________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
નિશ્ચય-વ્યવહાર: ૧૫૭ ઘટાડવા-ટાળવા સમર્થ નથી. કેમ કે આત્માનું આલંબન આવ્યું નથી તેને તો રાગમાં એકતાબુદ્ધિ પડી હોવાથી તેના શુભરાગના ક્રિયાકાંડ એકલા દોષરૂપ જ છે, એ દોષ મટાડવા સમર્થ નથી. અજ્ઞાનીના અપ્રતિક્રમણ આદિ તો પાપરૂપ વિષકુંભ જ છે અને શુભરાગરૂપ પ્રતિક્રમણ આદિ પણ આત્માનું આલંબન નથી તેથી તેને તો તે વિષકુંભ જ છે. જ્ઞાનીના પ્રતિક્રમણ આદિને આત્માનું આલંબન હોવાથી વ્યવહારનયે જ અમૃતકુંભ કહ્યાં છે જ્ઞાનીને સ્વરૂપમાં સ્થિર રહી શકાય નહિ ત્યારે અશુભથી બચવા શુભરાગ આવે છે. આ ચાર શાસ્ત્રોમાં જેટલા શુભક્રિયાકાંડની વાત આવે છે તેને વ્યવહારનયે જ અમૃતરૂપ કહેવાય છે પણ નિશ્ચયનયે તો ઝેરરૂપ જ છે-બંધરૂપ જ છે.
-આત્મધર્મ અંક ૪૩૯, મે ૧૯૮૦, પૃષ્ઠ ૨૮
(૪૯૭) પ્રશ્ન:- જ્ઞાનીના વ્યવહાર પ્રતિક્રમણ પણ બંધનું કારણ છે, એમ કહેવાનું પ્રયોજન શું?
ઉત્તર- નિશ્ચયર્દષ્ટિવાળા જ્ઞાનીના વ્યવહાર પ્રતિક્રમણ આદિ પણ બંધનું કારણ છે તેમ કહીને વ્યવહારનું આલંબન છોડાવ્યું છે. જિનેન્દ્રનું સ્મરણ, ભક્તિ, સ્વાધ્યાય, મંદિર કરવું, પ્રતિષ્ઠા કરવી, શાસ્ત્રો બનાવવા, વ્રત, તપ આદિના અનેક પ્રકારના શુભ-આલંબનમાં ચિત્તનું ભ્રમણ થયા કરતું હોવાથી તેનું આલંબન પણ છોડાવી શુદ્ધ સ્વરૂપના થાંભલે ચિત્તને બાંધ્યું છે-શુદ્ધ સ્વરૂપનું આલંબન કરાવ્યું છે.
–આત્મધર્મ અંક ૪૩૯, મે ૧૯૮૦, પૃષ્ઠ ૨૮-૨૯
(૪૯૮) પ્રશ્ન:- પંચાસ્તિકાયની ૧૭૨ મી ગાથામાં તો એમ કહ્યું છે કે ભિન્ન સાધ્યસાધનરૂપ વ્યવહારને ન માને તો મિથ્યાષ્ટિ છે-તેનો અર્થ શું છે?
ઉત્તર- સાધક અવસ્થામાં શુદ્ધતાના અંશની સાથે ભૂમિકા પ્રમાણે શુભરાગ પણ આવે છે તેનું ત્યાં જ્ઞાન કરાવ્યું છે, અને ઉપચારથી તે રાગને વ્યવહાર સાધન કહ્યું છે. તે વ્યવહારનાં આશ્રયે નિશ્ચય પમાય એવો તેનો આશય નથી પણ સાધકને તે બંને સાધન એક સાથે વર્તે છે તેનું જ્ઞાન કરાવવા માટે તે કથન છે. સાધકને તે બંને વર્તે છે એમ ન માને તો તે મિથ્યાષ્ટિ છે એમ સમજવું, પણ રાગાદિ વ્યવહારસાધનના અવલંબનથી નિશ્ચયસાધન પમાઈ જશે એમ ન સમજવું.
-આત્મધર્મ અંક ૪૧૨, ફેબ્રુઆરી ૧૯૭૮, પૃષ્ઠ ૨૯
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com