________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૪: જ્ઞાનગોષ્ઠી
ઉત્તર:- દરેક દ્રવ્યના પરિણામ પોતાથી થાય છે તેને બીજું દ્રવ્ય કરી શકતું નથી. જીવ પોતાના પરિણામથી ઊપજતો હોવા છતાં તેને અજીવની સાથે કાર્યકારણ ભાવ સિદ્ધ થતો નથી. હોઠ હલે છે, વાણી નીકળે છે, તેનો કર્તા જીવ છે એમ સિદ્ધ થતા નથી. દાળ, ભાત, શાક થાય છે તેને જીવ કરી શકતો નથી. રોટલીના ટુકડા થાય છે તેનો કર્તા જીવ સિદ્ધ થતો નથી. શરીરના અવયવોનું હલન-ચલન થાય છે તેનો કર્તા જીવ છે એમ સિદ્ધ થતું નથી પણ તે અજીવના કાર્યનો કર્તા પુદ્ગલ દ્રવ્યો છે એમ સિદ્ધ થાય છે. આહાહા ! આકરી વાત છે. વીતરાગે કહેલી વસ્તુને સમજે તો સંસારથી નવરો થઈ જાય એવી વાત છે.
-આત્મધર્મ અંક ૪૩૮, એપ્રિલ ૧૯૮૦, પૃષ્ઠ ૪૧
(૫૪૦) પ્રશ્ન- એક જીવ બીજાને દુઃખી ન કરી શકે. પરંતુ અસાતા કર્મનો ઉદય તો દુ:ખનું કારણ છે ને?
ઉત્તર- એમ પણ નથી. કેમ કે અસાતા કર્મનો ઉદય તો બાહ્ય સંયોગ આપે, પણ તે સંયોગ વખતે દુઃખની કલ્પના તો જીવ પોતે મોહ ભાવથી કરે તો જ તેને દુ:ખ થાય છે, માટે અસાતા કર્મના ઉદયથી દુ:ખ થતું નથી પણ મોહભાવથી જ દુ:ખ થાય છે. અસાતાના સંયોગ વખતે પણ જો પોતે મોહ વડે દુઃખની કલ્પના ન કરે અને આત્માને ઓળખીને તેના અનુભવમાં રહે તો દુ:ખ થતું નથી. બાહ્ય સંયોગને ફેરવી ન શકાય પણ સંયોગ તરફના વેદનને ફેરવી શકાય છે.
-આત્મધર્મ અંક ૭૪, માગશર ૨૪૭૬, પૃષ્ઠ ૩૩
(૫૪૧) પ્રશ્ન- પરથી પોતાનું કાર્ય થાય જ નહિ એમ નિર્ણય કરવાથી શું લાભ?
ઉત્તરઃ- પરથી પોતાનું કાર્ય થાય જ નહિ એમ નિર્ણય કરતાં એટલી પરાલંબી શ્રદ્ધા તો છૂટી જાય છે એટલો એને લાભ છે, હવે સ્વ તરફ એને વળવાનું રહ્યું, સ્વના આશ્રયનો પુરુષાર્થ કરતાં સમ્યગ્દર્શન થાય છે.
-આત્મધર્મ અંક ૪૩૦, ઓગષ્ટ ૧૯૭૯, ટાઈટલ પૃષ્ઠ 3
(૫૪૨) પ્રશ્ન- રાગને જીવ કરે છે, કર્મ કરે છે, અને જીવ તથા કર્મ ભેગા મળીને કરે છે તેમ કહેવામાં આવે છે તો આ ત્રણમાં ખરું શું સમજવું?
ઉત્તર- રાગ તે જીવના અપરાધથી થાય છે તેથી જીવ રાગનો કર્તા છે, પણ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com