________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમ્યગ્દર્શનઃ ૮૫ (૨૭૦) પ્રશ્ન- વિકલ્પ સહિત નિર્ણય કરવો તે સામાન્ય શ્રદ્ધા અને નિર્વિકલ્પ અનુભવ કરવો તે વિશેષ શ્રદ્ધા છે?
ઉત્તર- શ્રદ્ધામાં સામાન્ય-વિશેષના ભેદ છે જ નહિ. અખંડ આત્માના નિર્વિકલ્પ અનુભવ સહિત પ્રતીત કરવી તે જ નિશ્ચય સમ્યગ્દર્શન છે, સમ્યગ્દર્શન કરવાવાળા જીવને પહેલા આત્મા જ્ઞાનસ્વરૂપ છે એવો વિકલ્પ સહિત નિર્ણય હોય છે. અને પછી નિર્વિકલ્પ અનુભવ કરે છે ત્યારે પહેલાના વિકલ્પ સહિતના નિર્ણયને વ્યવહાર કહેવાય છે.
–આત્મધર્મ અંક ૩૯૮, ડિસેમ્બર ૧૯૭૬, પૃષ્ઠ ૧૪
(૨૭૧) પ્રશ્ન:- સ્વાનુભવ કરવા છ માસ અભ્યાસ કરવાનું કહ્યું છે તો અભ્યાસ શું કરવો?
ઉત્તર- રાગ તે હું નહિ, “જ્ઞાયક તે જ હું” એમ જ્ઞાયકની દઢતા થાય તેવો વારંવાર અભ્યાસ કરવો.
-આત્મધર્મ અંક ૩૯૮, ડિસેમ્બર ૧૯૭૬, પૃષ્ઠ ૧૫
(૨૭૨) પ્રશ્ન- આત્માની રુચિ હોય ને અહીં સમ્યકદર્શન ન થાય તો બીજા ભવમાં થાય?
ઉત્તર:- આત્માની સાચી રુચિ હોય તેને સમ્યગ્દર્શન થાય ને થાય થાય જ. યથાર્થ રુચિ અને લક્ષ હોય એને સમ્યગ્દર્શન ન થાય તેમ ત્રણકાળમાં બને નહીં. વીર્યમાં હીણપ ન આવવી જોઈએ. વીર્યમાં ઉત્સાહ ને નિઃશંકતા આવવી જોઈએ. કાર્ય થશે જ-એમ એના નિર્ણયમાં આવવું જોઈએ.
-આત્મધર્મ અંક ૪૨૧, નવેમ્બર ૧૯૭૮, પૃષ્ઠ ૨૪-૨૫
(૨૭૩). પ્રશ્ન- ધારણાજ્ઞાનમાં યથાર્થ જાણે તો સમ્યક સન્મુખતા કહેવાય ?
ઉત્તર:- ધારણાજ્ઞાનમાં દઢ સંસ્કાર અપૂર્વ રીતે પાડે, પૂર્વે કદી નહિ કરેલ એવા અપૂર્વ રીતે સંસ્કાર પાડ્યા હોય તો સમ્યક રીતે સન્મુખતા કહેવાય.
-આત્મધર્મ અંક ૪૪૦, જૂન ૧૯૮૦, પૃષ્ઠ ૩રી
(૨૭૪) પ્રશ્ન- અંદરમાં ઉતરવા માટે રુચિની જરૂર છે કે બીજી કોઈ ભૂલ છે?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com