________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ર૬રઃ જ્ઞાનગોષ્ઠી એક છે તે ગુણ-પર્યાયોથી અનેકરૂપ છે. જે શુદ્ધ હોય તે અશુદ્ધ કેમ હોય? તો કહે છે કે દ્રવ્યથી શુદ્ધ છે અને પર્યાયથી અશુદ્ધ છે. આમ બે નયોના વિષયમાં પરસ્પર વિરુદ્ધપણું છે. તેને કથંચિત્ વિવક્ષાથી મટાડે એવું જિનશાસનમાં સ્યાદ્વાદનું સ્વરૂપ છે. ૧૪૬.
પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો પક્ષ તો અનાદિનો છે જ. રાગી-દ્વષી તે જીવ. મનુષ્યાદિ ગતિવાળો તે જીવ-એમ ભેદરૂપ પક્ષ તો જીવને અનાદિનો છે જ અને તેનો ઉપદેશ પણ સર્વપ્રાણી માંહોમાંહે બહુ કરે છે. દયા-દાન-પૂજા કરો, વ્રત-તપ આદિ વ્યવહાર કરો, તેનાથી લાભ થશે. મનુષ્ય શરીર આદિ અનુકૂલ સાધનો હોય તો ધર્મનો લાભ થાય, શુભરાગ કરતાં કરતાં ધર્મ થાય-એમ વ્યવહારથી લાભ થવાનો ઉપદેશ પરસ્પર ઘણા જીવો કરે છે ને સાંભળનારા તેને હોંશથી હાહા કરે છે. વળી જિનવાણીમાં પણ વ્યવહારનો ઉપદેશ શુદ્ધનયને સહુચર, હસ્તાવલંબન, નિમિત્તરૂપ જાણી બહુ કર્યો છે પણ એ વ્યવહારનું ફળ સંસાર છે. સમકિતીને જ સાચો વ્યવહાર આવે છે, પણ તેનું ફળ સંસાર છે. દયા-દાન-પૂજા-ભક્તિ-વ્રત-તપ આદિના વિકલ્પો પર્યાયમાં આવે છે ખરા પણ તેને ગૌણ કરી વ્યવહાર કહી અભૂતાર્થ કહીને નિશ્ચયનયનો આશ્રય કરાવ્યો છે. ૧૪૮.
ભગવાને કહેલાં વ્યવહારનું ફળ સંસાર કહ્યો છે ને તું એ વ્યવહારથી લાભ માનીશ તો મરી જઈશ. વર્તમાન સ્વછંદ સેવીને જો કાંઈપણ ભગવાનની આજ્ઞા બહાર જઈશ તો મરી જઈશ. માટે ભગવાનની આજ્ઞા માન ! આત્માના આશ્રયે જ ધર્મ થાય અને રાગના આશ્રયે ધર્મ ન થાય તે અનેકાન્ત છે. નિશ્ચયથી લાભ થાય અને વ્યવહારથી પણ લાભ થાય તે એકાન્ત મિથ્યાત્વ છે. મારું કાર્ય મારાથી જ થાય અને મારું કાર્ય પરથી ન થાય તે અનેકાન્ત છે. એવી ભગવાનની આજ્ઞાથી જો બહાર પગ મૂકીશ તો ડૂબી જઈશ. ૧૫).
લીંડી પીપરમાં ચોસઠ પહોરી તીખાશ પ્રગટ બહારમાં આવે છે તે અંદર શક્તિમાં પડી છે. તેમાંથી આવે છે. લીંડીપીપરના પરમાણમાં અલ્પ તીખાશ હતી તેમાંથી અનંતગુણી તીખાશ બહાર આવે છે છતાં તે બંને વખતે રસગુણ તો એવો ને એવો જ રહ્યો છે. અહા ! શું છે આ? એનો વિચાર-મનન જોઈએ, પરમાણુ નાનકડો છે એમ ન જો ! પણ એક તત્ત્વ છે. તેના પેટમાં અનંતાનંત ગુણો છે, તેનું અનંતાનંત સામર્થ્ય છે એ જો! તે એક પ્રદેશી પરમાણુનો એક સત્તાગુણ અને અનંતપ્રદેશી આકાશનો એક સત્તાગુણ એ બંનેના પ્રદેશોમાં અનંતગુણો ફેર છે છતાં બંનેનો સત્તાગુણ સમાન
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com