________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૦: જ્ઞાનગોષ્ઠી જૈનદર્શનનું આ પરમ સત્ય સ્વરૂપ છે. તેનો વિરોધ કરવાથી મહા મોહનીય અંતરાયકર્મ બંધાય છે ને તેની દશા બહુ હીન થઈ જાય છે.
-આત્મધર્મ અંક ૩૯૯, જાન્યુઆરી ૧૯૭૭, પૃષ્ઠ ૧૪-૧૬
(૫૫૫) પ્રશ્ન:- દ્રવ્યને સાવ નકામું કરી દીધું, પર્યાયને પણ દ્રવ્ય કરે નહિ?
ઉત્તર- અરે ભાઈ ! આ તો અંતર પેટની મૂળની વાતો છે. આમાં દ્રવ્ય નકામું નથી થઈ જતું, પણ અલૌકિક દ્રવ્ય સિદ્ધ થાય છે.
-આત્મધર્મ અંક ૪૪૦, જુન ૧૯૮૦, પૃષ્ઠ ૩૦
(૫૫૬) પ્રશ્ન- પરમાણુમાં રંગગુણ ત્રિકાળી છે. તેની પર્યાય પહેલા સમયે કાળી હોય તે બદલીને બીજા સમયે લાલ, સફેદ, પીળી થઈ જાય તેનું કારણ કોણ? જો રંગગુણ કારણ હોય તો રંગગુણ તો કાયમ છે છતાં પરિણમનમાં આમ વિચિત્રતા કેમ ?
ઉત્તર- ખરેખર તો તે સમયની પર્યાય પોતાના પકારકથી સ્વતંત્ર પરિણમી છે. તેમ દરેક દ્રવ્યની પર્યાય તે તે કાળે સ્વતંત્ર પરિણમે છે. આહાહા ! પર્યાયની સ્વતંત્રતાની વાતો બહુ સૂક્ષ્મ છે. -આત્મધર્મ અંક ૪૨૫, માર્ચ ૧૯૭૯, પૃષ્ઠ ૨૮
(૫૫૭) પ્રશ્ન - અનાદિથી ચાલી આવતી સૌથી મોટી મૂર્ખતા કઈ છે?
ઉત્તર:- જે ન થઈ શકે તે કાર્ય કરવાની બુદ્ધિ કરવી તે મૂર્ખતા છે. દેહ આદિના કાર્યો હું કરી શકું છું, હાથ-પગ આદિને હું હુલાવી શકું છું, પરદ્રવ્યોના કાર્યને હું કરી શકું છું, એ માન્યતા મૂર્ખતા છે. પરજીવોને સુખી કે દુઃખી કરી શકું છું, પરજીવોને બચાવી કે મારી શકું છું, દેશ-કુટુંબ આદિની સેવા હું કરી શકું છું એવી બુદ્ધિ તે મૂર્ખતા છે. જે પરદ્રવ્યો છે તેના કાર્ય થઈ શકતા નથી છતાં તેને કરવાની બુદ્ધિ તે મિથ્યાત્વભાવનાની મૂર્ખતા છે અને જે કાર્ય પોતાથી જ થઈ શકે છે એવા પોતાના સ્વરૂપની સાચી શ્રદ્ધા, સાચું જ્ઞાન, સાચું આચરણ એ કરતો નથી એ મૂર્ખતા છે.
-આત્મધર્મ અંક ૪૨૨, ડિસેમ્બર ૧૯૭૮, પૃષ્ઠ ૩૦-૩૧
(૫૫૮) પ્રશ્ન:- એક દ્રવ્ય બીજા દ્રવ્યને કાંઈ કરે નહિ તે સિદ્ધાંતમાં એક જીવ બીજા જીવને કાંઈ કરી ન શકે તે બેસે છે પણ એક પરમાણુ બીજા પરમાણુને કાંઈ કરે નહિ તે બેસે એવું નથી !
ઉત્તર-એક પરમાણુ સ્વતંત્ર છે, પોતે કર્તા થઈને પોતાના કાર્યને કરે છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com