________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૬: જ્ઞાનગોષ્ઠી
તે અનુસરવા લાયક ચીજ નથી એક જ્ઞાયકને જ લક્ષમાં લેવા જેવો છે.
-આત્મધર્મ અંક ૩૯૧, મે ૧૯૭૬, પૃષ્ઠ ૨૫
(૪૯૪)
પ્રશ્ન:- વ્યવહાર પ્રતિક્રમણ ક્યારે સફળ કહેવાય ?
ઉત્ત૨:- જિનેન્દ્ર ભગવાન એક કહે છે કે અમારા વીતરાગ સંતોએ શાસ્ત્રોમાં દ્રવ્યશ્રુતાત્મક વ્યવહાર પ્રતિક્રમણ આદિ કહ્યાં છે તેને સાંભળીને, તેને જાણીને સકળ સંયમની ભાવના કરે છે તેને વ્યવહાર પ્રતિક્રમણનું જાણપણાનું સફળપણું છે સાર્થકપણું છે. પ્રતિક્રમણ આદિ જેટલા પ્રકારના વ્યવહાર શાસ્ત્રમાં કહ્યાં છે તે બધો વ્યવહાર બંધનું કારણ છે, એને છોડીને અંદર આનંદ સ્વરૂપમાં જાય તેને વ્યવહારનું સફળપણું કહેવાય. જેટલા ક્રિયાકાંડ-વ્યવહાર કહેવામાં આવે છે તેને છોડીને શુદ્ધસ્વરૂપના અનુભવમાં જાય તો તેને વ્યવહાર જાણવાનું સફળપણું થયું કહેવાય. પણ જે શુદ્ધ સ્વરૂપ સન્મુખ થતો નથી અને એકલા વ્યવહારમાં જ રહે ને આત્માના આનંદ સ્વરૂપમાં ન જાય તો તેનો વ્યવહાર એકલો સંસારમાં રખડવાનું કારણ છે.
-આત્મધર્મ અંક ૪૩૮, એપ્રિલ ૧૯૮૦, પૃષ્ઠ ૪૧-૪૨
(૪૯૫)
પ્રશ્ન:- વ્યવહારથી નિશ્ચય થાય એમ અહીં કહ્યું ?
ઉત્ત૨ઃ- વ્યવહારથી નિશ્ચય થાય એમ કહ્યું નથી પણ વ્યવહારને જાણીને એનું લક્ષ છોડીને નિશ્ચય આનંદ સ્વરૂપમાં જવાનું કહ્યું છે. વ્યવહાર છોડીને આનંદ સ્વરૂપ આત્મામાં જાય-વીતરાગ સ્વરૂપ આત્મામાં જાય તેને વ્યવહાર જાણવાનું સફળપણું કહ્યું છે. જે વીતરાગ સ્વરૂપ આત્મામાં ઢળે છે તેના વ્યવહારને નિમિત્તપણું કહ્યું છે. પણ જે વ્યવહારમાં જ ઊભો રહે અને નિશ્ચય સ્વરૂપમાં જાય નહિ તેને વ્યવહારનું સફળપણું થતું નથી અને તેના વ્યવહારને વ્યવહાર પણ કહેવાતો નથી. ભગવાનની ભક્તિ કરે, દયા-દાન કરે, જાત્રા કરે, મંદિર બંધાવે સાચા મુનિઓને સાંભળે પણ એનાથી ધર્મ થતો નથી. એ બધા શુભ ભાવો છે.
-આત્મધર્મ અંક ૪૩૮, એપ્રિલ ૧૯૮૦, પૃષ્ઠ ૪૨ (૪૯૬)
પ્રશ્ન:- લાગેલા દોષોનું પ્રતિક્રમણ આદિ કરવાથી આત્મા શુદ્ધ થઈ જાય છે, તો પછી પ્રથમથી જ શુદ્ધાત્માના આલંબનનો ખેદ શું કામ કરવો?
ઉત્ત૨:- શુદ્ધાત્માના ભાન વિનાના વ્યવહાર પ્રતિક્રમણ આદિ છે તે દોષને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com