________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય-ગુણ-પર્યાયઃ ૧૨૯
(૪૧૧) પ્રશ્ન- દ્રવ્યને ગુણ સ્પર્શતો નથી અને ગુણને દ્રવ્ય સ્પર્શતું નથી એમ કહેવામાં શું પ્રયોજન છે ? ઉત્તર:- ગુણભેદની દષ્ટિ છોડાવીને અભેદવસ્તુની દષ્ટિ કરાવવાનું પ્રયોજન છે.
-આત્મધર્મ અંક ૪૩ર, ઓકટોબર ૧૯૭૯, પૃષ્ઠ ૩ર
(૪૧૨) પ્રશ્ન- દ્રવ્ય અને ગુણોમાં કથંચિત ભેદ અને કથંચિત્ અભેદ કઈ પ્રકારથી છે?
ઉત્તર:- નિશ્ચય સ્વરૂપના જ્ઞાતા જૈનાચાર્ય, જેમ હિમાચલ અને વિંધ્યાચલ પર્વતમાં ભિન્નપણું છે અથવા એકક્ષેત્રમાં રહેલા જલ અને દૂધમાં ભિન્ન પ્રદેશપણું છે એવું ભિનપણું દ્રવ્ય અને ગુણોમાં માનતા નથી, તોપણ એકાંતથી દ્રવ્ય અને ગુણોનું એકપણું પણ માનતાં નથી. અર્થાત જેમ દ્રવ્ય અને ગુણોમાં પ્રદેશોની અપેક્ષાથી અભિન્નપણું છે, તેમ સંજ્ઞા આદિની અપેક્ષાએ પણ એકપણું છે એમ માનતા નથી. અર્થાત્ એકાંતથી દ્રવ્ય અને ગુણોનું ન એકપણું માને છે ન ભિન્નપણું માને છે. અપેક્ષા વિના એકત્વ, અન્યત્વ બન્ને માનતાં નથી. પરંતુ ભિન્ન ભિન્ન અપેક્ષાથી બને સ્વભાવોને માને છે. પ્રદેશોની એકતાથી એકપણું છે. સંજ્ઞાદિની અપેક્ષાએ દ્રવ્ય અને ગુણોમાં અન્યપણું છે-એમ આચાર્ય માને છે. (શ્રી જયસેન આચાર્યપંચાસ્તિકાય ટીકા ગાથા-૪૫)
-આત્મધર્મ અંક ૪૨૩, જાન્યુઆરી ૧૯૭૯, ટાઈટલ પૃષ્ઠ 3
(૪૧૩). પ્રશ્ન:- કોઈ દ્રવ્ય પોતાનો સ્વભાવ છોડતો નથી તો જીવ સંસારી કેમ?
ઉત્તર:- કોઈ દ્રવ્ય પોતાનો સ્વભાવ છોડતો નથી એટલે? ત્રિકાળી સ્વભાવ છોડતો નથી. વર્તમાન દશામાં વિકારી દશા હોય, બંધ અવસ્થા હોય તોપણ ત્રિકાળી સ્વભાવ છોડતો નથી. બંધની અવસ્થા હો, મોક્ષમાર્ગની અવસ્થા હો કે મોક્ષ હો પરંતુ વસ્તુ તો ધ્રુવ એવી ને એવી પર્યાયની પાછળ ત્રણે કાળ મોજાદ પડી છે.
-આત્મધર્મ અંક ૪૦૪, જૂન ૧૯૭૭, પૃષ્ઠ ૨૦
(૪૧૪) પ્રશ્ન:- દ્રવ્યમાંથી પર્યાય ઉત્પન્ન થાય છે, પર્યાય વ્યય થઈને દ્રવ્યમાં ભળી જાય છે તો દ્રવ્ય-ધ્રુવ ટંકોત્કીર્ણ તો ન રહ્યું?
ઉત્તર- પર્યાય દ્રવ્યમાંથી ઉત્પન્ન થાય છે ને પર્યાય વ્યય થઈને દ્રવ્યમાં ભળે છે એ પર્યાયાર્થિકનયથી કહ્યું છે. દ્રવ્યાર્થિકનયનું દ્રવ્ય તો ધ્રુવ ટંકોત્કીર્ણ ફૂટસ્થ છે.
-આત્મધર્મ અંક ૩૯૧, મે ૧૯૭૬, પૃષ્ઠ ૨૮
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com