________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬: જ્ઞાનગોષ્ઠી
પ્રગટી એ વાત ન આવે; ત્રિકાળ શુદ્ધ જ્ઞાનસ્વભાવ છે તે દ્રવ્યદૃષ્ટિનો વિષય છે, અને તેના જ આશ્રયે નિર્મળપર્યાય પ્રગટે છે. દ્રવ્યનો વિશ્વાસ કરવાથી જ પર્યાયમાં નિર્મળ કાર્ય થાય છે.
-આત્મધર્મ અંક ૫૧, પોષ ૨૪૭૪, પૃષ્ઠ ૩૭
(૫૦૮) પ્રશ્ન:- દ્રવ્યનય અને દ્રવ્યાર્થિકનયના વિષયમાં શું ફેર છે?
ઉત્તર:- જે દ્રવ્યનય કહ્યો તેનો વિષય તો એક જ ધર્મ છે અને સમયસારાદિમાં દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક એવા બે જ મુખ્ય નયો લીધા છે તેમાં જે દ્રવ્યાર્થિકનય છે તેનો વિષય તો અભેદદ્રવ્ય છે; અહીં કહેલો દ્રવ્યનય તો વસ્તુમાં ભેદ પાડીને તેના એક ધર્મને લક્ષમાં લ્ય છે ને દ્રવ્યાર્થિકનય તો ભેદ પાડયા વગર, વર્તમાન પર્યાયને ગૌણ કરીને અભેદ દ્રવ્યને લક્ષમાં લ્ય છે-એ રીતે બંનેના વિષયમાં ઘણો ફેર છે. સમયસારમાં કહેલાં શુદ્ધ નિશ્ચયનયનો જે વિષય છે તે આ દ્રવ્યનયનો વિષય નથી; તે નિશ્ચયનયનો વિષય તો વર્તમાન અંશને તથા ભેદને ગૌણ કરીને આખો અનંત ગુણોનો પિંડ છે, ને આ દ્રવ્યનય તો અનંત ધર્મોમાંથી એક ધર્મનો ભેદ પાડીને વિષય કરે છે. નયપ્રજ્ઞાપન પૃષ્ઠ ૨૩ઃ આત્મધર્મ અંક ૯૪, શ્રાવણ ૨૪૭૭, પૃષ્ઠ ૨૨૨-૨૨૩
(૫૦૯) પ્રશ્ન:- શ્રુતજ્ઞાનમાં જ નય કેમ?–બીજા જ્ઞાનમાં કેમ નહિ?
ઉત્તર:- મતિ, શ્રુત, અવધિ, મન:પર્યય અને કેવળ-એ પાંચ પ્રકારના જ્ઞાનમાં અવધિ,-મન:પર્યય અને કેવળજ્ઞાન તો પ્રત્યક્ષ છે ને મતિ તથા શ્રુતજ્ઞાન પરોક્ષ છે; હવે નય તો પરોક્ષજ્ઞાન છે. પ્રત્યક્ષ જ્ઞાનનો અંશ તો પ્રત્યક્ષ જ હોય એટલે તેમાં નય ન હોય. કેવળજ્ઞાન પૂર્ણ સ્પષ્ટ પ્રત્યક્ષ છે તેમજ અવધિ અને મન:પર્યયજ્ઞાન પણ પોતપોતાના વિષયમાં પ્રત્યક્ષ છે, તેથી તે પ્રત્યક્ષ જ્ઞાનોમાં પરોક્ષરૂપ નય હોતા નથી.
મતિજ્ઞાન જોકે પરોક્ષ છે, પણ તેનો વિષય અલ્પ છે, તે માત્ર સાંપ્રતિક એટલે વર્તમાન પદાર્થને જ વિષય કરે છે, સર્વક્ષેત્ર અને સર્વકાળવર્તી પદાર્થોને તે ગ્રહણ કરતું નથી તેથી તેમાંય નય પડતા નથી કેમકે પૂરા પદાર્થના જ્ઞાનપૂર્વક તેમાં ભાગ પાડીને જાણે તેને નય કહેવાય.
શ્રુતજ્ઞાન પોતાના વિષયભૂત સમસ્ત ક્ષેત્ર-કાળવર્તી પદાર્થને પરોક્ષપણે ગ્રહણ કરે છે, તેથી તેમાં જ નય પડે છે. શ્રુતજ્ઞાનમાં પણ જેટલું અસંવેદન પ્રત્યક્ષ થઈ ગયું છે તેટલું તો પ્રમાણ જ છે, ને જેટલું પરોક્ષપણું રહ્યું છે તેમાં નય પડે છે. શ્રુતજ્ઞાન સર્વથા પરોક્ષ જ નથી, સંવેદનમાં તે અંશે પ્રત્યક્ષ છે; એવા સ્વસંવેદન પૂર્વક જ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com