________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૬)
સમ્યગ્રાન
(૨૮૨ )
પ્રશ્ન:- સભ્યજ્ઞાન પ્રગટ કરવા માટે શું કરવું જોઈએ ?
ઉત્ત૨:- ચૈતન્ય સામાન્યદ્રવ્ય ઉ૫૨ દષ્ટિ કરવી જોઈએ અને તે પહેલા સાત તત્ત્વનું સ્વરૂપ એના ખ્યાલમાં આવવું જોઈએ. વિકલ્પ સહિત સાત તત્ત્વનો નિર્ણય થવો જોઈએ.
-આત્મધર્મ અંક ૩૯૧, મે ૧૯૭૬, પૃષ્ઠ ૨૭
(૨૮૩)
પ્રશ્ન:- બાર અંગનો સાર શું છે?
ઉત્ત૨:- અનંતા કેવળી, મુનિરાજ અને સંત એમ કહે છે કે સ્વદ્રવ્યનો આશ્રય કરો અને પદ્રવ્યનો આશ્રય છોડો, સ્વભાવમાં લીન થાઓ અને પરભાવથી વિરક્ત થાઓ. આ જ બાર અંગનો સાર છે.
-હિન્દી આત્મધર્મ જુલાઈ ૧૯૭૮, પૃષ્ઠ ૨૬
(૨૮૪)
પ્રશ્ન:- એક આત્માની જ સન્મુખ થવાનું છે તો એને માટે આટલા બધા શાસ્ત્રોની રચના આચાર્યદેવે કેમ કરી ?
ઉત્ત૨:- એની ભૂલો એટલી બધી છે એ બતાવવા માટે આટલા બધા શાસ્ત્રોની રચના થઈ છે, કરી નથી, પુદ્દગલથી થઈ છે.
-આત્મધર્મ અંક ૪૪૫, નવેમ્બર ૧૯૮૦, પૃષ્ઠ ૩૨
(૨૮૫ )
પ્રશ્ન:- પરના લક્ષથી આત્મામાં જવાતું નથી પણ શાસ્ત્ર વાંચવાથી તો આત્મામાં જવાય છે ને?
ઉત્ત૨ઃ- શાસ્ત્ર વાંચવાના વિકલ્પથી પણ આત્મામાં જવાતું નથી.
-આત્મધર્મ અંક ૪૧૩, માર્ચ ૧૯૭૮, પૃષ્ઠ ૨૫
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com