________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૨: જ્ઞાનગોષ્ઠી તે શુદ્ધ ઉપયોગ છે. જેમાં શેય-જ્ઞાન-જ્ઞાતાના ભેદ છૂટીને એકલો અભેદરૂપ ચૈતન્યગોળો અનુભવમાં આવે છે તે શુદ્ધ ઉપયોગ છે.
-આત્મધર્મ અંક ૪૧૮, ઓગષ્ટ ૧૯૧૮, પૃષ્ઠ ૨૫
(૨૫૯) પ્રશ્ન:- આત્માની રુચિ હોય ને અહીં સમ્યગ્દર્શન ન થાય તો બીજા ભવમાં થાય ?
ઉત્તર:- આત્માની સાચી રુચિ હોય તેને સમ્યગ્દર્શન થાય ને થાય થાય જ. યથાર્થ રુચિ અને લક્ષ હોય એને સમ્યગ્દર્શન ન થાય તેમ ત્રણકાળમાં બને જ નહીં. વીર્યમાં હીણપ ન આવવી જોઈએ. વીર્યમાં ઉત્સાહુ ને નિઃશંકતા આવવી જોઈએ. કાર્ય થશે જ-એમ એના નિર્ણયમાં આવવું જોઈએ.
-આત્મધર્મ અંક ૪૨૧, નવેમ્બર ૧૯૭૮, પૃષ્ઠ ૨૪
(૨૬૦) પ્રશ્ન:- પહેલાં અશુભરાગ ટાળે ને શુભરાગ કરે તો પછી શુદ્ધભાવ થાય તેવો ક્રમ તો છે ને ?
ઉત્તર- એ ક્રમ જ નથી. પહેલાં સમ્યગ્દર્શન પ્રગટ કરે છે પછી એકદમ શુભરાગ ટાળી શકતો નથી તેથી પહેલાં અશુભરાગ ટાળીને શુભરાગ આવે છે, એ સાધકના ક્રમની વાત છે.
-આત્મધર્મ અંક ૪૨૧, નવેમ્બર ૧૯૭૮, પૃષ્ઠ ૨૭
(૨૬૧) પ્રશ્ન- તો અજ્ઞાનીને શું કરવું?
ઉત્તર:- અજ્ઞાનીને પહેલાં વસ્તસ્વરૂપનું સાચું જ્ઞાન કરીને આત્માનું ભાન કરવું. એ સમ્યગ્દર્શન પામવાનો સાચો ઉપાય છે. શુભરાગના ક્રિયાકાંડ કરવા તે સાચો ઉપાય નથી.
-આત્મધર્મ અંક ૪૨૧, નવેમ્બર ૧૯૭૮, પૃષ્ઠ ૨૭
(ર૬૨) પ્રશ્ન:- નયપક્ષથી અતિક્રાન્ત, જ્ઞાનસ્વભાવનો અનુભવ કરીને તેની પ્રતીત તે સમ્યગ્દર્શન છે–એમ સમ્યગ્દર્શનની વિધિ તો આપે સમજાવી, પણ હવે તે વિધિને અમલમાં કેમ મૂકવી ?-વિકલ્પમાંથી ગૂલાંટ મારીને નિર્વિકલ્પ કેવી રીતે થવું–તે સમજાવો.
ઉત્તર:- વિધિ યથાર્થ સમજાય તો પરિણતિ ગૂલાંટ માર્યા વગર રહે નહિ. વિકલ્પજાત અને સ્વભાવજાત બંનેને ભિન્ન જાણતાવેંત જ પરિણતિ વિકલ્પમાંથી છૂટી પડીને સ્વભાવ સાથે તન્મય થાય છે. વિધિને સમ્યકપણે જાણવાનો કાળ ને પરિણતિનો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com