોતી નથી.-આત્મધર્મ અંક ૪૦૪, જુન ૧૯૭૭, પૃષ્ઠ ૨૨
(૪૫૭)
પ્રશ્ન:- પર્યાય તે સમયની સત્ છે, નિશ્ચિત છે, ધ્રુવ છે તેમ કહેવાનું શું પ્રયોજન છે?
ઉત્ત૨:- પર્યાય ઉ૫૨થી લક્ષ છોડી ધ્રુવ દ્રવ્ય તરફ ઢળવાનું પ્રયોજન છે. પર્યાય તે સમયની સત્ છે, નિશ્ચિત છે, ધ્રુવ છે, તેમ બતાવીને તેના ઉપરનું લક્ષ છોડાવી ધ્રુવ દ્રવ્ય ઉપ૨ લક્ષ કરાવવાનું પ્રયોજન છે. પર્યાય નિશ્ચિત છે, ધ્રુવ છે એટલે પર્યાય તે સમયની સત્ હોવાથી આઘી પાછી થઈ શકે તેમ નથી એમ જાણે તો દષ્ટિ દ્રવ્ય ઉપર જાય, દ્રવ્ય ઉપર લક્ષ જાય ત્યારે વીતરાગતા થાય. વીતરાગતા એ તાત્પર્ય છે. અરે!
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com