________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કર્તા-કર્મ: ૧૭૩ ભગવાન વાણીને જાણે જ છે. ખરેખર તો સ્વને જ જાણે છે. સ્વ-પર જાણવું સહજ છે. પરની અપેક્ષા જ નથી. જાણવાનો સ્વભાવ જ છે. ભગવાન કુંદકુંદ આચાર્ય કહે કે હું મારા નિજ વૈભવથી કહીશ તમે પ્રમાણ કરજો. અરે ભગવાન! વાણી તમારી નથી ને? વાણીથી જ્ઞાન થતું નથી ને? આહાહા! ગજબ વાત છે, અદ્ભુત વાત છે, વસ્તુનું સ્વરૂપ જ અદ્દભુત છે. નિમિત્ત નૈમિત્તિકના કથનો એક સર્વજ્ઞ સિવાય બીજે ક્યાંય ન હોય.
-આત્મધર્મ અંક ૪૪૦, જુન ૧૯૮૦, પૃષ્ઠ ૩૩
(૫૩૫) પ્રશ્ન:- શરીરની પર્યાય જે કાળે જે થવાની હોય તેને કોણ રોકે ? ડોકટર પણ એને શું કરે? જો ડોકટર રોગ મટાડી શકતા ન હોય તો તેણે ધંધો છોડી દેવો જોઈએ ?
ઉત્તર:- દષ્ટિ અંતરમુખ રાખવી જોઈએ. રાગ આવે લોભ આવે પણ વજન તેની ઉપર જવું ન જોઈએ. વજન અંદરનું જોઈએ.
-આત્મધર્મ અંક ૪૪૬, ડિસેમ્બર ૧૯૮૦, પૃષ્ઠ ૩૧
(પ૩૬). પ્રશ્ન- દષ્ટિ આ તરફ રાખીને ધંધો કર્યા કરવો ને?
ઉત્તર:- ધંધો કરે શું? કરવું એમ નહિ, રાગ ને લોભના ભાવ આવે એને જાણવું.
-આત્મધર્મ અંક ૪૪૬, ડિસેમ્બર ૧૯૮૦, પૃષ્ઠ ૩૧
(૫૩૭) પ્રશ્ન- માનવું કાંઈક ને કરવું કાંઈક? ઉત્તર- થવાનું હોય એમ જ થાય એમ માનવું.
–આત્મધર્મ અંક ૪૪૬, ડિસેમ્બર ૧૯૮૦, પૃષ્ઠ ૩૧
(પ૩૮). પ્રશ્ન:- એક પરમાણુ બીજા પરમાણુને અડતો નથી તો દૂધના તપેલામાં એક ટીપું ઝેર પડતાં બધું ઝેરરૂપ થઈ જાય છે તેનું કારણ કોણ?
ઉત્તર- દરેક પરમાણુ પોતાના કારણ-કાર્ય છે. દૂધના પરમાણુ ઝેરરૂપે પોતાથી પરિણમે છેબીજા ઝેરના રજકણથી નહિ. આહાહા ! એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડે નહિ. આ વાત વીતરાગી માને કોણ ? –આત્મધર્મ અંક ૪૪૫, નવેમ્બર ૧૯૮૦, પૃષ્ઠ ૩૦
(પ૩૯). પ્રશ્ન- શું જીવ ને અજીવની સાથે કારણકાર્ય ભાવ સિદ્ધ નથી થતો?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com