________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૬: જ્ઞાનગોષ્ઠી
(૫૪૬) પ્રશ્ન- ગોમટસારમાં કર્મને લઈને વિકાર થાય છે તેમ કહ્યું છે ને?
ઉત્તર:- વિકારી અવસ્થા થાય છે તે પર્યાયની યોગ્યતાના સ્વકાળથી થાય છે, કર્મના લઈને થતી નથી. પણ નિમિત્તને આધીન થઈને વિકાર થાય છે તેથી ત્યાં નિમિત્તનું જ્ઞાન કરાવવા કર્મને લઈને થાય છે તેમ કહ્યું છે. સમયસારમાં પણ વિકારનો કર્તા પુદ્ગલ કર્મને કહ્યું છે. ત્યાં દષ્ટિનું દ્રવ્ય ઉપર જોર વર્તે છે તે બતાવવા વિકારરૂપે આત્મા થતો નથી તેમ બતાવીને જ અલ્પ વિકારે છે તેનો કતો પુગલ કમ છે તેમ કહેવામાં આવ્યું છે. પ્રવચનસારમાં વિકારનો કર્તા જીવ છે તેમ કહ્યું છે ત્યાં એ વિકારી પરિણમન કર્મનું નથી પણ જીવનું જ છે તેમ બતાવવું છે. જ્યાં જે અપેક્ષાથી કહ્યું હોય ત્યાં તે અપેક્ષા બરાબર સમજવી જોઈએ. તો જ વસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ સમજવામાં આવી શકે.
રાગથી ભિન્ન પડી શુદ્ધ આત્માનું જ્ઞાન કરવું એ સમ્યગ્દર્શન છે. પૂજા, ભક્તિ, યાત્રા આદિ તો અનંતવાર કર્યો, પણ આત્માના સમ્યકજ્ઞાન વિના ભવના અંત ન આવ્યા. ભવના અભાવ કરવાની મોસમનો આ સમય છે. નિયમસારમાં દિવ્યધ્વનિને સકલ જનતાના શ્રવણના સૌભાગ્યનું કારણ કહ્યું છે ને! આવી પરમ અધ્યાત્મની ગંભીર વાતો એ તો હીરા-માણેકના હારડા છે, એના મૂલ્ય શા?
–આત્મધર્મ અંક ૩૯૧, મે ૧૯૭૬, પૃષ્ઠ ૩ર.
(૫૪૭) પ્રશ્ન- જો કર્મ આત્માને વિકાર ન કરાવતાં હોય તો, આત્મામાં વિકાર થાય છે તેનું કારણ કોણ છે? સમ્યગ્દષ્ટિ જીવોને તો વિકાર કરવાની ભાવના હોતી નથી છતાં તેમને વિકાર તો થાય છે, માટે કર્મ વિકાર કરાવે છે ને?
ઉત્તર:- કર્મ આત્માને વિકાર કરાવે એ વાત ખોટી છે. આત્માને પોતાની પર્યાયના દોષથી જ વિકાર થાય છે; કર્મ વિકાર કરાવતું નથી પણ આત્માની પર્યાયની તેવી યોગ્યતા છે. સમ્યગ્દષ્ટિને રાગ-દ્વેષ કરવાની ભાવના નથી છતાં રાગદ્વેષ થાય છે તેનું કારણ ચારિત્રગુણની તેની પર્યાયની લાયકાત છે. રાગ-દ્વેષની ભાવના નથી તે તો શ્રદ્ધાગુણની પર્યાય છે અને રાગદ્વેષ થાય છે તે ચારિત્રગુણની પર્યાય છે. પુરુષાર્થની નબળાઈથી રાગ-દ્વેષ થાય છે એમ કહેવું તે પણ નિમિત્તથી કથન છે. ખરેખર તો ચારિત્રગુણની જ તે તે સમયની યોગ્યતાને લીધે જ રાગદ્વેષ થાય છે.
–આત્મધર્મ અંક ૪૭, ભાદ્રપદ ૨૪૭૩, પૃષ્ઠ ૨૫૧
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com