SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમ્યગ્દર્શનઃ ૮૧ અંગીકાર કરવું અને હેયને છોડવું એ કામ ચારિત્રનું છે. રાજપાટમાં હોવા છતાં અને રાગ હોવા છતાં ભરત ચક્રવર્તી, શ્રેણિકરાજા, રામચંદ્રજી, ભરતના નાની નાની ઉંમરના કુમારો તથા સીતાજી વગેરેને સમ્યગ્દર્શન હતું-આત્મભાન હતું. સમ્યગ્દર્શન થતાં વ્રતાદિ હોવા જ જોઈએ અને ત્યાગ હોવો જ જોઈએ-એવો નિયમ નથી, પણ એટલું ખરું કે સમ્યગ્દર્શન થતાં ઊંધા અભિપ્રાયનો ત્યાગ અવશ્ય થાય છે. -આત્મધર્મ અંક ૫૪, ચૈત્ર ૨૪૭૪, પૃષ્ઠ ૮૭ (૨૫૫) પ્રશ્ન- સમ્યગ્દષ્ટિ સ્વર્ગમાંથી આવે છે ત્યારે માતાના પેટમાં નવ માસમાં નિર્વિકલ્પ ઉપયોગ આવતો હશે કે કેમ ? ઉત્તરઃ- એ વાત ખ્યાલમાં છે પણ શાસ્ત્ર આધાર કોઈ આવતો નથી. -આત્મધર્મ અંક ૩૯૧, મે ૧૯૭૬, પૃષ્ઠ ૨૬ (૨૫૬) પ્રશ્ન:- મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનમાં સમ્યગ્દર્શન થાય છે તો સમ્યગ્દર્શન ક્યારે થાય છે? ઉત્તર- મતિજ્ઞાનપૂર્વક સમ્યગ્દર્શન થાય છે તોપણ મતિજ્ઞાન વખતે આનંદનું વેદન નથી. શ્રુતજ્ઞાનમાં આનંદનું વેદન આવે છે એટલે શ્રુતજ્ઞાનમાં સમ્યગ્દર્શનનો આનંદ આવે છે છતાં મતિજ્ઞાનપૂર્વક શ્રુતજ્ઞાનમાં સમ્યગ્દર્શન થાય છે તેમ કહેવાય છે. -આત્મધર્મ અંક ૩૯૧, મે ૧૯૭૬, પૃષ્ઠ ૩૧ (૨૫૭) પ્રશ્ન:- દ્રવ્ય-ગુણ-પર્યાયના ભેદના વિચારમાં પણ મિથ્યાત્વ છે-તે કઈ રીતે? ઉત્તર:- ભેદના વિચાર તે કાંઈ મિથ્યાત્વ નથી. એવા ભેદવિચાર તો સમ્યગ્દષ્ટિનેય હોય; પણ તે ભેદવિચારમાં જે રાગરૂપ વિકલ્પ છે તેને લાભનું કારણ માનીને તેમાં એકત્વબુદ્ધિથી જે જીવ અટકે તેને મિથ્યાત્વ જાણવું. એકત્વબુદ્ધિ વગરના ભેદવિકલ્પ તે મિથ્યાત્વ નથી, તે અસ્થિરતાનો રાગ છે. -આત્મધર્મ અંક ર૬ર, ઓગષ્ટ ૧૯૬૫, પૃષ્ઠ ૨૦ (૨૫૮). પ્રશ્ન:- સમ્યગ્દષ્ટિને શુદ્ધ આત્માનો વિચાર ઉપયોગમાં ચાલે તે જ શુદ્ધ ઉપયોગ છે ને ? ઉત્તર- ના, શુદ્ધ આત્માનો વિચાર ચાલે એ શુદ્ધ ઉપયોગ નથી, એ તો રાગ મિશ્રિત વિચાર છે. શુદ્ધ આત્મામાં એકાગ્ર થઈ નિર્વિકલ્પ ઉપયોગરૂપ પરિણામ થાય Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008237
Book TitleGyan Gosthi
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size964 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy