________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
નિશ્ચય-વ્યવહારઃ ૧૫૫
ત્રિકાળી સ્વ-વસ્તુ એક જ મુખ્ય છે.
-આત્મધર્મ અંક ૩૯૬, ઓકટોબર ૧૯૭૬, પૃષ્ઠ ૨૧
(૪૯૦) પ્રશ્ન- પાંચ પરાવર્તનમાં જીવ રખડયો છે તે વ્યવહારથી રખડયો છે કે નિશ્ચયથી ?
ઉત્તર:- પાંચ પરાવર્તનમાં પોતાના ભાવથી રખડ્યો છે તે નિશ્ચયથી છે. પણ ત્રિકાળી ધ્રુવસ્વભાવની અપેક્ષાથી પાંચ પરાવર્તનના ભાવ પર્યાયમાં હોવાથી પર્યાયને વ્યવહાર કહેવામાં આવે છે. પાંચ પરાવર્તનમાં જીવ રખડ્યો છે તે વ્યવહારથી રખડ્યો છે તેમ નથી, પણ ખરેખર રખડ્યો છે. પ્રવચનસારમાં જીવના વિકારભાવને નિશ્ચય કહેવામાં આવ્યો છે.
-આત્મધર્મ અંક ૩૯૬, ઓકટોબર ૧૯૭૬, પૃષ્ઠ ૨૨
(૪૯૧) પ્રશ્ન:- ત્રિકાળી નિષ્ક્રિય ચૈતન્ય તે જ પરમાર્થ જીવ છે. બંધ મોક્ષ પર્યાયને કરે તે તો વ્યવહાર જીવ છે. તો કેટલા પ્રકારના જીવ છે?
ઉત્તર- બે પ્રકારના જીવ છે, એક પરમાર્થ જીવ છે ને બીજો વ્યવહાર જીવ છે. પરમાર્થ જીવ તો ત્રિકાળી નિષ્ક્રિય મોક્ષસ્વરૂપ જ છે અને બંધ મોક્ષ રૂપે પર્યાય પરિણમે છે તે વ્યવહાર જીવ છે. -આત્મધર્મ અંક ૩૯૬, ઓકટોબર ૧૯૭૬, પૃષ્ઠ ૧૮
(૪૯૨) પ્રશ્ન- જે ઘરે જવું ન હોય તેને જાણવાનું શું કામ ? તેમ વ્યવહારને છોડવા જેવો છે તો તેને જાણવાનું શું કામ છે?
ઉત્તર:- જે ઘરે જવું ન હોય તેને પણ જાણવું જોઈએ. એ ઘર પોતાનું નથી પણ બીજાનું છે તેમ જાણવું જોઈએ. તેમ પર્યાયનો આશ્રય કરવાનો નથી તેથી તેનું જ્ઞાન પણ નહિ કરે તો એકાન્ત થઈ જશે, પ્રમાણજ્ઞાન નહિ થાય. પર્યાયનો આશ્રય છોડવા યોગ્ય હોવા છતાં તેનું જેમ છે તેમ જ્ઞાન તો કરવું પડશે, તો જ નિશ્ચયનયનું જ્ઞાન સાચું થશે.
-આત્મધર્મ અંક ૩૯૫, સપ્ટેમ્બર ૧૯૭૬, પૃષ્ઠ ૨૯
(૪૯૩) પ્રશ્ન:- જે વ્યવહાર-નિશ્ચયને બતાવે તેનો કોઈ ઉપકાર ખરો ?
ઉત્તર- ના, વ્યવહાર નિશ્ચય સુધી પહોંચાડતો નથી, તેનાથી કાંઈ કાર્યસિદ્ધિ થતી નથી. વ્યવહાર અનુસરવા લાયક નથી. દર્શન-જ્ઞાન-ચારિત્રનો ભેદ પાડીને સમજાવવો પડે છે. ને ભેદથી આત્મા સમજવો પડે છે એટલો વ્યવહાર હોય જ છે, તોપણ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com