________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રમાણ-નય: ૧૬૩ સાચા નયો હોય છે. શ્રુતજ્ઞાન કેવળજ્ઞાનની જેમ સકલ પદાર્થોને ભલે ન જાણે, પણ પોતાના વિષયને યોગ્ય પદાર્થને સકળ કાળ ક્ષેત્ર સહિત પૂરો ગ્રહણ કરે છે, ને તેમાં એકદેશરૂપ નય હોય છે.
-આત્મધર્મ અંક ૯૭, કારતક ૨૪૭૮, પૃષ્ઠ ૧૮
(૫૧૦) પ્રશ્ન- શ્રુતજ્ઞાન ત્રિકાળી પદાર્થને પરોક્ષ જાણે છે તેથી તેમાં જ નય હોય છેઆમ કહ્યું છે, શું તેમાં કોઈ રહસ્ય છે?
ઉત્તર:- હા રહસ્ય છે; તેમાંથી એવો ન્યાય નીકળે છે કે દ્રવ્યાર્થિકનાં મુખ્ય છે ને પર્યાયાર્થિકનય ગૌણ છે. ત્રિકાળી પદાર્થનું જ્ઞાન હોય તો જ તેના અંશના જ્ઞાનને પર્યાયાર્થિકનય કહેવાયો જ્યારે દ્રવ્યાર્થિકનયથી ત્રિકાળી દ્રવ્યને જાણ્યું ત્યારે તેના પર્યાયરૂપ અંશને જાણનાર જ્ઞાનને પર્યાયાર્થિકનય કહેવાયો. ત્રિકાળી દ્રવ્યની સન્મુખ થઈને તેને જાણ્યું ત્યારે જ તેના અંશના જ્ઞાનને વ્યવહારનય કહેવાયો. ત્રિકાળીના જ્ઞાન વગર અંશના જ્ઞાનરૂપ વ્યવહારનય હોય નહિ. એટલે એ વાત નક્કી થઈ કે નિશ્ચય વિના વ્યવહાર નહિ, દ્રવ્યના જ્ઞાન વિના પર્યાયનું જ્ઞાન નહિ. વ્યવહારનય તો અંશને જાણે છે, અંશ કોનો? કે ત્રિકાળી પદાર્થનો તો તે ત્રિકાળી પદાર્થના જ્ઞાન વિના અંશનું જ્ઞાન યથાર્થ થાય નહિ. શ્રુતજ્ઞાન પણ ત્રિકાળી દ્રવ્યસ્વભાવ તરફ વળે તો જ તેમાં નય હોય છે. ત્રિકાળીના જ્ઞાન વગર એકલી પર્યાયને કે ભેદને જાણવા જાય તો ત્યાં પર્યાયબુદ્ધિનું એકાંત થઈ જાય છે, મિથ્યાત્વ થઈ જાય છે, તેમાં નય હોતા નથી. આત્મા નિત્ય છે, શુદ્ધ છે–એવું જાણનાર નયો ત્રિકાળી પદાર્થના જ્ઞાન વિના હોય નહિ. અને શુદ્ધતા, નિત્યતા વગેરેને જાણ્યા વગર એકલી અશુદ્ધતાને કે અનિત્યતાને જાણવા જાય તો ત્યાં એકાંત મિથ્યાત્વ થઈ જાય છે, એટલે ત્યાં વ્યવહારનય પણ હોતો નથી.
-આત્મધર્મ અંક ૯૭, કારતક ૨૪૭૮, પૃષ્ઠ ૧૮
(૫૧૧) પ્રશ્ન- મતિશ્રુતજ્ઞાની આત્માને પ્રત્યક્ષ અનુભવે છે તેમ કહ્યું છે અને તત્ત્વાર્થસૂત્રમાં તો મતિશ્રુતજ્ઞાનને પરોક્ષ કહ્યું છે ને ?
ઉત્તર- પ્રત્યક્ષ જાણવું એ તો આત્માનો સ્વભાવ છે. અનુભવમાં સમકિતી આત્માને (અનુભવની અપેક્ષાએ) પ્રત્યક્ષ જાણે છે. જાણવાની અપેક્ષાએ પરોક્ષ છે.
-આત્મધર્મ અંક ૪૦૯, નવેમ્બર ૧૯૭૭, પૃષ્ઠ ૧૩
(૫૧૨). પ્રશ્ન:- “પ્રમાણજ્ઞાનના લોભથી નિશ્ચયમાં આવી શકતો નથી” એ કથનનો શું આશય છે?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com