________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મહાસાગરનાં મોતી: ર૬૧
સમયસાર ગાથા ૧૨ ના કળશ ૬ માં અન્ય દ્રવ્યથી આત્માને ભિન્ન શ્રદ્ધવો તેને નિશ્ચય સમ્યગ્દર્શન કહ્યું છે. અહીં પર્યાયથી ભિન્ન છે તેમ ન કહ્યું, કેમકે પર્યાય તો સ્વભાવ તરફ વળે છે, ઢળે છે, શ્રદ્ધા છે. તેથી માત્ર પરદ્રવ્યથી ભિન્ન કહ્યું છે.
નવ તત્ત્વની શ્રદ્ધાને વ્યવહાર સમ્યગ્દર્શન કર્યું છે ને એકરૂપ આત્માની શ્રદ્ધાને નિશ્ચય સમ્યગ્દર્શન કહ્યું છે. વ્યવહારનય આત્માને અનેકરૂપ કહીને સમ્યગ્દર્શનને અનેક ભેદરૂપ કહે છે ત્યાં વ્યભિચાર આવે છે, નિયમ રહેતો નથી. ૧૪૩.
જેને પર્યાયની હૈયાતીનો જ સ્વીકાર છે એને ત્રિકાળી સ્વભાવની હૈયાતીનો અસ્વીકાર થઈ જાય છે. અનાદિથી પર્યાયને જ સતરૂપે-હૈયાતીરૂપે દેખી હતી અને ભૂલી જા ! ને ત્રિકાળી સ્વભાવને ભૂલી ગયો હતો તેને જો ! સ્મરણ કર! પર્યાયની રુચિમાં આખો જ્ઞાયકભાવ છે એ દષ્ટિમાં આવતો નથી. જ્ઞાયકભાવની ચિ થતાં જ્ઞાનમાં સંવર નિર્જરા-મોક્ષ પર્યાયનું જ્ઞાન યથાર્થ થાય છે, પણ એ પર્યાયની ચિ થતી નથી. ૧૪૪.
પ્રમાણ-નય-નિક્ષેપ આત્માને જાણવાના ઉપાયો છે, પણ આત્માનુભવની અપેક્ષાએ અભૂતાર્થ છે. જેમ નવતત્ત્વમાં એક આત્મા જ ભૂતાર્થ છે તેમ આત્માને જાણવાના ઉપાયરૂપ નય-નિક્ષેપ-પ્રમાણના ભેદો અભૂતાર્થ એટલે જૂઠા છે, આત્મા જ એક સાચો છે. આત્માને અન્ય દ્રવ્યોથી જાદો જાણવા માટે નય-નિક્ષેપ-પ્રમાણ હોય છે. પરંતુ અનુભવની અપેક્ષાએ એ અભૂતાર્થ અર્થાત જૂઠા છે. ૧૪૫.
દર્શન-જ્ઞાન-ચારિત્ર; એમાં દર્શનને પહેલું કહેવામાં કારણ એ છે કે દર્શન એટલે શ્રદ્ધાની પૂર્ણતા પહેલાં થાય છે પછી જ્ઞાનની પૂર્ણતા તેરમાં ગુણસ્થાનના પહેલા સમયે થાય છે. અને ચારિત્રની પૂર્ણતા તેરમાં ગુણસ્થાનના છેલ્લા સમયે થાય છે. એથી પહેલાં દર્શન પછી જ્ઞાન અને પછી ચારિત્ર એમ આવે છે. ૧૪૬.
બે નયોને પરસ્પર વિષયનો વિરોધ છે, તે વિરોધ સ્યાદ્વાદ એટલે કથંચિત વિવક્ષાથી મટે છે. જે સત્ છે તે અસત્ કેમ હોય? તો કહે છે કે સ્વથી સત્ છે તે પરથી અસત્ છે. જે નિત્ય હોય તે અનિત્ય કેમ હોય? તો કહે છે કે દ્રવ્યથી નિત્ય છે તે પર્યાયથી અનિત્ય છે. જે એક હોય તે અનેક કેમ હોય? તો કહે છે કે જે વસ્તુથી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com