________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કર્તા-કર્મ: ૧૭૫ જીવ સ્વભાવમાં વિકાર થવાનો કોઈ ગુણ નથી તેથી દ્રવ્યદૃષ્ટિ કરાવવા રાગનો કર્તાકર્મ છે. કર્મ વ્યાપક થઈને રાગને કરે છે તેમ કહેવામાં આવે છે અને પ્રમાણનું જ્ઞાન કરાવવું હોય ત્યારે જીવ અને કર્મ બન્ને ભેગા મળીને રાગને કરે છે. જેમ માતા અને પિતા બન્નેનો પુત્ર કહેવાય છે તેમ કહેવામાં આવે છે.
ભગવાન આત્મા જ્ઞાયકજ્યોત છે તે વિકારનો કર્તા નથી, વિકારનો કર્તા મિથ્યાત્વ અવિરતિ કષાય અને યોગ તે ચાર પ્રકારના કર્મો અને તેમના ૧૩ પ્રકારના પ્રત્યયો તે ગુણસ્થાનના કર્તા છે આત્મા શુદ્ધ ચૈતન્યમૂર્તિ છે તે વિકારનો કર્તા નથી.
-આત્મધર્મ અંક ૩૯૧, મે ૧૯૭૬, પૃષ્ઠ ૨૬-૨૭
(૫૪૩). પ્રશ્ન- કર્તા-કર્મ અધિકારમાં વિકારને પુદ્ગલ સાથે વ્યાપ્ય-વ્યાપક કહ્યું છે?
ઉત્તર- સ્વભાવદષ્ટિથી જોઈએ તો વિકારનું કારણ સ્વભાવ છે જ નહિ, તેથી વિકારનું નિમિત્ત જે કર્મ છે તેની સાથે વિકારને વ્યાપ્ય-વ્યાપક ગણવામાં આવે છે.
-આત્મધર્મ અંક ૩૯૧, મે ૧૯૭૬, પૃષ્ઠ ૨૭
(૫૪૪) પ્રશ્ન- જ્ઞાની દ્રવ્ય-ગુણ શુદ્ધ અને પર્યાય શુદ્ધ એટલો જ આત્મા માને છે ?
ઉત્તર:- જ્ઞાની શ્રદ્ધાની અપેક્ષાએ એમ માને છે તોપણ જ્ઞાનની અપેક્ષાથી જોતા રાગનો કર્તારૂપ પરિણમનાર જીવ પોતે છે તેમ જ્ઞાની જાણે છે.
સ્ફટિકમણિમાં જે લાલ પીળી આદિ ઝાંય થાય છે તે તેની યોગ્યતાથી થાય છે તોપણ સ્ફટિકમણીના મૂળ સ્વભાવથી જોઈએ તો એ રંગ ઉપાધિરૂપ છે મૂળ સ્વભાવ નથી. તેમ જીવમાં પર્યાયદષ્ટિથી જોઈએ તો વિકાર તેનો પર્યાયની યોગ્યતારૂપ ધર્મ છે પણ દ્રવ્યાર્થિકનયથી જોઈએ તો તે વિકાર તેનો મૂળ સ્વભાવ નથી.
-આત્મધર્મ અંક ૩૯૧, મે ૧૯૭૬, પૃષ્ઠ ૨૭
(૫૪૫) પ્રશ્ન- દ્રવ્ય શુદ્ધ છે, ગુણો શુદ્ધ છે, અને પર્યાયમાં અશુદ્ધતા છે તે કર્મના લઈને થતી નથી તો અશુદ્ધતા આવી ક્યાંથી?
ઉત્તર- દ્રવ્ય-ગુણ ત્રિકાળ શુદ્ધ જ છે અને પર્યાયમાં વિકાર થાય છે તે પર્યાયની તે સમયની યોગ્યતાથી ક્ષણિક વિકાર થાય છે, કર્મથી વિકાર થતો નથી. કર્મનું નિમિત્તનું લક્ષ કરીને તે સમયની યોગ્યતાથી જ વિકાર થાય છે. પંચાસ્તિકાયની ૬૨ મી ગાથામાં વિકારને પરકારકની અપેક્ષા જ નથી તેમ કહ્યું છે, કેમકે વિકાર પણ તે સમયનું સ્વતંત્ર પરિણમન છે.
-આત્મધર્મ અંક ૩૯૧, મે ૧૯૭૬, પૃષ્ઠ ૨૩
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com