________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૨: જ્ઞાનગોષ્ઠી
આશ્રયે મોક્ષમાર્ગ માનવો તે તો પરદ્રવ્યથી લાભ માનવા જેવું છે. જેમ, પ૨દ્રવ્ય છે માટે સ્વદ્રવ્ય છે-એવી માન્યતામાં સ્વ-પરની એકતાબુદ્ધિરૂપ મિથ્યાત્વ છે, તેમ રાગરૂપ વ્યવહાર છે તો તેને લીધે નિશ્ચય છે-એવી માન્યતામાં સ્વભાવ અને પરભાવની એકતાબુદ્ધિરૂપ મિથ્યાત્વ છે.
સાધકને તો સુખ અને સાથે કિંચિત્ દુ:ખ પણ છે, બંને ધારા (એક વધતી ને બીજી ઘટતી) સાથે વર્તે છે; બંને સાથે હોય તેથી શું એકને કારણે બીજું છે? શું દુઃખ છે માટે સુખ છે? ના. બસ! બંને સાથે હોવા છતાં જેમ દુ:ખ છે માટે સુખ છેએમ નથી, તેમ નિશ્ચય અને વ્યવહાર બંને સાથે હોવા છતાં, વ્યવહાર છે માટે નિશ્ચય છે–એમ નથી. વ્યવહારના આશ્રયે બંધન છે, ને નિશ્ચયના આશ્રયે મુક્તિ છે,-એમ બંને ભિન્નભિન્ન સ્વરૂપે વર્તે છે.
-આત્મધર્મ અંક ૨૦૬, માગશર ૨૪૮૭, પૃષ્ઠ ૧૩-૧૪
(૪૮૧ )
પ્રશ્ન:- જ્ઞાની વ્યવહારને હેય માને છે તો જ્ઞાનીના વ્યવહારનું ફળ સંસાર કેમ ?
ઉત્ત૨:- જ્ઞાનીનો વ્યવહાર પણ રાગ છે અને રાગનું ફળ સંસાર છે. શ્રાવકોને છ આવશ્યક, મુનિઓને પંચ મહાવ્રતનો વિકલ્પ હોય છે, આવે છે, તે નિશ્ચયનો સહચર જાણીને જિનવાણીમાં જણાવ્યું છે, પણ એ રાગનું ફળ સંસાર છે તેમ કહ્યું છે, અને એ શુભરાગથી જે લાભ માને છે, શુભરાગ કરતાં કરતાં ધર્મ થશે તેમ માને છે તેઓ તો મિથ્યાદષ્ટિ છે.
-આત્મધર્મ અંક ૪૨૧, નવેમ્બર ૧૯૭૮, પૃષ્ઠ ૨૭ (૪૮૨)
પ્રશ્નઃ- જિનવાણીમાં કહેલાં વ્યવહારનું ફળ જો સંસાર છે તો જિનવાણીમાં કહ્યો શું કામ?
ઉત્તર:- નિશ્ચય દર્શન-જ્ઞાન-ચારિત્રની સાથે અપૂર્ણદશાના કારણે રાગની મંદતામાં કેવા કેવા પ્રકારનો મંદ રાગ હોય, ચોથા, પાંચમા, છઠ્ઠા ગુણસ્થાનોની ભૂમિકામાં કેવો મંદ રાગ હોય, પૂજા-ભક્તિ, અણુવ્રત, મહાવ્રત આદિ હોય તેનો વ્યવહાર બતાવવા જિનવાણીમાં કહ્યું છે; પણ એ રાગની મંદતાના વ્યવહારનું ફળ તો બંધન ને સંસાર છે.
-આત્મધર્મ અંક ૪૨૧, નવેમ્બર ૧૯૭૮, પૃષ્ઠ ૨૬ (૪૮૩)
પ્રશ્ન:- શું વ્યવહારનય સર્વથા નિષેધ છે ?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com