________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૦) દ્રવ્ય-ગુણ-પર્યાય
(૪૦૯) પ્રશ્ન- ધર્મ કરવામાં દ્રવ્ય-ગુણ-પર્યાયને સમજવાની શું જરૂર છે? દાન-વ્રતતપ કરવાથી ધર્મ તો થાય છે?
ઉત્તર- દાન-વ્રત-તપ કરે અને તે શુભરાગથી લાભ માને ધર્મ માને તે તો મિથ્યાત્વના મોટા પાપને બાંધે છે. વ્રતાદિના પરિણામ તો રાગરૂપ છે, બંધરૂપ છે અને ધર્મ તો વીતરાગ પરિણામ છે. આત્મા આનંદસ્વરૂપ મહાપ્રભુ છે તેને દ્રવ્યગુણ-પર્યાયના સ્વરૂપથી ઓળખે તો રાગથી ભિન્ન પડી ચૈતન્યસ્વરૂપ આત્મામાં એકાગ્ર થાય અને ત્યારે ધર્મ થાય છે.
-આત્મધર્મ અંક ૪૨૯, જુલાઈ ૧૯૭૯, પૃષ્ઠ ૨૮
(૪૧૦) પ્રશ્ન- દ્રવ્ય તથા ગુણમાં તથા એક ગુણ અને બીજા ગુણ વચ્ચે શું કોઈ અભાવ છે? જો હોય તો કેવો અને તેને સમજવાથી શું લાભ થાય?
ઉત્તર- દ્રવ્ય તથા ગુણ નથી અને ગુણ તે દ્રવ્ય નથી. ગુણ અને દ્રવ્ય વચ્ચે, એક ગુણ અને બીજા ગુણ વચ્ચે અતભાવ છે. પોતાના દ્રવ્યમાં પણ ગુણને અને દ્રવ્યને અતભાવ છે. આહાહા ! અહીં સુધી વાત લીધી છે તો બીજા બહારના પદાર્થો કે જેના પ્રદેશો પૃથક જ છે તે તો સર્વથા જુદા જ છે તો એક પદાર્થ બીજા પદાર્થને કરે શું? આહાહા ! પ્રભુ તું એકલડો છે, એકલડામાં પણ સત્તાને અને દ્રવ્યને તદ્દ અભાવ છે. જ્ઞાન છે તે આત્મા નથી. આનંદ છે તે આત્મા નથી અને આત્મા છે તે આનંદ નથી. આમ બે વચ્ચે તદ્દ અભાવ છે. દ્રવ્યની સ્વતંત્રતાના પ્રવચનસારમાં ઘણા બોલ આવી ગયા. જે રીતે સત્ય છે એ જ રીતે એના જ્ઞાનમાં આવે તો જ પર્યાય અંદર વળી શકશે. નહિંતર પર્યાય અંદર નહિ વળે.
-આત્મધર્મ અંક ૪૩૩, નવેમ્બર ૧૯૭૯, પૃષ્ઠ ૨૯
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com