________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૪: જ્ઞાનગોષ્ઠી દર્શન શ્રવણ આદિ કાંઈ રહેતું નથી. પર્યાયમાં પંચમહાવ્રત આદિના પરિણામનો વ્યવહાર હોય છે. નવ દેવના દર્શન ભક્તિ આદિનો વ્યવહાર હોય છે. તેને માને જ નહિ તો તે મિથ્યાદષ્ટિ છે અને તે વ્યવહારથી ધર્મ થાય તેમ માને તોપણ તે મિથ્યાષ્ટિ છે. પર્યાય છે અને પર્યાયમાં અનેક પ્રકારના શુભરાગનો વ્યવહાર છે તેને માને જ નહિ તો મિથ્યાષ્ટિ છે. તીર્થકર ભગવાનના કલ્યાણકોમાં ઇન્દ્રાદિ દેવો કરોડો દેવોની સેના સહિત દર્શન પૂજન આદિ માટે આવે છે. ભલે તે વ્યવહાર છે તો ય, પણ તે ભાવ આવે છે, આવ્યા વિના રહેતો નથી. તે જાણવા યોગ્ય છે, તેને યથાવત્ જાણે જ નહિ તો મિથ્યાદષ્ટિ છે. એક બાજુ કહે કે નિર્મળ ક્ષાયિક પર્યાયનું પણ લક્ષ કરે તો રાગ થાય છે. તેથી તે નિર્મળ પર્યાયને પણ પરદ્રવ્ય કહીને હેય કહી અને બીજી બાજુ શુભરાગનો વ્યવહાર આવે છે. હોય છે, તેને જાણે નહિ માને નહિ તો તે મિથ્યાદષ્ટિ છે. દેવ-શાસ્ત્ર–ગુરુ એ વ્યવહારનયનો વિષય છે, તેને જાણવો તો જોઈએ. ભલે તે આશ્રય યોગ્ય નથી પણ જાણવા યોગ્ય તો બરાબર છે, વ્યવહાર છે તેમ નહિ જાણે તો મિથ્યાષ્ટિ થઈ જશે. જૈનધર્મ અનેકાન્ત છે, તે બરાબર સમજવા જેવો છે, તે નહિ સમજે તો એકાન્ત થઈ જશે.
–આત્મધર્મ અંક ૪૩૧, સપ્ટેમ્બર ૧૯૭૯, પૃષ્ઠ ૧૩-૧૪
(૪૮૭) પ્રશ્ન- આગમનો વ્યવહાર અને અધ્યાત્મનો વ્યવહાર એટલે શું?
ઉત્તર- સ્વરૂપની દષ્ટિ થતાં જે શુદ્ધ પરિણમન થાય તે અધ્યાત્મનો વ્યવહાર છે અને મહાવ્રત, ત્રણ ગુતિ આદિ શુભરાગ તે આગમનો વ્યવહાર છે.
-આત્મધર્મ અંક ૪૪૦, જૂન ૧૯૭૭, પૃષ્ઠ ૨૧
(૪૮૮) પ્રશ્ન- આગમનો વ્યવહાર અને અધ્યાત્મનો વ્યવહાર એટલે શું?
ઉત્તર- અધ્યાત્મમાં શુદ્ધ દ્રવ્યને નિશ્ચય કહે છે અને શુદ્ધ પરિણતિને વ્યવહાર કહે છે. આગમમાં શુદ્ધ પરિણતિને નિશ્ચય કહે છે અને તેની સાથે વર્તતા શુભ પરિણામને વ્યવહાર કહે છે.
–આત્મધર્મ અંક ૩૯૨, ડિસેમ્બર ૧૯૭૬, પૃષ્ઠ ૧૩
(૪૮૯) પ્રશ્ન- નિશ્ચય તે મુખ્ય છે કે મુખ્ય તે નિશ્ચય છે?
ઉત્તર- મુખ્ય છે તે જ નિશ્ચય છે. જો નિશ્ચય તે મુખ્ય હોય તો પર્યાય પણ નિશ્ચય છે તેથી પર્યાય પણ મુખ્ય થઈ જાય, પણ તેમ નથી. મુખ્ય તે જ નિશ્ચય છે અને ગૌણ તે વ્યવહાર છે. (સ્વામિકાર્તિકમાં આ વિષયનો ખુલાસો ઘણો કર્યો છે) શ્રદ્ધામાં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com