________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મહાસાગરનાં મોતી: ર૬૩ છે. બંનેના હોવાપણામાં શું ફેર છે? કાંઈ જ ફેર નથી. આવા પદાર્થોના આશ્ચર્યકારી સ્વભાવો છે, તેના મનનમાં જાય તો પોતાના સ્વભાવ તરફ ઢળી જાય ત્યારે ભગવાન જણાય અને પ્રતીતમાં આવે છે, ભાવભાસન થાય છે. મનનમાં બરાબર બેસી જાય ત્યારે અંદરમાં જાય ને સમ્યગ્દર્શન થાય. ૧૫૦.
અંદરમાં જ્ઞાન ને આનંદની વજની ભીંત પડી છે, એની સન્મુખ તારી પર્યાયને જોડી દે! એ અપૂર્વ પુરુષાર્થ છે. એ ધ્રુવ તત્ત્વને સ્વીકારતાં તારી પર્યાય નિર્મળ થઈ જશે. એ જ અપૂર્વ જીવન છે. બહારનું આ બધું ધન-કુટુંબ-વૈભવ આદિ મળે તે કાંઈ અપૂર્વ જીવન નથી. બહારમાં ધન-વૈભવ કે માન-સન્માનમાં સર્વસ્વ મનાઈ ગયું છે તે પલટાવીને તારા ચૈતન્યસ્વભાવમાં સર્વસ્વ માનવાનું છે. એક જ્ઞાયક....શાયક..શાયકની રુચિ હોય તેને પુરુષાર્થ અંદર વળ્યા વિના રહે જ નહિ. અંદર ઊંડાણમાં અનંત અનંત ગુણ રત્નાકરનો સાગર છે ત્યાં પર્યાયને લઈ જતાં વસ્તુ પ્રાપ્ત થયા વિના રહે જ નહિ. અંદર જતાં આનંદની શેડ ફૂટશે-ફૂવારા છૂટશે માટે ભાઈ ! તું અંદર જા! ૧૫૧.
આત્મામાં અનંતા ગુણો છે તે એક ગુણ ઉપર બીજો ગુણ રહે એમ થોકબંધ રહ્યાં નથી પણ એક એક ગુણમાં અનંત ગુણો વ્યાપક થઈને રહ્યાં છે, અસંખ્ય પ્રદેશમાં અનંત ગુણો એક સાથે વ્યાપક થઈને રહ્યાં છે. છતાં એક ગુણ બીજા ગુણરૂપે થતો નથી, ભિન્ન ભિન્ન સ્વરૂપે રહ્યાં છે. અરે! એક પરમાણુમાં પણ અનંત ગુણો છે, એકમાં અનંત વ્યાપક થઈને રહ્યાં છે. સ્પર્શ તે રસરૂપે ન થાય રસ તે ગંધરૂપે ન થાય દરેક ભિન્ન ભિન્ન સ્વરૂપે રહ્યાં છે. અહો ! આવા વસ્તુના આશ્ચર્યકારી સ્વભાવને દેખે તો એનો મોહ મરી જાય એવી વાત છે. ૧૫ર.
આત્મા પરદ્રવ્યને કરતો તો નથી, પરદ્રવ્યને અડતો તો નથી, પણ પરદ્રવ્યને ખરેખર જાણતો પણ નથી. પોતાનો આત્મા જ ખરેખર જાણવા લાયક જ્ઞય છે ને પોતે જ જ્ઞાન ને જ્ઞાતા છે. સ્વ અસ્તિત્વમાં જ પોતાનું જ્ઞાતા શેય ને જ્ઞાન સમાય છે, પરને જાણે છે એ વ્યવહાર છે. નિમિત્ત-નૈમિત્તિક સંબંધનો વ્યવહાર બતાવ્યો છે. સેટિકાની ગાથામાં (સમયસાર ગાથા ૩૫૬-૩૬૫માં) પણ જ્ઞાન પોતાને જાણે છે તે નિશ્ચય ને જ્ઞાન પરને જાણે છે તે વ્યવહાર એમ કહ્યું છે. ૧૫૩.
આત્મા ગમે તેવા સંયોગમાં પણ પોતાની શાંતિ પ્રગટ કરી શકે છે. પોતાની
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com