________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬O: જ્ઞાનગોષ્ઠી સિદ્ધ કર્યા છે. તે આગ્નવો ખરેખર વ્યવહારશેય ક્યારે થાય ? જ્યારે આત્મા આસ્રવોથી ભિન્ન પોતાના સ્વભાવને જાણીને, આસ્રવોથી પાછો ફરીને સ્વભાવ તરફ વળ્યો ત્યારે તેની સ્વ-પર પ્રકાશક જ્ઞાન શક્તિ ખીલી, તે જ્ઞાનશક્તિ ખીલતાં આસૂવોને પોતાથી ભિન્ન જાણ્યા એટલે કે આસ્રવો પણ પરશેય થઈ ગયા, તેથી તે વ્યવહારશેય થયું. આસ્રવ તે હું-એવી પર્યાયબુદ્ધિથી સ્વ-પર જ્ઞાનશક્તિ ખીલતી નથી એટલે આગ્નવો વ્યવહારશેય થતા નથી. આસ્રવોથી જુદો પડયા વગર આગ્નવોને વ્યવહારશેય કરશે કોણ ? જેણે પરમાર્થજ્ઞય તરીકે આત્માને લક્ષમાં લીધો છે તે આગ્નવોને વ્યવહારજ્ઞય તરીકે જાણે છે.
-આત્મધર્મ અંક ૮૨, શ્રાવણ ૨૪૭૬, પૃષ્ઠ ૨૧૫
જ્ઞાની માને જાણીને
(દોહા ) શ્રી ગુરુ પરમ દયાળ થઈ દિયો સત્ય ઉપદેશ, જ્ઞાની માને જાણીને, મૂઢ રહે છે કલેશ. ૬
(કવિત્ત-સવૈયા મનહર ૩૧ વર્ણ) કોઈ નર નિશ્ચયથી આતમાને શુદ્ધ માની, થયા છે સ્વછંદ ન પિછાને નિજ શુદ્ધતા; કોઈ વ્યવહાર દાન તપ શીલ ભાવને જ, આતમાનું હિત માની છાંડે નહિ મૂઢતા; કોઈ વ્યવહારનય-નિશ્ચયના મારગને, ભિન્નભિન્ન જાણીને કહે છે નિજ ઉદ્ધતા; જાણે જ્યારે નિશ્ચયના ભેદ વ્યવહાર સહુ, કારણને ઉપચાર માને ત્યારે બુદ્ધતા.
શ્રીમદ્ અમૃતચંદ્રાચાર્યદેવ વિરચિત પુરુષાર્થસિદ્ધિ-ઉપાય આચાર્યકલ્પ શ્રી પં. ટોડરમલ્લજીકૃત ભાષાવચનિકા છંદ ૬-૫
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com