________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય-ગુણ-પર્યાયઃ ૧૩૧
(૪૧૯) પ્રશ્ન- દ્રવ્ય-પર્યાયને જાદા સિદ્ધ કરવાનું શું પ્રયોજન છે?
ઉત્તર:- ત્રિકાળી દ્રવ્ય અને પ્રગટ પર્યાય એ બન્ને ભિન્ન ભિન્ન ધર્મો અતિરૂપ છે તે બન્ને ધર્મોનું પરસ્પર ભિન્ન અસ્તિપણે સિદ્ધ કરવાનું પ્રયોજન છે.
-આત્મધર્મ અંક ૪૦૧, માર્ચ ૧૯૭૭, પૃષ્ઠ ૨૯
(૪૨૦) પ્રશ્ન- જ્ઞાનગુણમાં જેટલા અવિભાગ-પ્રતિચ્છેદ છે એટલા અવિભાગ-પ્રતિચ્છેદ બધા ગુણોમાં છે?
ઉત્તર:- હા, જેટલા અવિભાગ-પ્રતિષ્ણદ એક જ્ઞાનગુણમાં છે તેટલા જ અવિભાગ પ્રતિચ્છેદ શ્રદ્ધા-ચારિત્ર-વીર્ય આદિ બધા ગુણોમાં છે. જેનો ભાગ કરતાં બીજો ભાગ થઈ શકે નહિ એવા અવિભાગ-પ્રતિચ્છેદ એક ગુણમાં અનંત છે, એ અનંત અવિભાગ પ્રતિચ્છેદ કેવળજ્ઞાન થતાં પૂરા પ્રગટ થવા છતાં જ્ઞાનગુણમાંથી તે ઘટતાં નથી, એવો જ સ્વભાવ છે. આ બહુ ઝીણી વાત છે. જ્ઞાન સિવાય બીજા ગુણો જાણતાં નથી એથી બીજા ગુણોના અવિભાગ-પ્રતિચ્છેદ ઓછા છે એમ નથી.
-આત્મધર્મ અંક ૪૧૦, ડિસેમ્બર ૧૯૭૭, પૃષ્ઠ ૨૭ (૪૨૧)
પ્રશ્ન- પરિણામી નિશ્ચયથી પોતાના પરિણામનો કર્તા છે અને વળી પૂર્વ પર્યાયનો વ્યય કર્તા છે તે કઈ રીતે?
ઉત્તર- ખરેખર તો ઉત્પાદન પર્યાયનો કર્તા ઉત્પાદ જ છે પણ અભેદ ગણીને ઉપચારથી પરિણામીને કર્તા કહેવાય. પરંતુ દ્રવ્ય તો પરિણમતું જ નથી, દ્રવ્ય તો નિષ્ક્રિય છે, પલ્ટ છે તે પર્યાય છે. વ્યયને ઉત્પાદનો કર્તા કહેવું તે પણ વ્યવહાર છે. પકારકના પરિણામ ધ્રુવ અને વ્યયની અપેક્ષા વિના સ્વયંસિદ્ધ ઉત્પાદ થાય છે.
-આત્મધર્મ અંક ૪૦૪, જૂન ૧૯૭૭, પૃષ્ઠ ૨૨
(૪૨૨) પ્રશ્ન- શાસ્ત્રમાં પર્યાયને અભૂતાર્થ કેમ કહી છે? શું તેની સત્તા નથી?
ઉત્તર:- ત્રિકાળી સ્વભાવને મુખ્ય કરીને ભૂતાર્થ કહ્યો અને પર્યાયને અભૂતાર્થ કહી એટલે કે પર્યાય નથી એમ કહ્યું ત્યાં પર્યાયને ગૌણ કરીને નથી એમ કહ્યું છે, એથી પર્યાય સર્વથા નથી જ એમ નથી. તેમ સમ્યગ્દષ્ટિને રાગ નથી, દુઃખ નથી તેમ કહ્યું છે એથી પર્યાયમાં રાગ કે દુ:ખ સર્વથા નથી જ એમ નથી. પર્યાયમાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com