________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૩)
પ્રમાણ-નય
(૫૦૬) પ્રશ્ન:- દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનય કોને જાણે છે?
ઉત્તર- વર્તમાન પર્યાયને જોનારી દષ્ટિ તે પર્યાયદષ્ટિ છે. અને ત્રિકાળી સ્વભાવને જોનારી દષ્ટિ તે દ્રવ્યદષ્ટિ છે.
જે ત્રિકાળી દ્રવ્ય સ્વભાવને જાણે અને કહે તે દ્રવ્યાર્થિકાય છે. તેમાં ત્રિકાળી દ્રવ્યને જાણનાર જ્ઞાન છે તે અંતરંગનય (અર્થનય અથવા ભાવનય) છે, અને તેને કહેનાર વચન તે બહિર્નય (-વચનાત્મકનય અર્થાત્ શબ્દનય ) કહેવાય છે; અને જે જ્ઞાન વર્તમાન પર્યાયને જાણે છે તે જ્ઞાનને અને તેને કહેનાર વચનને પર્યાયાર્થિક નય કહેવાય છે. તેમાં પર્યાયને જાણનારું જ્ઞાન તે અંતરંગનય છે અને તેને કહેનાર વચન તે બહિર્નય છે.
સિદ્ધદશાને જાણનારું જ્ઞાન તે પર્યાયાર્થિકાય છે, પરંતુ સિદ્ધદશા પ્રગટવાનો ઉપાય પર્યાયદષ્ટિ નથી. દ્રવ્યદષ્ટિ તે જ સિદ્ધદશા પ્રગટવાનો ઉપાય છે. પણ જે સિદ્ધદશા પ્રગટે તેને જાણનાર તો પર્યાયાર્થિકનય છે.
–આત્મધર્મ અંક ૫૧, પોપ ૨૪૭૪, પૃષ્ઠ ૩૬-૩૭
(૫૦૭). પ્રશ્ન:- દ્રવ્યાર્થિકનય દ્રવ્યને મુખ્ય કરીને જાણે છે, અહીં “દ્રવ્ય” એટલે શું?
ઉત્તર- દ્રવ્ય અને પર્યાય બંને ભેગું થઈને દ્રવ્ય કહેવાય છે તે નહિ, અર્થાત્ ગુણ-પર્યાયનો પિંડ તે દ્રવ્ય-એ અપેક્ષા અહીં નથી; પણ અહીં તો વર્તમાન અંશને ગૌણ કરીને ત્રિકાળ શક્તિ તે દ્રવ્ય છે, તે સામાન્યસ્વભાવ છે, અને વર્તમાન અંશ તે વિશેષ છે-પર્યાય છે. એ બે થઈને આખું દ્રવ્ય તે પ્રમાણનો વિષય છે. અને તેમાંથી સામાન્યસ્વભાવ તે દ્રવ્યાર્થિકનયનો વિષય છે, વિશેષ પર્યાય તે પર્યાયાર્થિકનયનો વિષય છે. તેમાંથી દ્રવ્યાર્થિકનયની દષ્ટિમાં પર્યાય ગૌણ છે એટલે તે નયની દષ્ટિમાં સિદ્ધદશા
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com