________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮O: જ્ઞાનગોષ્ઠી
(૨૫૩) પ્રશ્ન- દર્શનપાહુડ ગાથા ૨૧માં કહ્યું છે કે હે જીવ! તું સમ્યગ્દર્શનને અંતરંગભાવથી ધારણ કર. અહીં બતાવેલ અંતરંગભાવ તથા બહિરંગભાવનો પણ અર્થ સ્પષ્ટ કરશો?
ઉત્તર:- અંતરસ્વભાવના આશ્રયે પરિણતિ પ્રગટ કરવી તે અંતરંગભાવ છે, એવી પરિણતિ અંશે પ્રગટ કરવી તે સમ્યગ્દર્શન છે. નવતત્ત્વની શ્રદ્ધા વગેરે રાગભાવ છે, તે અંતરંગભાવ નથી પણ બહિરંગભાવ છે, એટલે કે તેનાથી સમ્યગ્દર્શન થતું નથી. બહારના લક્ષે જે કોઈ ભાવ થાય તે બધોય બહિરંગભાવ છે. આત્મસ્વભાવ શુદ્ધ ચૈતન્યમય છે તેના અંતરના અંગમાંથી પરિણતિ પ્રગટ કર. આ જડ શરીરમાંથી સમ્યગ્દર્શન પ્રગટવાનું નથી. તેમ જ દેવ-ગુરુ-શાસ્ત્રમાંથી કે નવતત્ત્વના વિકલ્પમાંથી પણ તારું સમ્યગ્દર્શન પ્રગટવાનું નથી. માટે તે બધાનું લક્ષ છોડીને તારા ચૈતન્યરૂપી શરીરમાંથી સમ્યગ્દર્શન કાઢ. જે પુણ્ય-પાપના પરિણામ થાય તે તારું ચૈતન્યઅંગ નથી પણ કાર્મણઅંગ છે. વ્યવહાર સમ્યગ્દર્શન પણ કાર્મણઅંગ છે, ચૈતન્યને ચૂકીને કર્મના સંબંધે જે ભાવ ઉત્પન્ન થાય તે બહિરંગભાવ છે, તે અંતરંગભાવ નથી, અને તેમાંથી સમ્યગ્દર્શનની ઉત્પત્તિ નથી.
“અંતરંગભાવ' કહીને આચાર્યદવે બધા પરભાવોનો નિષેધ કર્યો છે. શરીરાદિની ક્રિયા તો જડ છે અને વ્રત, તપ, પૂજા, ભક્તિ, પડિમા વગેરેનો શુભરાગ તે બહિરંગભાવ છે-વિકાર છે, તેનાથી આત્મકલ્યાણ થતું નથી. માટે તે જડની ક્રિયામાં અને બહિરંગભાવોમાં એક્વબુદ્ધિ છોડીને (અર્થાત પરભાવોમાં આત્મબુદ્ધિ છોડીને) એકલા આત્મસ્વભાવનો આશ્રય કરવો તે અંતરંગભાવ છે અને એવા ભાવથી સમ્યગ્દર્શન પ્રગટ થાય છે, તે જ આત્માનું કલ્યાણ છે.
-આત્મધર્મ અંક પ૩, ફાગણ ૨૪૭૪, પૃષ્ઠ ૭૧
(૨૫૪) પ્રશ્ન:- જે ક્ષણે જીવ હેય-ઉપાદેયપણાને યથાર્થ સમજે તે જ ક્ષણે હેયને છોડીને ઉપાદેયને અંગીકાર કરે-એટલે કે સાચી શ્રદ્ધા ભેગું જ પૂરું ચારિત્ર હોય. જ્યારે રાગાદિ છોડીને ચારિત્ર અંગીકાર કરે ત્યારે જ સાચી શ્રદ્ધા થઈ કહેવાય. એમ માને તેનું સમાધાન
ઉત્તર:- સમ્યગ્દર્શન તો પરિપૂર્ણ આત્મસ્વભાવને જ માને છે; રાગાદિનું ગ્રહણ-ત્યાગ કરવાનું કાર્ય સમ્યગ્દર્શનનું નથી, પણ ચારિત્રનું છે. સાચી શ્રદ્ધાનું કાર્ય એ છે કે ઉપાદેયની ઉપાદેય તરીકે અને હેયની-હેય તરીકે પ્રતીત કરવી; પણ ઉપાદેયને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com