________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
નિશ્ચય-વ્યવહાર: ૧૫૯
ત્રિકાળી શુદ્ધ જીવ વસ્તુમાં તેનો અભાવ હોવાથી તેને વ્યવહા૨ જીવ ગણીને હૈય કહ્યાં છે. આહાહા! ગજબ વાત કરી છે. નિમિત્તને તો ૫૨ સ્વભાવ ગણી ૫૨ દ્રવ્ય ગણીને હેય કહેવામાં આવે છે અને રાગને પણ પરસ્વભાવ ગણી પરદ્રવ્ય ગણીને હૈય કહેવામાં આવે છે પણ અહીં નિયમસાર ગાથા ૫૦માં તો નિર્મળ પર્યાયને પણ પરસ્વભાવ કહી ૫૨દ્રવ્ય કહીને તૈય કહી છે. આહાહા! આચાર્યદેવે અંતરના મૂળ માખણની વાત ખુલ્લી કરી દીધી છે. નિર્મળ પર્યાય ઉપર લક્ષ જતાં વિકલ્પ ઉઠે છે, તેથી તેનું લક્ષ છોડાવવાના હેતુથી તેને પ૨સ્વભાવ ને ૫દ્રવ્ય કહીને હૈય કહી છે. -આત્મધર્મ અંક ૪૧૭, એપ્રિલ ૧૯૭૮, પૃષ્ઠ ૨૨
(૫૦૩)
પ્રશ્ન:- સમયસારની ટીકા કરવાથી મલિનતા નાશ થાય છે?
ઉત્ત૨:- ટીકા કરવાના વિકલ્પથી મલિનતા નાશ થતી નથી પણ ટીકાના કાળમાં દૃષ્ટિના જોરથી અંત૨માં એકાગ્રતા વધતી જાય છે તેનાથી મલિનતા નાશ થાય છે તેનો ઉપચાર કરીને ટીકાથી મલિનતા નાશ થાય છે તેમ વ્યવહારથી કહ્યું છે. -આત્મધર્મ અંક ૪૨૫, જાન્યુઆરી ૧૯૮૦, પૃષ્ઠ ૩૦
(૫૦૪)
પ્રશ્ન:- નિશ્ચય શ્રુતકેવળી કોને કહે છે?
ઉત્ત૨:- દર્શન-જ્ઞાન-ચારિત્રથી જે આત્માને અનુભવે છે તે નિશ્ચય શ્રુતકેવળી છે. જેમાંથી કેવળજ્ઞાન પ્રગટ થવાનું છે એવા આત્માને જેણે સ્વાનુભવથી જાણ્યો તે ૫રમાર્થે શ્રુતકેવળી છે તેને અલ્પકાળમાં કેવળજ્ઞાન ચોક્કસ થવાનું છે, તેથી તેને ૫રમાર્થે શ્રુતકેવળી કહ્યો છે અને એ આત્માને જાણનાર જે શ્રુતજ્ઞાનપર્યાય છે જેમાં જ્ઞાન તે આત્મા એવો ભેદ પડે છે તે જ્ઞાનપર્યાયને વ્યવહાર શ્રુતકેવળી કહે છે, જે જ્ઞાનપર્યાય સર્વને જાણે છે તે સ્વ-૫૨ને જાણનારી જ્ઞાનપર્યાય સર્વ શ્રુતજ્ઞાન છે–તેને વ્યવહાર શ્રુતકેવળી કહે છે.
-આત્મધર્મ અંક ૪૨૧, નવેમ્બર ૧૯૭૮, પૃષ્ઠ ૨૫ (૫૦૫ )
પ્રશ્ન:- આસ્રવો વ્યવહારશેય ક્યારે થાય ?
ઉત્ત૨:- આસ્રવભાવો અશુચિરૂપ છે ને આત્મા પવિત્ર છે. આસવનો એક અંશ પણ સ્વભાવને રોકે છે તેથી તે આત્માના સ્વભાવથી વિપરીત છે. આત્માનો સ્વભાવ સ્વ-પરને જાણનાર છે તેથી તે ચેતનસ્વભાવ છે અને આસવો પોતે કાંઈ જાણતા નથી તેથી તે જડસ્વભાવ છે. આસ્રવો તો બીજા વડે જ્ઞેય થવા યોગ્ય છે. અહીં ‘આસવો બીજાવડે જ્ઞેય થવા યોગ્ય છે' એમ કહીને આસવોને આત્માના વ્યવહારશેય તરીકે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com