________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૪: જ્ઞાનગોષ્ઠી પ્રસિદ્ધ થયો' એમ કહ્યું છે. અનુભવમાં કાંઈ દ્રવ્ય-પર્યાયના ભેદ નથી. રાગમિશ્રિત વિચાર છૂટીને જ્ઞાન જ્ઞાનમાં જ એકાગ્ર થયું તેનું નામ આત્મખ્યાતિ છે. તે આત્મખ્યાતિને અહીં સમ્યગ્દર્શન કહ્યું છે. જો કે આત્મખ્યાતિ પોતે તે જ્ઞાનની પર્યાય છે પણ તેની સાથે સમ્યગ્દર્શન અવિનાભાવીપણે હોય છે તેથી તે આત્મખ્યાતિને જ અહીં સમ્યગ્દર્શન કર્યું છે.
-આત્મધર્મ અંક ૯૫, ભાદ્રપદ ૨૪૭૭, પૃષ્ઠ ૨૪૧
(ર૬૬) પ્રશ્ન:- જ્યારે સ્વાશ્રય કરે ત્યારે સમ્યગ્દર્શન થાય, કે જ્યારે સમ્યગ્દર્શન થાય ત્યારે સ્વાશ્રય પ્રગટે ?
ઉત્તર:- જે પર્યાયે સ્વાશ્રય કર્યો તે પોતે જ સમ્યગ્દર્શન છે. તેથી તેમાં પહેલાંપછી એવા ભેદ નથી. પર્યાય સ્વાશ્રયમાં ઢળી તે જ સમ્યગ્દર્શન છે. સ્વાશ્રયપર્યાય અને સમ્યગ્દર્શન જાદાં નથી. ત્રિકાળસ્વભાવના આશ્રયે જ મોક્ષમાર્ગ છે.
-આત્મધર્મ અંક ૭૮, ચૈત્ર ૨૪૭૬, પૃષ્ઠ ૧૧૦
(૨૬૭) પ્રશ્ન:- આપશ્રીએ બતાવેલ આત્માનું માહાભ્ય આવવા છતાં કાર્ય કેમ આવતું નથી ?
ઉત્તર- અંદરથી જે અપૂર્વ માહાસ્ય આવવું જોઈએ તે આવતું નથી. એકદમ ઉલ્લસિત થઈને અંદરથી જે મહિમા-માહાભ્ય આવવું જોઈએ તે આવતું નથી, ભલે ધારણામાં માહાભ્ય આવતું હોય. -આત્મધર્મ અંક ૩૯૧, મે ૧૯૭૬, પૃષ્ઠ ૨૯
(૨૬૮) પ્રશ્ન- ખરેખર માહાસ્ય લાવવા શું કરવું?
ઉત્તર:- એક આત્માની જ ખરેખરી અંદરથી રુચિ જાગે, ને ભવના ભાવોમાં થાક લાગે તો આત્માનું અંદરથી માહાભ્ય આવ્યા વિના રહે જ નહીં. જેને ખરેખર આત્મા જોઈએ છે તેને આત્મા મળે જ છે. શ્રીમદ્ પણ કહ્યું છે કે છૂટવાનો કામી બંધાતો નથી.
-આત્મધર્મ અંક ૩૯૧, મે ૧૯૭૬, પૃષ્ઠ ૨૯
(૨૬૯) પ્રશ્ન- ઉપયોગમાં ઉપયોગ છે એટલે શું?
ઉત્તર- ઉપયોગમાં ઉપયોગ એટલે સમ્યગ્દર્શનની નિર્વિકલ્પ પરિણતિમાં ઉપયોગ એટલે ત્રિકાળી આત્મા આવે છે, જણાય છે. આત્મા તો આત્મારૂપે ઉદાસીનરૂપે પડ્યો જ છે પણ નિર્વિકલ્પ થતા શુદ્ધોપયોગમાં ત્રિકાળી ઉપયોગસ્વરૂપ આત્મા જણાય છે.
-આત્મધર્મ અંક ૩૯૧, મે ૧૯૭૬, પૃષ્ઠ ૩૧
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com