________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કર્તા-કર્મ: ૧૭૭ (૫૪૮) પ્રશ્ન- વિકાર થાય છે તે ચારિત્રગુણની પર્યાયની જ લાયકાત છે, તો પછી જ્યાં સુધી ચારિત્રગુણની પર્યાયમાં વિકાર થવાની લાયકાત હોય ત્યાં સુધી વિકાર થયા જ કરે, એમ થતાં વિકારને ટાળવાનું જીવને આધીન રહ્યું નહિ?
ઉત્તર:- એકેક સમયની સ્વતંત્ર લાયકાત છે એવો નિર્ણય કયા જ્ઞાનમાં કર્યો ? ત્રિકાળી સ્વભાવ તરફ ઢળ્યા વગર જ્ઞાનમાં એકેક સમયની પર્યાયની સ્વતંત્રતાનો નિર્ણય થઈ શકે નહિ અને જ્યાં જ્ઞાન ત્રિકાળી સ્વભાવમાં ઢળ્યું ત્યાં સ્વભાવની પ્રતીતિના જોરે પર્યાયમાંથી રાગ-દ્વેષ થવાની લાયકાત ક્ષણે ક્ષણે ઘટતી જ જાય છે. જેણે સ્વભાવનો નિર્ણય કર્યો તેની પર્યાયમાં લાંબો કાળ રાગ-દ્વેષ રહે એવી લાયકાત હોય જ નહિ, એવું જ સમ્યનિર્ણયનું જોર છે.
-આત્મધર્મ અંક ૪૭, ભાદ્રપદ ૨૪૭૩, પૃષ્ઠ ૨૫૧
(૫૪૯) પ્રશ્ન- ભગવાન આત્મા વિકારનું કારક છે કે અકારક? વિકાર પરદ્રવ્યથી થાય છે શું? જો ના, તો પરદ્રવ્યથી પરાભુખ હોવાનો ઉપદેશ કેમ દેવાય છે? પર્યાયનું નિર્વિકારી હોવું દ્રવ્યને આધીન છે શું? કૃપા કરી બધાનું સમાધાન કરશો.
ઉત્તર:- ભગવાન આત્મા નિર્વિકાર અતીન્દ્રિય આનંદનો પિંડ છે તે વિકારનું કારણ છે જ નહિ. પરદ્રવ્ય ઉપર લક્ષ કરવાથી વિકાર થાય છે પણ પરદ્રવ્યથી વિકાર થતો નથી. પરદ્રવ્ય ઉપર લક્ષ કરવાથી પર્યાય સ્વતંત્ર પોતાથી વિકારરૂપે થાય છે. સ્વદ્રવ્ય શુદ્ધ ચૈતન્યમૂર્તિ આનંદ સ્વરૂપ છે તેનાથી પર્યાય નિર્વિકાર થતી નથી પણ સ્વદ્રવ્યનું લક્ષ કરતાં પર્યાય પોતે પોતાથી સ્વતંત્રરૂપે નિર્વિકાર થાય છે અને પરદ્રવ્યનું લક્ષ કરવાથી પર્યાય વિકારી થાય છે તેથી આત્મા એકલો સ્વભાવથી રાગનો અકારક જ છે. જો આત્મા રાગનો અકારક ન હોય તો પરદ્રવ્યથી હઠવાનોપરદ્રવ્યનું લક્ષ છોડવાનો ઉપદેશ છે તે નિરર્થક ઠરે. તેથી પરદ્રવ્યના લક્ષે જ વિકાર થતો હોવાથી પરદ્રવ્યથી હઠવાનો ઉપદેશ છે. વિકાર થાય છે તેમાં પરદ્રવ્ય નિમિત્ત છે તે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ એમ જાહેર કરે છે કે આત્મા એકલો સ્વભાવથી વિકારનો અકારક જ છે.
-આત્મધર્મ અંક ૪૩૫, જાન્યુઆરી ૧૯૮૦, ટાઈટલ પૃષ્ઠ ૩-પૃષ્ઠ ૨૯
(૫૫૦) પ્રશ્ન- આત્માને ક્રોધાદિરૂપ અથવા જ્ઞાનરૂપ કોણ કરે છે? શું કર્મનો ઉદય અથવા પ્રતિકૂલ સંયોગ તેને અજ્ઞાનરૂપ નથી કરતો ?
ઉત્તર:- જેમ સફેદ શંખ ગમે તેટલી કાળી માટી વિગેર ખાય છતાં તે કાળી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com