SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમ્યગ્દર્શનઃ ૮૩ ગુલાંટ મારવાનો કાળ–બંને એક જ છે. વિધિ જાણે પછી એને શીખવવું ન પડે કે તું આમ કર. જે વિધિ જાણી તે વિધિથી જ્ઞાન અંતરમાં ઢળે છે. સમ્યકત્વની વિધિને જાણનારું જ્ઞાન પોતે કાંઈ રાગમાં તન્મય નથી, સ્વભાવમાં તન્મય છે,-અને એવું જ્ઞાન જ સાચી વિધિને જાણે છે. રાગમાં તન્મય રહેલું જ્ઞાન સમ્યકત્વની સાચી વિધિને જાણતું નથી. -આત્મધર્મ અંક ૨૬ર, ઓગષ્ટ ૧૯૬૫, પૃષ્ઠ ૨૧-૨૨ (૨૬૩) પ્રશ્ન- બંધનનો નાશ નિશ્ચયસમ્યગ્દર્શનથી થાય છે કે વ્યવહાર સમ્યગ્દર્શનથી ? ઉત્તર- જેને નિશ્ચયસમ્યગ્દર્શન પ્રગટ થયું હોય તે જીવને, વ્યવહાર સમ્યગ્દર્શનમાં દોષ (-અતિચાર) હોવા છતાં તેને તે દર્શનમોહના બંધનું કારણ થતું નથી, કેમકે નિશ્ચયસમ્યગ્દર્શનના સદ્ભાવમાં મિથ્યાત્વસંબંધી બંધન થતું નથી. અને કોઈ જીવને વ્યવહાર સમ્યગ્દર્શન તો બરાબર હોય, તેમાં જરાય અતિચાર પણ ન લાગવા દેતો હોય, પરંતુ જો તેને નિશ્ચયસમ્યગ્દર્શન ન હોય તો તેને મિથ્યાત્વમોહ બંધાયા જ કરે છે. સમ્યગ્દર્શનનો જે વ્યવહાર છે તે સમ્યકત્વના દોષને ટાળવા સમર્થ નથી પણ સમ્યગ્દર્શનનો જે નિશ્ચય છે તે મિથ્યાત્વનું બંધન થવા દેતો નથી. એટલે એમ સિદ્ધાંત છે કે નિશ્ચય તે બંધનો નાશક છે અને વ્યવહાર તે બંધનો નાશ કરવા સમર્થ નથી. -આત્મધર્મ અંક પ૩, ફાગણ ૨૪૭૪, પૃષ્ઠ ૭૦ (૨૬૪) પ્રશ્ન- આત્મામાં પરિણમનને માટે પ્રથમ શું કરવું જોઈએ? ઉત્તર- પહેલાં તો સત્સમાગમે આવા સત્યનું શ્રવણ કરવું જોઈએ. જ્યાં સત્યનું શ્રવણ પણ નથી ત્યાં ગ્રહણ નથી, ગ્રહણ નથી ત્યાં ધારણા નથી, ધારણા નથી ત્યાં રુચિ નથી અને રુચિ નથી ત્યાં પરિણમન થતું નથી. જેને આત્માની રુચિ હોય તેને પ્રથમ તેનું શ્રવણ, ગ્રહણ અને ધારણા તો હોય જ છે. અહીં તો હવે શ્રવણ, ગ્રહણ, ધારણા અને રુચિ પછી અંતરમાં તેનું પરિણમન કેમ થાય તેની આ વાત છે. -આત્મધર્મ અંક ૯૭, કારતક ૧૯૭૮, પૃષ્ઠ 6 (૨૬૫), પ્રશ્ન:- આત્મખ્યાતિને અહીં સમ્યગ્દર્શન કહ્યું-આત્મપ્રસિદ્ધિ કહ્યું-આત્માનુભવ કહ્યું–તેમનો શું અર્થ ? ઉત્તર:- ત્રિકાળી આત્મસ્વભાવ તો પ્રસિદ્ધ જ હતો, તે કાંઈ ઢંકાયો નથી, પણ અવસ્થામાં પહેલાં તેનું ભાન ન હતું ને હવે તેનું ભાન થતાં અવસ્થામાં ભગવાન આત્માની પ્રસિદ્ધિ થઈ. નિર્મળ અવસ્થા પ્રગટ થતાં, દ્રવ્ય-પર્યાયની અભેદતાથી “આત્મા જ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008237
Book TitleGyan Gosthi
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size964 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy