________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
નિશ્ચય-વ્યવહાર: ૧૫૩
ઉત્ત૨:- વ્યવહારનય સર્વથા નિષેધ કરવા યોગ્ય નથી એટલે કે સાધક જીવને અપૂર્ણદશા વર્તતી હોય ત્યારે ભૂમિકા યોગ્ય દયા-દાન-પૂજા-ભક્તિ-યાત્રા-વ્રત-તપ આદિના શુભરાગરૂપ વ્યવહાર આવે છે, હોય છે; આવ્યા વિના રહેતો નથી; તેને તે તે કાળે તે તે ભૂમિકામાં જાણવા યોગ્ય છે, જાણવો પ્રયોજનવાન છે, નિષેધવા યોગ્ય નથી, એટલે કે આદરવા યોગ્ય છે એમ નહિ પણ તે તે ભૂમિકા પ્રમાણે આવતા રાગને જાણવા યોગ્ય છે. -આત્મધર્મ અંક ૪૨૨, ડિસેમ્બર ૧૯૭૮, પૃષ્ઠ ૨૮ (૪૮૪)
પ્રશ્ન:- વ્યવહારનો નિષેધ કરવાથી જીવ અશુભમાં ચાલ્યો જશે.
ઉત્ત૨:- અરે ભાઈ! જે શુભરાગરૂપ વ્યવહારમાં આવ્યો છે તે અશુભને છોડીને તો આવ્યો છે, હવે તેને સ્વનો –નિશ્ચયનો આશ્રય કરાવવા માટે વ્યવહારનો નિષેધ કરાવે છે ત્યાં અશુભમાં જવાની વાત જ ક્યાં છે?
-આત્મધર્મ અંક ૪૦૪, જૂન ૧૯૭૭, પૃષ્ઠ ૨૩ (૪૮૫ )
પ્રશ્ન:- શું વ્યવહારરત્નત્રય મોક્ષનું વાસ્તવિક કારણ નથી?
ઉત્ત૨:- જે મોક્ષનું કહેવામાત્ર-કથનમાત્ર કારણ છે એવો વ્યવહા૨ત્નત્રય તો ભવસાગરમાં ડૂબેલા જીવોએ પૂર્વે ભવભવમાં સાંભળ્યો છે અને કર્યો પણ છે. દયાદાન-ભક્તિ-વ્રત-તપ આદિ શુભરાગનો વ્યવહાર તો ભવસાગરમાં ડૂબેલા જીવોએ અનંતવા૨ સાંભળ્યો છે અને આચર્યો છે પણ વ્યવહારત્નત્રય કાંઈક થનમાત્ર મોક્ષનું કારણ છે પરંતુ ખરેખર તો તે બંધનું જ કારણ છે. જે રાગ દુઃખરૂપ છે ઝેરરૂપ છે તે અમૃતરૂપ એવા મોક્ષનું કારણ કેમ હોય? દેવ-શાસ્ત્ર-ગુરુની ભક્તિ પૂજા, જિનમંદિર બંધાવવા, મોટા ગજરથ કાઢવા આદિ બધું તો ભવભવમાં અનંતવાર કર્યું, શાસ્ત્રનું અગિયાર અંગનું જ્ઞાન, નવતત્ત્વની ભેદરૂપ શ્રદ્ધા અને વ્રત-તપ આદિનું આચરણ પૂર્વે અનંતવાર સાંભળ્યું છે અને આચર્યું પણ છે પણ અરેરે! ખેદ છે કે જે સર્વથા એક જ્ઞાનસ્વરૂપ છે એવા ૫૨માત્મતત્ત્વને જીવે કદી સાંભળ્યું નથી, આચર્યું નથી.
-આત્મધર્મ અંક ૪૩૫, જાન્યુઆરી ૧૯૮૦, પૃષ્ઠ ૩૨
(૪૮૬)
પ્રશ્ન:- વ્યવહારનો બહુ નિષેધ કરવા જેવો નથી એમ પંચ-સંગ્રહમાં કહ્યું છે તેનો શું આશય છે?
ઉત્ત૨:- ભગવાનના દર્શન, પૂજન, ભક્તિ, શાસ્ત્ર-શ્રવણ, સ્વાધ્યાય આદિ વ્યવહાર હોય છે. એ વ્યવહારના પરિણામ આવે છે. તેનો નિષેધ કરવા જઈશ તો પછી જિન
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com