________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમ્યજ્ઞાન: ૮૯ (૨૮૬) પ્રશ્ન- તો શાસ્ત્ર વાંચવા નહિ ને?
ઉત્તર:- આત્માના લક્ષ શાસ્ત્રનો અભ્યાસ કરવો તેમ પ્રવચનસારમાં કહ્યું છે અને સમયસારની પહેલી ગાથામાં આચાર્યદેવે કહ્યું કે તારી પર્યાયમાં સિદ્ધોની સ્થાપના કરીને સાંભળ! એનો અર્થ એ કે તું સિદ્ધસ્વરૂપ છો એવી શ્રદ્ધા-પ્રતીતિ કરીને સાંભળ, સિદ્ધસ્વરૂપમાં દષ્ટિ જોડી છે એટલે સાંભળતા અને વાંચતા પણ એ સ્વરૂપમાં એકાગ્રતાની વૃદ્ધિ થશે. -આત્મધર્મ અંક ૪૧૩, માર્ચ ૧૯૭૮, પૃષ્ઠ ૨૫
(૨૮૭) પ્રશ્ન:- એક જગ્યાએ કહે કે આત્માના લક્ષે આગમનો અભ્યાસ કર એથી તારું કલ્યાણ થશે, ને બીજે કહે કે શાસ્ત્ર ઉપરનો રાગ પણ છોડી દે. એમ કેમ ?
ઉત્તર- પર તરફનું લક્ષ બંધનું કારણ હોવાથી શાસ્ત્ર તરફનો રાગ પણ છોડાવ્યો છે. અને જ્યાં આગમનો અભ્યાસ કરવા કહ્યું છે ત્યાં આગમના અભ્યાસમાં આત્માનું લક્ષ છે તેથી વ્યવહારથી આગમઅભ્યાસને લ્યાણનું કારણ કહ્યું છે.
-આત્મધર્મ અંક ૩૯૯, જાન્યુઆરી ૧૯૭૭, પૃષ્ઠ ૧૭
(૨૮૮) પ્રશ્ન- શાસ્ત્ર દ્વારા મનથી આત્મા જાણ્યો હોય તેમાં આત્મા જણાય છે કે નહિ?
ઉત્તરઃ- એ તો શબ્દજ્ઞાન થયું, આત્મા જણાયો નથી. આત્મા તો આત્માથી જણાય છે. શુદ્ધ ઉપાદાનથી થયેલા જ્ઞાનમાં સાથે આનંદ આવે પણ અશુદ્ધ ઉપાદાનથી થયેલાં જ્ઞાનમાં સાથે આનંદ આવે નહિ અને આનંદ આવ્યા વિના આત્મા ખરેખર જાણવામાં આવતો નથી.
-આત્મધર્મ અંક ૪૧૧, જાન્યુઆરી ૧૯૭૮, પૃષ્ઠ ૨૪
(૨૮૯). પ્રશ્ન:- શાસ્ત્રથી આત્માને જાણ્યો અને પછી પરિણામ આત્મામાં મગ્ન થયા તે બેમાં આત્માને જાણવામાં શું ફેર છે?
ઉત્તર- અનંત ગુણો ફેર છે. શાસ્ત્રથી જાણપણું કર્યું એ તો સાધારણ ધારણારૂપ જાણપણું છે અને આત્મામાં મગ્ન થઈ અનુભવમાં તો આત્માને પ્રત્યક્ષ વેદનથી જાણે છે, તેથી એ બેમાં મોટો ફેર છે.
-આત્મધર્મ અંક ૪૦૩, મે ૧૯૭૭, પૃષ્ઠ 10
(૨૯૦). પ્રશ્ન:- શું ઈન્દ્રિયજ્ઞાન આત્મજ્ઞાનનું કારણ નથી ? ઉત્તર- અગિયાર અંગ ને નવ પૂર્વની લબ્ધિ થાય એ જ્ઞાન પણ ખંડખંડ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com