________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમ્યગ્દર્શનઃ ૮૭ કેવળજ્ઞાન થાય છે અને શુભમાં ગર્ભિત શુદ્ધતાનો અંશ કહ્યો છે પણ ગ્રંથભેદ (સમ્યગ્દર્શન) થયા પછી તે શુદ્ધતા કામ કરે છે.
-આત્મધર્મ અંક ૪/૯, નવેમ્બર ૧૯૭૭, પૃષ્ઠ ૧૫
(૨૭૮) પ્રશ્ન:- “ઘટઘટ અંતર જિન વસે, ઘટઘટ અંતર જૈન” એનો શું અર્થ છે?
ઉત્તર- દરેક આત્મા શક્તિરૂપે તો જિન છે જ પણ ઘટઘટ અંતર જૈન એટલે ગૃહસ્થાશ્રમમાં રહેલા ચક્રવર્તીને ૯૬OOO રાણીઓ હોય, ઇન્દ્રને કરોડો અપ્સરા હોય, અનેક પ્રકારના વૈભવો બાહ્યમાં હોય છતાં સમ્યગ્દષ્ટિ અંદરમાં જૈન છે. રાગથી ભિન્ન પડ્યો હોવાથી સાચો જૈન છે અને બાહ્યથી હજારો સ્ત્રીને છોડી ત્યાગી થયો છતાં રાગથી ભિન્ન થયો નથી તે ખરો જૈન નથી. તેણે રાગને રૂંધ્યો છે પણ રાગથી ભિન્ન થયો નથી તેથી જૈન નથી. -આત્મધર્મ અંક ૪૨૯, જુલાઈ ૧૯૭૯, ટાઈટલ ૩
(૨૭૯) પ્રશ્ન- રાગથી છૂટકારો કેમ થાય?
ઉત્તર-એકાન્ત દુઃખના જોરથી રાગથી છૂટો પડી શકે એમ બનતું નથી પણ દ્રવ્યદૃષ્ટિના જોરથી રાગથી છૂટો પડી શકે છે. આત્માને ઓળખ્યા વિના-જાણ્યા વિના જાય કયાં? આત્માને જાણ્યો હોય તેનું અસ્તિત્વ ગ્રહણ કર્યું હોય તો રાગથી છૂટો પડીને આત્મામાં લીન થઈ શકે છે. –આત્મધર્મ અંક ૪૨૪, ફેબ્રુઆરી ૧૯૭૯, પૃષ્ઠ ૨૮
(૨૮૦) પ્રશ્ન:- આત્માની રુચિવાળો જીવ મરીને દેવમાં જ જાય ને?
ઉત્તર:- હા, આ તત્ત્વની રુચિ છે, વાંચન-શ્રવણ છે, ભક્તિ પૂજા આદિ છે એ બધા તો દેવ જ થાય. કોઈ સાધારણ હોય તો તે મનુષ્ય થાય.
-આત્મધર્મ અંક ૪૩૯, મે ૧૯૮૦, પૃષ્ઠ ૨૯
(૨૮૧) પ્રશ્ન:- કેવા દેવ થાય ?
ઉત્તર- એ તો તેની યોગ્યતા અનુસાર ભવનત્રિક કે વૈમાનિકમાં જાય અને આત્માનુભવી તો વૈમાનિકમાં જ જાય. –આત્મધર્મ અંક ૪૩૯, મે ૧૯૮0, પૃષ્ઠ ૨૯
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com