________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૮: જ્ઞાનગોષ્ઠી
(૪૯૯) પ્રશ્ન:- ભગવાને કહેલા વ્યવહારનું પાલન કરવા છતાં અભવીને આત્માનું આલંબન જ નથી? અને તિર્યંચસમ્યગ્દષ્ટિને વ્યવહાર નથી છતાં આત્માનું આલંબન છે?
ઉત્તર- હા. અહીં ખૂબી તો એ છે કે વ્યવહાર પણ ભગવાન જિનેન્દ્ર જોયો છે અને તેમણે કહ્યો છે તેવા વ્યવહારનું પાલન કરવા છતાં આત્માનો આશ્રય લેતો નથી તેને નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટ થતા નથી. બીજાએ કહેલા વ્યવહારની તો વાત નથી. સર્વજ્ઞ ભગવાને કહેલા વ્યવહારનો પણ નિશ્ચયમાં નિષેધ થાય છે.
–આત્મધર્મ અંક ૩૯૧, મે ૧૯૭૬, પૃષ્ઠ ૨૯-૩૦
(૫૦૦) પ્રશ્ન:- નિશ્ચય વડે વ્યવહારનો નિષેધ થાય છે એટલે વ્યવહાર નિષેધ છે એમ કરીને વ્યવહાર છોડી દે અને નિશ્ચય આવે નહીં તો?
ઉત્તર:- આ બાજુ અંદરમાં ઢળે છે એટલે વ્યવહાર હય થઈ જાય છે. હેય કરું કરું એમ કરે એ તો વિકલ્પ છે. નિશ્ચયમાં ઢળતા વ્યવહારમાં હેય રૂપ થઈ જાય છે નિષેધ સહજ થાય છે.
-આત્મધર્મ અંક ૩૯૧, મે ૧૯૭૬, પૃષ્ઠ ૨૯
(૫૦૧) પ્રશ્ન-નિશ્ચયનય કેટલા પ્રકારના કહેવાય છે?
ઉત્તર:- ખરેખર તો ત્રિકાળીદ્રવ્ય તે જ નિશ્ચય છે, રાગને જ્યારે વ્યવહાર કહેવો હોય ત્યારે નિર્મળ પર્યાયને તેનાથી ભિન્ન બતાવી તેને નિશ્ચય કહેવાય છે. કર્મને વ્યવહાર કહેવો હોય ત્યારે રાગને નિશ્ચય કહેવાય અનુભૂતિની પર્યાય તે વ્યવહાર છે છતાં દ્રવ્ય તરફ ઢળી છે તેથી તેને નિશ્ચય કહીને અનુભૂતિને જ આત્મા કહ્યો છે એમ અપેક્ષાથી નિશ્ચયનયના ઘણા પ્રકાર પડે છે.
-આત્મધર્મ અંક ૩૯૧, મે ૧૯૭૬, પૃષ્ઠ ૨૯
(૫૦૨) પ્રશ્ન- મુક્તિ અને સંસારમાં અંતર નથી-એમ ક્યો પુરુષ કહી શકે ? અને કઈ નથી કહે છે?
ઉત્તરઃ- શુદ્ધનિશ્ચયનયના બળથી વ્યવહારનયને હેય કહ્યો છે, તે હેયરૂપ વ્યવહારનયના વિષયમાં ઉદય આદિ ચાર ભાવો આવી જાય છે. ચૌદ જીવસ્થાનો અને ચૌદ માર્ગણાસ્થાનો અને ચૌદ ગુણસ્થાનો પણ આવી જાય છે. એ બધાને શુદ્ધ નિશ્ચયનયના બળથી હેય ગણવામાં આવે છે. અરે ! સંસાર અને મોક્ષ એ બધી પર્યાયો હોવાથી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com