________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમ્યગ્દર્શનઃ ૭૯
(૨૪૮)
પ્રશ્ન:- જ્ઞાન પ્રાપ્તિનું ફળ તો રાગનો અભાવ થવો તે છે ને?
ઉત્તર:- રાગનો અભાવ એટલે રાગથી ભિન્ન આત્માના અનુભવ પૂર્વક ભેદજ્ઞાન થયું છે તેમાં રાગના કર્તાપણાનો-સ્વામીપણાનો અભાવ થયો-રાગમાંથી આત્મબુદ્ધિ છૂટી ગઈ તે રાગનો પહેલા નંબરનો અભાવ થયો.
-આત્મધર્મ અંક ૪૦૯, નવેમ્બર ૧૯૭૭, પૃષ્ઠ ૧૩
(૨૪૯)
પ્રશ્ન:- સમ્યગ્દર્શન સહિત નકવાસને પણ ભલો કહ્યો છે ને? નરકમાં સમ્યગ્દષ્ટિને આનંદની ગટાગટી છે ને?
ઉત્ત૨:- એ તો સમ્યગ્દર્શનની અપેક્ષાએ કહ્યું છે પણ ત્યાં જેટલો કષાય છે એટલું દુ:ખ છે. ત્રણ કષાય છે એટલું દુ:ખ છે. મુનિને ઘાણીમાં પીલે, સળગાવે છતાં ત્રણ કષાય નથી એથી એને આનંદ હોય છે.
-આત્મધર્મ અંક ૪૪૫, નવેમ્બર ૧૯૮૦, પૃષ્ઠ ૨૮ (૨૫૦)
પ્રશ્ન:- સમ્યક્ શ્રદ્ધા અને અનુભવમાં શું ફેર છે?
ઉત્ત૨:- સમ્યક્ શ્રદ્ધાન-પ્રતીતિ ને શ્રદ્ધાગુણની પર્યાય છે ને અનુભવ તે ચારિત્ર ગુણની પર્યાય છે.
-આત્મધર્મ અંક ૪૪૬, ડિસેમ્બર ૧૯૮૦, પૃષ્ઠ ૨૮ (૨૫૧)
પ્રશ્ન:- મિથ્યાત્વ-આસ્રવભાવને તોડવાનો વજદંડ શું?
ઉત્તર:- ત્રિકાળી ધ્રુવ જ્ઞાયકસ્વભાવ છે તે વજદંડ છે. તેનો આશ્રય લેવાથી મિથ્યાત્વ-આસ્રવભાવ તૂટે છે. પહેલામાં પહેલું કર્તવ્ય રાગથી ભિન્ન પડીને જ્ઞાયકભાવની દૃષ્ટિ કરવી એ છે. એ કાર્ય કર્યા વિનાના વ્રતાદિ બધું થોથાં છે.
-આત્મધર્મ અંક ૪૨૨, ડિસેમ્બર ૧૯૭૮, પૃષ્ઠ ૩૦ (૨૫૨)
પ્રશ્ન:- ઉપશમ સમ્યક્ થઈને છૂટી જાય ને મિથ્યાત્વમાં આવી જાય તેને ખ્યાલમાં આવે કે મને સમ્યક થયું હતું ?
ઉત્ત૨:- હા, સમ્યક્ છૂટી જાય પછી થોડો વખત ખ્યાલમાં રહે, પછી લાંબો વખત થાય તો ભૂલી જાય.
-આત્મધર્મ અંક ૪૪૫, નવેમ્બર ૧૯૮૦, પૃષ્ઠ ૩૧
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com