________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૬: જ્ઞાનગોષ્ઠી
ઉત્ત૨:- અંદરમાં ઉતરવા માટે સાચી રુચિની જરૂર છે પણ એ રુચિ માટે બીજો ન કહી શકે, પોતાથી નક્કી થવું જોઈએ. સાચી ચિ થાય તો આગળ વધતો જાય અને પોતાનું કામ કરી લ્યે છે.
પ્રશ્ન:- શું નવતત્ત્વનો વિચાર પાંચ ઇન્દ્રિયોનો વિષય છે? નવતત્ત્વના વિચારકને કોનું અવલંબન છે?
-આત્મધર્મ અંક ૪૪૧, જુલાઈ ૧૯૮૦, પૃષ્ઠ ૩૦
(૨૭૫ )
ઉત્તર:- નવતત્ત્વનો વિચાર પાંચ ઈન્દ્રિયોનો વિષય નથી, પાંચ ઈન્દ્રિયોના અવલંબને નવતત્ત્વનો નિર્ણય થતો નથી; એટલે નવતત્ત્વનો વિચાર કરનાર જીવ પાંચ ઈન્દ્રિયોના વિષયોથી તો પાછો ફરી ગયો છે. હજી મનનું અવલંબન છે, પણ તે જીવ મનના અવલંબનમાં અટકવા નથી માંગતો, તે તો મનનું અવલંબન પણ છોડીને અભેદ આત્માનો અનુભવ કરવા માંગે છે. સ્વલક્ષથી રાગનો નકાર અને સ્વભાવનો આદર કરનારો જે ભાવ છે તે નિમિત્ત અને રાગની અપેક્ષા વિનાનો ભાવ છે, તેમાં ભેદના અવલંબનની રુચિ છોડીને અભેદ સ્વભાવનો અનુભવ કરવાની સિંચનું જે જોર છે તે નિશ્ચય સમ્યગ્દર્શનનું કારણ છે.
થયો ?
-આત્મધર્મ અંક ૯૩, અષાઢ ૨૪૭૭, પૃષ્ઠ ૧૮૫ (૨૭૬ )
પ્રશ્ન:- નવતત્ત્વના વિચાર તો પૂર્વે અનંતવા૨ કર્યા છે, તોપણ લાભ કેમ ન
ઉત્ત૨:- ભાઈ, પૂર્વે જે નવતત્ત્વના વિચાર કર્યા તેના કરતાં આ કાંઈક જાદી રીતની વાત છે. પૂર્વે નવતત્ત્વના વિચાર કર્યા તે અભેદસ્વરૂપના લક્ષ વગર કર્યા છે, ને અહીં તો અભેદસ્વરૂપના લક્ષ સહિતની વાત છે. પૂર્વે એકલાં મનના સ્થૂળ વિષયથી નવતત્ત્વના વિચારરૂપ આંગણા સુધી તો આત્મા અનંતવાર આવ્યો છે, પણ ત્યાંથી આગળ વિકલ્પ તોડી ધ્રુવ ચૈતન્યમાં એકપણાની શ્રદ્ધા કરવાની અપૂર્વ સમજણ શું છે તે ન સમજ્યો તેથી ભવભ્રમણ ઊભું રહ્યું.
-આત્મધર્મ અંક ૯૩, અષાઢ ૨૪૭૭, પૃષ્ઠ ૧૮૫ (૨૭૭)
પ્રશ્ન:- શુભભાવમાં ગર્ભિત શુદ્ધતા કહી છે તેમ મિથ્યા શ્રદ્ધાનમાં ગર્ભિત
શુદ્ધતા છે?
ઉત્ત૨:- ના, મિથ્યા શ્રદ્ધાની પર્યાય વિપરીત જ છે, તેમાં ગર્ભિત શુદ્ધતા નથી. જ્ઞાનમાં નિર્મળતા ઘણી છે, જ્ઞાનના અંશને નિર્મળ કહ્યો છે ને તે વધીને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com