SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ભેદ-વિજ્ઞાન: ૬૫ ને પદાર્થો શેય છે, શય-જ્ઞાયકરૂપ નિર્દોષ સંબંધ સિવાય અન્ય કોઈ સંબંધ મારે પરદ્રવ્ય સાથે સ્વપ્ન પણ નથી. મારે પર સાથે માત્ર જાણવા પૂરતો જ સંબંધ છે. જેમ અંધારામાં કોઈ માણસ કોઈને પોતાની સ્ત્રી સમજીને વિષયબુદ્ધિથી તેની પાસે ગયો, પણ જ્યાં પ્રકાશમાં તેનું મોઢું જોતાં ખબર પડી કે આ તો મારી માતા છે. ત્યાં ફડાક તેની વૃત્તિ પલટી જાય છે કે અરે આ તો મારી જનેતા! જનેતાની ઓળખાણ થઈ કે તરત જ વિકાર વૃત્તિ પલટી અને માતા-પુત્રના સંબંધ તરીકેની નિર્દોષ વૃત્તિ જાગૃત થઈ. તેમ જીવ અજ્ઞાન ભાવે પરવસ્તુને પોતાની માનીને તેને ઈષ્ટ–અનિષ્ટ માને છે અને તેના કર્તા-ભોક્તાના ભાવ કરીને વિકારપણે પરિણમે છે. પણ જ્યાં જ્ઞાન પ્રકાશ થતાં ભાન થયું કે અહો મારો જ્ઞાયક સ્વભાવ છે. ને પદાર્થોનો શેયસ્વભાવ છે. એમ નિર્દોષ જ્ઞય-જ્ઞાયક સંબંધનું ભાન થતાં જ ધર્મીને વિકારભાવ ટળીને નિર્દોષ જ્ઞાયકભાવ પ્રગટ થાય છે. અસ્થિરતાના રાગ-દ્વેષ થતા હોય છતાં ધર્મીને અંતરમાં ચિ પલટી ગઈ છે કે હું ચૈતન્યસ્વરૂપ બધાનો જાણનાર છું, બીજા પદાર્થો સાથે જ્ઞય-જ્ઞાયક સ્વભાવ સંબંધ સિવાય બીજો કોઈ સંબંધ મારે નથી. આત્મધર્મ અંક ૭૬, મહા ૨૪૭૬, પૃષ્ઠ ૬૯ (૨૦૭) પ્રશ્ન- પ્રભુ! હું સંસારરોગથી પીડાતો દર્દી છું એ રોગને મટાડનાર આપ ડોકટર પાસે આવ્યો છું ! ઉત્તર- કોઈ દર્દી જ નથી. હું દર્દી છું એવી માન્યતા છોડી દેવી. હું નિરોગી પરમાત્મસ્વરૂપ જ છું. -આત્મધર્મ અંક ૪૪૬, ડિસેમ્બર ૧૯૭, પૃષ્ઠ ૩૧ વિદ પંડિત કહેવત હૈ, વિદ અન્ત જુ અન્તહિ પાવત હૈ. નિજ જ્ઞાન પ્રકાશ સુ અન્ત લો, કુછ અંશ ન જાનન માંહિ રહો. સિદ્ધ ચક્રવિધાન; તૃતીય પૂજા, છંદ ૨૮ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008237
Book TitleGyan Gosthi
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size964 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy